જામનગર તા. ૧૩ઃ જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.૭ ડીગ્રીના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન ૧ર.પ ડીગ્રી નોંધાયું હતું. જેના પગલે ઠંડીમાં પૂનઃ વધારો થયો હતો.
જામનગરમાં છેલ્લા છ દિવસથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો હતો. જેના પગલે ઠંડીમાં ઘટાડો થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ છેલ્લા ચોવીસ કલાકમાં સતત વધી રહેલા તાપમાન પર બ્રેક લાગી ગઈ હોય તેમ ૧.૭ ડીગ્રીના ઘટાડા સાથે લઘુત્તમ તાપમાન ૧ર.પ ડીગ્રી જ્યારે કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાનનો પારો ર૭ ડીગ્રીએ સ્થિર રહ્યો હતો. લઘુત્તમ તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ફરીએક વખત ઠંડીમાં વધારો થયો હો.
જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૪ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી.