જામનગર જિલ્લાની શાપર કન્યા શાળામાં છાત્રાઓ દ્વારા અનોખા ભાષા મેળાનું આયોજન


દેવભૂમિ દ્વારકા તથા જામનગર જિલ્લામાં જિ.શિ. એસ.જે. ડુમરાણીયાના માર્ગદર્શન હેઠળ અવનવા પ્રયોગો કરવામાં આવે છે. તથા 'બાળ દેવો ભવ' ના સૂત્રને સાર્થક કરાય છે. તાજેતરમાં સિક્કામાં વિજ્ઞાન મેળાની જેમ સામાજિક વિજ્ઞાન મેળાનો અનોખો પ્રયોગ કરાયો હોત. જે સમગ્ર રાજ્યમાં અનોખો રહ્યો હતો તે પછી તાજેતરમાં જામનગર જિલ્લાના મોટીખાવડી સી.આર.સી. હેઠળની શાપર કન્યા શાળામાં છાત્રાઓ દ્વારા અનોખો 'ભાષા મેળો' યોજાયો હતો. ભાષા સજ્જતા, ભાષા સંવર્ધન તથા ભાષાની ઉપયોગીતા વધારવાના આશયથી યોજાયેલા આ ભાષા મેળામાં બાળકો દ્વારા અદ્ભુત સાહિત્ય તૈયાર કરવાની સાથે ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ લેખકો, કવિઓ નર્મદ, મીરાબાઈ, કલાપી, તારક મહેતા વિગેરેની વેશભૂષા બાળકોએ કરી હતી. તથા બાળ સાહિત્યકાર કિરીટ ગોસ્વામીએ બાળ ગીતો તથા બાળવાર્તાનો આનંદ બાળકોને આપ્યો હતો. સી.આર.સી. સુરેન્દ્રસિંહ જાડેજા તથા શાળાના આચાર્ય ૫ીયુષ પંડ્યા દ્વારા કરેલા આ અનોખા 'ભાષા મેળા' માં બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં.

વધુ સમાચાર

close
Ank Bandh