જાયન્ટ્સ ગ્રુપ ઓફ જનસેવા દરેડ દ્વારા વિવિધ સેવા કાર્યો


જામનગરના જયાન્ટ્સ ગ્રુપ ઓફ જનસેવા દરેડ દ્વારા ૧ લી એપ્રિલ ર૦ર૩ ના દિવસે સાત સેવાકીય પ્રોજેક્ટો સાથે વર્ષનો આરંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ પ્રોજેક્ટમાં કાયમી પાણીના પરબનું ઉદ્ઘાટન જેમાં દરરોજ ર૦૦ લાભાર્થી લાભ લે છે. છેલ્લા પાંચ વર્ષથી આ પરબ ચાલી રહેલ છે. આ પરબના દાતા જાયન્ટ્સ ગ્રુપ ઓફ જનસેવા દરેડના સદસ્ય પ્રફુલભાઈ જોષી તથા ગીતાબેન જોષી તરફથી અનુદાન મળે છે. બીજો પ્રોજેક્ટમાં બેટી બચાવો, બેટી પઢાઓમાં દીકરીઓને પ્રોત્સાહન સ્વરૃપે, પ્રાર્થના ભટ્ટના જન્મ દિવસ અન્વયે ચાર કુંવારીઓને કાંડા ઘડિયાળ આપી પ્રોત્સાહિત કરવામાં આવી જેનો આર્થિક સહયોગ જયદેવભાઈ ભટ્ટ દ્વારા મળેલ હતો. ત્રીજો પ્રોજેક્ટમાં કાયમી જીવદયા, જેમાં એક ચબૂતરો બનાવી, કાયમી ગ્રુપ તરફથી ચણ નાખી અબોલ પક્ષીઓની સેવા શરૃ કરેલ છે. ચબૂતરો અને આ માસના ચણના દાતા જયદેવભાઈ વી. ભટ્ટ રહેલ પ્રમુખ જયેશભાઈ ગોપિયાણીના હિતે શુભ શરૃઆત કરવામાં આવી હતી. ચોથો પ્રોજેક્ટમાં જીવદયા પ્રોજેક્ટ, ગાયોને ૧ ટન લીલો ઘાસચારો પ્રમુખ જયેશભાઈ ગોપિયાણીના આર્થિક સહયોગથી આપવામાં આવ્યો હતો. પાંચમો પ્રોજેક્ટમાં શૈક્ષણિક કીટ વિતરણ, તક્ષશીલા શૈક્ષણિક સંકુલની શાળામાં ધોરણ ૧, ર ના પ૦ બાળકોને કીટ વિતરણ કરવામાં આવ્યા, જે ગ્રુપ વતી વિતરણ કરવામાં આવ્યું હતું. છઠ્ઠો પ્રોજેક્ટમાં ચકલી બચાવો અભિયાનમાં શાળાના મોટા બાળકોને ચકલીના ઘરનું વિતરણ કર્યું તથા તે ક્યા અને કેવી જગ્યાએ લગાવવા તેની સમજણ આપવામાં આવી હતી. ૧૦૦ ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાતમો પ્રોજેક્ટમાં ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્ટમાં જે ટિફિન સેવા રૃા. પ મા આપવામાં આવે છે, તે ર૦૦ ટિફિનની રકમ ટ્રસ્ટને આપી જરૃરિયાતમંદ લોકોને સ્વ. જશુમતિબેન લલિતભાઈ પુંજાણીની યાદમાં લલીતભાઈ પુંજાણીના અનુદાન દ્વારા કાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફેડરેશન આઈ.પી.પી. જયદેવભાઈ ભટ્ટ, યુ.ડી.-૬ શ્રીમતી રેણુકાબેન ભટ્ટ, ઓફિસર શ્રીમતી નિશાબેન પુંજાણી, એમ.યુ. ઝવેરી, એ.કે. મહેતા, મંજુલાબેન રાજગોર, પ્રમુખ જયેશભાઈ ગોપિયાણી, ગીતાબેન ગોપિયાણી તથા અરવિંદભાઈ ભટ્ટ, દિનેશભાઈ પુંજાણી તેમજ લલિતભાઈ પુંજાણી, સુરેશચંદ્ર ભટ્ટ હાજર રહ્યા હતાં.

વધુ સમાચાર

close
Ank Bandh