સપ્તાહની વનસ્પતિઃ લસણ
જામનગર તા. ૨૪ઃ જામનગરના પ્રભાબેન આરોગ્ય કેન્દ્ર અને આરોગ્ય ભારતી સંસ્થાના ઉપક્રમે 'ડો. ગ્રીન હરીતવૈદ' નામથી પ્રારંભ કરાયેલા પ્રોજેકટ અન્વયે ઔષધીય 'લસણ' વનસ્પતિ બાબતની જાણકારી-સમજ આપવા માટેનું આયોજન આવતીકાલ તા. ૨૫-૦૧-૨૦૧૭ બુધવાર સવારે ૭-૦૦ વાગ્યે રણમલ તળાવની પાળની અંદર વોકીંગ ટ્રેક ઉપર અને તા. ૨૬-૦૧-૨૦૧૭ ગુરૃવાર સવારે ૭-૦૦ વાગ્યે, જોગર્સ પાર્કની પાસે, જામનગરમાં ડો. હિતેશ જાની તરફથી કરવામાં આવ્યું છે. આ સપ્તાહની વનસ્પતિ 'લસણ' સંદર્ભની જાણકારી-માર્ગદર્શન મેળવવા ઇચ્છુકોએ લાભ લેવા અનુરોધ છે. અત્રે 'લસણ' વનસ્પતિની માહિતી-બાબતોના કેટલાંક અંશો 'નોબત'ના વાચકો માટે પ્રસ્તુત છે.
હા... બીજો પ્રેમ... પ્રથમ પ્રેમ વિશે તો લાયબ્રેરી ભરીને પુસ્તકો લખાયા હશે, કાગળો ખૂટી જાય એટલું લખાયેલું હશે. દુનિયાભરના સાહિત્યકારો, લેખકો, કવિઓએ પહેલા પ્રેમ વિશે અઢળક લખ્યું છે, પણ આજે વાત કરવી છે બીજા પ્રેમની... પહેલો પ્રેમ ક્યારેય ભૂલાતો નથી એવું બધા કહે છે... અને એ સાચું પણ છે જ, પરંતુ બીજો પ્રેમ શક્ય છે જ... પહેલા પ્રેમની યાદો ભૂલાવા માટે નહીં, પણ જીવન જીવવાનું કારણ આપવા બીજો પ્રેમ શક્ય છે જ... પહેલો પ્રેમ ૧૦ ટકા કિસ્સામાં અધૂરો જ રહી જાય છે, લગ્નની વેદી સુધી પહોંચતો નથી. પ્રેમીઓ અલગ અલગ પાત્રો સાથે પરણી જાય છે. પ્રેમની યાદો દિલના ખૂણામાં દબાઈ જાય છે, પણ બીજો પ્રેમ... લગ્નની વેદી સુધી પહોંચવા કદાચ નથી થતો. બીજો પ્રેમ જીવનની હિંમત માટે હોય છે, લાગણીની હૂંફ માટે થાય છે, સાથ માટે થાય છે.
બધા પાસેથી પહેલા પ્રેમ વિશે સાંભળ્યું જ હોય છે. દરેક વ્યક્તિએ જીવનમાં પ્રેમ કર્યો જ હોય છે. હા... એ વાત અલગ છે કે બધા આ વાત કહેતા નથી પણ પહેલા પ્રેમની વાત આવે એટલે ચહેરા પર ચમક આવી જ જાય છે. તે વ્યક્તિનું નામ દિલમાં ધબકી જાય છે અને ચહેરો નજર સામે આવી જાય છે. પહેલો પ્રેમ, પહેલી નજરનો પ્રેમ, સોળ સત્તર વર્ષની ઉંમરનો પ્રેમ, અલ્લડ ઉંમરનો પ્રેમ, આંખોના પલકારે થતી હજારો વાતો, તેને એક નજર જોવા થતો કલાકોનો ઈન્તજાર, તેનું નામ સાંભળતા દિલમાં ઊઠતો રોમાંચ, તેને જોઈને ભૂલાઈ જતું દરેક દર્દ, તેને જોઈને વધી જતા દિલના ધબકારા, તેની સાથે જિંદગી વિતાવવાના જોયેલા અઢળક સપના, તેની સાથે વિતાવેલી અમૂલ્ય ક્ષણો, પહેલા પ્રેમની યાદ આવે ત્યારે કેટકેટલી મીઠી મીઠી વાતો યાદ આવી જાય, પણ આ પહેલા પ્રેમ વિશે એટલું કહી શકાય કે, અનહદ પ્રેમ છતાં જીવનભર ન મળે અને જીવનભર ન ભૂલાય એવી યાદોનો ખજાનો એટલે પહેલો પ્રેમ... પહેલો પ્રેમ અધુરો રહી જાય છતાં યાદોનો ખજાનો આપતો જાય છે. જીવનભરનો રોમાંચ આપતો જાય છે. બધા ભલે કહે કે બધું ભૂલાય ગયું, પણ પ્રેમ દિલના ખૂણામાં ધબકતો જ રહે છે. વર્ષો પછી પણ જીવનની ગમે તે ઉંમરે તે વ્યક્તિ સામે આવે એટલે યાદો ઉમટી જ આવે... પણ છતાં પહેલો પ્રેમ જીવનભર સાથે નથી હોતો, પ્રેમ અધૂરો રહે ત્યારે લાગે કે જિંદગી ખતમ થઈ ગઈ. જેની સાથે જીવનભર સાથે રહેવાના સપના જોયા હતાં એ સપના આંખમાંથી આંસુ બનીને વરસી પડે... તેની સાથે વિતાવેલો સમય દિલમાં ટીસ બનીને વેદના આપે, છતાં જીવવું પડે, અને આ જીવન ફરીથી ધબકતું કરે છે બીજો પ્રેમ...
હા... બીજો પ્રેમ... પહેલો પ્રેમ જેટલી સરળતાથી થઈ જાય છે એટલો સરળ નથી બીજો પ્રેમ. પહેલો પ્રેમ સ્વીકારવામાં જેટલી ઝડપ થાય છે એટલી જ વાર લાગે છે બીજો પ્રેમ સ્વીકારતા... બીજા પ્રેમ માટે મનમાં લાગણી ઉમટે તો પણ આપણે તેને મનમાં જ દબાવી દઈએ છીએ, સ્વીકારતા અચકાતા હોઈએ છીએ, પણ છતાં તમામ બંધન, તમામ મુંઝવણ, તોડીને સ્વીકાર તો થાય જ છે, અને એ પ્રેમ જીવનના તમામ ઘાવ પર મલમ જેવું કામ કરે છે.
કવિઓ, લેખકો ભલે કહે કે પહેલો પ્રેમ એ જ સાચો... પ્રેમ ફક્ત એક જ વાર થાય, પણ એ વાત સાચી નથી. તૂટલા દિલમાં ફરીથી પ્રેમ જગાડી શકે, મૃતપાય થયેલી લાગણીઓ ફરીથી સજીવન કરી શકે., હતાશ થયેલા જીવનમાં ફરીથી ઉત્સાહ જગાડી શકે, એ પ્રેમ જ સાચો... ચહેરા પર હાસ્ય તો કોઈ પણ લાવી શકે, પણ રડી રડીને ખાલી થયેલી આંખોને મલકાવી જાય એ સાચો પ્રેમ, અને એ કદાચ બીજો પ્રેમ હોય છે. બીજો પ્રેમ એટલે બમણો પ્રેમ... બમણો વિશ્વાસ... બમણી હિંમત...
પહેલો પ્રેમ નટખટ હોય છે, તેમાં અલ્લડપણું હોય છે, રોમાંચ હોય છે, તોફાન હોય છે, દુનિયાના બંધન ફગાવી દેવાનું મન થઈ જતું હોય છે, જ્યારે બીજો પ્રેમ પાકટ વયનો હોય છે. તેમાં જવાબદારી હોય છે, રોમાંચની સાથે સાથે સમજદારી હોય છે. તોફાનને બદલે ઠરાવ હોય છે. બંધન ફગાવી દેવાને બદલે જવાબદારી લેવાની તૈયારી હોય છે. પહેલો પ્રેમ કદાચ તમને બદનામ કરી દેશે, પ્રેમ અધૂરો રહી જાય તો પ્રેમીઓ ક્યારેક એકબીજાને બદનામ કરતા હોય છે કે બદનામ થાય એવું પગલું ભરતા હોય છે, પણ બીજો પ્રેમ એવું ક્યારેય નહીં કરે, કારણ કે તે જવાબદારી સાથે સ્વ્ીકારાયેલો પ્રેમ છે. તૂટેલા દિલને ફરીથી જોડીન ધબકતું કરવાનો પ્રયાસ હોય છે. અંધકારમાં ડૂબી ગયેલા જીવનને હાથ પકડીને ફરીથી અજવાળામાં લાવવાનો પ્રયત્ન હોય છે. ભૂલાયેલા હાસ્યને ફરીથી ચહેરા પર લાવવાનો પ્રયાસ છે. શોખ કે આદતને પૂર્નજીવીત કરવાનો પ્રયાસ હોય છે. બીજો પ્રેમ જીવનની કઈ ઉંમરે થાય એ નક્કી નથી હોતું. પહેલા પ્રેમની જેમ એ મુગ્ધાવસ્થામાં થાય છે તેવું જરૃરી નથી કે એવું પણ જરૃરી નથી કે બીજો પ્રેમ પહેલા પ્રેમની નિષ્ફળતા પછી તરત જ થાય. ક્યારેક તો પહેલા પ્રેમથી અલગ થયા પછી બે દાયકા પછી પણ જીવનમાં કોઈ એવું આવે કે જેને જોઈને લાગણી ફરીથી ખીલી ઊઠે. ચહેરા પર ફરીથી સ્મિત આવે. વર્ષો પછી અરીસામાં જોઈને તૈયાર થવાનું મન થાય, લઘરવઘર જીવનને વ્યવસ્થિત કરવાનું મન થાય, અને આવું થાય ત્યારે જીવનની ગમે તે ઉંમર હોય, ફરી વખત જીવવાની ઈચ્છા થઈ જ જાય.
પ્રેમ... પ્રેમ જ છે... પહેલો શું અને બીજો શું? આ નંબરની ગણતરી હિસાબોમાં થાય, પ્રેમમાં થોડી થાય? અને પ્રેમ એક જ વખત થતો હોય તો મુરલીધર રાધા પછી રૃકમણીને પ્રેમ કરતા ન હોત... ભગવાન કૃષ્ણના એકથી વધારે પ્રેમને બધા સ્વીકારે છે જ... તો માણસોના બીજા વખતના પ્રેમને કેમ ન સ્વીકારી શકાય?
આપણો સમાજ ક્યારેક બીજીવાર પ્રેમ કરનારને 'ચાલુ' કહીને અપમાન કરે છે. એકને છોડીને બીજાને પકડ્યો/પકડી એવું કહીને તેને બદનામ કરે છે, પણ એમ કેમ નથી સમજતા કે આ બીજો કે બીજી તેમના પહેલા ઘા પર મલમ લગાડવાનું કામ કરે છે, મુરઝાયેલી જિંદગીને ફરીથી હસતી-બોલતી કરવાનું કામ કરે છે. બીજા પ્રેમ એ બદનામી નથી, ખરાબ વાત નથી, ચાલુપણું નથી... એ તો સમજદારીથી સ્વીકારેલી જવાબદારી છે. બીજા પ્રેમને ખબર જ છે કે તૂટેલી વ્યક્તિને ફરીથી જોડવાનું કાર્ય અઘરૃ છે, છતાં તે કરે છે બીજો પ્રેમ... બધાને નથી મળતો... કેટલાક પહેલા પ્રેમને, તેની યાદોને મૂઠ્ઠીમાં પકડી રાખે છે. અલગ થયા પછી પણ તે જ સમયમાં જીવ્યા કરે છે, તો કેટલાક જે થયું એ નસીબ... સમજીને પહેલા પ્રેમની મીઠી યાદો મનમાં રાખીને, કડવાહટ ભૂલીને જીવવાની કોશિશ કરે છે અને આ કોશિશમાં સાથ આપે છે તેમનો બીજો પ્રેમ... બીજો પ્રેમ તમારા જીવનમાં હોય તો તમે નસીબદાર છો. દુનિયા ભલે ગમે તે કહે, તમે તમારા બીજા પ્રેમ સાથે ખુશ રહેજો...
શું તમારા જીવનમાં છે આવો પ્રેમ?
- દિપા સોની-જામનગર