જામનગરથી દ્વારકા પદયાત્રાનું આયોજન રાધે રાધે સંઘ દ્વારા કરાયું

જામનગર તા. ૧૨ઃ પ્રતિવર્ષની માફક આ વર્ષ પણ જામનગરના કડીયાવાડમાંથી દ્વારકા સુધી પદયાત્રાનું આયોજન થયું હતું. તે રાધે રાધે દ્વારકા પદયાત્રા સંઘ દ્વારા આયોજન થયું હતું.

કડીયાવાડના રાધે રાધે દ્વારકા પદયાત્રા સંઘ દ્વારા ગત તા.૩૧-૧૦-૧૯ના પદયાત્રા સંઘ રવાના થયો હતો. જેમાં બહોળી સંખ્યામાં ભાઈ-બહેનો જોડાયા હતા.

પરંતુ  તાજેતરમાં સ્થાનિક કોર્પોરેટર નટુભાઈ રાઠોડ દ્વારા આ પદયાત્રી સંઘને રાજકીય સ્વરૃપ આપવાનો પ્રયાસ કર્યો હતો.

તે સાથે સંઘના મયુર વસાણી, દેવેનભાઈ સોલંકી, હિતેષ સોલંકી, નિકુંજ નાનાણી, વિપુલ રાઠોડ, ભરત લાખાણી, આશિષ સોલંકી, પાર્થ વસાણી, કરશન સોલંકી, વગેરેએ આ પદયાત્રા આયોજનમાં જોડાયા હતા.

close
Ank Bandh
close
PPE Kit