Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટમાં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ સંદર્ર્ભે દ્વારકા જિલ્લામાં યોજાઈ તંત્રની બેઠક

કલેકટરે સુચારૂ આયોજન તથા વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૫: રાજકોટમાં તા. ૮ તથા ૯ જાન્યુઆરી, ૨૦૨૬એ વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ યોજાશે, વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. ૧૯ ડિસેમ્બરના જિલ્લા સ્તરીય કાર્યક્રમ યોજાશે. જિલ્લા સ્તરીય કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત ૨૦૪૭ વિઝનને સાકાર કરવા માટે રાજયના ચાર અગલ-અલગ વિસ્તારોમાં વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ સેકટર-સ્પેસિફિક રોકાણ, ક્ષેત્રીય ઉદ્યોગ વિકાસ અને વૈશ્વિક સ્તરે સહભાગીતાને પ્રોત્સાહન આપવાનો છે. ઉત્તર ગુજરાતમાં સફળતા પૂર્વક યોજાયેલ કાર્યક્રમ પછી આગામી જીઆરસી-કચ્છ અને સૌરાષ્ટ્ર રીજનલ કોન્ફરન્સનું આયોજન રાજકોટમાં તા. ૮ અને ૯ જાન્યુઆરી ૨૦૨૬ના કરવામાં આવનાર છે.

કચ્છ અને સૌરાષ્ટ્ર રીજનલ કોન્ફરન્સનું આયોજન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સંભવિત તા. ૧૯-૧૨-૨૫ના યોજાનાર છે જેના સુચારૂ આયોજન અંગે કલેકટર કચેરીમાં જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેકટર કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે તમામ આનુષંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા કક્ષાએ યોજાનાર કાર્યક્રમની વિગતો આપતા નાયબ ઉદ્યોગ કમિશનર અને જિલ્લા મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જણાવાયુ હતું કે જિલ્લા સ્તરે કાર્યક્રમ આગામી સંભવિત તા. ૧૯ ડિસેમ્બર, ૨૦૨૫ના ખંભાળીયા ખાતે યોજાશે. જેમાં બેંક લગત ક્રેડિટ લિંકેજ સેમિનાર, પીએમએફએમઈ યોજના અંતર્ગત સેમિનાર, સ્ટાર્ટ અપ અંતર્ગત સેમિનાર, ઝેડઈડી યોજના અંતર્ગત સેમિનાર તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં અમલીકૃત યોજનાઓ અંતર્ગત સેમિનાર યોજાશે. ઉપરાંત જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં વિવિધ વિભાગના સ્ટોલ પણ ઊભા કરવામાં આવશે.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, નિવાસી કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક હેતલ જોશી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh