માર્કેટ સ્કેન

નિફટી ફયુચર ૧૧૫૭૫ પોઇન્ટ ઉપર તેજી તરફી ધ્યાન !!!

સેન્સેક્સ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે મ્જીઈ સેન્સેક્સ આગલા બંધ ૩૮૮૪૫.૮૨ સામે શરૂઆતી તબક્કામાં ઘટાડા સાથે ૩૮૮૧૨.૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને  ૩૮૭૭૬.૧૯ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ ૨૧૪.૫૭ પોઈન્ટની  મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૧.૩૨ પોઈન્ટના ઉછાળા સાથે ૩૮૯૨૭.૧૪ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૫૧૫.૨૫ સામે શરૂઆતી તબક્કામાં ઘટાડા સાથે ૧૧૪૯૧.૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને  ૧૧૪૭૪.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો... સરેરાશ ૫૨.૯૦ પોઈન્ટ ની  મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૭.૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૫૨૨.૬૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત સામાન્ય ઘટાડા સાથે થઈ હતી. કોરોના મહામારી વચ્ચે વિશ્વભરમાં દવાઓની માંગમાં વધારા સાથે  કોરોનાને ફેલાતો અટકાવવા વેક્સિનની શોધમાં થઈ રહેલી પ્રગતિ સાથે હવે ભારતની ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર કંપનીઓની દવાના ઉત્પાદન માટે મહત્વના એક્ટીવ ફાર્મા  ઈન્ગ્રેડિયેન્ટસના ઉત્પાદન માટેના કાચામાલના ભારતમાં જ મેન્યુફેકચરીંગને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા અંદાજીત રૂ.૨૫,૦૦૦ કરોડનું ઈન્સેન્ટિવ પેકેજ જાહેર કરી  રહી હોઈ આજે ફાર્મા-હેલ્થકેર અને આઇટી અને ટેક્નોલોજી શેરોમાં ફંડો દ્વારા સિલેક્ટિવ લેવાલી જોવા મળી હતી. ફાર્મા શેરોની આ તેજી સામે અલબત બેંકોની લોનોના  મોરેટોર યિમને લંબાવવાના અને એની સાથે વ્યાજ અને વ્યાજ પર વ્યાજ માફ કરવાથી નુકશાની ખર્ચ થવાના અંદાજોએ આજે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડો દ્વારા  ઓફલોડિંગ અને ટેલિકોમ, ઓટો, મેટલ અને રિયલ્ટી શેરોમાં નફારૂપી વેચવાલીએ ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી જોવા મળી હતી. વૈશ્વિક શેરબજારની વાત  કરીએ તો શુક્રવારે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૮૮%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે જીશ્ઁ ૫૦૦ ૧.૧૨% અને નેસ્ડેક ૧.૦૭%ના કડાકા સાથે સેટલ થયા હતા.  બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૬% ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આજે  માત્ર હેલ્થકેર, આઇટી અને ટેક શેરોમાં લેવાલ ી જોવા મળી હતી, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટીને કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૧ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૩૭૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૨૬૬ અને વધનારની સંખ્યા ૯૭૩ રહી હતી, ૧૩૬ શેરના ભાવમાં કોઈ  ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૬૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૬૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

એચડીએફસી લિ. (૧૭૨૪) ઃ એચડીએફસી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૦૮ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૬૮૮ ના સ્ટોપલોસથી  ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૪૪ થી રૂ.૧૭૬૦ સુધી તેજી તરફી ધ્યાન...!!!

લાર્સન લિ. (૮૯૪) ઃ ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૮૮૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૮૭૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૯૦૯ થી રૂ.૯૧૩ નો ભાવ  નોંધાવે તેવી સંભાવના છે...!!!

ઓરબિન્દો ફાર્મા (૮૪૦) ઃ રૂ.૮૨૮ નો પ્રથમ તેમજ રૂ.૮૧૮ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૬૩ થી રૂ.૮૭૦ સુધીની તેજી તરફી રુખ  નોધાવશે...!!!

મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર (૬૫૮) ઃ ઓટો સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૭૭ થી રૂ.૬૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૬૩૬ નો સ્ટોપલોસ  ધ્યાને લેવો...!!!

ગ્લેનમાર્ક ફાર્મા (૪૯૮) ઃ રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૪૮૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી  તરફી રૂ.૫૦૯ થી રૂ.૫૧૫ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ...!!!

બજારની ભાવિ દિશા....

મિત્રો, કોરોનાના સંક્રમણમાં ફરી વિશ્વભરમાં થવા લાગેલા ચિંતાજનક વધારાથી અનલોકની છૂટછાટો પાછી ખેંચવાની વિચારણા સાથે કેટલાક દેશોમાં ફરી લોકડાઉનના  પગલાં લેવાઈ રહ્યા હોઈ આ પરિસ્થિતિ વૈશ્વિક મહામંદી માટે મોટું ચિંતાનું પરિબળ બનવાનો ફફડાટ વ્યાપત થયો છે. અલબત આ પરિસ્થિતિ વચ્ચે ભારતમાં વધતી  બેરોજગારી અને ઉદ્યોગોની હાલત કફોડી બનવા લાગી હોઈ સરકાર પાસે ફરી મોટા આર્થિક પેકેજની માંગ થવા લાગી છે. પરંતુ દેશમાં ઘટતી વેરાકીય આવક અને મંદી  વકરવાના અંદેશા વચ્ચે એડવાન્સ ટેક્ષની ચૂકવણીમાં મોટા ઘટાડા સાથે બિઝનેસ સેન્ટીમેન્ટ ડહોળાવા લાગ્યું હોઈ અને ઘટતી આવક સાથે રાજયોની આર્થિક સહાય માટે  વધતી માંગને લઈ કેન્દ્ર સરકાર  માટે પણ અનેક પડકારો હોવાથી આગામી દિવસોમાં સરકારે મોટું બોરોઈંગ કરવાની ફરજ પડવાની પરિસ્થિતિ ઊભી થઈ હોઈ આર્થિક  મોરચે આ પ્રકારનો કોઈપણ નિર્ણય બજારનું સેન્ટીમેન્ટને અસર કરી શકે છે. જેથી આગામી દિવસોમાં અર્થતંત્ર અને ભારતીય શેરબજારમાં ભારે અફડાતફડી જોવા મળી શકે  છે.

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

close
Ank Bandh
close
PPE Kit