જામનગર તા. ૧૩ઃ જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં. ૪૯ માં આવેલા એક વીજ થાંભલા પર રવિવારે સવારે એક યુવાન ચડી ગયેલો જોવા મળતા કોઈએ ફાયરબ્રિગેડ તથા ૧૦૮ને જાણ કરી હતી. શનિવારની રાત્રે આ યુવાન થાંભલા પર ચડી ગયો હતો. આખી રાત ઠંડીમાં થાંભલા પર બેસી રહેલા તે યુવાનને ફાયર બ્રિગેડના સ્ટાફની મહા મહેનતે નીચે ઉતારી ૧૦૮ મારફત સારવારમાં જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઠુંઠવાઈ ગયેલો આ યુવાન માનસિક અસ્થિર હોવાનું જાણવા મળ્યું છે.