Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એએસીએના પાંત્રીસમાં વર્ષનું સેલિબ્રેશન
અમદાવાદ તા. ૧૮: અમદાવાદ એડવર્ટાઈઝિંગ વેલફેર સર્કલ એસોસિએશન (એએસીએ), જેની સ્થાપના વર્ષ ૧૯૯૧માં થઈ હતી, તે આજે ૩૫ વર્ષના સર્જન, સહકાર અને સર્જનાત્મક ઉત્તમતાની ઉજવણી કરી રહૃાું છે. આ પ્રસંગે ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઈઝિંગ અને એએસીએ મીડિયા એવોર્ડસ ૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવી રહૃાું છે જે ગુજરાતના એડવર્ટાઈઝિંગ અને મીડિયા ક્ષેત્રનો અત્યાર સુધીનો સૌથી મોટો સર્જનાત્મક સમારોહ બનશે.
આ ઉત્સવમાં પાંચ વિશિષ્ટ ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે
ક્રિએટિવ સ્પાર્ક-યુનિવર્સિટી સ્ટુડન્ટસ માટે ક્રિએટિવ કોમ્પિટિશન, સાહિત્ય અને સંચારનું કલા-સંગમ, લેજન્ડ ટોક શો-રાષ્ટ્રીય સ્તરના એડવર્ટાઈઝીંગ નિષ્ણાતો સાથેની ઇન્ટરેક્ટિવ ચર્ચા, એએસીએ મીડિયા એવોર્ડસ ૨૦૨૬ જેમાં પ્રિન્ટ, રેડિયો, ટેલિવિઝન/સિનેમા, આઉટડોર અને ડિજિટલ મીડિયામાં સર્જનાત્મક ઉત્કૃષ્ટતાનો સન્માન સમારોહ અને નેશનલ કોફી ટેબલ બુક-ગુજરાતની સર્જનાત્મક સિદ્ધિઓનું ડોક્યુમેન્ટેશન થશે.
ગ્રાન્ડ એવોર્ડ નાઈટનું આયોજન ૪ જાન્યુઆરી ૨૦૨૬ના અમદાવાદમાં થશે.
ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઇઝિંગ ગુજરાત એડવર્ટાઈઝીંગ-મિડીયાની સર્જનાત્મકતા અને ઉત્તમતા માટે સૌથી ભવ્ય સેલિબ્રેશન બનશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial