Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના લાંબામાં નાસ્તો કરવા લઈ જઈ પરપ્રાંતીય યુવાનને મિત્રએ ધક્કો મારી તળાવમાં ફેંકી નિપજાવી હત્યા

પૈસાની લેતીદેતીનો મામલો કારણભૂતઃ આરોપીની ધરપકડઃ

                                                                                                                                                                                                      

 જામનગર તા. ૮: કલ્યાણપુરના લાંબા ગામમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતા મૂળ ઉત્તરપ્રદેશના યુવાનને પૈસાની લેતીદેતીના મામલે બોલાચાલી પછી મધ્યપ્રદેશના વતની તેના મિત્રએ નાસ્તો, પાણી કરવા માટે તળાવ બાજુ લઈ જઈ ઝઘડો કર્યા પછી તળાવમાં ધક્કો મારી ફેંકી દીધો હતો. આ યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. મૃતકના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા ગુન્હો નોંધી શરૂ કરાયેલી તપાસમાં આરોપી ઝડપાઈ ગયો છે.

આ ચકચારી કિસ્સાની વધુ વિગત મુજબ મૂળ ઉત્તરપ્રદેશના પડરછ ગામના વતની અને હાલમાં વડોદરામાં વાઘોડીયા ચોકડી નજીક એક કંપનીના કેમ્પસમાં વસવાટ કરતા રામશકલ શિવશંકર ગવાલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે, તેના ભાઈ સંતોષકુમાર શિવશંકર ગવાલા (ઉ.વ.રર)ને થોડા દિવસ પહેલાં મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં લાંબા ગામમાં વસવાટ કરતા રામનરેશ મોતીલાલ સાકેત નામના શખ્સ સાથે પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી થઈ હતી.

ત્યારપછી સંતોષકુમારનો મૃતદેહ સોમવારે સવારે લાંબા ગામમાં આવેલા ગધા તળાવમાંથી મળી આવ્યો હતો.

તે દરમિયાન રામનરેશે ફોન કરીને સંતોષકુમારના રામસકલને જણાવ્યું હતું કે, તમારા ભાઈને લાંબામાં નોકરી કરવી ગમતી નથી, તેને બીજી જગ્યાએ નોકરી કરાવી આપો અને હું તથા તમારો ભાઈ તળાવ બાજુ નાસ્તો-પાણી કરવા જઈએ છીએ. તે જણાવ્યા પછી બીજા દિવસે સંતોષકુમારનો મૃતદેહ તળાવમાંથી મળ્યો હતો. તે બાબતે રામસકલે પોતાના ભાઈના મિત્ર રામનરેશને પૂછતા તેણે તમારા ભાઈએ તળાવમાં ભૂસકો માર્યાે છે તેમ કહી રડવાનું શરૂ કર્યું હતું. તે પછી રામસકલની પૂછપરછમાં ગલ્લાતલ્લા કરી રામનરેશે પોતે જ મિત્ર સંતોષકુમારને ધક્કો મારીને તળાવમાં નાખી દીધાનું કબૂલી લીધુ હતું.

આ બાબતની પોલીસને જાણ કરવામાં આવ્યા પછી ફાયરબ્રિગેડની મદદ લઈ તળાવના પાણીમાંથી સંતોષનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો. પોલીસે મૃતદેહને કલ્યાણપુર હોસ્પિટલમાં ખસેડી પીએમ કરાવ્યા પછી રામસકલ શિવશંકરની ફરિયાદ પરથી ગુન્હો નોંધી રામનરેશ મોતીલાલ સાકેત ઉર્ફે છોટેની શોધખોળ શરૂ કરી હતી. જેમાં આ શખ્સ ઝડપાઈ જવા પામ્યો છે. પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh