Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
(પ્રકરણ : ૩૨)
રીમા ચૂપચાપ આ બધી વાતો સાંભળતી હતી અને મનોમન અમરના રૂપાળા અને પ્રેમાળ ચહેરાની કલ્પના કરીને, ખુશ થતી હતી.
લગભગ રાતના અગિયાર વાગ્યા સુધી બધાં વાતો કરતાં બેસી રહ્યાં. પછી રીમા ઊભી થઈને ઊંઘવા ચાલી ગઈ. અમરની વાતો સાંભળીને એ મનોમન હરખાઈ ઊઠી હતી અને હવે એ અમરને સપનામાં જોવા માટે આતુર બની ગઈ હતી.
રીમા સૂવા માટે ચાલી ગઈ. પછી થોડી જ વારમાં હંસા પણ ઊભી થઈને ચાલી ગઈ અને હંસા હજુ જઈને માંડ પથારીમાં પડી હશે ત્યાં મનોજ પણ ત્યાંથી ઊભો થઈને હંસા પાસે પહોંચી ગયો.
ઘડિયાળમાં જ્યારે બારના ડંકા પડયા ત્યારે તો આખું ઘર ઘસઘસાટ ઊંઘતું હતું. ચુનીલાલ, રંજનાબહેન અને મનોરમામાસી પણ કયારનાંય આડેપડખે થઈને ભરઊંઘમાં પડી ગયાં હતાં.
થોડીકવાર પછી અચાનક મનોરમામાસીની આંખ ખૂલી ગઈ. આંખ ખૂલતાં જ તેઓ ચોંકીને બેઠાં થઈ ગયાં. એમણે તરત જ ડોક ફેરવીને ઘડિયાળ તરફ જોયું. બાર વાગીને બરાબર પાંચ મિનિટ થઈ ચૂકી હતી અને અડધી રાતે રીમા અને હંસા બહાર જવા માટે આગળ વધી રહી હતી.
મનોરમામાસીએ બૂમ મારીને રોકવાનો પ્રયત્ન કર્યો. પણ એ બન્ને જણીઓએ મનોરમામાસીનો અવાજ ન સાંભળ્યો હોય એમ આગળ વધવાનું ચાલુ જ રાખ્યું.
હવે મનોરમામાસી બરાબરનાં ગભરાયાં અને જોરથી હંસા અને રીમાને રોકવા માટે બૂમો મારવા લાગ્યાં. મનોરમામાસીની બૂમો સાંભળીને ચુનીલાલ, રંજનાબહેન અને મનોજ પણ જાગી ગયાં. અને આગળ વધતી રીમા-હંસાને રોકવા લાગ્યાં. પણ રીમા અને હંસાને કોઈ શક્તિ ખેંચી રહી હોય, લોહચુંબક તરફ લોઢું ખેંચાય એમ ખેંચાતી રહી.
મનોજે અને મનોરમામાસીએ મળીને બન્નેના હાથ પકડીને ખેંચી જોયા, પણ ત્યાં સુધીમાં બન્ને બારણા પાસે પહોંચી ગઈ અને બારણાં પણ આપોઆપ ઊઘડી ગયાં. બારણું ઊઘાડતાં જ બહારથી 'રીમા-રીમા-રીમા' એવા પોકારો જોરથી સંભળાવા લાગ્યા.
રીમા હંસાનો હાથ પકડીને કયારનીય બંગલાની બહાર સરકી ગઈ હોત પણ અનુભવી ચુનીલાલની સમયસૂચકતા એ વખતે કામ આવી ગઈ. એ દોડીને મંત્રેલું ગુલાબજળ લઈ આવ્યા અને ઝાંપા બહાર નીકળતી હંસા-રીમા ઉપર છાંટી દીધું.
ગુલાબજળનો છંટકાવ થતા હંસા અને રીમા તો જાણે જાદુઈ લાકડી ફરી હોય એમ ભાનમાં આવી ગયાં. મનોરમામાસી અને મનોજ એમના હાથ પકડીને એમને બહારથી ઘરમાં લઈ ગયાં. ચુનીલાલે સાવચેતી ખાતર અંદરથી બારણું બરાબર બંધ કરીને, તાળું મારી દીધું અને ચાવી પોતાની પાસે સાચવીને રાખી.
પણ બહારથી 'રીમા-રીમા-રીમા'ના પોકાર બંધ થયા નહીં. ધીમે-ધીમે કોઈ પુરુષનો ઘોઘરો અવાજ વધુ ને વધુ મોટો થતો ગયો.
જેમ જેમ અવાજ મોટો થતો જતો હતો તેમ તેમ રીમાની હાલત વધુ ને વધુ ખરાબ થતી જતી હતી. 'રીમા'ના નામનો એક એક પોકાર એના મગજમાં ઘણની જેમ ઠોકાતો હોય એમ રીમા એ પોકારની સાથે જ તરફડવા લાગતી હતી. રીમા હવે જમીન ઉપર પથરાઈ ગઈ હતી. એનાં કપડાં અસ્તવ્યસ્ત થઈ ગયાં હતાં. એ જમીન ઉપર પડી પડી તરફડતી હતી.
અચાનક 'રીમા'ના નામના પોકાર સાથે બારણું બહારથી ધણધણી ઊઠયું. એ વખતે એ પોકારમાં એક આતુરતા-એક અધીરાઈ અને એક એવી બેચેની હતી કે રીમા પણ બહાર જવા માટે બેચેન થઈ ગઈ હોય એમ ઊભી થઈને બારણા તરફ દોડી ગઈ.
એને બારણા તરફ દોડી ગયેલી જોઈને મનોજ અને મનોરમામાસી પણ જોશથી એ તરફ દોડી ગયાં. અને રીમા બારણા સુધી પહોંચી એ પહેલાં જ એને પકડીને જોશથી પાછી ખેંચી લાવ્યા. પણ રીમા અત્યારે એટલી બધી ઝનૂને ભરાઈ હતી કે, એને રોકવી મુશ્કેલ હતી. વળી રીમાને પકડી રાખે એવું ઘરમાં ત્રીજું કોઈ હતું નહીં.
હંસા તો ચુપચાપ આંખો મીંચીને નીચે પડી હતી. એ કોઈ સપનું જોતી હોય કે, પછી કોઈ મેલી અસર હોય એમ ઊંઘમાં વારેઘડીએ મલકાતી અને હસતી હતી. રંજનાબહેન પોતાના નસીબને મનોમન દોષ આપતા વહુ પાસે બેઠાં હતાં. ચુનીલાલ પણ ડઘાઈ ગયા હોય એમ આવી પડેલી આ અણધારી આફતને ચૂપચાપ જોતા હતા.
મનોરમામાસીએ હિંમત ભેગી કરીને મનોજને કહ્યું, 'મનોજ, આને આપણે સાંકળ કે દોરડાથી બાંધી દઈએ અને પછી તારા રૂમમાં પૂરી દઈએ, નહીંતર હવે મારાથી વધારે વાર આને પકડી શકાશે નહીં.'
મનોજે તરત જ કંઈક યાદ કરીને ચુનીલાલ તરફ જોઈને કહ્યું, 'મારા રૂમમાં પ્લાસ્ટિકની એક દોરી પડી છે એ લઈ આવોને...કદાચ પલંગ નીચે પડી હશે ત્યાં ના જડે તો આસપાસ શોધજો...!'
ચુનીલાલ વધારે કંઈ સાંભળ્યા વિના તરત જ મનોજના કમરામાં દોડી ગયા.
જોકે, એમને દોરી લઈને આવતાં સારી એવી વાર થઈ અને ત્યાં સુધી રીમાને પકડી રાખતાં મનોરમામાસી અને મનોજને નાકે દમ આવી ગયો. કારણ કે વારેઘડીએ બહારથી દરવાજો ખખડતો અને રીમાના નામના પોકારો સંભળાતા હતાં. અને એમાંય હવે તો એકવાર બારણું ખખડતું તો બીજી વાર બારી ખખડતી અને ફરી પાછું બારણું ખખડવા લાગતું અને એની સાથોસાથ જ રીમાના નામનો બેચેનીભર્યો, આતુરતા અને અધીરાઈભર્યો પોકાર સંભળાતો. હવે તો એ પોકાર એટલો બધો મોટો થઈ ગયો હતો કે એના પડઘા આખાય બંગલામાં કયાંય સુધી પડયા કરતા.
અત્યારે બંગલાનાં બધાં બારી-બારણાં બિલકુલ બંધ હતાં. છતાં બહારથી જોરથી વીજળી કડાકા મારતી હોય, જોરદાર વાદળનો ગગડાટ સંભળાતો હોય અને મુશળધાર વરસાદ વરસતો હોય એવો ચોકખો અવાજ આવતો હતો.
મનોરમામાસી અને મનોજે મળીને ખૂબ જ મહેનત અને ઝીંકાઝીંક પછી રીમાને માંડ માંડ દોરડાથી બાંધીને જમીન ઉપર નાખી અને હજુ એ બન્ને 'હાશ' કરે ત્યાં તો બંગલાની બહાર લાઈટ ગૂલ થઈ ગઈ. ફયૂઝ ઊડી ગયો હોય એમ બિલકુલ અંધારું થઈ ગયું. ફયુઝ ઊડી ગયો હોય એમ બિલકુલ અંધારું થઈ ગયું. મનનો ગભરાટ બેવડાઈ ગયો. પણ અંધારું થતાં જ જાણે બધું તોફાન શમી ગયું હોય એવી શાંતિ પથરાઈ ગઈ હતી અને બહારથી સતત સંભળાતા રીમાના નામના પોકારો પણ શાંત થઈ ગયા. એની સાથોસાથ વાદળોનો ગગડાટ, વીજળીના કડાકા અને મુશળધાર વરસાદનો અવાજ પણ બંધ થઈ ગયો.
પણ એકાએક ખૂબ તોફાનભર્યા અને શોરબકોરભર્યા વાતાવરણમાં ખામોશી પથરાઈ ગઈ. એમાંય વળી અંધકાર છવાઈ ગયો એટલે એ ખામોશી વધારે ભેંકાર અને બિહામણી લાગવા માંડી. કયાંય સુધી બધાનાં હૃદય જોશથી ઉછળતાં રહ્યાં. પણ પછી ઘણી વાર સુધી કંઈ બન્યું નહીં એટલે થાકને કારણે બધાંની આંખોમાં નીંદર ઘેરાવા લાગી.
સવારે જ્યારે બધા જાગ્યા ત્યારે વાતાવરણ રાબેતા મુજબનું જ હતું. બહાર રાતે વરસાદ પડયો હોય એવું બિલકુલ દેખાતું નહોતું. સ્વિચ દબાવતાં પંખો પણ ચાલુ થઈ ગયો. એટલે એનો મતલબ એવો કે રાતના ફયુઝ પણ ગયો નહોતો. ગમે તેમ પણ અત્યારે વાતાવરણ બિલકુલ સાફ અને કોઈપણ કનડગત વિનાનું હતું.
બપોર સુધી તો ખાસ કંઈ બન્યું નહીં, રીમાએ ઊઠીને સ્નાન કર્યું. કપડાં બદલ્યાં, બધાની સાથે ખાધું પણ ખરું. હંસાએ પણ નાહી-ધોઈને રસોઈ કરી. બધાને જમાડયા અને ઘરનાં બધાં સાથે બેસીને નિરાંતે જમ્યાં પણ ખરાં. ચુનીલાલ અને મનોજ તો પરવારીને પેઢીએ ચાલ્યા ગયા. હવે આજે રાતના તો સુલતાનબાબા આવવાના હતા એટલે આજની રાતની કોઈ ખાસ ફિકર હતી નહીં.
પણ બપોર પછી રીમાના રંગઢંગ બદલાવા લાગ્યા. બરાબર બે વાગે એણે પોતાના માથાના વાળ ખોલી નાખ્યા. એની આંખોનો રંગ બદલાઈ ગયો. એની સફેદ કોડા જેવી આંખોમાં ગુલાબી રંગ દેખાવા લાગ્યો. અને માથું હલાવતી એ ગળામાંથી 'હક...હક.... હક....હક...' એવો અવાજ કરીને ધૂણવા લાગી. ધૂણતી વખતે એ પોતાની ગરદનમાંથી આખું માથું ફેરવતી. એની સાથોસાથ એના વાળનો આખોય જથ્થો એના માથાની ફરતે ગોળ ગોળ ફરતો.
મનોરમામાસીએ એને શાંત કરવા માટે પેલું મંત્રેલું ગુલાબજળ પણ છાંટયું. પણ એ ગુલાબજળે તો ઊલટું આગમાં ઘી જેવું કામ કર્યું. અત્યાર સુધી રીમા શાંતિથી બેઠી બેઠી ધૂણતી હતી. પણ હવે રીમા ઊભી થઈને કમ્મરેથી ઝૂકીને, ધૂણવા લાગી. થોડી થોડી વારે પોતાનો એક પગ ઢીંચણેથી વાળીને જમીન ઉપર પછાડવા લાગી.
રીમાને આ રીતે ધૂણતી અને પછડાતી જોઈને રંજનાબહેન, મનોરમામાસી અને હંસાના મનમાં રીમા ઉપર દયા આવી ગઈ હતી. એમની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. એ ત્રણેય રડતી, રીમાની હાલત ઉપર દયા ખાતી ચૂપચાપ લાચાર બનીને બેઠી હતી.
છેક સાંજે પાંચેક વાગે રીમા શાંત થઈને જમીન ઉપર ઢગલો થઈ ગઈ. પણ હજુ થોડી થોડી વારે એના ગળામાંથી 'હક...હક...હક...હક...' એવા અવાજો નીકળતા હતા.
લગભગ બે-અઢી કલાક શાંત રહ્યા પછી રીમા ફરી ધૂણવા અને પછડાવા લાગી. મનોજ અને ચુનીલાલ પેઢીએથી આવી ગયા. થોડીક વારમાં સુલતાનબાબા પણ આવી ગયા.
સુલતાનબાબા આવ્યા એટલે ચુનીલાલ હાથ જોડતા ઊભા થયા અને પછી બોલ્યા, 'બાબા, મને બચાવી લો. કંઈક દયા કરો....અમે તો પરેશાન થઈ ગયા છીએ...!'
ચુનીલાલ હજુ બોલવાનું પૂરું કરે તે પહેલાં સુલતાનબાબાએ એમને દિલાસો આપતાં કહ્યું, 'ઉપરવાળો બધું જ સારું કરશે ભાઈ, હિંમત રાખો. હવે બહુ ઝાઝીવાર નહીં લાગે. માત્ર પંદર દિવસ ખમી જાવ.'
મનોરમામાસીએ પણ ફરિયાદ કરતાં કહ્યું, 'બાબા....!' છેલ્લા કેટલાય દિવસોથી તો બહુ પરેશાન થઈ ગયાં છીએ.' અને પછી એમણે છેલ્લા ચારેક દિવસોમાં બનેલી ઘટનાઓ કહી સંભળાવી.
સુલતાનબાબાએ બહુ જ ગંભીરતાથી જવાબ વાળ્યો, 'હવે એ ખતમ થવાની અણી ઉપર છે. એટલે બચવા માટે ખોટા હવાતિયા મારે છે. એ ગમે તેમ કરીને, ડરાવીને પણ તમારી દીકરીને ખતમ કરી નાખવા માંગે છે. પણ હિંમત રાખશો તો એ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે...' અને પછી એમણે પોતાની ઝોળીમાંથી સફેદ કપડું કાઢીને, ઝોળી એક તરફ મૂકી. લોબાન માટે ધૂપદાનીમાં સળગતા કોલસા ભરીને લાવવા માટે કહ્યું અને પોતે નમાઝ પઢવા લાગ્યા.
નમાઝ પઢી લીધા પછી સુલતાનબાબાએ એક તાસકમાં પાણી લીધું. એમાં કાળા દાણા મંત્રીને નાખ્યા એટલે એક ભડકો થયો. ત્યારબાદ સુલતાનબાબાએ પઢવાનું ચાલુ કર્યું. ધૂપદાનીમાં લોબાનનો ટુકડો નાખ્યો.... લોબાનના ધુમાડા અને પઢવાના અવાજથી આખોય કમરો ભરાઈ ગયો. સુલતાનબાબાએ પોતાના ગળાની માળા ફેંકીને, ધીમેથી તાસકમાં પછાડીને ઝડપથી ખેંચી લીધી અને એની સાથે જ સિકંદરનો અવાજ સંભળાયો, 'મને છોડી દે....મને છોડી દે...મને છોડી દે...!'
સુલતાનબાબાએ કોઈ જવાબ ન આપ્યો. એમણે ચૂપચાપ ધીમે-ધીમે પોતાનું પઢવાનું ચાલુ જ રાખ્યું. એટલે થોડીકવાર પછી આપોઆપ સિકંદરનો અવાજ ફરી સંભળાયો...'મારી સાથે ટક્કર લેવાનું છોડી દે...મારી સાથેની ટક્કર તને મોંઘી પડી જશે. હું તને ખતમ કરી નાખીશ. બધું ખેદાન-મેદાન કરી નાખીશ.'
પણ સુલતાનબાબાએ એની કોઈ વાતનો જવાબ આપ્યો નહીં. એ ચૂપચાપ પઢતા જ રહ્યા. અને સિકંદર સતત ચિલ્લાતો જ રહ્યો, 'ખતમ કરી નાખીશ....ખલાસ કરી નાખીશ.....ખેદાન-મેદાન કરી નાખીશ....છોડી દે....છોડી દે....!'
હજુ સિકંદર વધુ બરાડા પાડે ત્યાં તો મનોરમામાસીની જોશથી બૂમો સંભળાઈ.... 'આગ...આગ....આગ....!'
આગની બૂમો સાંભળીને બધાં ચોંકી ગયાં. જોયું તો ખરેખર બારીઓની બહારથી આગની જ્વાળાઓ દેખાતી હતી. બધાને મનમાં થયું કે ખરેખર સિકંદરે આખો બંગલો સળગાવી નાખ્યો છે. બંગલાની સાથોસાથ ઘરનું બધું રાચરચીલું અને બધાં જ જીવ ખતમ થઈ જશે. બધું ખેદાન-મેદાન થઈ જશે. બધું સાફ થઈ જશે.
'આગ...આગ....આગ....બચાવો...બચાવો... ભાગો...ભાગો....!' એવી જોરદાર બૂમો મારતાં મનોરમામાસી, રંજનાબહેન, ચુનીલાલ, મનોજ અને હંસા બારીઓ અને બારણાં તરફ દોડી ગયાં. ગભરાટમાં અને ઉશ્કેરાટમાં હંસા પોતાના ત્રણ વરસના નાનકડા હેમંતને પણ પોતાના કમરામાંથી લેવાનું ભૂલી ગઈ. રીમા તો બેખબરની જેમ, બેભાન બનીને ઊંધી પડી હતી. એનાં કપડાં ચોળાઈને અસ્તવ્યસ્ત થઈ ગયાં હતાં. એના માથાનો એકએક વાળ માથાની પાસે અને ઉપર ફુગ્ગાની જેમ પથરાયેલો હતો. ધૂણી-ધૂણીને રીમા હાંફી ગઈ હતી. એને બચાવવાની પણ જાણે કોઈને દરકાર નહોતી. બધાને પોતાની જ પડી હતી. બધા પોતાનો જીવ બચાવીને નાસી છૂટવા માંગતા હતા અને બધાને મનમાં એવી દહેશત પેસી ગઈ હતી કે હવે સિકંદર એમને ખતમ કરી નાખશે. બધું ખેદાન-મેદાન થઈ જશે. કોઈ બચી નહીં શકે.
એક માત્ર સુલતાનબાબા ચૂપચાપ પોતાની જગ્યાએ બેઠા હતા. એમના ચહેરા ઉપર જરા પણ ઉકળાટ કે બેચેની નહોતી. આગનું નામ સાંભળતાં જ એમણે આંખો મીંચી લીધી હતી અને ઝડપથી કંઈક પઢવાનું શરૂ કરી દીધું હતું. ધીમે-ધીમે એમનો અવાજ મોટો અને વધુ મોટો થતો જતો હતો.
'આગ'ની અને 'બચાવો'ની બૂમો મારતાં રંજનાબહેન, હંસા અને મનોજ દરવાજા તરફ દોડી ગયાં હતાં. જ્યારે ચુનીલાલ અને મનોરમાબહેન નજીકની બારી તરફ દોડી ગયાં હતાં. મનોરમામાસી જલદી બારી પાસે પહોંચી ગયાં હતાં. પણ બારી પાસે પહોંચતાં જ મનોરમામાસીની આંખો અચરજથી પહોળી થઈ ગઈ હતી. બારી પાસે કંઈ નહોતું. એમને એવો ભ્રમ થયો હોય, એમની આંખો છેતરાઈ હોય એવું એમને લાગ્યું. છતાંય બારી પાસે પહોંચીને એમણે આંખો ખેંચી ખેંચીને બરાબર જોયું. ખરેખર બહાર આગ જેવું કશું જ નહોતું. હવે ચુનીલાલ પણ બારી પાસે પહોંચી ગયા હતા. એમને પણ ખ્યાલ આવી ગયો હતો કે, પોતે આગની જ્વાળાઓ જોઈ એ માત્ર ભ્રમ અને છળ જ હતું. ખરેખર આગ કે એવું કંઈ જ નથી. બહાર કોરું ધાકોર આકાશ અને સનનન...કરતા પવન સિવાય બીજું કંઈ જ નથી. મનોરમામાસી અને ચુનીલાલ જેમ જ બારણા તરફ દોડી ગયેલાં મનોજ, હંસા અને રંજનાબહેને ઉતાવળથી બારણું ઉઘાડયું ત્યારે તેમને પણ એવો જ અનુભવ થયો. બહાર આગ જેવું કંઈ દેખાયું નહીં. છતાંય મનોજ વધારે ખાતરી કરવા બહાર નીકળ્યો અને બંગલાને બહારથી બરાબર જોયો. પણ કયાંય કશું દેખાયું નહીં. હવે બધાને સમજાઈ ગયું કે, આગ એ પણ સિકંદરની જ કોઈક માયાજાળ હતી.
પછી..? પછી શું થયું..? રીમાનું શું થયું? સુલતાનબાબાએ સિકંદર અને એના ગુરુઓને ખતમ કર્યા ? હંસાનું શું થયું...? મનોજનું શું થયું...? એ બધું જાણવા માટે 'જંતર મંતર'નો રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.
(ક્રમશઃ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૩૧)
સુલતાનબાબાએ પોતાના હાથમાંથી કાળા મણકાની માળા હળવેકથી વીંઝીને, જોશથી ત્રાડ નાખી, 'બોલ પછી શું થયું....?'
'પછી...' સિકંદરે ખૂબ જ થાકેલા અને માંદલા અવાજે કહેવા માંડયું, 'પછી હું ખેંચાતો ખેંચાતો એક કબ્રસ્તાનમાં એક તાજી ખોદાયેલી કબર પાસે પહોંચી ગયો. એ તાજી ખોદાયેલી કબરમાં એક તાજા મડદા ઉપર એક અઘોરી જાદુગર પલાંઠી મારીને બેઠો હતોે
એ અઘોરી કોઈ રાક્ષસ જેવો વિકરાળ હતો. એના મોઢાના લાંબા દાંત બહાર દેખાતા હતા. એની આંખોમાં વીજળીના નાના બલ્બ સળગતા હોય એવો ચમકારો દેખાતો હતો. એના માથાના વાળ બરછટ અને સૂતળી જેવા જાડા દેખાતા હતા. એને જોતા જ મનમાં બીક લાગવા માંડે એવો એનો દેખાવ હતો.
એને જોતાં જ મને ખ્યાલ આવી ગયો કે આ અઘોરીએ જ મને ખેંચીને બોલાવ્યો છે. એની સામે જઈને હું ઊભો રહી ગયો હતો.
મને જોતાં જ એણે મને હુકમ કર્યો, 'તારે મારું એક કામ કરવાનું છે.'
'હું કોઈનુંય કામ કરતો નથી.' મેં હિંમત ભેગી કરીને એને જવાબ આપ્યો. પણ મારો જવાબ સાંભળીને એણે પોતાના હાથમાંનું એક હાડકું જોશથી જમીન તરફ ફેંકયું. એની સાથોસાથ જ એક જોરદાર ભડકો થયો. અને એ ભડકા સાથે એણે ધરતી ધ્રુજવતા અવાજે પૂછયું, 'હું તને બાળીને ભસ્મ કરી નાખીશ.'
એની દાદાગીરી અને એની શક્તિ જોઈને મને લાગ્યું કે, એ જરૂર કોઈ પહોંચેલી માયા છે. જો હું રાજી-ખુશીથી એનું કામ નહીં કરું તો એ મારી પાસે પરાણે પોતાનું ધાર્યું કરાવશે અને બદલામાં કંઈ નહીં મળે. એના કરતાં એની પાસેથી કામના બદલામાં કોઈક વળતર માંગી લેવું જોઈએ. એવું વિચારીને મેં એને કહ્યું, 'હું મફતમાં કોઈનુંય કામ કરતો નથી !'
'તું મારું કામ કરીશ તો બદલામાં તને જે કંઈ જોઈશે તે હું આપીશ. બોલ, તારે શું જોઈએ છે.'
'હું કાયાપ્રવેશની વિદ્યા જાણું છું. કોઈપણ સ્ત્રી કે પુરુષના શરીરમાં પ્રવેશ કરી શકું છું. પણ હજુ લોહી પીવાની વિદ્યા મેં મેળવી નથી. મને એ વિદ્યા જોઈએ છે. જો તમે એ વિદ્યા શીખવવા તૈયાર હોવ તો જ હું તમારું કામ કરીશ.'
મારી વાત સાંભળીને અઘોરી તૈયાર થઈ ગયો. એણે મારી પાસે ન કરાવવાનાં કામો કરાવ્યાં. મને ન ગમતાં કામ પણ એને રાજી રાખવા માટે મજબૂરીથી કરવાં પડયાં. મને વિદ્યાય શીખવાડી. સતત ત્રીસ વરસ સુધી એણે મને હેરાનપરેશાન કરી મૂકયો. પછી અચાનક એક દિવસ અઘોરી ખુશમિજાજમાં બેઠો હતો ત્યારે મેં એને આજીજીઓ અને વિનવણીઓ કરવા માંડી. એટલે એણે તાનમાં આવી જઈને મને આઝાદ કરી દીધો.
ત્યારથી આજ સુધી હું એક પછી એક છોકરીના શરીરમાં પ્રવેશ કરું છું. એ છોકરીમાં પ્રવેશ કરું છું. એ છોકરી સાથે સહવાસ માણું છું અને જ્યાં સુધી એ છોકરી મને પ્રેમ કરે ત્યાં સુધી હું એને ફૂલની જેમ રાખું છું. એને માલામાલ કરી દઉં છું. એ છોકરીને મારા તરફ નફરત થવા માંડે એટલે હું એને કોઈક પહાડની ટોચે લઈ જઈને નીચે ગબડાવી દઉં છું. એ છોકરી ખતમ થઈ જાય છે અને હું પણ છૂટી જાઉં છું. અને જો છોકરી મને પ્રેમ કરતી રહે તો પછી જ્યારે એ કુદરતી મોતે અથવા તો હું જ્યારે એનાથી કંટાળું ત્યારે એના શરીરમાંથી મારો છુટકારો થાય છે. પણ આ છોકરીએ તો મને ફસાવી દીધો છે. હવે હું એની સાથે રહી શકતો નથી અને એનાથી છૂટી પણ શકતો નથી.'
સિકંદરે અહીં પોતાની કથા પૂરી કરી...અને ખૂબ થાકી ગયો હોય, હાંફી ગયો હોય એમ ઉંહકારા ભરવા લાગ્યો. પોતાનું માથું સુલતાનબાબાને ચરણે ધરતો હોય એમ રીમાએ પોતાનું માથું સુલતાનબાબાના પગ પાસે ટેકવી દીધું.
રાત ઘણી પસાર થઈ ગઈ હતી. સવાર પડવાને માંડ બે કલાકની વાર હતી. રીમા પણ હાજરી ભરી ભરીને ધૂણીને ખૂબ થાકી ગઈ હતી. એટલે વધુ હાજરી આવતા ગુરુવાર ઉપર રાખીને સુલતાનબાબાએ પેલું સોય ભરાવેલું લીંબુ ઉઠાવ્યું.
બીજા હાથે એક લાંબી અણીદાર સોય ઉઠાવી અને પછી ત્રણ વાર કંઈક પઢીને એ સોય ઉપર ફૂંક મારી અને અગાઉથી ચારેક સોય પરોવેલા એ લીંબુમાં હળવે-હળવે સોય ઘોંચવા માંડી. એક સોય ઘોંચાતાં ઘોંચાતાં તો એ લીંબુ ગરમ થઈ ગયું. એમાંથી ધુમાડા પણ નીકળવા માંડયા. સુલતાનબાબાનો હાથ દાઝી જતો હોય એમ એમણે કપડું પોતાની હથેળી ઉપર વીંટીને ફરી એ લીંબુ ઉઠાવ્યું. એક બીજી સોય લઈને એમણે પઢી પઢીને એ લીંબુ ઉપર ફૂંકવાનું ચાલુ કર્યું. લીંબુ ઠરી ગયું એટલે એમણે પેલી સોય ઉપર ત્રણેકવાર પઢીને ફૂંકો મારી અને લીંબુ ફાટી ન જાય એ રીતે ધીમે-ધીમે લીંબુમાં સોય પરોવવા માંડી.
લીંબુમાં સોય પરોવતા સમયે સિકંદરને કારમી પીડા થતી હોય એમ રીમા જોશથી ટળવળતી અને તડપતી હતી. 'હાય...છોડી દે જાલિમ....હાય... હાય...!' એવું એ બોલતી હતી.
આ વખતે લીંબુ ખૂબ ગરમ થઈ ચૂકયું હતું. એનો રંગ સળગતા અંગારા જેવો લાલચોળ થઈ ગયો હતો. સુલતાનબાબાના હાથમાંનું કપડું સળગવા લાગ્યું હતું. પણ સુલતાનબાબાએ ખૂબ ધીરજથી, જરાય ડર્યા કે ડગ્યા વિના એ સોય ધીમે-ધીમે લીંબુમાં ઉતારી દીધી.
સોય લીંબુમાં ઘૂસી ગઈ એ પછી જ સુલતાનબાબાએ લીંબુ નીચે મૂકયું. પછી બધું જ સંકેલી લેતાં તેમણે મનોજને કહ્યું, 'હવે બહુ ચિંતા કરવા જેવી નથી. હવે તમારામાંથી કોઈને પણ સિકંદર પરેશાન નહીં કરે. કદાચ એ અથડાશે તો પણ મારી સાથે જ અથડાશે. જોકે, હવે એની કોઈ પણ ચાલ સફળ થવાની નથી. પણ બુઝાતો દીપક જેમ વધુ અજવાશ આપે છે. એ જ રીતે એ છૂટવા માટે છેલ્લા ધમપછાડા કરી લેશે. પણ તમે હવે બેફિકર થઈ જાવ. હવે આ છોકરીનો કે બીજા કોઈનો પણ વાળ વાંકો થશે નહીં.'
આમેય સિકંદરને શરણે આવી ગયેલો જોઈને ઘરનાં સૌનાં મનને શાંતિ થઈ ગઈ હતી. અને રીમા જરૂર સારી થઈ જશે અને એના લગ્ન અમર સાથે થઈ જશે એવી પણ બધાને મનમાં ખાતરી થઈ ગઈ હતી.
સુલતાનબાબા ઊભા થયા અને પોતાની ઝોળી ખભે લટકાવીને ચાલ્યા ગયા.
બીજા દિવસે કોઈ બનાવ બન્યો નહીં. પેલો બિલાડો તો ઘણા દિવસથી દેખાતો બંધ થઈ ગયો હતો.
પણ...બીજા દિવસની બપોરે એક ઘટના બની ગઈ...
બપોરનો સમય હતો. ઘરનાં બધાં આરામ કરતાં હતાં. હંસા પોતાના કમરામાં હેમંત સાથે સૂઈ ગઈ હતી. રીમા પણ પોતાના કમરામાં નિરાંતે ઊંઘતી હતી. રંજનાબહેન અને મનોરમામાસી પણ ઘડીકવાર માટે જંપી ગયાં હતાં.
અચાનક એક મોટો ધડાકો થયો અને ઘરનાં સહુ ગભરાઈને જાગી ઊઠયાં. આ ધડાકો એટલો મોટો અને એટલો જોરદાર હતો કે આખું મકાન પાયામાંથી હચમચી ગયું. સહુને થોડીકવાર તો એવું લાગ્યું કોઈ મોટો ધરતીકંપ થયો હશે. બધાં જ ગભરાઈને બેઠાં થઈ ગયાં અને બહાર જોવા માટે બારીઓ તરફ દોડી ગયાં. પણ બહાર તો જાણે કંઈ જ ન બન્યું હોય એમ સહુ પોતપોતાના કામમાં મગ્ન હતાં. રાબેતા મુજબનો વહેવાર ચાલુ જ હતો.
બહાર બધું શાંત જોયા પછી ખ્યાલ આવ્યો કે, ખરેખર બહાર કંઈ બન્યું જ નથી. જે કંઈ બન્યું છે તે ઘરમાં જ બન્યું છે. બધાં ગભરાઈને, ધડકતા દિલે પાછાં વળ્યાં. અને પાછા ફરીને દીવાનખંડમાં જોઈને ચોંકી ઊઠયાં.
દીવાનખંડની બરાબર વચ્ચે પેલો મરીયલ બિલાડો પડયો હતો. એની આંખો બંધ હતી. એ જ્યાં પડયો હતો ત્યાં મોટો ખાડો પડી ગયો હતો.
એ જોતાં જ બધાંને ખ્યાલ આવી ગયો કે, આ બિલાડો પડયો એનો જ ધડાકો થયો હશે. એ બિલાડો જમીન ઉપર પટકાઈને મરી ગયો હોય એમ બધાંને મનમાં લાગતું હતું.
પણ એ બિલાડાની નજીક જવાની, એ બિલાડાને હાથ લગાવવાની કોઈનામાંય હિંમત નહોતી. અરે, કોઈ ખાતરી સાથે એમ કહેવા પણ તૈયાર નહોતું કે, એ બિલાડો મરી ગયો છે.
આવા સિકંદરના પડછાયા જેવા બિલાડાનો ભરોસો શું ? એની નજીક જતાં કદાચ એ ઓચિંતો હુમલો કરી બેસે તો....?
૦૦૦
દીવાનખંડમાં બિલાડો ચૂપચાપ મરી ગયો હોય એમ પડયો હતો. મનોજ, રીમા, હંસા અને ઘરનાં બધાં એ બિલાડાને ધડકતા દિલે જોઈ રહ્યાં હતાં. એ બિલાડાની નજીક જવાની કોઈનામાંય હિંમત નહોતી.
હવે એ બિલાડાનું શું કરવું ? એને ઊંચકીને બહાર નાખી દેવો કે પછી જઈને સુલતાનબાબાને બોલાવી લાવવા ? એવા વિચારો મનોજના મગજમાં ચાલતા હતા ત્યાં જ મનોરમામાસીએ મનોજને બાજુ ઉપર બોલાવતાં કહ્યું, 'મનોજ, જરા અહીં આવ તો ભાઈ...!'
મનોજ હળવેકથી સરકીને મનોરમામાસી પાસે ગયો. મનોરમામાસીએ મનોજના કાનમાં ફૂંક મારતાં હોય એવા ધીમા અવાજે કહ્યું, 'ભાઈ, મનોજ....તું જઈને બાજુના બંગલામાં ચોકીદારને બોલાવી લાવ. બે-પાંચ રૂપિયા આપીને આને ઉપડાવીને બહાર નખાવી દે.'
મનોજને મનોરમામાસીની સલાહ વ્યાજબી લાગી. એ ઝડપથી દોડતોક પોતાના બંગલાની બહાર નીકળીને, બાજુના બંગલા પાસે પહોંચ્યો. એ બંગલાનો ચોકીદાર બરાબર ઝાંપા પાસે જ સ્ટૂલ નાખીને બેઠો હતો.
મનોજ એની પાસે જઈને ઊભો રહ્યો એટલે પેલો ચોકીદાર સલામ મારતો ઊભો થવા જતો હતો પણ મનોજનો ચહેરો જોઈને પાછો સ્ટૂલ ઉપર બેસી ગયો અને બોલ્યો, 'કેમ, શેઠ, આજે અહીં આવવું પડયું ?'
કોઈ દિવસ આ તરફ નહીં આવનાર મનોજને આવેલો જોઈને એ ચોકીદારને કંઈક નવાઈ જેવું લાગી રહ્યું હતું.
મનોજે એની સામે જોતાં કહ્યું, 'ભાઈ, અમારે ત્યાં એક બિલાડો મરી ગયો છે, એને ઊંચકીને બહાર ફેંકી આવવાનો છે.'
ચોકીદાર મનોજની સામે જોઈને હાથ જોડતો હોય તેમ બોલ્યો, 'ના, ના, ના....જો મારી શેઠાણી તમારું કામ કરતાં મને જોઈ જાય તો કાઢી જ મૂકે...!' પણ એ ચોકીદાર હજુ પોતાનું બોલવાનું પૂરું કરે તે પહેલાં તો મનોજે ખિસ્સામાંથી દસ રૂપિયાની એક નોટ કાઢીને ચોકીદાર તરફ લંબાવી દીધી. ચોકીદાર દસની નોટ જોઈને શેઠાણી અને નોકરી બધું જ ભૂલી ગયો હોય એમ બોલ્યો, 'તમે જાવ શેઠ, હું હમણાં જ આવું છું.' કહેતાં એણે સ્ટૂલ ઉઠાવીને, ઝાંપો બંધ કરવા માંડયો.
મનોજ પોતાના બંગલામાં પાછો પહોંચ્યો ત્યાં સુધી બધું એમ ને એમ જ હતું. બિલાડો એ જ રીતે ચૂપચાપ પડયો હતો. મનોજ દીવાનખંડમાં પહોંચ્યો.
ચોકીદારને આવેલો જોઈને હંસા, રીમા, રંજનાબહેન અને મનોરમામાસી દૂર ખસી ગયાં અને હંસાના કમરામાં ચાલ્યાં ગયાં.
મનોજ પણ ત્યાંથી આઘોપાછો થઈ ગયો.
ચોકીદારે હળવેકથી પેલા મરેલા બિલાડાને ઉઠાવ્યો. પણ બિલાડો ધાર્યા કરતાં વધારે વજનદાર હોય એમ એ ઊંચકાયો નહીં. ચોકીદારને નવાઈ લાગી. પણ એણે બીજો કોઈ વિચાર કર્યા વિના વધારે જોર કર્યું અને બિલાડો ઊંચકાયો....ઊંચકાતો જ રહ્યો. ચોકીદારે એને વધુ ઊંચો કર્યો પણ એ બિલાડાના પગ હજુ જમીન ઉપર જ અડકેલા હતા. ચોકીદારની લંબાઈ જેટલા એ બિલાડાના પગ થઈ ગયા હતા. અને હજુ પણ એ પગ જમીન ઉપર જ હતા. અચાનક ચોકીદારનું એ તરફ ધ્યાન ગયું અને એ એકદમ થરથરી ગયો. એકાએક અજાણતાં જ ઈલેકટ્રિકનો કરંટ લાગ્યો હોય એમ એ બિલાડાને ફેંકીને, ત્યાંથી મુઠ્ઠીઓ વાળીને ભાગી છૂટયો. એની ચીસ સાંભળીને ફરી બધાં ત્યાં દોડી આવ્યાં. મનોરમામાસી અને મનોજ 'શું થયું ? શું થયું ?' એમ પૂછતાં જ રહ્યાં પણ પેલો ચોકીદાર તો કયારનોય દુમ દબાવીને ભાગી છૂટયો હતો.
હવે બધાની નજર પેલો બિલાડો જ્યાં પડયો હતો એ તરફ ગઈ. પણ પેલા બિલાડાની જગ્યાએ અત્યારે ત્યાં એક તાજું ખિલેલું ફૂલ પડયું હતું. એ ફૂલને જોઈને બધાંની આંખો અચરજથી ફાટી રહી.
થોડીવારમાં બારીમાંથી હવાની એક લહેરખી આવી અને એ લહેરખી સાથે જ પેલું ફૂલ ખેંચાઈને દૂર ચાલ્યું ગયું અને પછી એ ફૂલ કયાં ગુમ થઈ ગયું એની કોઈનેય કંઈ ખબર પડી નહીં.
બધાં ગભરાટથી અને બીકથી એવાં ફફડી ગયાં કે પેલા ચોકીદારનું શું થયું ? એ ચીસ પાડીને શા માટે ભાગી ગયો ? એ જાણવાનું કે પૂછવાનુંય કોઈને ભાન રહ્યું નહીં.
પણ બીજે દિવસે એમને સમાચાર મળ્યા કે બાજુના બંગલાનો એ ચોકીદાર આખો દિવસ અને આખી રાત તાવમાં શેકાતો રહ્યો અને 'ભૂત-ભૂત' કરતો કરતો બીજા દિવસની સવારે મરણ પામ્યો છે. બધાં એવું અનુમાન લગાવતા હતા કે, કયાંક ચોઘડિયા ફેર થઈ ગયો છે અને આ ચોકીદાર કોઈક અદૃશ્ય શક્તિનું ચરિતર જોઈ ગયો છે. નહીંતર આવો પાંચ હાથ પૂરો પહેલવાન જેવો તગડો અને તાજો-માજો જુવાન આમ 'ભૂત-ભૂત' કરતો એક દિવસના તાવમાં ખતમ ન થઈ જાય. ગમે તેમ પણ વાત ત્યાંની ત્યાં દબાઈ ગઈ. કોઈનેય ગંધ સરખી આવી નહીં કે એ ચોકીદાર મનોજના બંગલે ગયેલો અને ત્યાં એક બિલાડાનું ચરિતર જોઈને એના મનમાં દહેશત ઘૂસી ગયેલી. એ દહેશતને કારણે જ એ ખતમ થઈ ગયો છે.
એ દિવસે બીજું તો કંઈ ખાસ બન્યું નહીં. હવે આવતી કાલે તો પાછો ગુરુવાર હતો. બસ આજની રાત હેમખેમ પસાર થઈ જાય એટલે નિરાંત. હવે પછી માંડ બે કે ત્રણ ગુરુવાર સાચવવાના હતા. એકાદ મહિનામાં તો આખીય વાતનો ફેંસલો આવી જાય એમ હતો.
એ દિવસે સાંજે જમી-પરવારી લીધા પછી બધાં ટોળે વળીને બેઠાં. આડી-અવળી વાતોમાં રીમાના સાસરિયાંઓની વાત પણ નીકળી. ચુનીલાલને મનમાં એવી ફડક હતી કે, રીમાનાં સાસરિયાં કદાચ અમરના લગ્ન બીજે કયાંક ચુપચાપ ગોઠવીને ખાનગીમાં જ બધું પતાવી દેશે. હંસા અને મનોજને મનમાં પાકી ખાતરી હતી કે અમર રીમા સાથે જ લગ્ન કરશે. ભલેને હજુ છ મહિના સુધી વાટ જોવી પડે.
ત્યારપછી બધાં અમરે લીધેલી નવી જમીનની વાત ઉપર ઊતરી પડયાં. જમીન ગામથી સહેજ આઘે હતી. પણ સારી જમીન હતી. એ વિસ્તારમાં આસપાસ ઘણાં બંગલાઓ બંધાયા હતા. અમર પણ રીમાને મળીને એ બંગલાનો નકશો બનાવીને પછી જ એનું બાંધકામ કરાવવાનો વિચાર કરતો હતો.
રીમા ચૂપચાપ આ બધી વાતો સાંભળતી હતી અને મનોમન અમરના રૂપાળા અને પ્રેમાળ ચહેરાની કલ્પના કરીને, ખુશ થતી હતી.
જોકે, રીમાને ખબર નહોતી કે હવે પછી એવી ઘટનાઓ બનવાની છે જે એણે સપનામાં પણ નહોતી વિચારી.
પછી..? પછી શું થયું..? રીમાનું શું થયું? સુલતાનબાબાએ સિકંદર અને એના ગુરુઓને ખતમ કર્યા? હંસાનું શું થયું...? મનોજનું શું થયું...? એ બધું જાણવા માટે 'જંતર મંતર'નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.
(ક્રમશઃ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૩૦)
સિકંદરે થોડીકવાર રોકાઈને આગળ કહેવા માંડયું,
'આંખ ઉઘાડતાં જ હું ચોંકી ગયો. મારા હાથમાં એક તાજું, ખિલેલું, સુંદર, મનોહર પીળું ફૂલ હતું. અને એ ફૂલમાંથી મદમસ્ત બનાવી દે તેવી મોગરાની અને ચંપાની ભેગી સુગંધ આવતી હતી.
હું એ ફૂલને જોઈ રહ્યો હતો ત્યાં ગોરખનાથે મારી સામે જોઈને કહ્યું, 'આ તારો પહેલો પાઠ છે. આ ફૂલ તારૃં હથિયાર છે. આ ફૂલ ભલભલી ચાલાક અને હોશિયાર છોકરીઓને પણ પોતાની તરફ ખેંચી લેશે. તું હવે અહીંથી વસ્તીમાં ચાલ્યો જા. અને જ્યાં ત્યાં આ ફૂલ મૂકીને જુવાન સ્ત્રીઓને અહીં સુધી ખેંચી લાવ.'
મને ગોરખનાથની વાત કંઈ સમજાઈ નહીં. પણ પછી ગોરખનાથ જ મારા મનની મૂંઝવણ પારખી ગયા હોય એમ બોલ્યા, 'આખી દુનિયામાં તારા જેવા મારા અનેક ચેલાઓ આ કામ કરે છે અને મારી પાસે દરરોજ પચીસથી ત્રીસ છોકરીઓ આવી જાય છે.'
હવે મારા મગજમાં કંઈક વાત બેઠી. હું ગોરખનાથ સામે તાકી રહ્યો. પછી મેં પૂછવા ખાતર પૂછયું, 'ગુરૂજી, આપની ઉંમર કેટલી હશે ?'
ગુરૂજીએ હસીને કહ્યું, 'મારી ઉંમર તો હજુ પાંચસો વરસ જ છે. હજુ તો હું માંડમાંડ જુવાન થયો છું.'
હું ફાટી આંખે એમના ચહેરા અને શરીરને જોઈ રહ્યો હતો ત્યાં જ એમણે ખુલાસો કર્યો, 'એમાં કંઈ જ નવાઈ પામવા જેવું નથી. મારી ઉંમર કયારેય તને કદી નહીં દેખાય. કારણ કે હું અમર છું. મારી ઉંમર કયારેય ઘસાવાની નથી.'
'આપનો જીવ....!' હું એમને કંઈક પૂછવાનો પ્રયત્ન કરૃં એ પહેલાં તેઓ બોલ્યા, 'મારો જીવ મેં બહાર કાઢી લીધો છે. મારા શરીરમાં જીવ નથી. મારો જીવ તો મેં એક પોપટમાં મૂકયો છે. એ પોપટને પાંજરામાં પૂરીને, એક ગુફામાં બંધ કરી દીધો છે...!'
મને આ બધી વાતો નવાઈ ભરેલી-અચરજ ભરેલી લાગતી હતી. આવું બધું તો મેં માત્ર પરીકથાઓમાં વાંચ્યું હતું. આવી વાતો સાચી હોઈ શકે એવું માનવા હું કદી તૈયાર નહોતો, પણ અત્યારે બધું હું જોઈ રહ્યો હતો, અનુભવી રહ્યો હતો.
મને લાગતું હતું કે, જાદુ, મંતર અને તંતર એ બધું આ જ છે. એમાંનું સહુથી સારૃં, જુવાન છોકરીઓને, પીળા ફૂલથી લલચાવવાનું જાદુ હું...જાણતો...હ....તતત....!' આટલું બોલતાં બોલતાં જાણે સિકંદર ચૂપ થઈ ગયો.
રીમા પણ ધૂણી ધૂણીને બેભાન થઈ ગઈ. એના મોઢે ફીણ આવી ગયું.
રીમાની આવી હાલત જોઈને મનોરમામાસી, મનોજ અને હંસા ગભરાઈને દોડી આવ્યાં. એમના મનમાં ફફડાટ જાગ્યો કે જરૂર રીમાને કંઈક થઈ ગયું છે.
સુલતાનબાબા પણ તરત જ પોતાની જગ્યા છોડીને ઊભા થવા ગયા. પણ ત્યારે જ એમને ખ્યાલ આવ્યો કે, એમની માળાનો છેડો તાસકમાં પડયો છે. અને ધીમે-ધીમે માળા ખેંચાઈ રહી છે.
સિકંદરની આ બદતમીઝીથી સુલતાનબાબા દાઝી ગયા હોય એમ ગુસ્સે થયા. ગુસ્સાથી બરાડતાં બોલ્યા, 'હું તને તો ખતમ કરીશ જ, પણ તારા ગુરૂનેય આ ધરતી ઉપર જીવવા નહીં દઉં.'
સુલતાનબાબાની વાત સાંભળીને સિકંદર અભિમાનથી બોલ્યો, 'મારા ગુરૂ અમર છે. મારા ગુરૂને કોઈ ખતમ કરી શકે નહીં. તું મને ખતમ કરવા માટે પ્રયત્ન કરીશ તો આ મારો ગુરૂ પણ મને બચાવવા માટે મદદ કરશે.'
'તેં હજુ મારી તાકાત જોઈ નથી બેવકૂફ...!' સુલતાનબાબાનો અવાજ ધ્રુજી રહ્યો હતો, 'મારી પૂરી તાકાત હજુ તારી સામે અજમાવી જ નથી. મારો ઈલમ તારા ગુરૂને પણ ખતમ કરી શકે એમ છે.'
'બહુ તાકાતવાળો છે તો પછી મારી સામે તારી તાકાત કેમ અજમાવતો નથી ?'
'તને મારે ખતમ નથી કરવો એટલે...પહેલાં મારે તારા ગુરૂને ખતમ કરવાનો છે...!'
'અ...હા...હા....હા...!' સિકંદરે જોરથી હસી પડયો.
સુલતાનબાબાથી પોતાની હાંસી સહન થઈ નહીં. એમણે પોતાના હાથની માળા તાસકમાં ફટકારી.
તાસકમાં માળા ફટકારતાં જ જાણે ચાબુક વાગી હોય એમ સિકંદર ઢીલો થઈ ગયો અને બોલ્યો, 'જાલિમ...શું કામ પરેશાન કરે છે...આમેય તારા હાથમાં કંઈ આવવાનું નથી. તારે જે કંઈ કરવું હોય-જે કંઈ પૂછવું હોય તે જલદી પૂરૃં કર...!'
સુલતાનબાબાએ પૂછયું, 'તારા ગુરૂએ તને પીળું ફૂલ બનાવતાં શિખવાડયું પછી તેં એનો શો ઉપયોગ કર્યો?'
'ઉપયોગ?' સિકંદરે સામે પૂછયું અને પછી પોતે જ જવાબ આપ્યો, 'મારાથી તો કોઈ ઉપયોગ થઈ શકે એમ નહોતો. મારે તો એ છોકરીઓ મારા ગુરૂ માટે મોકલી દેવાની હતી.'
'તું એ છોકરીઓને કેવી રીતે ગુફા સુધી ખેંચી જતો?'
'મારે ખેંચવાની હતી જ નહીં. એ બધું આપોઆપ બનતું.' કહેતાં સિકંદર એક પળ માટે અટકી ગયો. પછી એણે આગળ ચલાવ્યું, 'કોઈ પણ છોકરી મારૃં બનાવેલું એ પીળું હાથમાં લઈને સૂંઘતી કે તરત જ મદહોશ બની જતી. એ વારંવાર એ ફૂલ સૂંઘતી ત્યારે એની કાયામાં મારો પ્રવેશ થઈ જતો...આમ મારા ગુરૂ ગોરખનાથે મને પરકાયા પ્રવેશનો જાદૂ શિખવાડયો. આ છોકરીએ પણ એ ફૂલ સૂંઘ્યું હતું અને મેં એને મારી બનાવી હતી.'
સિકંદરની આ વાત સુલતાનબાબાને ગળે ઊતરતી જતી હતી. એમણે થોડીકવાર સિકંદરને થાક ખાવા દીધો અને પોતે પઢવાનું ચાલુ કર્યું...સુલતાનબાબાના ઈલમમાં એક ખાસ ખૂબી હતી. એ જેમ જેમ વધુ ને વધુ પઢતા જતા હતા તેમ તેમ સિકંદર વધુ ને વધુ બંધાતો જતો હતો. એમણે એની પાસે વધુ વિગતો કઢાવવા પૂછયું, 'પછી તું એ છોકરીના શરીરમાં કેવી રીતે બહાર નીકળતો ?'
'છોકરી ખતમ થઈ જાય એટલે અમે છૂટા થઈ જઈએ. પણ ગોરખનાથ તો બહુ જ જાણકાર હતો. હું એ છોકરીને એની પાસે ખેંચી જતો કે તરત જ ગોરખનાથ મને આઝાદ કરી દેતો.'
સિકંદર ચૂપ થયો કે તરત જ સુલતાનબાબાનો અવાજ આખા કમરામાં ગૂંજી ઊઠયો, 'પછી શું થયું?'
'પછી શું થાય ?'
સિકંદરે થાકેલા અવાજે ધીમે-ધીમે કહેવાની શરૂઆત કરી, 'વરસો પછી લગભગ પચાસેક વરસ પછી ગોરખનાથે મને રજા આપી દીધી.
હવે હું ખુશખુશાલ હતો. મારી પ્રેમિકાની બેવફાઈનો મારો બદલો લેવો હતો. જોકે, મારી પ્રેમિકા અને એનો પ્રેમી બન્ને તો કયારનાંય ખતમ થઈ ગયાં હતાં. હવે મારે આ દુનિયા પરથી બીજી છોકરીઓને ખતમ કરવાની હતી.
એક દિવસ એક ગામને છેવાડે આવલ કબ્રસ્તાન પાસે હું પહોંચી ગયો. નજીકના કોઈ ગામે મેળો ભરાયો હતો અને એ મેળામાંથી લોકોનાં ટોળે ટોળાં પાછાં આવી રહ્યાં હતાં. એમાં ઘણાં ટોળાઓ તો છોકરીઓનાં હતાં.
મારી નજર એક સુંદર છોકરી ઉપર પડી. પહેલાં એ છોકરીનું શરીર ચૂંથીને, એને ખતમ કરવાનું મેં નક્કી કર્યું, ઝડપથી મેં પેલું પીળું ફૂલ બનાવ્યું અને એ છોકરીની નજરે પડે તેમ એક ઝાખરા ઉપર ગોઠવી દીધું.
મારી ગણતરી મુજબ એ છોકરીની નજર એ ફૂલ ઉપર પડી. એણે એ ફૂલ જોયું કે તરત જ એને લેવા એ આગળ વધી. એની સાથેની બધી બહેનપણીઓ 'ના-ના' કરતી રહી હતી. પણ એણે કોઈનીય વાત માની નહીં. ફૂલ લીધા પછી એ છોકરીએ એને સૂંઘ્યું. બીજી વાર સૂંઘ્યું અને એ મદમસ્ત બની ગઈ. ત્રીજીવાર એણે એ ફૂલ જોરથી સૂંઘ્યું. ફૂલ સૂંઘતાં જ હું એના શરીરમાં પ્રવેશી ગયો.
પણ એ છોકરીના શરીરમાં પ્રવેશ્યા પછી મને મારા ગુરૂની યાદ આવી. મને લાગ્યું કે હું હજુ કાચો છું. મારે જે વિદ્યા શીખવાની હતી એ હું પૂરેપૂરી શીખ્યો નથી. કારણ કે ગોરખનાથે મને લોહી ચૂસવાની વિદ્યા શીખવી નહોતી. એ છોકરીના શરીરમાં ઘૂસ્યા પછી હું બહાર નીકળી શકતો નહોતો. અને અંદર રહીને એ છોકરીનું લોહી ચૂસી શકતો નહોતો. આમ હું એ એ છોકરીના શરીરમાં કેદ થઈ ગયો. હવે તો એ છોકરી મરે તો જ હું બહાર નીકળી શકું એમ હતો.'
સિકંદરે વાત પૂરી કરી અને ફરી એકવાર કમરામાં સન્નાટો છવાઈ ગયો.
પણ સિકંદર આમ ચૂપ થઈ જાય-શાંત થઈ જાય એ સુલતાનબાબાને મંજૂર નહોતું. એટલે જેવો સિકંદર શાંત થઈ ગયો કે તરત જ એમણે પઢવાનું ચાલુ કરી દીધું. લગભગ પંદરથી વીસ મિનિટ સુધી પઢતા રહ્યા.
એ જ કમરામાં બેઠેલા મનોરમામાસી, હંસા અને મનોજને પણ જેમજેમ એ સિકંદરની દાસ્તાન સાંભળતાં જતાં હતાં એમ એમ ડર પણ વધતો જતો હતો. એમનું હૃદય વધુ ને વધુ થડકારા લેતું જતું હતું. સિકંદરની વાતો સાંભળીને એમને એવું લાગવા માંડતું હતું કે સિકંદર બહુ શક્તિશાળી છે અને સિકંદરને સુલતાનબાબા પહોંચી વળશે કે કેમ ? એની સામે ટક્કર ઝીલી શકશે કે કેમ ? એવા સવાલો પણ એમનામાંથી ઊઠતા હતા.
પણ જ્યારે સુલતાનબાબા એને ચાબુક ફટકારતા અને સિકંદર આજીજીઓ કરતો, પોતાની કથા કહેવા લાગતો ત્યારે એ બધાયના મનની શંકા દૂર થઈ જતી અને સુલતાનબાબા તરફની શ્રદ્ધા બેવડાઈ જતી.
સુલતાનબાબાએ થોડીકવાર સુધી સિકંદરને આરામ કરવા દીધો. એ જરાક તાજોમાજો થાય એટલે પેલું સોય પરોવેલું લીંબુ ઉઠાવીને, એમાં સોય આઘી પાછી કરીને લોહી જેવાં બે-ત્રણ ટીપાં પેલી તાસકમાં પાડયાં. એ તાસકમાં ટીપાં પાડતાં જ ચમત્કાર થયો હોય એમ સિકંદરનો અવાજ આવ્યો, 'તું આમ મને ટુકડે ટુકડે મારવાનું છોડીને, એક ઝાટકે મારી નાખ શયતાન...'
'કોણ શયતાન છે એ તો આખી દુનિયા જાણે છે !' સુલતાનબાબાએ ભારે અવાજે કહ્યું, 'અને રહી મારવાની વાત. તો તે તારા ગુરૂ વિષે જાણ્યા વગર તને મારવો બેકાર છે. હું તો મૂળને જ ખતમ કરવા માગું છું.'
સિકંદરે સામો જવાબ ન આપ્યો. સુલતાનબાબાએ ફરી પેલા લીંબુમાં સોય આઘી-પાછી કરીને, બે-ત્રણ ટીપાં પાછાં તાસકમાં પાડયાં અને પછી એમણે પઢવાનું શરૂ કર્યું. થોડીકવાર પઢી લીધા પછી સુલતાનબાબાએ એને પૂછયું, 'બોલ, પછી આગળ શું થયું...?'
સિકંદરે કોઈ જવાબ ન આપ્યો.
કમરામાં થોડીકવાર શાંતિ રહી પછી સુલતાનબાબાએ ત્રાડ નાખતા અવાજે પૂછયું, 'પછી શું થયું ?'
'પછી....?' સિકંદર જાણે દાંત કચકચાવીને કંઈક કહી રહ્યો હતો. 'પછી શું થવાનું હતું...? જે થયું એ ભૂલી જાવ અને તમારે જે કરવું હોય તે કરી નાખો.'
'નહીં...હું તને એમ ને એમ નહીં છોડી દઉં.' કહેતાં સુલતાનબાબાએ પોતાના હાથની માળા તાસકમાં હળવેકથી વીંઝીને ઝડપથી પાછી ખેંચી લીધી. ચાબુકનો ફટકો વાગ્યો હોય એમ...સિકંદર પીડાભર્યા અવાજે બોલ્યો, 'મને છોડી દો...છોડી દો!'
સુલતાનબાબાએ સિકંદરને જોઈને જુસ્સાભર્યા અવાજે પૂછયું, 'પછી શું થયું ? બોલ...!'
'આહ..આખ્ખ..આહ..આખ્ખ..!' કેટલીય વાર સુધી રીમા ધૂણતી રહી. સિકંદર અગડમ બગડમ બબડતો રહ્યો.
થોડીકવાર પછી સુલતાનબાબાએ ફરીથી તાસકમાં ખૂબ હળવેકથી માળા ફટકારતાં પૂછયું, 'બોલ પછી શું થયું....?'
'પછી...હું કેદ થઈ ગયો. ન તો છોકરીને છોડી શકતો હતો કે ન એ છોકરીનો કોઈ ઉપયોગ કરી શકતો હતો. મને એમ લાગતું કે મારા ગુરૂ ગોરખનાથે મને અધૂરી વિદ્યા શખવીને છેતર્યો છે. પણ હવે મારે એ છોકરી મરે ત્યાં સુધી વાટ જોયે જ છૂટકો હતો. હું ચૂપચાપ ભૂખ્યો અને તરસ્યો પડયો રહ્યો. એ છોકરી બીજાં ત્રીસ વરસ સુધી જીવી. મારે એ ત્રીસ વરસ રીબાવવું પડયું. એ છોકરીના મર્યા પછી હું આઝાદ થઈ ગયો. હજુ મારે બીજી વિદ્યા શીખવાની હતી. કોઈક નવા ગુરૂને શોધવાનો હતો. અથડાતો-કૂટાતો હું બંગાળ પહોંચ્યો. આસામ પછી જાદુની દુનિયામાં બંગાળનું નામ આવતું હતું. આસામમાં બહુ મોટા સાધકો અને જાદુગરો હતા જ્યારે બંગાળમાં અઘોરીઓની અને જાદુગરણોની વસ્તી વધારે હતી. પુરૂષો કરતાં અહીં સ્ત્રીઓ વધારે વિદ્યા જાણતી હતી. જો એવી કોઈ જાદુગરણ મને મળી જાય તો મારો ઉદ્વાર થઈ જાય એવી આશાએ હું આગળ ને આગળ વધતો રહ્યો. ગુરૂની શોધ કરતો રહ્યો.'
સુલતાનબાબા સિકંદરની બરાબરની હાજરી લેતા હતા. બંધાયેલો-જકડાયેલો સિકંદર એમના હાથમાંથી છૂટવા અને છટકવા માંગતો હતો. પરંતુ સુલતાનબાબા એને એમ છોડે તેવા નહોતા. દર ગુરૂવારે રાતે તેઓ સફેદ કપડું બિછાવીને બેસી જતા અને સિકંદરની ભૂતકાળની વાતો પૂછતા.
આવું કરવા પાછળ સુલતાનબાબાની માત્ર એક જ ગણતરી હતી. સિકંદરને ખતમ કરવાની સાથોસાથ એના ગુરૂઓને પણ ખતમ કરવા. જેથી તેઓ આવી વિદ્યા કોઈનેય શીખવે નહીં અને કોઈ જુવાન છોકરી આ રીતે દરરોજ ટુકડે-ટુકડે મરે નહિ. ન રહે બાંસ અને ન બજે બંસરી.
....અને સિકંદર પણ દર ગુરૂવારે થોડી થોડી વાતો કહેતો. કયારેક જિદ્દે ભરાતો ત્યારે ચૂપચાપ પડયો રહેતો, પણ ગમે તેમ કરીને થોડી થોડી વાતો બહાર આવતી જતી હતી.
આજે સાતમો ગુરૂવાર હતો. તેર ગુરૂવાર સુધીમાં બધું ખતમ થઈ જવાનું હતું. સિકંદરના ગુરૂઓ પણ ખતમ અને સિકંદર પણ ખતમ.
છતાંય સિકંદર ખતમ થશે કે કેમ ? એ વિષે ઘરના સૌને મનમાં શંકા હતી. બધા ગુરૂવારની રાતે સુલતાનબાબાથી દૂર પણ પોતે બધું સાંભળી શકે, જોઈ શકે એ રીતે બેસતાં. ધડકતા જીવે અને ઊંચા મને બધું સાંભળતાં.
સિકંદર ન માની શકાય એવી પણ સાચી અને ખોફનાક, કાળજું કંપાવી નાખે એવી વાતો કહેતો.
અત્યારે પણ સુલતાનબાબા સિકંદરની હાજરી લઈ રહ્યા હતા અને સિકંદર એક પછી એક વાતો કહેતો જતો હતો.
સુલતાનબાબાએ પોતાના હાથમાંથી કાળા મણકાની માળા હળવેકથી વીંઝીને, જોશથી ત્રાડ નાખી, 'બોલ પછી શું થયું....?'
પછી..? પછી શું થયું..? ગુરૂની શોધમાં બંગાળ પહોંચેલા સિકંદરનું શું થયું...? રીમાનું શું થયું ? સુલતાનબાબાએ સિકંદર અને એના ગુરૂઓને ખતમ કર્યા ? હંસાનું શું થયું...? મનોજનું શું થયું...? એ બધું જાણવા માટે 'જંતર મંતર'નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.
(ક્રમશઃ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૨૯)
સિકંદરે પોતાની વાત આગળ ધપાવી, '...મને એ કામ નવીન અને અજબ લાગ્યું. એ કામ પાછું ચોકીદારીનુંય નહોતું. આમેય આ ગુફાને ચોકીદારની જરૂર નહોતી. વળી મારે કોઈ ચોકીદારની જેમ કોઈને રોકટોક પણ નહોતી કરવાની.
બીજે દિવસે હું ગુફાની બહાર એક પથ્થર ઉપર બેસી ગયો. મને પીવા માટે લોહી તો ગોરખનાથ તરફથી મળવાનું હતું એટલે એની મારે કોઈ ચિંતા નહોતી.
હજુ હું બેઠો હોઈશ ત્યાં મેં એક જુવાન રૂપરૂપના અંબાર જેવી અપ્સરાને ગુફા તરફ આવતી જોઈ. હું એને જોઈને ઊભો થયો. પણ એ અપ્સરા જેવી સ્ત્રી તો ચૂપચાપ ગુફામાં આગળ વધી ગઈ. એને રોકીને, એ કયાં જાય છે અને શા માટે જાય છે ? એવું પૂછવા માટે મને ઈચ્છા થઈ આવી. પણ મારા ગુરુ ગોરખનાથના હુકમ મુજબ હું એને કંઈ પૂછી શકયો નહીં. હું ચૂપચાપ પાછો મારી જગ્યાએ બેસી ગયો.
થોડીવાર પછી એવી જ સુંદર અને નમણી છોકરી આવીને ગુફામાં ઘૂસી ગઈ. અને ત્યારબાદ તો થોડી-થોડી વારે છોકરીઓ આવતી રહી અને ગુફામાં જતી રહી. લગભગ પચીસથી ત્રીસ છોકરીઓ આવીને એ ગુફામાં ગઈ.
એ છોકરીઓ ગુફામાં જઈને શું કરે છે ? એ જાણવાની મનમાં ખૂબ ઉત્સુકતા થઈ હોવા છતાંય હું મારા ગુરુના હુકમ વિના અંદર જઈ શકું તેમ નહોતો. ગુરુ ગોરખનાથનો હુકમ ઉથલાવીને હું અંદર જવા માંગતો નહોતો. એવું કરીને મારે મારા ગુરુની નારાજી વ્હોરી લેવી નહોતી. એટલે હું ચૂપચાપ જે થાય તે જોયા કરતો.
મારી ગણતરી એવી હતી કે એ છોકરીઓ સાંજ સુધીમાં પાછી વળશે. પણ એવી કોઈ છોકરીઓ સાંજે કે મોડી રાતે પાછી વળી નહીં. મને એની ખૂબ નવાઈ લાગી. પણ બીજે દિવસે મારી નવાઈ બેવડાઈ ગઈ. પેલી આગલા દિવસની કોઈ છોકરીઓ તો બહાર નીકળી નહીં, પણ ફરી બીજી છોકરીઓ એક પછી એક અંદર જવા લાગી. આ છોકરીઓ કોણ હતી ? કયાંથી આવતી હતી ? અંદર શા માટે જતી હતી અને પછી એમનું શું થતું હતું એ તો હું કંઈ આજ દિવસ સુધી જાણી શકયો નથી.
પણ આ રીતે દરરોજ વીસ, પચીસ કે એથી પણ વધુ છોકરીઓ ગુફામાં જતી હતી. વરસો સુધી હું નકામો-કોઈપણ કામ કર્યા વિના ત્યાં પડયો રહ્યો. સવાર-સાંજ મારે માટે લોહી આવી જતું હતું. એ લોહી પણ કોઈ આપવા આવતું નહોતું. હું જે જગ્યાએ બેસતો હતો, એ જગ્યાએ એક ઝાડ હતું. સમય થતાં જ એ ઝાડ ઉપરથી આઠ-દસ પાંદડાંઓ મારે માથે ખરી પડતાં. હું સાવધ થઈ જતો અને મોઢું ઊંચું કરતો. ત્યારે ઝાડની ડાળીમાંથી ગરમાગરમ લોહીના રેલાઓ નીકળતા. હું એ તાજા-ગરમ લોહીને મોઢામાં ઝીલી લેતો.
પણ આ રીતે હું ઘણાં વરસો સુધી બેસી રહ્યો. પછી એક દિવસે મને ગુરુ ગોરખનાથે અંદર બોલાવ્યો. તેમણે મારી પીઠ થાબડીને કહ્યું કે, 'તેં ખરેખર બહુ જ સારું કામ કર્યું છે. હું તારા પર ખૂબ ખુશ છું.'
'પણ મેં કોઈ કામ કર્યું જ નથી.'
'હા, પણ તું જે ધીરજથી બેસી રહ્યો. એ પણ કંઈ નાની-સૂની વાત નથી. હવે મને તારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ બેસી ગયો છે. તું જરૂર મારી પાસે ખરેખર ગંભીરતાથી કંઈક શીખવા માંગે છે.'
મારી ઉપર ગોરખનાથને ખુશ થયેલા જોઈ મનોમન હું રાજી થઈ ઊઠયો. ગોરખનાથે મને કહ્યું, 'હવે તારે આ ગુફામાં જ રહેવાનું છે. હું તને કાલથી જ એક વિદ્યા શીખવીશ.'
ગોરખનાથ મને આવતીકાલે કંઈક શીખવશે એવી વાત સાંભળીને જ હું આનંદથી રોમાંચિત થઈ ઊઠયો. એ શું શીખવશે ? એ જાણવા હું આતૂર થઈ ગયો. હું ખૂબ આતૂરતાપૂર્વક આવતી કાલની વાટ જોવા લાગ્યો. બીજા દિવસે અમાસ હતી...!'
કહેતાં-કહેતાં સિકંદરનો અવાજ ઢીલો થઈ ગયો. એ થાકી ગયો હોય એમ ચૂપ થઈ ગયો. થોડીકવાર રહીને એણે ફરી આજીજી કરવા માંડી, 'બાબા, હવે મને છોડી દો...હું થાકી ગયો છું...મને આરામ કરવા દો...!'
સુલતાનબાબાએ એની વાતનો કોઈ જવાબ ન આપ્યો. આંખો મીંચીને એમણે જોશથી પઢવા માંડયું. સતત થોડીકવાર સુધી સુલતાનબાબા પઢતા જ રહ્યા. પછી એકાએક એમણે પેલી તાસકમાં ફૂંક મારીને, સાથે બૂમ પણ મારી, 'પછી શું થયું...?'
એક પીડાભર્યા અવાજે સિકંદર ચિલ્લાયો, 'જાલિમ, હું અહીં મરવા પડયો છું-હું અહીં રિબાઉં છું, અને તું ત્યાં મને પરેશાન કરી રહ્યો છે ? તું આજનો દિવસ મને છોડી દે...!'
'ના, આજે તને છોડી દઉં તો પછી વાત આઠ દિવસ પછી આવતા ગુરુવાર ઉપર જાય...હું તને નહીં છોડું....!'
'જિદ્દી...જાલિમ...તું આ રીતે જિદ્દ કરે છે, પણ એનું પરિણામ બહુ સારું નહીં આવે.'
'જે પરિણામ આવશે તે જોઈ લેવાશે. પણ અત્યારે તો તારે બધી જ વાત કહેવી પડશે.'
સિકંદરે લાચારી અને મજબૂરીભર્યા થાકેલા અને માંદલા અવાજે કહેવા શરૂ કર્યું...
'બીજા દિવસે સવારે મને પેલી ગુફામાં આવતી છોકરીઓ યાદ આવી ગઈ. હું આતૂરતાપૂર્વક એમની વાટ જોવા લાગ્યો. પણ કોઈ દેખાયું નહીં.
એનો અર્થ તો એવો થયો કે એ છોકરીઓ ગુફામાં ઘૂસ્યા પછી જ કયાંક ગુમ થઈ જતી હશે એટલે જ મને ગુફાના મુખ પાસેથી ઉઠાવી લેવામાં આવ્યો હતો. ગમે તેમ પણ મને એ છોકરીઓ કરતાંય વધારે રસ તો પેલી વિદ્યા શીખવામાં હતો.
એ આખો દિવસ હું ગુફામાં બેસી રહ્યો. પણ પેલા ગોરખનાથના કયાંય દર્શન થયા નહીં. ગુફામાંથી બહાર જવાનો પણ કોઈ રસ્તો દેખાતો નહોતો.
થોડીકવાર સુધી હું ચૂપચાપ બેઠો રહ્યો, પછી એકાએક મારા કાને છોકરીઓના હસવાનો અવાજ આવ્યો. કોઈ ગલગલિયાં કરીને એ છોકરીઓને હસાવતું હોય એમ એ છોકરીઓ હસી રહી હતી.
એ અવાજ મારી આસપાસ-માંથી જ ખૂબ નજીકથી જ આવી રહ્યો હતો. હું આંખો ખેંચી ખેંચીને ચારે તરફ જોઈ રહ્યો. પણ મને કોઈ દેખાયું નહીં.
ધીમે-ધીમે એ છોકરીઓનો હસવાનો અવાજ વધુ ને વધુ આવવા લાગ્યો. ધીમે-ધીમે એ હાસ્ય પીડાભર્યું બનતું ગયું. ધીમે-ધીમે વધુ ને વધુ પીડા અને વધુ ને વધુ દુઃખ અને વધુ ને વધુ દરદ એ હાસ્યમાંથી છલકાતું જતું હતું. છેવટે એ છોકરીઓ ચિલ્લાવા અને રડવા લાગી હતી. પોતાની જાતને કોઈકના પંજામાંથી છોડાવવા માટે ધમપછાડા કરવા લાગી હતી.
મારી આતુરતા-મારું અચરજ અત્યારે ખૂબ વધી ગયાં હતાં. મારા શરીરમાંથી રોમાંચની લહેરો દોડી રહી હતી. એ ચીસ પાડતી છોકરીઓને જોવા માટે મારા મનમાં ખૂબ ઈચ્છા જાગી ચૂકી હતી.
અચાનક અંધારા ખંડમાં બત્તી સળગે એમ જાણે અજવાળું થયું-આમેય અજવાળું તો હતું જ. પણ અત્યાર સુધી મને કંઈ દેખાતું નહોતું એ દેખાવા લાગ્યું હતું.
મારી નજીક, લગભગ પાંચથી સાત ફૂટ દૂર પેલી અપ્સરા જેવી છોકરીઓ લેટી રહી હતી. અને એ મારા ગુરુ ગોરખનાથ એમની કમ્મરમાં, સાથળો ઉપર અને પીઠ ઉપર આંગળીઓ ફેરવી એ છોકરીઓને ગલગલિયાં કરતા હતા અને એ છોકરીઓ દર્દથી ચીસો પાડતી હતી.
અચાનક ગોરખનાથે એક છોકરીની ગળચી પકડીને જોશથી દબાવી દીધી. એના મોઢામાંથી લોહીનો ફુવારો છૂટે એ પહેલાં એમણે પોતાનું મોઢું એના મોઢા ઉપર મૂકી દીધું.
અડધા કલાકમાં તો એમણે એકએક કરીને વીસેક જેટલી છોકરીઓને ખતમ કરી નાખી.
એ રાત અમાસની રાત હતી. બહારની દુનિયા ઉપર અંધકાર પથરાયેલો હતો. પણ અહીં ગુફામાં તો દરરોજ જેવી જ ચાંદની પથરાયેલી હતી.
ગોરખનાથે મને એમની સામે બેસાડયો. મને એમણે એક મંત્ર શિખવાડયો. એ મંત્રના શબ્દો ઘણા અટપટા હતા. છતાંય લગભગ અડધા કલાકની મહેનત પછી હું મંત્ર શીખી ગયો. એટલે ગોરખનાથે મને ચહેરા સામે હથેળી ખુલ્લી રાખી, આંખો બંધ કરીને સળંગ ત્રણવાર એકીસાથે આ મંત્રો બોલી જવા હુકમ કર્યો.
હું એમના કહેવા મુજબ ચહેરા સામે હથેળી ખુલ્લી રાખી ત્રણ વાર મંત્ર બોલી ગયો. અને જેવી આંખ ખોલી કે મારા અચરજ વચ્ચે મારી હથેળીઓ ઉપર સફેદ, તાજું ખિલેલું મોગરાનું ફૂલ દેખાયું. હું ખુશીથી પાગલ થઈ ગયો.
પણ મારી વિદ્યા આટલેથી અટકી નહીં, ગોરખનાથે એ ખુલ્લી હથેળીની બાજુમાં મારા બીજા હાથની હથેળી ખુલ્લી મૂકાવી અને એ જ મંત્રમાં થોડોક ફેરફાર સમજાવીને, આંખો મીંચીને અગાઉની જેમ સતત ત્રણ વાર બોલી જવા માટે સમજાવ્યો. હું ભારે હોંશથી ખૂબ ધ્યાનથી પહેલાની જેમ મંત્ર બોલી ગયો. અને આંખો ખોલતાં જ મારા બીજા હાથમાં એક સુંદર ચંપાનું તાજું ખિલેલું ફૂલ દેખાયું. હું એ જોઈને હરખથી નાચવા જતો હતો ત્યાં જ ગોરખનાથે મને કહ્યું, 'હજુ તારે આગળ શીખવાનું બાકી છે.' એમ કહીને એમણે મારી બેય ફૂલોવાળી હથેળી દબાવીને જોશથી ફૂલો મસળી નાખવા હુકમ કર્યો અને ફૂલો મસળતાં-મસળતાં જ એક નાનકડો માત્ર એક લીટીનો મંત્ર શીખવાડયો.
એ તાજાં ખિલેલાં, સુગંધી ફૂલો મસળી નાખતા મારો જીવ ચાલ્યો નહીં છતાં મેં મન મજબૂત કરીને આંખો મીંચીને એ ફૂલો મસળી નાખ્યાં અને પછી મંત્ર બોલીને મારા બેય હાથ અદ્ધર કરીને, આંખો ઉઘાડી.
આંખ ઉઘાડતાં જ હું ચોંકી ગયો.
પછી..? પછી શું થયું..? સિકંદર શું જોઈને ચોંકી ગયો હતો...સિકંદરે બેવફા પ્રેમિકા સાથે કેવી રીતે બદલો લીધો...? રીમાનું શું થયું ? સુલતાનબાબાએ સિકંદરને ખતમ કર્યો ? હંસાનું શું થયું...? એ બધું જાણવા માટે 'જંતર મંતર'નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.
(ક્રમશઃ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૨૮)
સામેની સિકંદર અટકી ગયો અને થોડીક વાર પછી કમરાની ખામોશી ચીરતાં એણે કહેવા માંડયું, 'એ અઘોરી પોતાના કામમાં ખૂબ વ્યસ્ત હતો. એના આખાય શરીર ઉપર એક પણ કપડું નહોતું. હજારો વરસથી તે નહાયો ન હોય તેમ તેની ચામડી ઉપર મેલના થર જામેલા હતા. માથાના વાળ તો કોઈ પંખીના માળાની જેમ અસ્તવ્યસ્ત અને લુખ્ખા હતા. એના વાળથી જ એનું અડધું મોઢું ઢંકાઈ ગયું હતું. છતાંય બીજાઓ કરતાં આ અઘોરી મને કંઈક ઠીક અને ભલો લાગતો હતો.
લગભગ આખો દિવસ તે ત્યાં બેઠો-બેઠો પોતાની જાંઘ છોલતો રહ્યો, રાતના એણે પોતાની જાંઘ ઉપર એક લાંબો ચીરો મૂકયો અને પછી માંસ પહોળું કરીને એણે લોહીથી તરબતર થયેલી એક અંગૂઠા જેવડી બાળકી કાઢી. એ બાળકી જોઈને મને પેલી કટારી ઉપરની ખોપરીનું રહસ્ય સમજાઈ ગયું. બાળકીને પોતાની હથેળીમાં મૂકીને એણે ધરતી ધ્રૂજી જાય એવું અટ્ટહાસ્ય કર્યું...હસતી વખતે એનો ચહેરો ઊંચો થઈ ગયો. મને પાસે ઊભેલો જોઈને એણે આંખોના ડોળા મોટા કર્યા. એને ગુસ્સો આવે એ પહેલાં જ મેં હાથ જોડતાં એને પૂછયું, 'મને ગોરખનાથનું ઠેકાણું બતાવશો ?'
મારી ઉપર દયા આવી હોય કે પછી બીજું કોઈ કામ હોય એણે પોતાની આંખો ફરી સંકોચી લીધી. એ પછી એ બોલ્યો, 'જા, વસ્તીમાં જઈને કોઈ તાજી જ રાંડેલી જુવાન વિધવાને પકડી લાવ પછી તને ઠેકાણું બતાવું.'
મારાથી એ કામ માટે ના પડાય એમ હતું જ નહિ. 'સારું, હું લઈને આવું છું.' કહેતાં હું ઊપડયો.
પણ વસ્તીમાં આવ્યા પછી મને ખબર પડી કે આ કામ બહુ સહેલું નહોતું. વસ્તીમાં આમ તો ઘણી વિધવાઓ હતી. પણ આજકાલમાં વિધવા થઈ હોય એવી બે-ત્રણ કે પાંચ સ્ત્રીઓમાં એક પણ જુવાન નહોતી.
હવે જુવાન વિધવાને ઉઠાવી જવા માટે એક જ રસ્તો બાકી હતો. કોઈક પરણેલા જુવાનને ખતમ કરીને એની ઓરતને ઉઠાવી જઈ શકાય. પણ હું એમ કરી શકતો નહોતો. કોઈને ખતમ કરવાની મારામાં શક્તિ નહોતી. મારે વધુ શોધખોળ અને વાટ જોવા સિવાય છૂટકો નહોતો.
બરાબર છ મહિને મને એવી સ્ત્રી મળી. મધરાતે હું એને ઉઠાવીને પેલા અઘોરી પાસે લઈ ગયો ત્યારે એ અઘોરી હજી પેલી અંગૂઠા જેવડી છોકરીને હથેળીમાં લઈને એમ ને એમ બેઠો હતો.
અઘોરીએ મને આવેલો જોઈ, મારી સામે સ્મિત કર્યું. પછી એ બોલ્યો, 'હવે આનાં કપડાં કાઢી નાખ.!'
મારે મૂંગે મોઢે કામ કર્યા સિવાય છૂટકો નહોતો. હું ચૂપચાપ એ સ્ત્રીનાં કપડાં ખેંચી ખેંચીને ફેંકવા માંડયો. એ સ્ત્રીને મેં બેભાન બનાવી દીધી હતી. એટલે મને બીજી કોઈ તકલીફ પડે એમ નહોતી. એ સ્ત્રી બિલકુલ નગ્ન થઈ ગઈ. એટલે એ અઘોરી ખુશ થઈ ગયો હોય એમ બોલ્યો, 'જો, સામેના ઝાડ ઉપર ચઢી જા, ત્યાંથી તને પૂર્વ દિશામાં એક કાળો વાવટો દેખાશે. એ કાળા વાવટાની નીચે ગુફા છે. એ ગુફામાં ગોરખનાથ રહે છે.'
હું જલદીથી ઝાડ ઉપર ચઢી ગયો. સાચે જ અઘોરીના કહેવા મુજબ પૂર્વ તરફની એક ઊંચી ટેકરી ઉપર કાળી ધજા ફરકતી હતી. હું ઝડપથી ઝાડ ઉપરથી ઊતરી ગયો. એ અઘોરીએ પેલી નગ્ન સ્ત્રીને ખેંચીને પોતાના ખોળામાં લઈ લીધી હતી.
અઘોરી એ સ્ત્રીનું શું કરે છે ? એ જાણવાની ખૂબ જ ઈચ્છા હોવા છતાં હું ત્યાં રોકાયો નહીં. મારે ગોરખનાથને મળીને વિદ્યા શીખવી હતી. લોહી પીવું હતું. તાજાંમાજાં થવું હતું અને બદલો લેવો હતો.
ગોરખનાથની ટેકરી બહુ દૂર હતી. હું લથડાતો-અથડાતો એકાદ મહિને લગભગ એ ટેકરી ઉપર પહોંચ્યો. મારા નસીબ કંઈ સારાં હતાં. મને ગુફામાં જવાનો રસ્તો પણ મળી ગયો.
મને પહેલાં એવી બીક હતી કે કદાચ ગુફામાં જવા નહીં મળે. બહાર કોઈ ચોકી પહેરો હશે. પણ એવું કંઈ હતું નહીં. હું ચુપચાપ એ ગુફામાં ઘૂસી ગયો.
ગુફાના મુખ પાસે અંધારું હતું. પણ અંદર ગયા પછી મને ચાંદની રાત જેવું અજવાળું અને બેસતા શિયાળાની રાત જેવી ઠંડક લાગી.
ગુફા અંદરથી ખાસ્સી પહોળી હતી. વચ્ચે મેદાન જેવું હતું અને મેદાનમાં એક ઓટલા ઉપર સફેદ દાઢી અને સફેદ વાળવાળો યુવાન બેઠો હતો. એનો ચહેરો તેજસ્વી અને આંખો પ્રભાવશાળી હતી.
મને જોતાં જ એણે કહ્યું, 'તેં નકામી અહીં સુધી આવવાની તકલીફ લીધી. મને કોઈના સાથની જરૂર નથી. મારી સાથે હવે કોઈ રહી શકે એમ નથી.'
હું સમજી ગયો કે આ જ ગોરખનાથ છે. અને આગળ-પાછળનું બધું જ જાણે છે. મેં એના પગ પકડી લીધા. કરગરતાં મેં એને કહ્યું, 'મને તમે ચેલો બનાવો...મને વિદ્યા આપો...!'
આટલું કહેતાં સિકંદર હાંફી ગયો ગયો. અને ત્યારબાદ એ કંઈ બોલ્યો નહિ. સુલતાનબાને પણ લાગ્યું કે હવે એને પરેશાન કરવામાં સાર નથી. એટલે એ આંખો મીંચીને પઢવામાં તલ્લીન થઈ ગયા. વહેલી સવાર સુધી પઢીને એમણે પેલા લીંબુ ઉપર ફૂંકો મારીને, લીંબુ ઉપર દોરાઓ વીંટાળીને, લીંબુ મનોજને સાચવીને મૂકવા આપી દીધું.
આ સમય દરમિયાન તાસકમાંનો ભડકો બુઝાઈ ગયો હતો. રીમા હાંફી-હાંફીને જંપી ગઈ હતી. સુલતાનબાબાએ બધું સંકેલીને ઝોળી મૂકી દેતાં રીમાના માથા ઉપર હાથ મૂકીને, ફૂંક મારી અને પછી ઊભા થતાં મનોજ તરફ જોઈને બોલ્યા, 'બેટા, હવે હું જાઉં છું. હવે ફરી આવતા ગુરુવારે આવીશ. તમે કોઈ વાતની ચિંતા કરશો નહીં. છતાં વચ્ચે મારી જરૂર પડે ત્યારે તમતમારે મને બોલાવી લેજો.' આટલું કહીને એ કમરાની બહાર નીકળ્યા અને પછી પાછા ફરીને મનોજ તરફ જોઈને બોલ્યા, 'હવે આપણે વધારે સાવધ રહેવાની જરૂર છે. હવે એ ડરાવવાની વધુ પડતી કોશિશ કરશે. પણ હિંમત રાખજો, ઉપરવાળો બધું સારું કરશે.' કહેતાં સુલતાનબાબા ચાલ્યા ગયા.
એ દિવસે કોઈ ઘટના બની નહીં. પેલું મંત્રેલું પાણી અસર કરી ગયું હોય કે ગમે તેમ પણ એ પાણી દીવાલ ઉપર છાંટયા પછી બીજા દિવસે અને ત્રીજા દિવસે પણ પેલો બિલાડો દેખાયો નહિ.
રીમા હવે ડાહી-ડાહી લાગતી હતી અને ઘરમાંથી જાણે બલા ચાલી ગઈ હોય. કોઈક ભય આપોઆપ દૂર થઈ ગયો હોય એવી રાહત વરતાવા લાગી. ઘરનાં સૌના ચહેરા ઉપરથી ઊડી ગયેલો આનંદ હવે ફરી પાછો ડોકાવા લાગ્યો હતો.
પરંતુ આ તરફ સિકંદરની હાલત બહુ બૂરી હતી. સુલતાનબાબાએ એને બાંધી રાખ્યો હતો. એ કંઈ કરી શકતો નહોતો. ઘણા સમયથી એણે લોહી પણ પીધું નહોતું. દિવસે-દિવસે એ વધુ ને વધુ અશકત બનતો જતો હતો. એનું શરીર કાળું પડતું જતું હતું. લોહી પીવાની એની તરસ વધુ ને વધુ તેજ બનતી જતી હતી. એ ખંડેરમાં પડયો-પડયો વ્યાકુળ બનીને તડપી રહ્યો હતો.
બરાબર એ જ રીતે રીમા પણ પીળી, ફીક્કી અને અશક્ત લાગતી હતી. એના શરીરમાં જાણે બિલકુલ લોહી ન હોય એમ એ બિલકુલ તેજ વિનાની લાગતી હતી.
રવિવારની સાંજે મોડે સુધી ઘરનાં બધાં વાતો કરતાં બેઠાં હતાં. બધાંના ચહેરા ઉપર દુઃખ અને ઉદાસી છવાયેલી હતી. ખાસ કરીને રીમાના સાસરિયાઓ એની સગાઈ તોડી નાખવા તૈયાર થયાં હતાં એનું જ દુઃખ બધાંને વધારે હતું.
એક તરફ શયતાન સિકંદરનો પંજો અને બીજી તરફ રીમાના સાસરિયાઓનો હુમલો. આ બેય કારણોસર લગભગ બધાંની હિંમત તૂટી ગઈ હતી. મનોજ પણ પેઢી અને ઘર વચ્ચે એકલે હાથે ઝઝૂમીને પરેશાન થઈ ગયો હતો. બધાંના મન ઉપર ભાર અને એક બોજો હતો.
બીજા દિવસે ગુરુવાર હતો. ત્રણેક ગુરુવાર તો જેમ તેમ કરીને પસાર થઈ ગયા હતા. સુલતાનબાબા હવે આવતી કાલે ચોથા ગુરુવારે સિકંદરની બરાબરની હાજરી લેવાના હતા.
ગુરુવારે સવારથી જ ઘરમાં મનોરમામાસી, હંસા અને રીમાએ મળીને બધું કામ પતાવી નાખ્યું. આખી રાત જાગવાનું હતું એટલે બપોર પછી બધાંએ ત્રણ-ચાર કલાક સૂઈ જવાનું હતું. જેથી રાતના જાગી શકાય.
સાંજે છ વાગતાં સુધીમાં તો બધાં રાંધી જમી-પરવારીને તૈયાર થઈ ગયા અને બરાબર સાત વાગે સુલતાનબાબા આવી પહોંચ્યા.
આવતાંવેંત સુલતાનબાબાએ હંમેશ મુજબ પોતાની ઝોળીમાંથી એક સફેદ કપડું કાઢીને બિછાવી દીધું. ઝોળી એક તરફ મૂકીને નમાજ પઢી.
ત્યાં સુધીમાં ઘરનાં બધાં આવી ગયાં હતાં. હંસાએ તાસક, પાણી અને બીજી બધી જ જરૂરી વસ્તુઓ ત્યાં મૂકી હતી.
નમાઝ પઢયા પછી સુલતાનબાબાએ મોટેથી પઢવાનું શરૂ કર્યું....રણકતા ચાંદીના રૂપિયા જેવો એમનો અવાજ આખાય ખંડમાં ગૂંજી ઊઠયો.
પઢતાં-પઢતાં જ એમણે તાસકમાં પાણી ભર્યું અને પછી પોતાની ઝોળીમાંથી એમણે એક ડાબલી કાઢીને એમાંથી કાળા મરી જેવા બે દાણા પોતાના હાથમાં લઈ, એની ઉપર જોશથી ફૂંક મારીને તાસકમાં નાખ્યા. તાસકમાં એક મોટો ભડકો થયો અને સામે બેઠેલી રીમા ધીમે-ધીમે ધૂણવા લાગી.
ત્યારબાદ સુલતાનબાબાએ ફરીથી આંખો મીંચી લીધી અને હળવે હળવે પઢવાનું ચાલુ રાખ્યું. પઢતાં પઢતાં જ એમણે પોતાના ગળામાંથી કાળા મણકાવાળી માળા ઊતારી અને પછી એકાએક જ એમણે ઝડપથી પોતાની માળા પેલા તાસકના ભડકા ઉપર ફટકારીને, ચાબુકની જેમ પાછી ખેંચી લીધી.
એ ફટકો પડતાંની સાથે જ સિકંદરની એક પીડાભરી ચીસ કમરામાં ફેલાઈ ગઈ. પીડાભર્યા દર્દનાક અવાજે એ બોલ્યો, 'મને છોડી દો...મને છોડી દો...હું મરી રહ્યો છું-હું મરી રહ્યો છું !'
સિકંદરનો અવાજ સાંભળીને સુલતાનબાબાએ પૂછયું, 'બોલ, એ તારા ગુરુ પાસેથી તને શું શીખવા મળ્યું?'
સિકંદરે ફરી કોઈ જવાબ ન આપ્યો.
સુલતાનબાએ છેલ્લી વાર જોશથી ફૂંક મારતાં પૂછયું, 'બોલ, તારા ગુરુ પાસેથી શું શું શીખ્યો...ત્યાં જઈને તેં શું કર્યું.?'
સુલતાનબાબાના અવાજની અસર થઈ હોય એમ સિકંદરે પોતાના માંદલા, થાકેલા અને ઘોઘરા અવાજે કહેવા માંડયું, 'તમે મને ભૂખે-તરસે રિબાવી-રિબાવીને અધમૂઓ કરી નાખ્યો છે. હવે તમે મને છોડી દો...હવે હું કદી કોઈને પરેશાન નહીં કરું...હું માફી માંગું છું...તમારા પગે પડું છું...!'
સિકંદરને આજીજીઓ કરતો જોઈને સુલતાનબાબાએ ત્રાડ નાખીને એની વાત કાપી નાખી, 'હું તારી પાસેથી બધી વિગત સાંભળ્યા વિના તને છોડવાનો નથી...તારે મને બધું જ કહેવું પડશે...!'
સિકંદરને પોતાની હાર કબૂલ હોય એમ એણે ખૂબ ધીમા અવાજે કહેવા માંડયું, 'હું અથડાતો-લથડાતો ગોરખનાથની ગુફામાં પહોંચ્યો. હું ગયો ત્યારે એ આખી ગુફામાં કોઈ નહોતું. ગુફામાં અંધારાને બદલે પૂનમની ચાંદની જેવો અજવાશ પથરાયેલો હતો. શરીરમાં તાજગી ભરી દે એવી ઠંડક પણ પથરાયેલી હતી. ગુફામાં પગ મૂકયા પછી મારા શરીરમાંથી શક્તિઓનો ધોધ છૂટવા લાગ્યો હતો. તાજગી અને તરવરાટ વર્તાતો હતો. મને લાગ્યું કે મારી ઉંમર ઘટી ગઈ છે. હું બિલકુલ જુવાન બની ગયો છું.
ગોરખનાથે પહેલાં તો મને જોતાં જ પોતાની સાથે રાખવાની ના પાડી દીધી. પણ પછી મેં એમના પગ પકડી લીધા. આજીજીઓ કરી. રડયો પણ ખરો. છેવટે ગોરખનાથ પીગળ્યા. એમણે મને ઊભો કરીને પોતાની પાસે બેસાડતાં શરત મૂકી, 'તું એક પ્રતિજ્ઞા લે તો જ હું તને મારો સાથીદાર બનાવું.'
પ્રતિજ્ઞાનું નામ સાંભળીને મને મનમાં કરંટ લાગ્યો, કોણ જાણે આ ગોરખનાથ કેવીય પ્રતિજ્ઞા લેવડાવશે. કદાચ કોઈને પરેશાન ન કરવાની અને કોઈનેય નહિ મારવાની પ્રતિજ્ઞા લેવડાવે તો?
તો તો મારા માટે શીખેલી બધી જ વિદ્યા નકામી નીવડે, મારે તો મારી પ્રેમિકાને અને એના જેવી બીજી હજારો સ્ત્રીઓને ખતમ કરવી હતી. હું પ્રતિજ્ઞા પાળવાની ના કહેવા જતો હતો ત્યાં જ મારા મનમાં પાપ જાગ્યું-અત્યારે પ્રતિજ્ઞા લઈને વિદ્યા શીખી લેવામાં શું જાય છે? વિદ્યા શીખ્યા પછી જોઈ લેવાશે. એમ વિચારીને મેં કહ્યું, 'ભલે, આપ જો મને વિદ્યા શીખવતા હોવ તો હું ગમે તેવી પ્રતિજ્ઞા લેવા તૈયાર છું.'
ગોરખનાથ મારી વાત સાંભળીને ગુસ્સાથી તાડૂકયો, 'સુવ્વર, પહેલાં તારા મનમાંનું પાપ ઓકી નાખ. હું તને કોઈ ખોટી કે વિચિત્ર પ્રતિજ્ઞા નહીં લેવડાવું.'
ગોરખનાથનો ગુસ્સો અને જ્ઞાન જોઈને મારા હાથ-પગ ઢીલા થઈ ગયા. મને ખ્યાલ આવી ગયો કે, ગોરખનાથ ખરેખર પહોંચેલી માયા છે. સામેવાળાના મનની વાત જાણવાની વિદ્યા એમણે હાંસલ કરી લીધી છે. એટલે એમની પાસે મનમાં કપટ કે મેલ રાખીને રહી શકાશે નહીં, હવે ગોરખનાથ જે પ્રતિજ્ઞા લેવડાવે એ લેવાનું મનમાં નક્કી કરીને બોલ્યો, 'ગુરુજી, મને મંજૂર છે. આપ કહેશો તેવી આકરી પ્રતિજ્ઞા હું લઈશ.'
એમણે પોતાના હાથે મારી હથેળી સ્થિર રાખી અને પછી પોતાનો હાથ અદ્ધર કરીને પાંચેેય આંગળીઓ મારી તરફ રાખીને આંખો મીંચી.
મારા અચરજ વચ્ચે ધીમો નળ ચાલુ કર્યો હોય એમ ધીમે-ધીમે પાણીની ધાર એમની આંગળીઓમાંથી મારી હથેળી ઉપર પડવા લાગી. એ પાણીમાંથી ગુલાબ કરતાંય વધારે સારી અને વધારે મીઠી સુગંધ આવતી હતી. હું એ સુગંધથી જાણે મસ્ત બની ગયો.
હું અચરજમાંથી બહાર આવું એ પહેલાં ગોરખનાથનો અવાજ મારા કાને પડયો. હું જાણે ભાનમાં આવ્યો હોઉં, એમ મેં મારી હથેળી વધારે ઊંડી કરી અને એમના ચહેરા સામે જોયું. એ કહેતા હતા, 'આકાશગંગાનું પવિત્ર જળ છે. તું આ જળને તારી હથેળીમાં ભરીને પ્રતિજ્ઞા લે કે, કદી કોઈ મૂંગા જીવને પરેશાન નહીં કરે. કદી તારા જ્ઞાનનો ઉપયોગ એમની સામે નહીં કરે.'
મારા માટે આ પ્રતિજ્ઞા પાળવી સરળ હતી. મેં તરત જ પ્રતિજ્ઞા લઈ લીધી અને ગોરખનાથનો ચેલો બની ગયો. ગોરખનાથે મને પહેલું જ કામ બહાર બેસવાનું સોંપ્યું.
બસ, મારે કંઈ કરવાનું નહીં, કંઈ પૂછવાનું નહીં. માત્ર બેસી જ રહેવાનું. કોઈ પૂછે તો જ મારે એનો જવાબ આપવાનો અને ગુફામાં ભૂલેચૂકેય પગ નહીં મૂકવાનું કામ સોંપ્યું.
પછી..? પછી શું થયું..? ગોરખનાથના ચેલા બનેલા સિકંદરનું શું થયું...? ગુફા બહાર બેસવાનું રહસ્ય શું હતું....? સિકંદરે બેવફા પ્રેમિકા સાથે કેવી રીતે બદલો લીધો...? રીમાની શું થયું ? રીમાનો ઈલાજ કરવા આવેેલા સુલતાનબાબાએ શું કર્યું...? શું એમણે સિકંદરને ખતમ કર્યો ? હંસાનું શું થયું...? એ બધું જાણવા માટે 'જંતર મંતર'નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.
(ક્રમશઃ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૨૭)
સામેની બારી ઉપર જ પેલો મોટો બિલાડો બેઠો હતો. એની આંખો મનોરમામાસી ઉપર મંડાયેલી હતી અને એ મનોરમામાસી ઉપર ત્રાટકવાની તક શોધતો હતો.
પણ મનોરમામાસી બહુ ગભરાયાં નહિ. એકવાર ધ્રૂજ્યા અને ચમકયા પછી તેમણે તરત જ પોતાના મન ઉપર કાબૂ મેળવી લીધો. પેલો બિલાડો ત્રાટકીને, એમના હાથમાંનો બાટલો જમીન ઉપર પછાડે અને એ પાણી ઢોળાઈ જાય એ પહેલાં જ એમણે એ બાટલાનું બૂચ ખોલી નાખ્યું અને ઝડપથી નજીકમાં પડેલો એક ખાલી કપ ઉઠાવી એમાં પેલું મંત્રેલું પાણી કાઢવા માંડયું.
થોડુંક પાણી કાઢી એમને ઝડપથી પેલા બિલાડા તરફ ઉછાળ્યું. પણ પાણી પડે એ પહેલાં જ એ બિલાડો એક મોટી છલાંગ મારીને ત્યાંથી ભાગી ગયો હતો.
મનોરમામાસીએ રસોડાની બહાર આવતાં એ બાટલો મનોજને આપતાં કહ્યું, 'લે મનોજ, બહારની દીવાલ ઉપર આ બાટલાનું પાણી છાંટી આવ.'
મનોજ એ બાટલો લઈને બહાર નીકળી ગયો અને પછી એ ચારેય સ્ત્રીઓ રસોઈમાં પરોવાઈ ગઈ.
એ પછી સળંગ ત્રણ-ચાર દિવસ સુધી કંઈ અજુગતું બન્યું નહીં. મનોરમામાસી પણ બીજે દિવસે ચાલ્યાં ગયાં. હવે ઘરનાં બધાંને રીમાના સગપણની ચિંતા હતી. અમર છેલ્લા એક અઠવાડિયાથી મુંબઈ ગયો હતો. અને હજુ એક અઠવાડિયું ત્યાં રોકાવાનો હતો. અમર આવે તો કંઈક વાત કરી શકાય. પણ અત્યારે તો બધાં મનમાં મૂંઝાતાં હતાં અને ચિંતા કરતાં હતાં.
એમ ને એમ બાકીના દિવસો પસાર થઈ ગયા. અને ગુરુવારનો દિવસ આવી ગયો. ગુરુવાર બપોરથી જ મનોરમામાસી પણ આવી ગયાં. આજે સાંજે સુલતાનબાબા આવવાના હતા. અને આજે પોતાની વિધિ આગળ ચલાવવાના હતા.
સાંજના બધાંએ જમવાનું વહેલું પતાવી નાખ્યું, ગયા ગુરુવારની જેમ બરાબર સાત વાગે સુલતાનબાબા આવી ગયા.
આવીને ચૂપચાપ રીમાના કમરામાં ગયા. ત્યાં એમણે પોતાની ઝોળીમાંથી એક સફેદ કપડું કાઢીને નમાઝ પઢી. પછી તાસક અને પાણી મંગાવવાનો વિચાર કરે ત્યાં તો હંસાએ તાસક અને પાણીની ડોલ મૂકી દીધી. સુલતાનબાબા હંસાની ચપળતા અને સાવધાનીથી મનોમન ખુશ થઈ ગયા. તેમણે મનોમન એને દુઆ આપીને પછી મનમાં જ પઢવાનું ચાલુ કર્યું. ઝડપથી હોઠ ફફડાવતાં ફફડાવતાં તેમણે તાસકમાં જરૂર મુજબનું પાણી રેડયું. ત્યાં સુધીમાં રીમા પણ તેમની પાસે આવીને બેસી ગઈ.
સુલતાનબાબાએ ધીમે-ધીમે પોતાનો અવાજ મોટો કર્યો. હવે કમરામાં એમનો ગણગણાટ સંભળાઈ રહ્યો હતો. એમણે પોતાની ઝોળીમાંથી એક ડાબલી કાઢી અને એમાંથી મરી જેવા બે કાળા દાણા કાઢીને, ડાબલી બંધ કરીને પાછી મૂકી દીધી અને પેલા કાળા દાણા ઉપર જોશથી ફૂંક મારીને એમણે એ દાણા જોશથી પેલી પાણી ભરેલી તાસકમાં નાખ્યા. એ દાણા પાણીમાં પડતાં જ, પેટ્રોલમાં સળગતી દીવાસળી પડતાં ભડકો થાય એમ જોરદાર ભડકો થયો.
સુલતાનબાબાએ મનોજની સામે નજર કરતાં, પઢતાં-પઢતાં જ પેલું લીંબુ લાવવાનો ઈશારો કર્યો. ઈશારો સમજીને મનોજ અને હંસા બન્ને બહાર લીંબુ લેવા દોડી ગયાં. અને થોડી જ વારમાં બન્ને જણાં પાછાં આવ્યાં. મનોજે પોતાના હાથમાંનું લીંબુ સુલતાનબાબાને આપી દીધું.
સુલતાનબાબાએ લીંબુને ચારે તરફ ફેરવીને જોઈ લીધું અને પછી પોતાની પાસે મૂકી દીધું, હંસાએ બીજી સોયો લાવીને મનોજને આપી દીધી અને મનોજે એ સોયો પણ સુલતાનબાબાને આપી દીધી.
હવે સુલતાનબાબાએ આંખો મીંચીને પઢવાનું શરૂ કર્યું. ધીમે-ધીમે એમનો અવાજ મોટો અને મોટો થતો ગયો. કમરામાં ગંભીરતા પથરાઈ ગઈ. યુદ્ધ પહેલાં જે પ્રકારની શાંતિ પથરાયેલી હોય, એવી શાંતિ પણ એ વખતે આખા કમરામાં ફેલાયેલી હતી.
ધીમે-ધીમે વાતાવરણ બિહામણું બનવા લાગ્યું. સુલતાનબાબાનો ચહેરો લાલચોળ થઈ ગયો હતો. એમનો અવાજ ધ્રૂજતો હતો. સહેજ ડરામણો પણ બની ગયો હતો. કમરાના એક ખૂણામાં બેઠેલાં મનોજ, હંસા અને મનોરમામાસીનાં દિલ જોશ જોશથી ધડકી રહ્યાં હતાં. રીમા ધીમે-ધીમે ખોવાતી જતી હોય એમ એ બેઠી-બેઠી ડોકાં હલાવતી જતી હતી, કયારેક એ મોઢેથી હોંકારા કે પડકારા પણ કરી લેતી.
ત્યાં અચાનક સુલતાનબાબાએ પોતાના હાથમાંથી કાળા દાણાવાળી માળા જોશથી તાસક ઉપર ફટકારી અને એની સાથે જ એક જોરદાર ચીસ સાથે રીમા અદ્ધર થઈને જમીન ઉપર પછડાઈને ચિલ્લાવા લાગી, 'મને છોડી દો. છોડી દો. હું મરી જઈશ. હું મરી જઈશ.!'
'હું તને એમ તો છોડવાનો નથી. જો તારે પીડામાંથી બચી જવું હોય, માર ના ખાવી હોય તો તારા ગુરુનું નામ અને ઠેકાણું આપ. તું ત્યાં કેવી રીતે પહોંચ્યો, તું એમની પાસે કઈ કઈ વિદ્યાઓ શીખી લાવ્યો એ બધું માંડીને કહે.'
જવાબમાં સિકંદર ચૂપ રહ્યો, પણ સુલતાનબાબા એને એવી રીતે છોડી દે તેવા નહોતા. એમણે તરત જ પોતાના હાથની માળા ફરીવાર તાસકમાં વીંઝીને ઝડપથી પાછી ખેંચી લીધી.
'બસ...બસ....મને ન મારો....હવે મારાથી સહન નહીં થાય....નહીં થાય...હું ભૂખ્યો છું.... તરસ્યો છું...મને છોડી દો...!'
'તું મને બધી માંડીને વાત કર...પછી હું કંઈક વિચારીશ.'
'નહીં....તમે મને છોડી દેવાનું વચન આપો પછી જ હું તમને વાત કરું.'
'ના, એવું કોઈ વચન હું તને આપતો નથી. પહેલાં તું વાત કર. પછી મને જે ઠીક લાગશે તે કરીશ. કદાચ તારો વાંક ન દેખાય તો તને છોડી પણ મૂકું.'
સુલતાનબાબાની વાત સાંભળીને સિકંદર છૂટી જવાની લાલચમાં આવી ગયો કે પછી માર ખાવાની પીડામાંથી છૂટવા માંગતો હોય કે કોઈ બીજું કારણ હોય પણ એ પોતાની દાસ્તાન કહેવા તૈયાર થયો. એણે કહ્યું, 'તમને હાથ જોડું છું. તમે મને મારશો નહીં. હું આમેય અધમૂઓ થઈ ગયો છું. તમે પહેલાં મારી વાત સાંભળી લો.!'
સિકંદર વાત કહેવા લાગ્યો અને સુલતાનબાબા તેમજ ઘરનાં બધાં વાત સાંભળવા લાગ્યાં. સિકંદરે ધીમે અવાજે કહેવા માંડયું...
'મારી પ્રેમિકા બેવફા નીકળી. મારા સિવાય પણ એનો એક બીજો પ્રેમી હતો. મેં જ્યારે એ વાત જાણી ત્યારે હું ગુસ્સે થઈ ગયો અને એની ઉપર મારો હક્ક જમાવવા લાગ્યો. પણ એ નીચ બેવફા ઓરતે એના પ્રેમી સાથે મળીને મને ખતમ કરી નાખ્યો.
'હું મરી ગયો. પણ મારું મોત થયું નહીં. મારો છૂટકારો થયો નહીં. મને મુક્તિ મળી નહીં અને મારો આત્મા જીવતો રહ્યો. હું પ્રેત બની ગયો.
હવે હું મારી એ બેવફા પ્રેમિકા અને એના પ્રેમીને ખતમ કરવા માંગતો હતો. પણ મારી પાસે કોઈ તાકાત નહોતી. કોઈ શક્તિ નહોતી...હું એમને ખતમ કરવા વલખાં મારતો રહ્યો, તરફડતો રહ્યો અને મારી આંખો સામે બન્નેને પ્રેમલીલા ખેલતાં-એકબીજાના શરીર સાથે જકડાયેલાં જોતો રહ્યો.
મારી એ પ્રેમિકાને પતિનો પ્રેત, પોતાનું રૂપ અને પોતાની જુવાની લૂંટાવતી જોઈને હું મનોમન બળી જતો.
પણ બે કે ત્રણ દિવસે જ મારામાં અશક્તિ આવી ગઈ. મને લોહીની જરૂર હતી. પરંતુ મને લોહી મળતું નહોતું. લોહી ચૂસવાની કે પીવાની પણ મારામાં કોઈ શક્તિ નહોતી. હું કોઈ વિદ્યા પણ જાણતો નહોતો.
શક્તિ વગરનો હું ચૂપચાપ એક ખંડેર જેવી જગ્યામાં જઈને બેસી ગયો. કોણ જાણે કેટલાય દિવસ હું લગભગ બુશુદ્ધ જેવી હાલતમાં પડયો હોઈશ. ત્યાં અચાનક એક રાતે મને એકીસાથે સો-સો ઘંટડીઓ રણકતી હોય એવો હસવાનો અવાજ સંભળાયો....હું ચોંકી ગયો. જોયું તો એ જ ખંડેરમાં એક ચુડેલ ખડખડાટ હસતી હતી. એની સાથે એક બીજો પ્રેત પણ હતો. એ ચુડેલને વળગેલો હતો. અને બન્ને જણાં એકબીજાની સાથે મસ્તીમાં-પ્રેમમાં લીન હતાં.
હું ચૂપચાપ બન્નેને જોતો રહ્યો. એ લોકોને હસતાં અને પ્રેમ કરતાં જોઈને મને ખૂબ ઈર્ષા થતી હતી. પણ મારામાં હલન-ચલન કરવાનીયે શક્તિ નહોતી.
એ ચુડેલ અને પ્રેત બન્ને જણાં દિવસો સુધી એકબીજામાં ખોવાયેલાં રહ્યાં....બન્ને એકબીજાને પ્રેમ કરતાં રહ્યાં. ત્યાં અચાનક પેલી ચુડેલની મારા તરફ નજર પડી.
એણે મને આવી રીતે પડેલો જોઈને દયામણા અવાજે પૂછયું, 'અરે, આમ આ ખંડેરમાં શું પડયો છે...તું બહાર નીકળ...ગરમા ગરમ લાલ-લાલ લોહી પી અને તાજોમાજો થા.'
મેં ધીમા અને ઠંડા અવાજે મારી વાત કરી ત્યારે એણે કહ્યું, 'તું આમ પડયો રહીશ...તો કદી કોઈ બદલો નહીં લઈ શકે...તારે જો બદલો લેવો છે તો તું વિદ્યા શીખ. કોઈ ગુરુ પાસે જા.'
'પણ હું તો કોઈનેય ઓળખતો નથી, કયાં જાઉં?'
મારી વાત સાંભળીને એ ચુડેલ હસી, પછી બોલી, 'ચિંતા મત કર યાર...તું આસામ પહોંચી જા...ત્યાં મારા ગુરુ ગોરખનાથ છે, એમની પાસેથી તને બધું શીખવા મળશે.'
કહેતાં કહેતાં જ સિકંદર એકાએક ચૂપ થઈ ગયો. એ હાંફી ગયો હોય એમ જોશજોશથી શ્વાસ લેતો હતો. એના શ્વાસ અને હાંફનો અવાજ ચોખ્ખો સંભળાતો હતો.
અચાનક એક ધડાકો થયો અને ધડાકા સાથે જ સિકંદરનું અટ્ટહાસ્ય સંભળાયું અને સુલતાનબાબાથી એક જોરદાર ભયભરી બૂમ નંખાઈ ગઈ. એની સાથોસાથ જ કમરાની બત્તી બુઝાઈ ગઈ...પેલી તાસકમાંની આગનો ભડકો વધુ મોટો થયો. એનો આકાર સિકંદર જેવો થઈ ગયો. જાણે સિકંદર નાચતો હોય એવું લાગવા માંડયું. અને એમના હાથમાંથી માળા ખેંચાતી હોય તેમ લાગ્યું. સિકંદરનો આ ઓચિંતો હુમલો હતો.
સુલતાનબાબા સિકંદરના અચાનક હુમલાથી બેબાકળા થઈ ગયા. એમણે બેય હાથે માળા પકડી રાખી અને પછી પઢવાનું ચાલુ કર્યું. પઢતાં પઢતાં એમનો અવાજ વધુ ને વધુ ઊંચો થઈ ગયો અને છેવટે એમણે રાડ પાડતાં હોય એવા અવાજે પઢવાનું પૂરું કરીને જોશથી એક ફૂંક મારી, એની સાથે જ પેલી માળા છૂટી ગઈ...તેઓ પાછળ પડતાં રહી ગયા.
પણ સુલતાનબાબા તરત જ એક જુવાન પુરુષની જેમ સ્વસ્થ થઈ ગયા અને એમણે પોતાની માળાનો એક જોરદાર ચાબખો તાસકમાં વીંઝયો...અને એની સાથે જ રીમા ટળવળી ઊઠી. સિકંદરનો કણસવાનો, પીડાભર્યો અવાજ સંભળાયો, '....મને છોડી દો...છોડી દો..!' એવી આજીજી પણ સંભળાઈ. એ આજીજી સાંભળ્યા પછી પછી એવું લાગતું હતુું કે સિકંદર રડી રહ્યો છે...પીડાઈ રહ્યો છે...પણ સુલતાનબાબાએ એની તરફ જરા પણ દયા બતાવી નહીં. એમણે ફરી માળાનો એક ચાબખો વીંઝતા ત્રાડ નાખી...'પછી આગળ શું થયું ? તારો ગુરુ કોણ હતો ? એણે તને શું શું શિખવાડયું...?'
પણ બીજો ફટકો પડતાં જ સિકંદર જાણે ભારે પીડાથી ભાંગી પડયો હોય એમ પીડાથી કણસવા લાગ્યો...જમીન ઉપર ચત્તી લેટેલી રીમાએ ઊંધી ફરી જઈને બેય હાથ બાબા સામે જોડી દીધા.
સુલતાનબાબા શાંત થઈને, પલાંઠી મારતા બેસી ગયા. માળા ફરી ન પકડાઈ જાય એટલા માટે એમણે ગળામાં પહેરી લીધી અને પછી તેમણે પઢવાનું શરૂ કર્યું....કયાંય સુધી તેઓ આંખો મીંચીને પઢતા રહ્યા અને તાસકમાં ફૂંકો મારતા રહ્યા....
જ્યારે જ્યારે સુલતાનબાબા તાસકમાં ફૂંક મારતા ત્યારે જાણે સિકંદરને ધગધગતા લોખંડના સળિયાના ડાક દેવાતા હોય એમ સિકંદરની એક પીડાભરી ચીસ વાતાવરણમાં ગુંજી ઊઠતી.
ઉપરા-ઉપરી પાંચથી છ ચીસો પડાવ્યા પછી સુલતાનબાબાએ પૂછયું, 'બોલ તારા ગુરુ વિશે તું શું શું જાણે છે...?'
સુલતાનબાબાના સવાલના જવાબમાં સિકંદરે ખૂબ ઢીલા અવાજે કહ્યું, 'મને છોડી દો...છોડી દો.... છોડી દો...'
સુલતાનબાબાએ ગળામાંથી પેલી માળા કાઢતાં દમ માર્યો, 'તું સીધી રીતે નહીં માને....તને તો ચાબખા મારીને જ બોલતો કરવો પડશે.'
'ના, ના, એવું ન કરશો..!' સિકંદર ચાબખાનું નામ પડતાં જ થથરી ગયો હોય એમ બોલ્યો, 'હવે મારાથી વધારે સહન થતું નથી. હું તમને બધું જ કહું છું...!' કહેતાં સિકંદર અટકી ગયો અને થોડીક વાર પછી કમરાની ખામોશી ચીરતાં એણે કહેવા માંડયું, 'ખંડેરમાં મને પેલી ચુડેલે રસ્તો બતાવ્યો પછી હું ભૂખ્યો અને તરસ્યો, રખડતો અને ભટકતો આસામ પહોંચ્યો.
આસામની હદમાં પ્રવેશતાં જ મને નવાઈ લાગી. આ પ્રદેશમાં માનવ વસતી તો હતી જ, છતાંય જાણે અહીં અઘોરીઓ અને જાદુગરોની વસ્તી જ વધારે હતી. તાંત્રિકો, બાવાઓ અચ્છાઅચ્છા ત્રિકાળ જ્ઞાનીઓ અહીં હતાં.
આ બધામાંથી ગોરખનાથને મારે શોધી કાઢવાનો હતો. જોકે, આવા મુલકમાં એ બહુ મોટી વાત નહોતી. કોઈ અઘોરી કે જાદુગરને પૂછી લેવાથી મને એ ગોરખનાથનું સરનામું મળી જાય એમ હતું. પણ એમ પૂછવા જતાં કોઈ શેતાન અઘોરી કે જાદુગર મારી ઉપર વિદ્યા અજમાવીને મને ગુલામ બનાવી લે તો મારું આવી જ બને...મારે હજારો વરસ સુધી એમની ગુલામી કરીને એમને રીઝવવા પડે. ત્યારપછી જ મારો છુટકારો થાય. એટલે હું એ બાબતમાં બહુ સાવધ હતો.
કોઈ સારા અને ભલા અઘોરીને શોધતો-શોધતો હું એકાદ વરસ આસામમાં રખડયો. છેવટે આસામના એક પહાડ ઉપર મને એક અઘોરી મળી ગયો. ચહેરા ઉપરથી એ ભલો લાગતો હતો, હું હળવેકથી એની પાસે જઈને ઊભો રહ્યો. એ અઘોરીની આસપાસ હાડકાંઓનો અને ખોપરીઓનો ખડકલો હતો.
એ અઘોરી પોતાના કામમાં ખૂબ વ્યસ્ત હતો. એના હાથમાં હાડકાંમાંથી બનાવેલી એક નાનકડી કટાર હતી. એ કટારની મૂઠ ઉપર નાનકડી ખોપરી હતી. એ ખોપરી કોઈક અંગૂઠા જેવડા બાળકના માથાની, અંગૂઠના નખ જેવડી ખોપરી હતી. અઘોરી એ કટારથી પોતાની જાંઘ ઉપરની ચામડી છોલી રહ્યો હતો.
પછી..? પછી શું થયું..? એ અઘોરીએ સિકંદર સાથે કેવો વ્યવહાર કર્યો...? સિકંદરે બેવફા પ્રેમિકા સાથે કેવી રીતે બદલો લીધો...? રીમાનો ઈલાજ કરવા આવેેલા સુલતાનબાબાએ શું કર્યું...? શું એમણે સિકંદરને ખતમ કર્યો ? એ બધું જાણવા માટે 'જંતર મંતર'નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.
(ક્રમશઃ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૨૬)
રીમા પાણીમાં સરકતી પૂરપાટ હોડીની જેમ સરકી રહી હતી. એના હાથમાં ભાલો હતો. અને આંખોમાં ખુન્નસ હતું. થોડીકવાર સતત સરકતી રહીને રીમા એક મોટી ગુફામાં ઘૂસી ગઈ. એ મોટી ગુફા બહારથી બંધ હતી. પણ રીમા માટે એવું કોઈ બંધન જાણે બંધન નહોતું. એ સહેજ પણ અટકયા વિના બંધ ગુફાની આરપાર સરકી ગઈ હતી.
એક પછી એક રસ્તાઓ પસાર કરીને એ છેક ભોંયરામાં ઊતરી ગઈ. નીચે વિશાળ ભોંયરું હતું. એ ભોંયરામાં ગુરુ ગોરખનાથ બિલકુલ શાંતિથી બેઠો હતો.
રીમાને ભાલો લઈને ધસી આવેલી જોઈએ એ ખડખડાટ હસ્યો. રીમાએ સહેજ પણ થોભ્યા વિના એ ભાલાની ધાર એની છાતીમાં મારી, પણ પેલાની છાતીમાં ભાલો વાગ્યો નહીં, એક કાળમીંઢ પથ્થર સાથે ટકરાઈને ભાલો પાછો પડે એમ એ પાછો પડયો. ભાલાની ધાર વળી ગઈ. પેલો ગુરુ ગોરખનાથ ખડખડાટ હસી રહ્યો હતો.
પણ રીમાને જાણે કંઈ જ દેખાતું નહોતું. કંઈ જ સંભળાતું નહોતું. એ તો એક પછી એક ઘા ગોરખનાથની છાતી ઉપર કરવા લાગી હતી.
રીમાના હાથનો ભાલો વળી ગયો કે તરત જ સુલતાનબાબા ચોંકી ગયા. એમણે ગભરાટથી લીંબુ હાથમાં લીધું. એમાંની એક સોય ખેંચીને બહાર કાઢી....
એ સોય બહાર ખેંચાતાં જ ગોરખનાથનો એક હાથ છૂટો થઈ ગયો. ગોરખનાથે રીમાના હાથનો ભાલો પોતાના હાથમાં પકડીને રીમાને પોતાની તરફ ખેંચી... રીમા ખેંચાઈને એની મોટી જાંઘ ઉપર પડી. પણ એ ગોરખનાથ કંઈ કરે એ પહેલાં તો સુલતાનબાબાએ પેલી સોય પાછી લીંબુમાં પરોવી દીધી. એટલે ગોરખનાથનો હાથ પાછો જકડાઈ ગયો. એના હાથમાંનો ભાલો નીચે પડી ગયો.
સુલતાનબાબાએ એ લીંબુમાંથી બીજી સોય ખેંચી કાઢી, જોયું તો એ સોયની અણી વળી ગઈ હતી.
સુલતાનબાબાએ લીંબુમાંથી એક સોય ખેંચી કાઢી. એ સોયનો છેડો વળેલો હતો. સુલતાનબાબાની આંખો ઝીણી થઈ ગઈ. એમની ગણતરી મુજબ આ રીતે સોય વળી જવી ન જોઈએ. જરૂર કંઈક ગરબડ છે. એમના ચહેરા ઉપર પરેશાનીથી કરચલીઓ ફરી વળી. એમનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું.
જો ભાલો આ રીતે વળી જાય અને ગોરખનાથ ખતમ ન થાય તો તો ભારે મુશ્કેલી થાય. છેક કિનારે આવેલું વહાણ ડૂબી જાય અને સુલતાનબાબા આ રીતે વહાણને ડૂબાડી દેવા માંગતા નહોતા. ગમે તેમ થાય પણ હવે ગોરખનાથ ખતમ થવો જ જોઈએ.
જો ગોરખનાથ ખતમ નહીં થાય તો ગોરખનાથ સુધી પહોંચેલી આ રીમા ખતમ થઈ જશે અને કદી પાછી નહીં આવે. ના, રીમાને હાથમાંથી જવા નહીં દેવાય. ગમે તેમ કરીને પણ ગોરખનાથને ખતમ કરવો જ પડશે. રીમાને બચાવવી જ પડશે. રીમાને બચાવવાનું એમણે બધાને વચન આપ્યું હતું. એમના ઈલમ અને એમના અનુભવની અત્યારે કસોટી હતી.
સુલતાનબાબાએ સોયની અણી સીધી કરવાનો વિચાર કર્યો. પણ એ બેકાર બની ગઈ હતી. જો સોયની અણી સીધી કરે તો સોય તો બટકી જાય અને એની સાથોસાથ રીમાના હાથમાંના ભાલાની અણી પણ બટકી જાય. જલદી કંઈક કરવું પડશે. નહીંતર એ ગોરખનાથ રીમાને ખતમ કરી નાખશે.
સુલતાનબાબાએ તાસકમાં એક નજર નાખી. ગોરખનાથ આંખો મીંચીને ચૂપચાપ બેઠો હતો. મનમાં કોઈક મંત્ર કે જાપ જપી રહ્યો હતો. એ પોતાની વિદ્યા પોતાના ઈલમથી થોડી જ વારમાં સુલતાનબાબાએ બાંધેલા હાથ-પગ છોડી નાખવાનો હતો અને પછી...પછી...
પછી આગળ વિચારવું ભયાનક હતું...એ ગુરુ ગોરખનાથ તો આવી રીમા જેવી કુમળી છોકરીઓની ઈજ્જત લૂંટીને પછી એમનું ખૂન પીવા માટે ખૂબ જાણતો હતો. એ પોતાના મંત્રો, પોતાની વિદ્યા અજમાવે એ પહેલાં જ કંઈક કરવું પડશે.
સુલતાનબાબાના ચહેરા ઉપરનાં ચિંતા અને ગભરાટ હવે મનોરમામાસી, મનોજ અને હંસાથી છૂપા રહ્યાં ન હતાં. એમને પણ મનમાં ગભરામણ થવા લાગી હતી. રીમા જલદી પાછી આવી જાય એવી મનમાં પ્રાર્થના કરવાનું પણ તેમણે શરૂ કરી દીધું હતું. કારણ કે ભાલાની અણી વળી ગયા પછી સુલતાનબાબા કંઈ કરી શકયા નહોતા. હજુ પણ તેઓ ચિંતામાં હતા જ્યારે પેલો ગોરખનાથ તો બિલકુલ શાંત ચિત્તે બેઠો હતો. બધાના જીવ ઊંચા થઈ ગયા.
એકાએક એક ધડાકો થયો અને એની સાથે જ કયારનીય વરસાદ અને પવનના ઝાપટાઓની ઝીંક ઝીલતી બારીની સ્ટોપર ખૂલી ગઈ. બારી જોશથી ખૂલીને દીવાલ સાથે અથડાઈ અને એનો એક કાચ તૂટી ગયો. બહારથી વરસાદથી જોરદાર વાછટ અંદર ઘૂસી આવી.
મનોજ ઝડપથી ઊભો થયો અને બારી બંધ કરવા દોડી ગયો. ઝડપથી દોડવામાં એને ખ્યાલ રહ્યો નહીં અને કાચ એના પગે વાગ્યો. છતાંય હિંમત કરીને મનોજે બારી બંધ કરી દીધી. પણ હવે બારી બંધ કરવાનો કોઈ ખાસ અર્થ નહોતો. બહારથી પાણીની સતત વાછટ અંદર આવતી હતી. ઠંડી હવા સાથેનો વરસાદ ખૂબ તોફાની અને ખૂબ ઠંડો હતો. મનોજનો ચહેરો, છાતી અને પેટ સુધીનો ભાગ વરસાદના પાણીથી ભીંજાઈ ગયો. એ પાછો ફર્યો.
ફરી એક જોરદાર કડાકો થયો. મનોજ લંગડાતા પગે પાછો આવીને મનોરમામાસીની બાજુમાં બેસી ગયો. ધીમેથી પગ ખોળામાં લઈને એણે કાચ કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ લોહી ઘણું વધારે છલકાઈ આવ્યું હતું. કાચ દેખાતો ન હતો. એણે લોહી લૂછવા માટે હંસાની સાડીનો છેડો ખેંચ્યો અને લોહી લૂછવા માંડયું. ત્યાં ફરી બહાર એક મોટો કડાકો થયો અને એની સાથોસાથ વાદળનો ગડગડાટ લાંબા સમય સુધી સંભળાયો. વીજળીના તીવ્ર અને તીખા લીસોટા બહાર ચમકવા લાગ્યા.
અચાનક મનોરમામાસીની નજર તાસકમાં પડી. પેલો ગોરખનાથનો એક હાથ છૂટો થઈ ગયો હતો અને ધીમે-ધીમે એનો હાથ રીમા તરફ આગળ વધી રહ્યો હતો.
ગોરખનાથનો હાથ છૂટો થયેલો જોઈને સુલતાનબાબાએ એક અજબ ત્રાડ નાખી અને પાણીમાં ફૂંક મારી. સ્થિર પાણી એકદમ હલબલી ગયું અને એમાંનું દૃશ્ય દેખાતું બંધ થઈ ગયું.
સુલતાનબાબાએ દાંત પીસીને બૂમ મારી, 'તેં તારો જીવ પોપટમાં મૂકયો છે નાલાયક. તું આમ નહીં મરે નાલાયક...તને મારવા માટે ભાલાની જરૂર નથી.' કહેતાં એમણે ઝડપથી પઢવાનું ચાલુ કર્યું. પોતાની ઝોળી ઉઠાવીને એમાંથી બેત્રણ કપડાં કાઢયાં. પણ એમને જોઈતી વસ્તુ ન મળી. અચાનક એમને ખ્યાલ આવ્યો. એમણે પોતાના માથેથી લીલા રંગનો રૂમાલ ખેંચી કાઢયો. એમણે એ રૂમાલને વાળીને એમાં ગાંઠો મારીને એને પોપટ જેવો બનાવ્યો. એના ચહેરા પાસેથી અણી ખેંચીને એમણે પોપટની ચાંચ પણ બનાવી.
પડી ગયેલી તલવાર યોદ્ધાના હાથમાં પાછી આવી જાય અને જે ખુશી થાય એટલી જ ખુશી અત્યારે સુલતાનબાબાના ચહેરા ઉપર ફૂંકવા માંડયું અને થોડીક વારમાં જ એમણે એ પોપટની ડોક સહેજ મરડી.
પોપટની ડોક મરડાતાં જ ગોરખનાથના ચહેરા ઉપર એની અસર દેખાવા લાગી. ગોરખનાથની ડોક પણ સહેજ વાંકી થઈ ગઈ. સુલતાનબાબાએ ધૂપદાનીમાં થોડુંક લોબાન નાખીને, જોશથી પંખો હલાવીને એ પોપટ લોબાનના ધુમાડામાં મૂકયો. પેલો ગોરખનાથ ખરેખર ગુંગળાવા લાગ્યો. એણે રીમાના શરીર સુધી લંબાવેલો હાથ પાછો ખેંચી લીધો. એ પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો અને દોડભાગ કરવા લાગ્યો. પણ સુલતાનબાબા હવે એને છટકવા દેવા માગતા નહોતા. એમણે એ પોપટની ડોક સહેજ વધુ મરડી અને એની સાથે જ ગોરખનાથ નીચે પટકયો, 'મરી ગયો..મરી ગયો...છોડી દો.... છોડી દો...મને છોડી દો..!' એવી બૂમો મારવા લાગ્યો.
સુલતાનબાબાએ પેલી તાસક ઉપર ઝૂકીને રીમાને કહેતા હોય એમ કહ્યું, 'બેટી, એ જાલિમની આંખો ફોડી નાખ.'
ગોરખનાથ જમીન ઉપર પડયો-પડયો આળોટતો હતો. રીમા એની પાસે ભાલો લઈને ઊભી હતી. ભાલાની ધાર વળેલી હતી. છતાંય, એ વળેલી ધારથી આંખો ફોડી નાખવી સહેલી હતી.
રીમાએ તરત જ સુલતાનબાબાના આદેશનો અમલ કર્યો અને ઝનૂનથી એણે ભાલો ગોરખનાથની આંખો ઉપર વીંઝવો શરૂ કર્યો. થોડીકવારમાં તો રીમાએ ગોરખનાથની બન્ને આંખો ફોડી નાખી. હવે ગોરખનાથ અંધ હતો-આંખો વિનાનો હતો. એ ધારે તોય કયાંય જઈ શકે એમ નહોતો. ખરેખર તો નીચે ભોંયરામાં જઈને પેલા પોપટમાંથી પોતાનો જીવ કાઢી લેવા માંગતો હતો. પણ હવે આંધળા બન્યા પછી એ ગુફામાં જઈ શકે એમ નહોતો.
સુલતાનબાબાએ પોપટને લોબાનના ધુમાડામાંથી ખેંચી લીધો અને ધૂપદાનીના બધા જ કોલસા માટલીમાં ઠાલવી દીધા. ઉપરથી બરાબર પંખો હલાવીને એમણે કોલસા બરાબર લાલ કર્યા અને પછી સહેજ લોબાન ભભરાવીને પોપટને એક ફૂંક મારી, એની ગરદન મરડી નાખી અને પછી એ પોપટને માટલીમાં નાખી દીધો.
માટલીમાં પોપટ નાખતાં જ એક જોરદાર ધડાકા સાથે પોપટ બહાર ઊછળી આવ્યો. એ પોપટના છુંદેછુંદા થઈ ગયા હતા અને એમાંથી લોહી ટપકી રહ્યું હતું. સુલતાનબાબાએ હવામાં ઉછળેલા એ પોપટને હાથમાં ઝીલી લીધો અને ફરી પેલી માટલીમાં નાખી દીધો. થોડીકવાર સુધી માટલીમાં ધાણી ફૂટતી હોય એવો અવાજ આવતો રહ્યો અને પેલી તાસકમાં પણ આખીય ગુફામાં ગોરખનાથ આળોટતો-તરફડતો દેખાતો રહ્યો. પછી એકાએક એ તરફડીને શાંત થઈ ગયો અને એક જોરદાર કડાકા સાથે પેલી ગુફા પણ તૂટી પડી.
ગુફા તૂટી એટલે મનોરમામાસીએ એક ચીસ નાખી...'રીમા...રીમા...!' પણ એમની ચીસ અધૂરી રહી અને તેઓ ડરીને નીચે ઢળી પડયાં. આમેય મનોજના પગમાં નીકળેલું લોહી જોઈને જ તેઓ ડરી ગયાં હતાં. એમને મનમાં થઈ ગયું હતું કે આજની રાત જરૂર કંઈક અણધાર્યું થવા બેઠું છે. જરૂર ઘરમાં કંઈક અજુગતું બનશે. સિકંદરની સાથોસાથ કોઈક ઘરનો પણ એકાદ માણસ ઓછો થશે. વળી એમણે તો એવું સાંભળ્યું હતું કે આ ભૂત-પ્રેત કદી એમને એમ જતા નથી. તે કોઈકનો ભોગ તો લે છે જ. અને હવે તો એમને ખાતરી થઈ ગઈ હતી કે, જરૂર કોઈક ખતમ થશે જ. હવે જ્યારે એમણે પેલી ગુફા પડતી જોઈ ત્યારે એમને લાગ્યું કે એમાં રહેલી રીમા પણ ગોરખનાથ સાથે દટાઈ જવાની. આ ફફડાટથી તેઓ બેહોશ બની ગયાં.
જોકે, આ બધું સુલતાનબાબાના ધ્યાનમાં હતું પણ તેઓ પોતાનું ધ્યાન બીજે ખસેડી શકે એમ નહોતા. એમણે ખૂબ જ ધ્યાનથી આ કામ પાર પાડવાનું હતું. સિકંદર અને ગુરુ ગોરખનાથને ખતમ કર્યા પછી હવે તેઓ પેલા અઘોરી જાદુગરને ખતમ કરવા માંગતા હતા. પેલો અઘોરી જાદુગર ખતમ થઈ જાય પછી રીમા છૂટી થઈ જવાની હતી અને પોતે પણ આ કામમાંથી મુક્ત થઈ જવાના હતા.
મનોરમામાસી બેભાન થઈ ગયાં એટલે હંસા અને મનોજ એમને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરવા લાગ્યાં
આ તરફ સુલતાનબાબાએ ફરી ધૂપદાનીમાં કોલસા નાખીને પંખો હલાવવા માંડયો હતો. જોશજોશથી પઢવાનું પણ ચાલુ કરી દીધું હતું અને પેલી વળેલી સોય ઉપર ફૂંકો મારીને એમણે પેલી માટલીમાં નાખી દીધી હતી.
હવે સુલતાનબાબાએ ફરી ધૂપદાનીમાં કોલસા નાખીને પંખો હલાવવા માંડયો હતો. જોશજોશથી પઢવાનું પણ ચાલુ કરી દીધું હતું. અને પેલી વળેલી સોય ઉપર ફૂંકો મારીને એમણે પેલી માટલીમાં નાખી દીધી હતી.
હવે સુલતાનબાબાએ પોતાની ઝોળીમાંથી એક ડાબલી કાઢીને, એમાંથી ચારેક સોયો કાઢી અને બીજા હાથમાં પેલું લીંબુ ઉઠાવ્યું. ફરી પઢી-પઢીને એમણે બે સોયો એ લીંબુમાં ઘોંચી દીધી. અને પેલી તાસકમાં જોવું શરૂ કરી દીધું.
તાસકમાં અત્યાર સુધી કંઈ દેખાતું નહોતું. માત્ર ધુમ્મસ જેવું દેખાતું હતું. અચાનક એ ધુમ્મસમાંથી એમને રીમાનો ચહેરો દેખાયો.
રીમા ફરી આગળ સરકવા લાગી. એના હાથમાં હવે અણીદાર ભાલો દેખાતો હતો. સુલતાનબાબા જુસ્સામાં આવી ગયા હતા. એમનો ચહેરો લાલચોળ થઈ ગયો. આંખો ચમકતી હતી અને મોઢા ઉપર વિજયનો આનંદ દેખાતો હતો.
સુલતાનબાબા હવે જોશથી પઢી રહ્યા હતા. એમના હાથમાંનું લીંબુ હવે ખૂબ ગરમ થઈ ગયું હતું. એટલે સુલતાનબાબાએ એ લીંબુ જમીન ઉપર મૂકી દીધું હતું. રીમા ઝડપથી સરકતી હતી. સુલતાનબાબાએ આંખો મીંચી લીધી હતી. થોડીકવાર સુધી સુલતાનબાબા પઢતા રહ્યા પછી એમણે એક જોરદાર ત્રાડ નાખીને તાસકમાં ફૂંક મારી. તાસકનું પાણી ખળભળી ઊઠયું અને પછી ધીમે-ધીમે પાછું સ્થિર થયું ત્યારે રીમા એક બંગલાની બહાર ઊભી હતી. બંગલાની એક પછી એક દીવાલો વટાવતી રીમા પેલા અઘોરી પાસે પહોંચી ગઈ. અઘોરીની સામે જઈને એ ભાલો ઊંચો કરીને ઊભી રહી.
પોતાની સામે રીમાને એ રીતે ઊભેલી જોઈને એ જોશથી ખડખડાટ હસ્યો અને પછી એણે જોશથી ફૂંક મારી. રીમાના હાથમાંનો ભાલો દીવાસળીની જેમ સળગી ઊઠયો.
રીમા એ ભાલો છોડી દે એ પહેલાં જ સુલતાનબાબાએ જમીન ઉપરથી લીંબુ ઉઠાવીને પાણીની તાસકમાં નાખી દીધું. તરત જ ભાલો સળગતો બંધ થઈ ગયો. એ ભાલાની અણી કાળી થઈ ગઈ હતી. સુલતાનબાબાએ તાસકમાં ફૂંક મારતા ત્રાડ નાખી, 'માર એની છાતીમાં અને ખતમ કરી નાખ એ હરામખોરને...!'
રીમાએ તરત જ પોતાનો ભાલો ઊંચકીને એ જાદુગર અઘોરીની છાતીમાં મારવા માંડયો. પણ એની છાતી ઉપર લોખંડી ચામડી જડેલી હોય એમ ભાલો પાછો પડતો હતો.
સુલતાનબાબા ફરી એકવાર ચિંતામાં પડી ગયા. એમના ચહેરા ઉપર પરેશાની છલકાઈ ઊઠી.
બહાર વરસાદ અને પવનનું તોફાન ઘટવાને બદલે વધી રહ્યું હતું. અધૂરામાં પૂરું અંધકાર છવાયેલો હતો. મનોજ પણ પગે પાટો બાંધીને બેઠો હતો. મનોરમામાસી પણ બેભાન થઈ ગયાં હતાં. હંસા પણ મૂંઝાઈ ગઈ હતી. એ ઘડીકમાં મનોજ સામે, ઘડીકમાં મનોરમામાસી સામે, ઘડીકમાં તાસક સામે અને ઘડીકમાં સુલતાનબાબા સામે જોતી હતી.
સુલતાનબાબાના ચહેરા ઉપર પરેશાની જોઈને ગભરાયેલી મૂંઝાયેલી હંસા વધારે ગભરાઈ ઊઠી. એના હાથ-પગ પાણી પાણી થઈ ગયા. એનો ચહેરો પણ પરસેવે રેબઝેબ થઈ ગયો. એ તાસકમાં જોઈ રહી.
રીમા હાથમાં ભાલો વીંઝતી ઊભી હતી. એના ભાલાની કોઈ અસર પેલા અઘોરી ઉપર થતી નહોતી. અઘોરી વારેઘડીએ મોઢેથી ફૂંકો મારીને આગ ઓકતો હતો. પણ એ આગની રીમા ઉપર કોઈ અસર થતી નહોતી. જોકે, એ અઘોરીના હાથ-પગ બંધાઈ ગયા હતા. સુલતાનબાબાના ઈલમ પાસે કદાચ એનો જાદુ ચાલતો નહોતો. અચાનક સુલતાનબાબાને કંઈક યાદ આવ્યું હોય એમ એકાએક હંસાને કહ્યું, 'બેટી, જરા છરી લઈ આવ તો.'
પછી..? પછી શું થયું? રીમાનું શું થયું? સુલતાનબાબા અઘોરીને ખતમ કરવામાં સફળ થયા? હંસાનું શું થયું...? મનોજનું શું થયું.? એ બધું જાણવા માટે 'જંતર મંતર'નો રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.
(ક્રમશઃ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૨૫)
સુલતાનબાબાએ ફૂંક મારી એ સાથે જ તાસકમાં બહુ મોટો ભડકો થયો. જો સુલતાનબાબાએ સમયસર ચેતીને પોતાનું મોઢું ખસેડી લીધું ન હોત તો એમનો આખોય ચહેરો બળીને ભડથું થઈ ગયો હોત.
મોટા ભડકા સાથે જ માળા બહાર ખેંચાઈ આવી અને સાથે સાથે સિકંદરની પણ એક કારમી ચીસ સંભળાઈ. અને રીમા પણ પેટમાં જોરદાર લાત વાગી હોય એમ પેટ પકડીને બેવડ વળી ગઈ.
હવે રીમાનું ધૂણવાનું બંધ થઈ ગયું હતું. બન્ને હાથે પેટ પકડી રાખીને સુલતાનબાબાને એકીટસે જોઈ રહી હતી. એની આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા. કોઈ કરાટે કે કુંગ-ફૂનો ઉસ્તાદ ખેલાડી, પોતાના હરીફ સામે પેંતરો માંડે એમ એ સુલતાનબાબાની સામે જોઈ રહી હતી.
સુલતાનબાબા પોતાની બેય આંખો બંધ કરીને પઢી રહ્યા હતા. હજુ પણ એમના ચહેરા ઉપરથી એકધારા પરસેવાના રેલા ઊતરી રહ્યા હતા, અચાનક સુલતાનબાબાએ પોતાની હાથની માળા તાસક ઉપર વીંઝી....'બોલ, તું હવે પરેશાન કરીશ...?'
માળાનો ચાબખો વીંઝાતાં રીમા તરફડી ઊઠી. જમીન ઉપર આળોટવા લાગી અને જવાબમાં સિકંદરનો અવાજ સંભળાયો, 'આમ મને બાંધીને શું મારે છે, તારામાં તાકાત હોય તો મારા હાથ-પગ ખોલી નાખ અને પછી આવી જા ! હું તને મારી તાકાતનોય પરચો બતાવી દઉં...!'
સુલતાનબાબા ચિલ્લાયા, 'મને તારી તાકાતની ખબર છે. પણ મારા ઈલમ પાસે તારી તાકાત કંઈ નથી.'
'તો પછી મારા હાથ-પગ ખોલી નાખ અને સામી છાતીએ એક મરદની જેમ સામનો કર.'
સુલતાનબાબાની જગ્યાએ બીજો કોઈ પણ માણસ હોય તો એ ઉશ્કેરાઈ જાય અને આવેશમાં આવીને પેલાનાં બંધનો ખોલી નાખે. પણ સુલતાનબાબાએ જરાય ઉશ્કેરાયા વિના બહુ ચાલાકીથી પેલાને જવાબ આપ્યો, 'તને બાંધવો એ જ મરદાનગીનું કામ છે. અને એ કામ મેં કરી દેખાડયું છે. હવે તારા ગુરુઓનો વારો છે. પહેલાં તારા ગુરુઓ ખતમ થશે અને પછી જ હું તને ખતમ કરીશ.!'
સુલતાનબાબાની વાત સાંભળીને, સિકંદર એમની હાંસી ઉડાવતો હોય એમ 'હીહીહીહી...!' કરતો ખોટેખોટું હસ્યો અને પછી અભિમાનના લહેજા સાથે બોલ્યો, 'મારા ગુરુને તું શું સમજે છે ? તારા જેવા તો કંઈક સાધુ અને બાવાઓને એમણે ચપટી વગાડતાં ખતમ કરી નાખ્યા છે.'
'પણ હવે ખતમ થવાનો વારો તારા એ નાલાયક ગુરુનો છે...!' કહેતાં જ સુલતાનબાબાએ જોશથી તાસકમાં માળા વીંઝી અને એક ઝાટકા સાથે પાછી ખેંચી લીધી.
સુલતાનબાબાએ માળા વીંઝીને ખૂબ જ ચપળતાથી પાછી ખેંચી ત્યાં સિકંદરે એમને પડકાર ફેંકયો, 'હવે તું મને ચાબખો નહીં મારી શકે. હું તારો જ ચાબખો પકડીને તને જ મારીશ.'
'એ તારી તાકાત બહારની વાત છે.' કહેતાં સુલતાનબાબાએ ફરી તાસકમાં માળા ફટકારી...પણ આ વખતે સુલતાનબાબા એક ભૂલ ખાઈ ગયા હતા.
દરેક વખતે સિકંદર અસાવધ હોય ત્યારે એનું ધ્યાન ચૂકવીને એને માળા ફટકારી દેતા હતા. પણ આ વખતે દુશ્મન સાવધાન હતો. છતાંય એમણે માળાનો ચાબખો વીંઝયો હતો.
માળા ફરીવાર ફસાઈ ગઈ. સુલતાનબાબાએ ફરી બે પગે અદ્ધર બેસીને જોશથી માળા ખેંચવાનું શરૂ કર્યું....પરંતુ માળા વધુ જોશથી ખેંચાય એ પહેલાં જ માળા તૂટી ગઈ....માળાના એકએક મણકા તાસકમાં અને તાસકની બહાર વિખેરાઈ ગયા. સુલતાનબાબા એક હળવું ગડથોલું ખાઈને પાછળની તરફ ગબડી પડયા. અને એની સાથોસાથ સિકંદરનું એક જોરદાર અટ્ટહાસ્ય સંભળાયું.
સુલતાનબાબાથી દૂર, છેક દીવાલને અઢેલીને બેસી રહેલાં રીમાનાં માતા-પિતા, મનોરમામાસી, હંસા અને મનોજ તો આ ઘટનાથી ગભરાઈ ઊઠયાં. એમનાં હૃદય જોશજોશથી ધબકવા લાગ્યાં.
પણ સુલતાનબાબા જરાય હિંમત હાર્યા નહીં. એમણે તરત જ જોશજોશથી પઢવાનું શરૂ કરી દીધું અને પઢતાં-પઢતાં જ એમણે પોતાના ગળામાંથી કાળા મણકાની એક માળા કાઢીને જોશજોશથી તાસકમાં ફટકારવા માંડી.
એક પછી એક જોરદાર ચાબખા વીંઝાતા હોય એમ જમીન પર પડેલી રીમા ટળવળવા અને તરફડવા લાગી. જમીન ઉપર જોશથી હાથ-પગ પછાડવા અને જમીનથી અદ્ધર થઈને ફરી જમીન ઉપર પટકાવા લાગી.
પણ હવે સુલતાનબાબા જરાય દયા બતાવવા માંગતા ન હોય તેમ એકધારા ચાબખા ફટકારી રહ્યા હતા. એમની આંખોમાં ખૂન્નસ દેખાતું હતું. અને સિકંદરને હમણાં જ ખતમ કરી દેવા માંગતા હોય એવો જુસ્સો તેમના ચહેરા ઉપર દેખાતો હતો.
રીમાને ઉછળતી, પછડાતી, રિબાતી અને તડપતી જોઈને ઘરનાં બધાં લોકોનાં હૈયાં રીમા તરફ દયાથી ભરાઈ આવ્યાં હતાં. એમાંય હંસા, રંજનાબહેન અને મનોરમામાસી તો રડવા જેવાં થઈ ગયાં હતાં.
ઘરની એ ત્રણેય સ્ત્રીઓ હવે સુલતાનબાબાને ચાબખા ફટકારતાં રોકવા માંગતી હતી. ચુનીલાલ તો કયારનાય બહાર નીકળી ગયા હતા. એમનું દિલ તો પહેલાંથી જ ઘણું નરમ હતું. એ પોતે કદી કોઈપણ જાતની પીડા સહન કરી શકતા નહોતા. અને બીજા કોઈને પણ પીડાથી રિબાતા જોઈ શકતા નહોતા. તેમાંય આ તો એમની સગી દીકરી હતી. લાડકોડથી ઉછેરીને મોટી કરેલી દીકરી હતી. એને રિબાતી તો એ કેવી રીતે જોઈ શકે?
જ્યારે મનોજની પણ કંઈક એવી જ હાલત હતી. મનોજનું હૈયું પણ પોતાની બહેનને પીડાતી-રિબાતી જોઈને ભરાઈ આવ્યું હતું. એ તો ઊભો થઈને સુલતાનબાબાનો હાથ પકડી લેવા તૈયાર થઈ ગયો હતો. પણ કોઈક અજાણ્યા ભયને કારણે એનું હૈયું જોશથી ધડકી રહ્યું હતું. ઊભા થવાની અને સુલતાનબાબા સુધી પહોંચવાની એની હિંમત ઓસરી ગઈ હતી.
સુલતાનબાબાએ સતત અડધા કલાક સુધી પઢવાનું અને ચાબખા મારવાનું ચાલુ રાખ્યું. સામે સિકંદરે પણ શરૂઆતમાં બરાબર ટક્કર લેવાનો પ્રયત્ન કર્યો. માળા પણ એકાદવાર તાસકમાં ફસાઈ ગઈ. પણ પછી સિકંદર ઢીલો પડી ગયો હોય એમ કણસવા અને કરગરવા લાગ્યો...'મને છોડી દો...છોડી દો...છોડી દો...માફ કરો...મને માફ કરો...હું હવે કોઈને પરેશાન નહિ કરું....છોડી દો...!' એમ ધીમો બબડાટ કરવા લાગ્યો.
સતત અડધા કલાકના ચાબખા ખાધા પછી સિકંદર કદાચ અધમૂઓ થઈ ગયો હશે. રીમા પણ ધૂણી-ધૂણીને કયારનીય શાંત થઈ ગઈ હતી. એના મોઢામાંથી માત્ર ઊંહકારાનો જ અવાજ સંભળાતો હતો.
સુલતાનબાબાએ માળા વીંઝવાનું બંધ કર્યા પછી આંખો મીંચી લીધી અને પછી નિરાંત ચિત્તે પઢવાનું ચાલુ રાખ્યું. પઢતાં-પઢતાં થોડી થોડી વારે આંખો ઉઘાડીને એ પેલી તાસકમાં ફૂંક મારી લેતા હતા. ફૂંક વાગતાં જ તાસકમાંનો ભડકો સહેજ મોટો થઈ જતો અને ફરી પાછો નાનો થતો લાગતો. ધીમે-ધીમે એ ભડકો નાનો અને નાનો થતો જ ગયો. અને છેવટે એ પોતાની મેળે જ બુઝાઈ ગયો.
સુલતાનબાબાએ પણ પઢવાનું બંધ કરી દીધું. પોતાના હાથમાંની કાળા મણકાવાળી માળા પાછી ગળામાં પહેરતાં એમણે સામેની દીવાલ ઉપર લટકતી ઘડિયાળ ઉપર નજર કરી. એ વખતે બાર વાગીને પાંત્રીસ મિનિટ થઈ હતી.
સુલતાનબાબાએ મનોજ તરફ જોઈને કહ્યું, 'ભાઈ, પેલું લીંબુ જરા સાચવીને લઈ આવ.' લીંબુનું નામ પડયું એટલે હંસા ગભરાઈને ધ્રુજી ગઈ. એનું હૃદય ગભરાટથી એક ધબકારો ચૂકી ગયું. પણ પછી બીજી જ પળે એ સ્વસ્થ અને ટટ્ટાર થઈ ગઈ.
મનોજ તરત જ દોડી જઈને રસોડામાં મૂકેલું લીંબુ લઈ આવ્યો અને સુલતાનબાબા પાસે મૂકયું.
સુલતાનબાબાએ પોતાની ઝોળીમાંથી એક કાળો દોરો કાઢીને લીંબુ ઉપર મૂકયો. પછી મનમાં કંઈક પઢી-પઢીને એમણે ઉપરાઉપરી સાતેકવાર ફૂંકો મારી પછી એ દોરો લીંબુ ઉપર વીંટી દીધો.
દોરો વીંટાઈ ગયો પછી એ લીંબુ ફરી મનોજના હાથમાં આપતાં સુલતાનબાબાએ કહ્યું, 'બેટા, આને સાચવીને મૂકી દે.'
મનોજ એ લીંબુ જઈને પાછું રસોડામાં મૂકી આવ્યો એટલે સુલતાનબાબાએ એને કહ્યું, 'ભાઈ, આજે ગુરુવારની રાત છે. મારે આખી રાત પઢવા બેસવું પડશે એટલે તમારે આ કમરો ખાલી કરી આપવો પડશે. આ રીતે હું દર ગુરુવારે રોકાઈશ અને વહેલી સવારે ચૂપચાપ ચાલ્યો જઈશ !'
સુલતાનબાબાની વાત સાંભળીને હંસાએ કહ્યું, 'રીમાને પણ આ કમરામાં જ રાખવી પડશે ?'
'ના, બેટી....! એની કોઈ જરૂર નથી. તું એને બીજે કયાંક આરામથી સૂવડાવી દે...!'
હંસા અને મનોજ થાકીને ચૂર થઈ ગયેલી-લગભગ બેભાન થઈ ગયેલી રીમાને ઊંચકીને બહાર લઈ ગયાં. હંસાએ રીમાની પથારી પોતાની સાસુ અને મનોરમામાસીની બાજુમાં કરી નાખી અને બન્ને પતિ-પત્નીએ મળીને રીમાને ત્યાં સૂવડાવી દીધી.
બન્ને જણાં પાછાં સુલતાનબાબા પાસે પહોંચ્યાં ત્યારે સુલતાનબાબા અગરબત્તી સળગાવી રહ્યા હતા. એ બન્ને જણાંને આવેલાં જોઈને સુલતાનબાબાએ એમને કહ્યું, 'બેટા, હવે તમારે લોકોને પણ જાગવાની જરૂર નથી, તમે પણ આરામ કરો.'
હંસા અને મનોજ એમના કમરામાં ચાલ્યાં ગયાં. સુલતાનબાબા એ આખી રાત પઢતા રહ્યા અને વહેલી સવારે ચુનીલાલની રજા લઈને ચૂપચાપ ચાલ્યા ગયા. ચુનીલાલ એમને નાસ્તો-પાણી કરવા માટે રોકવા માંગતા હતા, પણ આગલા દિવસે જમવાની વાત પર સુલતાનબાબા નારાજ થયેલા એ વાત યાદ કરીને એમણે સુલતાનબાબાને રોકવા માટે દબાણ ન કર્યું.
રીમા સવારે જાગી ત્યારે શાંત હતી. રાત્રે 'હાજરી' ભરી ભરીને, ધૂણી ધૂણીને એનું આખુંય શરીર તૂટી રહ્યું હતું છતાંય એ ઊભી થઈ, નાહી-ધોઈને સ્વસ્થ થઈ.
હંસા પણ ઠીક હતી. દરરોજ સવારે દેખાતો કાળો, મોટો, વિકરાળ બિલાડો હજુ સુધી દેખાયો નહોતો. એટલે મન કંઈક સ્વસ્થ હતું. મનોજ જમીને દુકાને જવાની તૈયારી કરતો હતો.
મનોજના ગયા પછી હંસાને બીજું કોઈ કામ નહોતું. એ હેમંતને નવડાવી-ધોવડાવીને પછી થોડીકવાર માટે ઊંઘી જવાનું વિચારતી હતી.
થોડી જ વારમાં મનોજ તૈયાર થઈને ચાલ્યો ગયો. એના સસરા ચુનીલાલ તો કયારનાય દુકાને ચાલ્યા ગયા હતા.
મનોજ ગયો એટલે હંસા હેમંતને નવડાવવા અને તૈયાર કરવામાં પરોવાઈ. હેમંતને તૈયાર કરી, ધોયેલાં કપડાં પહેરાવી એણે પોતે પણ હાથ-પગ ધોયા અને પછી પોતાના કમરામાં જઈને એ પલંગ ઉપર પડી.
લગભગ એકાદ કલાક સુધી હંસા કોઈક ચોપડીનાં પાનાં ઉથલાવતી રહી ત્યાં સુધીમાં તો બાજુમાં પડયો-પડયો રમતો હેમંત સૂઈ ગયો.
હંસાએ એક લાંબું બગાસું ખાઈને એક માદક અંગડાઈ લીધી. આળસ મરડતી વખતે, હાથ ઊંચા કરી, ખેંચીને એ પોતાની કમ્મરને લચક આપવા જતી હતી ત્યાં એની નજર સામેની દીવાલ સાથે જડાયેલા આદમકદ અરીસા ઉપર પડી.
પોતાનાં સુંદર અને ઉપસેલાં અંગો ઉપર નજર પડતાં જ, મનોમન ગર્વથી એ મુસ્કાઈ, ગરદન ઝૂકાવ્યા વિના જ, અરીસામાં જોતાં જોતાં જ એણે પોતાની છાતી ઉપરથી છેડો સરકાવી દીધો. એના પોતાના ભરાવદાર અંગોને એ અરીસામાં બેઘડી નિરખી રહી. પછી એ પોતે જ મનોમન લજાઈ ગઈ હોય એમ એણે નજર હઠાવી લીધી. એ વખતે એને પોતાના પતિ મનોજની યાદ આવી ગઈ. મનમાં એને થયું, અત્યારે જો મનોજ આવી જાય તો કેવું સારું ?
હજુ આ વિચાર એના મનમાં ઝબકયો ત્યાં જ હંસા ચોંકીને બેઠી થઈ. સામે બારણામાં જ મનોજ ઊભો હતો. કોઈ દિવસ આ રીતે ન આવનાર પોતાના પતિને આમ ઓચિંતો આવેલો જોઈને એણે કંઈક અચંબાથી, ચિંતાથી અને ગભરાટથી પૂછયું, 'તમે...અત્યારે...?'
હંસા પલંગમાંથી ઊભી થઈને મનોજ તરફ આગળ વધી. મનોજ પણ બે ડગલાં આગળ આવ્યો. પણ હંસા ત્રીજું ડગલું આગળ ભરે અથવા મનોજ કંઈક ખુલાસો કરે એ પહેલાં મનોજની પાછળ એક બીજો મનોજ આવીને ગોઠવાઈ ગયો.
આબેહૂબ એવાં જ કપડાં અને એ જ સ્મિત સાથે આવીને બારણામાં ઊભા રહી ગયેલા બીજા મનોજને જોઈને અચરજથી હંસાની આંખો પહોળી થઈ ગઈ.
અચરજ અને ગભરાટની કળ વળે, હંસા કંઈ પૂછે કે પછી બૂમાબૂમ કરે એ પહેલાં જ, એ બીજો મનોજ આવીને પહેલા મનોજની બાજુમાં ખડો થઈ ગયો. અને બારણામાં ત્રીજો મનોજ ડોકાયો.
હંસાનું હૃદય તો એકી સાથે, એક સરખા ત્રણ-ત્રણ મનોજ જોઈને જોશજોશથી ધડકી ઊઠયું. એના ચહેરા, જડબા અને ગળા ઉપરથી પરસેવાના રેલા ઝડપથી નીચેની તરફ સરકવા લાગ્યા.
હંસાની નજર હવે ખૂબ ઝડપથી ફરી રહી હતી. એ વારાફરતી ત્રણેય મનોજના ચહેરા જોઈ રહી હતી અને ત્રણેય મનોજમાં સાચો મનોજ કોણ છે, એ જાણવાનો ખોટો પ્રયત્ન કરતી હતી.
એ ત્રણમાંથી એ સાચા મનોજને શોધી કાઢે એ પહેલાં ચોથો મનોજ આવીને બારણામાં ખડો થઈ ગયો અને પછી હળવે પગલે, મધુર સ્મિત વેરતો એ પેલા ત્રણેય મનોજની સાથે જઈને ઊભો રહી ગયો.
એકી સાથે ચાર ચાર સરખા મનોજ ! અચરજ અને ગભરાટના બેવડા કારણે ધ્રૂજતી, ડરતી હંસા મનોજને ઓળખવા એક ડગલું આગળ વધી. એમાંના ત્રણ મનોજ ચૂપ, ગંભીર અને શાંત હતા. જ્યારે ચોથો મનોજ મૂછમાં મરક મરક હસતો હતો. હંસાને લાગ્યું કે કદાચ આ ચોથો મનોજ સાચો હશે.
હંસા એને વધુ નજીકથી ઓળખવા એક ડગલું આગળ વધી. એ મૂછમાં મરક મરક હસતો મનોજ મૂછમાં જ મરકતો રહ્યો. હંસાએ હજુ આગળ જવા એક બીજું ડગલું ભર્યું અને એ મનોજથી લગભગ એકાદ વેંત છેટે રહી હશે ત્યાં એકાએક ચોંકી ઊઠી. મનોજનો ચહેરો ધીમે-ધીમે બદલાવા લાગ્યો. એના ચહેરા ઉપર વાળ ફૂટી નીકળ્યા, એની આંખોના ડોળા મોટા લાલ થવા લાગ્યા. એના આગલા બે દાંત લાંબા થયા.
પછી..? પછી શું થયું..? એકાએક મનોજનું રૂપ કેમ બદલાઈ ગયું હતું....? રીમાનું શું થયું....? હંસાનું શું થયું...? રીમાનો ઈલાજ કરવા આવેેલા સુલતાનબાબાએ શું કર્યું...? શું એમણે સિકંદરને ખતમ કર્યો ? એ બધું જાણવા માટે 'જંતર મંતર'નો રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.
(ક્રમશઃ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૨૪)
સુલતાનબાબાએ ત્યારપછી ફરી લીંબુ તરફ મીટ માંડી. પછી તેઓ ચૂપચાપ નીચે બેસી ગયા. હળવેકથી એમણે હોઠ ફફડાવીને પઢવાનું શરૂ કરી દીધું અને ધીમે-ધીમે તેમણે પોતાનો અવાજ મોટો કરવા માંડયો. અને પઢતાં-પઢતાં જ એમણે જમણા હાથે સોય ઉઠાવી લીધી. પછી એ સોયને એમણે ડાબા હાથમાં લઈને, એમણે જમણા હાથે લીંબુ ઉઠાવી લીધું. ત્યાં સુધીમાં એમનો અવાજ ખૂબ મોટો થઈ ગયો હતો. આખાય બંગલામાં એમનો અવાજ ખૂબ જોશજોશથી પડઘાવા લાગ્યો હતો. કમરામાં એમના એ અવાજ સિવાય બિલકુલ ખામોશી હતી. હમણાં જ કંઈક અજુગતું બની જવાનું છે એમ ધારીને સહુ ધડકતા દિલે ઊભાં હતાં.
સુલતાનબાબાએ ખૂબ જ સહેલાઈથી અને આસાનીથી લીંબુમાં સોય પરોવી દીધી. પછી એમણે એ લીંબુ મનોજના હાથમાં આપતાં કહ્યું, 'લે, બેટા ! પહેલા આને સાચવીને ઠેકાણે મૂકી દે.'
મનોજે લીંબુ લેવા માટે હાથ લંબાવ્યો. પણ કોઈક અજાણ્યા ભયથી એનું કાળજું ફફડી રહ્યું હતું. સુલતાનબાબાએ એની હથેળી ઉપર લીંબુ મૂકયું ત્યારે કોઈક અંગારો ચંપાતો હોય એમ એનો હાથ ધ્રૂજી ગયો.
પરંતુ એ લીંબુ હમણાં જ બરફના પહાડમાંથી કોતરીને કાઢવામાં આવ્યું હોય એવું બરફના ટુકડા જેવું હતું. ખૂબ દોડીને, થાકેલા, હાંફેલા માણસના શરીર ઉપર પરસેવાના રેલા ઊતરી પડે એવા પાણીના રેલા લીંબુ ઉપર દેખાઈ રહ્યા હતા. અચરજ અને ગભરાટની બેવડી લાગણી અનુભવતો મનોજ એ લીંબુ લઈને રસોડામાં મૂકવા માટે ચાલ્યો ગયો.
મનોજ પાછો ફર્યો એટલે સુલતાનબાબા સાથે બધાં જ મનોજના કમરામાં ગયાં. હંસા હજુ પણ પથારીમાં પડી હતી. મનોજે સુલતાનબાબા તરફ જોયું. સુલતાનબાબા હજી પણ હોઠ ફફડાવીને કંઈક પઢી રહ્યા હતા.
કમરામાં પગ મૂકતાં જ એમણે પોતાનો અવાજ મોટો કરી નાખ્યો હતો. હંસાની પથારીમાંથી થોડેક દૂર ઊભા રહીને સુલતાનબાબાએ પોતાના ગળામાંની લાલ માળા કાઢીને હાથમાં લીધી. એમણે થોડી થોડીવારે પઢી-પઢીને એ માળા ઉપર ફૂંકો મારવાનું શરૂ કર્યું અને પછી હળવે ડગલે તેઓ આગળ વધ્યા અને હંસાના નાકને અડે એ રીતે માળા ઊંચેથી લટકાવીને હંસાના નાક ઉપર ફેરવી.
-અને તરત જ ચમત્કાર થયો. જાણે ઈલમની લાકડી ફરતાં જ કાચની પૂતળી આળસ મરડીને બેઠી થઈ જાય એમ હંસાએ આંખો ખોલી.
હંસાને ભાનમાં આવેલી જોઈને રંજનાબહેનનો જીવ કંઈક હેઠો બેઠો. એમણે તરત જ હંસા પાસે દોડી આવતાં પૂછયું, 'કેમ, વહુ હવે કેમ છે...?'
હંસાએ એમની વાતનો કોઈ જવાબ ન આપ્યો. એનું માથું ભમતું હોય, અને હજુ એ કોઈક બીજી જ દુનિયામાં હોય એમ ચકળવકળ આંખે બધાને જોઈ રહી. હવે ફરી બધાની નજર સુલતાનબાબા તરફ ગઈ. પણ સુલતાનબાબા આંખો મીંચીને ટટ્ટાર ઊભા રહીને કંઈક પઢી રહ્યા હતા.
થોડીકવાર પછી સુલતાનબાબાએ હળવેકથી આંખો ઉઘાડી અને પછી પેલી લાલ માળા હંસાના કપાળ ઉપર મૂકી, હંસાના શરીર ઉપર એક લાંબી ફૂંક મારતાં એમણે પેલી લાલ માળા હળવે-હળવે કપાળેથી માંડીને છેક પગની પાની સુધી એના શરીર ઉપર ફેરવી અને પછી તેમણે હંસાને કહ્યું, 'બેટી....હવે હળવે-હળવે ઊભી થઈ જા....મૂંઝાવાની કોઈ જરૂર નથી.'
હંસા સુલતાનબાબાના કહેવાથી હળવેકથી ઊભી થઈ. ત્યારે સુલતાનબાબા ત્યાંથી ખસી જતાં મનોજ તરફ જોઈને બોલ્યો, 'હવે એ સારી થઈ ગઈ છે. તમે ચિંતા ન કરો.'
સુલતાનબાબાની વાત સાંભળીને મનોરમામાસી અને રંજનાબહેને હંસાની પાસે સરકતાં પૂછયું, 'કેમ છે હવે...?'
હંસાએ હકારમાં માથું હલાવ્યું, 'ઠીક છે, મને પાણી આપો.'
મનોરમામાસી પાણી લેવા દોડી ગયાં. અને સુલતાનબાબા કમરાની બહાર નીકળ્યા. બહાર ચુનીલાલ ઊભા હતા. સુલતાનબાબાએ એમને ધરપત આપતાં કહ્યું, 'ધીરજ રાખજો. હું તમારામાંથી કોઈનો પણ વાળ વાંકો નહીં થવા દઉં. મારો માલિક મારી સાથે છે.' એમ કહેતાં એમણે પોતાના હાથની લાલ માળા ગળામાં પહેરતાં ઉમેર્યું, 'શેઠ, આ બધી અંધી દુનિયાની રમત છે. એમાં આપણે કંઈ જોઈ ન શકીએ. પણ ઈલમના જોરે એમનો નાશ કરી શકીએ. મને વિશ્વાસ છે કે, તેર ગુરુવારમાં તો હું એમને ખતમ કરી નાખીશ. પણ હવે જેમ-જેમ એના ખતમ થવાના દિવસો નજીક આવતા જશે, તેમ-તેમ એ આપણને બધાંને મુશ્કેલીઓમાં મૂકવાના અને ડરાવવાના પ્રયત્નો!'
ચુનીલાલે સુલતાનબાબાની વાત અધવચ્ચેથી કાપી નાખતાં અધીરાઈથી પૂછયું, 'પણ હવે વહુને કેમ છે?'
'તમે જ અંદર જઈને જોઈ લો ને...!' સુલતાનબાબાએ એક તરફ ખસી જતાં ચુનીલાલ માટે અંદર જવાનો રસ્તો કરી આપ્યો.
ચુનીલાલે કમરામાં પગ મૂકયો એટલે તરત જ હંસાએ સાડીનો છેડો માથા ઉપર લઈને સરખો કર્યો. ચુનીલાલ કંઈક પૂછે એ પહેલાં મનોરમાએ એમની નજીક આવતાં કહ્યું, 'હવે વહુને ઠીક છે. તમે ચિંતા ન કરો.'
ચુનીલાલે મનોરમાને કહ્યું, 'હવે એને આરામ કરવા દો, અને તમે રસોઈપાણીનું કામ કરો. વહુને પણ ચા-પાણી પીવડાવો.' અને પછી એમણે પોતાના ઝભ્ભાના ખિસ્સામાંથી એકસો રૂપિયાની નોટ કાઢીને મનોજને આપતાં કહ્યું, 'બહાર ઊભેલા બાબાને આપી દે.'
મનોજ સોની નોટ લઈને બહાર નીકળ્યો. સુલતાનબાબા તરફ નોટવાળો હાથ લંબાવતાં કહ્યું, 'લો, બાબા ! બાપુજીએ આપ્યા છે.'
મનોજને એકસો રૂપિયાની નોટ સાથે ઊભેલો જોઈને બાબા ખિજવાઈ ગયા. ગુસ્સાથી ધૂંધવાઈને એમણે મોટેથી કહ્યું, 'મારા ઈલમને ખરીદવા આવ્યો છે ? મને પૈસા બતાવે છે ?'
સુલતાનબાબાને ખિજવાયેલા જોઈને મનોજે થોથવાતા અવાજે પોતાનો બચાવ કર્યો , 'બાબા ! આ તો બાપુજીએ ખુશ થઈને આપ્યા છે...!'
'જો તમારે પૈસા આપીને ઈલાજ કરાવવો હોય તો બીજા કોઈકને બોલાવી લો...!' એમ કહેતાં સુલતાનબાબાએ ચાલવા માંડયું.
મનોજ અને સુલતાનબાબાની રકઝક સાંભળીને, કમરામાંથી બધાં બહાર દોડી આવ્યાં. સુલતાનબાબાને ચાલ્યા જતા જોઈને મનોરમામાસી સુલતાનબાબા તરફ દોડી ગયાં. એમને પહેલાંથી જ ખબર હતી કે મનોજ પૈસા આપવા ગયો છે અને સુલતાનબાબા કોઈની પાસેથી પાઈ પૈસો નથી લેતા એ વાતની પણ એમને ખબર હતી. એટલે એમણે સમયસૂચકતા વાપરીને સુલતાનબાબા પાસે જઈને કહ્યું, 'બાબા, આ લોકોને તમારા સ્વભાવની ખબર નથી. પણ હું તમને જાણું છું. તમે પાઈ-પૈસો લીધા વિના જ કામ કરો છો.'
સુલતાનબાબાએ ઊભા રહેતાં કહ્યું, 'ના, ના, આ લોકો મારા ઈલમને ખરીદવા બેઠા છે. મારી જિંદગી ધૂળમાં મેળવવા બેઠા છે.'
'ના, ના, એવું નથી !' મનોરમામાસીએ બાબાને સમજાવતાં કહ્યું, 'એ છોકરો છે, નાદાન છે. એનાથી ભૂલ થઈ ગઈ છે. તમે માફ કરી દો.' અને પછી હળવેથી રડતાં અવાજે કહ્યું, 'અને એની ભૂલની સજા બિચારી આ છોકરીને શું કામ કરો છો ? એનો તો વિચાર કરો ? આપ તો વડીલ છો, સમજદાર છો....'
'સારું...સારું...પણ હવે એવી ભૂલ ન કરતાં.' કહેતાં સુલતાનબાબા ચુનીલાલ સામે ફર્યા અને બોલ્યા, 'આજે ગુરુવાર છે. આમેય હું આજે સાંજે આવવાનો જ હતો. હવે હું સાંજે ફરી પાછો આવીશ.'
'પણ તમે એટલે દૂર પાછા જશો અને આવશો તો થાકી જશો, તમે અહીં જ જમીને આરામ કરી લો ને...!'
'ના, હું હવે દરગાહ ઉપર નહીં જાઉં, અહીં ગામમાં જ મારા એક-બે સંબંધી છે. એમને મળવા જઈશ અને સાંજના સમયે હું આવી જઈશ.'
'પણ તમે અહીં જમીને જાવ તો સારું...!' ચુનીલાલને સુલતાનબાબાને વધુ આગ્રહ કરતા જોઈને મનોરમામાસી વચ્ચે પડતાં બોલ્યા, 'ચુનીભાઈ, બાબા કોઈને ત્યાં જમતા નથી. તમે જિદ્દ ન કરો અને એમને જવા દો.'
ચુનીલાલે કંઈ જવાબ ન આપ્યો અને સુલતાનબાબા ચાલ્યા ગયા.
સુલતાનબાબા ગયા એટલે મનોરમામાસી અને રંજનાબહેન રસોડામાં કામકાજમાં વળગી ગયાં. રીમા એમના કામમાં મદદ કરવા લાગી. હંસા પણ હેમંતને લઈને એનાં મેલાં થઈ ગયેલાં કપડાં કાઢીને એને તૈયાર કરવામાં પરોવાઈ....
જમી પરવારીને બધાંએ થોડીકવાર આરામ કર્યો ત્યાં તો સાંજ પડી ગઈ. એ દિવસે અમર રીમાને મળવા આવ્યો. પણ બારણું અંદરથી બંધ હતું એટલું બારણું ખખડાવવાનું એને ઠીક ન લાગ્યું. અને એ બહારથી જ ચાલ્યો ગયો હતો.
સાંજે સૂરજ આથમી ગયા પછી સુલતાનબાબા આવી પહોંચ્યા. આવતાં જ એમણે રીમાના કમરામાં જઈને સફેદ કપડું બિછાવ્યું. અને પછી નમાઝ પઢી. નમાઝ પઢીને તેઓ ત્યાં જ બેસી ગયા.
એ વખતે ઘરનાં બધાં સુલતાનબાબા પાસે હાજર થઈ ગયાં. સુલતાનબાબાએ રીમાને પોતાની પાસે બોલાવતાં કહ્યું, 'બેટી, તું અહીં મારી સામે બેસ...'
રીમાને એમણે પોતાનાથી ચારેક ફૂટ દૂર બેસાડી અને પછી હંસાની તરફ જોતાં કહ્યું, 'બેટી, તું એક ચોખ્ખી તાસક અને બે-ત્રણ લોટા પાણી લઈ આવ.'
હંસા તરત જ દોડી જઈને એક ચોખ્ખી તાસક અને એક વાસણમાં ત્રણ-ચાર લોટા જેટલું પાણી લઈ આવી.
સુલતાનબાબાએ પલાંઠી મારીને બેસતાં, તાસકને પોતાની સામે ગોઠવી. એમાં બે-ત્રણ લોટા પાણી નાખીને, લગભગ પોણી તાસક ભરી દીધી. અને પછી એમણે પઢવું શરૂ કર્યું. ધીમે-ધીમે હોઠ ફફડાવતાં જ એમણે પોતાની ઝોળીમાંથી એક ડાબલી કાઢી. એ ડાબલી ખોલીને પોતાની પાસે મૂકી. એમાંથી મરી જેવા કાળા દાણાઓ પોતાના હાથમાં લઈને ત્રણ વાર કંઈક પઢીને ત્રણ ફૂંકો મારી અને પછી એ દાણાઓ તાસકમાં નાખતાં જ એમાં જોરદાર ભડકો થયો અને એની સાથે જ આખાય કમરામાં સિકંદરનો ખડખડાટ હસવાનો અવાજ ગુંજી ઊઠયો. ઘરના બધાની છાતી જોશથી ધડકવા લાગી.
સુલતાનબાબાએ પોતાના ગળામાંથી પેલી લાલ માળા કાઢતા જોશથી ત્રાડ નાખી, 'બોલ....આ છોકરીને શું કામ ત્રાસ આપે છે...?'
જવાબમાં સિકંદરે ફરી અટ્ટહાસ્ય કર્યું. સુલતાનબાબાએ ગુસ્સાથી ધ્રૂજતા અવાજે પૂછયું, 'તું એની ભાભીને કેમ પરેશાન કરે છે ?'
'એ તો આવા જ લાગની છે, સ્સાલી...!' કહેતાં એ એક જોરદાર ગાળ બોલવા જતો હતો. પણ એ ગાળ બોલે એ પહેલાં તો અધવચ્ચે જ સુલતાનબાબાએ પોતાના હાથમાંની માળા જોશથી ભડકા ઉપર વીંઝી. ચાબુકનો ફટકો પેલા સિકંદરની પીઠ ઉપર પડયો હોય એમ એ ગાળને અધવચ્ચે જ છોડી દઈને બરાડયો, 'મરી ગયો...મરી ગયો...ઓહ મારા ગુરુ...!'
સુલતાનબાબાએ ફરીવાર પોતાના હાથની માળા જોશથી તાસકમાં ફટકારી, 'બોલ તું એને કેમ પરેશાન કરે છે ?'
'ઓહ, મરી ગયો...મરી...ગયો...!' પેલાથી ફરીવાર ચીસ પડાઈ ગઈ, થોડીવારની સન્નાટાભરી ખામોશી પછી સુલતાનબાએ એને ફરીથી પૂછયું, 'બોલ...તું આ છોકરીની ભાભીને કેમ પરેશાન કરે છે ?'
'એ મારા રસ્તામાં આડી આવે છે એટલે...શરૂઆતથી એ મારા પાછળ પડી છે, હું એની ઉપર પણ વેર લઈશ, મારી તાકાતથી એને પરેશાન કરીશ.'
'પરેશાન કરીશ...?' એમ પૂછતાં સુલતાનબાબાએ ફરી જોરદાર રીતે તાસકમાં માળા પછાડી, 'તું એને પરેશાન કરીશ....બોલ કરીશ...?' એમ કહેતાં પેલી તાસકમાં જોશજોશથી માળા વીંઝવા માંડી. પેલાની પીઠ ઉપર હંટરના ચાબખા વીંઝાતા હોય એમ પેલો કણસવા લાગ્યો. અને એની સાથોસાથ રીમા જમીન ઉપર આળોટીને પછડાવા લાગી. સુલતાનબાબાની માળા વધુ ને વધુ જોશથી પછડાઈ રહી. એક...બે... ત્રણ...ચાર....પાંચ...છ....સાત અને પછી એકાએક એ માળા પકડાઈ ગઈ. તાસકના પાણીમાં જ કોઈએ એ માળા પકડી લીધી હોય એમ એ ખેંચાવા લાગી...
સુલતાનબાબા બેય પગે બેઠા થઈ ગયા અને પછી જોશથી માળાને પાછી ખેંચવા લાગ્યા. એમના ચહેરા ઉપરનો ગભરાટ અને આંખો મીંચીને પૂરી તાકાતથી એ માળાને ખેંચતા જોઈને ખ્યાલ આવી જતો હતો કે, સામે પણ બહુ જ તાકાતથી માળા ખેંચાઈ રહી છે.
માળા ખેંચતાં-ખેંચતાં ઘડીકવારમાં સુલતાનબાબાના ચહેરા ઉપરથી પરસેવાના રેલા ઊતરવા લાગ્યા. એમણે પહેરેલો ઝભ્ભો પણ પીઠ અને પડખેથી પરસેવાને કારણે ચોંટી ગયો.
અચાનક સુલતાનબાબા પેંતરો બદલતા હોય એમ આંખો ખોલીને તાસકમાં એકીટસે તાકી રહ્યા. જોશજોશથી પઢવાનું શરૂ કર્યું અને પછી એમણે તાસકમાં એક જોરદાર ફૂંક મારી...
એ ફૂંક મારતાં જ તાસકમાં બહુ મોટો ભડકો થયો. જો સુલતાનબાબાએ સમયસર ચેતીને પોતાનું મોઢું ખસેડી લીધું ન હોત તો એમનો આખોય ચહેરો બળીને ભડથું થઈ ગયું હોત.
મોટા ભડકા સાથે જ માળા બહાર ખેંચાઈ આવી અને સાથે સાથે સિકંદરની પણ એક કારમી ચીસ સંભળાઈ. અને રીમા પણ પેટમાં જોરદાર લાત વાગી હોય એમ પેટ પકડીને બેવડ વળી ગઈ.
પછી..? પછી શું થયું..? રીમાનું શું થયું....? હંસાનું શું થયું...? રીમાનો ઈલાજ કરવા આવેેલા સુલતાનબાબાએ શું કર્યું...? શું એમણે સિકંદરને ખતમ કર્યો ? અમરનું શુું થયું...? એ બધું જાણવા માટે 'જંતર મંતર'નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.
(ક્રમશઃ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૨૩)
રીમાની વાત સાંભળીને હંસા ચમકી ગઈ. એને સુલતાનબાબા યાદ આવી ગયા. એ મનોમન વિચારવા લાગી કે હવે સુલતાનબાબા વહેલાસર સિકંદરનો ફેંસલો કરી દે તો સારું, નહિતર આ સિકંદર રીમાને શાંતિથી જીવવા નહિ દે.' મનમાં આવેલા વિચારોને ખંખેરતાં હંસાએ રીમાને પકડીને પાછી બેસાડી દીધી અને પછી પલંગ ઉપર સુવડાવી દેતાં કહ્યું, 'રીમા, તારી તબિયત વધારે ઠીક નથી. તું સૂઈ જા..!' રીમા ચૂપચાપ પલંગમાં લેટી ગઈ.
રીમાને પલંગમાં પાછી લેટાવીને હંસાની નજર સામેની દીવાલ ઉપર લટકતાં કેલેન્ડર ઉપર ગઈ. તેર તારીખ અને બુધવારનો દિવસ. હંસાના મનમાં ચમકારો થયો-આજે બુધવાર છે. સુલતાનબાબા આજે નહીં આવે. કાલે ગુરુવાર છે અને કાલથી સળંગ તેર ગુરુવાર સુધી સુલતાનબાબા સિકંદરને ખતમ કરવાની વિધિમાં લાગી જવાના છે...અને એનો મતલબ કે, આજની આખી રાત અને કાલનો દિવસ રીમાને બરાબર સાચવવી પડશે.
એ ઝડપથી બહાર નીકળી. બહાર સોફા ઉપર એની સાસુ રંજનાબહેન અને એના સસરા ચુનીલાલ ચિંતાભર્યા, ઉદાસ ચહેરે બેઠાં હતાં. હંસાએ એમની નજીક જતાં કહ્યું, 'રીમાબહેનની તબિયત પાછી બગડી હોય એમ લાગે છે અને સુલતાનબાબા તો હવે કાલે ગુરુવારે જ આવશે.'
'આપણે રીમાને આજની રાત સાચવવી પડશે.' હંસાની વાતને ટેકો આપતાં રંજનાબહેને કહ્યું.
હજુ આ વાતો ચાલતી હતી ત્યાં મનોજ આવી પહોંચ્યો. મનોજે બધી વિગત જાણ્યા પછી માથું ખંજવાળતાં કહ્યું, 'સ્સાલું, આમાં શું કરવું એ જ કંઈ સમજ પડતી નથી.' અને પછી એ સીધો હાથ-મોઢું ધોવા બાથરૂમમાં ચાલ્યો ગયો.
બાથરૂમમાંથી બહાર નીકળીને હાથ લૂંછતા મનોજે હંસાની નજીક જતાં કહ્યું, 'હંસા, તું રીમાના કમરામાં જ આજની રાત સૂઈ જા....'
મનોજની વાત સાંભળીને હંસાએ મોઢું બગાડીને, ભવાં ચડાવતાં કહ્યું, 'તમેય કેવી વાત કરો છો...હું હેમંતને લઈને ત્યાં કેવી રીતે સૂઈ શકું ? મને તો એની પાસે સૂતા બીક લાગે છે, રાતે જો હું સૂતી હોઉં અને કયાંક એ કદાચ...!' કહેતાં કહેતાં હંસા બાકીના શબ્દો ગળી ગઈ. ભયથી એના ચહેરા ઉપર પરસેવો દોડી આવ્યો.
છેવટે બન્ને જણાંએ મળીને નક્કી કર્યું કે રાતના રીમાના કમરાની બારીઓ બંધ કરી દેવી અને કમરાના દરવાજાને બહારથી તાળું મારી દેવું.
રાતે લગભગ અગિયાર વાગ્યા પછી રીમા ઊંઘી ગઈ, એટલે મનોજ અને હંસાએ અગાઉથી નક્કી કર્યા પ્રમાણે બારી-બારણાં બરાબર મજબૂતાઈથી બંધ કરીને અંદરથી સ્ટોપર ચઢાવી દીધી. ત્યારપછી એમણે ટયુબલાઈટ બંધ કરી, ડીમલાઈટ સળગાવી અને પછી હળવેકથી, ખૂબ સંભાળીને અવાજ ન થાય એ રીતે બારણું બંધ કરી દીધું. બારણાની બહારથી સાંકળ બંધ કરીને, તાળું લગાવી દીધું અને ત્યારબાદ બન્ને પતિ-પત્ની નિરાંતે જઈને પોતાના કમરામાં સૂઈ ગયાં.
વહેલી સવારે હંસાની આંખ ખૂલી ત્યારે દૂધવાળો બહાર બૂમો મારી રહ્યો હતો. આમ તો દરરોજ એની સાસુ દૂધ લેવા જાગતાં હતાં. પણ આજે એ દૂધવાળાની ઉપરાઉપરી બે-ત્રણ બૂમો સાંભળીને એ ઊભી થઈને પોતાના કમરાની બહાર નીકળી.
પણ બહાર નીકળતાં જ એની આંખો અચરજથી ફાટી ગઈ. રીમા બહારથી આવીને, પોતાના કમરા તરફ આગળ વધી રહી હતી.
રીમાને જોતાં જ હંસાનું કાળજું જોશથી ધડકીને રહી ગયું. રીમાને રાતે એના કમરામાં બંધ કરીને બહારથી તાળું માર્યું હતું, છતાં રીમા બહાર કઈ રીતે આવી...? એણે રીમાને બૂમ પાડીને રોકવાનો વિચાર કર્યો. પણ એ વખતે એનું કાળજું એટલા જોરથી ધબકારા મારતું હતું કે એ રીમાને બોલાવવાનું સાહસ કરી શકી નહીં.
બહારથી ફરી એકવાર દૂધવાળાની બૂમ સંભળાઈ અને એ રસોડામાંથી વાસણ લઈને દૂધ લેવા માટે ઉતાવળે પગલે દોડી ગઈ. એનું શરીર એ વખતે પરસેવે રેબઝેબ થઈ ગયું હતું.
હંસા દૂધ લઈને પાછી ફરી, ઝડપથી રસોડામાં એણે દૂધનું વાસણ મૂકયું અને પછી એ રીમાના કમરા તરફ દોડી ગઈ. રીમાના કમરાનાં બારણાં બંધ હતાં અને બહાર તાળું મારેલું હતું.
ફરી એકવાર હંસાનું કાળજું જોશથી ધડકી ઊઠયું. એના માથામાં જબ્બર ઝણઝણાટી થઈ આવી. હમણાં જાણે એ ગડથોલું ખાઈને જમીન ઉપર પડી જશે એમ એને લાગ્યું. પણ એ હિંમત કરીને બેય હાથે પોતાનું માથું પકડીને પોતાના કમરામાં દોડી ગઈ.
ત્યારપછી મોડેથી મનોજ જાગ્યો ત્યાં સુધીમાં એણે ઘરમાં એ અંગે કોઈને કશી વાત કરી નહીં. મનોજને પણ એણે કંઈ કહ્યું નહીં. મનોજ જાગ્યો ત્યારે હંસાએ એને રીમાના કમરાનું તાળું ઉઘાડવાની યાદ આપી.
મનોજ તરત જ ચાવી લઈને રીમાના કમરાનું તાળું ખોલવા ગયો. હંસા રસોડાના બારણાં ઉપર ઊભી-ઊભી મનોજને જોઈ રહી.
મનોજે હળવેકથી તાળું ઉઘાડીને, સાંકળ ખોલી અને પછી બારણું ખોલી નાખ્યું. પણ બારણું ઉઘાડતાં જ મનોજે એક જબરી ચીસ નાખી અને એ ચીસની સાથે જ એક મોટો, કાળો અને વિકરાળ બિલાડો મનોજ ઉપર કૂદી પડયો.
ચારે તરફથી બિલકુલ બંધ કમરામાં એક મોટા બિલાડાને આ રીતે ત્રાટકેલો જોઈને મનોજ ડરીને ચીસ પાડી બેઠો થઈ હતો. ગભરાટને કારણે પળવારમાં તો એના હાથે-પગે પરસેવો વળી ગયો હતો. એની ચીસ સાંભળતાં જ હંસા એની પાટ્ઠસે દોડી ગઈ.
મનોજ જોશથી પાછળ ધસી જઈને પાછળની દીવાલ સાથે જકડાઈ ગયો અને રસ્તો મળતાં પેલો બિલાડો બહાર નીકળી ગયો. બહાર નીકળીને એ બિલાડો અચાનક રસ્તામાં જ અટકી ગયો. હવે એનું ધ્યાન સામેથી આવી રહેલી હંસા ઉપર મંડાયું હતું.
હંસા તો એ બિલાડાની ગોળ, ચમકતી, મોટી અને અંગારા ઓકતી આંખો જોઈને ખૂબ ગભરાઈ ગઈ હતી.
એકાદ પળ સુધી એ બિલાડો એને એકીટસે તાકી રહ્યો અને પછી એ લાંબું બગાસું ખાતો ત્યાંથી આગળ વધી ગયો.
હંસાએ મનોજની છાતીમાં મોઢું છુપાવી દીધું. એ રડવા જેવી થઈ ગઈ. એની આંખોમાં ઝળહળિયાં આવી ગયાં.
અત્યાર સુધી એક માત્ર હંસાએ જ હિંમત રાખીને, રીમાની બરાબર સારવાર કરી હતી અને દરેક કામમાં એ આગળ પડતો ભાગ લેતી હતી. રીમા જલદી સાજી થાય એ માટે એ પૂરેપૂરા પ્રયત્નો કરતી હતી.
પણ હવે એ જ હંસા જાણે ભાંગી પડી હતી. તેર ગુરુવાર સુધી તો કોણ જાણે કેવું કેવું વિતશે એની એને બીક લાગતી હતી. અત્યાર સુધીમાં હંસા કદી ડરતી નહોતી, પણ હવે એનેય બીક લાગવા માંડી હતી. જોકે, હજુય એને પેલા શયતાન સિકંદરની બીક લાગતી નહોતી, પણ એને આ બિલાડાની બહુ બીક લાગવા માંડી હતી. કોણ જાણે એ મૂવો પાડા જેવો બિલાડો અચાનક કયાંથી ટપકી પડે છે...?
હંસા પછી રસોડા તરફ આગળ વધી.
પણ હંસા હજુ રસોડા તરફ આગળ વધે એ પહેલાં જ રસોડામાંથી વાસણો પડવાનો અવાજ સંભળાયો. એ ઝડપથી રસોડા તરફ દોડી ગઈ.
રસોડામાં પેલો મોટો, કાળો, ચમકતી આંખોવાળો બિલાડો હંસાને જોતાં જ છલાંગ મારીને બારી ઉપર ચઢી ગયો અને પેલું સોયવાળું લીંબુ ગોખલામાંથી નીચે જમીન ઉપર આવીને પડયું હતું.
હંસાએ મનમાં ખિજવાઈને એ બિલાડા તરફ નજર કરી પણ એ વખતે એ બિલાડો કૂદીને બહાર ચાલ્યો ગયો હતો.
હંસા લીંબુને ઠેકાણે મૂકવા માટે એને ઉપાડવા નીચેની તરફ ઝૂકી. પણ એ લીંબુને નીચેથી ઉઠાવે એ પહેલાં જ એનું ધ્યાન લીંબુમાંથી નીકળી ગયેલી સોય તરફ ગયું.
એણે ઝડપથી એ લીંબુ ઉઠાવી લીધું અને બહાર નીકળી આવેલી સોય બીજા હાથે ઉઠાવીને એણે લીંબુમાં પાછી ઘોંચી. પણ લીંબુમાં સોય ઘોંચાતાં જ જાણે વીજળીનો કરંટ લાગ્યો હોય એમ માથાના વાળથી માંડીને પગના અંગૂઠા સુધી એનું શરીર ઝણઝણી ઊઠયું. અને એક ગોળ ચકરી ખાઈને તીણી ચીસ સાથે હંસા જમીન ઉપર ઢળી પડી.
હંસાની ચીસ સાંભળીને ઘરનાં બધાં જ ગભરાઈને દોડી આવ્યાં. હંસાની પાસે જમીન ઉપર લીંબુ અને સોય પડેલાં જોઈને બધાંને મનમાં વહેમ પડયો કે જરૂર આ લીંબુને કારણે જ કંઈ થયું હશે.
સવારે મનોજ જાગ્યો ત્યારપછી રીમાના કમરામાંથી ઉછળીને એની ઉપર બિલાડો ધસી પડયો તે વખતથી જ મનોજ મનમાં ખિજવાયેલો હતો. આજે એની સવાર બરાબરની બગડી હતી. એ મનમાં ગુસ્સે થતો દાંત પીસીને બોલ્યો, 'હવે તો હું બરાબર કંટાળી ગયો છું. તોબા આ શેતાનથી.' એમ બબડીને ચૂપ થઈ ગયો.
થોડીકવાર સુધી તો ઘરના કોઈને શું કરશું એ સમજ પડી નહીં પણ પછી મનોજ પેલું લીંબુ ઉઠાવી લેવા માટે નીચે નમ્યો.
'હું....હું....મનોજભાઈ, લીંબુને અડકશો નહીં, લીંબુને એમ જ રહેવા દો.' રીમા એમ કહીને મનોજને ચેતવવા માંગતી હતી. પરંતુ કોણ જાણે કેમ પણ એ પોતાના મોઢેથી એક શબ્દ પણ બોલી શકી નહીં. શબ્દો એના ગળામાં જ ઠુંગરાઈ ગયા. જીભ જાણે તાળવા સાથે ચોંટી ગઈ હતી. પણ મનોજનો હાથ લીંબુને અડે એ પહેલાં જ મનોજની મા રંજનાબહેને ચિલ્લાઈને કહ્યું, 'મનોજ રહેવા દે...લીંબુને અડીશ નહીં....'
એકાએક આંચકો લાગ્યો હોય એમ મનોજે હાથ પાછો ખેંચી લીધો. એણે રંજનાબહેન સામે જોયું. રંજનાબહેનનો ચહેરો રડવા જેવો થઈ ગયો હતો. એણે પોતાની નજર હઠાવીને રીમાના ચહેરા તરફ જોયું. રીમાના ચહેરા ઉપર ભય પથરાયેલો હતો. જાણે કોઈ બિહામણી ઘટના જોઈ રહી હોય એમ એની આંખો પહોળી થઈ ગઈ હતી. મોઢું પણ ઉઘાડું જ રહી ગયું હતું.
મનોજનું મન પણ ભરાઈ આવ્યું. ઘરના બધા પરેશાન છે અને પોતે જુવાનજોધ છે. છતાં ઘરનાઓને આ આફતમાંથી પરેશાન થતાં બચાવી શકતો નથી. એ બદલ પણ એને દુઃખ થયું.
પણ પછી મનોજે તરત જ સ્વસ્થતા જાળવી લીધી. ગુસ્સે થવાને કે ભાંગી પડવાને બદલે એણે હિંમત ભેગી કરી અને પછી એ હંસાને બેય હાથે ઊંચકીને પોતાના કમરામાં લઈ ગયો. રીમા અને રંજનાબહેન બેય એની પાછળ-પાછળ આવ્યાં.
હંસાને પથારીમાં લેટાવી દીધા પછી મનોજે પોતાની મા તરફ જોયું. એ વખતે રંજનાબહેનની આંખોમાં આંસુઓ ધસી આવ્યાં હતાં. આ દુઃખ જાણે તેમનાથી સહેવાતું ન હોય તેમ તેઓ ભાંગી પડયાં હતાં.
હંસાની આવી હાલત જોયા પછી રંજનાબહેનને મનમાં ફફડાટ પેસી ગયો હતો. એક તો રીમાની હાલત સારી નહોતી. રીમાના વળગાડથી ઘરનાં બધાં જ પરેશાન હતાં ત્યાં હંસાની હાલત બગડી. એમને સહુથી મોટો ભય એ હતો કે હવે આ શયતાન એક એક કરીને ઘરનાં બધાંને આ રીતે પરેશાન તો કરી નાખશે...કદાચ એ શયતાન બધાંને ખતમ પણ કરી નાખે.
મનોજથી પોતાની માનું આવું દુઃખ ન જોવાતું હોય એમ એ બોલ્યો, 'મા, તું ચિંતા ન કર, હું હમણાં જ જઈને ડૉકટરને બોલાવી લાવું છું. હંસા તરત જ સાજી થઈ જશે.' કહેતાં કહેતાં જ મનોજે બહાર નીકળવા માટે દોટ મૂકી, પણ એ દરવાજાની બહાર નીકળે એ પહેલાં જ રંજનાબહેનનો અવાજ એની પીઠ ઉપર અથડાયો, 'ભાઈ, આમાં ડૉકટરનું કંઈ કામ નથી. તું જઈને બાબાને બોલાવી લાવ.'
મનોજ દરવાજામાં જ ઊભો રહી ગયો. એના કાળજામાં જાણે શેરડો પડયો, 'તો શું હંસાને પણ રીમા જેવું જ હશે...? શું એ શયતાન સિકંદરે જ એને કંઈક કર્યું હશે ?' એણે પાછળ ફરીને જોયા વિના જ એની માને જવાબ આપ્યો, 'સારું મા, હું સુલતાનબાબાને હમણાં જ બોલાવીને પાછો આવું છું. તમે હંસાનું ધ્યાન રાખજો.'
પોતાના કમરામાંથી બહાર નીકળીને મનોજ આગળ વધી ગયો. બહારના બારણાં પાસે હાથમાં છાપું પકડીને બેઠેલા એના બાપા ચુનીલાલે પૂછયું, 'કેમ છે હવે વહુને...?'
'હજુ એ બેભાન છે, હું સુલતાનબાબાને બોલાવવા જાઉં છું.' કહેતાં કહેતાં જ એ ઉંબરો ઓળંગીને બહાર નીકળી ગયો. હજી ફાટકની બહાર નીકળે એ પહેલાં એની આગળથી એક લાંબો વિકરાળ અને કાળો બિલાડો પસાર થઈ ગયો. મનોજનું ધ્યાન એ તરફ હતું નહીં પણ ઘરમાંથી ચુનીલાલ ઉચાટ મને, રઘવાયા બનીને દોડતા મનોજને જોઈ રહ્યા હતા. જેવો બિલાડો મનોજની આગળથી પસાર થયો કે તરત જ એમનાથી રાડ પડાઈ ગઈ, 'બેટા, મનોજ....ઊભો રહે, થોડીકવાર રોકાઈ જા, અપશુકન થયા છે...!' પણ મનોજે એમની રાડ સાંભળી હોવા છતાં એના શબ્દો એ બરાબર સાંભળી શકયો નહીં, એટલે એ દોડીને બહારની તરફ આવ્યો.
રસ્તા તરફ આગળ વધી ગયો. જ્યારે ખુરશીમાંથી ઊભા થઈ ગયેલા ચુનીલાલ ઉચાટ જીવે રસ્તા તરફ તાકી રહ્યા. મનોજ એમને દેખાતો બંધ થયો ત્યારે તેઓ નિરાશાભર્યા અવાજે મનોમન બબડી પડયા, 'હે ભગવાન, આ શું થવા બેઠું છે ?' એમણે હળવેકથી પાછા ખુરશીમાં બેસીને, છાપાથી ચહેરા ઉપર હવા નાખીને, ચહેરા ઉપરનો પરસેવો સૂકવવા માંડયો.
મનોજ લગભગ ત્રણેક કલાકે સુલતાનબાબા અને મનોરમામાસીને લઈને પાછો ફર્યો. ત્યાં સુધી ઘરનાં બધાં જ એમ ને એમ ઊભાં હતાં. કોઈએ સવારની ચા પણ પીધી નહોતી અને કંઈ ખાધું પણ નહોતું.
મનોજ સુલતાનબાબાને લઈને પોતાના કમરામાં આવ્યો. પણ રસ્તામાં જ રસોડાના બારણા પાસે પડેલું પેલું લીંબુ અને એમાંથી નીકળી પડેલી સોય ઉપર નજર પડતાં જ સુલતાનબાબાના પગ આગળ વધતા અટકી ગયા. એમણે ગુસ્સાથી મનોજ સામે જોતાં પૂછયું, 'આ કોણે કર્યું છે ?'
મનોજ કંઈક જવાબ આપે એ પહેલાં રંજનાબહેન બોલી ઊઠયાં, 'બાબા, એમાં અમારો કંઈ વાંક નથી. વહુએ ચીસ પાડી અને અમે અહીં આવીને જોયું તો આ લીંબુ પડયું હતું. અમે ત્યારથી આ લીંબુને અહીં જ પડયું રહેવા દીધું છે. અમે એને બિલકુલ અડકયાં જ નથી.'
સુલતાનબાબાએ પોતાની નજર ખસેડીને રીમા તરફ જોયું. રીમાના હોઠ ધ્રૂજી રહ્યા હતા. સુલતાનબાબાએ કડક અવાજે રીમાને ધમકાવતાં કહ્યું, 'આ બધાં તારાં કારસ્તાન છે. હું હમણાં જ તારી ખબર લઉં છું.'
સુલતાનબાબાને રીમા ઉપર ગુસ્સે થયેલા જોઈને રંજનાબહેને રીમાનો બચાવ કરવા માંડયો, 'બાબા, એમાં એનો કંઈ વાંકો...'
'તમે ખામોશ રહો...મને બધી જ ખબર છે....' સુલતાનબાબાએ રંજનાબહેનની વાત અધવચ્ચેથી કાપી નાખી, પણ પછી તેઓ પોતાનો અવાજ ધીમો કરીને, નજર રીમાની આંખો ઉપર તાકી રાખતાં એમણે કહ્યું, 'હું બધું જ જાણું છું. તમે જે જોઈ શકતાં નથી, એ હું જોઈ શકું છું.'
પછી..? પછી શું થયું..? એવું તો શું હતું કે જે સુલતાનબાબા જોઈ શકતા પરંતુ રંજનાબહેન નહોતા જોઈ શકતા..? રીમાનું શું થયું...? હંસાનું શું થયું...? રીમાનો ઈલાજ કરવા આવેેલા સુલતાનબાબાએ શું કર્યું...? શું એમણે સિકંદરને ખતમ કર્યો ? અમરનું શુું થયું...? એ બધું જાણવા માટે 'જંતર મંતર'નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.
(ક્રમશઃ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૨૨)
અમર તરત જ રીમાનો હાથ પકડીને ઘરની બહાર નીકળ્યો. દરવાજા ઉપર તાળું મારીને, ચાવી પોતાના કોટના ખિસ્સામાં સેરવીને અમર રીમા સાથે રસ્તા ઉપર આવ્યો. હજુ બપોર થઈ નહોતી. રસ્તા ઉપર વાહનોની જબરી દોડાદોડ હતી. રસ્તાની એક તરફ અમર અને રીમા ચૂપચાપ ચાલી રહ્યાં હતાં. રીમા ચૂપચાપ ઉદાસ-ઉદાસ ચાલી રહી હતી.
અમર એની સાથે હસતો-બોલતો વાતો કરતો જતો હતો, પણ રીમા એની સાથે બિલકુલ વાત કરતી નહોતી. અમરની વાતનો જવાબ પણ 'હા-હું' કરીને જ આપતી હતી. જ્યારથી એણે પેલો કાળો મોટો વિકરાળ બિલાડો જોયો હતો ત્યારથી એનું મન બેચેન બની ગયું હતું.
હળવે હળવે ચાલતાં બન્નેએ રસ્તો પસાર કર્યો, રસ્તો પૂરો થઈ ગયો એટલે અમર પાછા વળવાનું વિચારતો હતો. એણે રીમાને હળવેકથી કહ્યું, 'ચાલો, હવે આપણે ઘર તરફ પાછા ફરી જઈએ.'
પણ રીમા જાણે અમર સાથે એના ઘરે પાછી ફરવા માંગતી ન હોય એમ એણે અમરની વાત સાંભળી નહીં. એ ચૂપચાપ આગળ વધતી ગઈ.
પાછા વળવા માટે ઊભા રહી ગયેલા અમરને રીમાના આવા વર્તનથી નવાઈ લાગી. મનમાં એને ગુસ્સો પણ આવ્યો. પણ અચાનક અમરને લાગ્યું કે રીમાની ચાલવાની ઝડપ એકાએક વધી ગઈ છે. રીમા ઝડપથી ચાલતી નથી, પણ રીમા ઝડપથી સરકી રહી છે.
'રીમા...! રીમા...!' ગભરાટભર્યા અવાજે બૂમો મારતો ચિલ્લાતો અમર રીમા પાછળ ભાગ્યો....
'હવે રીમાને પકડવી મુશ્કેલ છે.' એ વિચારે અમર મનોમન થરથરી ઊઠયો. રીમાને લઈને પોતે આ રીતે બહાર નીકળ્યો એ પોતાની ભૂલ બદલ પણ એને મનોમન પસ્તાવો થયો. પણ હવે પસ્તાવો કરે કંઈ વળવાનું નહોતું. ગમે તેમ કરીને રીમાને ફરીથી હાથ કરવાની હતી. એ ઝડપથી રીમાની પાછળ પાછળ દોડી રહ્યો હતો અને રીમા એની આગળ ને આગળ હવામાં સરકી રહી હતી.
લગભગ દસેક મિનિટ સુધી સરકતી રહીને રીમા એક ખંડેર પાસે આવી પહોંચી. ખંડેર પાસે એના પગ આપોઆપ અટકી ગયાં. હળવે-હળવે એ ચાવી દીધેલી ઢીંગલીની જેમ ખંડેરમાં ઘૂસી ગઈ.
ખંડેરના એક ખૂણામાં એ શયતાન સિકંદર લોખંડની મજબૂત સાંકળોથી બંધાઈને પડયો હતો. રીમાને જોતાં જ એણે જોશથી ત્રાડ નાખી, 'હરામજાદી, મેં તને મારો પ્યાર આપ્યો. મેં તને સુખ આપ્યું. અને તેં મારી આ દશા કરી...?'
રીમાએ કંઈ જવાબ ન આપ્યો એટલે ખીજવાયેલો સિકંદર વધુ ગુસ્સાથી અને વધુ જોશથી તાડુકયો, 'તારી એ નપાવટ ભાભીએ મારી બધી બાજી બગાડી નાખી છે. અને પેલો સુલતાન...!' કહેતાં એણે દાંત પીસતાં ઉમેર્યું, '....એ ભિખારીને તો હું જોઈ લઈશ... પણ હવે પહેલાં મારે છૂટા થવું પડશે.... પણ મને છૂટો કરવા માટે તારે ખતમ થવું પડશે...!'
રીમા એકીટસે ચિલ્લાતા-બરાડતા સિકંદરને જોઈ રહી. સિકંદરનો ચહેરો બિલકુલ પીળો પડી ગયો હતો. એનો અવાજ ધ્રૂજતો હતો. એનું શરીર બિલકુલ નંખાઈ ગયું હતું. એની આંખો બુઝાવાની અણીએ પહોંચેલા દીવા જેવી નિસ્તેજ થઈ ગઈ હતી. આટલું બોલતાં-બોલતાં તો એ થાકી ગયો. હાંફી ગયો હતો...
એ થોડીકવાર સુધી રીમાને તાકી રહ્યો. રીમાને જાણે એ છેલ્લીવાર જોતો હોય એમ પગથી માથા સુધી રીમાના ગોરા ગુલાબી અને ભર્યાભર્યા બદનને એ મન ભરીને એકીટસે નિરખી રહ્યો. પછી કઠણ કાળજું કરીને બોલતો હોય એમ ધીમા અને કંપતા અવાજે બોલ્યો, 'જા, અહીંથી ચાલી જા...ચાલી જા....આગળ પહાડ છે. એ પહાડ ઉપર ચઢીને કૂદી પડ....તું પણ છૂટી જઈશ અને હું પણ છૂટી જઈશ....!'
રીમા તો જાણે એના જ હુકમની વાટ જોતી હોય એમ તરત જ પાછી વળીને ચૂપચાપ એ પહાડની ટોચ તરફ આગળ વધવા લાગી.
શયતાન સિકંદરનો હુકમ થતાં જ રીમા ધીમે-ધીમે પહાડ તરફ આગળ વધવા લાગી. પહાડ બહુ ઊંચો નહોતો. એક સાધારણ ટેકરી જેવો એ પહાડ હતો. છતાંય એ ટેકરીની ટોચ ઉપરથી બીજી તરફ કૂદી પડવામાં બહુ જ મોટું જોખમ હતું. એની બીજી તરફ મોટા અને ધારદાર પથ્થરો હતા. પડનાર કોઈ પણ હાલતમાં બચી શકે જ નહિ એવી હાલત હતી. રીમા ધીમે-ધીમે એ તરફ સરકી રહી હતી. જાણે મોત તરફ સરકતી હતી.
રીમાની પાછળ-પાછળ અમર પણ આવી ગયો હતો. રીમા સિકંદરની પાસે ઊભી હતી. સિકંદર રીમાને ઠપકો આપી રહ્યો હતો. એની સામે ત્રાડો નાખતો હતો. બરાબર એ જ સમયે દોડતો-હાંફતો અમર રીમાની નજીક પહોંચી ગયો હતો.
પણ અમર રીમા પાસે પહોંચે, રીમાને પકડે એ પહેલાં તો રીમા પહાડની ટોચ તરફ આગળ વધવા લાગી હતી. અમર ઠોકરો ખાતો, પડતો-અથડાતો સતત એની પાછળ દોડી રહ્યો હતો. દોડી દોડીને અમરનો શ્વાસ ફૂલી ગયો હતો. એનામાં હવે વધારે દોડવાની શક્તિ નહોતી, પણ દોડયા વિના છૂટકો નહોતો. એ જાણતો હતો કે, જો રીમાને એ સમયસર નહીં પકડી પાડે, તો જરૂર કંઈક અજુગતું બની જશે. એ રીમાને પકડી પાડવા માટે ખૂબ જોશથી સતત દોડી રહ્યો હતો. જોકે, રીમા એના કરતાંય વધુ ઝડપથી સરકી રહી હતી. રીમાને પકડી પાડવી એ અશકય હતું. છતાંય અમરને મનમાં શ્રદ્ધા હતી કે જરૂર રીમાને પકડી પાડશે. જો રીમાને કંઈક થઈ જશે તો એના નામને બટ્ટો લાગી જશે. એ વારેઘડીએ રીમાને આગળ વધતી રોકવા માટે એના નામની બૂમો મારતો હતો. પણ રીમા જાણે કંઈ જ સાંભળતી ન હોય એમ ચૂપચાપ આગળ વધતી જતી હતી.
અચાનક અમરના મનમાં ઝબકારો થયો. રીમાને રોકવા માટે એના મગજમાં એક તુક્કો સૂઝયો. એણે દોડતાં-દોડતાં જ એક ઠીક-ઠીક એવો મોટો પથરો ઉઠાવી લીધો અને પછી એકાદ પળ માટે અટકીને એણે હાંફતાં-હાફતાં જ એ પથરો રીમાના પગ તરફ ફેંકયો. પણ અમર ઘા ચૂકી ગયો. પથ્થર રીમાના પગ સાથે અથડાવવાને બદલે બીજા એક મોટા પથરા સાથે અથડાઈને પાછો પડયો. પણ અમરે હિંમત જાળવી રાખી. એણે બીજો એક પથરો ઉઠાવી લીધો અને દોડતી-ભાગતી રીમાના પગ તરફ જોશથી ઘા કર્યો. પથરો રીમાના પગ ઉપર પડયો, પણ ખાસ વાગ્યું ન હોય એ રીતે રીમા દોડતી જ રહી.
પણ અમર એને આ રીતે અધવચ્ચેથી છોડીને ચાલ્યો જાય એવો કાયર નહોતો. એણે ઉપરા-ઉપરી ચાર-પાંચ પથરા રીમાના પગ તરફ ફેંકયા. અને એમાંનો એક પથ્થર આબાદ કામ કરી ગયો. રીમા ગડથોલું ખાઈને એક પથ્થર ઉપર ઢળી પડી. પણ પડયા પછી તરત જ તે ઊભી થઈ. એણે પાછળ ફરીને પથ્થર ફેંકનાર તરફ જોવાની દરકાર પણ કરી નહીં. એ પાછી પહાડની ટોચ તરફ આગળ વધવા લાગી. પણ હવે એના પગમાં પહેલાં જેવી ઝડપ નહોતી. કદાચ એના પગમાંથી લોહી નીકળ્યું હતું. પથ્થર ધાર્યા કરતાં વધારે વાગ્યો હતો.
રીમાની ઝડપ ઓછી થયેલી જોઈને, અમરને મનમાં કંઈક રાહત થઈ. એને આશા બંધાઈ કે હવે જરૂર એ રીમાને પકડી પાડશે. અમર એકી શ્વાસે સતત રસ્તામાં દોડતો રહ્યો. એકાદ બે વાર ગડથોલું ખાઈને એ રસ્તામાં પડી ગયો હતો. એના ઢીંચણ અને પગ છોલાઈ ગયા હતા. હાથ અને કોણીમાં પણ માર વાગ્યો હતો, છતાં એ શ્વાસ ઘૂંટતો દોડી રહ્યો હતો.
રીમા હવે એનાથી બે-ત્રણ ફૂટ જેટલી જ દૂર હતી. અમર હવે સતત 'રીમા-રીમા' પોકારી રહ્યો હતો. એનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું. હવે બન્ને જણાં પહાડની ટોચ ઉપર પહોંચી ગયાં હતાં. રીમાને જો સમયસર નહીં પકડે પાડે તો રીમા જરૂર બીજી તરફ છલાંગ લગાવી દેશે, એવી બીકે રીમાને પકડી પાડવા માટે અમરે રીમા ઉપર જોરથી છલાંગ લગાવી. રીમાના માથા ઉપર એનો હાથ પડયો અને માથા, ખભા અને કમર સુધી એ હાથ સરકી ગયો. રીમા આગળ જાય એ પહેલાં જ એની આંગળીઓએ રીમાના હાથની આંગળીઓ પકડી લીધી.
એકાએક પાછળથી હાથ ખેંચાતા રીમા એક આંચકા સાથે ઢળી પડી. ઘાટઘુટ વગરના પથ્થર ઉપરથી એનો પગ લથડી ગયો અને એ સીધી અમરની છાતી ઉપર ધસી પડી. એકાએક રીમા ધસી પડી એટલે અમર પણ લથડી ગયો અને બન્ને જણાં એક મોટી શીલા ઉપર પડયાં અને એ સપાટ ત્રાંસી શીલા ઉપર સરકીને નીચે પથ્થર ઉપર પડયાં. અમર નીચે પડયો અને એની ઉપર રીમા પણ ગબડી પડી.
પડયા પછી રીમા ફરી ઊભી થઈ ગઈ. પણ અમર જલદી ઊભો થઈ શકયો નહીં. એના હાથ-પગ અને વાંસામાં સારો એવો માર લાગ્યો હતો. જોકે, અમરે લથડિયાં ખાધાં પછી અને પડયા પછી પણ રીમાનો હાથ છોડયો નહોતો એટલું સારું હતું.
એ મારની પીડા અનુભવતો ઊભો થયો. એટલે રીમાએ આગળ વધવા માંડયું. પણ રીમાને અમર હવે આગળ વધવા દે તેવો નહોતો. એણે રીમાના હાથની પકકડ વધારી દીધી. અને બીજા હાથે રીમાનો ખભો પકડીને એને ઝણઝણાવી નાખતાં એણે પૂછયું, 'રીમા...રીમા..કયાં જવું છે ? આ તું શું કરી રહી છે...?'
પણ રીમા તો જાણે કંઈ જ સાંભળી શકતી નહોતી. એ અમરને ઓળખતી ન હોય એમ એ ચૂપચાપ અમર સામે જોઈ રહી.
અમરને લાગ્યું કે, આ રીતે વધારે સમય પસાર થવા દેવામાં જોખમ છે. કંઈક અજુગતું બને એ પહેલાં એ નીચે નમ્યો અને રીમાને એણે પોતાના ખભા ઉપર ઊંચકી લીધી. પણ રીમાને ઊંચકીને એ હજુ સીધો થાય કે એકાદ ડગલું આગળ વધે એ પહેલાં એક કાળા વિકરાળ બિલાડાએ અમરના ચહેરા ઉપર છલાંગ મારી.
અચાનક અને એકાએક થયેલા આ ઓચિંતા હુમલાથી અમર મૂંઝાઈ ગયો. બિલાડાની છલાંગ સાથે એ ગભરાટથી એક લથડિયું ખાઈ ગયો. પણ પેલી ત્રાંસી શીલાનો છેડો એનો હાથમાં આવી ગયો અને એ પડતાં-પડતાં બચી ગયો. એને લાગ્યું કે જો આ વખતે એ પોતે પડી ગયો હોત તો જરૂર એ બન્નેમાંથી એકાદની ખોપરી પથ્થર સાથે ટકરાઈને તૂટી ગઈ હોત.
એણે ભાન ગુમાવ્યા વિના ઝડપથી અહીંથી નીકળી જવા માટે વિચાર્યું...પેલા બિલાડાને મારવા માટે એણે એક પથરો પોતાના હાથમાં લીધો અને એને શોધવા માટે એણે ચારે તરફ નજર કરી. પણ કયાંય એ બિલાડો દેખાયો નહિ. જે રીતે એકાએક અને અચાનક એ બિલાડો આવ્યો હતો એ જ રીતે કયાંય ગુમ થઈ ગયો હતો.
અમરે મન મક્કમ કરી, પોતાનામાં હતી એટલી બધી જ હિંમત ભેગી કરીને, ઝડપથી ચાલવાનું શરૂ કર્યું....
પરસેવે રેબઝેબ થયેલ અને ખૂબ જ થાકેલો અમર હજી પણ શ્વાસ ફૂલાવીને, હિંમત જાળવીને એકધારો દોડી રહ્યો હતો.
ખૂબ થાક અને ખૂબ મહેનત પછી એ માંડ-માંડ પેલા ખંડેર નજીક પહોંચ્યો. ખંડેર જોઈને અમરને એ ખંડેરમાં થોડીકવાર આરામ લેવાનો વિચાર આવ્યો. પણ બીજી જ પળે એને કોઈક અજાણ્યા ભયનો ખ્યાલ આવતાં ખંડેરમાં આરામ કરવાનો વિચાર મનમાંથી કાઢી નાખ્યો. જોકે, હવે આગળ વધવું મુશ્કેલ હતું. એના પગ વારેઘડીએ લથડી જતા હતા. એના એકેએક અંગમાં ભારે દુઃખાવો થતો હતો. પગ તો જાણે હમણાં ઢીંચણમાંથી તૂટી જશે એમ લાગતું હતું. પણ આ ઘડીએ-આ સંજોગોમાં અહીંથી ભાગી છૂટવું બહુ જરૂરી હતું. નછૂટકે હાંફતો-હાંફતો અમર આગળ વધી રહ્યો હતો.
લગભગ બે-અઢી કલાકે અમર રીમાને ઊંચકીને રસ્તા સુધી પહોંચ્યો. એ ખૂબ થાકી ગયો હતો. એને હવે સખત તરસ લાગી હતી. એના હોઠ તો કયારનાય સૂકાઈ ગયા હતા. વારેઘડીએ એની જીભ આપોઆપ એના હોઠ ઉપર ફરી જતી હતી. એ મહાપરાણે રીમાને છેક રસ્તા ઉપર ખેંચી લાવ્યો અને રસ્તા ઉપરથી પસાર થતી એક રિક્ષા અટકાવી એમાં રીમાને નાખી એ પોતે પણ રિક્ષામાં બેઠો ત્યારે જ એના જીવને કંઈક રાહત થઈ.
જોકે, રિક્ષામાં પણ રીમા તો બેભાન હોય એમ જ પડી હતી. અમરે એ વખતે પણ એનું બાવડું મજબૂતીથી પકડી રાખ્યું હતું.
રિક્ષા ઘર પાસે આવીને અટકી ત્યારે રીમાના ઘરનાં બધાં આવીને બહાર ઊભા હતા.
રિક્ષામાં રીમા અને અમરને આવેલાં જોતાં જ હંસા એ તરફ દોડી આવી. એ અમરને કંઈ પૂછે એ પહેલાં જ રીમાના ચોળાયેલા કપડાં, એની બેહોશ હાલત અને અમરનો ઊતરેલો ચહેરો જોઈને એ ચૂપ રહી. અમરે પોતાના ખિસ્સામાંથી ચાવી કાઢીને હંસાના હાથમાં આપી.
હંસાએ ઝડપથી દોડીને બારણું ઉઘાડયું. અમરે રિક્ષાવાળાને ભાડું ચૂકવી દીધું અને પછી રીમાને ખભે ઊંચકીને એ ઘરમાં લઈ ગયો.
રીમાને પલંગ ઉપર નાખ્યા પછી એણે કંઈક નિરાંતનો દમ લીધો.
અમર રૂમાલથી પોતાનો ચહેરો સાફ કરતાં ખુરશીમાં બેઠો ત્યારે ઘરનાં સૌની નજર અમર ઉપર ચોંટેલી હતી. બધાની આંખોમાં 'કયાં ગયા હતા ? શું થયું ?' એવા સવાલો ચમકી રહ્યા હતા.
અમરે બધાના સંતોષ ખાતર ટૂંકમાં જ જે કંઈ બન્યું હતું એ હકીકત કહી સંભળાવી ત્યારે હંસાભાભીએ અમરને ઠપકાભર્યા અવાજે કહ્યું, 'તમેય શું અમરભાઈ ! એકવાર તમારા ઉપર બરાબર વીતી ગઈ છે છતાંય તમે એને લઈને ફરીવાર બહાર ગયા !'
અમર ઝંખવાણો પડી ગયો. એ કંઈ જવાબ આપી શકયો નહીં. જમાઈને માઠું ન લાગે એટલા ખાતર હંસાને વાત વાળી લેવી પડી, 'તમે થોડાક દિવસ ખમી જાવ અમરભાઈ ! ત્રણેક મહિના પછી રીમા બિલકુલ સાજી થઈ જશે. પછી રીમા તમારી જ છે ને !'
અમરે કોઈ જવાબ ન આપ્યો, પણ વાતાવરણ કંઈક હળવું થઈ ગયું. હંસા બધા માટે પાણી લઈ આવી અને પછી રસોડા તરફ જતાં બોલી, 'અમરભાઈ, આમ ચાલ્યા ન જતા, હું હમણાં ચા બનાવીને લાવું છું.'
ચા-પાણી પતાવીને અમર વિદાય થયો. પછી હંસાએ રીમા તફ પોતાનું ધ્યાન પરોવ્યું. એણે રીમાના ચહેરા ઉપર પાણી છાંટીને એને ભાનમાં લાવવા પ્રયત્ન કરવા માંડયા. જોકે, રીમાની આંખો તો અત્યારે ખુલ્લી હતી, પણ એ જાણે હોશમાં ન હોય તેમ અવાચક બનીને એક તરફ તાકી રહી હતી. એ કંઈ જોતી ન હોય, સાંભળતી ન હોય એમ એ ચૂપચાપ બેઠી હતી. હંસાએ એના ચહેરા ઉપર પાણીની છાલકો મારી એટલે એ ઊભી થઈ જતાં બોલી, 'મને જવા દો...મને એ બોલાવે છે...બોલાવે છે...!'
રીમાની વાત સાંભળીને હંસા ચમકી ગઈ. એને સુલતાનબાબા યાદ આવી ગયા. એ મનોમન વિચારવા લાગી કે હવે સુલતાનબાબા વહેલાસર સિકંદરનો ફેંસલો કરી દે તો સારું, નહિતર આ સિકંદર રીમાને શાંતિથી જીવવા નહિ દે.'
પછી..? પછી શું થયું..? રીમાનું શું થયું...? હંસાનું શું થયું...? હંસાના દુશ્મન બનેલા સિકંદરે હંસાને શું ખરેખર ખતમ કરી નાખી...? રીમાનો ઈલાજ કરવા આવેેલા સુલતાનબાબાએ શું કર્યું...? શું એમણે સિકંદરને ખતમ કર્યો ? અમરનું શુું થયું...? એ બધું જાણવા માટે 'જંતર મંતર'નો રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.
(ક્રમશઃ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૨૧)
હંસા સામે પોતાના સફેદ, ચળકતા ડોળા તાકીને બિલાડો ઘૂઘવાટા કરવા લાગ્યો. એ બિલાડાની ચમકદાર મોટી આંખો એટલી બધી બિહામણી હતી કે, ગમે તેવો મજબૂત કાળજાનો આદમી પણ એ જોઈને છળી મરે...હંસા પણ ડરી ગઈ. એ આંખો મીંચીને રીમાને વળગી ગઈ. ત્યાં સુધીમાં તો હેમંતને રમાડતાં બેઠેલા હંસાની સાસુ રંજનાબહેન પણ આવી ગયાં. એમણે એકબીજાને વળગીને ઊભેલી નણંદ-ભોજાઈને પૂછયું, 'અરે, હંસા-રીમા...શું થયું ?'
હંસાએ પોતાની સાસુનો અવાજ સાંભળીને આંખો ઉઘાડી. ગભરાટથી આસપાસ નજર નાખી પણ પેલો બિલાડો કયાંય ગાયબ થઈ ગયો હતો. હંસાએ છુટકારાનો દમ ખેંચતા, નિરાંતનો શ્વાસ લીધો અને રીમાને પોતાનાથી અલગ કરતાં કહ્યું, 'રીમા, ડર નહીં....હવે અહીં કોઈ નથી.'
રીમાએ આંખો ઉઘાડીને આસપાસ નજર કરી. હજુ એની આંખોમાં ગભરાટ હતો જ. બિલાડાને ચાલ્યો ગયેલો જોઈને રીમા હંસાના ખભા ઉપર પોતાનું માથું પટકતાં બોલી, 'ભાભી, આમ રોજ-રોજ ડરીને ગભરાઈને મરવા કરતાં તો મોત આવે સારું....'
'મરે તારા દુશ્મન...રીમા..., આવા અશુભ શબ્દો અત્યારે ન કાઢ.... ઉપરવાળો બધું ઠીક કરશે...ચાલ મારી પાસે રસોડામાં બેસ.' હંસા રીમાને સમજાવીને રસોડામાં લઈ જતાં, પોતાની સાસુ તરફ જોઈને બોલી, 'બા, તમે ચિંતા ન કરો, કંઈ ફિકર જેવું નથી.'
દૃ દૃ દૃ
બીજે દિવસે સુલતાનબાબા સમયસર આવી પહોંચ્યા હતા. સફેદ કપડું બિછાવીને એમણે એ કપડા ઉપર બેઠક જમાવી હતી. રીમાને એમણે પોતાની સામે બેસવાની સૂચના આપતાં કહ્યું, 'બેટી, તું સામે બેસી જા.'
રીમા બેસી ગઈ એટલે એમણે હળવેકથી રીમાના બાવડા ઉપરનું તાવીજ ખોલી નાખ્યું અને હંસાને આપી દેતાં કહ્યું, 'લે બેટી, હમણાં આની જરૂર નથી. આને એક તરફ સાચવીને મૂક. અને મને ગઈ કાલવાળું લીંબુ આપ. વધારાની એક-બે સોય પણ આપ.' અને ત્યારબાદ સુલતાનબાબા આંખો મીંચીને ઝડપથી હોઠ ફફડાવતા કંઈક પઢવા લાગ્યા. કયાંય સુધી સુલતાનબાબા એકીશ્વાસે પઢતા રહ્યા. પછી એમણે હંસા પાસેથી લીંબુ હાથમાં લીધું. ચારે તરફ ફેરવી ફેરવીને જોયું. જેમ જેમ લીંબુને તે જોતા રહ્યા તેમ તેમ કપાળ પર વધુ ને વધુ કરચલીઓ પડવા માંડી. એમના ચહેરા ઉપર ચિંતા દેખાવા લાગી. એમણે લીંબુ ઉપરથી નજર ખસેડીને હંસા ઉપર જમાવી, 'બેટા, આ લીંબુને કોઈ અડયું હતું ?'
સુલતાનબાબાના ચહેરા ઉપર ચિંતાના ભાવ જોઈને હંસાના મનમાં પણ ચિંતા ઘેરાઈ ગઈ હતી. એણે ગભરાટ સાથે કહ્યું, 'ના, લીંબુને કોઈ અડકયું નથી. કેમ કંઈ થયું છે ?'
'હા, લીંબુમાં તિરાડો પડી ગઈ છે...!' પછી તેઓ મનમાં બબડતાં હોય એવા ધીમા અવાજે બોલ્યા, 'હા, આ બધું એ નાલાયક શેતાનનું જ કારસ્તાન છે.'
સુલતાનબાબા એ લીંબુ સામે કયાંય સુધી જોતા રહ્યા. વિચારતા રહ્યા પછી એમણે એ લીંબુ ડાબા હાથમાં પકડીને, જમણા હાથમાં સોય લીધી અને પછી એ સોય ઉપર પઢી પઢીને ફૂંકવાનું ચાલુ કર્યું અને પછી આંખો મીંચીને એમણે પૂરા જોશથી એ લીંબુમાં સોય ઘોંચી.
પણ સોય લીંબુમાં ઘોંચાતાં જ એક જોરદાર કડાકા સાથે લીંબુ તૂટી ગયું અને લીંબુમાંથી લોહીના રેલાઓ ઊતરીને સુલતાનબાબાની હથેળી ઉપર પથરાઈ ગયા. થોડીકવારમાં સુલતાનબાબાની હથેળી લોહીથી ભરાઈ ગઈ અને એમાંથી રેલા ઊતરીને નીચે પાથરેલા સફેદ કપડાં ઉપર પડવા લાગ્યા.
લીંબુ એક કડાકા સાથે ફાટયું. બરાબર એ જ વખતે સુલતાનબાબા સામે બેઠેલી રીમા જોશથી પછડાઈ. અને એની સાથોસાથ સિકંદરનું અટ્ટહાસ્ય સંભળાયું.
સુલતાનબાબાએ ગભરાટથી ત્રાડ નાખી, 'સિકંદર છટકી ગયો...!'
સિકંદર આઝાદ થઈ ગયો.
સુલતાનબાબા માટે આ એક ચોંકાવનારી બાબત હતી. ગભરાટથી એમના ચહેરા ઉપરથી પરસેવો વરસાદના રેલાની જેમ ઊતરી રહ્યો હતો. એમનો ચહેરો તપાવેલા તાંબાની જેમ લાલચોળ થઈ ગયો હતો. એમના હોઠ અને આખુંય માથું ધ્રૂજતું હતું. એમની આંખોમાં ઝનૂન સાથે ખુન્નસ ઊતરી આવ્યું હતું.
'સિકંદર છટકી ગયો...!' એવી ત્રાડ પછી તરત જ એમણે બીજી ત્રાડ પાડી, '....જલદી બીજું લીંબુ આપો...!' અને પછી એમણે પોતાના હાથ પરનું લોહી સાફ કર્યા વિના જ પોતાના એક હાથમાં સોય ઉઠાવી લીધી અને ઝડપથી હોઠ ફફડાવીને પઢવાનું ચાલુ કરી દીધું. એમની આંખો રીમા ઉપર સ્થિર હતી.
પણ રીમા અત્યારે સ્થિર નહોતી. રીમા જોશજોશથી ચિલ્લાતી હતી. ઊભી થતી હતી. નાચતી હતી. દીવાલો સાથે જોશથી પોતાનું શરીર પછાડતી હતી અને ઘરમાં પડેલા સામાનને ઉઠાવી-ઉઠાવીને આળોટતા-આળોટતા ઉછળી પડીને જમીન ઉપર પટકાતી હતી. રીમા જ્યાં જ્યાં જતી હતી ત્યાં ત્યાં સુલતાનબાબાની નજર પણ દોડતી હતી.
હંસાએ દોડીને રસોડામાંથી એક લીંબુ ઉઠાવી લાવીને સુલતાનબાબાએ થોડીકવાર સુધી પઢી-પઢીને હોઠ ફફડાવીને સોયને ત્રણેકવાર ફૂંક મારીને લીંબુમાં જોશથી સોય ઘોંચી દીધી અને પછી ઝડપથી એમણે બીજી સોય પોતાના હાથમાં ઉઠાવી.
સોય ઘોંચતાં જ જાણે ચમત્કાર થયો હોય એમ રીમા શાંત થઈ ગઈ. તોફાન બંધ કરીને એ જમીન ઉપર સૂઈ ગઈ. અને જોશ-જોશથી ત્રાડો અને બૂમબરાડા પાડવા લાગી.
સુલતાનબાબા હવે કંઈક શાંત પડયા હતા. એમણે ત્રીજી સોય ઉપાડી લીધી અને આંખો મીંચીને તેઓ હોઠ ઝડપથી ફફડાવવા લાગ્યા.
પણ એ વખતે ઘરના બધાંના જીવ ઊંચા થઈ ગયા હતા. સુલતાનબાબાથી થોડેક દૂર જ ઊભેલાં બધાં એકીટસે આંખો ફાડી-ફાડીને સુલતાનબાબાને જોવા લાગ્યા. સુલતાનબાબાએ ત્રીજી સોય હાથમાં લીધી ત્યારથી જ બધાંનાં દિલ જોશ-જોશથી ધડકવા લાગ્યાં હતાં.
ગયા વખતે ત્રીજી સોય લીંબુમાં ઘોંચતી વખતે જ જોરદાર ધડાકા સાથે લીંબુ ફાટી ગયું હતું અને સિકંદર આઝાદ થઈ ગયો હતો. હવે આ વખતે ફરી બે સોય તો લીંબુમાં બરાબર ગોઠવાઈ ગઈ હતી અને ત્રીજી સોય લીંબુમાં હેમખેમ ઘોંચાઈ જાય એની જ સહુને ચિંતા હતી. બધા મનોમન એ સોય લીંબુમાં બરાબર સહેલાઈથી ઘોંચાઈ જાય એ માટે મનોમન ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં હતાં. કમરામાં બિલકુલ ખામોશી પથરાઈ ચૂકી હતી. સુલતાનબાબાના ફફડતા હોઠનો અવાજ પણ અત્યારે બિલકુલ સાફ સંભળાતો હતો. પઢતાં પઢતાં જ અચાનક સુલતાનબાબાએ એક જોરદાર ત્રાડ સાથે આંખો ઉઘાડી નાખી અને એની સાથોસાથ એમણે લીંબુમાં જોશથી ત્રીજી સોય પણ ઘોંચી દીધી. કમરામાં ઊભેલાં બધાંનાં દિલ ઉછળીને રહી ગયાં. કંઈ થયું નહીં. લીંબુ ફાટયું નહીં અને લીંબુમાં ત્રીજી સોય પણ પરોવાઈ ગઈ.
હવે સુલતાનબાબાએ નિરાંતનો દમ લીધો હોય એમ હંસા દોડી જઈને હાથ લૂછવા માટે એક સ્વચ્છ કપડું લઈ આવી. જેમ જેમ હાથ લૂછાતા ગયા તેમ તેમ અચરજથી બધાંની આંખો પહોળી થવા લાગી, હાથ બરાબર લૂછાયા પછી એ હથેળીમાં એક મોટો કાળો ડાઘ પડી ગયેલો દેખાયો. સળગતા કોલસાથી દાઝીને કાળો પડી ગયો હોય એવો રૂપિયા જેવો ગોળ ચાંદો સુલતાનબાબાની હથેળીમાં પડી ગયો હતો.
સુલતાનબાબાએ કહ્યું, 'મારા હાથમાં પેલું લીંબુ ફાટયું એનો આ ડાઘ છે. એ તો સારું છે કે, મારા હાથમાં લીંબુ ફાટયું, જો બીજા કોઈકના હાથમાં એ લીંબુ ફાટયું હોત તો એના ફૂરચેફૂરચા ઊડી ગયા હોત.' પછી એમણે ફરી રીમા તરફ નજર માંડી.
રીમા ચૂપચાપ બિલકુલ શાંત પડી હતી. સુલતાનબાબા કયાંય સુધી એકીટસે એને તાકી રહ્યા. પછી એમણે હળવેકથી કહ્યું, 'હવે ખાસ કંઈ વાંધા જેવું નથી. મારે સળંગ તેર ગુરુવાર સુધી સાંજે આવવંુ પડશે. હવે હું ગુરુવારે આવીશ. અને તેર ગુરુવાર સુધીમાં એનો ફેંસલો લાવી દઈશ !' અને ત્યારબાદ એમણે પોતાની સામે મૂકેલું લીંબુ હંસાને આપતાં કહ્યું, 'દીકરી, આ લીંબુને તું ઠેકાણે મૂકી દે.'
હંસાએ લીંબુ પોતાના હાથમાં લીધું. લીંબુ હાથમાં ઉપડતાં જ એનો હાથ કંપી ગયો. ધગધગતી સગડીમાં તપાવેલું હોય એવું એ લીંબુ ગરમ હતું. એના મનમાં ફફડાટ જાગ્યો, 'કયાંય લીંબુ ફાટી તો નહીં જાય ને...!'
પણ પછી હિંમત કરીને એ લીંબુને રસોડામાં લઈ ગઈ અને એક ઊંચા ગોખલામાં સાચવીને એણે એ લીંબુ મૂકી દીધું.
સુલતાનબાબાએ બધું સંકેલીને પોતાની ઝોળી ઉઠાવી પછી ઊભા થતાં એમણે ચુનીલાલને કહ્યું, 'અત્યારે તમારી દીકરીની ખૂબ સંભાળ લેવાની જરૂર છે. તમે એને કયાંય બહાર મોકલતા નહીં. કોઈ અજાણ્યા માણસને એની નજીક જવા દેતા નહીં બસ, તેર ગુરુવાર હેમખેમ પસાર થઈ જાય પછી તમારી દીકરી બિલકુલ સાજી થઈ જશે.'
ચુનીલાલે સુલતાનબાબાની નજીક આવતાં ગળગળા અવાજે પૂછયું, 'બાબા, મારી દીકરી સાજી થઈ જશે ને ?'
'હા, હા, તમે બેફિકર રહો. એ શયતાન મારા હાથમાંથી છટકીને કયાંય નહીં જાય. હું એને ખતમ કરીને જ જંપીશ.'
એ દિવસ રીમા બિલકુલ શાંત રહી. રાત પણ બિલકુલ શાંતિથી વિતાવી, પણ એ રાતે હંસાભાભીને ખૂબ ખરાબ સપનાંઓ આવ્યાં. એક મોટો કાળો અને ચમકતી આંખોવાળો બિલાડો સતત દેખાતો રહ્યો. હંસા વારે-ઘડીએ ચોંકીને જાગી ઊઠતી અને ફરી પાછી મનોજની સોડમાં ભરાઈ જતી.
બીજે દિવસે સવારે હંસાની નાની બહેનના વિવાહ હતા. ઘરનાં બધાંને જવાનું હતું. વેવાઈને ત્યાં વહેવારિક પ્રસંગે ગયા વિના ચાલે એમ નહોતું. હંસા કે મનોજને પણ ઘરે રોકી શકાય એમ નહોતું. રંજનાબહેન અને ચુનીલાલ પણ ત્યાં જવાના હતાં. રીમાને તો સાથે લઈ જવાય એમ નહોતું. બધા મૂંઝવણમાં હતાં.
પણ એ બધાંની મૂંઝવણ દૂર થતાં વાર લાગી નહિ. કોઈ દિવસ સવારના પહોરમાં નહીં ડોકાનારો અમર એ દિવસે સવારે દસ વાગતાંમાં ટપકી પડયો ત્યારે હંસાએ ખુશીથી ઉછળી પડતાં કહ્યું, 'સારું થયું અમરભાઈ તમે આવી ગયા.'
'કેમ, મારી એટલી બધી શું જરૂર પડી ?' કહેતાં અમર હસી પડયો. ત્યારે હંસાએ બધો જ ખુલાસો કરીને ઉમેર્યું, 'હવે ચાર વાગ્યા સુધીમાં એને સાચવો...'
અમર હંસા તરફ જોઈને હસી પડયો, 'ભાભી, તમે એની ચિંતા ન કરો. હું આજે સાંજ સુધી અહીં જ છું.'
બધાં ઝડપથી તૈયાર થઈને અગિયાર વાગતામાં તો ચાલ્યાં ગયાં.
બધાં ગયા પછી અમરે મુખ્ય દરવાજો બંધ કરી દીધો અને રીમા સાથે રીમાના કમરામાં આવ્યો.
આજે ઘણા દિવસે બન્ને પ્રેમીઓ એકાંતમાં ભેગાં થયાં હતાં. પરંતુ ચિલકા સરોવરમાં તાવીજ ખોલતાં જ રીમાએ મચાવેલા તોફાનને યાદ કરીને, અમર રીમાની વધુ નજીક જતાં મનમાં ડરતો હતો. એનું હૃદય ખૂબ જોશજોશથી ધડકતું હતું. પણ રીમા આજે ખુશખુશાલ હતી. ઘણા દિવસે અમર આવ્યો હતો. લગભગ સત્તરેક દિવસ અમર કલકત્તા જઈ આવ્યો હતો. રીમાએ એને ઘણા દિવસ પછી જોયો એટલે જ રીમા એની વધુ ને વધુ નજીક સરકી રહી હતી. રીમાએ હળવેકથી અમરનો હાથ પોતાના હાથમાં લઈને પંપાળ્યો, પછી અમરની આંખોમાં આંખો નાખતાં પૂછયું, 'કેમ કલકત્તામાં મઝા આવી ?'
અમરે રીમાનો કોમળ હાથ દબાવતાં કહ્યું, 'રીમા, તારા વિના હવે મને કંઈ ગમતું નથી. જો કામ ન હોત તો હું ત્યાં એક દિવસ પણ ન રોકાત...!' અને પછી કંઈક યાદ આવ્યું હોય એમ બોલ્યો, 'રીમા, હું તારા માટે એક સરસ ભેટ લાવ્યો છું.'
'કયાં છે એ...?' રીમાએ અધીરાઈથી પૂછયું ત્યારે અમર બોલ્યો, 'રીમા, આમ અધીરી ન થા. એ ભેટ હું અહીં લાવ્યો નથી. એકાદ બે દિવસ પછી મારાં બા-બાપુજી જાતે આવીને એ ભેટ આપી જશે.'
'પણ એ ભેટ શું છે ?' રીમાએ ઉતાવળથી પૂછયું. ભેટ જાણવાની એની અધીરાઈ બેવડાઈ ગઈ હતી.
અમરે ખૂબ જ ઠંડે કલેજે જવાબ આપ્યો, 'રીમા, એ ભેટ જ્યારે તારા હાથમાં આવે ત્યારે તું જોઈ લેજે.' કહેતાં અમરે રીમાની કમ્મરમાં પોતાનો હાથ પરોવીને રીમાને પોતાની વધુ નજીક ખેંચી. રીમાના ગુલાબી, નરમ અને સુંવાળા શરીર સાથે પોતાનું શરીર ચાંપીને બેઠા પછી અમરે રીમાનો હાથ પોતાના હાથમાં લઈને ચૂમવા માટે ઊંચો કર્યો.
પણ અમર હાથ ચૂમે એ પહેલાં જ રીમાએ ગભરાઈને હાથ પાછો ખેંચી લીધો. એના શરીરમાં ધ્રૂજારી ફરી વળી.
અમરે ચોંકીને રીમા તરફ જોયુ. રીમાની નજર બારી તરફ હતી. અમરની નજર પણ એ તરફ ખેંચાઈ.
બારી ઉપર એક મોટો બિલાડો ઊભો ઊભો એકીટસે બન્નેને તાકી રહ્યો હતો. બિલાડાની વિકરાળ આંખો જોઈને એકાદ પળ માટે તો અમર પણ થરથરી ગયો. પણ પછી તરત જ એણે પોતાની જાત ઉપર કાબૂ મેળવી લીધો અને રીમાના માથા ઉપર હાથ ફેરવતાં બોલ્યો, 'અરે રીમા, આ સાધારણ બિલાડાથી શું ડરી ગઈ?'
'અમર, આ બિલાડો કોઈ સામાન્ય બિલાડો નથી...!' એવું રીમા અમરને કહેવા જતી હતી પણ રીમા પોતાના હોઠ સુધી આવેલા આ શબ્દો ન બોલી શકી. એનું ગળું જાણે સૂકાઈ ગયું હતું. એની જીભ તાળવા સાથે ચોંટી ગઈ હતી.
રીમા ગભરાટ અને ડરથી અમરના પડખામાંથી એકાએક ઊભી થઈ ગઈ. અમર પણ ઊભો થઈને એની નજીક સરકયો ત્યારે રીમાએ એને કહ્યું, 'અમર, તમે મને અહીંથી બહાર લઈ જાવ. આ ઘરની ચાર દીવાલોમાં રહી રહીને હું અકળાઈ ગઈ છું. ગોંધાઈ ગઈ છું. અમર મને લાગે છે કે જો હવે વધુ વખત આ ચાર દીવાલોમાં પુરાયેલી રહીશ તો ગુંગળાઈને મરી જઈશ-ખતમ થઈ જઈશ. તમે મારી ઉપર દયા કરો અમર અને મને આ ચાર દીવાલોમાંથી કાઢીને કયાંક બહાર લઈ જાવ.'
અમરને લાગ્યું કે રીમાની વાત સાચી છે. ઘરની ચાર દીવાલોમાં ગુંગળામણભર્યા વાતાવરણ કરતાં તો બહારની ખુલ્લી અને તાજી હવા રીમાની તબિયત માટે વધુ સારી છે. એણે રીમાને ધરપત આપતાં કહ્યું, 'ગભરા નહીં રીમા, ચાલ હું તને બહાર લઈ જાઉં છું. આપણે આસપાસમાં જ થોડીક લટાર મારી આવીએ.'
હા અમર, જલદ ચાલ...મને અહીં કંઈક થઈ જાય છે.'
અમર તરત જ રીમાનો હાથ પકડીને બહાર નીકળ્યો. દરવાજા ઉપર તાળું મારીને, ચાવી પોતાના કોટના ખિસ્સામાં સેરવીને અમર રીમા સાથે રસ્તા ઉપર આવ્યો.
જોકે, અમરને ખબર નહોતી કે એની સાથે એણે વિચાર્યું પણ નહોતું એવું થવાનું છે.
પછી..? પછી શું થયું..? અમર સાથે શું થયું...? રીમાનો ઈલાજ કરવા આવેેલા સુલતાનબાબાએ શું કર્યું.? શું એમણે સિકંદરને ખતમ કર્યો ? રીમાનું શું થયું ? એ બધું જાણવા માટે 'જંતર મંતર'નો રહસ્યો-ભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.
(ક્રમશઃ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૨૦)
ચુનીલાલ ઘરમાં બેઠા ચિંતા કરી રહ્યા હતા. હંસા પણ બેચેનીપૂર્વક ઘરમાં અહીંથી તહીં આંટા મારતી હતી. આજે વહેલી સવારે મનોરમામાસી સાથે મનોજ સુલતાનબાબાને બોલાવવા સંબલપુર ગયો હતો. બધાના મનમાં શંકા હતી. સુલતાનબાબા આટલી બધી દૂરથી આવશે, એવો વિશ્વાસ ઘરનાં કોઈનાય મનમાં નહોતો. અધૂરામાં પૂરું મનોજ ઘરેથી સુલતાનબાબાને બોલાવવા જવા નીકળ્યો ત્યારપછી રીમા તોફાને ચઢી હતી.
બધાની બેચેની અને આતુરતા વચ્ચે સાડા દશ-અગિયાર વાગ્યાના સમયે મનોરમામાસી અને મનોજ સુલતાબાબાને લઈને આવી પહોંચ્યા.
સુલતાનબાબાએ કાળો ઝભ્ભો પહેર્યો હતો. માથા ઉપર કાળા કપડાંની ગોળ ટોપી પહેરી હતી. એમના માથાના વાળ લાંબા અને સફેદ હતા. દાઢી પણ સફેદ હતી. એમણે લાલ રંગના મોટા મણકાની એક માળા ગળામાં પહેરી હતી. એવી લાલ રંગની નાની માળા એમના હાથમાં હતી. એમની ઉંમર સિત્તેર વરસ કરતાં પણ વધારે હોય એમ પહેલી નજરે જ લાગતું હતું. એમની આંખો ખાસ્સી મોટી, કાળી અને ચમકદાર હતી. એમના ચહેરાનું તેજ ભલભલાને આંજી નાખે એવું હતું.
સુલતાનબાબાને આવેલા જોઈને ઘરનાં બધાં ખુશ-ખુશ થઈ ગયાં હતાં. ચુનીલાલ દોડીને સુલતાનબાબાને કંઈક કહેવા ગયા, પણ સુલતાનબાબાએ હાથ બતાવીને એમને અટકાવતાં કહ્યું, 'બધું જ ઠીક થઈ જશે. તમે ચિંતા ન કરો.' પછી એમણે સામે ઊભેલી રીમા તરફ જોયું. રીમાની આંખો સુલતાનબાબા સામે સ્થિર હતી. બેય એક સરખી તાકાત ધરાવતા બળવાન દુશ્મનો એકબીજા ઉપર હુમલો કરવા માટે પેંતરો લેતા હોય એમ બન્ને એકબીજા સામે તાકી રહ્યા.
સુલતાનબાબાના હોઠ ફફડવા માંડયા. જ્યારે રીમા એમની સામે ચેનચાળા કરવા લાગી. હસવા અને કૂદવા લાગી.
થોડીકવાર સુધી કંઈક પઢયા પછી સુલતાનબાબાએ પોતાની ઝોળીમાંથી એક સફેદ કપડું કાઢીને જમીન ઉપર બિછાવી દીધું. અને ચૂપચાપ એની ઉપર બેસીને આંખો મીંચી લીધી.
રીમા સુલતાનબાબાની આજુબાજુ અને આખાય ઘરમાં ચારે તરફ પાંજરામાં પુરાયેલી વાઘણની જેમ ઝડપથી આંટા મારવા લાગી.
સુલતાનબાબાએ આંખો ખોલી ત્યાં સુધી હંસાએ ધૂપદાનીમાં સળગતા કોલસા ભરીને મૂકી દીધા હતા. સુલતાનબાબા એકાદ મિનિટ સુધી એ ધૂપદાનીમાં નીકળતા ધુમાડાને જોઈ રહ્યા. પછી પાસે ઊભેલી હંસા તરફ જોઈને બોલ્યા, 'બેટી, તેં સારું કામ કર્યું....પણ મને એની જરૂર નહીં પડે. ફકીરબાબાએ એને બાંધી રાખ્યો છે. પણ આપણે તો એને ખતમ કરવાનો છે. તું મને એક લીંબુ આપ બેટી....!'
હંસા તરત જ દોડીને રસોડામાંથી એક સારું મોટું લીંબુ ઉઠાવી લાવી. સુલતાનબાબાએ ચારે તરફ લીંબુ ફેરવીને જોયું. પછી હંસાને કહ્યું, 'બેટી, હવે મને ચાર-પાંચ લાંબી સોય લાવી દે.'
હંસા ફરી સોય લેવા માટે દોડી ગઈ અને થોડીવારમાં ચારેક સોય લાવીને સુલતાનબાબા સામે મૂકી. સુલતાનબાબાએ ફરી આંખો મીંચી લીધી. હવે એમણે પઢી-પઢીને થોડી થોડી વારે ચારે દિશાઓમાં ફૂંકો મારવા માંડી.
સુલતાનબાબાએ જોરથી ફૂંકો મારવી ચાલુ કરી પછી રીમાની ઉછળકૂદ અને દોડભાગ ખૂબ વધી ગયાં હતાં. એનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું. એનો ચહેરો તાંબાની જેમ લાલચોળ થઈ ગયો હતો. એની આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા. હવે એ પોતાના મોઢેથી ગણગણતી હોય એમ ચિત્ર-વિચિત્ર અવાજો પણ કાઢવા લાગી હતી.
અચાનક સુલતાનબાબાએ જોશથી ત્રાડ નાખીને આંખો ઉઘાડી. સામે પડેલી લીંબુ ઉઠાવીને એમણે લીંબુ ઉપર ફૂંક મારી. પછી લીંબુને ડાબા હાથમાં પકડીને, એમણે જમણા હાથમાં એક સોય લીધી. પણ એ સોય ઉપર ફૂંક મારતાં જ જાણે અજબ ચમત્કાર થયો. ચારે તરફ દોડાદોડી કરતી અને સુલતાનબાબાની આસપાસ ઘુમરાયા કરતી રીમા આવીને, સુલતાનબાબાની સામે ફસડાઈ પડી.
સુલતાનબાબાએ એ સોયને હળવેકથી લીંબુની છાલ ઉપર ઘોંચી, લીંબુમાં સોય ઘોંચતાં જ, જાણે પોતાની પીઠમાં ધારદાર ભાલો ઘોંચાયો હોય એમ રીમા જોશથી પીડાભરી ચીસ પાડી ઊઠી. પણ પછી રીમાનું બધું તોફાન જાણે શાંત પડી ગયું. સુલતાનબાબાએ થોડીકવાર એને એમ ને એમ પડી રહેવા દીધી. રીમા પડી પડી હાંફતી રહી.
જ્યારે રીમા કંઈક શાંત થઈ, એની હાંફ ઓછી થઈ પછી સુલતાનબાબાએ હંસા તરફ નજર કરી, 'બેટી, એના બાવડા ઉપરનું તાવીજ કાઢી નાખ.'
તાવીજ ખોલવાનું નામ સાંભળીને જ હંસા ડરી ગઈ, એના મનમાંનો ભય એના ચહેરા ઉપર ડોકાવા લાગ્યો ત્યારે સુલતાનબાબાએ એને ધરપત આપીને સમજાવી, 'બેટી, જ્યાં સુધી તાવીજ હશે ત્યાં સુધી એ શયતાન સાથે વાતચીત નહીં થઈ શકે. તું ખોલી નાખ. મેં એને પકડી રાખ્યો છે. હવે એ તોફાન નહીં કરે.'
હંસાએ તાવીજ ખોલી નાખ્યું. તાવીજ ખોલતાં-ખોલતાં બે-ત્રણ વાર હંસાનો હાથ ધ્રુજી ગયો. તાવીજ ખૂલી ગયું એટલે સુલતાનબાબાએ હંસાને ત્યાંથી ખસી જવા માટે ઈશારો કર્યો. હંસા દૂર ખસી ગઈ.
સુલતાનબાબા થોડીકવાર ચૂપચાપ પોતાની નજીક પડેલી રીમાને જોઈ રહ્યા. પછી એમણે ત્યાંથી નજર ખસેડીને લીંબુ ઉપર નજર ઠેરવી અને ઝડપથી કંઈક પઢવા માંડયું.
એ વખતે આખાય કમરામાં બિલકુલ ખામોશી પથરાયેલી હતી. ચુનીલાલ, રંજનાબહેન, મનોજ અને હંસા ધડકતા દિલે, મન મજબૂત કરીને ચૂપચાપ ઊભાં હતાં. એમની આંખો સુલતાનબાબા ઉપર મંડાયેલી હતી. કમરામાં એટલી શાંતિ હતી કે સુલતાનબાબાનો હોઠ ફફડાવવાનો અવાજ પણ સાંભળી શકાતો હતો.
અચાનક કમરામાં વીજળીનો ઝબકારો થયો હોય એમ, એક જોરદાર પ્રકાશનો લીસોટો પડયો. એની સાથે જ સુલતાનબાબાએ લીંબુમાંથી સોય પાછી ખેંચીને, પછી લીંબુમાં ઘોંચી. એની સાથે જ રીમા જમીન ઉપરથી અદ્ધર ઉછળીને પાછી પટકાઈ. અને બરાબર એ જ વખતે એની કારમી પીડાભરી ચીસ અને સુલતાનબાબાનો પહાડી અવાજ એકીસાથે સંભળાયા : 'બોલ...કોણ છે તું...?'
એક ધ્રુજારીભર્યો પુરુષનો અવાજ સુલતાનબાબા સામે સંભળાયો, 'હું સિકંદર છું...!' એ અવાજમાં જુસ્સો પણ હતો, ગુસ્સો પણ હતો, તુમાખી પણ હતી અની પીડા પણ હતી.
સુલતાનબાબાએ ફરીથી લીંબુમાંથી સોય પાછી ખેંચી લીધી અને પછી જોશથી એ સોય પાછી લીંબુમાં ઘોંચતાં તેમણે ત્રાડ નાખી...'તું અહીં કેમ આવ્યો છે...?'
'તું અહીં શા માટે આવ્યો છે ?' સુલતાનબાબાના સવાલનો સીધો જવાબ આપવાને બદલે સિકંદરે સવાલ પૂછયો. જોકે, હજુય એના અવાજમાં તોછડાઈની સાથોસાથ પીડાની ધ્રૂજારી પણ હતી.
સુલતાનબાબાએ ગુસ્સાથી ત્રાડ નાખીને સવાલ પૂછયો, 'બોલ તું કેમ આવ્યો છે ?'
'તું કેમ આવ્યો છે ?' સિકંદરે ધ્રુજારીભર્યા અવાજે પૂછીને ઉમેર્યું, '....તારા જેવા એક ભિખારીને તો મેં કયારનોય ખતમ કરી નાખ્યો છે....તું પણ મારા હાથે મરવાનો છે.'
સુલતાનબાબાનો ગુસ્સો જાણે બેવડાઈ ગયો. એમણે ગુસ્સાથી ધ્રુજતા અવાજે કહ્યું, 'તું મને ખતમ નહીં કરી શકે. મેં તારા જેવા કેટલાંયને જીવતા સળગાવી દીધા છે. તને પણ સળગાવી દઈશ... સીધી રીતે મારા સવાલનો જવાબ આપતો જા....નહીંતર રિબાવી... રિબાવીને ખતમ કરીશ....!' કહેતાં એમણે થોડીકવાર કંઈક પઢીને પછી એક ફૂંક મારતાં જોશથી લીંબુમાં સોય ઘોંચી...'બોલ શું કામ આવ્યો છે ?'
લીંબુમાં સોય ઘોંચતાં જ રીમા તડપી ઊઠી. પીડાથી ટળવળતી એ જોશથી ચીસો પાડવા લાગી. એની ચીસોની સાથોસાથ સિકંદરનો ઢીલો પડેલો અવાજ પણ સંભળાયો, 'રહેવા દો...રહેવા...મને પરેશાન ન કરો. મને છોડી દો...છોડી દો...છોડી...!'
'નહીં, બતાવ...શું કામ આવ્યો છે ?' સુલતાનબાબાએ ત્રાડ નાખતા પૂછયું.
સિકંદરે કારણ બતાવવાને બદલે ફરીવાર પોતાનું નામ બતાવ્યું, 'હું સિકંદર છું...!'
સુલતાનબાબાએ સોય પાછી ખેંચી લીધી. સોય પાછી ખેંચાતાં જ રીમાએ છુટકારાનો દમ ખેંચ્યો. અને સિકંદરનો અવાજ આવ્યો, 'હું સિકંદર છું, સિકંદર...તું અને તારા જેવા અનેક મારી મુઠ્ઠીમાં છે...!'
સુલતાનબાબાએ તીખી નજરે એની સામે જોઈને ધારદાર અવાજે કહ્યું, 'મેં તારા જેવા કંઈક જોઈ નાખ્યા છે...યાદ રાખ સિકંદરમાં દુનિયા જીતી લેવાની તાકાત હતી, છતાંય એને માથેય મોત હતું.'
'પણ હું નહીં મરું...મારે માથે મોત નથી...મને ખતમ કરવાની કોઈનામાં તાકાત નથી.'
'તું સીધી રીતે નહીં જાય તો હું તને ખતમ કરી નાખીશ....' સુલતાનબાબાનો અવાજ ગુસ્સાથી ઉછાળા મારતો હતો. જ્યારે એમની સામે સિકંદરનો અવાજ એમને વધુ ચીડવતો હતો, 'હું નહીં જાઉં....હું આ છોકરીને લઈને જ જઈશ....'
સુલતાનબાબાએ ફરી પેલી સોય પૂરા જોશથી લીંબુમાં ઘોંચી દીધી. આખી સોય લીંબુમાંથી પસાર થઈ ગઈ. એના બેય છેડા લીંબુની બન્ને તરફ બહાર ડોકાઈ રહ્યા. પણ લીંબુમાં સોય ઘોંચાતાંની સાથે જ રીમા ઉછળીને પટકાઈ...એણે હાથ-પગ ઉછાળવાનું અને પછાડવાનું શરૂ કર્યું....
સુલતાનબાબાએ હવે બીજી સોય હાથમાં લીધી અને એ સોય ઉપર પઢી-પઢીને ફૂંકવા માંડયું. અને પછી હળવેકથી એ બીજી સોયની અણી જરાક લીંબુની છાલ ઉપર દબાવી.
હવે રીમા વધુ જોશથી ધૂણવા લાગી. એના હાથ-પગ જમીન ઉપર ખૂબ જોશથી પછડાવા લાગ્યા. બધાને ડર લાગવા માંડયો કે જાણે હમણાં એકાદ હાથ કે પગનું હાડકું તૂટી જશે. બધાને રીમાની આ હાલત ઉપર દયા આવતી હતી. પણ બધાં લાચાર બનીને ચૂપચાપ રીમાને પછડાતી અને પટકાતી જોઈ રહ્યાં હતાં.
સુલતાનબાબા ગુસ્સાથી ધ્રુજતા બોલ્યા, 'હું તને એમ નહીં મારું....હું તને તડપાવી તડપાવીને મારીશ...!'
જવાબમાં સિકંદરનો પીડા ભરેલો, ઠંડો અવાજ સંભળાયો, 'પણ મેં તારું બગાડયું છે શું ?'
સિકંદરનો અવાજ સાંભળીને સુલતાનબાબાએ સામે ત્રાડ નાખી, 'તો...આ છોકરીએ તારું શું બગાડયું છે ?'
'હું આવી છોકરીઓને ખતમ કરીને મારું વેર લઉં છું....આવી જ એક છોકરીએ મારી સાથે બેવફાઈ કરી છે...!' ઊંડા કૂવામાંથી અવાજ આવતો હોય એવો ધીમો અને ઠંડો અંગારા જેવો અવાજ સંભળાયો.
ફરી વાતાવરણમાં સુલતાનબાબાનો અવાજ ફરી વળ્યો, 'આજ સુધીમાં તેં કેટલી છોકરીઓને પરેશાન કરી છે...?'
'આજ સુધી પંદર છોકરીઓને મેં ખૂબ સહેલાઈથી ખતમ કરી નાખી છે...અને આજ સુધી મને કોઈ ખતમ કરી શકયું નથી...આ સોળમી છોકરી છે....એને પણ હું ખતમ કરીને જ જઈશ....'
'તું છોકરીઓને કેવી રીતે ખતમ કરે છે...?'
સુલતાનબાબાના આ સવાલનો સામેથી કોઈ જવાબ આવ્યો નહીં. એટલે સુલતાનબાબાએ પોતાના હાથમાંની બીજી સોય લીંબુમાંથી પાછી ખેંચીને જોશથી લીંબુમાં ઘોંચી દીધી...એની સાથે જ વીજળીનો એક તેજ ઝબકારો થયો અને વાદળના એક જોરદાર કડાકા સાથે બહાર મુશળધાર વરસાદ તૂટી પડયો. એની સાથે જ સિકંદરની પીડા ભરેલી ત્રાડ સંભળાઈ, 'હું તમારા પગે પડું છું. મને છોડી દે..છોડી દે...!'
'નહીં...તું આ છોકરીને છોડી દે...'
'આ છોકરી તો હવે કોઈ રીતે છૂટી શકે એમ નથી. હું આ છોકરીને પણ નહીં છોડું અને તને પણ નહીં છોડું...જો તું મને વધુ પરેશાન કરીશ તો એનું પરિણામ સારું નહિ આવે.'
સુલતાનબાબાએ એ બીજી સોય બરાબર લીંબુમાં ઘોંચી દીધી અને પછી હંસા પાસેથી રીમાનું તાવીજ લઈને રીમાને બાવડે ફરી પાછું બરાબર મજબૂત રીતે બાંધી દઈને તેઓ ચુનીલાલ તરફ ફર્યા. 'જુઓ, એ કોઈક શક્તિશાળી આત્મા છે. પણ વાંધો નહીં આવે, હું એને ખતમ કરીને જ જંપીશ. જોકે, એને માટે થોડોક સમય લાગશે. આમ તો અત્યારે એ બરાબર બંધાયેલો છે, એટલે બહુ વાંધો નહીં. કોઈનો જીવ પણ એ લઈ શકે એમ નથી.' એમ કહીને એમણે સોય ખોંસેલું લીંબુ હંસાને આપતા કહ્યું, 'બેટી, આને સાચવીને મૂકી દે. આપણી લડાઈનો બધો આધાર આ લીંબુ ઉપર જ છે. ખાસ કરીને એમાંથી સોય નીકળી ન જાય તેનું બરાબર ધ્યાન રાખજે...'
સુલતાનબાબાએ ધીમે-ધીમે બધું જ સમેટીને પોતાની ઝોળીમાં ભરી લીધું અને પછી ઊભા થઈને ચુનીલાલની નજીક આવ્યા, 'હવે હું કાલે પાછો આવીશ, પણ ત્યાં સુધી તમે છોકરીનું બરાબર ધ્યાન રાખજો. બને ત્યાં સુધી એને કયાંય બહાર મોકલતા નહીં....!' અને પછી સુલતાનબાબા બહાર નીકળી ગયા. મનોજ એમને મૂકી આવવા પાછળ દોડયો. પણ સુલતાનબાબાએ એને સમજાવીને પાછો રવાના કરી દીધો.
સુલતાનબાબા ગયા પછી રીમાએ કોઈ તોફાન કર્યું નહીં. એ થાકીને લોથપોથ થઈ ગઈ હતી એટલે મોડે સુધી ઊંઘતી રહી. રીમાને શાંત જોઈને હંસાના મનને પણ શાંતિ થઈ.
પણ બરાબર સાંજના સાત વાગે દિવસ આથમવાના ટાણે રંજનાબહેન હેમંતને રમાડતાં બેઠાં હતાં. પેઢીએથી ચુનીલાલ અને મનોજ હજુ ઘરે આવ્યા નહોતા. રીમાની તબિયત ખરાબ થયા પછી બન્ને બાપ-દીકરો પેઢીનાં કામકાજમાં પણ ધ્યાન આપી શકતા નહોતા. પેઢીનાં કામમાં એમનું ચિત્ત ચોંટતું નહોતું. હિસાબમાં ઘણા ગોટાળા થતા હતા. નછૂટકે જ બાપ-દીકરો પેઢીએ જતા હતા. ઘરમાં પણ બધાનાં મન ઊંચાં રહેતાં હતાં. અત્યારે હંસા પણ રસોડામાં ઊંચા મને રસોઈ બનાવતી હતી. આવડા મોટા ઘરમાં ઉદાસીભરી ખામોશી હતી.
અચાનક રીમા એક ચીસ નાખતી ઊભી થઈને, ઝડપથી બહાર દોડી ગઈ. રસોડામાંથી એ માંડ પાંચ-સાત ડગલાં બહાર નીકળી હશે, ત્યાં સામેથી દોડતી-હાંફતી રીમા આવીને વળગી પડી. એ ગાંડી થઈ ગઈ હોય એમ 'બચાવો..બચાવો..એ મારી નાખશે.' એમ એકનું એક વાકય સતત બોલતી જતી હતી.
રીમાની પાછળ-પાછળ જ એક મોટો બિલાડો દોડતો આવી પહોંચ્યો અને રીમા અને હંસાની આસપાસ ચક્કર લગાવવા માંડયો. હંસાએ ગુસ્સે થઈને એને હાંકવા સિસકારો કર્યો અને પગથી એને હડસેલો મારવાનો પ્રયત્ન કર્યો. પણ એ સિસકારાથી એ બિલાડા ઉપર કંઈ અસર થઈ નહીં. એ થોડીકવાર માટે એની ચારે તરફ ફરતો અટકી ગયો અને હંસા સામે પોતાના સફેદ, ચળકતા ડોળા તાકીને ઘૂઘવાટા કરવા લાગ્યો. એ બિલાડાની એ ચમકદાર મોટી આંખો એટલી બધી બિહામણી હતી કે, ગમે તેવો મજબૂત કાળજાનો આદમી પણ એ જોઈને છળી મરે...હંસા પણ ડરી ગઈ. એ આંખો મીંચીને રીમાને વળગી ગઈ....
પછી..? પછી શું થયું..? બિલાડાએ શું કર્યું...? રીમાનો ઈલાજ કરવા આવેેલા સુલતાનબાબાએ શું કર્યું...? શું એમણે સિકંદરને ખતમ કર્યો ? રીમાનું શું થયું ? રીમાના શરીરમાં રહેલા અદૃશ્ય પુરુષ સિકંદરનું શું થયું? એ બધું જાણવા માટે 'જંતર મંતર'નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.
(ક્રમશઃ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૧૯)
ફકીરબાબાના અવસાન પછી સુલતાનબાબા રીમાની હાલત જોઈને રીમાનો ઈલાજ કરવાની ના પાડી દેશે તો રીમાનું શું થશે...? એ વિચાર આવતાં જ હંસા ધ્રૂજી ઊઠી. તેમ છતાંય તેણે હિંમતથી કામ લેવાનું નક્કી કર્યું. હંસાએ હેમંતને ખોળામાં લીધો. હેમંતે રીમાના બાવડા ઉપરના તાવીજ સાથે રમતા રમતા હળવેકથી તાવીજ ખોલી નાખ્યું હતું અને એ અડધું તાવીજ ખૂલી જવા પછી રીમાની આંખમાં એક પ્રકારની ચમક આવી ગઈ હતી. શિકારને જોઈને શિકારીની આંખમાં ચમક આવે એવી ચમક.
હંસાએ શાકની ઝોળી ફગાવીને હેમંતને પોતાની છાતી સરસો ચાંપી લીધો હતો અને પછી કચકચાવીને તાવીજ બાંધી દીધું હતું.
એની અસર સિકંદર ઉપર જબરી પડી હતી.
ખંડેરમાં સિકંદર લોખંડથી બંધાયેલી હાલતમાં પડયો હતો. અને જેવું હેમંતે તાવીજ ખોલવા માંડયું, તેવો જ એ સાવધ થઈ ગયો હતો. ઘડી બે ઘડીમાં પોતે છૂટી જશે એવું એને લાગવા માંડયું હતું. પણ છેલ્લી ઘડીએ હંસાએ આવીને બધી જ બાજી બગાડી નાખી હતી.
સિકંદર ખૂબ શક્તિશાળી હતો. માત્ર ઈંટ-ચૂનાની જ નહીં પણ કાચની અને લોખંડની દીવાલની આરપાર જવાની એ તાકાત ધરાવતો હતો. એની સામે લોખંડની સાંકળોનો તો કોઈ હિસાબ નહોતો.
પણ આ લોખંડની સાંકળો સાચા લોખંડની નહોતી. એ તો ઈલમથી અને મંત્રથી પેદા થયેલી ચમત્કારિક અદૃશ્ય સાંકળો હતી. પણ લોખંડની સાંકળો કરતાંય મજબૂત હતી. એ સાંકળોથી સિકંદર બરાબરનો બંધાયેલો હતો. સાંકળોના બંધનમાંથી સિકંદર છૂટો થવાની અણી ઉપર હતો ત્યાં જ હંસાએ પેલા તાવીજને બરાબર બાંધીને સિકંદરને બરાબર બાંધી દીધો હતો.
હંસાની આ હરકતથી સિકંદર બરાબરનો છંછેડાઈ ગયો હતો. આમેય એ શરૂઆતથી જ હંસા ઉપર ખિજવાયેલો હતો. જ્યારે એણે માવજીનું ખૂન પીધું હતું, ત્યારે પોતાને છુપી રીતે જોઈ રહેલી હંસા ઉપર જ એને ગુસ્સો ચડયો હતો. પણ એ પછી હંસા તરફ એણે કોઈ ધ્યાન આપ્યું નહોતું.
પણ દિવસે દિવસે હંસા વધુ ને વધુ આ બાબતમાં ચિંતા કરતી હતી, પોતાનાં સાસુ-સસરા, પતિ અને અમરને પણ એણે જ આ વાતનો ફોડ પાડયો હતો. ફકીરબાબાની મદદમાં પણ એ જ રહેતી હતી. એ બાઈ પહેલેથી જ સિકંદરને ખટકતી રહી હતી. અને એમાંય એણે તાવીજ બરાબર કચકચાવીને બાંધવાની હરકત કરી એટલે સિકંદર એની ઉપર ધૂંઆપૂંઆ થઈ ગયો.
સિકંદરને બાંધી દેનાર અને સિકંદરને ખતમ કરવાની વાતો કરનારને સિકંદરે કયારનોય ખતમ કરી નાખ્યો હતો. ફકીરબાબાને ખતમ કર્યા પછી સિકંદર મનોમન ખુશ થતો હતો.
ફકીરબાબા એના રસ્તાનો મોટામાં મોટો કાંટો હતો. એ કાંટો તો દૂર થઈ ગયો હતો. હવે ફકત એક હંસા બાકી હતી.
અને જ્યારે ફકીરબાબા જેવો ઈલમનો જાણકાર અને સિકંદર સામે હિંમતથી ટક્કર લેનાર જાણકાર ખતમ થઈ ગયો હતો તો પછી હંસા જેવી સામાન્ય સ્ત્રીનું તો સિકંદર સામે શું ગજું?
સિકંદરે બરાબર એ જ વખતે મનમાં નક્કી કરી લીધું કે ફકીરબાબા તો ખતમ થઈ ગયો. હવે એ હંસાને પરેશાન કરશે...હા, હંસાને ખતમ નહીં કરે....સહેલાઈથી મારી નહીં નાખે....એને ડરાવશે...ડરાવી....રડાવશે અને રડાવી રડાવીને અધમૂઈ કરી નાખે. એ રીતે ખૂબ રિબાવ્યા પછી એને ખતમ કરી નાખશે....મનમાં એવો ભયાનક નિર્ણય લઈને સિકંદર ખડખડાટ હસી પડયો. એના અટ્ટહાસ્યથી ખંડેરની દીવાલો ધ્રુજી ઊઠી. એ ખંડેરમાં માળાઓ બાંધીને રહેતા પંખીઓ ડરી-ફફડીને માળો છોડીને ભાગી ગયાં. સિકંદરના આ અટ્ટહાસ્યના પડઘાં કયાંય સુધી ખંડેરમાં ગુંજતા રહ્યા....
સિકંદરના એ પડઘા શમે એ પહેલાં જ હંસાની સામે એક મોટો કાળો બિલાડો આવીને ખડો થઈ ગયો.
હંસાને બદલે જો રીમા સામે બિલાડો આવીને ખડો થઈ ગયો હોત તો રીમા ધ્રુજી ઊઠી હોત. પણ હંસા એમ ડરી કે ધ્રુજી જાય એવી નહોતી. એનું દિલ વધુ પડતું મજબૂત અને એનું કાળજું વધુ પડતું કઠણ હતું. એણે બિલાડાને હાંકવા માટે કોઈક વસ્તુ શોધવા ડાબી તરફ જોયું. એ એકાએક ચોંકી ગઈ. ડાબી તરફ એવો જ એક બિલાડો એની સામે આંખો તાણીને ઊભો હતો.
હંસા એ બિલાડાને હાંકે એ પહેલાં જ એને પાછળના ભાગમાંથી અને જમણી તરફથી 'મિયાઉં...મિયાઉં...'નો અવાજ સંભળાયો. હંસાએ ચમકીને પાછળ જોયું. ખરેખર ત્યાં પણ એવો જ મોટો બિલાડો હતો. હવે હંસાના મનમાં ફફડાટ પેઠો. લાગ્યું કે અત્યાર સુધી રીમાને પરેશાન કરનાર સિકંદર હવે પોતાને હેરાન-પરેશાન કરવા લાગ્યો છે.
એણે ગુસ્સાથી એ બિલાડા સામે જોયું. બિલાડાની આંખો પણ ક્રોધથી લાલ બનેલી હતી. હંસાએ વારાફરતી નજર ઘુમાવીને ત્રણે તરફ જોયું. ત્રણે બિલાડા એક સરખા જ દેખાતા હતા. અચાનક એને મનમાં શંકા જાગી. બિલાડા ત્રણ નથી, બિલાડો તો એક જ છે. પણ પોતાને એ ત્રણે બિલાડા અલગ-અલગ દેખાય છે. પોતે જે તરફ નજર નાખે છે એ તરફ એ જ બિલાડો હાજર થઈ જાય છે.
સતત પોતાની સામે તાકી રહેલા બિલાડાઓને જોઈ રહ્યા પછી હવે હંસાને પણ મનમાં બીક લાગવા માંડી હતી. એનું કઠોર કાળજું પણ હવે આછું આછું ધ્રુજવા લાગ્યું હતું. એણે મનોમન કોઈક તરકીબ લડાવાનો વિચાર કર્યો.
એણે પોતાની સામેના બિલાડા ઉપર નજર જમાવી રાખી અને પછી પોતાના બેય હાથ નજીક પડેલા શાક બનાવવા માટે કાપવા લીધેલા રીંગણાં ઉઠાવ્યા અને પોતાના મનને મજબૂત કરીને એણે એ રીંગણાં એ બિલાડાઓ તરફ જોયા વિના જ અંદાજે ફેંકી દીધા.
હંસાના હાથમાંથી રીંગણ ફેંકાયા પછી તરત જ એની સામેનો બિલાડો ઊછળીને ભાગી ગયો.
હંસાએ તરત જ નજર ફેરવીને, ઝડપથી પોતાની ડાબી અને જમણી તરફ જોયું. પણ જોતાં જ એ ફરી એકવાર ચોંકી ગઈ. એનું દિલ ઝડપથી ધડકી ઊઠયું.
બન્ને તરફથી બિલાડાઓ તો ભાગી ગયા હતા, પણ બન્ને બિલાડાઓને હાંકવા-મારવા માટે તેણે ફેંકેલા રીંગણાની જગ્યાએ એક તાજું ખીલેલું ફૂલ પડયું હતું.
હંસા એ ફૂલને ઓળખી ગઈ. આવું જ પીળું ખીલેલું પીળા રંગનું ફૂલ એણે ઘણીવાર રીમાના કમરામાં જોયું હતું.
રીમાએ પહેલીવાર એ ફૂલ સૂંઘ્યું અને એ પીળું ફૂલ સૂંઘ્યા પછી જ એ શયતાન સિકંદર એને વળગ્યો હતો.
પીળા ફૂલને જોતાં જ હંસા ચેતી ગઈ અને ચેતીને ત્યાંથી ઊભી થઈને પોતાના કમરામાં ચાલી ગઈ.
પણ હંસા પોતાના કમરાના બારણા પાસે પહોંચી કે તરત જ કમરાના અંદરનું દૃશ્ય જોઈને હંસાના મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ.
હેમંત પથારીમાં રંગીન પ્લાસ્ટીકના ગોળ દડાથી રમતો હતો, હેમંતની નજર એ દડાના રંગો ઉપર ચોંટેલી હતી. અને હેમંતથી ચાર-પાંચ વેંત દૂર એક બિલાડો, હેમંત ઉપર છલાંગ મારીને એને પીંખી નાખવાની તૈયારી કરતો બેઠો હતો.
પણ એ બિલાડો હેમંત ઉપર છલાંગ મારે એ પહેલાં તો હંસાએ દોડીને હેમંતને ઉઠાવીને, પોતાની છાતી સરસો ચાંપી લીધો હતો.
આ ઉપરા-ઉપરી બનેલી બે ઘટનાઓ અને સિકંદરની માયાજાળ જેવા બિલાડાઓથી હંસા ખૂબ જ ડરી ગઈ હતી. આ રીતે તો કેવી રીતે જીવી શકાશે ? આમ ને આમ કયાં સુધી ચાલશે ? અધૂરામાં પૂરું હવે તો એ શયતાન સિકંદરની સામે ટક્કર લેનાર એ હરામખોરનો સામનો કરનાર ફકીરબાબા ખતમ થઈ ગયા હતા.
એ જ સાંજે હંસાએ પોતાનાં સાસુ અને સસરાને કહી દીધું, 'આ રીતે કયાં સુધી ચાલશે? રીમાના બાવડા ઉપર જ્યાં સુધી તાવીજ બંધાયેલું છે ત્યાં સુધી એ હરામખોર પણ બંધાયેલો છે. પણ જ્યારે રીમાના બાવડા ઉપરનું તાવીજ ખૂલી જશે કે તરત જ એ શયતાન આઝાદ થઈ જશે. અને એ વખતે એને વશ કરવો મુશ્કેલ થઈ પડશે. માંડ માંડ રીમા મોતના મોઢામાં જતી બચી છે. એની તબિયત પણ સુધરવા લાગી છે અને એનું શરીર પણ સારું થયું છે. આપણે તરત જ કોઈક ઈલાજ શરૂ કરી દેવો જોઈએ.'
હંસાની વાત સાંભળીને એના સસરા બોલ્યા, 'બેટા, તમે જ કહો, આપણે હવે એનો શો ઈલાજ કરી શકીએ?'
સસરાના અવાજમાં રહેલી ભારોભાર ગંભીરતા અને ચિંતા જોઈને હંસાનું હૈયું પણ ભરાઈ આવ્યું. એ જવાબ આપે એ પહેલાં એનો પતિ મનોજ બોલી ઊઠયો, 'હવે આપણે બીજા કોઈ સાધુ કે ફકીરને શોધવો પડશે.'
મનોજની વાત સાંભળીને રંજનાબહેન બોલ્યાં, 'અરે, એ ફકીરબાબાએ જ કોઈક મોટા ફકીરનું નામ આપ્યું હતું....' પછી પોતાની યાદશક્તિનું રોદણું રડતાં બોલ્યા, 'બળ્યું, મને તો હવે કંઈ યાદ જ રહેતું નથી. ફકીરબાબાએ તો કોઈક ગામનું અને ફકીરનું નામ પણ લીધું હતું.'
પોતાની સાસુની વાત સાંભળીને હંસાને કંઈક યાદ આવી ગયું હોય એમ બોલી ગઈ, 'અહીંથી દસ માઈલ દૂર સંબલપુર ગામ છે. એ ગામની સીમમાં એક પીરની દરગાહ છે. મસ્તાનબાબા નામના એક ફકીર રહે છે...!'
'મસ્તાનબાબા નહીં પણ સુલતાનબાબા નામના ફકીર રહે છે...!' હંસાએ વાત યાદ કરી એટલે એના સસરા ચુનીલાલને એ વાત યાદ આવી. વહુએ જ્યારે ફકીરનું ખોટું નામ લીધું ત્યારે એમને સાચું નામ યાદ આવી ગયું અને એમણે તરત જ વહુની ભૂલ સુધારી લીધી અને પછી મનોજ તરફ ફરીને કહ્યું, 'મનોજ, તું કાલે જ મનોરમામાસીને લઈને સુલતાનબાબા પાસે પહોંચી જા. સુલતાનબાબા જરૂર આવશે અને પોતાના ઈલમથી રીમાને સારી કરી દેશે.'
ત્યારબાદ ઘરના બધા કુટુંબની અને વહેવારની આડીઅવળી વાતોમાં પરોવાઈ ગયા. રીમા પણ આવીને બધાની સાથે બેઠી.
ઘડિયાળમાં અગિયારના ડંકા પડયા પછી જ બધાં ઊભાં ગયાં. એ વખતે ચુનીલાલે ફરી મનોજને ટકોર કરી, 'મનોજ, તું સવારે જ તારી માસી સાથે સુલતાનબાબા પાસે ચાલ્યો જજે.'
ત્યારપછી સૌ પોતપોતાના કમરામાં ચાલ્યાં ગયાં. અડધા કલાક પછી તો ઘરમાં બધાં ઘસઘસાટ ઊંઘતાં હતાં. વાતાવરણમાં બિલકુલ ખામોશી પથરાઈ ગઈ હતી.
અચાનક રાતના એક વાગવાના ડંકાની સાથે ઘરમાં રીમાની એક ભયાનક ચીસ ગુંજી ઊઠી.
ચુનીલાલ, રંજનાબહેન, મનોજ અને હંસા પોતપોતાની પથારીમાંથી ઊઠીને રીમાના કમરા તરફ દોડી ગયાં.
રીમાના કમરામાં ઘૂસીને મનોજે લાઈટ ચાલુ કરી.
કમરાનું દૃશ્ય જોઈને બધા ચોંકી ગયા.
રીમાનો એક હાથ પલંગની નીચે લટકતો હતો. હાથની એક આંગળી ઉપર ચીરો પડેલો હતો અને એમાંથી લોહીની ધાર સતત ટપકતી હતી. નીચે જમીન ઉપર એક બિલાડો બેઠો બેઠો એ લોહીની ધારાને પોતાની પીઠ ઉપર ઝીલી રહ્યો હતો. એની પીઠ ઉપર પડતા લોહીથી એને કોઈક અજબ પ્રકારનો સંતોષ મળતો હોય એમ એ આંખો બંધ કરીને પડયો હતો.
મનોજે તરત જ સિસકારા કરીને એને ભગાડી મૂકયો અને હંસાએ ઝડપથી રીમાનો હાથ પોતાના હાથમાં લઈને જોવા માંડયો.
હંસાએ રીમાનો હાથ પકડયો ત્યારે જ બધાને ખબર પડી કે રીમા બેભાન થઈ ગઈ છે.
હંસાએ ઝડપથી રીમાની આંગળીઓ સાફ કરીને પાટો બાંધવા માંડયો. મનોજ રીમાને ભાનમાં લાવવા માટે એના મોઢા ઉપર ઠંડા પાણીની છાલકો મારવા લાગ્યો. જ્યારે રંજનાબહેને જમીન ઉપરથી લોહીના ડાઘ સાફ કરી નાખ્યા.
થોડી જ વારમાં રીમા ભાનમાં આવી ગઈ. ત્યારપછી બધાં ઘણીવાર સુધી રીમાના કમરામાં બેસી રહ્યાં. પણ બે-અઢી કલાક સુધી કોઈ ઘટના બની નહીં અને રીમા ફરી ઊંઘવા લાગી. એટલે સૌ પોતપોતાના કમરામાં જઈને પથારીમાં પડયાં.
મનોરમામાસી સાથે મનોજ બીજા દિવસે સવારે સાત વાગે જ સંબલપુર જવા નીકળ્યો. અડધા કલાક પછી બન્ને જણાં સંબલપુર પહોંચ્યાં.
દરગાહ શોધતાં બન્નેને બહુ વાર ન લાગી. દરગાહના ઓટલા ઉપર જ બેઠા-બેઠા એક લાંબી દાઢીવાળા ફકીરબાબા ફૂલોની માળા ગૂંથતા હતા.
મનોરમામાસી અને મનોજ એમને એકી નજરે જોતાં જ ઓળખી ગયાં, છતાંય મનોજે એમને પૂછયું, 'સુલતાનબાબા કયાં મળશે....?'
એ ફકીરે એમની સામે અચરજથી જોઈને ખૂબ જ અચરજથી જવાબ આપ્યો, 'બોલો શું કામ છે ? હું જ સુલતાનબાબા છું.'
મનોજ અને મનોરમામાસીએ એમની નજીક બેઠક લીધી. પછી હળવેકથી મનોરમામાસીએ રીમાના વળગાડની, સિકંદરની અને ફકીરબાબા ખતમ થઈ ગયા ત્યાં સુધીની તમામ વાત કરતાં ઉમેર્યું, 'હવે અમે આપની પાસે આવ્યાં છીએ...હવે આપ જ એ છોકરીનો ઈલાજ કરી શકો એમ છો.'
સુલતાનબાબા મનોરમામાસીની વાત સાંભળીને એક તરફ શૂન્યમાં તાકી રહ્યા. પછી બોલ્યા, 'હું કદી કોઈનેય ઘેર જતો નથી. તમારે એ છોકરીનો ઈલાજ કરાવવો હોય તો અહીં લઈ આવો. મારાથી એ શયતાન દૂર નહીં થાય...!'
સુલતાનબાબાને છટકવાનો પ્રયત્ન કરતાં જોઈને મનોજે એકદમ અધીરાઈથી કહ્યું, 'પણ ફકીરબાબાએ જ અમને તમારું નામ-ઠેકાણું સૂચવ્યું છે. હવે આપ જ એમનું વેર લો.'
સુલતાનબાબા બોલ્યા, 'વેર લેવાનું કામ અમારું નથી. અમે તો આ દુનિયાની મોહ-માયા છોડી એની સાથે વેર-ઝેર પણ છોડી દીધાં છે. હું તો કામ કરીને છૂટી જવામાં માનું છું. એનું સારું કે ખોટું ફળ ઉપરવાળો આપે છે.'
'ગમે તેમ પણ હવે અમે તો તમારે આશરે આવ્યા છીએ.' મનોરમામાસીએ સુલતાનબાબા સામે કરગરી પડતાં કહ્યુું. એમની આંખોમાં ઝળઝળિયાં ભરાઈ આવ્યાં.
સુલતાનબાબાને મનોરમાનાં આંસુઓ જોઈને દયા આવી કે પછી કોઈક બીજા કારણસર એમણે કહ્યું, 'હું આવીશ...અને એ શયતાનને ખતમ કરીશ... ફકીરબાબાએ એને બાંધી રાખવાની ભૂલ કરી હતી. એવા શયતાનને તો બાંધવાને બદલે ખતમ કરી નાખવો જોઈએ.'
સુલતાનબાબાને રીમાના ઈલાજ માટે આવવા તૈયાર થયેલાં જોઈને મનોજ અને મનોરમામાસીના ચહેરા ઉપર આનંદ છવાઈ ગયો.
પણ એ વખતે બન્નેમાંથી એકેયને ખબર નહોતી કે સુલતાનબાબાના ઈલાજ પછી તો સિકંદર વધારે રઘવાયો અને વધારે ભુરાટો થશે અને છટકવા માટે રીમાને ખતમ કરવા માટે વધુ ને વધુ જોરદાર પ્રયત્ન કરશે. એમાં કદાચ ઘરનું એકાદ જણ ખતમ પણ થઈ જશે.
પછી..? પછી શું થયું..? રીમાનો ઈલાજ કરવા તૈયાર થયેલા સુલતાનબાબાએ શું કર્યું...? શું એમણે સિકંદરને ખતમ કર્યો? રીમાનું શું થયું? રીમાના શરીરમાં રહેલા અદૃશ્ય પુરુષ સિકંદરનું શું થયું? એ બધું જાણવા માટે 'જંતર મંતર'નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.
(ક્રમશઃ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૧૮)
રીમાના બાપુજીએ હાથ જોડતાં ફકીરબાબાને કહ્યું, 'બાબા, આ વખતે તમને અમે ખૂબ પરેશાન કર્યા છે. પણ હવેથી અમે ખૂબ ધ્યાન રાખીશું....!'
ચુનીલાલની વાત સાંભળીને ફકીરબાબા બોલ્યા, 'હવે તો ઘણું મોડું થઈ ગયું છે. કદાચ હવે હું વધારે નહીં જીવું.' કહેતાં એકાદ પળ માટે તેઓ અટકી ગયા. પછી બોલ્યા, 'હું મરી જાઉં તોય તમે તમારી દીકરીનો ઈલાજ ચાલુ જ રાખજો. અહીંથી દસ માઈલ દૂર સંબલપુરની સીમમાં એક પીરની દરગાહ છે. એ દરગાહ ઉપર સુલતાનબાબા નામના એક ઈલ્મી ફકીર છે. તેમણે અનેક ભૂત-પ્રેત અને ચુડેલ-ડાકણોને બાટલામાં ઉતારીને કૂવામાં નાખી દીધા છે. મારા કરતા પણ તેઓ વધુ જાણકાર છે. જરૂર પડે તો એમને બોલાવી લેજો.' કહેતાં કહેતાં ફરી વાર તેઓ અટકી ગયા. હવે એમનો શ્વાસ વધી ગયો હતો. અવાજમાંની ધ્રુજારી પણ વધી ગઈ હતી. કયારેક એમનો અવાજ તરડાઈ પણ જતો હતો. થોડીવાર ચુપ રહી થાક ખાઈને એમણે આગળ ઉમેર્યું, 'એ સુલતાનબાબા આમ તો કયાંય જતા નથી, પણ તમે એમની પાસે મારું નામ લેશો તો તેઓ જરૂર આવશે...!' એટલું કહેતાં ફકીરબાબા જમીન ઉપર બેસી ગયા.
એમના ચહેરા ઉપર ભારે થાક વર્તાતો હતો. તેમણે હાથથી ઈશારો કરીને ચુનીલાલને પોતાની નજીક બોલાવ્યા અને પછી ખૂબ ધીમા અવાજમાં કહ્યું, 'હવે તમે અહીંથી મને મારા ઠેકાણે પહોંચાડો.'
ચુનીલાલે તરત જ મનોજ તરફ જોયું. 'મનોજ, તું જલદી આ ફકીરબાબાને મૂકી આવ.'
મનોજ બહાર જઈને રિક્ષા કરી લાવ્યો અને પડોશમાંથી પોતાના બે-ત્રણ મિત્રોને પણ બોલાવી લાવ્યો. એ મિત્રોએ મળીને ફકીરબાબાને રિક્ષામાં બેસાડયા. મનોજ આગળ રિક્ષા ડ્રાઈવરની બાજુમાં બેસી ગયો.
મનોજ ગયો પછી હંસાએ ફોઈબા સામે કડવી નજરે જોઈને પૂછયું, 'ફોઈબા, તમે તાવીજ શું કામ ખોલ્યું ?'
'મેં કયાં ખોલ્યું છે...?' એવું કહેવા જતા ફોઈબા સાચું જ બોલી ગયાં, 'મેં...ખોલ્યું...!' પણ શા માટે ખોલ્યું એ કારણ તેમણે આપ્યું નહીં અને એ કારણ બધાને આપી શકાય એવું પણ હતું જ નહીં.
પણ હંસા એમ ફોઈબાને છોડે એમ નહોતી. એ બોલી, 'ફોઈબા, તમને તો મેં પહેલેથી જ ચેતવી દીધાં હતાં, છતાંય તમે તાવીજ ખોલ્યું ?'
ફોઈબાએ કંઈ જવાબ ન આપ્યો. એમનું મોઢું પડી ગયું. અને એમણે ગરદન ઝૂકાવી લીધી. ચુનીલાલ અને રંજનાબહેનને પણ ખોટું લાગ્યું હોય એમ એ ત્યાંથી ચાલ્યાં ગયાં.
ફોઈબાને લાગ્યું કે હવે અહીં રહેવામાં સારાવાટ નથી. વળી ઘરે જઈને એમને પણ રીમાએ બતાવ્યા મુજબ પેલું ચણાના લોટનું પૂતળું બનાવીને, લાલ લૂગડામાં લપેટીને પોતાની પાડોશણના ઘર સામે દાટવાનું હતું. એ વિધિ જલદી પતી જાય તો પોતાને પણ જલદી સંતાન થાય એવી ગણતરીએ એમણે ત્યાંથી જવા માટે તૈયારી કરવા માંડી.
એ દિવસે સાંજે જ ફોઈબા ચાલ્યાં ગયાં. રીમાએ તો ફોઈબાને રોકાઈ જવા માટે ઘણો આગ્રહ કર્યો, પણ ફોઈબા રોકાયાં નહીં. ત્યારબાદ પણ ખાસ કોઈ ઘટના બની નહીં.
રાતના રીમા ઊંઘી ગઈ. પછી તેને ભયંકર-ભયંકર અવાજો સંભળાયા. ભયાનક-ભયાનક સપનાં આવ્યાં એથી વિશેષ કંઈ થયું નહીં.
બીજા દિવસની સવારે મનોરમા માસીનો ટીનુ સમાચાર લાવ્યો કે, 'ફકીરબાબા આખી રાત ઊલટીઓ કરતા રહ્યા અને આજે વહેલી સવારે ગુજરી ગયા છે.'
ફકીરબાબાના અવસાનના સમાચારથી ઘરમાં ગમગીની ફેલાઈ ગઈ. પોતાનું કોઈ અંગત સગું મરણ પામ્યું હોય એવું દુઃખ બધાંને થયું. હંસા તો ધ્રુસકે-ધ્રુસકે રડી પડી. બધાંની આંખો પણ ભરાઈ આવી. એકપણ પાઈ-પૈસો લીધા વિના કે બીજા કોઈ સ્વાર્થ વિના રીમા માટે મહેનત કરનાર એ માણસ એક તાવીજ ખોલવાની નજીવી ભૂલથી ખતમ થઈ ગયો. એનો સૌને અફસોસ અને પસ્તાવો થયો હતો.
એ આખો દિવસ ગમગીનીમાં પસાર થઈ ગયો. ફકીરબાબાના અવસાનનું દુઃખ બધાના ચહેરા ઉપર પથરાયેલું હતું. પણ રીમાના મનમાં ઊંડે ઊંડે જાણે કોઈક આનંદ છલકાતો હતો. એ પોતે જાણતી હતી કે ફકીરબાબા મરી ગયા પછી એ શયતાન સિકંદર બહુ જોર કરશે. ખૂબ પરેશાન કરશે...કદાચ એનો જીવ પણ લઈ લેશે. છતાંય મનમાં ઊંડે ને ઊંડે જાણે કોઈક એને કહી રહ્યું હતું. સારું થયું ફકીરબાબા ખતમ થઈ ગયો. હવે મોજથી રહેવાશે...
રાતે રીમા પથારીમાં પડી ત્યારે હંમેશ મુજબ હંસાભાભી આવીને પાણીનો લોટો અને ગ્લાસ મૂકી ગયાં. પલંગની આસપાસ વેરાયેલા દાણાઓ ઉપર એણે એક નજર ફેરવી. જેટલા દાણાઓ ખસી ગયા હતા એટલા સરખા લાઈનમાં ગોઠવી દીધા. અને પછી બત્તી બુઝાવીને ચાલ્યાં ગયાં. જતાં-જતાં તેમને મનમાં વિચાર આવ્યો કે હવે દિવસે પણ રીમાને ઘરમાં બહુ હરવા-ફરવા દેવી નહીં. જરૂર લાગે તો જ એને ઊભી થવા દેવી અને બને ત્યાં સુધી તો કોઈ એક જગ્યાએ બેસાડીને એની આસપાસના આ દાણાઓ બિછાવી દેવા જોઈએ જેથી રીમા સલામત રહે અને પેલા પાપી શયતાન સિકંદરનો પંજો રીમા સુધી ન પહોંચે.
રીમા પથારીમાં પડયા પછી થોડી જ વારમાં ઊંઘવા લાગી હતી. પણ અચાનક એ ઝબકીને ચોંકીને પથારીમાં બેઠી થઈ ગઈ. તે વખતે બહારના કમરાની દીવાલ ઘડિયાળમાં બારના ડંકા પડી રહ્યા હતા. આકાશમાં વીજળી ચમકારા કરતી હતી અને પવનના સૂસવાટાથી બારીનું બારણું ઝડપથી ઉઘડતું અને બંધ થતું હતું. એક અજાણ્યા ભયથી રીમા ફફડી ઊઠી.
રીમા પાછી પથારીમાં લાંબી થાય એ પહેલાં એણે બહારથી પોતાના નામની બૂમો પડતી સાંભળી. એ અવાજ સિકંદરનો હતો. સિકંદર એને બહાર બોલાવી રહ્યો હતો. કદાચ બંગલાની પાછળના ભાગમાં એ ઊભો હશે. કોઈ લોહચુંબક લોખંડના ટુકડાને ખેંચે એમ રીમા એ અવાજ તરફ ખેંચાઈ હોય એમ એની આંખો બારીની બહાર તાકી રહી. એ જવા માટે ઉત્સુક હોય એમ એ પલંગની નીચે ઉતરીને ઊભી રહી.
રીમા હજુ પલંગની નીચે ઊતરી જ હશે, ત્યાં એક કાળો મોટો બિલાડો બારીમાં આવીને બેઠો. એની ઝગારા મારતી આંખો એણે ઝડપથી કમરામાં ફેરવી. અને પછી બારી પાસે જ પડેલા ટેબલની ઉપર એ કૂદી પડયો. ટેબલ ઉપર એક જાડું પુસ્તક પડયું હતું. બિલાડાએ એ પુસ્તકને લાત મારી જમીન ઉપર પટકી દીધું અને પછી જ એ પુસ્તકને બીજી જોરદાર લાત મારીને રીમા તરફ સરકાવી દીધું. એને બીજી જ પળે છલાંગ મારીને એ બિલાડો ટેબલ ઉપર થઈને બારીમાંથી બહાર સરકી ગયો.
બિલાડાએ સરકાવેલા જાડા પુસ્તકે પોતાનું કામ પૂરું કર્યું હતું. પેલા ફકીરબાબાએ મંતરીને આપેલા કાળા દાણાની લાઈન તૂટી ગઈ હતી અને એમાંના ઘણા બધા દાણાઓ દૂર હડસેલાઈ ગયા. લક્ષ્મણ રેખા જાણે તૂટી ગઈ અને રીમા માટે તો રસ્તો ખૂલી ગયો હોય એમ રીમા આગળ વધી. એને કોઈ ખેંચી રહ્યું હોય એમ એ એકધારી ખેંચાઈ રહી હતી.
બંગલાનો મુખ્ય દરવાજો તો ખુલ્લો જ હતો. રીમા ઝડપથી સરકતી-સરકતી એ દરવાજામાં થઈને બહાર રસ્તા ઉપર આવી.
એ વખતે રસ્તો બિલકુલ સૂનો હતો. કયારેક-કયારેક કૂતરાઓનો ભસવાનો અવાજ આવતો. એ સિવાય બિલકુલ શાંતિ હતી. રીમા ઝડપથી સપાટ અને સીધા રસ્તા ઉપર સરકી રહી હતી.
રસ્તો પૂરો કરીને એ મંદિર પાસે પહોંચી અને ત્યાંથી પગદંડી ઉપર સરકતી-સરકતી એ થોડી જ વારમાં પેલા ભેંકાર ખંડેર પાસે પહોંચી ગઈ.
ખંડેર પાસે જઈને એ ઊભી રહે એ પહેલાં જ અચાનક એક ઝાડ પાછળથી એક પડછાયો સરકી આવ્યો. રીમા ત્યાં જ થંભી ગઈ. પહેલી નજરે તો એ સિકંદરને ઓળખી પણ ન શકી.
તાજો-માજો માતેલા સાંઢ જેવો અને રૂપાળો સિકંદર અત્યારે સાવ નબળો પડી ગયો હતો. એનો ચહેરો બિલકુલ કાળો થઈ ગયો હતો. ચહેરા ઉપર કરચલીઓના થર જામી ગયા હતા. એકાએક જાણે એની ચાલીસ વરસની ઉંમર વધીને સિત્તેર વરસની થઈ ગઈ હતી. એની આંખોનું તેજ ગાયબ થઈ ગયું હતું. એની આંખો બુઝાવા આવેલા દીવા જેવી પીળી થઈ ગઈ હતી. રીમા એકીટસે સિકંદરની સામે જોઈ રહી.
સિકંદર ધીમા અવાજે બોલ્યો, 'શું જોઈ રહી છો...મારી આ હાલત તેં અને તારા ઘરના લોકોએ કરી છે...!' એનો અવાજ ગુસ્સાથી કંપી રહ્યો હતો.
રીમા પણ એકાએક ઉશ્કેરાઈ ગઈ....'એમાં મારો અને મારા ઘરવાળાનો શો વાંક છે ?'
'તેં જ આપણા સંબંધોની વાત બધાને કરી અને ઘરના લોકોએ પેદા ફકીરને બોલાવ્યો. એ ફકીરે મને અહીં બાંધી રાખ્યો છે...હું કેટલાય દિવસનો ભૂખ્યો અને તરસ્યો છું.' આટલું બોલતાં એ હાંફી ગયો પછી એકાએક એ બોલ્યો, 'હવે તો લોહી પીધા વિના નહીં ચાલે. તારા ઘરમાંથી જ કોઈકનું લોહી હું પીશ...!' ફરી સિકંદરનો અવાજ કંપી ગયો. એટલું બોલતાં-બોલતાં તો એને ભારે મહેનત પડી હોય એમ એ હાંફી રહ્યો હતો. થોડીકવાર હાંફી લીધા પછી કંઈક રાહત થઈ એટલે એણે આગળ ચલાવ્યું, 'તારા ઘરમાં મને સૌથી વધારે કોઈ પરેશાન કરતું હોય તો તારી ભાભી જ છે....એને હું જીવતી નહીં મૂકું....પણ પહેલાં એના દીકરાનો વારો....!' ફરીવાર સિકંદર હાંફી ગયો.
રીમાની આંખોમાં ઝળહળિયાં ભરાઈ આવ્યાં. એના બાવડા ઉપર તાવીજ બાંધેલું હતું. એટલે સિકંદરના પ્રભાવમાં હોવા છતાંય એ બધું સમજી શકતી હતી. સારા-નરસાનું એને થોડું ભાન હતું.
અચાનક સિકંદરનો અવાજ કંપી ઊઠયો, 'હરામજાદી ચાલી જા અહીંથી...હું બંધાયેલો છું. નહીંતર તને આજે ખતમ કરીને હું છૂટો થઈ જાત...!'
રીમા પાછી વળી ગઈ અને થોડી જ વારમાં એ પોતાના કમરામાં આવીને સૂઈ ગઈ.
બીજા દિવસની સવારે રીમા નાહી-ધોઈને રસોડામાં નાસ્તો કરવા પહોંચી ત્યારે હંસાભાભી રોટલી વણતી હતી.
રીમાને ભાખરી અને અથાણું આપી હંસાએ ચા મૂકતાં પૂછયું, 'કેમ રીમા, હવે તબિયત કેમ છે ?'
રીમાએ કોઈ જવાબ ન આપ્યો. એટલે હંસાને મનમાં ફાળ પડી. એણે ચિંતાભર્યા અવાજે પૂછયું, 'કેમ રીમા, તબિયત ઠીક નથી શું ?'
'ભાભી, હજી એવું ને એવું જ છે....!' રીમાની આંખે ઝળહળિયાં આવી ગયાં.
'કેમ, હજી એ શેતાન તારી પાસે આવે છે ?'
'ના, એ તો બંધાયેલો છે. એ મારી પાસે આવવાને બદલે મને પોતાની પાસે બોલાવે છે.'
'કયાં...?'
'દૂર-દૂર એક ખંડેર છે ત્યાં...!'
'પછી એ શું કરે છે ?'
'ફકીરબાબાએ એને બાંધી રાખ્યો છે, એટલે એ કંઈ કરી શકતો નથી. પણ જ્યારે છૂટશે ત્યારે એ આપણને બધાને ખતમ કરી નાખશે એવી ધમકીઓ આપે છે !'
હંસાના મનમાં ગભરાટ હતો, છતાંય રીમા સામે એ ગભરાટ છુપાવવા હંસા હસી પડી. બોલી, 'રીમા, તું ચિંતા ન કર, જ્યાં સુધી તારા બાવડા ઉપર આ તાવીજ બંધાયેલું છે ત્યાં સુધી તો એ તારો વાળ પણ વાંકો કરી શકે એમ નથી.' કહેતાં હંસાએ કપમાં ચા રેડીને રીમા તરફ સરકાવી. રીમા ચૂપચાપ ચા પીવામાં પરોવાઈ અને હંસાએ પાટલી ઉપર લુવો મૂકીને રોટલી વણવી શરૂ કરી.
હંસા હજુ તો પોતાની રોટલી પૂરેપૂરી વણી રહે એ પહેલાં જ રસોડાની બારીાંથી એક મોટો કાળો બિલાડો ડોકાયો.
હંસાનું ધ્યાન એની તરફ ખેંચાતા જ એણે વેલણ ઉગામી એને હંકારવા પ્રયત્ન કર્યો, પણ એ બિલાડો પાછો જવાને બદલે હંસા ઉપર કૂદવાની તૈયારી કરવા લાગ્યો.
'મૂવો આવડો મોટો બિલાડો ઘરમાં કયાંથી ઘૂસી આવ્યો?' કહેતી હંસા બિલાડાને મારવા માટે વેલણ લઈને ઊભી થઈ.
હંસાભાભીને વેલણ લઈને બિલાડા તરફ ધસતી જોઈને રીમાએ બૂમ મારી, 'રહેવા દો...ભાભી, એને ન મારશો...એ તો...એ તો સિ.....!'
પણ રીમા પોતાનું બોલવાનું શરૂ કરે એ પહેલાં બિલાડો હંસાના માથા ઉપર થઈને કૂદયો અને બીજી તરફ ઠેકી ગયો અને હંસાએ ઉગામેલું વેલણ એ બિલાડાના શરીરને અડયા વિના જ વચ્ચેથી તૂટી ગયું.
હંસાએ ગભરાઈને પાછળ જોયું તો બિલાડો દોડીને અંદરના કમરામાં ચાલ્યો ગયો. રીમા ભયથી ધ્રુજતી હતી. હંસાને પણ મનમાં ગભરાટ થયો. પણ એણે હિંમત ગુમાવી નહીં. એ ચૂપચાપ બીજું વેલણ શોધવામાં પરોવાઈ.
રોટલી વણી લીધા પછી હંસાએ ઝડપથી ઘરની સાફસૂફી કરવા માંડી. રીમા પોતાના કમરામાં ચાલી ગઈ. આજે હંસા માથે વધારે કામ હતું. મનોજ તો સવારનો પેઢીએ ચાલ્યો ગયો હતો. એના સસરા અને સાસુ એક વ્યવહારિક કામે ગયાં હતાં. આજે બપોરે એ ત્યાં જ જમવાનાં હતાં. ઘરનાં કામ પતાવીને, હજુ તો શાક લેવા માટે જવાનું હતું અને મનોજ આવે એ પહેલાં શાક બનાવી નાખવાનું હતું. દાળ-ભાત અને રોટલી તો એણે કયારનાય તૈયાર કરી નાખ્યાં હતાં.
ઝડપથી ઘર સાફ કરીને પોતાના ત્રણ વરસના હેમંતને રીમા પાસે મૂકીને હંસા શાક લેવા ગઈ.
લગભગ વીસેક મિનિટ પછી હંસા શાકભાજી ખરીદીને પાછી આવી ત્યારે બારણામાં પગ મૂકતાં જ ચોંકી ગઈ. હેમંત રીમાના બાવડા ઉપરના તાવીજ સાથે રમી રહ્યો હતો. એણે લગભગ અડધું તાવીજ ખોલી નાખ્યું હતું અને રીમાની આંખો ખુશીથી ચમકી ઊઠી હતી. આવી જ ચમક હંસાએ અગાઉ રીમાએ માવજીને ખતમ કર્યો ત્યારે રીમાની આંખોમાં જોઈ હતી.
હંસા શાકની થેલી એક તરફ ફગાવીને રીમા તરફ દોડી. ઝડપથી એણે રીમા પાસેથી હેમંતને ખૂંચવી લઈને, એક તરફ પટકી દીધો અને રીમાના બાવડા ઉપરથી ખૂલી જવા આવેલા તાવીજને એણે બરાબર કચકચાવીને સરખું બાંધી દીધું. પછી ધડકતા હૃદયે એણે હેમંતને ઊંચકીને પોતાની છાતી સાથે ચાંપી દીધો.
હંસાને લાગ્યું કે જો પોતે સહેજ મોડી પડી હોત તો કદાચ પોતાનો હેમંત...! એ આગળ કલ્પના ન કરી શકી. એની આંખો આંસુથી છલકાઈ ગઈ.
ફકીરબાબા ખતમ થઈ ગયા. એનું બધાને દુઃખ હતું, પરંતુ સૌથી વધારે દુઃખ હંસાને હતું. એને સતત ચિંતા રહેતી હતી કે ફકીરબાબાના અવસાન પછી હવે રીમાનો ઈલાજ કોણ કરશે ? જોકે, ફકીરબાબાએ રીમાનો ઈલાજ કરવા માટે સુલતાનબાબાનું નામ ચીંધ્યું હતું. પણ હંસાને ફકીરબાબા ઉપર વધુ પડતી શ્રદ્ધા હતી. સુલતાનબાબા રીમાની હાલત જોઈને રીમાનો ઈલાજ કરવાની ના પાડી દેશે તો રીમાનું શું થશે...? એ વિચાર આવતાં જ હંસા ધ્રૂજી ઊઠી.
પછી..? પછી શું થયું..? ફકીરબાબાના અવસાન પછી હંસા સુલતાનબાબા પાસે રીમાને લઈ ગઈ ? સુલતાનબાબા રીમાનો ઈલાજ કરવા તૈયાર થયા...? રીમાનું શું થયું ? રીમાના શરીરમાં રહેલા અદૃશ્ય પુરુષ સિકંદરનું શું થયું ? એ બધું જાણવા માટે 'જંતર મંતર'નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.
(ક્રમશઃ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૧૭)
રીમાને ભાન આવ્યું ત્યારે સવાર પડવાની તૈયારી હતી. એના કપાળમાં જબ્બર પીડા થઈ રહી હતી. એણે કપાળ ઉપરના વાળ ઠીક કરવા માટે હાથ ફેરવ્યો. એનો હાથ આંખના ખૂણાની ઉપરની તરફ ખેંચાયો. ત્યાં નાનો છરકો થયો હોય અને એમાંથી લોહીની પાતળી સેર ફૂટીને આંખ સુધી આવી હોય એમ લાગ્યું. જોકે, અત્યારે તો એ લોહીની સેર જામી ગઈ હતી. પેલા છરકા ઉપર પણ લોહીનાં ટીપાં સુકાઈ ગયાં હતાં. ખુરશી પાસે વાંકી-ચૂંકી હાલતમાં એ સૂઈ ગઈ હતી એટલે એની કમ્મર, ગરદન, વાંસો, જાંઘ અને પગની પિંડલીઓમાં કળતર થતી હતી. એણે ધીમે-ધીમે એ અંગો સરખાં કર્યાં, અને પછી ખુરશીનો ટેકો લઈને એ ઊભી થઈ, થોડીકવાર બરાબર ઊભા રહ્યા પછી એ પલંગ તરફ આગળ વધી. પલંગ સુધી પહોંચતાં એનો ડાબો પગ બે-ત્રણ વાર લંગડાઈ ગયો. છેવટે પલંગ ઉપર પડયા પછી જ એને કંઈક રાહત થઈ.
દિવસ ચડયો પછી ફોઈબા રીમા પાસે આવ્યાં. રીમાને ઘસઘસાટ ઊંઘતી જોઈ અને કપાળ ઉપરનો પેલો છરકો જોઈને ફોઈબા ગભરાઈ ગયાં. ગઈકાલે મોડી રાત સુધી તો રીમાના કપાળ ઉપર એવો કોઈ છરકો એમને દેખાયો નહોતો. પરંતુ અત્યારે એ છરકો જોઈને એમને ચિંતા થઈ. એમણે રીમાને ઊંઘમાંથી જગાડવાનો નિર્ણય કર્યો. પણ જગાડવા જતાં પહેલાં એમને થયું કે, 'એ બિચ્ચારી ભલે ઊંઘતી, અત્યારે એના કપાળે પાટાપિંડી કરી નાખું. એ જ્યારે જાગશે ત્યારે એને પૂછી લેવાશે...!' આવો વિચાર કરીને ફોઈબા રીમાના કપાળે પાટો બાંધવાની કડાકૂટ કરવામાં પરોવાયાં.
થોડીકવાર પછી રીમા જાગી. પોતાના માથા ઉપર દબાણ અને ભાર જેવું લાગતાં એનો હાથ કપાળ ઉપર ગયો. પાટો બાંધેલો જોઈને એને મનમાં નવાઈ લાગી. 'કોણે પાટો બાંધ્યો હશે ? ફોઈબાએ... હંસાભાભીએ કે મનોજભાઈએ...!' કલ્પના કરતાં કરતાં જ રીમા ઊભી થઈને બાથરૂમ તરફ આગળ વધી. નાહી-પરવારીને એ નાસ્તો કરવા માટે રસોડામાં પહોંચી ત્યારે એના માથા ઉપરનો પાટો જોઈને હંસાભાભીએ ગભરાટથી પૂછયું, 'અરે, રીમા, આ શું થયું ?'
'ભાભી, રાતના ઊંઘમાં પલંગ ઉપરથી પડી ગઈ હતી.' રીમા કોઈ પણ કારણ વિના સાવ ખોટું બોલી ગઈ.
'આ પાટો કોણે બાંધ્યો રીમા...?' હંસાભાભીએ પૂછયું. પણ રીમા કોઈ જવાબ આપે એ પહેલાં જ રસોડા પાસે આવીને, રસોડાના બારણાને ટેકો આપતાં ફોઈએ કહ્યું, 'મેં બાંધ્યો છે, સવારે રીમા રીમા ઊંઘતી હતી ત્યારે જ હું પાટો બાંધી આવી.'
રીમાએ નાસ્તો પતાવ્યો ત્યાં સુધી હંસા, ફોઈબા અને રીમા આડી-અવળી વાતો કરતાં રહ્યાં.
રીમા નાસ્તો પતાવીને બહાર નીકળીને પોતાના કમરામાં જવા લાગી ત્યારે તેણે ફોઈબાને કહ્યું, 'આવો છો ને ફોઈબા...!'
કોઈ જવાબ આપ્યા વિના હસતાં-હસતાં ફોઈબા રીમાની સાથે થઈ ગયાં.
રીમાએ ખુરશી પલંગ પાસે ખેંચી લીધી. 'ફોઈબા, તમે પલંગ ઉપર આરામથી બેસો.' અને પછી પોતે એમની નજીક ખુરશી ઉપર બેસી ગઈ.
ફોઈબા આરામથી બેઠાં. અચાનક રીમાએ પૂછયું, 'ફોઈબા, તમને પરણે કેટલાં વરસ થયાં ?'
ફોઈબાએ અંદાજે જવાબ આપ્યો, 'દસેક વરસ થયાં હશે.'
'દસ વરસમાં તમને એકેય સંતાન થયું નથી...?'
રીમાનો સવાલ સાંભળીને ફોઈબાએ નિસાસો નાખ્યો, 'સાવ એવું તો નથી દીકરી...હું પરણીને ગઈ એ પછી સવા કે દોઢ વરસે મને એક મરેલી દીકરી જન્મેલી...બસ, ત્યારપછી કોઈ સંતાન નથી. ફકીર એટલા પીર અને પથ્થર એટલા દેવ કર્યાં, પણ દીકરી મારો ખોળો એવો ને એવો ખાલી જ રહ્યો. ડૉકટરોને બતાવવામાં પણ કંઈ કચાશ રાખી નથી અને દવાઓ પણ ખૂબ પી લીધી છે...!' કહેતાં ફરી ફોઈબાએ નિસાસો નાખ્યો અને પછી ઉમેર્યું.... 'હવે તો બાળકની આશા પણ મૂકી દીધી છે.'
'પણ તમારા નસીબમાં બાળક છે, ફોઈબા...' રીમાએ ધડાકો કરતાં કહ્યું, અને રીમાનો ધડાકો ફોઈબાને પણ આંચકો આપી ગયો, એમણે ચોંકીને, રીમા તરફ ઝૂકી પડતાં રીમાનો હાથ પકડી લીધો, 'તારી વાત સાચી છે...?' માનવામાં ન આવતું હોય એમ ફોઈબાએ રીમાને પૂછયું.
'મારી વાત સાચી છે...ફોઈબા....પણ એ માટે એક ટૂચકો કરવો પડશે. રમત રમવી પડશે...!' પછી એણે ચમકદાર આંખો ફોઈબાના ચહેરા ઉપર ઘુમાવતાં કહ્યું, 'પણ ફોઈબા, તમને હું સંતાન થવાનો રસ્તો બતાવું તો ખરી...પણ તમારે મારી એક વાત માનવી પડશે !'
ફોઈબાએ પોતાની આંખો રીમાના ચહેરા ઉપર સ્થિર કરી. એમણે આંખોથી જ પૂછી લીધું, 'એવી તે કઈ વાત છે ?'
'તમારે સંતાન જોઈતું હોય તો મારા બાવડા ઉપરથી તાવીજ ખોલી નાખવું પડશે.'
તાવીજનું નામ સાંભળતાં જ ફોઈબા ચોંકી ગયાં. એમણે હડબડાટથી પાછળના દરવાજા તરફ જોઈને ખાતરી કરી લીધી કે, કોઈ જોતું નથી ને...પાછળ કોઈ જોતું નહોતું...
રીમાની વાત સાંભળીને ફોઈબાના હૃદયની ધડકનો વધી ગઈ. એ રીમા સાથે કોઈ વાત કરે એ પહેલાં જ રીમા બોલી, 'ફોઈબા, મને ખબર છે કે, તમે મારી વાત માનશો જ. જો હું તમને સંતાન મેળવવાની તરકીબ બતાવું તો તમે મારું તાવીજ ખોલશો ને...?'
ફોઈબા એક પળ માટે મૂંઝવણમાં પડી ગયાં. રીમાની વાત સાંભળતાં જ એમના મગજમાં જોરદાર સળવળાટ ચાલુ થઈ ગયો હતો. એક તરફ રીમાની જિંદગીનો સવાલ હતો. જ્યારે બીજી તરફ પોતાની જિંદગીનો સવાલ હતો. જો એ રીમાના બાવડા પરનું તાવીજ ખોલી નાખે તો રીમા મુશ્કેલીમાં મુકાઈ જાય પણ એની સાથોસાથ પોતાની મુશ્કેલીઓનો અંત આવી જાય....
એક જ પળમાં ફોઈબાએ મનમાં નિર્ણય લઈ લીધો. પોતાના ભાઈના સંતાનને જોખમમાં મૂકીને પોતાનું સંતાન મેળવી લેવાનો...એણે તરત જ તાવીજ ખોલવા માટે હકારમાં ડોકું હલાવી દીધું. એ વખતે રીમાની આંખો જોયા પછી એમને લાગ્યું કે સામે ખરેખર રીમા નથી બેઠી પણ રીમાનું પૂતળું બેઠું છે. માત્ર રીમાની આંખો ગોળ ગોળ ફરે છે અને વાત કરતી વખતે હોઠ ફફડયા કરે છે.
ફોઈબાએ તાવીજ ખોલવાની હા પાડી તે છતાંય રીમાના ચહેરા ઉપર કોઈ ફેરફાર થયો નહીં. એ ધીમેથી હોઠ ફફડાવતાં બોલી, 'ગુરુવારની એક સાંજે, નાહી-ધોઈ, ચોખ્ખા થઈને ચણાના લોટને પલાળી એક ઢીંગલો બનાવી, એને લાલ કપડાંમાં લપેટીને, તમારા ઘરની સામેના એક મકાનમાં, જ્યાં હજુ ગયા અઠવાડિયે જ બાળકનો જન્મ થયો છે, એ મકાનના બારણાની સામે, ત્રણ ફૂટ દૂર એ ઢીંગલાને રાતે બરાબર બારને પાંત્રીસ મિનિટે દાટી દેશો તો જરૂર તમારે ત્યાં થોડા જ સમયમાં દીકરો આવશે.'
રીમાની વાત સાંભળીને ફોઈનું હૈયું ધડકી ઊઠયું. એના આખા શરીરમાં ધ્રુજારી ફરી વળી. એ શંકાભરી નજરે રીમાને તાકી રહી ત્યારે રીમાએ જ સામેથી ખુલાસો કર્યો... 'ફોઈબા, તમે શંકા ન રાખો, તમારા ઘર સામે બાળક જન્મેલું છે. એની મને ખબર છે. એની ઉપરથી જ સમજી જાવ કે મારી વાત કેટલી સાચી હશે ? અને હવે તમે મારા બાવડાનું તાવીજ ખોલી નાખો...'
ચાવી દીધેલા પૂતળાની જેમ ફોઈબાએ રીમાના બાવડા પરનું તાવીજ ખોલી નાખ્યું.
તાવીજ ખુલતાં જ જાણે ચમત્કાર થયો. રીમા ખુરશી એક તરફ પછાડતી, પુરુષની જેમ એક જોરદાર અટ્ટહાસ્ય કરતી ઊભી થઈ ગઈ. એની આંખો ચકળવકળ થવા લાગી. અને એ બહારની તરફ દોડી ગઈ. ફોઈએ એને રોકવા માટે એનો હાથ પકડયો પણ રીમાએ એક આંચકા સાથે એનો હાથ છોડાવી લીધો. ફોઈબાએ એને રોકવા માટે ફરી પ્રયત્ન કર્યાે અને દોડતી રીમાની સાડી પકડી લીધી. પણ રીમાની સાડી ફોઈબાના હાથમાં રહી ગઈ અને રીમા ઉછળતી-કૂદતી આગળ દોડી ગઈ અને બાથરૂમમાં જઈને ભરાઈ ગઈ.
બાથરૂમનું બારણું બંધ કર્યા વિના જ એણે પહેરેલા કપડે જ ફુવારો ચાલુ કરી દીધો. એની સાથે જ એ ફિલ્મી ગીતો ગાવા લાગી અને નાચવા લાગી.
રીમાને તોફાને ચડેલી જોઈને ઘરમાં દોડાદોડી મચી ગઈ. ઘરનાં બધાં હાંફળાફાંફળા થઈને દોડી આવ્યાં. હંસાભાભીએ આવતાં જ રીમાના બાવડા ઉપર નજર નાખી. બાવડા ઉપરનું તાવીજ ગુમ થયેલું જોઈને, એના હૈયામાં ફાળ પડી. એ તરત જ રીમાના કમરામાં દોડી ગઈ. પેલું તાવીજ પલંગ ઉપર પડયું હતું. એણે ઝડપથી એ ઉપાડયું અને પછી સમસમીને એક ખૂણામાં બાઘાની જેમ ઊભાં થઈ ગયેલાં ફોઈબા તરફ ઠપકા અને ગુસ્સાભરી નજરે જોયું. અને પછી તરત જ એણે મનોજને કહ્યું, 'તમે રીમાને પકડો, હું એને તાવીજ પહેરાવી દઉં....!'
પણ મનોજ આગળ વધે એ પહેલાં જ રીમાએ બાથરૂમમાંના સાબુ, સાબુદાની, ધોકો, ચંબુ, ડોલ વગેરે બહારની તરફ મનોજ ઉપર ફેંકવા માંડયું. પાણીની છાલકો મારવા માંડી...
હંસાભાભીને લાગ્યું કે, રીમાની હાલત વધારે પડતી ગંભીર છે એટલે એણે મનોજને ફકીરબાબાબાને બોલાવી લાવવા સૂચના આપી.
મનોજ તરત જ દોડી ગયો અને ઝડપથી ફકીરબાબાને લઈ આવ્યો.
ફકીરબાબાએ આવીને એમની ઝોળી બાજુ પર મૂકી. હંસાભાભીએ ત્યાં સુધીમાં ધૂપદાનમાં કોલસા ભરી દીધા હતા. ફકીરબાબાએ જેવી ઝોળી મૂકી કે તરત જ એમને કોઈ અજાણી શક્તિએ અદ્ધર ઊંચકી લીધા. અને પછી જોશથી જમીન ઉપર પછાડયા....
ફકીરબાબાની એ ઝોળીમાં કુરઆન શરીફ અને બીજાં કેટલાંક પવિત્ર પુસ્તકો હતાં. જ્યાં સુધી એ ઝોળી એમની પાસે હતી ત્યાં સુધી તો એ શયતાન સિકંદર એમનું કંઈ બગાડી શકે એમ નહોતો. એમને હાથ લગાડવાની પણ હિંમત કરી શકે તેમ નહોતો. પણ જેવી એ ઝોળી એમણે એક તરફ મૂકી કે તરત જ એ શયતાને એમને બે હાથે અદ્ધર ઉઠાવીને જમીન ઉપર પછાડયા.
ફકીરબાબા જોશથી જમીન ઉપર પટકાયા. એમને લાગ્યું કે એ શયતાને એમને ખૂબ જોશથી પછાડીને એમના શરીરનો એકેએક સાંધો ઢીલો કરી નાખ્યો છે. છતાંય હિંમત રાખીને એમણે પોતાની ઝોળી લેવા માટે હાથ લંબાવ્યો. પણ એ ઝોળી લેવા માટે હાથ લંબાવે એ પહેલાં જ પેલા શયતાન સિકંદરે એમના પેટમાં પૂરા જોશથી લાતો મારવા માંડી. એ લાતોના મારથી ફકીરબાબા બેય હાથે પેટ પકડીને બેવડ વળી ગયા. છતાંય એમણે પેલી ઝોળી લેવા માટે હાથ-પગ પછાડીને મરણીયા પ્રયાસો કરવા માંડયા.
ફકીરબાબાની આવી હાલત જોઈને ઘરમાં બધાં ગભરાઈ ગયાં. મનોજ, ફોઈબા, ચુનીલાલ અને રંજનાબહેન વગેરે તો ડઘાઈ ગયાં હોય તેમ ભયથી ધ્રુજતાં એકીટસે ફકીરબાબાને જોઈ રહ્યાં. પણ એ બધામાં હંસા કંઈક અલગ હતી. એનામાં થોડીઘણી હિંમત બાકી હતી. એનું મગજ ઝડપથી કંઈક વિચારી રહ્યું હતું. ફકીરબાબાને તરફડતા અને વારંવાર ઝોળી તરફ હાથ લંબાવતા જોઈને એને ખ્યાલ આવી ગયો કે ફકીરબાબા ઝોળી લેવા માંગે છે. એણે તરત જ સમયસૂચકતા વાપરીને એ ઝોળી ફકીરબાબા તરફ ફેંકી. જેવી એ ઝોળી ફકીરબાબાના હાથમાં આવી કે તરત જ ફકીરબાબા બેઠા થઈ ગયા. હવે એ શયતાન સિકંદર એમનું કંઈ બગાડી શકે એમ નહોતો.
ફકીરબાબાનું શરીર ધ્રૂજતું હતું. ચહેરો પરસેવે રેબઝેબ હતો. એમનો પીઠ તરફનો ઝભ્ભો પણ પરસેવાથી પલળીને પીઠ સાથે ચોંટી ગયો હતો. પણ ઝોળી હાથમાં આવ્યા પછી તરત જ ફકીરબાબા સ્વસ્થ થઈ ગયાં. એમણે એ ઝોળીમાંથી ઝડપથી જરૂરી સામાન બહાર કાઢવા માંડયો. પણ એ સમય દરમિયાન રીમાનું તોફાન વધી ગયું હતું. એ ખોબામાં પાણી લઈને બહાર ઉછાળતી હતી. એનું બ્લાઉઝ અને ચણીયો તો કયારનાંય પલળી ગયાં હતાં. પાણી ઉછાળીને એ જોશથી હસતી હતી. એને નહાતી, નાચતી, કૂદતી અને ગાતી જોઈને બધાને એમ જ લાગતું હતું કે આ રીમા જ નથી, પેલી ડાહીડમરી રીમા બદલાઈ ગઈ હતી. વળી એની આંખો જ્યારે એના મા-બાપ, ભાઈ-ભાભી કે ફોઈ સાથે અથડાતી ત્યારે પણ જાણે એ કોઈનેય ઓળખતી ન હોય એ રીતે જ જોઈને, એમની હાંસી ઉડાવતી હતી.
ફકીરબાબાએ પૂઠું લઈને પંખો હલાવીને ધૂપદાનના કોલસા લાલચોળ કર્યા. પછી લોબાનનો ભૂકો હાથમાં લીધો, પણ ફકીરબાબા એ લોબાનનો ભૂકો કોલસા ઉપર ભભરાવે એ પહેલાં જ રીમાએ પાણીની છાલક મારીને એ કોલસા બુઝાવી દીધા.
ફકીરબાબાએ ગુસ્સાથી છંછેડાઈને રીમા તરફ જોયું, ત્યારે રીમાએ એમની સામે જોઈને કઠપૂતલીની જેમ ગરદન હલાવી, આંખો નચાવી અને પછી ખિલ-ખિલ કરતી હસતી એ ખૂબ મોટા જોરદાર અવાજે, લાંબા રાગડા તાણતી એક ફિલ્મી ગીત ગાવા લાગી.
હવે ફકીરબાબાની નજર હંસા ઉપર ગઈ. આ ઘરમાં એમને હંસા જ વધુ ચપળ અને ચાલાક લાગતી હતી. એમણે હંસાને ઈશારો કરીને ઈશારામાં જ કંઈક વાત કરી. ફકીરબાબાનો એ ઈશારો સમજી ગઈ હોય એમ હંસા રીમાના કમરા તરફ દોડી ગઈ. ફકીરબાબાએ હંસાને ઈશારામાં સમજાવ્યા પછી પોતાની ઝોળી બાજુમાં મૂકી કે તરત જ અગાઉની જેમ જ કોઈક અદૃશ્ય શક્તિએ ફકીરબાબાને અદ્ધર ઊંચકીને નીચે પછાડયા, એ અદૃશ્ય શક્તિ બીજું કોઈ નહીં પણ સિકંદર જ હતો.
પણ આ વખતે સિકંદર ફકીરબાબા ઉપર વધુ જુલ્મ કરે એ પહેલાં જ મનોજે હોશિયારી વાપરીને પેલી ઝોળી ફકીરબાબાને આપી દીધી. ત્યાં સુધી હંસા પણ આવી ગઈ. આવતાં જ એ ચૂપચાપ રીમાની નજર એની ઉપર પડે એ પહેલાં બાથરૂમમાં ધસી ગઈ અને પોતાના હાથનું તાવીજ રીમાના માથા ઉપર મૂકી દીધું.
રીમા શાંત થઈ ગઈ. પણ ફકીરબાબા એટલી વારમાં બેવાર અદ્ધરથી પછડાયા હતા અને માર ખાઈને અધમૂઆ જેવા થઈ ગયા હતા. હવે તો એમનું આખું શરીર ધ્રૂજી રહ્યું હતું. એમણે ધ્રૂજતા અવાજે કહ્યું, 'બેટી, હવે તું એના બાવડા ઉપર તાવીજ બાંધી દે.'
હંસાને તાવીજ બાંધતી જોઈને મનોજ પણ એને મદદ કરવા દોડી ગયો. તાવીજ બંધાયા પછી રીમા હતી એવી ડાહી-ડમરી થઈ ગઈ. હંસા એના માટે બીજાં કપડાં લઈ આવી. રીમા એક ડાહી છોકરીની જેમ બાથરૂમ બંધ કરીને કપડાં બદલવા લાગી.
ફકીરબાબાએ બધો સામાન સમેટીને ઝોળીમાં ભરી લીધો અને પછી તેઓ રીમાના મા-બાપ પાસે જઈને બોલ્યાં, 'તમે લોકોએ તાવીજ ખોલી નાખીને ભારે ભૂલ કરી છે. મેં તમને અગાઉ પણ તાવીજ નહીં ખોલવા માટે સૂચના આપી હતી. ખેર ! આ વખતે તો મેં જાન ઉપર ખેલીને આ છોકરીને બચાવી છે. પણ હવે એવી કોઈ ભૂલ કરશો નહિ.' કહેતાં કહેતાં ફકીરબાબા હાંફી ગયા. પછી એમણે ધ્રૂજતા અવાજે ઉમેર્યું, 'કદાચ હવે હું બચું કે ન બચું. એ હવે વધુ ને વધુ ભયાનક રૂપ ધારણ કરતો જાય છે. એ એક-એક કરીને બધાંને ખતમ કરી નાખશે. સાવચેતી રાખો.'
પછી..? પછી શું થયું..? ફકીરબાબાની વાત સાંભળીને ડરી ગયેલા રીમાના પરિવારે શું કર્યું...? રીમાનું શું થયું ? રીમાના શરીરમાં રહેલા અદૃશ્ય પુરુષ સિકંદરનું શું થયું ? એ બધું જાણવા માટે 'જંતર મંતર'નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.
(ક્રમશઃ)
એચ. એન. ગોલીબાર
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૧૬)
રીમાને લાગ્યું કે જો આ જ રીતે બિલાડાઓ અંદર આવતા જ જશે તો થોડીવારમાં આખો કમરો ભરાઈ જશે. પણ બિલાડાઓ અંદર આવતાં જ રહ્યા. મિયાઉં....મિયાઉં...ની બૂમો મારતા જ રહ્યા. અચાનક એ જ બિલાડાઓ રીમાના અચરજ વચ્ચે નીચે જમીન ઉપર ચાલતાં-ચાલતાં દીવાલ પર દોડવા લાગ્યા અને દીવાલ ઉપરથી છત ઉપર દોડવા લાગ્યાં.
રાતનું અંધારું...કાળા કાળા બિલાડા....અને એમની ચમકતી આંખો અને શાંત વાતાવરણમાં એમનો 'મિયાઉં...મિયાઉં...!' અવાજ આખાય કમરામાં એક શોર બનીને ફેલાઈ ગયો. એ અવાજ ખૂબ જ ત્રાસદાયક લાગતો હતો. રીમાએ એ અવાજથી બચવા માટે પોતાના કાન ઉપર બેય હાથ મૂકી દીધા પણ એના મનમાંથી ડર સહેજ પણ ઓછો થયો નહીં. એની આંખો ડરથી પહોળી થઈ ગઈ. એનો ચહેરો પરસેવે રેબઝેબ થઈ ગયો. અચાનક એની આંખ એક મોટા બિલાડા ઉપર પડી. એ બિલાડાની આંખો ઘેરા પીળા રંગની હતી. એમાંથી અંગારાઓ વરસી રહ્યા હોય એમ એની પીળી અને પહોળી, ગોળ-ગોળ, ભયાનક આંખો રીમા ઉપર મંડાયેલી હતી. હમણાં એ બિલાડો કૂદીને, પોતાની ગરદન પકડી લેશે એવી બીક રીમાને લાગી. એણે હળવેકથી નમીને પોતાના પલંગ નીચે મૂકેલી માટલી ઉપરનો ગ્લાસ ઉઠાવી લીધો.
પણ ત્યાં સુધીમાં એ બિલાડો રીમાની ઉપર કૂદવાની પૂરી તૈયારી કરી ચૂકયો હતો. પણ રીમા ઉપર એ છલાંગ મારે એ પહેલાં જ રીમાએ આંખો મીંચીને, પોતાના હાથમાંનો ગ્લાસ પૂરા જોશથી એ બિલાડા તરફ ફેંકતા ચીસ નાખી...
જ્યારે રીમાએ આંખ ઉઘાડી ત્યારે પેલા સ્ટીલના ગ્લાસના બે સરખા ટુકડા એની સામે પડયા હતા. કમરામાં એક પણ બિલાડો નહોતો. બિલાડાઓનો અવાજ પણ સંભળાતો નહોતો. પણ એની ચીસનો અવાજ સાંભળીને હંસાભાભી અને મનોજ દોડી આવ્યાં હતાં. કદાચ એનો અવાજ એના બા-બાપુજીના કમરા સુધી પહોંચ્યો જ નહોતો.
હંસા અને મનોજે છેક પાસે આવીને રીમાને ગભરાટથી પૂછયું, 'રીમા, શું થયું ? શું થયું ?'
રીમાએ પોતાના કમરામાં ચારે તરફ આંખો ફેરવતાં કહ્યું, 'મને એક ખરાબ સપનું આવ્યું છે.'
હંસાભાભીએ રીમાને ધરપત આપતાં કહ્યું, 'રીમા, હવે ભગવાનનું નામ લઈને ચૂપચાપ સૂઈ જા....સપનાં તો આવ્યાં કરે...એની અસર મન ઉપર લેવાની ન હોય.'
રીમા કંઈ બોલી નહીં. એ પોતે જાણતી હતી કે પોતે ખરેખર કોઈ સપનું જોયું નથી. પણ એ પોતે જે કંઈ જોયું છે એ જો પોતાના ભાઈ-ભાભીને કહે તો એ લોકો માને નહીં. એ ફરી ચૂપચાપ પોતાની પથારીમાં પડી. બારી બહારથી આવતી પવનની લહેરોએ એની આંખોમાં ઊંઘનું ઘેન ભરી દીધું.
રીમાને ફરી નિરાંતે ઘેનમાં પડતી જોઈને મનોજ અને હંસા ત્યાંથી ચાલ્યાં ગયાં. રીમા પણ થોડીકવારમાં ઊંઘવા લાગી.
હજુ રીમા માંડ અડધો કલાક ઊંઘી હશે ત્યાં અચાનક એ જાગીને પથારીમાં બેઠી થઈ ગઈ. દૂર દૂરથી કોઈ એને બોલાવી રહ્યું હતું. એ અવાજ સિકંદરનો હતો. સિકંદર એને બોલાવી રહ્યો હતો.
રીમા પથારીમાંથી ઊભી થઈને, પલંગની નીચે ઊતરી. પેલા અડદના દાણાએ જાણે એને રોકી રાખી હોય એમ એ પૂતળી બનીને ત્યાં જ ઊભી રહી ગઈ. સિકંદરનો અવાજ હવે ખૂબ જોશથી આવતો હતો. સિકંદર એને બોલાવી રહ્યો હતો. ધીમે-ધીમે સિકંદરનો અવાજ મોટો થવા લાગ્યો અને ધીમે-ધીમે વધુ ને વધુ મોટો થતો ગયો....અચાનક સિકંદરની એક જોરદાર ત્રાડ સાથે જ રીમા એ અડદના દાણાની એ લાઈન કૂદીને બહાર નીકળી ગઈ.
હવે એના માટે રસ્તો સાફ હતો. ચાવી દીધેલા એક પૂતળાની જેમ એ ધીમે-ધીમે આગળ વધી. પોતાના કમરાની બહાર નીકળીને એ મુખ્ય દરવાજા પાસે આવી. મુખ્ય દરવાજો એ વખતે ઉઘાડો જ હતો. રીમા માટે જ કોઈકે જાણે ખુલ્લો મૂકયો હતો. રીમા એ મુખ્ય દરવાજામાંથી પસાર થઈને બહાર આવી.
બહાર સડક ઉપર સન્નાટો હતો. રાતના બે-અઢીનો સમય હતો. આખું ગામ જંપી ગયું હતું. રસ્તા ઉપરના કૂતરાઓ પણ ખૂણા-ખાંચરામાં જઈને લપાઈ ગયા હતા. એ શાંત અને સન્નાટાભર્યા વાતાવરણમાં રીમા સડક ઉપર ચાલવા લાગી.
એ સડક ગામ બહારના મંદિર પાસે જઈને પૂરી થતી હતી. ત્યાંથી એક કાચી પગદંડી શરૂ થતી હતી અને ત્યાંથી થોડેક દૂર જંગલ શરૂ થતું હતું.
રીમા સતત અડધો કલાક સુધી ચાલતી સડક પાર કરીને પેલા મંદિર સુધી પહોંચી ગઈ. મંદિર પાસે અટકયા વિના એ સીધી પેલી કાચી પગદંડી ઉપર પહોંચી ગઈ. અત્યારે રીમા ખૂબ ઝડપે ચાલી રહી હતી. એ ચાલતી હોય ત્યારે એ હવામાં સરકતી હોય એમ સરકતી હતી. જે મંદિરે એક સામાન્ય માણસ ઝડપથી અને એકધારો ચાલે તો ઓછામાં ઓછા પાંચ કલાકે પહોંચે એ મંદિરે રીમા માત્ર અડધા કલાકમાં પહોંચી ગઈ હતી અને હવે પેલી જંગલ તરફ જતી પગદંડી ઉપર સરકી રહી હતી.
રીમા જંગલમાં સરકતી સરકતી એક ખંડેર પાસે પહોંચી. ખંડેર પાસે જઈને એ અટકે ત્યાં તો એક ઝાડ પાછળથી એક છાયા ધસી આવી.
એ છાયાને જોતાં જ રીમા ઊભી રહી ગઈ. એ છાયા સિકંદરની હતી. એણે અત્યારે પણ માથા ઉપર હેટ પહેરી રાખી હતી. આંખો ઉપર ચશ્માં હતાં અને એક હાથમાં પેલું અજબ પ્રકારનું પીળા રંગનું ફૂલ હતું.
સિકંદરે રીમાને કહ્યું, 'પેલા બદમાશ ફકીરે આપણને અલગ કરી નાખ્યાં છે, તારા બાવડા ઉપર એણે તાવીજ બાંધ્યું છે. એ તાવીજને કારણે જ હું તારી પાસે આવી શકતો નથી. હવે તું એ તાવીજ કાઢી નાખ, નહીંતર હું તને અને તારા આખા કુટુંબને ખતમ કરી નાખીશ.'
રીમા ચૂપચાપ સિકંદરની ધમકી સાંભળતી હતી. એ અત્યારે બેભાન હોય એમ પૂતળીની જેમ ઊભી હતી.
થોડીકવાર પછી સિકંદર બોલ્યો, 'તને તાવીજ ખોલવામાં હું મદદ કરીશ. આપણે એ તાવીજ ખોલવું જ પડશે. જો એ તાવીજ નહીં ખૂલે તો હું પરેશાન થઈ જઈશ. હવે આ હાલતમાં હું તને નથી મેળવી શકતો કે નથી તને છોડી શકતો કે બીજે જઈ શકતો પણ નથી.'
સિકંદર બોલતો જ રહ્યો અને રીમા સાંભળતી રહી. પછી થોડીકવાર સુધી સિકંદર પોતાની અંગારા વરસાવતી આંખે રીમા તરફ જોઈ રહ્યો.
થોડીકવાર સુધી એકીટસે રીમાને જોઈ રહ્યા પછી સિકંદર બોલ્યો, 'હું ઘણાં દિવસોનો ભૂખ્યો છું. ઘણા સમયથી મેં કોઈનું લોહી પણ પીધું નથી. અને આ હાલતમાં હું કંઈ કરી શકતો નથી. તને મારાં બંધનો નહીં દેખાય. પણ ખરેખર તો અત્યારે હું બંધાયેલો છું. પણ વાંધો નહીં. હું એ ફકીરના બચ્ચાને જોઈ લઈશ. પણ પહેલાં મારાં બંધનો ખોલવાં પડશે !'
રીમા એકીટસે લાચાર કેદીની જેમ સિકંદરને જોઈ રહી. સિકંદર થોડીકવાર પછી બોલ્યો, 'આવતીકાલે તારે ત્યાં તારી ફોઈ આવશે. એ ફોઈ તારા બાવડા ઉપરનું તાવીજ ખોલી નાખશે. તાવીજ ખૂલી ગયા પછી હું તને મળીશ. પછી જો ફકીરનો બચ્ચો આવશે તો હું એને ખતમ કરી નાખીશ....એકવાર તાવીજ ખૂલી જવા દે...!' અને પછી એણે એકાએક રીમાને હુકમ આપ્યો, 'બસ, હવે તું ચાલી જા....'
સિકંદરનો હુકમ થતાં જ રીમા પાછી ફરીને હવામાં સરકવા લાગી.
સિકંદરનો હુકમ થતાં જ રીમા ચાવી દીધેલા પૂતળાની જેમ પાછી વળી ગઈ. અને ઘરે આવીને સૂઈ ગઈ.
બીજા દિવસની સાંજે સિકંદરના કહેવા મુજબ એની ફોઈ આવી. ફોઈને આમેય રીમા ઉપર ખૂબ હેત હતું. એને પોતાને તો કોઈ બાળક હતું જ નહિ. એટલે એ પોતાના ભાઈના બાળકોને પોતાના ગણીને ખૂબ રમાડતી અને ખૂબ લાડ કરતી.
થોડાક દિવસ પહેલાં જ પોતાના ભાઈના કાગળમાં એણે રીમાની બીમારી અને એની ઉપર પડેલી ભૂત-પ્રેતની છાયા વિશે જાણ્યું ત્યારે એ રીમાની ચિંતા કરતી એને જોવા દોડી આવી.
ફોઈ આવ્યાં પછી સાધારણ રીતે તબિયતની પૂછપરછ કરીને, નાહી-ધોઈ, જમી પરવારીને નવરાં પડયાં ત્યારે હંસાએ એમને અલગ કમરામાં લઈ જઈને રીમા વિશે બધી વિગતવાર વાત કરી અને છેલ્લે ફકીરબાબાના ઈલાજની વાત કરતાં એણે ઉમેર્યું, 'ફોઈબા, આ તાવીજ નહીં છોડવાનું ખાસ કહ્યું છે. એટલે હવે તમે રીમા પાસે બેસો એટલે એ તાવીજને હાથ લગાડશો નહિ. કદાચ રીમા એ તાવીજ છોડવાનો પ્રયત્ન કરે તો પણ એને અટકાવી દેશો.' કહેતાં હંસા ઊભી થઈ ગઈ.
હંસાની સાથે ફોઈબા પણ ઊભાં થઈ ગયાં. રીમા તરફની એમના મનમાંની લાગણી ઠાલવતાં બોલ્યાં, 'બિચારી...ફૂલ જેવી છોકરીનું આ શું થવા બેઠું છે.'
હંસા પાસેથી નીકળીને ફોઈબા રીમાના કમરામાં ગયાં.
રીમા બેઠાં બેઠાં કોઈક પુસ્તક વાંચી રહી હતી. ફોઈબાને જોતાં જ એ ખુરશી ઉપરથી ઊભી થતાં હરખભેર બોલી, 'આવો, આવો ફોઈબા....!'
ફોઈબાને આવકાર આપતી વખતે રીમાના અવાજમાં એક છૂપો આનંદ આળોટતો હતો. એની આંખો આઝાદ થવાની અણીએ પહોંચેલા, પાંજરામાંના વાઘની આંખો ચમકે, એમ ચમકી રહી હતી. એણે પગથી માથા સુધી ફોઈબા ઉપર નજર નાખી. પછી ફોઈબાની નજીક જઈને એ આવેશથી ફોઈની છાતીએ વળગી ગઈ. ફોઈએ એને માથે હેતથી હાથ ફેરવવા માંડયો.
લાગણીના આવેશ અને રીમા તરફની હમદર્દીને કારણે ફોઈબાની આંખોમાં આંસુ આવી ગયાં. એમનો હાથ રીમાની ગરદન અને પીઠને પંપાળવા લાગ્યો. અચાનક એમનો હાથ ફરતો-ફરતો રીમાના બાવડા સુધી પહોંચી ગયો અને બાવડા ઉપરથી તાવીજ ઉપર પહોંચ્યો.
તાવીજ ઉપર હાથ પહોંચતાં જ જાણે ઈલેકટ્રિકનો કરન્ટ લાગ્યો હોય એમ એમનો હાથ ધ્રૂજી ઊઠયો. એમણે ઝડપથી એ હાથ ખસેડી લેવા પ્રયત્ન કર્યો, પણ એ હાથ સખત રીતે એ તાવીજ સાથે ચોંટી ગયો હોય એમ હાથ ખસ્યો નહીં. અધૂરામાં પૂરું રીમાએ પણ તાવીજ ઉપર ફોઈનો હાથ મુકાયા પછી ભારે આનંદના આવેશમાં ફોઈને ખૂબ જોશથી જકડી લીધાં હતાં. અચાનક બનેલી આ ઘટનાથી ફોઈ તો ગભરાટથી પરસેવે રેબઝેબ થઈ ગયાં. એમનું હૃદય જોશ જોશથી ધડકવા લાગ્યું.
ગભરાટ અને ફફડાટથી ફોઈએ રીમાને એક જોરદાર હડસેલો માર્યો. રીમાના બાવડાના તાવીજ ઉપરથી પણ ખૂબ કળ કરીને પોતાનો હાથ પાછો ખેંચી લીધો.
પણ ત્યારપછી તરત જ રીમા શાંત અને ડાહી થઈ ગઈ. એ ખુરશી ઉપર બેસતાં બોલી, 'ફોઈ તમે પણ બેસોને...!'
રીમાએ બેઠાં-બેઠાં જ પોતાની ખુરશી ખેંચીને, પોતાની સામે મૂકી.
અત્યારે રીમા પાસે વધુ વાર બેસવાનો વિચાર નહીં હોવા છતાંય ફોઈબા રીમાનું મન રાખવા માટે ચૂપચાપ ખુરશી ઉપર બેસી ગયાં.
રીમાએ અહીં-તહીંની અને ફોઈના ઘરની વાતો શરૂ કરી. નાનપણની વાતો સંભારવા માંડી. ફોઈ પણ ધીમે-ધીમે રીમાની વાતોમાં ખેંચાવા લાગ્યાં અને રીમા સાથે વાતો ખેંચાવા લાગ્યાં અને રીમા સાથે વાતોએ વળગી ગયાં. એ રાતે ફોઈ-ભત્રીજી મોડી રાત સુધી વાતો કરતાં રહ્યાં. પહેલાં જ પરચામાં રીમાથી ગભરાઈ ગયેલાં ફોઈને રીમાની વાતો ગમવા માંડી હતી. રીમાનો સંગાથ પણ એમને મીઠો લાગવા માંડયો હતો. મોડી રાતે આંખોમાં ખૂબ ઊંઘ ભરાયા પછી જ ફોઈબા પોતાની ખુરશીમાંથી ઊભાં થયાં અને બોલ્યાં, 'રીમા...હવે તો ખરી ઊંઘ ચડી છે. આંખો પરાણે મીંચાઈ જાય છે. હવે આપણે સવારે બીજી વાતો કરીશું.'
ફોઈબાની સાથોસાથ રીમા પણ ખુરશીમાંથી ઊભી થઈ ગઈ. ફોઈએ રીમાને માથે હળવેકથી હાથ ફેરવ્યો અને પછી જરાક ઝૂકીને, રીમાના કપાળ ઉપર ચૂમી કરીને, હેત કર્યું. અને ત્યાંથી ચાલ્યા ગયાં.
રીમા કયાંય સુધી ચૂપચાપ ઊભી રહી. પછી એ ચોપડી ઠેકાણે મૂકીને, બત્તી બુઝાવી, બારણું બંધ કરી પોતાની પથારીમાં પડી.
પથારીમાં પડતાં જ બહારના ખંડની દીવાલ ઉપરની ઘડિયાળમાં એક ડંકો વાગતો સાંભળ્યો. 'કેટલા વાગ્યા હશે ?' એના મનમાં એક સવાલ સળવળ્યો. જવાબ શોધતાં રીમાએ કલ્પના કરવી પડી....'કદાચ સાડા અગિયાર થયા હશે...!' એણે પથારીમાં પડખું ફેરવ્યું. બારી બહારના આકાશ ઉપર એની નજર ઠરી. કાળ ભમ્મર આકાશને જોયા પછી એને લાગ્યું, 'રાત ઘણી વીતી ગઈ છે. કદાચ સાડા બાર...એક...કદાચ એથી પણ વધારે...દોઢ પણ વાગ્યો હોય....!'
રીમાએ આંખો મીંચી લીધી. કદાચ એની આંખો આપોઆપ મીંચાઈ ગઈ...આંખો મીંચાતાં જ એણે એક ભયંકર અટ્ટહાસ્ય સાંભળ્યું. એ અટ્ટહાસ્ય સિકંદરનું હતું. રીમાએ ગભરાઈને આંખો ખોલવાનો પ્રયત્ન કર્યો....પણ નાકામ. રીમા આંખો ખોલી શકી નહીં....એના કાનમાં અથડાતો સિકંદરનો અવાજ વધુ ને વધુ ઘેરો થવા લાગ્યો. ધીમે-ધીમે એ અવાજે રીમાને વશમાં કરી લીધી અને ચાવી દીધેલા પૂતળાની જેમ એ ઊભી થઈ. એની આંખો બિલકુલ બંધ હતી, છતાંય એ આખા કમરામાં પડેલી એક-એક ચીજને બરાબર જોઈ રહી હતી. એ ચાલતી-ચાલતી બારી પાસે આવી.
રીમા જેવી બારી પાસે પહોંચી કે તરત જ એક મોટો કાળો બિલાડો ઉછળીને અંદર ધસી આવ્યો. બીજો કોઈ સમય હોત તો રીમા એ બિલાડાને જોઈને ગભરાઈ ગઈ હોત. પણ અત્યારે એ બિલાડો એને ખૂબ ગમી ગયો. એણે બેય હાથ ઊંચા કરીને એ બિલાડાને પકડવા પ્રયત્ન કર્યો. પણ એ બિલાડાને પકડે-હાથ લગાડે એ પહેલાં તો બિલાડો ત્યાંથી સરકીને કમરામાં ચાલ્યો ગયો હતો.
રીમાએ બિલાડાને પકડવા, એની રેશમી, ભરાવદાર રૃંવાટીને પંપાળવા આતુર બની ગઈ. એ ઝડપથી બિલાડા તરફ સરકી....પણ બિલાડો જાણે એમ એના હાથમાં આવે તેમ નહોતો. એ પલંગ તરફથી ટેબલ તરફ અને ટેબલ તરફથી ખુરશી તરફ...ખુરશી તરફથી બારણાં તરફ દોડી રહ્યો હતો....રીમા એની પાછળ-પાછળ દોડી રહી હતી.
છેવટે એ બિલાડો જઈને પલંગ ઉપર બેઠો. રીમા ઉતાવળે એને ઝડપી લેવા દોડી...પણ દોડવા જતાં અચાનક એના પગે ઠોકર વાગી. એ ગડથોલું ખાઈને પડી અને પલંગની ધાર સાથે એનું કપાળ અથડાઈ ગયું.
કપાળ અથડાતાં જ જોરદાર તમ્મર ચડી આવ્યા અને એની સાથોસાથ રીમાની આંખ પણ ખૂલી ગઈ. રીમાની આંખ ખૂલતાં જ એણે જોયું કે, માથું પલંગની ધાર સાથે નહીં પણ ખુરશીના હાથા સાથે અથડાયું છે. અત્યાર સુધી પોતાની આંખો બંધ હતી ત્યારે એ જે કંઈ જોતી હતી તે બધું જ ખોટું જોતી હતી, ખુરશી હતી ત્યાં એને પલંગ દેખાતો હતો અને ટેબલ હતું ત્યાં એને બારણું દેખાતું હતું. એણે ગરદન ફેરવીને પલંગ ઉપર અને આખા કમરામાં નજર ફેરવી. પણ એને કયાંય કોઈ બિલાડો દેખાયો નહીં. એકાએક બારી તરફથી બિલાડાનો મિયાઉં...મિયાઉં.... મિયાઉં....!' એવો અવાજ આવ્યો અને રીમાએ એ તરફ જોવા માટે ગરદન ફેરવી...પણ એ કંઈ જુએ, એ પહેલાં એની આંખે તમ્મર આવી ગયાં અને એ બેભાન થઈને ત્યાં જ ઢળી પડી...
પછી..? પછી શું થયું..? બેભાન રીમાનું શું થયું? રીમાએ બિલાડાઓથી બચવા શું કર્યું? રીમાના શરીરમાં રહેલા અદૃશ્ય પુરુષ સિકંદરનું શું થયું? શું ફકીરબાબાએ સિકંદરને ખતમ કરી નાખ્યો? એ બધું જાણવા માટે 'જંતર મંતર'નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.
(ક્રમશઃ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૧૫)
રીમાની બગડેલી હાલતના સમાચાર સાંભળી મનોજે ફોન ઉપર જ ગભરાઈ જતાં ઉતાવળથી જવાબ આપ્યો, 'તમે રીમાને સાચવજો, અમે અત્યારે જ અહીંથી નીકળીએ છીએ.'
ફોન મૂકયા પછી મનોજે પોતાના પિતાજીને રીમાની હાલતની વાત કરી અને પોતે અત્યારે જ ચિલકા સરોવર જાય છે એમ જણાવ્યું.
ચુનીલાલ ગભરાઈ ગયા. પણ પેઢી મૂકી જઈ શકે એમ નહોતા. એટલે ઢીલું મોઢું કરીને બોલ્યા, 'તું પહોંચે કે તરત ફોન કરીને ખબર આપજે કે રીમાની તબિયત કેમ છે ?'
'હા, પિતાજી, તમે એની ચિંતા ન કરો.' કહેતાં વધુ સમય બગાડયા વિના મનોજ જલદી ઘરે આવ્યો.
મનોજે ઘેર રીમાની ગંભીર તબિયતની વાત કરી ત્યારે જ એની વહુ હંસાને ધ્રાસકો પડયો કે, હોય ન હોય પણ અમરભાઈએ પેલું તાવીજ કાઢી નાખ્યું હશે. એ બોલી, 'તમારી સાથે તમારે ફકીરબાબાને પણ લઈ જવા પડશે.'
'અને તારે પણ સાથે ચાલવું પડશે.' મનોજે હંસાને કહ્યું, અને પછી ઉમેર્યું, '...તું જલદી તૈયાર થા. હું ફકીરબાબાને લઈને આવું છું.'
મનોજ તરત જ ફકીરબાબા પાસે પહોંચી ગયો અને ફકીરબાબાને જઈને બધી વાત કરી.
મનોજની વાત સાંભળીને ફકીરબાબા ગુસ્સે થઈ ગયા....'તમેય કેવા મૂરખ છો...આવી હાલતમાં એને બહાર મોકલાતી હશે ? જરૂર પેલું તાવીજ કોઈકે કાઢી નાખ્યું હશે. તમે લોકો જરૂર છોકરીને મારી નાખવાના અને સાથોસાથ મારી ઈજ્જત ઉપર પણ પાણી રેડી દેવાના....મેં એ શયતાનને કેટલી સહેલાઈથી કાબૂમાં લઈ લીધો હતો. પણ હવે એ એટલી સહેલાઈથી કાબૂમાં નહીં આવે.' પછી પોતાનો અવાજ થોડોક ઢીલો અને નરમ કરતાં બોલ્યા, 'કંઈ વાંધો નહીં, તું ચિંતા ન કર. હું એની સાથે લડી લઈશ.'
ફકીરબાબાને ગુસ્સે થયેલા જોઈને મનોજ પહેલાં તો ગભરાઈ ગયો હતો. પરંતુ પછી ફકીરબાબાએ આવવાની હા પાડી ત્યારે જ મનોજનો ગભરાટ કંઈક ઓછો થયો.
રાતની ટ્રેનમાં ફકીરબાબા, હંસા અને મનોજ પહોંચી ગયાં. અમર હોટલની બહાર જ એમના આવવાની વાટ જોતો હતો.
હંસાભાભીએ આવતાં જ અમરને પૂછયું, 'કયાં છે રીમા...?'
'અંદર રૂમમાં પૂરી રાખી છે.' કહેતાં અમર રૂમ તરફ આગળ વધ્યો. 'ગઈકાલથી એ તોફાને ચડી છે અને આજે પણ આખી રાત એણે તોફાન કર્યું...'
અમર પોતાનો જવાબ પૂરો કરે એ પહેલાં જ હંસાભાભીએ ઉતાવળથી પૂછયું, 'તમે એનું તાવીજ તો નથી ખોલ્યું ને...?'
તાવીજનું નામ પડતાં જ અમરનું મોઢું વિલાઈ ગયું....એને હવે મગજમાં ઝબકારો થયો કે, પોતે ગઈકાલે તાવીજ ઉઘાડયું ત્યારબાદ જ રીમા તોફાને ચડી હતી. એ નીચું મોઢું કરીને બોલ્યો, 'હા, મેં જ તાવીજ ખોલ્યું હતું...'
'શા માટે ખોલ્યું ?' એ અવાજ ફકીરબાબાનો હતો અને ફકીરબાબાનો એ અવાજ ગુસ્સાથી ધ્રૂજતો હતો.
અમરે નીચા મોઢે બારણું ખોલી નાખ્યું. અત્યારે એ પોતે વાંકમાં હતો એટલે ફકીરબાબા સામે બોલી શકે એમ હતો જ નહીં.
અમરે બારણું ખોલ્યું ત્યારે રીમા પલંગ ઉપર જોર જોરથી કૂદકા મારતી હતી. અંદરનો ઘણો બધો સામાન રીમાએ તોડીફોડી નાખ્યો હતો.
બારણું ખૂલતાં જ એની નજર ફકીરબાબા ઉપર પડી. ફકીરબાબા ઉપર નજર પડતાં જ એ તોફાન કરતી અટકી ગઈ.
ફકીરબાબાએ તો કયારનુંય પઢવાનું શરૂ કરી દીધું હતું. એમની આંખો રીમા ઉપર સ્થિર હતી. રીમા પણ ધારદાર નજરે ફકીરબાબાને જોઈ રહી પછી ગુસ્સાથી બોલી, 'તું અહીં પાછો કેમ આવ્યો છે...? મરવાનો થયો છે કે શું...ચૂપચાપ ચાલ્યો જા...નહીંતર ખતમ કરી નાખીશ...માર ડાલુંગા... ખતમ કર ડાલુંગા....!' એવી ત્રાડ સાથે રીમા પલંગ ઉપરથી ઉછળીને ફકીરબાબા તરફ ત્રાટકી...
કોઈ ભૂખી વાઘણ પોતાના શિકાર ઉપર ત્રાટકે એમ રીમા ફકીરબાબા તરફ ત્રાટકી....પણ એ ફકીરબાબા સુધી પહોંચે એ પહેલાં જ અમરે ખૂબ ઝડપથી બારણું ખેંચીને બંધ કરી દીધું. રીમા અંદરથી બારણું ખખડાવવા લાગી.
રીમાની આંખો અને રીમાનું ભયંકર રૂપ જોઈને એકાદ પળ માટે તો અમર, મનોજ અને હંસા ડરીને ધ્રુજી ગયાં હતાં. જો અમરે સમયસર દરવાજો બંધ ન કરી દીધો હોત તો રીમાએ ફકીરબાબાનું ગળું જ પકડી લીધું હોત.
પણ બારણું બંધ થયા પછી ત્રણેય જણાંએ જોયું તો રીમાના આ ઘાતકી હુમલાની ફકીરબાબા ઉપર કોઈ અસર થઈ નહોતી. એમના હોઠ ફફડી રહ્યા હતા. તેઓ ઝડપથી કંઈક પઢતા હતા. એમની ટૂંકી દાઢી, એમના હોઠના હલનચલનને કારણે ઝડપથી ઊંચીનીચી થતી હતી. એમની આંખોમાં ગુસ્સો હતો અને ચહેરા ઉપર લડી લેવાનો જુસ્સો પણ હતો.
થોડીકવાર પછી ફકીરબાબા બોલ્યા, 'આપણે ફરીથી એમના બાવડા ઉપર તાવીજ બાંધવું પડશે. તમે લોકો ધૂપદાનમાં કોલસા ભરી લાવો.' કહેતાં એમણે પોતાની ઝોળીમાંથી ધૂપદાની કાઢીને મનોજને આપી.
મનોજ કોલસા લેવા માટે હોટલના રસોડા તરફ ચાલ્યો. ફકીરબાબાએ ફરીથી પઢવાનું ચાલુ કરી દીધું.
મનોજ ધૂપદાનમાં સળગતા કોલસા લઈને આવ્યો એટલે ફકીરબાબાએ એમાં લોબાનનો ભૂકો ભભરાવ્યો અને પછી અમરને બારણું ખોલવા માટે ઈશારો કર્યો.
બારણું ખૂલતાં જ ફકીરબાબાએ પૂંઠાનો પંખો હલાવીને, લોબાનનો ધુમાડો અંદર રૂમમાં જવા દીધો. થોડી જ વારમાં આખો રૂમ ધુમાડાના ગોટેગોટાથી ભરાઈ ગયો. રીમાનું તોફાન તો કયારનુંય શમી ગયું હતું. એ ચૂપચાપ એક ખૂણામાં બેઠી હતી.
ફકીરબાબાએ ધીમેકથી અમર અને મનોજ તરફ જોઈને કહ્યું, 'આ બધી બનાવટ છે. એ શાંત બેઠી છે, પણ તક મળે તો એ હુમલો કરીને આપણને ખતમ કરી નાખે એટલી હદે તૈયાર થઈને બેઠી છે. એની અંદરનો સિકંદર આ બધું નાટક કરી રહ્યો છે...'
ફકીરબાબાની વાત સાંભળીને રીમાએ જોરદાર અટ્ટાહાસ્ય કર્યું. કોઈ જંગલી રાક્ષસ હસી રહ્યો હોય એવો એ અવાજ હતો. ફકીરબાબાની હાંસી ઉડાવવા માટે જ રીમા જાણે હસી રહી હતી. ખૂબ ખડખડાટ હસી હસીને એ બેવડ વળી ગઈ. પછી એકાએક જમીન ઉપર હાથ પછાડીને એ ફકીરબાબા સામે જોયા વિના જ શુદ્ધ ઉર્દૂ ભાષામાં બોલી, 'જાલીમ, તું આવી ગયો....તારું મોત મારા જ હાથે લખાયું છે.'
ફકીરબાબાએ એની વાતનો કોઈ જવાબ ન આપ્યો અને ડાબલીમાંથી અડદના દાણા કાઢીને એમાંથી એક દાણો જમણા હાથમાં લઈને, ફૂંક મારીને જમીન ઉપર પછડાયો.
જમીન ઉપર દાણો પડતાં રીમાએ ફકીરબાબાને એક ગંદી ગાળ આપીને જમીન ઉપર હાથ પછાડયો. એ હાથ એટલા જોરથી પછાડયો હતો કે રીમાની જગ્યાએ બીજી કોઈ છોકરી હોય તો એ હાથ આખો દિવસ પંપાળતી રહે. એ હાથના પંજાની બળતરા શાંત કરવા કલાકો સુધી હાથને કાંડા સુધી ઠંડા પાણીમાં બોળી રાખવા પડે. પણ રીમાના ચહેરા ઉપર એ પીડાની કોઈ અસર થઈ નહોતી.
ફકીરબાબાએ ત્યારપછી એક-એક કરીને બીજા ચાર-પાંચ દાણા જમીન ઉપર ફેંકી દીધા હતા. ધૂપદાનીના લાલચોળ કોલસા ઉપર વધારે લોબાનનો ભૂક્કો નાખીને પંખો હલાવવો શરૂ કરી દીધો હતો. અને એની અસરથી રીમા ધીમે-ધીમે ધુણવા લાગી હતી. ધુણતાં-ધુણતાં એ એક જ વાત પુરુષના અવાજે કહેતી હતી, 'તું મારા રસ્તેથી ખસી જા...હું તને નહીં છોડું... હું તને ખતમ કરી નાખીશ...હું બધાંને ખતમ કરી નાખીશ.'
જવાબમાં ફકીરબાબા ચૂપ હતા. એમની આંખો બંધ હતી. તેઓ ઝડપથી કંઈક પઢી રહ્યા હતા. મનોજ, અમર અને હંસા એક તરફ આ બધું જોતાં, ચૂપચાપ ઊભાં હતાં. એમનાં હૃદય કોઈક અજાણ્યા ભયથી ફફડી રહ્યાં હતાં. હંસા પણ ખૂબ ડર અનુભવી રહી હતી. એના મનમાં એક જ શંકા જાગતી હતી કે જો ફકીરબાબાને કંઈક થઈ જશે તો પછી રીમાનો ઈલાજ કોણ કરશે ? અને રીમાની આવી વેદના ભરેલી હાલત જોઈને પણ એના દિલમાં અરેરાટી થતી હતી.
ઘણાં સમય સુધી પઢી-પઢીને ફૂંકો માર્યા પછી ફકીરબાબાએ હળવેકથી આંખો ખોલી. પછી પેલું અમરે રીમાના બાવડા ઉપરથી છોડી નાખેલું તાવીજ ઉઠાવ્યું.
ફકીરબાબાએ તાવીજ ઉઠાવ્યું કે તરત જ સિકંદર ફરીથી ખડખડાટ હસી પડયો અને બોલ્યો, 'બેટા, તેં ગયા વખતે મને તાવીજ પહેરાવી દીધું હતું. પણ આ વખતે તું મને તાવીજ નહીં પહેરાવી શકે. તું મારી નજીક નહીં આવી શકે.'
ફકીરબાબાએ કયાંય સુધી એને જોયા કર્યું...પછી બોલ્યા, 'ગયા વખતે તો મેં તને આ છોકરીથી દૂર હડસેલી દીધો હતો. પણ આ વખતે તો હું તને નહીં છોડું.. હું તને બાંધી દઈશ, જેથી તું ફરી આવે નહીં.!'
ફકીરબાબાની વાત સાંભળીને સિકંદર અભિમાનથી બોલ્યો, 'એ તારી તાકાત બહારની વાત છે...તું મારું કંઈ નહીં બગાડી શકે.... અને વધુ ચૂંચા કરીશ તો હું તને ખતમ કરી નાખીશ.'
સિકંદરની ધમકીઓ સાંભળીને ફકીરબાબાનો ચહેરો લાલચોળ થઈ ગયો હતો. ગુસ્સાથી ધ્રૂજતાં એમણે કહ્યું, 'મેં તારા કરતાં પણ વધુ તાકાતવાન પલિત, જિન્નાત અને ભૂતને બાટલામાં ઉતારી દીધા છે. એમની આગળ તારું તો કંઈ ગજું નથી...!'
'જોઈ લઈશ...અજમાવ તારી તાકાત...!' કહેતાં એ શયતાન સિકંદરે એક ડરામણું અટ્ટાહાસ્ય કર્યું...
ફકીરબાબાએ ધૂપદાનીમાં થોડુંક વધુ લોબાન નાખ્યું અને પછી પેલું તાવીજ એ લોબાનના ધુમાડા ઉપર ફેરવીને તેઓ રીમાના હાથ ઉપર બાંધવા આગળ વધ્યા. પણ ફકીરબાબા રીમાની નજીક જાય એ પહેલાં જ રીમાએ એક જોરદાર ઝાપટ મારીને ફકીરબાબાને ઉથલાવી દીધા. ફકીરબાબા ઉથલીને બીજી તરફ પાછા ફર્યા ત્યાં જ સિકંદર એમની હાંસી ઉડાવતો હોય એમ ખડખડાટ હસી પડયો.
ફકીરબાબાને ઉથલી પડેલા જોઈને અમર, મનોજ અને હંસા ગભરાઈ ગયાં. અમર ફકીરબાબા પાસે દોડી ગયો. પણ ફકીરબાબાએ અમરને હડસેલો મારીને દૂર કરતાં કહ્યું, 'તમારે આ રીતે વચ્ચે આવવાની જરૂર નથી. અમને બન્નેને લડી લેવા દો.'
પોતાની મેળે ઊભા થયા પછી ફકીરબાબાએ ચાલ બદલી. તેઓ ચૂપચાપ એક તરફ પલાંઠી મારીને બેઠા. પેલી દાબડીમાંથી અડદના દાણા કાઢીને પઢવાનું શરૂ કર્યું અને પછી એ દાણા ફૂંકી-ફૂંકીને એક તરફ ઢગલો કર્યો.
દાણા ફૂંકીને ઢગલો કર્યા પછી એમણે મનોજને ઈશારો કરતાં કહ્યું, 'તું આ દાણા એની ચારે તરફ બિછાવી દે...!' મનોજે ઝડપથી એ દાણા રીમાની ચારે તરફ ગોઠવી દીધા.
ફકીરબાબાએ ફરી પેલું તાવીજ હાથમાં લેતાં કહ્યું, 'હવે આ કુંડાળાની બહાર એ કંઈ કરી નહીં શકે. એની શક્તિ બસ એ કુંડાળામાં જ છે. એ કુંડાળાની બહાર પણ નહીં નીકળી શકે.' અને પછી ઝડપથી એમણે હાથ લાંબો કરીને પેલું તાવીજ ધૂણતી રીમાના માથા ઉપર મૂકી દીધું.
અત્યાર સુધી રીમા તોફાન-મસ્તી કરતી હતી. ઉછળતી હતી અને પોતાના શરીર ઉપર તાવીજ અડવા દેતી નહોતી. પણ માથા ઉપર તાવીજ અડતાં જ જાણે ચમત્કાર થયો. રીમા ધીમે-ધીમે થોડીજવારમાં બિલકુલ શાંત થઈ ગઈ.
રીમા શાંત થઈ એટલે ફકીરબાબાએ પેલું તાવીજ માથા ઉપરથી ઉઠાવીને રીમાના બાવડા ઉપર મૂકી દીધું અને પછી અમર તરફ જોઈને કહ્યું, 'લે બેટા, આ તાવીજ બાંધી દે.'
તાવીજ બાંધ્યા પછી ફકીરબાબાએ પોતાનો બધો સામાન સમેટી લીધો. હંસા જઈને પાણીનો ગ્લાસ લઈ આવી અને ફકીરબાબાને મંત્રી આપવા કહ્યું. ફકીરબાબાએ થોડીકવાર સુધી હોઠ ફફડાવી, થોડુંક પઢીને પાણીમાં ફૂંક મારી પછી કહ્યું, 'હવે આ અડદના દાણાનું કુંડાળું રહેવા દેજો. આ કુંડાળામાં પેલો શેતાન નહીં આવી શકે. એ બંધાયેલો રહેશે.'
ફકીરબાબાની વાત સાંભળીને બધાને રાહત થઈ. પણ કંઈક યાદ આવ્યું હોય એમ અમરે પૂછયું, 'ફકીરબાબા, આણે ગઈ કાલથી કંઈ જ ખાધું નથી.'
'હવે ખવડાવો, કંઈ વાંધા જેવું નથી.' ફકીરબાબાએ પોતાના ચહેરા ઉપરનો પરસેવો લૂંછતાં ઉમેર્યું, '....હવે ઉપરવાળાની મહેરબાનીથી કોઈ વાંધો નહીં આવે.'
હંસાએ ખુલાસો કરતાં પૂછયું, 'પણ બાબા, આટલા નાના કુંડાળામાં એ કેવી રીતે ઊંઘી શકશે ?'
'બેટી, એને તો પલંગ ઉપર સૂવડાવી દેજે અને પછી આ દાણા પલંગની નીચે ફરતા ગોઠવી દેજે.'
અમર જઈને રીમા માટે ખાવાનું લઈ આવ્યો. મનોજ ફકીરબાબાને ખવડાવવા હોટલમાં લઈ ગયો અને હંસાભાભીએ રીમા પાસે બેસીને એને હેતથી ખવડાવવા માંડયું.
એ સાંજે ફકીરબાબા અને રીમા સાથે અમર, મનોજ અને હંસા ગાડીમાં બેસીને પાછા કટક આવ્યાં. રસ્તામાં કોઈ ખાસ ઘટના બની નહીં, પણ આ ઘટનાની સહુથી વધુ અસર અમર ઉપર થઈ. એના મનમાં હવે ચોક્કસ ઠસી ગયું કે, રીમાને જરૂર કંઈક વળગાડ છે. જો વળગાડ નહીં હોય તો કોઈક અજબ પ્રકારની બીમારી હશે. ગમે તે હોય પણ રીમાનો ઈલાજ કરાવવો જ. કોઈ મોટા ડૉકટરની પણ સલાહ લઈ જોવી. પણ એ વખતે એ કંઈ બોલ્યો નહીં. રીમાનું ધ્યાન રાખવાની ભલામણ હંસાભાભીને કરી અને પછી રીમાને પણ આશ્વાસન આપીને એ પોતે ચાલ્યો ગયો.
અમર ગયો એ વખતે સાંજ થવા આવી હતી. અમરના ગયા પછી હંસા અને રીમાએ ઝડપથી રાંધવાનું શરૂ કર્યું. જમી-પરવારીને થાકયાપાકયા બધાં વહેલાં સૂઈ ગયાં.રીમા પણ પથારીમાં પડી એવી જ ઘસઘસાટ ઊંઘવા લાગી અને સહુથી વધુ થાક પણ રીમાને જ લાગ્યો હતો. થાકથી એના શરીરનું એકેએક અંગ તૂટી રહ્યું હતું. એની પીઠ અને કમ્મર તો જાણે હમણાં તૂટી જશે-ફાટી જશે એવી પીડા સતત થતી હતી. છતાંય પથારીમાં પડતાં જ એ ઊંઘવા લાગી. રીમાને પથારી સુધી લાવતી વખતે જ હંસાભાભીએ પેલા અડદના મંત્રેલા દાણા પલંગની ચારે તરફ પાથરી દીધા હતા અને રીમાને એ દાણાની બહાર પગ નહીં મૂકવાની સૂચના આપીને હંસા પોતાના કમરામાં ચાલી ગઈ હતી. થોડી જ વારમાં રીમાની આંખો મીંચાઈ ગઈ હતી.
જ્યારે રીમાની આંખ ખૂલી ત્યારે ઘણી રાત થઈ ગઈ હતી. લગભગ મધરાતનો સમય થઈ ગયો હતો અને દૂરથી કોઈક બિલાડીનો અવાજ સંભળાતો હતો. રીમા પથારીમાં બેઠી થઈ.
અચાનક બિલાડીનો અવાજ વધુ ને વધુ નજીક આવતો ગયો. એ અવાજ વધુ ને વધુ મોટો થતો ગયો. અચાનક રીમા ચોંકી ગઈ. બારીમાંથી એક બિલાડો અંદર કમરામાં ઘૂસી આવ્યો. એ બિલાડાની પાછળ બીજો બિલાડો... એની પાછળ ત્રીજો...ચોથો.....પાંચમો....દસમો....બારમો અને પચીસમો...રીમા જાણે ગણવાનું ભૂલી ગઈ...એક પછી એક બિલાડાઓ કમરામાં આવવા લાગ્યા.
પછી..? પછી શું થયું..? બિલાડાઓએ રીમાને શું કર્યું...? રીમાએ બિલાડાઓથી બચવા શું કર્યું? રીમાના શરીરમાં રહેલા અદૃશ્ય પુરુષ સિકંદરનું શું થયું ? શું ફકીરબાબાએ સિકંદરને ખતમ કરી નાખ્યો? એ બધું જાણવા માટે 'જંતર મંતર'નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.
(ક્રમશઃ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૧૪)
રીમાના બાવડે તાવીજ બાંધેલું જોઈને અમર કંઈક ખીજ સાથે બબડયો, 'અરે, આવી અંધશ્રદ્ધા શું રાખવી....?' એણે રીમાને સહેજ અળગી કરીને, પેલું તાવીજ ખોલવા માંડયું.
રીમાને થયું કે પોતે આ રીતે અમરને તાવીજ ખોલતો અટકાવી દે. પરંતુ જાણે એની જીભ તાળવા સાથે ચોંટી ગઈ હોય, એમ એ કંઈ બોલી શકયો નહીં.
અમરે તાવીજ ખોલી નાખ્યું.
પણ તાવીજ ખુલતાં જ જાણે ચમત્કાર થયો. રીમાની આંખો બદલાઈ ગઈ. એના શરીરમાં ઝનૂન ભરાઈ આવ્યું. એણે અમરને જોશથી હડસેલો મારીને પછાડયો અને પછી પોતે ઝડપથી બારણું ખોલીને બહાર દોડી ગઈ.
અમર હિંમત કરીને બેઠો થયો....માંડ માંડ ઊભો થઈને રીમાની પાછળ દોડી ગયો.
અમર હોટલની બહાર નીકળ્યો ત્યારે રીમા હોટલથી દૂર પાણી ખાબોચિયામાં બેઠી બેઠી છબછબિયાં કરતી હતી. એનાં કપડાં સાવ અવ્યવસ્થિત થઈ ગયાં હતાં.
૦૦૦
ચિલકા સરોવર હવા ખાવા માટેનું સ્થળ છે. અહીં ઉનાળામાં દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે. અહીંનું વાતાવરણ ખરેખર સુંદર છે. કુદરતે અહીંના વાતાવરણમાં છુટે હાથે સૌન્દર્ય વિખેરી દીધું છે. એમાંય પ્રેમીઓ માટે તો અહીં ખૂબ મસ્ત વાતાવરણ છે.
સૂરજ ઢળે પછી સરોવરના કિનારાની ઝાડીઓ પાછળ ભરાઈને પ્રેમીઓ, એકાંતમાં લપાઈને પોતાના દિલની વાતો કરે છે. પ્રેમની આપ-લે કરે છે અને સરોવરની મસ્ત વળ ખાતી લહેરોમાં ખોવાઈ જાય છે.
અમર અગાઉ પોતાના ઘણા મિત્રો સાથે અહીં ફરવા આવતો હતો. રીમા સાથે સગપણ થયા પછી પણ અમર અહીં રીમાને લઈને આવવા માટે ખૂબ ઉતાવળો બન્યો હતો. પણ અમરની માએ એને અટકાવી દેતાં કહ્યું, 'અમર, આમ અધીરો ન થા. હજુ સગાઈ હમણાં જ થઈ છે. અને તું રીમાને લઈ જવાની વાત કરે તો વેવાઈને કદાચ ખોટું લાગી જાય. તું થોડા દિવસ ખમી જા....પછી વેવાઈને વાત કરી જોજે. માને તો ઠીક...!'
માની આ શિખામણ અમરને એ વખતે કડવી લાગેલી પણ માનું માન રાખવા એ બોલ્યો, 'સારું બા, પછી વાત...'
પણ ત્યારપછી ઉનાળો પસાર થઈ ગયો અને ચોમાસાની શરૂઆત થઈ. અમરને લાગ્યું કે હવે માંડી વાળવું પડશે. રીમા સાથે કદાચ હવે તો આવતા વરસે જ ફરવા જવા મળશે, ગમે તેમ પણ અત્યારે શાંત થઈ ગયા વિના છૂટકો જ નહોતો....
અચાનક એણે રીમાની તબિયત ખરાબ છે અને ભૂતપ્રેતની ચુંગાલમાં ફસાયેલી છે એવી વાત સાંભળતાં જ એણે તક ઝડપી લીધી. જોકે, ભૂત-પ્રેતની વાત સાંભળીને એને પોતાના સાસરિયાં તરફ ખીજ ચડી ગયેલી. એ લોકો આવા જૂનવાણી હશે એવું એણે નહોતું ધાર્યું. એણે મનોજને પણ બજારમાં આવી વાતો કરવા બદલ ઠપકો આપેલો અને હવે હવાફેરને બહાને રીમાને ચિલકા સરોવર લઈ જઈને એ રીમાના મનમાંથી પણ ભૂત-પ્રેતની વાતો કઢાવી નાખવા માંગતો હતો. વળી એકાંતમાં રીમા સાથે એ મસ્તીભર્યા વાતાવરણમાં ખોવાઈ જવા માંગતો હતો. રીમાને પોતાની છાતી સાથે જકડીને, રીમાને પોતાની કરી લેવા માંગતો હતો.
રીમાને હવાફેર માટે લઈ જવાની પરવાનગી મેળવવા એ પોતાના સસરાની પેઢીએ પહોંચી ગયો હતો. એના સસરા ચુનીલાલે પોતાના જમાઈને પેઢીએ આવેલા જોઈ, ખૂબ જ ઉમળકાથી અમરને આવકાર આપીને, ગાદી ઉપર બેસાડયો.
અમરે થોડીવાર પછી પોતાનું આવવાનું કારણ જણાવીને ઉમેર્યું, 'રીમા થોડા દિવસ મારી સાથે રહેશે તો એની તબિયત પણ ઠીક થઈ જશે.'
જમાઈની વાત સાંભળીને ચુનીલાલ પહેલાં તો મૂંઝાયા, પછી ઊંડા વિચારમાં પડી ગયા. એમને અમર સાથે રીમને મોકલવામાં બીજો કોઈ વાંધો નહોતો. પણ ત્યાં રીમા ધુણશે અથવા તોફાને ચઢી જશે તો અમર મૂંઝાઈ જશે. પણ પછી મનને મનાવી લેતાં હોય એમ એમણે વિચાર્યું, એ બિચારી ઘણાં દિવસથી ઘરમાં પડી પીડાય છે. અમરની સાથે જશે તો ફરી આવશે. જીવ પણ છૂટો થશે. એટલે એમણે મનને મજબૂત કરીને, અમરને રીમાને લઈ જવાની મંજૂરી આપી દીધી.
ચુનીલાલે તો મંજૂરી આપી પણ હંસાભાભીને મનમાં ખૂબ કચવાટ થયો. એ તો રીમા કયાંય બહાર જાય એમ ઈચ્છતી જ નહોતી. રીમાને માંડ-માંડ ઠીક થયું છે. ફકીરબાબાના પેલા તાવીજથી સિકંદર કાબૂમાં આવી ગયો છે અને છેલ્લી બે રાતથી એ રીમા પાસે આવતો પણ નથી. એટલે જો સતત થોડા દિવસ રીમાનું ધ્યાન રાખવામાં આવશે તો પછી વાંધો નહીં આવે.
પણ એ હવે પોતાના સસરાની ઉપરવટ જઈને રીમાને અટકાવી શકે એમ નહોતી. બીજું તો ઠીક પણ એને અમર વિશે શંકા હતી.
અમર આવી ભૂત-પ્રેતની વાતોમાં માનતો નથી. અને ભૂલે-ચૂકેય જો એ રીમાના બાવડે બાંધેલું તાવીજ ખોલી નાખશે તો મુસીબત ઊભી થશે. છતાંય તકેદારી એણે અમરને એ તાવીજ નહીં ખોલવાની સૂચના આપી દીધી.
રીમાને પણ એણે બાવડેથી તાવીજને નહીં છંછેડવાની સૂચના આપીને, વધુ સાવચેતી ખાતર એ તાવીજની ગાંઠને વધુ મજબૂત બનાવવા બીજી બે ગાંઠો લગાવી દીધી. રીમાને અમરની સાથે રવાના કરતી વખતે પોતાની નણંદને સાસરે વળાવતી હોય એમ હૈયું ભરાઈ આવ્યું. એની આંખોમાં ઝળહળિયાં ભરાઈ આવ્યાં.
ભાભીની આંખો ભરાયેલી જોઈને, રીમાની આંખો પણ ભરાઈ આવી. રીમા જાણતી હતી કે, પોતાની માંદગીમાં હંસાભાભીએ પુરતી કાળજી લીધી હતી.
પણ ચિલકા સરોવર પહોંચતાંની સાથે જ અમરે ભયંકર ભૂલ કરી નાખી. જે તાવીજ ખોલવાની ચોખ્ખી ના પાડવામાં આવી એ જ તાવીજને એણે અંધશ્રદ્ધા ગણીને કાઢી નાખ્યું.
પણ એનું પરિણામ તરત જ દેખાઈ આવ્યું.
અત્યાર સુધી શાંત અને ડાહી લાગતી રીમા એકાએક ઉછળી, એક જોરદાર ધક્કો મારીને, એ હોટેલની રૂમનું બારણું ખોલીને ભાગી નીકળી. એને ભાગતી જોઈને, પછડાયેલો અમર ઊભો થયો. એના કપાળે વાગ્યું હતું. લોહીના રેલા કપાળ ઉપરથી સરકીને એના ગાલ સુધી ખેંચાઈ આવ્યા હતા એની પરવા કર્યા વિના એ બહાર દોડી આવ્યો.
હોટલથી દૂર, સામેના ભાગમાં એક ખાબોચિયામાં રીમા પડી પડી તોફાન કરતી હતી. પાણીમાં છબછબિયાં કરતી હતી અને પાણી ઉછાળતી હતી. પોતાની જાતનું કે પોતાનાં કપડાંનું એને ભાન નહોતું.
અમર રીમાની સામે આવીને ખડો થઈ ગયો. ગુસ્સા અને ગભરાટથી એણે રીમાને બૂમો મારવા માંડી...'રીમા...રીમા...રી....મા...!'
પણ રીમા ઉપર એના અવાજની કંઈ અસર થતી નહોતી. હવે રીમાને પકડીને હોટલમાં ઘસડી ગયા વિના છૂટકો નહોતો.
અમર પોતાના કપડાંની પરવા કર્યા વિના પાણીમાં ગંદા ખાબોચિયામાં આગળ વધ્યો અને રીમાની નજીક પહોંચીને, રીમાનું બાવડું પકડી લીધું.
પણ અમરે જેવું બાવડું પકડયું કે તરત જ રીમાએ પોતાના બાવડાને એક જોરદાર આંચકો આપ્યો અને અમરના હાથમાંથી પોતાનું બાવડું છોડાવી લીધું. પણ એ આંચકો એટલો જોરદાર હતો કે અમર ગડથોલું ખાઈને નીચે કીચડમાં પડી ગયો.
અમર નીચે પડયો એટલે કાદવ અને ગંદું પાણી ઉછળીને ચહેરા અને કપડાં પર છંટાઈ ગયાં.
અમરને પછડાયા પછી રીમા જોશજોશથી મુક્ત મને હસી પડી. એનું એ હાસ્ય કોઈક ચુડેલના હાસ્ય જેવું હતું. અને ધીમે-ધીમે એ હાસ્ય કોઈ પુરુષના ભારે હાસ્યમાં પલટાવા લાગ્યું. એટલે જ નહીં પણ રીમા પોતાના બેય હાથે કાદવ અને ગંદું પાણી અમરની ઉપર ઉછાળવા લાગી.
ખિજે ભરાયેલો અને ગુસ્સાથી ધૂંઆંપૂંઆં થતો અમર ગુસ્સાથી લાલ થયેલી આંખે અને તમતમતા ચહેરે રીમા તરફ જોઈ રહ્યો.
પણ રીમાની આંખો અત્યારે બદલાઈ ગઈ હતી. એણે અમરને પછાડીને એનું ભયંકર અપમાન કર્યું હોય એવી તોફાની આંખે એ અમરને તાકતી ખડખડાટ હસી રહી હતી.
અમરે ગુસ્સાના આવેશથી ઉછળીને, ઊભા થતાં રીમાના બેય હાથ પકડી લીધા. પણ રીમાના હાથ એ વધુવાર પકડી શકયો નહીં. રીમાએ ફરી પોતાના હાથ છોડાવી લીધા.
અત્યારે રીમાના શરીરમાં ખૂબ ઝનૂન અને તાકાત ભરાયેલાં હતાં. અમરનું તો એની પાસે કંઈ ગજું નહોતું.
અમરને યાદ આવ્યું કે રીમાને કોઈક વળગાડ જેવું છે. એવું એનાં પિયરિયાં કહે છે એ કદાચ સાચું પણ હોય. જોકે, એ તો એવું કંઈ માનતો નહોતો. પણ હવે અત્યારે એ પોતાની સામે તોફાન કરતી જોઈ રહ્યો.
તેમ છતાંય અમરનું મન અંદરથી તો એને એ વાત માનવા ઈન્કાર કરી રહ્યું હતું. એને તો લાગતું હતું કે રીમાને કોઈક માનસિક બીમારી લાગે છે. એથી જ એ કોઈ પાગલની જેમ ધમપછાડા કરી રહી છે. એને તો કોઈક સારા મોટા ડૉકટરને કામ રીમાને કોઈ સારા ડૉકટરને બતાવવાનું કરશે અને જરૂર પડશે તો ઈલાજ માટે એ એને ભુવનેશ્વર કે કલકત્તા પણ લઈ જશે.
પણ બીજી જ પળે એના મનના વિચારો ખંખેરાઈ ગયા. એ ચોંકીને બેબાકળો બની ગયો અને એની આંખો ચોળવા લાગ્યો. એની આંખમાં કદાચ કાદવ પડયો હતો.
કાદવમાંના રેતીના કણો એની આંખોમાં સખત રીતે વાગ્યા હોય એમ એની આંખોમાં જબ્બર લ્હાય ઊપડી હતી. અમરને તમ્મર જેવું આવી ગયું. એની આંખો સામે અત્યારે બિલકુલ અંધારું હતું. જરા સરખો પણ પ્રયત્ન કરવા જતા એની આંખ વધુ જોશથી બળવા લાગતી.
અમરને લાગ્યું કે હમણાં એ બેભાન બનીને પડી જશે. અહીં આવવા બદલ એ પસ્તાવો કરે કે બેભાન બનીને પછડાય એ પહેલાં એ પહેલાં જ કોઈકે આવીને એને પકડી લીધો.
'શું થયું...? શું થયું...?' એમ કરતાં બીજા માણસો પણ દોડી આવ્યા. કોઈકે ઠંડા પાણીની છાલકો અમરની આંખો અને ચહેરા ઉપર મારીને, ચહેરા ઉપરનો કાદવ સાફ કર્યો અને હળવેથી આંખોનો કાદવ પણ સાફ કરવાનું શરૂ કર્યું. કોઈક અનુભવી માણસ કપડાંના છેડાથી ખૂબ ચોકસાઈ અને કાળજીથી એની આંખોમાંથી રેતીના કણો કાઢી રહ્યો હતો.
સતત થોડીવારની કાળજીભરી મહેનત પછી અમરની આંખો સાફ થઈ ગઈ. જોકે, હજુ આંખોમાં બળતરા અને લાલાશ તો બાકી હતી જ. તેમ છતાંય એ રીમાને બરાબર જોઈ શકતો હતો.
રીમા હજુ પણ ઉછળકૂદ અને તોફાન-મસ્તી કરતી હતી. એના ધમપછાડા હજુ એવા ને એવા જ ચાલુ હતા. ત્રણ-ચાર માણસો રીમાને પકડવા નાકામ કોશિશ કરી રહ્યા હતા. વળી અત્યારે રીમાની હાલત પણ સારી નહોતી. એનાં કપડાં પલળીને એના શરીર સાથે ચોંટી ગયાં હતાં. એની સાડી ઢીલી થઈને ગમે તેમ સરકી ગઈ હતી. રીમાની જાલિમ જુવાની અને એનું રૂપ અત્યારે એનાં કપડાંની બહાર ડોકાઈ રહ્યું હતું. રીમાના આ રૂપ અને જુવાની માણવા માટે જ કદાચ આજુબાજુ લોકો ભેગા થયા હતા અને ટીકી ટીકીને રીમાના શરીરને લાલચુ નજરે જોઈ રહ્યા હતા.
ત્યાં ઊભેલા મોટા ભાગના પુરુષો જ હતા. એ પુરુષો પણ ત્યાંના જ રહેવાસી હતા. મોટા ભાગના લગભગ તમામ પ્રવાસીઓ ઉનાળો પૂરો થયો હોઈને ચાલ્યા ગયા હતા.
અહીં છેલ્લા એકાદ મહિનાથી લગભગ દરરોજ વરસાદ વરસતો હતો. રસ્તાઓ ધૂળિયા અને કાચા હતા. રસ્તા ઉપર અને આસપાસના ખાડાઓમાં પાણી ભરાઈ ગયું હું.
અમર સતત થોડીવાર સુધી રીમાને જોઈ રહ્યો. પછી એને ખ્યાલ આવ્યો કે હવે એ રીતે વશમાં નહીં આવે. એને વશમાં કરવા માટે શું કરવું? એ જાણવા માટે ઘરે ફોન કરીને પૂછવું પડશે... એ લોકો એ માટેની કોઈ દવા કે કીમિયો જાણતા હશે.
પણ ફોન કરતાં પહેલાં રીમાને પકડીને હોટલના રૂમમાં પૂરી દેવી જરૂરી હતી. એણે પોતાની આંખોની કારમી બળતરા ભૂલીને પોતાની આસપાસ ઊભેલા લોકોને વિનંતી કરતાં બોલ્યો, 'ભાઈઓ, તમે મને જરા આ છોકરીને ઊંચકવામાં મદદ કરોને...!'
અમર આગળ વધ્યો એની સાથે બીજા પણ આઠ-દસ માણસો આગળ વધ્યા અને રીમા પાસે પહોંચીને બધાએ બળજબરીથી રીમાને ઊંચકી લીધી.
લગભગ બારથી તેર માણસોએ રીમાને મજબૂત રીતે પકડી રાખી હોવા છતાંય રીમાને સંભાળવી મુશ્કેલ પડતી હતી. રીમા જોશ જોશથી ઉછળતી અને ખડખડાટ હસતી જતી હતી.
ગમે તેમ પણ ખૂબ મહેનત અને ધમપછાડા પછી ઘણીવારે અમર રીમાને હોટલના રૂમમાં ધકેલીને બારણાં બંધ કરવામાં સફળ થયો.
રીમાને હોટલની રૂમમાં પૂરી દીધી, પણ રીમા અંદર તોફાન કરતી હોય, જોશ જોશથી હસતી એ ગાતી હોય એવા અવાજો બહાર આવતા હતા. છતાંય અમરે સહેજ નિરાંતનો દમ લીધો અને પછી હોટલના કાઉન્ટર પર જઈને કટક ફોન લગાવ્યો.
હવે ફોન લાગે ત્યાં સુધી વાટ જોયા સિવાય અમરને બીજું કંઈ કરવાનું નહોતું. એ ચૂપચાપ કાઉન્ટર પાસે પડેલા સોફામાં ફસડાઈ પડયો.
ગઈકાલ આખી રાતનો ઉજાગરો હતો. મુસાફરીને કારણે થાક પણ લાગ્યો હતો. નહાવા ધોવાની વાત તો બાજુએ રહી, પણ ઊલટાનું રીમાના તોફાનથી એ વધુ પરેશાન બની, વધુ થાકી ગયો હતો.
એ પોતાનો કમરો ઉઘાડીને અંદર જઈને આરામ કરી શકે એવી હાલત તો હતી જ નહીં. એના ફોનનું નેટવર્ક મળી નહોતું રહ્યું, એટલે ત્યાં સોફામાં બેઠાં-બેઠાં જ એ ઊંઘવા લાગ્યો.
અચાનક ફોનની ઘંટડી વાગતાં એની આંખ ખૂલી ગઈ. પણ ફોન ઉપર કાઉન્ટર પરનો મેનેજર કોઈની સાથે હસી હસીને વાત કરી રહ્યો હતો. ચોક્કસ એ એનો ફોન નહોતો જ. ફરી એણે આંખો મીંચી લીધી. આંખ મીંચાતા જ એ ફરી ઊંઘવા લાગ્યો.
દોઢ-બે કલાકની એકધારી ઊંઘ લીધા પછી કંઈક રાહત જેવું થયું. એટલે એણે હાથ-મોઢું ધોઈને, નાસ્તો કર્યો અને ચારેક વાગ્યાના સુમારે ફોન લાગ્યો ત્યારે એણે ફોન ઉપર મનોજ સાથે રીમાની હાલતની વાત કરી.
મનોજે ફોન ઉપર જ ગભરાઈ જતાં ઉતાવળથી જવાબ આપ્યો, 'તમે રીમાને સાચવજો, અમે અત્યારે જ અહીંથી નીકળીએ છીએ.'
પછી..? પછી શું થયું..? મનોજે શું કર્યું...? અમરનું શું થયું...? એણે રીમાને કેવી રીતે સાચવી...? રીમાનું શું થયું....? શું એના તોફાન-મસ્તી શાંત થયા...? રીમાના શરીરમાં રહેલા અદૃશ્ય પુરુષ સિકંદરનું શું થયું ? શું ફકીરબાબાએ સિકંદરને ખતમ કરી નાખ્યો ? એ બધું જાણવા માટે 'જંતર મંતર'નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.
(ક્રમશઃ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૧૩)
'તું મને ધમકી આપે છે...?' સિકંદરની વાત સાંભળીને ફકીરબાબા ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. ધ્રૂજતા અવાજે બોલ્યા, 'હું તને જોઈ લઈશ.'
અને પછી એમણે ધૂપદાનીમાં લોબાન નાખીને કોલસા ઉપર પૂંઠું હલાવતાં મનોજ તરફ નજર નાખી, 'ભાઈ, જરા મારી ઝોળી આપો ને...!'
મનોજે ઝોળી આપી એટલે ફકીરબાબાએ એમાંથી એક કાગળનો ટુકડો કાઢયો. એક નાનકડી ડબ્બીમાંથી કેસર કાઢયું અને પછી એક રકાબીમાં કેસર પલાળીને એમણે લાકડાની સળીથી પેલા સફેદ ચોરસ કાગળમાં અરબી કે ઉર્દૂ જેવી ભાષામાં કંઈક લખ્યું અને પછી એ કાગળની ગડી વાળીને એને લોબાનના ધુમાડામાં ફેરવીને એક માદળિયામાં મૂકીને, માદળિયું બંધ કરી દીધું. ઝોળીમાંથી એક કાળો દોરો કાઢીને એમાં માદળિયું પરોવીને એમણે મનોજને ઈશારાથી નજીક બોલાવતાં કહ્યું, 'તમે આને પકડી રાખો. હું આ તાવીજ એના બાવડા ઉપર બાંધી દઉં.'
મનોજ અને હંસાએ રીમાને પકડી રાખી. પણ ફકીરબાબા તાવીજ લઈને આવ્યા કે તરત રીમાએ હાથ-પગ પછાડવાનું અને તોફાન કરવાનું શરૂ કરી દીધું. ફકીરબાબાએ મનોજને બરાબર પકડી રાખવા માટેનો ઈશારો કરી દીધો હતો એટલે રીમા છટકી શકી નહીં. એ વધારે હાથ-પગ ઉછાળે કે પછાડે એ પહેલાં તો ફકીરબાબાએ એના બાવડા ઉપર તાવીજ બાંધી દીધું.
તાવીજ રીમાના શરીર ઉપર અડતાં જ જાણે ચમત્કાર થયો હોય એમ રીમા શાંત થઈ ગઈ. એક ડાહીડમરી છોકરીની જેમ ચૂપચાપ બેસી ગઈ.
ફકીરબાબાનું કામ પૂરું થયું હોય એમ એમણે એમની ઝોળી ઉઠાવી, ને ઊભા થઈને તેમણે રીમા પાસે આવીને કહ્યું, 'ગભરાઈશ નહીં બેટી, બધું જ સારું થઈ જશે.' અને પછી તેઓ ચૂપચાપ બહાર નીકળ્યા. મનોજ અને હંસા પણ એમની પાછળ-પાછળ બહાર આવ્યાં.
ફકીરબાબાએ રીમાના બાપુજી પાસે આવીને ઊભા રહેતાં કહ્યું, 'જુઓ, મેં એના બાવડા ઉપર તાવીજ બાંધી દીધું છે એટલે બહુ ફિકર કરવા જેવું નથી. હવે એ પોતે જાતે તો તાવીજ ખોલશે નહીં પણ એ તાવીજ કોઈ ખોલે નહીં એનું પણ ધ્યાન રાખશો.' અને પછી હંસા તરફ જોઈને એમણે કહ્યું, 'બેટી, એક ગ્લાસમાં પાણી તો ભરી આવ.'
હંસા દોડીને પાણી લઈ આવી. પાણીનો ગ્લાસ હાથમાં પકડીને ફકીરબાબાએ થોડીકવાર માટે આંખો મીંચી લીધી, પછી કંઈક પઢતા હોય એમ હોઠ ફફડાવીને તેમણે એ ગ્લાસમાં ફૂંક મારીને એ ગ્લાસ હંસાને આપતાં કહ્યું, 'લે બેટી, આ પાણી એને પાઈ દેજે.' ત્યારપછી ફકીરબાબા ચાલ્યા ગયા.
હંસાએ પેલા ગ્લાસનું પાણી અંદરના કમરામાં જઈને રીમાને પીવડાવ્યું.
ત્યારબાદ લગભગ અડધા કલાક પછી તો રીમા જાણે કંઈ જ ન બન્યું હોય એમ હરતી-ફરતી થઈ ગઈ. બધાની સાથે હસવા-બોલવા અને વાતો કરવા લાગી.
એ જ સાંજે અમર આવ્યો. અમરને આવેલો જોઈને, ઘરનાં બધાંને લાગ્યું કે, આવી વાત હવે અમરથી છુપાવવા જેવી નથી. એને અંધારામાં રાખવા કરતાં એને બધી જ વાત વિગતથી કહી દેવી જોઈએ. જેથી ભવિષ્યમાં કોઈ મનદુઃખ ન થાય.
રંજનાબહેને હંસાને નજીક બોલાવીને કાનમાં ફૂંક મારતાં કહ્યું, 'વહુ, તું જ બધી વાત અમરને કાને નાખી દે તો સારું. મને બધી ચોખવટ કરતાં નહીં ફાવે.'
હંસાએ હકારમાં ડોકી હલાવીને પછી રીમાના કમરા પાસે પહોંચીને એણે બૂમ મારી, 'અમરભાઈ, જરા બહાર આવો તો...!'
અમર હજુ રીમા પાસે ઊભો-ઊભો એની તબિયત વિશે જ પૂછી રહ્યો હતો. ત્યાં હંસાભાભીને આ રીતે બોલાવતાં જોઈને, એને સહેજ નવાઈ લાગી, 'શું કંઈ અગત્યનું કામ છે, ભાભી ?' એવું પૂછતો અમર દરવાજા તરફ આવ્યો.
પણ દરવાજા પાસે કોઈ વાત કહેવાને બદલે હંસા આગળ વધી ગઈ. નવાઈ પામતો અમર પણ હંસાની પાછળ-પાછળ આગળ વધ્યો.
હંસા પોતાના નણદોઈ અમરને લઈને પોતાના કમરામાં આવી. હસમુખી અને બોલકણી હંસાને અત્યારે બિલકુલ ખામોશ જોઈને જ અમરને ગંભીરતાનો ખ્યાલ આવી ગયો. એ ચૂપચાપ હંસાના ચહેરાને તાકી રહ્યો.
હંસા થોડીકવાર સુધી ચુપ રહી. પછી એણે ખૂબ ધીમા અવાજે કહ્યું, 'અમરભાઈ, રીમા ઉપર કોઈ ભૂત-પ્રેતનો પડછાયો છે.'
હંસાની વાત સાંભળીને અમરને એક આંચકો લાગ્યો. એ તરત જ ઊંચા અવાજે બોલ્યો, 'ભાભી, તમેય શું જુનવાણી અને અંધશ્રદ્ધા ભરેલી વાતો લઈને બેઠાં છો...આ દુનિયામાં ભૂત-પ્રેત જેવું કંઈ જ ન....'
'તમે માનો કે ન માનો...' હંસાએ અમરને અધવચ્ચે જ બોલતો અટકાવી દીધો. એના અવાજમાં કડકાઈ હતી. એ આગળ ખુલાસો કરતાં બોલી, 'હું તમને એ વાત માનવા માટે મજબૂર નથી કરતી. મારે એ વિશે કોઈ ચર્ચામાં પણ ઊતરવું નથી. પણ મારી એક વિનંતી ખાસ ધ્યાનથી સાંભળો....'
'શું છે...?' અમરે અવાજ ઢીલો કરીને, પૂછવા ખાતર પૂછી નાખ્યું.
'ફકીરબાબાએ એક તાવીજ રીમાને બાવડે બાંધ્યું છે. એ તમે કોઈપણ સંજોગોમાં છોડશો નહીં.'
'એ સિવાય બીજું કંઈ છે ?' અમર બેપરવાઈથી પૂછીને ઊભો થઈ ગયો, ત્યારે હંસાભાભીને એક પળ માટે તો એની ઉપર ખીજ ચઢી ગઈ, પણ આમ જમાઈ ઉપર ગુસ્સો કરવો એને શોભે એમ નહોતું. એટલે ગુસ્સો ગળી જતાં તે બોલી, 'અમરભાઈ, આ મશ્કરીમાં ઉડાવવા જેવી વાત નથી. હું તમને ખૂબ ગંભીરતાથી આ વાત કહું છું. રીમાને ખાતર પણ તમે સાવચેતી રાખજો. તમે એ વાતને માનતા હોય કે ન માનતા હોય પણ એ તાવીજ ખોલવાનો કદી પ્રયત્ન કરશો નહીં.'
'ઠીક છે...!' કહીને અમર બહાર નીકળ્યો. હંસા પણ બહાર આવી. અમર રીમાના કમરામાં ચાલ્યો ગયો અને હંસા ચૂપચાપ પોતાનાં સાસુ પાસે રસોડામાં ચાલી ગઈ.
રીમા પાસે આવતાં જ અમરની પહેલી નજર પેલા રીમાના બાવડા ઉપર બાંધેલા તાવીજ તરફ ગઈ. પણ એણે રીમાને એ વિશે કોઈ પૂછપરછ કરી નહીં. થોડીકવાર રીમા પાસે બેસીને એ ચાલ્યો ગયો.
બીજે દિવસે બજારમાં અમરનો ભેટો મનોજ સાથે થઈ ગયો. ત્યારે અમરે મનોજને ઠપકાભર્યા અવાજે કહ્યું, 'મનોજ, તું ભણેલો-ગણેલો થઈને આ રીતે અંધશ્રદ્ધામાં માને છે ? તું સમજદાર અને નવી પેઢીનો છે છતાંય તું ભૂત-પ્રેતમાં માને છે !'
મનોજ થોડીકવાર ચૂપ રહ્યો. એની આંખોમાં દુઃખના ભાવ ડોકાયા. એ ખૂબ ધીમેથી બોલ્યો, 'અમરભાઈ, હું પણ તમારી જેમ ભૂત-પ્રેતમાં માનતો નથી, પરંતુ રીમાનું દુઃખ અને રીમાની પીડા જોયા પછી હું મજબૂર બની ગયો છું. નછૂટકે મારે એ બધું માનવું પડે છે.'
મનોજની વાત સાંભળીને અમર વધુ છંછેડાઈ ગયો, એ કડવા અવાજે બોલ્યો, 'મનોજ, તું તારા મનમાંથી એવો વહેમ કાઢી નાખ અને ઘરનાંઓને પણ સમજાવ કે, ભૂત-પ્રેત જેવું આ દુનિયામાં કંઈ છે નહિ. એ બધું જ ખોટું ધતીંગ છે.'
મનોજને અત્યારે કોઈ દલીલ કરવાનું ઠીક લાગ્યું નહિ. એ ચૂપચાપ અમરની વાતો સાંભળતો રહ્યો.
અમર કયાંય સુધી ભૂત-પ્રેતના ધતિંગની વાતો કરતો રહ્યો અને એ વિશે દલીલ કરતો રહ્યો. પણ મનોજ વચમાં કયાંય બોલ્યો નહીં એટલે ધીમે-ધીમે એ ઠંડો પડી ગયો.
અમરનો ઠપકો સાંભળીને મનોજને ખોટું તો લાગ્યું, પણ એ કંઈ કરી શકે એમ નહોતો. ગમે એમ તોય અમર એનો બનેવી હતો. વળી એ અમર સામે દલીલો કરીને એને વધારે ઉશ્કેરવા માંગતો નહોતો.
એ રાતે અચાનક રીમાની આંખ ઊઘડી ગઈ. બહારથી કોઈ એને બૂમો મારીને બોલાવતું હોય એવો અવાજ આવી રહ્યો હતો. આંખ ઉઘાડયા પછી રીમાએ તરત જ એ અવાજ ઓળખી કાઢયો. એ અવાજ પેલા સિકંદરનો હતો.
રીમાને યાદ આવ્યું કે, દરરોજ રાતના પોતાની પાસે આવતો સિકંદર ગઈકાલે આવ્યો નહોતો. આજે પણ એ અહીં આવવાને બદલે બહારથી બૂમો મારીને જ પોતાને બોલાવી રહ્યો હતો. એ હળવેકથી પથારીમાં બેઠી થઈ. રીમા હવે સિકંદરને સખત નફરત કરતી હતી. પેલા પીળા ફૂલની અત્યાર સુધી સુધી માદક અને મસ્ત લાગતી મોગરા અને ચંપા જેવી સુગંધ પણ એને ત્રાસ આપતી હતી. એ સુગંધનો અનુભવ થતાં જ-નાકને એનો સ્પર્શ થતાં જ એનું મન ઘૃણાથી ભરાઈ જતું. તેમ છતાંય એ સિકંદરનો સામનો કે વિરોધ કરી શકવાની શક્તિ તો રીમા પાસે હતી જ નહીં. અત્યારે પણ સિકંદરનો અવાજ સાંભળીને એનું મન એક જાતની ઘૃણાથી ભરાઈ આવ્યું. તેમ છતાંય એ અવાજ લોહચુંબકની જેમ એને ખેંચી રહ્યો હોય એમ એ ખેંચાઈને બારણા સુધી પહોંચી...
બારણાની બહાર એણે ગરદન લંબાવીને ધ્યાનથી જોયું. બહાર બિલકુલ અંધકાર હતો. દૂર રસોડા પાસે બે ચમકદાર આંખો તગતગતી હતી. કોઈક બિલાડી ત્યાં બેઠી હશે એવું અનુમાન રીમાએ લગાવ્યું.
રીમા કમરામાં પાછી વળવા જતી હતી. ત્યાં જ અચાનક બિલાડીનો મિયાઉં....મિયાઉં....!' અવાજ એને સંભળાયો....પણ બિલાડી 'મિયાઉં... મિયાઉં...'ને બદલે 'રીમા...રીમા...!' બોલતી હોય એવો આભાસ રીમાને થયો....તે બારણામાં જ થોભીને બિલાડી તરફ તાકી રહી. બિલાડીનો અવાજ ધીમે-ધીમે ઘેરો બનવા લાગ્યો અને વધુ ને વધુ ઘેરો બનતો ગયો....છેવટે એ અવાજ સિકંદરના અવાજમાં ફેરવાઈ ગયો.
સિકંદરનો અવાજ બિલાડીના મોઢામાંથી નીકળતો જોઈને રીમાની કમ્મરમાંથી ઠંડીનું એક લખલખું પસાર થઈ ગયું.
રીમાની નજર હજુ એ બિલાડીની આંખો ઉપર જ મંડાયેલી હતી ત્યાં જ 'મ્યાંઉઉઉ...!' એવી ત્રાડ નાખતી એ બિલાડી કૂદી અને રસોડાની બાજુની બારીમાંથી છલાંગ મારીને બહાર કૂદી ગઈ. રીમા થરથરીને કંપી ગઈ. એના ચહેરા અને આખા શરીર ઉપર પરસેવો ફરી વળ્યો.
બિલાડી બારીના સળિયામાં હતી ત્યારે બહારથી આવતા અજવાશમાં એણે જોયુ કે એ કોઈ સાધારણ બિલાડી નહીં પણ ખાસ્સો એવો મોટો બિલાડો હતો.
ભયથી ધ્રુજી ઊઠેલી અને પરસેવે રેબઝેબ થયેલી રીમા તરત જ પાછી વળી ગઈ. પલંગ પાસે આવતાં જ એ પથારી પર ફસડાઈ પડી. એનું હૃદય જોશ જોશથી ધબકારા કરવા લાગ્યું.
છત ઉપર ફરતાં પંખાની હવા એના શરીર ઉપરના પરસેવાને કારણે વધુ પડતી ઠંડી લાગતી હતી. એ ઠંડી હવાને કારણે જ કદાચ એને થોડી જ વારમાં ઊંઘ આવી.
રીમા સવારે જાગી ત્યારે એના આખા શરીરમાં કારમી કળતર થતી હતી. એના હાડકાંઓમાં જબરો દુઃખાવો થતો હતો. એના શરીરમાં માંસ ઉપર ખૂબ લાકડીઓ ફટકારાઈ હોય એવી વેદના થતી હતી. આંખ ખુલ્યા પછી પથારીમાં બેઠાં થવાનું એનું મન થતું નહોતું.
ચા-પાણી પીવા માટે પણ એ રસોડામાં ન ગઈ. હંસાભાભી એની ખબર કાઢવા આવી ત્યારે ચા-પાણી એણે પોતાના જ કમરામાં મંગાવી લીધાં.
રીમાનો થાક જોઈને હંસાભાભીને ખ્યાલ આવી ગયો કે, ગઈકાલે રીમા ખૂબ ધૂણી હતી. જમીન ઉપર પોતાનું શરીર પછાડતી હતી. એથી જ એનું શરીર દુઃખી રહ્યું છે. થોડીક આડીઅવળી વાતો કરી હંસાભાભીએ રાતની વિગતો પણ પૂછી લીધી.
જ્યારે એમણે રીમાને મોઢે સાંભળ્યું કે, દરરોજ રાતે રીમા પાસે આવનાર સિકંદર છેલ્લી બે રાતોથી નથી આવ્યો ત્યારે ફકીરબાબા તરફનો એનો વિશ્વાસ બેવડાઈ ગયો. એને હવે મનમાં પાક્કી ખાતરી થઈ ગઈ કે એ ફકીરબાબાના જ પોતાના ઈલમથી રીમાને એ શયતાનના પંજામાંથી છોડાવશે.
એ દિવસે મોડી બપોર સુધી રીમા પથારીમાં પડી રહી છતાંય ઊઠવાનું મન તો થતું જ નહોતું. પણ અમરની યાદ આવતાં જ એ પથારીમાં બેઠી થઈ ગઈ.
સામાન્ય રીતે અમર લગભગ ચારેક વાગ્યાના સુમારે રીમાને મળવા આવતો હતો. અમર પોતાને મળવા આવે ત્યારે પોતે આમ સાવ બીમારની જેમ પથારીમાં પડી રહે એ સારું ન દેખાય, એમ વિચારીને એ ઊભી થઈને બાથરૂમમાં ગઈ.
રીમા હજુ તો નાહી-ધોઈ, જમી, પરવારીને, તૈયાર થઈને માંડ બેઠી હતી ત્યાં અમર આવી પહોંચ્યો.
અમરે આવતાં જ ધડાકો કર્યો, 'રીમા તૈયાર થઈ જા....આપણે ચિલકા સરોવર ફરવા જવાનું છે...!'
અમરની વાતથી રીમાને નવાઈ લાગી. પોતાના ભાવિ પતિ સાથે એકાંતમાં ફરવા જવાની કલ્પનાએ એના શરીરમાં રોમાંચ જગાવ્યો હોય એમ એનો ચહેરો લાલ થઈ ગયો. એણે શરમથી આંખો ઝૂકાવીને પૂછયું, 'કેમ એકાએક...?'
'એકાએક નથી, હું તો ઘણા દિવસથી જવાનું વિચારતો હતો, પણ તારા ભાઈ મનોજ પાસેથી જાણવા મળ્યું કે તારી તબિયત સારી નથી એટલે તને પણ સાથે હવા ખાવા માટે લઈ જવાનો વિચાર છે...!'
'પણ મારા બાપુ મને તમારી સાથે મોકલશે...?'
'એ તો હું દુકાનેથી નક્કી કરીને જ આવ્યો છું....!'
ત્યારબાદ રીમાએ કોઈ દલીલ ન કરી, એ મનોમન ખુશ થઈ ઊઠી.
રીમા ઊભી થતાં બોલી, 'તમે બેસો, હું હંસાભાભીને ચા મૂકવાનું કહીને આવું છું.'
'ના, રીમા મારે ચા પીવી નથી. આપણે આજે રાતે જ નીકળવાનું છે એટલું કહેવા માટે જ આવ્યો છું. હજી મારે ઘણી તૈયારી કરવાની છે...તું પણ તૈયારી શરૂ કરી...!' કહેતો અમર ઊભો થયો અને રીમાના ખભાને હળવેકથી થપથપાવીને બહાર નીકળી ગયો.
રીમા ઉત્સાહથી તૈયારી કરવા લાગી ગઈ....
એ જ રાતે લગભગ સાડા દસ વાગ્યાની બસ પકડીને રીમા અને અમર સવારના સાત વાગે ચિલકા સરોવર પહોંચી ગયાં.
અમરે અગાઉથી ફોન કરીને જ એક હોટલમાં રૂમ બુક કરાવી રાખી હતી. રૂમમાં સામાન મૂકયા પછી રૂમનું બારણું બંધ કરીને, અમર રીમાની નજીક સરકી ગયો.
બારી પાસે ઊભી રહીને, બહાર છૂટે હાથે વેરાયેલા કુદરતી સૌન્દર્યને માણવામાં રીમા તલ્લીન હતી ત્યાં જ અમરે એને પોતાના બન્ને હાથોમાં સમાવી લીધી.
રીમાએ હળવેકથી પોતાનું માથું અમરની છાતી ઉપર ઢાળી દીધું. અને આંખો મીંચી લીધી.
રીમાના જુવાન, રૂપાળા શરીરને છાતી સાથે જકડી લીધા પછી એ એકાંત અને મસ્ત વાતાવરણમાં અમર શાંત રહી શકયો નહીં, એના હાથ રીમાના સુંવાળા શરીર ઉપર સરકવા લાગ્યા.
અચાનક અમરની હથેળીમાં ડંખ વાગ્યો હોય એમ અમર ભડકી ગયો. એના હાથ ખભા ઉપરથી સરકતો-સરકતો રીમાના બાવડા ઉપર પહોંચી ગયો હતો. અને બાવડા ઉપરનું તાવીજ એની હથેળી સાથે દબાતાં જ એ ચોંકયો.
પછી..? પછી શું થયું..? અમરે શું કર્યું...? રીમાનું શું થયું....? રીમાના શરીરમાં રહેલા અદૃશ્ય પુરુષ સિકંદરનું શું થયું ? ફકીરબાબાએ સિકંદરને ખતમ કરી નાખ્યો ? એ બધું જાણવા માટે 'જંતર મંતર'નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.
(ક્રમશઃ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૧૨)
રીમાની ચાલમાં થોડોક થાક વર્તાતો હતો. કોઈ બીમારની જેમ એ માંદલી ચાલે ચાલતી માંડ માંડ રસોડા તરફ પહોંચી ત્યારે એનો પીળો પડી ગયેલો ચહેરો, બુઝાયેલા કોડિયા જેવી આંખો અને માંદલું શરીર જોઈને હંસાભાભી એકદમ ગભરાઈ ગઈ અને રીમા પાસે દોડી.....દયાથી એણે રીમાને પૂછયું, 'રીમા, હવે તબિયત કેમ છે ?'
'ઠીક છે, ભાભી...!' કહેતાં એની આંખો ભરાઈ આવી. હંસાની આંખોમાં પણ ત્યાં સુધી ઝળઝળિયાં આવી ગયાં હતાં. પણ પછી રીમાની હાલતનો વિચાર આવતાં એણે કાળજું કઠણ કરવું પડયું. પોતાનાં આંસુઓ પી જતી હોય એમ એણે એક ઘૂંટડો ગળા નીચે ઉતાર્યો અને પછી એ બોલી, 'રીમા, તું જલદી નાહીને તૈયાર થઈ જા. હમણાં થોડી જ વારમાં ફકીરબાબા આવી પહોંચશે. મેં તારા માટે પાણી ગરમ કરી જ રાખ્યું છે. ચાલ હું મૂકી દઉં.'
હંસાએ બાથરૂમમાં ગરમ પાણી મૂકયું અને રીમા નહાવા માટે ચાલી ગઈ.
થોડી જ વારમાં મનોરમામાસી પણ આવી ગયાં અને સમય થતાં ફકીરબાબા આવી પહોંચ્યાં. હંસાએ આજે સગડીમાં કોલસા નાખી જ રાખ્યા હતા અને રીમા પણ નાહી ધોઈને તૈયાર થઈ ગઈ હતી.
ફકીરબાબાએ ધૂપદાન કાઢીને મૂકયું એટલે હંસા એ ઉપાડીને રસોડામાં લઈ ગઈ અને થોડી જ વારમાં એમાં સળગતા લાલચોળ કોલસા ભરીને લઈ આવી.
ફકીરબાબાએ રીમાને પોતાની સામે બેસાડીને, સફેદ કપડું બિછાવી અને પઢવાનું શરૂ કરી દીધું હતું. ધૂપદાન આવતાં જ એમણે કોલસા ઉપર લોબાન ભભરાવ્યું અને પૂંઠાથી પંખો નાખવા માંડયો. ફકીરબાબાએ પોતાનો અવાજ પણ મોટો કરી નાખ્યો.
થોડી જ વારમાં આખા કમરામાં કોલસાનો ધુમાડો પથરાઈ ગયો. રીમાની આંખોનો રંગ બદલાવા લાગ્યો. એનું શરીર ધ્રૂજવા લાગ્યું. એનું માથું ધુણવા લાગ્યું. એના લાંબા રેશમ જેવા વાળ પવનમાં આમથી તેમ લહેરાવા અને પછડાવા લાગ્યા.
ફકીરબાબા થોડીકવાર સુધી સતત પઢતા રહ્યા પછી એમણે પઢતાં-પઢતાં જ પોતાની ઝોળીમાંથી પેલા અડદના દાણા બહાર કાઢયા. જમણા હાથમાં અડદના દાણા લઈને એમણે ફૂંક મારીને રીમા ઉપર ફેંકયા. દાણા પડતાં જ જાણે સળગતા લાકડાનો ડામ દેવાયો હોય એમ રીમા તરફડી ઊઠી. એ જમીન ઉપર ચત્તીપાટ લેટીને, આળોટતાં ભારે પુરૂષ જેવા અવાજે બોલી, 'જલ ગયા...જલ ગયા....મને છોડી દો...હું મરી જઈશ...'
ફકીરબાબાએ એને પૂછયું, 'તું શા માટે આવ્યો છે?'
'એણે બોલાવ્યો છે એટલે હું આવ્યો છું.'
'જૂઠું બોલે છે...મારી આગળ આવું જૂઠ...! ?' કહેતાં ફકીરબાબાએ ફરી ફૂંકેલા અડદના દાણા પછાડયા અને એની સાથોસાથ રીમાને ભયંકર પીડા થઈ હોય એમ એ જમીન ઉપરથી ઊંચે થઈને પછડાઈ...'મને છોડી દો...હું મરી જઈશ.' એવી રાડ સાથે અવાજ આવ્યો, 'હું ખોટું નથી બોલતો. એણે જ કાંટાની વાડમાંથી પીળું ફૂલ તોડયું હતું. એ પીળા ફૂલ તોડયું હતું. એ પીળા ફૂલમાં મારી જ માયા હતી.'
ફકીરબાબાએ કમરામાં નજર એક ફેરવી. રીમાની ભાભી, માસી, એનો ભાઈ, મા અને બાપ બધાના ચહેરા ઉપર ભય પથરાયેલો હતો. તેઓ પોતાની દીકરીને પીડા ભોગવતી જોઈને અરેરાટી કરતાં હતાં. ફકીરબાબાએ એમનો વિચાર કરીને અડદના બે દાણાને બદલે એક દાણો ફૂંકીને ફેંકયો, 'તું કોણ છે અને કયાંથી આવ્યો છે ?'
જવાબમાં સામેથી કોઈ અવાજ સંભળાયો નહીં. રીમા માત્ર ધુણતી રહી, કણસતી રહી, આળોટતી રહી.
ફકીરબાબાને લાગ્યું કે આમ ઢીલ રાખવાથી કામ નહીં ચાલે એટલે એમણે ફરી અડદના બે દાણા ફૂંકીને નાખ્યા....ત્યારે સામેથી ખૂબ ઘેરો અવાજ આવ્યો....
'હું આ છોકરીનો ધણી છું. એને મેં પત્ની બનાવીને રાખી છે. હું એને માલામાલ બનાવી દેવા માગતો હતો. દુનિયાનાં બધાં સુખ એના કદમોમાં લાવીને ખડા કરવા માંગતો હતો...પણ નીચ.... પાજી....તું વચ્ચે ટપકી પડયો....હવે હું આ છોકરીને પણ ખતમ કરતો જઈશ અને સાથોસાથ તને પણ ખતમ કરી નાખીશ.'
પણ એ શેતાન પોતાનું વાકય આગળ લંબાવે એ પહેલાં તો ફકીરબાબાએ એકીસાથે ત્રણેક અડદના દાણા ફૂંકીને નાખ્યા અને એની સાથે જ રીમાએ જબ્બર પછડાટ ખાધી. અને કમરામાં ફકીરબાબાનો ઝનૂની અવાજ ફરી વળ્યો....'મને ખોટી અને આડીઅવળી વાતો પસંદ નથી...તું કોણ છે ? કેવી રીતે પ્રેમી બન્યો....? વાત કર...!'
કમરામાં થોડીકવાર માટે ખામોશી પથરાઈ ગઈ... ફકીરબાબાએ અડદનો એક-એક દાણો ફૂંકી-ફૂંકીને ફેંકવા માંડયો ત્યારે સામેથી જ એ શેતાનની ચીસ સંભાળઈ....'બસ બંધ કર...હું બધી માંડીને વાત કરૃં છું.'
ફકીરબાબાએ અડદનો ફૂંકેલો દાણો ફેંકવા લંબાવેલો હાથ પાછો ખેંચી લીધો અને પૂંઠાથી એમણે ધૂપદાન ઉપર પંખો નાખ્યો. કોલસા જરાક લાલ જેવા થયા કે એમણે લોબાનનો ભુક્કો નાખ્યો અને ફરી પંખો હલાવ્યો...ત્યાં જ પેલા શેતાનનો ઘેરો અવાજ સંભળાયો, 'હું સિકંદર છું...હું નેપાળનો રહેવાસી છું....વીસ વરસની ઉંમરે હું એક રૂપાળી ઓરતના પ્રેમમાં પડયો. એ ઓરત મારા કરતાં ઉંમરમાં મોટી હતી....પણ તેમ છતાંય એ ઘણી ખૂબસૂરત હતી. એનો રંગ ગોરો હતો અને આંખો માછલી જેવા આકારની અને પાણીદાર હતી. એના દાંત ચમકદાર હતા. અને હોઠ મોસંબીની ચીરી જેવા રસભર્યા હતા. એને જોતાં જ મને એના હોઠ ચાવી ચાવીને એમાંનો બધો જ રસ નિચોવી લેવાનું મન થતું અને હું એ રસ મન ભરીને નિચોવતો પણ ખરો. મારી સાથે એણે શરીર સંબંધ પણ બાંધ્યો હતો. છતાંય એ મને અઠવાડિયામાં ફકત એક જ વાર મંગળવારે બોલાવતી. જો કોઈ આડા દિવસે હું એને મળવા જતો ત્યારે એ ખિજવાઈ જતી. અને મને બહારથી સમજાવીને રવાના કરી દેતી.
પણ હું એના વિના રહી શકતો નહીં. આખો દિવસ હું એને યાદ કર્યા કરતો....અને રાતના તો હું એને મેળવવા માટે ખૂબ તલપાપડ બનીને પથારીમાં આળોટયા કરતો. ઊંઘ આવતી નહીં. હું બેચેન બની જતો. મોડી રાતે માંડ-માંડ ઊંઘ આવતી.
એકવાર હું બહુ બેચેન બની ગયો હતો. એને મળવાની, એના શરીરને જકડી લેવાની અને એના હોઠના રસને નિચોવી લેવાની મારી ઈચ્છા બેકાબૂ બની ગઈ હતી. મંગળવાર હતો. રાતે એ મને મળવાની જ હતી, પણ હું ચોવીસ કલાક સુધી એના વગર રહી શકું એમ નહોતો. હું મારા મન ઉપર કાબૂ રાખી શકયો નહીં, અને તે જ સમયે એને ત્યાં જવા માટે નીકળી પડયો....
હું જ્યારે મારી પ્રેમિકાને ત્યાં પહોંચ્યો ત્યારે બારણાં બંધ હતાં. હું બારણું ખખડાવવાને ઈરાદે બારણાની નજીક પહોંચ્યો ત્યારે કોઈ પુરૂષના હસવાનો અવાજ અંદરથી સંભળાયો, એની સાથે મારી પ્રેમિકા પણ હસી રહી હતી. કુતૂહલથી મેં અંદર કોણ છે એ જાણવા બારણાની તિરાડ ઉપર આંખ મૂકી.
અંદરનું દૃશ્ય જોઈને હું ચોંકી ગયો....મારી પ્રેમિકા કોઈક બીજા પુરૂષ સાથે મસ્તીથી પલંગમાં પડી હતી. પેલો પુરૂષ મારી પ્રેમિકાના હોઠનો રસ ચૂસી રહ્યો હતો અને એનો હાથ એના ઉઘાડા, લીસ્સા બદન ઉપર ફરી રહ્યો હતો. હું વધુ જોઈ શકયો નહીં, મારાથી આ સહન થાય એમ નહોતું. એ જ વખતે હું ચૂપચાપ પાછો ફરી ગયો. એ આખી રાત મને ઊંઘ ન આવી. પણ બીજા દિવસની સવારે હું એને મળવા ગયો. એને ગુસ્સાથી પૂછયું, 'રાતના તારી સાથે કોણ હતું ?'
જવાબમાં મારી એ પ્રેમિકા ખિલખિલાટ કરતી હસી પડી. હું એના ચમકતા દાંતોની ચમકમાં ખોવાઈ જવા લાગ્યો. ત્યાં એણે ઝૂકીને મારા ગાલ ઉપર એક હળવું બચકું ભરી લેતાં મારા કાનમાં કહ્યું, 'અત્યારે તું ઘેર જા, રાતે તું નિરાંતે આવજે...આપણે ઘણી વાતો કરીશું..મારા રાજ્જા.' ત્યારબાદ એણે મને પોતાની છાતી સાથે ચાંપી લીધો. ત્યાં સુધીમાં તો મારો ગુસ્સો ઠંડો પડી ગયો હતો. હું ચૂપચાપ ચાલ્યો ગયો અને રાત પડવાની વાટ જોવા લાગ્યો.
રાતના હું એની પાસે ગયો ત્યારે એ બનીઠનીને મારી જ વાટ જોતી હોય એમ બેઠી હતી. મને જોતાં જ એ મને વળગી પડી. અને મને પલંગ ઉપર લઈ જઈને બેસાડયો. હું એની સાથે અડીઅવળી કોઈ વાત કરૃં એ પહેલાં જ અચાનક કોઈકે પાછળથી મારી ઉપર હુમલો કર્યો. એ તરફ જ્યારે મારી નજર પડી ત્યારે ખ્યાલ આવ્યો કે, આ ગઈ કાલેવાળો જ પુરૂષ છે. હું બૂમો પાડું, ચીસો પાડું કે મારો બચાવ કરૃં એ પહેલાં તો પેલાએ પાછળથી મારા ગળામાં મફલર નાખીને ખેંચવા માંડયું હતું. પેલી મારી પ્રેમિકાએ મારા બન્ને પગ પકડી લીધા....એના પ્રેમીએ મફલરની ભીંસ વધારવા માંડી. મારી આંખો હમણાં ફાટીને બહાર આવશે એવી પીડા હું અનુભવી રહ્યો હતો. મારો શ્વાસ રૃંધાઈ રહ્યો હતો. મેં એ બન્નેના પંજામાંથી છટકવા મરણિયો પ્રયાસ કર્યો. પણ હું ઉછળીને છટકી શકયો નહીં. બલકે એમ કરવા જતાં તો મારા ગળા પરની ભીંસ ખૂબ વધી ગઈ...હું તરફડવા લાગ્યો...તરફડી-તરફડીને થોડી જ વારમાં ખતમ થઈ ગયો. હું ખતમ થઈ ગયો છતાંય એ બે જાલિમોએ કયાંય સુધી મને એમ જ પકડી રાખ્યો. મારી એ બેવફા પ્રેમિકાએ મને આમ ખતમ કરી નાખ્યો.....
૦૦૦
ફકીરબાબાએ સળગતા કોલસા ઉપર લોબાનનો ભૂકો ભભરાવ્યો અને પછી જોશથી પૂંઠું હલાવતાં-હલાવતાં કંઈક પઢવાનું ચાલુ કર્યું....સતત થોડીકવાર સુધી પઢતાં રહ્યા અને રીમાના શરીર ઉપર લોબાનનો ધુમાડો નાખતા રહ્યા. રીમા સતત ધુણતી રહી, પછડાતી રહી, પટકાતી રહી, થોડી થોડી વારે 'છોડી દો...મને છોડી દો...હું મરી જઈશ...હું બળી જઈશ...!' એવું બબડતી રહી.
આખાય કમરામાં લોબાનનો ધુમાડો ભરાઈ ગયો હતો. હંસા અને મનોજ છેક બારણા પાસે ઊભાં હતાં. બારણાંમાંથી હવા આવતી હતી. છતાંય ધુમાડાથી એમનો શ્વાસ જાણે ઘૂંટાતો હતો, જીવ મૂંઝાતો હતો. રીમાનું દુઃખ જોઈ, રીમાને પીડાતી જોઈને બન્નેની આંખો ભરાઈ આવી હતી. ચૂપચાપ બન્ને ઘડીકમાં ફકીરબાબાને તો ઘડીકમાં રીમાને જોતાં લાચાર બનીને ઊભાં હતાં.
ફકીરબાબા કયાંય સુધી હોઠ ફફડાવતા રહ્યા. એમની આંખો અત્યારે રીમાના ચહેરા ઉપર સ્થિર હતી. કોઈક ઉપર બિલાડી શિકાર પર તરાપ મારવાની તૈયારી કરતી હોય ત્યારે જે ચમક આંખોમાં દેખાય એવી જ અત્યારે ફકીરબાબાની આંખોમાં દેખાતી હતી.
અચાનક શાંત વાતાવરણમાં એમણે ત્રાડ નાખી, 'અહીં કેવી રીતે આવ્યો....?'
ફકીરબાબાની વાતનો સામેથી કોઈ જવાબ મળ્યો નહીં. ફકીરબાબાએ અડદનો એક દાણો ડાબા હાથમા લઈ, ફૂંક મારીને જમીન ઉપર પછાડયો...'બોલ પછી શું થયું ?'
અડદનો દાણો જમીન ઉપર પડતાં જ રીમા કમ્મરમાંથી ઊંચી થઈ. એના મોઢેથી એક પીડાભરી ચીસ નીકળી ગઈ.
અદ્ધર ઊંચકાઈને જોશથી જમીન ઉપર પટકાયા પછી એ પુરૂષ જેવા ભારે અને ઘોઘરા અવાજે જવાબ આપ્યો, 'પછી હું ખતમ થઈ ગયો. મરી ગયો...જોકે, એ લોકોને મન હું મરી ગયો હતો. મારો શ્વાસ બંધ થઈ ગયો હતો. મારી આંખો બંધ થઈ ગઈ હતી. છતાંય હું જાણે બધું જોઈ શકતો હતો. મને લાગતું હતું કે હું મરી ગયો નથી, પણ જીવતો છું.
મને ખતમ કર્યા પછી બન્ને જણાંએ જાણે નિરાંતનો દમ લીધો. મારી પ્રેમિકાના ચહેરા ઉપર થોડો ગભરાટ હતો. મને મારી નાખ્યાનું દુઃખ પણ એના ચહેરા ઉપર દેખાતું હતું. મારી પ્રેમિકાના મનમાં મારા તરફ થોડી ઘણી કૂણી લાગણી હોય એવું મને લાગ્યું. ગમે તેમ તો પણ એને હું પ્રેમ કરતો હતો. હું એનો આશિક હતો. પણ એના ઉપર દુઃખ જોઈને હવે મને એના તરફ લાગણી જાગે એમ નહોતો. મને એના તરફ સખત નફરત હતી. એ કુલ્ટાએ જ એના પ્રેમી સાથે મળીને ખતમ કર્યો હતો. એના પ્રેમીએ મારા ઉપર હુમલો કર્યો ત્યારે એ કમજાતે મારા પગ પકડી રાખ્યા હતા. જો એણે મારા પગ પકડી ન રાખ્યા હોત તો હું એનો સામનો કરી શકયો હતો. પણ એણે પોતે જ મને ખતમ કરાવી નાખ્યો.
હું ખતમ થઈ ગયો એટલે એના પ્રેમીએ મારા પગ ખેંચીને મારી લાશને પલંગ ઉપરથી નીચે ફેંકી દીધી. લાશનું માથું ફૂટી ગયું. મારૃં મન દુઃખી દુઃખી થઈ ગયું...!'
અહીં અવાજ બંધ થઈ ગયો. પણ ફકીરબાબા સિકંદરની આખી દાસ્તાન સાંભળ્યા વિના જંપવાના નહોતા. એમણે ફરી અડદનો એક દાણો પોતાના ડાબા હાથમાં લીધો અને એની ઉપર ફૂંક મારી ત્યાં જ એકાએક સામેથી રીમા બોલવા લાગી....'મારી લાશ જમીન ઉપર જ પડી રહી અને એ બન્ને જણાં પલંગ ઉપર મસ્તીએ ચઢી ગયાં. મારી બેવફા પ્રેમિકાને હું બીજા કોઈના પડખામાં જોઈ શકું એમ નહોતો. મારી આંખોમાં ખુન્નસ ભરાઈ આવ્યું. એ બન્ને જણાંને ખતમ કરી નાખવાનું મને મન થઈ આવ્યું. પણ હું તેમ કરી શકયો નહિ. હું ચૂપચાપ ત્યાંથી સરકી ગયો...! એ પ્રેમિકાને એણે મારી નહીં.' થોડીકવાર માટે અવાજ અટકી ગયો, જરાક આરામ લઈને એણે આગળ ચલાવ્યું, 'આ પ્રસંગથી મને દુનિયાભરની સ્ત્રીઓ તરફ નફરત થઈ ગઈ અને હું એક પછી એક સ્ત્રીઓને ખતમ કરતો અહીં સુધી આવી ગયો.'
ફકીરબાબાએ એની વાત પૂરી થઈ કે તરત જ એકીસાથે બે અડદના દાણા ફૂંકીને જમીન ઉપર પછાડતાં ત્રાડ નાખી, 'હવે તું અહીંથી કયારે જઈશ?'
'હવે તો હું આનો જીવ લઈને જ જઈશ.'
'તું સીધી રીતે ચાલ્યો જા....નહીંતર તારે પસ્તાવું પડશે.' ફકીરબાબાએ ધમકી આપી. પણ એ ધમકીની જાણે કોઈ અસર ન થઈ હોય એમ એ જોશથી ખડખડાટ હસી પડયો, 'તું મને નહીં કાઢી શકે...મેં તારા જેવા કેટલાય જોઈ નાખ્યા છે...તું જો તારૃં ભલું ઈચ્છતું હોય તો મારા રસ્તામાંથી ખસી જા...મારી સાથે ટકરાવવાનું પરિણામ સારૃં નહીં આવે...!'
'તું મને ધમકી આપે છે...?' ફકીરબાબા ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. ધ્રૂજતા અવાજે બોલ્યા, 'હું તને જોઈ લઈશ.'
પછી..? પછી શું થયું..? અમરે શું કર્યું...? રીમાનું શું થયું....? રીમાના શરીરમાં રહેલા અદૃશ્ય પુરૂષ સિકંદરનું શું થયું? ફકીરબાબાએ સિકંદરને ખતમ કરી નાખ્યો? એ બધું જાણવા માટે 'જંતર મંતર'નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.
(ક્રમશઃ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૧૧)
રીમા ધૂણી-ધૂણીને હાંફી ગઈ હતી. એનું શરીર ખૂબ થાકી ગયું હતું. એ જમીન ઉપર પડી પડી જોશ જોશથી શ્વાસ લેતી હતી. એનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું. એના ચહેરા ઉપરથી પણ પરસેવાના રેલા ઊતરી રહ્યા હતા.
ફકીરબાબાએ એને ચૂપચાપ પડી રહેવા દીધી. એમને હવે એક રહસ્ય તો મળી જ ગયું હતું કે, રીમાના શરીરમાં સિકંદર નામની કોઈ આત્મા ભરાઈ છે. એમણે પાણીનો એક ગ્લાસ મંગાવ્યો અને ચૂપચાપ આંખો મીંચીને, પઢવાનું શરૂ કર્યું. પઢતાં-પઢતાં વચ્ચે-વચ્ચે આંખો ખોલીને ફકીરબાબા પાણીમાં ફૂંક મારતા જતા હતા. થોડીકવાર સુધી પઢીને, પાણી ફૂંકી એમણે મનોરમાબહેનને આપતાં કહ્યું, 'આજે એટલું ઘણું છે, આ પાણી આને પિવડાવી દેજો. ઉપરવાળો સારૃં કરી દેશે.' અને પછી પોતે ઝોળી લઈને ઊભા થયા. રીમા ઉપર એક નજર નાખીને બહાર નીકળી ગયા. બહાર રીમાનાં મા-બાપ પાસે જઈને એક પળ માટે રોકાયા. રીમાની મા રંજનાબહેનની આંખોમાં હજુ પણ આંસુઓ હતાં. ફકીરબાબા એમને પણ સાંત્વન આપતાં બોલ્યા, 'તમે ચિંતા ન કરો બહેન, બધું ઠીક થઈ જશે.'
ફકીરબાબાને જતા જોઈને હંસા એમની નજીક દોડી આવી. 'બાબા, એની પીઠમાં અને પડખામાં કાચના ટુકડા વાગ્યા છે.'
'તમે ડૉકટરને બોલાવીને એનો ઈલાજ કરાવી દો.'
ફકીરબાબાએ જવાબ આપ્યો, પણ ગભરાટથી હંસા બોલી, 'બાબા, પણ ડૉકટરને તો એ પરેશાન કરે છે.'
હંસાની વાત સાંભળીને બાબા વિચારમાં પડી ગયા. પછી કંઈક યાદ આવ્યું હોય એમ એમણે પોતાની ઝોળીમાં જોયું. થોડોક સામાન આઘોપાછો કર્યો અને પછી એમાંથી એક પુસ્તક કાઢીને ઉઘાડયું.
હંસા ખૂબ જ જિજ્ઞાસાથી એ પુસ્તકમાં જોવા લાગી. એ પુસ્તક કોઈક બીજી ભાષામાં લખાયેલું હતું. કદાચ એ અરબી ભાષામાં લખાયેલું હશે એવું અનુમાન હંસાએ લગાવ્યું. ફકીરબાબાએ એ પુસ્તકનાં પાનાં ઉલટાવી-સૂલટાવીને એમાંથી એક કાળો દોરો કાઢયો. એ કાળા દોરાને વચ્ચે-વચ્ચે ગાંઠો લગાવેલી હતી. એ દોરો ફકીરબાબાએ હંસાને આપતાં કહ્યું, 'લે બેટી, તું એને પહેરાવી દેજે. ઉપરવાળો બધું ઠીક કરશે.'
હંસા એ કાળો દોરો હાથમાં લઈને અંદર ચાલી ગઈ. ફકીરબાબા ચૂપચાપ આગળ વધી ગયા.
હંસાએ અંદર કમરામાં જઈને રીમાના ગળામાં પેલો દોરો પહેરાવી દીધો. અને પછી રીમા પાસે જ બેસી ગઈ. થોડીકવારે રીમા બેઠી થઈ એટલે હંસાએ એને ઊભી કરીને ટીપોય ઉપર બેસાડી બૂમ મારીને એને મનોજને બોલાવ્યો અને ડૉકટરને બોલાવી લાવવા કહ્યું.
મનોજ ડૉકટરને બોલાવવા ગયો એટલે હંસા અને મનોરમામાસીએ મળીને રીમાના કપડાં ઊંચાં કરીને, રીમાના શરીરમાં વાગેલી કાચની કરચો કાઢવા માંડી. ઘણી જગ્યાએથી તો કરચો વાગીને નીકળી ગઈ હતી જ્યારે ઘણી જગ્યાએ કરચો ખૂંપી ગઈ હતી. રીમા રાતથી એમ ને એમ ચત્તી પડી હતી. એટલે કરચો વાગ્યા પછી નીકળેલું લોહી, ઘાની આસપાસ જામી ગયું હતું.
મનોરમામાસી અને હંસાએ કઠણ કાળજું કરીને કરચો ખેંચી, લોહી સાફ કરવા માંડયું. રીમા પીડાથી કણસતી હતી. એને હવે શરીરમાં સખત દુખાવો થતો હતો. હાથ-પગ ખેંચાતા હતા અને શરીરના હાડકે-હાડકામાં કળતર થતી હતી. માથું ભમતું હતું, મગજ સુન્ન થઈ ગયું હતું અને એ બેસી પણ શકતી નહોતી. છતાંય એ ચુપચાપ કોરી આંખે જમીન ઉપર બેસી રહી. કમ્મર અને વાંસો બરાબર સાફ કરી લીધા પછી મનોરમામાસી અને હંસાએ રીમાને પથારીમાં લેટાવી દીધી.
થોડીકવાર પછી મનોજ એક ડૉકટરને બોલાવી લાવ્યો. ડૉકટરે રીમાને તપાસી દવા આપી અને ઘા ઉપર જરૂર લાગી ત્યાં મલમપટ્ટી કરી, અને બાકી નાના ઘા ઉપર લગાડવા માટે મલમ આપ્યો. એ આરામથી ઊંઘી જાય અને દુઃખાવો ન થાય એટલે ઘેનનું ઈન્જેકશન આપીને ડૉકટર ચાલ્યો ગયો.
ખૂબ થાક અને ઈન્જેકશનની અસરથી રીમા થોડી જ વારમાં ઘસઘસાટ ઊંઘવા લાગી. મનોરમામાસી થોડીકવાર રીમા પાસે બેઠાં અને પછી રંજનાબહેન પાસે જઈને ધરપત બંધાવતા બોલ્યા, 'બહેન, હવે તું ચિંતા ન કરીશ. આ ફકીરબાબા સારૃં કરી આપશે.' અને પછી વહેવારૂ સલાહ આપતાં એમણે ઉમેર્યું, 'રંજના, અત્યારે આવી કોઈ વાત અમર જમાઈને ન કરતાં. બને એટલું બધું છાનું રાખજો.'
રંજનાબહેને હકારમાં ડોકું હલાવ્યું એટલે પછી મનોરમાએ પોતાના બનેવીને કહ્યું, 'મારી બહેનનું ધ્યાન રાખજો ચુનીલાલ ! રીમા તો ઠીક થઈ જશે. પણ ગભરાટ અને ફફડાટથી કદાચ એ પોતે બીમાર પડી જશે.' ચુનીલાલે જવાબ આપવાને બદલે માથું હલાવ્યું. પણ એમને ઘર, વહુ અને દીકરી કરતાંય કામ-ધંધાની વધુ પડી હતી. એટલે મનોરમા કંઈક ચિડાઈને, ઠપકાભર્યા અવાજે એમને સાવધ કરતી બોલી, 'આમ ડોકી હલાવશો તો નહીં ચાલે. રંજનાનું ધ્યાન રાખજો. એની તબિયત બગડશે તો બિચારી હંસાવહુનું આવી બનશે. એ તમારૃં કરશે, રંજનાનું કરશે કે રીમાનું કરશે ?'
મનોરમાનો ઠપકો સાંભળીને ચુનીલાલ કંઈક ટટ્ટાર થયા. 'મનોરમા, હું તો તારી બહેનનું ધ્યાન રાખીશ. પણ તુંય અહીં આવતી-જતી રહેજે, જેથી એને મૂંઝવણ ન થાય.'
'હું તો આજે સાંજે જ આવી જઈશ. કાલે પણ ફકીરબાબાના આવવાને ટાણે હું આવી જઈશ.' અને પછી મનોરમાબહેન ઊભા થઈને અંદર રીમાના કમરામાં ડોકિયું કરતાં હંસા તરફ જોઈને બોલ્યાં, 'હંસાવહુ, તું ધ્યાન રાખજે, હું પછી સાંજે આવીશ.'
ટકોર કરીને મનોરમાબહેન પાછા ફરવા જતાં હતાં ત્યાં અચાનક એમને કંઈક યાદ આવ્યું હોય એમ એમણે પાછી ગરદન ઘૂમાવી, 'વહુ, તું જઈને આરામ કર. અત્યારે તો રીમા ઊંઘશે.'
હંસા મનોરમામાસીના કહેવાથી ઊભી થઈ. મનોરમામાસી એમના ટીનુને લઈને ચાલ્યાં ગયાં. પણ હંસાના નસીબમાં આરામ કયાં હતો ?
સાસુ, સસરા અને મનોજ એ બધાએ સવારથી કંઈ ખાધું નહોતું. પોતે પણ સવારે બધાની સાથે એક કપ ચા જ પીધી હતી. એનો ત્રણ વરસનો હેમંત પણ કયારનોય જાગી ગયો હતો. મનોરમાએ એને દૂધને બદલે એક કપમાં ઠંડી ચા જ ભરી આપી હતી.
હવે રીમાને જરાક આરામ થયો એટલે એને રસોડું યાદ આવ્યું. એ ઝડપથી રસોડામાં ચાલી ગઈ. એક ગેસ ઉપર એણે હેમંત માટે દૂધ મૂકયું અને બીજા ગેસ ઉપર દાળ ઓરીને એણે ચોખા ઓરવા મૂકી દીધા.
એ દિવસે જમી-પરવારીને મનોજ ચાલ્યો ગયો. બાકી રંજનાબહેન, ચુનીલાલ અને હંસા ત્રણેય જમીને સૂઈ ગયા.
હંસાની આંખ ઊઘડી ત્યારે રંજનાબહેન જાગી ગયાં હતાં. હેમંત પણ જાગીને કયારનોય પોતાના પડખામાંથી સરકી ગયો હતો. એ તરત જ રીમાના કમરામાં ગઈ. રીમા આરામથી ઊંઘી રહી હતી. હજુ પેલા ઈન્જેકશનની અસર હોય એમ ચૂપચાપ પડી હતી. એ કમરામાંથી બહાર નીકળી ત્યારે લગભગ અઢી વાગવા આવ્યા હતા. હંસાને યાદ આવ્યું કે ચાર વાગે અમરભાઈ આવે છે. એણે પોતાની સાસુને પૂછયું, 'અમરભાઈ આવશે તો શું કરીશું ?'
રંજનાબહેન રીમાનો સવાલ સાંભળીને વિચારમાં પડયાં પછી બોલ્યાં, 'આપણે ના પાડી દઈશું.'
'પણ બા, એમ ના ન પડાય.' હંસાએ વહેવારિક વાત કહી, 'આપણે એમ ચોકખી ના પાડીએ તો એમને ખોટું લાગે. જો રીમા જાગતી હશે તો આપણે એમને મળવા દઈશું અને નહીં જાગતી હોય તો રીમાની તબિયત સારી નથી એમ સમજાવીને એમને રીમા પાસે લઈ જઈશું. રીમા ઊંઘતી હશે એટલે અમરભાઈ વધુ વાર બેઠા વિના ચાલ્યા જશે.'
હંસાની વાત રંજનાબહેનને ગળે ઊતરી ગઈ હોય એમ રંજનાબહેને ગરદન હલાવી, 'હા, તારી વાત સાચી છે.'
બપોર ઢળે એ પહેલાં જ લગભગ પોણા ચાર વાગે જ અમર આવ્યો. અમરે ઘરમાં પગ મૂકયો અને સીધો એ રીમાના કમરા તરફ જતો હતો ત્યાં જ, હંસાના અવાજે એને રોકી પાડયો, 'અમરભાઈ, જરા અહીં આવો તો....!'
અમરે પાછળ ફરીને જોયું તો, હંસા રસોડામાંથી એને બોલાવતી હતી. એની સાસુ રંજનાબહેન રસોડાના દરવાજામાં બેઠાં બેઠાં જ બટાકા કાપી રહ્યાં હતાં.
હંસાએ અમરને કહ્યું, 'રીમાની તબિયત આજે સારી નથી. ડૉકટરોએ એને ઘેનનું ઈન્જેકશન આપ્યું છે. એટલે અત્યારે એ ઊંઘે છે.'
'શું થયું છે એને ?' અમરના અવાજમાં ઊઠતી હમદર્દીની ઝલક હંસા જોઈ શકી. એણે એક નજર પોતાની સાસુ ઉપર નાખી અને પછી રસોડાની બહાર નીકળતાં એણે જવાબ આપ્યો, 'અત્યારે તો તાવ જેવું છે.' અને પછી અમરની સાથે રીમાના કમરા તરફ જતાં તેણે ખુલાસો કર્યો, 'કાલે સહેજ ચક્કર આવી જતાં એ પડી ગઈ અને કાચના બે-ચાર ટુકડા એને વાગી ગયા.' રીમાના કમરામાં પગ મૂકીને એ ઊભી રહી ગઈ. અમરના ચહેરા સામે તાકતાં એ બોલી, 'જોકે, હવે એને ઠીક છે.'
અમર થોડીકવાર સુધી લાગણીભર્યા ચહેરે રીમાને ચૂપચાપ જોઈ રહ્યો પછી બહાર નીકળતાં બોલ્યો, 'ભાભી, એને અત્યારે જગાડશો નહિ. એ આરામ કરશે તો એને જલદી ઠીક થઈ જશે.'
ત્યાંથી નીકળીને અમર રંજનાબહેન પાસે આવ્યો અને પોતાની સાસુની પૂછપરછ કરીને બહાર નીકળી ગયો. અમર ગયો ત્યારબાદ દુકાન તરફ આંટો મારવા ગયેલા, ચુનીલાલ પણ આવી ગયા અને થોડીકવારે રીમા પણ જાગી.
રીમા જાગી એટલે હંસાએ એને જમાડી, દવા આપી અને પાસે બેસીને 'જલદી સારૃં થઈ જશે. ફિકર કરવા જેવું નથી. આવું તો ઘણાંને થાય છે પણ પછી એનો ઈલાજ કરવાથી નીકળી જાય છે.' એવી ધરપત આપીને એણે રીમાને આડી વાતે ચડાવી દીધી.
ત્યારપછી કોઈ ખાસ ઘટના બની નહીં. સાંજ ઢળીને રાત થઈ, જમી-પરવારીને સૌ કોઈ થોડીવાર માટે વાતો કરતાં બેઠાં પણ પછી ધીમે-ધીમે સૌ વિખરાયાં. રીમા પણ પોતાના કમરામાં ગઈ અને આગલી રાતના થાકયાં સહુ કોઈ પથારીમાં પડતાં જ ઊંઘી ગયાં. સારૂ એવું ઊંઘી હોવા છતાં રીમા પથારીમાં પડયા પછી તરત જ ઊંઘી ગઈ.
અચાનક મોડી રાતે એણે પોતાના શરીર ઉપર ભાર હોવાનો અનુભવ કર્યો. એણે આંખ ઉઘાડી એ વખતે આખાય કમરામાં પેલા પીળા ફૂલની અજબ વિચિત્ર સુગંધ ફેલાઈ ચૂકી હતી.
થોડાક દિવસો પહેલાં જ એ સુગંધથી એને વાતાવરણ માદક અને મસ્તીભર્યું લાગતું હતું. પરંતુ હવે એ જ સુગંધથી એનો જીવ મૂંઝાવા લાગતો હતો. પેલા અદૃશ્ય શેતાન સિકંદરે ઊંઘમાં જ એનાં કપડાં કાઢી નાખ્યાં હતાં. અત્યારે એ રીમાના ઉઘાડા શરીરને પોતાના શરીર સાથે જકડીને દબાવી રહ્યો હતો. રીમાને હવે એ શેતાનથી કોઈ પ્રેમ નહોતો. એને એના તરફ એક નફરત જેવું થઈ ગયું હતું. એને મનમાં તો થયું કે, એ શેતાનને એ લાત મારીને દૂર હડસેલી દે. પણ એ જાણતી હતી કે એ શેતાન ખૂબ તાકાતવાન છે. એને એવી રીતે દૂર હડસેલી શકાય એમ નથી. એ શેતાનને પોતાનું શરીર ચૂપચાપ સોંપી દીધા સિવાય છૂટકો નહોતો. રીમાએ પોતાના શરીરને ઢીલું મૂકીને આંખો મીંચી દીધી. એની સાથોસાથ એ શેતાને રીમાને ખૂબ જોશથી ભીંસી નાખી. એના વજનદાર શરીરના ભાર નીચે રીમા જાણે ચગદાઈ ગઈ હોય એમ રીમાના ચહેરા ઉપર પીડા છવાઈ ગઈ.
સતત એકાદ કલાક સુધી રીમાના ઉઘાડા શરીરને પીંખ્યા-વીંખ્યા પછી જ એ શેતાન દૂર થયો. રીમાએ ગુસ્સાથી આંખો ઉઘાડીને ડોળા કાઢયા. એ લગભગ બરાડતી હોય એમ બોલી, 'આ શું તારો પ્રેમ છે ?'
'ના, પ્રેમ તો હવે પૂરો થયો છે.' કમરામાં એ શેતાનનો ઘોઘરો અને ભારે અવાજ ગાજી ઊઠયો, 'મેં તને અત્યાર સુધી પ્રેમ આપ્યો. પણ હવે હું તને પરેશાન કરીશ.'
'શા માટે...?' રીમાનો અવાજ રડવા જેવો થઈ ગયો, એના લાચારીભર્યા, થાકેલા અને ઢીલા અવાજમાં આજીજી વર્તાતી હતી. 'મેં તમારૃં શું બગાડયું છે....?'
'તેં જ બધું બગાડયું છે. તેં મારા વિશે બધી જ વાત ફેલાવી છે. હવે તારા ઘરના લોકો મને તારાથી અલગ કરવા પ્રયત્નો કરી રહ્યાં છે, પણ હું એમ જવાનો નથી. હું બધાને જોઈ લઈશ...બધાને પરેશાન કરી નાખીશ અને પેલા ઝોળીવાળા ભિખારીને તો હું ખતમ કરી નાખીશ.'
રીમાએ જોયું કે, એ ફકીરબાબાની યાદ આવતાં જ એ શેતાનનો અવાજ ભયથી કંપી ગયો હતો. એણે હિંમત કરીને પૂછયું, 'તને એ ફકીરબાબાનો ડર લાગે છે ?'
'હં...!' અભિમાનથી એ શેતાને હુંકારો કરીને ઉમેર્યું, 'અરે, એવા તો અનેક ભિખારીઓ મેં જોઈ નાખ્યા છે. પણ એની ઝોળીમાં પેલા અરબી ભાષાનાં જે પુસ્તકો છે એની મને બહુ બીક લાગે છે...!' એ શેતાન અભિમાનના જુસ્સામાં સાચી વાત કહી બેઠો અને પછી એણે રીમાનો ગોરો, કુમળો હાથ પોતાના હાથમાં લઈને જોશથી દબાવ્યો, 'પણ હું એમ કોઈથી બીતો નથી. મારી પાસે ઘણી શક્તિઓ છે.' કહેતાં એ ફરીવાર રીમાના નાજુક, ગોરા, ઉઘાડા બદન ઉપર તૂટી પડયો અને સવાર સુધી એ ફૂલ જેવા શરીરને મસળતો અને કચડતો રહ્યો. સવાર પડતાં પડતાં તો રીમા લગભગ બેભાન જેવી થઈ ગઈ.
સવારે અચાનક જ એની આંખ ઉઘડી ત્યારે પોતે પથારીમાં બિલકુલ ઉઘાડી પડી હતી. એણે ઝડપથી પોતાના પગ પાસેની ચાદર ખેંચીને ઓઢી લીધી. એની નજર બારણા તરફ ગઈ. બારણાને એણે સાંકળ લગાવી નહોતી છતાંય બારણાં અમસ્થાં બંધ હતાં. શરીરને ચાદર લપેટતાં એ ઊભી થઈ અને બારણાને સાંકળ લગાવીને એ પાછી ફરી. ઝડપથી એણે કપડાં પહેર્યાં અને બારણાંની સાંકળ ખોલીને ઉઘાડી નાખ્યાં. બારણાંની બહાર ડોકું કાઢીને એણે નજર ફેરવી. ભાભી હજી રસોડામાં જ હતી. મનોજ હજુ જાગ્યો નથી. બા પૂજામાં હશે અને બાપુજી ખુરશીમાં બેઠાં બેઠાં છાપું વાંચતાં ભાભી પાસે, રસોડા તરફ જવા માટે ચાલવા લાગી, પણ એની ચાલમાં થોડોક થાક વર્તાતો હતો. કોઈ બીમારની જેમ એ માંદલી ચાલે ચાલતી માંડ માંડ રસોડા તરફ પહોંચી ત્યારે એનો પીળો પડી ગયેલો ચહેરો, બુઝાયેલા કોડિયા જેવી આંખો અને માંદલું શરીર જોઈને હંસાભાભી એકદમ ગભરાઈ ગઈ અને રીમા પાસે દોડી.....
પછી..? પછી શું થયું..? રીમાનું શું થયું....? રીમાના શરીરમાં રહેલો અદૃશ્ય પુરૂષ સિકંદર કોણ હતો ? ફકીરબાબાને ખતમ કરી લેવાની ધમકી આપનાર સિકંદરે શું ખરેખર ફકીરબાબાને ખતમ કરી નાખ્યા ? કે પછી ફકીરબાબાએ જ સિકંદરને ખતમ કરી નાખ્યો ? રીમાના પરિવારનું શું થયું....? એ બધું જાણવા માટે 'જંતર મંતર'નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.
(ક્રમશઃ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૧૦)
રીમાને એ અદૃશ્ય પુરુષે એક જોરદાર ઝાપટ મારી ત્યારપછી રીમા જમીન ઉપર ઊથલી પડી હતી અને બેભાન બનીને ચત્તીપાટ જમીન ઉપર પડી હતી. એને ઉઠાવીને પલંગ ઉપર નાખવાના પ્રયત્નો નકામા નીવડયા હતા. એનું વજન એક હાથણી કરતાં પણ વધારે થઈ ગયું હતું. બબ્બે ડૉકટરો પણ રીમાની હરકતોથી ડરીને ભાગી છૂટયા હતા. ત્યારબાદ હંસાએ જ હતું, 'આ રોગ હવે કોઈ વૈદ્ય કે ડૉકટરથી નહીં મટે. આપણે હવે આનો ઈલાજ કરાવવા માટે કોઈ ભૂવા, સાધુ કે ફકીર પાસે જવું પડશે.'
હંસાની વાત બધાને ઠીક લાગી. પોતાની દીકરીને કોઈ ભૂત-પ્રેત વળગ્યું છે એ જાણીને રીમાના મા-બાપને મનમાં ખૂબ દુઃખ થયું. એમણે પોતાની આટલી જિંદગીમાં કદી કોઈ વળગાડ કે ભૂત-પ્રેતનો કિસ્સો જોયો નહોતો. જોકે, ભૂત-પ્રેત અને ચુડેલ-ડાકણ વિશે એમણે અનેક સાચી-ખોટી વાતો અનેક વખત સાંભળી હતી. એવી વાતો સાંભળીને પણ એમને ડર લાગતો હતો. જ્યારે આજે એમની સામે એમની દીકરી, ભૂત-પ્રેતના પંજામાં ફસાઈને પડી હતી. બન્ને પતિ-પત્નીના ચહેરા ઉપરથી નૂર ઊડી ગયું હતું. રીમાની મા તો ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી હતી. હંસાની આંખો પણ ભરાઈ આવી હતી. મનોજ પણ ગુમસુમ થઈ ગયો હતો. શું કરવું ? કોને બોલાવવો ? કયાં જવું ? અને રીમાનો ઈલાજ કોની પાસે કરાવવો ? એ બધા સવાલો હવે એમને વીંછીના ડંખની જેમ ચટકા ભરી રહ્યા હતા.
એ રાતે કોઈ ઊંઘી શકયું નહીં. બધાં લાચાર બનીને રીમાની આસપાસ બેસી ગયાં હતાં. રીમા હજુ પણ ચત્તીપાટ પડી હતી. એની આંખો ખુલ્લી હતી. પણ એના ડોળા ફાટી ગયા હોય એમ એ ઉપરની છતને એકીટસે તાકી રહી હતી. એની પાંપણો સ્થિર હતી. હાથ, પગ, આખોય ચહેરો અને આખુંય શરીર પથ્થરની જેમ સ્થિર હતું. એ ખૂબ ઝડપથી શ્વાસ લેતી હોય એમ એની છાતી પણ ખૂબ ઝડપથી ઊંચે-નીચે થતી હતી.
સવાર પહેલાં જ હંસાને યાદ આવ્યું કે પોતાની સાસુની સગી બહેન મનોરમાનો નાનો દીકરો ટીનુ દિવસે દિવસે ઓગળતો જતો હતો. ગમે તેટલું સારું ખવડાવવા છતાય છોકરો સારો ન જ થયો. ઊલટાની એને કમજોરી આવી ગઈ અને એ ખાટલે પડી ગયો. ઊભા રહેવાના કે બેસવાના હોશ પણ એનામાં ન રહ્યા. છેવટે કોઈની સલાહથી મનોરમાબહેન એને એક ફકીર પાસે લઈ ગયાં.
ફકીરે છોકરાને જોતાં જ કહી દીધું હતું કે, 'છોકરાને કોઈની નજર લાગી છે. એણે કોઈક હલકા જીવની બાઈ સામે કોઈ વસ્તુ ખાધી છે, જેની નજર લાગી છે.' ત્યારબાદ એ ફકીરે એક તાવીજ-માદળિયું બનાવી આપેલું. એ તાવીજ પહેરાવ્યા પછી ફકત સાત જ દિવસમાં એ ટીનું હરતો-ફરતો થઈ ગયો.
હંસાને આ વાત યાદ આવતાં જ એણે પોતાની સાસુને કહ્યું, 'બા, આપણા મનોરમામાસીના ટીનુને નજર લાગી હતી ત્યારે કોઈક ફકીરે માદળિયું કરી આપેલું. એ ફકીર પાસે આપણે રીમાનો ઈલાજ કરાવીએ તો કેમ ?'
હંસાની સાસુ રંજનાબહેનને પણ એ વાત યાદ આવી. પણ એ ભાંગી પડયાં હોય એમ બોલ્યાં, 'પણ એ ફકીર આપણને કયાં મળે...?'
'એ તો મનોરમામાસીને ખબર હશે. આપણે એમને જ પૂછી જોઈએ.' હંસાએ રસ્તો બતાવ્યો. ત્યારે રંજનાબહેનને બદલે હંસાના સસરા બોલ્યા, 'તમારી વાત સાચી છે વહુ, કદાચ મનોરમાને ખબર હશે.' અને પછી મનોજ તરફ ફરીને બોલ્યા, 'મનોજ, તું જરા અજવાળું થાય ત્યારે રિક્ષા કરીને તારી માસીને ત્યાં જા. અને પેલા ફકીર વિશે પૂછપરછ કરી આવ.'
ત્યારપછી હંસા ઘરમાં ઝાડુ-પાણીના કામને વળગી. જોકે, એનો જીવ પણ ઠેકાણે નહોતો. આમેય ઘરમાં એક જુવાન દીકરી આવી હાલતમાં પડી હોય તો કોઈનોય જીવ ઠેકાણે ન રહે એ સ્વાભાવિક છે. પણ હંસા જાણતી હતી કે આમ હાથ ઉપર હાથ મૂકીને બેસી રહેવાથી રીમા સાજી થવાની નથી.
થોડીકવાર પછી અજવાળું થતા મનોજ પોતાની માસીને ત્યાં જવા ઉપડી ગયો. મનોજ જ્યારે માસીને ત્યાં પહોંચ્યો તો માસી ચા બનાવતાં હતાં. મનોજને સવાર સવારમાં જ આવેલો જોઈને તેઓ ઉછળી પડયાં, 'અરે મનોજ, કેમ અત્યારમાં....ઘરે બધા મજામાં છે ને? રંજનાની તબિયત તો સારી છે ને...?'
મનોજ માસી પાસે રસોડામાં બેસી જતાં બોલ્યો, 'માસી, બા-બાપુજીને તો સારું છે, પણ રીમાની તબિયત સારી નથી.'
'હેં, શું થયું છે રીમાને ?'
'રાતની બેહોશની જેમ પડી છે. રાતના બબ્બે ડૉકટરોને બતાવી જોયું તોય કાંઈ સમજાતું નથી. મારી બાનું માનવું છે કે એ કોઈ, શેતાનની ઝપટમાં આવી ગઈ છે. એટલે તમારા ટીનુને તાવીજ બનાવી આપ્યું હતું, એ ફકીર પાસે રીમાનો ઈલાજ કરાવવાનો વિચાર છે.'
'હા, બેટા એ ફકીરે જ ટીનુને બચાવ્યો છે. એ બહુ જ જાણકાર છે.'
'પણ એ અત્યારે કયાં મળે માસી ?'
'એ ફકીરબાબાને બોલવવા તો હું ટીનુને જ મોકલું છું.' કહેતાં એમણે ટીનુને હાંક મારીને બોલાવ્યો. ટીનુ આવ્યો એટલે એમણે કહ્યું, 'ટીનુ, તું પીરની દરગાહ પરથી ફકીરબાબાને બોલાવીને માસીને ઘેર આવ. હું પણ આ મનોજ સાથે માસીને જ ઘેર જાઉં છું.'
ટીનુ વધારે કોઈ પૂછપરછ કર્યા વિના ફકીરબાબાને બોલાવવા ઉપડી ગયો અને મનોરમાબહેન પણ ચાનાં ખાલી કપ-રકાબી ભેગાં કરતાં ઊભાં થયાં, 'ચાલ મનોજ, આપણે હવે નીકળીએ.'
ચંપલ પહેરતાં-પહેરતાં જ મનોરમાબહેને પોતાની મોટી વહુને જરૂરી સૂચન કરી દીધાં અને પોતે મનોજ સાથે નીકળી ગયાં.
મનોરમામાસી અને મનોજ ઘરે પહોંચ્યા એની થોડી જ વાર પછી ટીનુ ફકીરબાબાને લઈને આવ્યો.
ફકીરબાબાએ લીલી કફની પહેરી હતી. માથે લીલો રૂમાલ બાંધ્યો હતો અને હાથમાં એક થેલી પકડી રાખી હતી. કમરામાં પગ મૂકતાં જ ફકીરબાબાએ એક પળ બારણા પાસે જ થંભી જઈને આખાય કમરામાં એક નજર ફેરવી. એમની નજર ફરતી ફરતી જમીન ઉપર ચત્તી પડેલી રીમા ઉપર આવીને અટકી ગઈ.
એકીટસે રીમાને જોતાં ફકીરબાબા હળવે પગલે આગળ વધ્યા. ધીમે-ધીમે તેઓ રીમા પાસે આવીને ઊભા રહી ગયા. રીમાના આખાય શરીર ઉપર પગથી માથા સુધી નજર ફેરવી લીધા પછી એમણે રીમાની આંખોમાં જોયું. કયાંય સુધી રીમાની નજરને જોઈ રહ્યા પછી એમણે નજર ઉઠાવ્યા વિના જ કહ્યું, 'આ છોકરીને વળગાડ છે.' પછી એકાએક ગરદન ઊંચી કરીને એમણે રીમાના પિતાજીને પૂછયું, 'કયારથી તમારી દીકરીને વળગાડ છે ?'
ફકીરના સવાલનો શું જવાબ આપવો એ રીમાના પિતાજીને જલદી કંઈ સૂઝયું નહીં એટલે રીમાની મા રંજનાબહેને જવાબ આપ્યો, 'બાબા, આજે રાતે એની આવી હાલત થઈ ગઈ પછી અમે તમને બોલાવ્યા.'
'બીજા કોઈને ઈલાજ માટે બોલાવેલો...?'
'હા, બે ડૉકટર જોઈ ગયા.'
'એ સિવાય બીજું કોઈ ?'
'ના. ડૉકટરોથી કંઈ વળ્યું નહીં એટલે અમે તમને બોલાવ્યા. હવે તમે જ કંઈક ઈલાજ કરો.' કહેતાં કહેતાં રંજનાબહેનનો અવાજ ગળગળો થઈ ગયો. એમની આંખોમાં આંસુઓ ધસી આવ્યાં. વાતાવરણમાં એક અજીબ ગંભીરતા અને ખામોશી પથરાઈ ગઈ.
ફકીરબાબાએ ફરી એકવાર રીમા તરફ નજર નાખીને કહ્યું, 'એને સારૂ થઈ જશે. પણ એના ઈલાજ માટે કેટલીક વિધિ કરવી પડશે.'
રંજનાબહેને જવાબ આપવા એમના પતિ સામે જોયું. પણ ત્યાં તો મનોરમાએ જવાબ આપી દીધો, 'ફકીરબાબા, તમારે જે વિધિ કરવી હોય તે કરો. અમને કોઈ વાંધો નથી. તમે કહો ત્યાંની અમે બાધા રાખવા પણ તૈયાર છીએ.' અને પછી આજીજીભર્યા અવાજે એમણે કહ્યું, 'બાબા, ગમે તેમ કરો, પણ અમારી દીકરીને સાજી કરો.'
ફકીરબાબાએ બેય હાથ ઊંચા કરીને, અદ્ધર જોતાં કહ્યું, 'જો ઉપરવાળાની ઈચ્છા હશે તો તમારી દીકરીનો વાળ પણ વાંકો નહીં થાય. હું મારી રીતે મહેનત કરૃં છું.' તેમણે પોતાની ઝોળીમાંથી એક સફેદ કપડું કાઢીને નીચે જમીન ઉપર બિછાવ્યું અને પછી પોતે એ કપડાં ઉપર પલાંઠી વાળીને બેસી ગયા. બેઠા પછી ફકીરબાબાએ પોતાના ખભા ઉપરની ઝોળી પાસે મૂકી અને એમાંથી એક ધૂપદાની કાઢીને મનોરમાબહેન તરફ લંબાવી, 'આમાં કોલસા સળગાવીને ભરી લાવો.'
મનોરમાબહેને ફકીરબાબા પાસેથી ધૂપદાન લીધું એટલે તરત જ હંસાએ એમની પાસેથી ધૂપદાન પોતે લઈ લીધું અને એમાં કોલસા ભરવા રસોડા તરફ દોડી ગઈ.
ફકીરે પોતાની નજર રીમા ઉપર ઠેરવી અને પછી આંખો મીંચી, હોઠ ફફડાવીને પઢવાનું ચાલુ કર્યું.
થોડી જ વારમાં હંસા ધૂપદાન લઈને આવી અને ફકીરબાબાની પાસે મૂકયું. ધૂપદાન મૂકવાનો અવાજ સાંભળીને ફકીરબાબાએ આંખો ખોલી. ધૂપદાન પોતાની નજીક ખેંચ્યું અને પોતાની ઝોળીમાંથી લોબાન અને પૂંઠાનો એક નાનકડો ટુકડો બહાર કાઢયો, જોકે, એ વખતે પણ એમના હોઠ ઝડપથી ફફડાવતા હતા અને પઢવાનું ચાલુ જ હતું.
ફકીરબાબાએ લોબાનનો ભૂકો કાઢીને, સળગતા કોલસા ઉપર ભભરાવ્યો. લાલચોળ કોલસા ઉપર લોબાન પડતાં જ એમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. ફકીરબાબાએ પેલા પૂંઠાનો ટુકડો ઉઠાવીને ઝડપથી હલાવવા માંડયો અને બીજા હાથે ધીમે-ધીમે લોબાનનો ભૂકો પણ ભભરાવતા રહ્યા. થોડીકવાર તો આખો કમરો ધુમાડાથી ભરાઈ ગયો. હવે ફકીરબાબાએ મોટા અવાજે-કંઈક ગણગણતા હોય એમ પઢવા માંડયું હતું. અને લોબાનનો ધુમાડો રીમાના શરીર ઉપર પડવા માંડયો હતો.
રીમા કયારનીય છત તરફ એકીટસે જોતી પડી હતી. પરંતુ લોબાનનો ધુમાડો લાગ્યા પછી એ સળવળવા માંડી હતી.
જેમ જેમ લોબાનનો વધુ ને વધુ ધુમાડો રીમાના શરીરને લાગવા માંડયો હતો, તેમ તેમ રીમા વધુ ને વધુ સળવળવા લાગી હતી અને ફકીરબાબાએ પણ પોતાનો અવાજ મોટો કરી નાખ્યો હતો.
અત્યાર સુધી રીમા સહેજ પણ હલી નહોતી. એ જ રીમાને અત્યારે સળવળાટ કરતી જોઈને રીમાનાં, મા-બાપ, માસી, મનોજ અને હંસા બધાંને હવે ફકીરબાબા ઉપર શ્રદ્ધા બેસી ગઈ. એમને મનમાં ખાતરી થઈ ગઈ કે આ ફકીરબાબા જે કંઈ ઈલાજ કરશે એનાથી રીમા જરૂર સારી થઈ જશે.
ફકીરબાબા હવે ઊભા થઈ ગયા હતા. પેલું પોતે પાથરેલું સફેદ કપડું દૂર મૂકી દીધું. એ કપડા ઉપર જ પોતાની ઝોળી પણ મૂકી દીધી હતી અને રીમાની આગળ પાછળ ફરતાં એમણે લોબાનનો ધુમાડો નાખવા માંડયો હતો. હવે રીમાએ આળોટવાની સાથોસાથ ઊંડા શ્વાસ લેવાનું શરૂ કરી દીધું હતું. વચ્ચે વચ્ચે એ ઊંહકારા પણ નાખતી હતી. અને એ ઊંહકારા છેક એના પેટમાંથી નીકળતા હોય એમ લાગતું હતું. અચાનક બાબાએ એની નજીક જઈને એની ઉપર ફૂંક મારી.
ફૂંક લાગતાં જ રીમાએ જોરથી જમીન ઉપર હાથ પછાડયો અને એની સાથોસાથ એ ઝડપથી ઊંહકારા નાખતી-ધૂણતી હોય એમ આળોટવા લાગી.
રીમા કયાંય સુધી આળોટતી, ધૂણતી અને ઊંહકારા કરતી રહી પછી ફકીરબાબાએ પોતાના હાથમાંની ધૂપદાની એક તરફ મૂકી દઈને રીમા તરફ જોઈને બૂમ મારી, 'બોલ કોણ છે તું....?'
રીમાએ કોઈ જવાબ ન આપ્યો. પણ એ ફકીરબાબાની હાંસી ઉડાવતી હોય એમ હળવે હળવે હસી. પણ એના હસવાનો અવાજ અત્યારે બધાને બદલાયેલો લાગ્યો. કોઈ ઘેરા ભારે અવાજવાળો પુરુષ હસતો હોય એવો અવાજ સંભળાયો હતો.
ફકીરની બૂમ અને રીમાની ઘેરા-ભારે હાસ્યથી કમરામાં ઊભેલાં બધા અવાચક બની ગયાં હતાં. બધાનાં દિલ કોઈ અજાણ્યા ડરથી ફફડી રહ્યાં હતાં.
સામેથી કોઈ જવાબ આવ્યો નહીં એટલે ફકીરબાબા મનમાં ગુસ્સે થયા હોય એમ જોશથી પઢવા લાગ્યા. એમનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો. એમના કપાળ પર પરસેવાનાં ટીપાંઓ જામી ગયાં હતાં. ઝડપથી પઢતા ફકીરબાબાની સફેદ ટૂંકી દાઢી પણ ઝડપથી ફફડતી હતી.
ફકીરબાબાએ પઢતાં પઢતાં જ પેલા સફેદ કપડા ઉપરથી પોતાની ઝોળી ઉઠાવી. એ ઝોળીમાંથી એમણે એક ડાબલી કાઢી. એ ડાબલીમાંથી થોડાક અડદના દાણા કાઢીને એમણે ડાબલી બંધ કરીને પાછી ઝોળીમાં મૂકી દીધી અને પછી એ અડદના દાણા પોતાની બીજી હથેળીમાં મૂકીને એની ઉપર ફૂંક મારીને એમણે એ દાણા રીમા ઉપર ફેંકયા. કોઈએ ઉઘાડા વાંસા ઉપર ચાબુક ફટકારી હોય એમ રીમા તરફડી ઊઠી અને વધુ જોરથી ઊંહકારા ભરવા લાગી.
રીમાને અત્યારે ધુણતી અને તરફડતી જોઈને ગમે તેવો કઠોર છાતીનો માણસ પણ કંપી જાય એવી રીતે રીમા પીડાથી ઊંહકારા નાખતી હતી. ઘરનાં પણ બધાં રીમાને આમ રિબાતી જોઈને પીગળી ગયાં હતાં. રીમાનાં બા-બાપુજી તો કયારનાંય બહાર નીકળી ગયાં હતાં. હંસાથી પણ હવે રીમાની પીડા જોવાતી ન હોય, એમ એની આંખોમાં આંસુઓ ધસી આવ્યાં.
ફકીરબાબા હવે થોડીક થોડીકવારે અડદના બબ્બે દાણા ફૂંકી-ફૂંકીને નાખી રહ્યા હતા. દરેક વખતે જોશથી દાણા રીમા ઉપર ફેંકીને જોશથી પૂછતાં જતા હતા, 'બતાવ, કોણ છે તું...?'
રીમા હવે મજાકમાં હસતી નહોતી. દાણા ફેંકાતી વખતે ચાબુકના ફટકાઓનો અનુભવ કરતી એ તરફડતી હતી.
ફકીરબાબાએ ફરી એકવાર ધૂપદાન ઉઠાવી લીધું અને પછી મુઠ્ઠી ભરીને એમાં લોબાન નાખ્યું અને ઝડપથી એની ઉપર પૂંઠાથી પંખો હલાવવા લાગ્યા.
રીમાના શરીર ઉપર ખૂબ ધુમાડો નાખ્યા પછી એમણે ધૂપદાન પાછું મૂકી દીધું અને પછી એકસાથે ત્રણ અડદના દાણા ફેંકીને રીમા ઉપર પછાડયા અને એની સાથે જ રીમાએ 'મર ગયા-મર ગયા' એવી કારમી પીડાભરી ચીસ નાખી.
પુરૂષ જેવા ભારે અવાજે રીમાને પુરુષની જેમ 'મર મર ગયા' બોલતી સાંભળીને હંસા કંપી ગઈ. હંસા દોડીને બહાર નીકળી ગઈ.
અંદર કમરામાંથી ફકીરબાબાનો પઢવાનો અવાજ અને રીમાનો ધૂણવાનો-પીડાથી કણસવાનો, ઊંહકારાનો અવાજ બહાર સુધી સંભળાઈ રહ્યો હતો.
પરસેવે રેબઝેબ થઈ ગયેલા ફકીરબાબા પોતાના હાથમાં બચેલા અડદના છેલ્લા પાંચ-છ દાણા સામે એકીટસે જોઈ રહ્યા પછી એક જોરદાર ફૂંક મારીને તેમણે એ દાણા ધૂણતી રીમા ઉપર પછાડીને, જોરથી ત્રાડ નાખી, 'કોણ છે તું...? બોલ કોણ છે તું...?'
'હું સિકંદર છું...સિકંદર...!' રીમાએ જોરદાર ઘોઘરા પુરુષ અવાજે એક પીડાભરી રાડ નાખી...રાડ નાખતાની સાથે એ સહેજ ઊંચી થઈ અને જોશથી જમીન ઉપર પછડાઈ...
પછી..? પછી શું થયું..? રીમાનું શું થયું....? રીમાના શરીરમાં રહેલો અદૃશ્ય પુરુષ સિકંદર કોણ હતો? ફકીરબાબાએ સિકંદરથી કેવી રીતે છુટકારો અપાવ્યો? રીમાના પરિવારનું શું થયું....? એ બધું જાણવા માટે 'જંતર મંતર'નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.
(ક્રમશઃ)
એચ.એન. ગોલીબાર
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૯)
ઘણીવાર તો રીમા ચુપચાપ પોતાના કમરામાં બેસીને છાની છાની રડી પણ લેતી. તેમ છતાંય એના મન ઉપરનો ભાર ઓછો ન થયો.
એક વાર બપોરના સમયે રીમા હંસાના કમરામાં આવીને પોતાની ભાભી પાસે બેઠી. હંસા એકીટસે રીમાના ચહેરાને તાકી રહી. પછી હિંમત ભેગી કરીને એણે રીમાને પૂછયું, 'રીમા, તને મામાના દીકરાના લગ્નની રાતની યાદ છે...?'
'હા, ભાભી...બહુ મઝા આવેલી....આપણને સૂવા માટે મકાનના ધાબા ઉપર ગાદલાં નાખી આપેલાં, કેવી ઠંડી હવા આવતી હતી, નહીં ?' વાત કરતાં કરતાં જ રીમાના ચહેરા ઉપર આનંદ પથરાઈ ગયો.
હંસાએ એના આનંદની પરવા કર્યા વિના પૂછયું, 'રીમા, એ રાતે તું ધાબા ઉપરથી નીચે ઉતરીને કયાં ગયેલી...?'
ભાભીને પોતાની ઉપર સીધો જ આરોપ નાખીને વાત કરતી જોઈને રીમા ચિડાઈ ગઈ. છતાંય માંદી ભાભીનું દિલ ન દુઃખાય એટલું ધ્યાનમાં રાખીને એણે નરમાશથી જ જવાબ વાળ્યો, 'ભાભી, હું કયાંય ગઈ નહોતી..!'
રીમાનો જવાબ સાંભળીને હંસાએ અવાજને ધારદાર બનાવ્યો, 'રીમા, તું પગથિયાં ઉતરીને નીચે ગઈ હતી. તને નીચે ઉતરતાં મેં જોઈ છે.'
'બસ ભાભી બસ...જૂઠું બોલશો નહિ. હું કયાંય ગઈ નથી. તમને એવો વહેમ છે...!' રીમાના અવાજમાં ગુસ્સાની ઝલક સાફ વરતાતી હતી. પણ હંસા ઉપર એ ગુસ્સાની બિલકુલ અસર થઈ ન હોય એમ અવાજને વધારે કડક કરીને, લગભગ ચિલ્લાતી હોય એવા અવાજે એ બોલી, 'રીમા, જૂઠું હું નથી બોલતી, જૂઠું તો તું બોલી રહી છો, તને પગથિયાં ઊતરીને, પાછળ વાડા તફ જતાં મેં મારી સગી આંખે જોઈ છે...!'
'એટલે....! તમે કહેવા શું માંગો છો ભાભી...?'
'હું કંઈ કહેવા નથી માગતી...મેં જે જોયું છે એ તને કહું છું.'
રીમા ભાભીની વાત સાંભળીને ચોંકી ઊઠી. 'તમે શું જોયું છે ભાભી...!' અવાજમાં હવે ભય ડોકાવા લાગ્યો હતો.
રીમા હવે મનોમન ફફડી ઊઠી હતી. એને પેલો રાતવાળો અદૃશ્ય પુરુષ યાદ આવી ગયો. કદાચ એ અજાણ્યા અને અદૃશ્ય ભૂત-પ્રેતે જ કંઈ કર્યું હશે. એણે જ જેની સાથે પોતાના લગ્ન થવાનાં હતાં એ અમરને એક જોરદાર લપડાક લગાવી હતી. અને માવજીનું જે રીતે ખૂન થયું બરાબર એ જ રીતે પોતાની બહેનપણી વાસંતીનું ખૂન પણ થયું હતું. શું માવજીનું ખૂન એણે જ કર્યું હશે...અને વાસંતીનું ખૂન પણ એણે જ કર્યું હશે...અને એ નીચ અદૃશ્ય પુરુષ પોતે તો કશું જ કરે એમ નહોતો. એ તો બધું રીમા પાસે કરાવે એમ હતો. એનો મતલબ એમ થયો કે વાસંતીનું ખૂન અને માવજીનું ખૂન પણ રીમાએ પોતે જ કર્યું છે...આવો વિચાર આવતાં જ રીમા મનોમન ધ્રુજી ઊઠી. રડતાં અવાજે હંસા તરફ જોઈને બોલી, 'ભાભી, મને કાંઈ જ ખબર નથી...કાંઈ જ ખબર નથી....' એણે પોતાની ભાભીની છાતી ઉપર માથું મૂકી દીધું અને એ એક નાનકડા બાળકની જેમ ધ્રુસકે-ધ્રુસકે રડી ઊઠી.
હંસાએ રીમાને રડવા દીધી. જ્યાં સુધી રીમા રડતી રહી ત્યાં સુધી હંસા એની પીઠ અને માથા ઉપર હેતથી હાથ ફેરવતી રહી.
જ્યારે રીમા ચૂપ થઈ પડી રહી ત્યારે હંસાએ એને પાણી પીવડાવીને એને ધરપત આપી. થોડીકવાર ડૂસકાં ભર્યા પછી રીમા કંઈક શાંત અને સ્વસ્થ થઈ ત્યારે હંસાએ એને કહ્યું, 'રીમા, એ માવજીનું ગળું તેં જ દબાવ્યું હતું. મેં મારી સગી આંખે જોયું હતું.'
'ભાભી, મને કશી જ ખબર નથી. તમારા સોગંદ ભાભી...!'
હંસાએ રીમાના માથા ઉપર હાથ ફેરવતાં કહ્યું, 'રીમા, મને લાગે છે કે સાચે જ તેં માવજીનું ખૂન નથી કર્યું, પરંતુ તારા ઉપર જરૂર કોઈ ભૂત-પ્રેતની છાયા છે. એ ભૂત-પ્રેત જ કદાચ તારી પાસે ન કરવાનાં કામો કરાવે છે.'
ભાભીની વાત સાંભળીને રીમા ફરી થથરી ગઈ. એ ભાભીની છાતી ઉપર માથું મૂકીને ફરી ડુસકે-ડુસકે રડવા લાગી. હંસાએ એને ધરપત અને હિંમત આપીને છાની રાખવા પ્રયત્ન કર્યો, 'રીમા, રડ નહીં, બધાં જ સારાવાના થઈ જશે. આમ રડવાથી કોઈ લાભ નથી.'
રીમા જ્યારે છાની રહી ત્યારે બોલી, 'ભાભી, તમારી શંકા સાચી છે. દરરોજ રાતે એ ભૂત-પ્રેત મારી પાસે આવે છે અને મારી સાથે હું એની પત્ની હોઉં એમ વર્તે છે. દરરોજ મારું શરીર ચૂંથી નાખે છે.'
હંસાને પહેલાં તો માત્ર ભૂત-પ્રેતની શંકા જ હતી, પણ હવે રીમાને આ રીતે સાચી વાત જાહેર કરતી જોઈને એનું હૃદય અને શરીર એકીસાથે કંપી ઊઠયું. આવી ભયની કંપારી અગાઉ હંસાએ કદી અનુભવી નહોતી.
મનમાં ગભરાટ હોવા છતાંય હંસાએ રીમાને સાત્વન આપ્યું, 'રીમા, મૂંઝાઈશ નહીં. દુનિયામાં દરેક રોગની દવા છે. તેમ ભૂત-પ્રેતને કાઢવા માટે ઈલમ પણ છે. થોડા વખતમાં બધું ઠીક થઈ થઈ રહેશે.'
રીમા અને હંસા હજી વાતો કરતાં બેઠાં હતાં ત્યાં અમર આવી પહોંચ્યો. અમરને જોતાં જ રીમા ઘડીકવાર માટે પોતાનું બધું દુઃખ ભૂલી ગઈ અને ભાભી પાસેથી ઊઠીને, અમર સાથે પોતાના કમરામાં આવી.
એ સાંજે જમી લીધા પછી હંસાએ રસોડામાં પોતાની સાસુને રીમા ઉપર ભૂત-પ્રેતને પડછાયો છે એવી વાત છાનીમાની કરી અને રસોડું પતાવ્યા પછી, વાસણો ઉટકીને ઠેકાણે મૂકયાં. પછી હંસા પોતાના કમરામાં ગઈ ત્યારે પોતાના પતિ મનોજને પણ એ વાત કરી.
હંસાની આ વાત સાંભળીને એની સાસુ અને એનો પતિ ચોંકી ઊઠયાં હતાં. હંસાની સાસુએ તો પોતાના પતિને પણ ચૂપચાપ આ વાત કાને નાખી દીધી હતી. આ વાત ફેલાયા પછી આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો હતો. બધાને રીમા ઉપર દયા આવવા લાગી હતી. અને રીમાની ચિંતા થવા લાગી હતી. હવે આ ભૂત-પ્રેત કેવી રીતે દૂર થશે ? એ સવાલ સૌને સતાવવા લાગ્યો હતો.
બરાબર એ જ રાતના સાડાબાર વાગ્યા પછી અચાનક કંઈ અવાજ થયો અને રીમા જાગી ઊઠી. બહાર પવન જોશથી સૂસવાટા મારતો હતો. સામેની બારીનું એક બારણું જોશથી 'ફટાક' અવાજ સાથે અથડાઈને પાછું ખૂલી જતું હતું. રીમા બારી બંધ કરવાના ઈરાદે પથારીમાં બેઠી થઈ. પણ પલંગની નીચે જમીન ઉપર વેરાયેલા કાચના ચમકતા ટુકડાઓ જોઈને એને ખ્યાલ આવી ગયો કે, બારીના એક બારણાનો કાચ તૂટી ગયો છે. અને બીજી બારી જોશજોશથી અથડાઈ રહી હતી. કદાચ પગમાં કાચ વાગી જશે એવી ગણતરીએ એ પથારીમાંથી ઊઠી નહીં. એ ફરી આડી પડવા જતી હતી ત્યાં જ જોશથી પેલી બારી અથડાઈ અને બારીનો કાચ જોરદાર અવાજ સાથે તૂટી પડયો. એ જ પળે કમરામાં પેલા પીળા ફૂલની અજબ પ્રકારની ચંપા અને મોગરાની ભેગી સુગંધ ભરાવા લાગી. વાતાવરણ માદક બનવા લાગ્યું. રીમાને તરત જ ખ્યાલ આવી ગયો કે, દરરોજ જેમ પેલો અદૃશ્ય પુરુષ-એ ભૂત કે પ્રેત જે હોય તે આવી પહોંચ્યો છે. શરૂઆતમાં એ અદૃશ્ય પુરુષની હાજરીથી રીમાને મનમાં આનંદ થતો હતો. એનું શરીર એક અજબ રોમાંચ અનુભવતું હતું. પરંતુ જ્યારથી રીમાને શંકા જાગી હતી કે એ અદૃશ્ય પુરુષ કોઈ ભૂત કે પ્રેત છે, ત્યારથી એ મનમાં ડરી ગઈ હતી. એની હાજરીથી એ રોમાંચ અનુભવવાને બદલે ડર અનુવભતી હતી અને એની સાથે કોઈપણ પ્રકારની વાત કર્યા વિના ચૂપચાપ એને પોતાનું શરીર સોંપી દેતી હતી. આજે પણ રીમા પથારીમાં પથરાઈને પડી હતી.
પેલો અદૃશ્ય પુરુષ દરરોજ આવતાંવેંત એના શરીર ઉપરનાં એક એક કપડાંને અલગ કરીને, એના ઉઘાડા, ગોરા ગુલાબી અને કોમળ શરીર ઉપર તૂટી પડતો હતો. અને કલાકો સુધી એના શરીરને કચડયા કરતો. રીમા થાકીને લગભગ બેભાન જેવી બની જતી. આજે પણ એ અદૃશ્ય પુરુષ એ જ રીતે પોતાની ઉપર તૂટી પડશે એવી એને ખાતરી હતી જ, પણ આજે એવું બન્યું નહિ.
કમરામાં થોડીકવાર સુધી સન્નાટો જ છવાયેલો રહ્યો. પછી એક ઘોઘરો અવાજ એના કાને અથડાયો, 'આજે તું તારી ભાભી પાસે શું બકવાસ કરતી હતી?'
રીમા એ ભારે અવાજ સાંભળીને થથરી ગઈ. એણે એનો કોઈ જવાબ આપ્યો નહિ. એ જવાબ આપવા માંગે તોય એનામાં એવી કોઈ હિંમત હતી નહિ.
રીમાએ કોઈ જવાબ આપ્યો નહિ, છતાં એ અદૃશ્ય પુરુષ બોલ્યો, 'તેં તારી ભાભી પાસે મારી બધી વાત કરી દીધી છે. પણ યાદ રાખ, એ તને અને તારા ઘરનાને ભારે પડશે.'
'...પણ મેં કયાં કોઈ ખોટી વાત કરી છે ?' અચાનક જ હિંમત કરીને રીમા બોલી ગઈ.
'પણ તારે સાચી વાત કરવાની પણ શું જરૂર હતી ? તું જો ચૂપચાપ મારી બનીને રહી હોત તો મેં દુનિયાનાં બધાં જ સુખો તારા કદમોમાં લાવીને મૂકી દીધાં હોત. પણ તું મને પ્રેમ કરવાને બદલે નફરત કરે છે. તેં આપણી ખાનગી વાત જાહેર કરી દીધી છે. હવે હું તને અને તારા ઘરનાને સુખી નહીં થવા દઉં....'
'પણ શા માટે ?'
'શા માટે ?' પેલાએ ધારદાર અને ભારે અવાજે કહ્યું, 'હવે એ લોકો મને આ ઘરમાંથી કાઢવા પ્રયત્ન કરશે. મારી પાછળ પડી જશે...હવે મારે અહીં તારી પાસે રહેવા માટે સતત ઝઝુમવું પડશે. હું નહીં જાઉં, હું અહીં જ રહીશ અને એ બધાંને પરેશાન કરીશ...!'
'એમણે તમારું શું બગાડયું છે ?' રીમા ગુસ્સાથી ચિલ્લાઈ.
'કૂત્તી....એમણે તો મારું કંઈ બગાડયું નથી. પણ તેં જ મારું બગાડવાનો પ્રયત્ન કર્યો છે...!' કહેતાં એ અદૃશ્ય મજબૂત પુરુષે પોતાના હાથનો એક જોરદાર પંજો રીમાના ચહેરા ઉપર ફટકાર્યો. એ જોરદાર ઝાપટ રીમાના ચહેરા ઉપર પડતાં જ રીમા એક લાંબી ચીસ પાડતી પથારીમાંથી ઉછળીને નીચે બારીના તૂટેલા કાચના ટુકડાઓ ઉપર ફેંકાઈ... પડતાની સાથે જ એ બેહોશ બની ગઈ.
રીમાની ચીસ આખાય બંગલામાં ફેલાઈ ગઈ હતી. રીમાની ચીસ સાંભળીને ઘરનાં બધાં હાંફળાં-ફાંફળાં થતાં દોડી આવ્યાં. રીમાને એના કમરામાં, જમીન ઉપર બેભાન પડેલી જોઈને બધાં ગભરાઈ ઊઠયાં.
બધાંએ ભેગાં થઈને રીમાને ઉઠાવીને પલંગ ઉપર સુવડાવવાનો પ્રયત્ન કર્યો, પણ રીમાના શરીરનું વજન એકાએક કોઈક હાથણી જેટલું વધી ગયું હોય એમ રીમાને જરાક જેટલી પણ ઊંચી કરી શકયા નહીં.
રીમાની હાલત જોઈને બધાનાં મનનો ગભરાટ બેવડાઈ ગયો. હંસાએ તરત જ પોતાના સસરા સામે જોયું. હંસાનો ચહેરો રોવા જેવો થઈ ગયો. એની આંખોમાં ઝળહળિયાં આવી ગયાં. એણે ગરદન ઝૂકાવી લીધી. પણ ત્યાં તો હંસાની સાસુએ મનોજને કહ્યું, 'મનોજ, દીકરા તું જઈને જલદીથી ડૉકટરને બોલાવી લાવ.'
મનોજ દોડીને ટેલિફોન તરફ ગયો. એ વખતે બહાર ધોધમાર વરસાદ વરસતો હતો. વરસાદની સાથે તોફાની પવન હતો. વરસાદ પણ એ પવનની સાથે જાણે તોફાને ચડયો હતો. રહી રહીને જોશથી વાદળોનો જોરદાર ગડગડાટ સંભળાતો હતો. પવનના સૂસવાટા અને વીજળીના ચમકારાથી વાતાવરણ ભયાનક બની ગયું હતું. મનોજે ટેલિફોન પાસે જઈને રિસીવર ઉઠાવ્યું ત્યારે એને ખબર પડી કે ફોન બંધ હતો. એ ઝડપથી છત્રી લઈને બહાર નીકળ્યો. અને લગભગ એકાદ કલાક પછી એ રિક્ષામાં પોતાના સંબંધી ડૉકટરને લઈને પાછો ફર્યો.
ડૉકટર આવ્યા ત્યારે રીમાની આંખ ખૂલી ગઈ હતી. પણ અવાચક્ થઈ ગઈ હોય એમ સ્થિર કીકીએ ઉપરની છત તરફ એકીટસે જોઈ રહી હતી. રીમાએ આંખો ખોલી એટલે બધાના ઊંચા જીવ કંઈક ઠેકાણે આવ્યા. હંસાએ રીમાને બોલાવવાનો પ્રયત્ન કર્યો, 'રીમા...રીમા હવે કેમ છે?' પણ રીમાએ કોઈ સળવળાટ કર્યો નહીં, એ કંઈ બોલી નહીં. એની આંખો જેમની તેમ સ્થિર હતી.
ડૉકટરે રીમા સામે જોઈને કહ્યું, 'એને ઉપર પલંગ પર લઈ લો.' ફરી એક વખત રીમાને પલંગ પર સૂવડાવવા માટે ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. બધાયે ભેગા થઈને મહેનત કરી છતાંય રીમાને ઊંચકી શકાય નહીં.
ડૉકટરને નવાઈ લાગી. છતાંય એ રીમાની નજીક બેસી ગયો. મનોજ ડૉકટરને બોલાવવા ગયો ત્યારે હંસાએ જમીન ઉપર વેરાયેલા કાચ સાફ કરી નાખ્યા એટલે જમીન ઉપર બેસવામાં હવે કોઈ વાંધો નહોતો.
ડૉકટરે રીમાની નાડી જોવા માટે રીમાનો હાથ પોતાના હાથમાં લીધો. પણ એ બરફ જેવો ઠંડો હતો. હવે તો જાણે ડૉકટરને પણ ગભરાટ થવા લાગ્યો. એમણે નાડી જોવા માટે ઝડપથી રીમાનું કાંડું પોતાની તરફ ખેંચ્યું. પણ બધાના અચરજ વચ્ચે એ કાંડું ખેંચાતું જ ગયું. લગભગ ત્રણેક ફૂટ સુધી હાથ લાંબો થઈ ગયો. ડૉકટરે ડરીને હાથ છોડી દીધો. એ તરત જ ઊભો થયો અને પેટી ઉઠાવતાં બોલ્યો, 'તમે કોઈ મોટા ડૉકટરને બોલાવો. આમાં મારું કામ નથી.' અને પછી એક પળ પણ વધુ રોકાયા વિના એ ડૉકટર ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો.
મનોજ એ ડૉકટરની પાછળ ડૉકટરને મનાવવા-સમજાવવા દોડયો. પણ ડૉકટર ઊભો જ ન રહ્યો. છેવટે મનોજ દોડીને બીજા કોઈ ડૉકટરને લઈ આવ્યો. રસ્તામાં જ મનોજે ડૉકટરને બધી વાત કરી દીધી હતી. એટલે ડૉકટર આવતાંવેંત જ રીમા પાસે બેસી ગયો. એણે રીમાના શરીરને હાથ લગાડયો. ત્યારે બિલકુલ બરફ જેવું ઠંડું શરીર જોઈને એણે મનમાં એક આંચકો અનુભવ્યો. એણે ઝડપથી ઈન્જેકશન તૈયાર કર્યું અને ઈન્જેકશનની સોય એણે રીમાના શરીરમાં ઘોંચી, પણ રીમાના શરીરની ચામડી જાણે લોખંડની બની ગઈ હોય એમ સોય શરીરમાં ખૂંપવાને બદલે બટકી ગઈ. ડૉકટરને નવાઈ લાગી. પણ ઘરનાં બધાંનો ગભરાટ ઓર વધી ગયો. જો છોકરીની આવી જ હાલત રહેશે તો એનો ઈલાજ કેવી રીતે થશે ? એ સારી કેમ થશે ? બધાના મનમાં વિચારો ઘોળાવા લાગ્યા. ડૉકટરને પણ કંઈક ગંધ આવી ગઈ હોય, એમ એણે પોતાની પેટી બંધ કરી દેતાં રીમા તરફ જોઈને કહ્યું, 'જરા જીભ બતાવ જોઉં....!' અને ડૉકટર હજુ પોતાનું વાકય પૂરું કરે એ પહેલાં તો રીમાએ ત્રણ વેંત જેટલી લાંબી જીભ બહાર કાઢી. ડૉકટર ગભરાટથી બોલ્યો, 'બસ, બસ, બસ...' અને પછી એણે એક કાગળમાં થોડીક આડીઅવળી દવાઓ લખી આપીને, ઊભા થતાં કહ્યું, 'મેં આ દવાઓ લખી આપી છે. પણ તમે હજુ કોઈ મોટા ડૉકટરને બતાવો તો સારું.'
ડૉકટર ચાલ્યો ગયો. પછી હંસાએ હળવેકથી કહ્યું, 'મને લાગે છે કે, આમાં હવે કોઈ ડૉકટરનું કામ નથી. કોઈ ભૂવા, સાધુ કે ફકીર જ રીમાનું આ દુઃખ દૂર કરી શકશે...!'
પછી..? પછી શું થયું..? રીમાનું શું થયું....? રીમાના ઈલાજ માટે કોઈ ભૂવા, સાધુ કે ફકીરની મદદ લેવામાં આવી...? રીમાએ એ અદૃશ્ય પુરુષથી કેવી રીતે છુટકારો મેળવ્યો? એ બધું જાણવા માટે 'જંતર મંતર'નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.
(ક્રમશઃ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૮)
રીમા પાછું ફરીને જોયા વિના જ ચૂપચાપ પગથિયાં ઊતરીને નીચેની તરફ જવા લાગી.
ગભરાટથી ફફડીને હંસા પથારીમાંથી ઊભી થઈ ગઈ. અને ઝડપથી રીમા તરફ દોડી, પરંતુ રીમા તો જાણે હવામાં સરકતી હોય એમ ઝડપથી સરકવા લાગી, અને ચાવી દીધેલી પૂતળીની જેમ આગળ વધવા લાગી.
હંસાને મનમાં કંઈક શંકા ગઈ. એણે ચૂપચાપ રીમાનો પીછો કરવાનું નક્કી કર્યું અને કોઈ ન જુએ, રીમાને પણ ખ્યાલ ન આવે એ રીતે એ પણ રીમાની પાછળ પાછળ જવા લાગી.
રીમા સરકતી સરકતી પાછળના ભાગમાં વાડા તરફ આગળ વધી. હંસા પણ એની પાછળ ને પાછળ ખેંચાઈ.
રીમા વાડામાં પહોંચી ત્યારે અગાઉથી જ ત્યાં એક પુરુષ ઊભેલો હંસાની નજરે પડયો. હંસા મનમાં ફફડી ગઈ. રીમા આટલી હદે 'ખરાબ' થઈ ગઈ હશે એવું તો એણે મનમાં કદી વિચાર્યું નહોતું. મનમાં થરથરતી હંસા પેલો પુરુષ પોતાને જોઈ ન લે એટલા માટે એક ઝાડની પાછળ છુપાઈ ગઈ.
હંસા ઝાડ પાછળથી માથું બહાર કાઢીને રીમા તરફ જોઈ રહી હતી. પેલો પુરુષ રીમાને બાહુપાશમાં લેવા માટે પોતાના બેય હાથ પહોળા કરીને ઊભો હતો. 'આવા આધેડ પુરુષમાં રીમા શું જોઈ ગઈ હશે ?' હંસા મનોમન બબડી. એને રીમા તરફ નફરત થઈ આવી. રીમા હોસ્ટેલમાં રહેતી હતી. ત્યાંથી જ એને એવી ખરાબ લત લાગી છે એવું અનુમાન હંસાએ લગાવ્યું. એ વધુ સારી રીતે બન્નેને જોઈ શકાય એવા વિચારે ઝડપથી લાંબા ડગ ભરતી આગળ વધી અને બિલકુલ માવજીની પાછળના ઝાડ પાસે જ લપાઈ ગઈ અને શ્વાસ રોકીને બન્નેને જોવા લાગી.
ત્યાં સુધીમાં માવજીએ રીમાને પોતાના બાહુપાશમાં જકડી લીધી હતી.
અચાનક હંસાનું મોઢું અચરજ અને ગભરાટથી ફાટી ગયું. અત્યારે રીમાનો ચહેરો ઘણો બદલાઈ ગયો હતો. એના ચહેરા ઉપર ઝડપથી દાઢી-મૂછ ફૂટી રહ્યાં હતાં. એના આગલા બે દાંત બહાર નીકળી આવ્યા હતા. રીમાના બેય હાથ ધીમે-ધીમે અદ્ધર થતા માવજીના ગળા સુધી પહોંચી ગયા હતા. હાથ ઉપર રીંછની જેમ લાંબા વાળ ફૂટવા લાગ્યા હતા. એના ગળાના નખ લાંબા અને તીણા થઈ ગયા હતા. હંસા રીમાના બદલાતા રૂપને ફાટી આંખે જોઈ રહી હતી.
માવજીના ગળે રીમાના લાંબા અને તીણા નખ વાગતાં જ એ ચોંકી ઊઠયો. એણે માથું ઊંચું કરીને રીમાના ચહેરા સામે જોયું. રીમાનો ચહેરો જોતાં જ એણે રીમાને છોડી દીધી. ચીસ પાડવા માટે એનું મોઢું પહોળું થયું. પણ એ ચીસ ન પાડી શકયો. એણે રીમાના પંજામાંથી છૂટવા પ્રયત્ન કર્યો, પણ ત્યારે ઘણું જ મોડું થઈ ગયું હતું. માવજીના ગળામાં રીમાના લાંબા, અણીદાર અને તીણા નખ ઘૂસી ગયા હતા. અને ગળામાંથી લાલ-લાલ, ગરમા-ગરમ લોહીના રેલાઓ નીકળી રહ્યા હતા. રીમાએ એ ગરમ અને લાલ લોહી ઉપર પોતાનું મોઢું મૂકી દીધું હતું.
થોડી જ વારમાં હંસાની આંખો સામે જ માવજી ખતમ થઈ ગયો. એની આંખોના ડોળા ભયથી બહાર આવી ગયા હતા. હંસા તો આ દૃશ્ય જોઈને ધ્રૂજી ઊઠી હતી. એના શરીરે ટાઢ ચડી ગઈ હોય એમ એનું શરીર અને એનું હૃદય ધ્રૂજતાં હતાં. ગભરાટથી એનું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું.
માવજી ખતમ થઈ ગયો એટલે રીમા એને છોડીને પાછી વળી. એ વખતે એનો ચહેરો ફરી બદલાઈ ગયો હતો. એ અસલ જેવી હતી તેવી જ થઈ ગઈ હતી. હા, એની આંખમાં શિકારથી ધરાયેલા પશુ જેવી ચમક હતી.
રીમા પાછી વળી એટલે ડરતી, ધ્રૂજતી હંસા પણ પાછી વળી ગઈ. એ હળવે હળવે દાદરો ચડીને પોતાની પથારી સુધી આવી. ત્યારે રીમા પોતાની પથારીમાં નિરાંતે ઘસઘસાટ ઊંઘતી હતી.
૦૦૦
એ રાતે હંસા મોડી રાત સુધી પથારીમાં પડી-પડી, ફફડતી અને તરફડી જાગતી રહી. રીમાનું બદલાયેલું અને ભયાનક રૂપ અને માવજીનું ખૂન પોતાની સગી આંખે જોઈને હંસા ખૂબ ડરી ગઈ હતી. એનું હૃદય જોશ જોશથી ધડકતું હતું. એને વારેઘડીએ એમ લાગતું હતું કે, જોશ જોશથી ઉછળતું અને ધડકતું હૃદય હમણાં છાતી ચીરીને બહાર આવી જશે. રીમાનું ભયંકર-ડરામણું રૂપ અને માવજીનો આંખો ફાટેલો ચહેરો તો એની આંખો સામે સતત તરવરતો હતો. બેચેનીથી પડખાં ઘસતાં ઘસતાં જ સવાર પડવા આવી ત્યારે માંડ માંડ એની આંખ મીંચાઈ.
એની આંખ ખૂલી ત્યારે ચારે બાજુ ઘોંઘાટ ચાલુ હતો. બધી જ સ્ત્રીઓ ઉપરથી ઝૂકીને નીચેની તરફ જોતી હતી. રીમા પણ ત્યાં જ ઊભેલી હતી. હંસા ઝડપથી ઊભી થઈ અને રીમાની પડખે જઈને ઊભી રહી. અને નીચેની તરફ ઝૂકીને જોયું. જોતાં જ એ ચોંકી ગઈ. નીચે પોલીસના સાત-આઠ માણસો ઊભા હતા. વચ્ચે એક પોલીસ ઈન્સ્પેકટર અને ફોટોગ્રાફર ઊભા હતા અને એમની ચારે બાજુ લોકોનું મોટું ટોળું એકઠું થયું હતું. એક એમ્બ્યુલન્સ કાર પણ આવીને ઊભી હતી.
પોલીસને જોતાં જ હંસા ફફડી ગઈ. એનું હૃદય ફરી જોરજોરથી ધડકવા લાગ્યું. એ પરસેવે રેબઝેબ થઈ ગઈ. એની આંખે અંધારા આવી ગયાં હોય એમ એની આંખો સામે લીલાં, પીળાં અને લાલ ધાબાં એકાદ પળ માટે દેખાયાં અને પછી આંખોમાં બરફ ધસી આવ્યો હોય એમ એની આંખો ઠંડી થઈને, બીડાઈ ગઈ. બીજી જ પળે એ રીમા ઉપર ઢળી પડી.
તરત જ રીમાનું ધ્યાન એની ભાભી તરફ ખેંચાયું. ભાભીને બેભાન થઈને ઢળી પડતી જોઈને એણે ભાભીને પકડી લીધી અને 'ભાભી શું થયું ? શું થયું ?' ગભરાટભરી બૂમાબૂમ કરી મૂકી. રીમાની બૂમાબૂમથી બીજી સ્ત્રીઓનુ ધ્યાન એની તરફ ખેંચાયું અને બધી જ સ્ત્રીઓ બહાર જોવાનું પડતું મૂકીને એ તરફ દોડી. એક-બે અનુભવી સ્ત્રીઓએ ઝડપથી હંસાને પથારીમાં સુવડાવી એનાં કપડાં ઢીલાં કર્યાં અને એના ચહેરા ઉપર જોરથી પાણીની છાલકો મારવી શરૂ કરી. એક-બે સ્ત્રીઓએ પંખો નાખવા માંડયો. થોડીવારની સારવાર પછી હંસાને કંઈક કળ વળી, એ ભાનમાં આવી હોય એમ આંખો ખોલી. રીમાએ એને ગભરાટથી પૂછયું, 'શું થયું ભાભી ? હવે કેમ છે ?'
બેઠા થવાનો પ્રયત્ન કરતાં હંસા બોલી, 'ઠીક છે રીમા...જરાક ચક્કર આવી ગયાં હતાં.'
હંસા બેઠી થઈ એટલે મોટા ભાગની સ્ત્રીઓ ફરી નીચેનું દૃશ્ય જોવા માટે ચાલી ગઈ. રીમાએ પણ હંસાને ઊભી કરતાં કહ્યું, 'ભાભી, ચાલો આપણે ત્યાં ઊભા રહીને જોઈએ.' અને પછી ભાભીને ખબર આપતાં બોલી, 'ભાભી, તમને કંઈ ખબર પડી ? ગઈ કાલે આપણી સાથે જાનમાં માવજીભાઈ હતા ને...પેલા ટાલવાળા, ઊંચા સરખા...મામાના મિત્ર...એમનું રાતનાં કોઈએ ખૂન કરી નાખ્યું છે.'
રીમાને બિલકુલ શાંતિથી-પોતે જાણે એ વિશે કશું જ ન જાણતી હોય અને બિલકુલ નિર્દોષ હોય એમ ખબર આપતી જોઈને હંસાને નવાઈ લાગી. એણે વધુ જાણવા માટે રીમાને પૂછયું, 'કોણે ખૂન કર્યું છે ?'
'એની તો હજુ સુધી કંઈ ખબર નથી પડી ભાભી...પોલીસ એની જ પૂછપરછ કરે છે.' કહેતાં એણે નાનકડા હેમંતને પોતાની પાસે તેડી લીધો અને પછી હળવેકથી મનમાં બબડી, 'એ મૂઓ હતો જ એ લાગનો !'
હંસાએ પોતાનાં કપડાં સરખાં કર્યાં. બેય હાથથી આગળ આવેલા વાળની લટ સરખી કરી અને પછી કંઈક સ્વસ્થ થઈ હોય એમ નિરાંતનો દમ ખેંચીને એ રીમાની પાછળ આગળ વધી.
નીચે એમ્બ્યુલન્સવાળા માવજીની લાશને લઈ જવાની ધમાલમાં હતાં. પોલીસના માણસો પણ વ્યવસ્થામાં પડી ગયા હતા. પોલીસ ઈન્સ્પેકટર એક ખુરશીમાં બેસીને પંચનામું કરતા હતા.
રીમાની બાજુમાં ઊભા રહ્યા પછી હંસાએ સતત બે-ત્રણવાર રીમાના ચહેરા ઉપર નજર નાખી. રીમાના ચહેરા ઉપર બિલકુલ ગભરાટ નહોતો. થોડીક વાર પછી એણે રીમાને પૂછયું, 'રીમા, તને બીક નથી લાગતી ?'
'શાની બીક ?' રીમાએ સામેથી પૂછયું, ત્યારે હંસાએ ધારદાર નજરે રીમા તરફ જોઈને કહ્યું, 'પોલીસની...!'
રીમા એક પળ ભાભી સામે જોઈ રહી હતી પછી હસીને બોલી, 'નાની હતી ત્યારે પોલીસની ખૂબ બીક લાગતી હતી. પણ હવે તો બિલકુલ બીક નથી લાગતી.'
રીમાનો જવાબ સાંભળીને ભાભીનું અચરજ બેવડાઈ ગયું. રાતના રીમાની સરકતી ઝડપી ચાલ અને બદલાયેલું રૂપ એની આંખો સામે તરી આવ્યું. કોઈ પણ માનવનું રૂપ આ રીતે બદલાય નહીં એવું તો હંસા પોતાની આટલી જિંદગીમાં જાણી ચૂકી હતી. એને મનમાં શંકા ગઈ કે, હોય ન હોય પણ રીમા જરૂર કોઈક ભૂત-પ્રેતના પંજામાં ફસાયેલી છે અને રાતના માવજીનું ખૂન રીમાએ નહીં પણ એ ભૂત-પ્રેતે જ કર્યું છે. રીમાએ ખૂન નથી કર્યું એવું અનુમાન કર્યા પછી હંસાના મનને ધરપત થઈ. થોડોક આનંદ થયો. છતાંય વધારે ખાતરી કરવા એણે રીમાને પૂછયું, 'રીમા, તું આ ખૂન બાબતમાં શું જાણે છે ?'
પોતાની સગી ભાભીને આવો સવાલ કરતી જોઈ રીમાને નવાઈ લાગી. એને ખોટું લાગ્યું હોય એમ મોઢું ફુલાવીને ભાભી તરફ જોઈને કહ્યું, 'હું કંઈ જાણતી નથી.'
'મારા સોગંદ ખા....!'
'તમારા સોગંદ ભાભી...!' સોગંદ ખાધા પછી રીમાએ ભાભી પાસેથી ખુલાસો જાણવા પૂછયું, 'ભાભી, તમે કેમ મને પૂછો છો...?' ત્યારે ભાભીએ રીમાને ખોટું ન લાગે એ માટે વાત વાળી લીધી, 'કંઈ નહીં રીમા, તું મારા કરતાં વહેલી જાગી છો એટલે તું કંઈ જાણતી હોઈશ એમ માનીને મેં તને પૂછેલું.'
રીમા હસી પડી. 'ના રે ભાભી, બધા મૂંઝવણમાં છે. પોલીસ તો હું જાગી એ પહેલાંની આવી ગઈ છે અને બધા પુરુષોને પૂછપરછ કરે છે.'
ત્યારબાદ હંસાએ રીમાને કંઈ ન પૂછયું. પણ એને એક વાતનો ખ્યાલ આવી ગયો કે રીમા આ વાતમાં કંઈ જાણતી નથી અને રીમાને બદલે આ કામ કોઈ ભૂત-પ્રેતે જ કર્યું છે. એણે જ રીમા પાસે આ કામ કરાવ્યું છે. મનને મક્કમ કરી હંસા નીચેની તરફ જોવા લાગી.
માવજીનું શબ લઈને એમ્બ્યુલન્સ ચાલી ગઈ હતી. પેલો પોલીસ ઈન્સ્પેકટર હવે જાનમાં આવેલા પુરુષોને વારાફરતી પૂછપરછ કરીને કંઈક નોંધી રહ્યો હતો. થોડીવાર પછી હંસાને ખ્યાલ આવી ગયો કે એ પોલીસ ઈન્સ્પેકટર જાનૈયાઓનાં નામ અને સરનામાં નોંધી રહ્યો હતો. જેમના નામ-ઠામ લખાઈ જાય, એટલે સીધા બસમાં બેસાડી દેવામાં આવતા હતા.
બધા પુરુષો બસમાં બેસી ગયા પછી સ્ત્રીઓને બસમાં બેસી જવાનો હુકમ ઈન્સ્પેકટરે આપ્યો. સહુથી પહેલાં વહુ સાથે બે-ત્રણ સ્ત્રીઓ બસમાં બેઠી. પછી બાકીની સ્ત્રીઓને લાઈનમાં ઊભી રાખીને બસમાં ચડવા દેવામાં આવી.
પોલીસ ઈન્સ્પેકટર બસના દરવાજા પાસે ઊભો હતો અને બસમાં ચડી રહેલી સ્ત્રીઓને ઝીણવટથી જોઈ રહ્યો હતો. રીમા તો ઝડપથી હેમંતને લઈને બસમાં ચડી ગઈ. પણ હંસા તો પોલીસ ઈન્સ્પેકટર પાસેથી પસાર થતાં થતાં મનમાં કંપી ઊઠી. એના ચહેરા ઉપર પરસેવો ફરી વળ્યો અને ફરી એકવાર એની આંખો સામે લાલ, પીળાં અને લીલાં ધાબા દેખાવા લાગ્યાં. પણ તરત જ એના હાથમાં બસના પગથિયાં પાસેનો દંડો આવી ગયો. હિંમત કરીને એ બસનું એક પગથિયું ચડી ગઈ. બીજાં બે પગથિયાં પણ એ ઝડપથી ચડીને કન્ડકટરની સીટમાં જ બેસી ગઈ. સારા નસીબે કોઈનુંય ધ્યાન એ તરફ ખેંચાયું નહિ. ઈન્સ્પેકટર પણ સ્ત્રીઓનું અવલોકન કરવામાં પરોવાઈ ગયો હતો. હંસાની બરાબર પાછળ એક જાડી બાઈ હતી. એટલે આમેય બહારથી હંસા ઉપર કોઈનીય નજર પડે એમ નહોતી. થોડીકવારે હંસાને કળ વળી એટલે એ ઊભી થઈને રીમા પાસે, પોતાની જગ્યાએ જઈને બેઠી અને જ્યાં સુધી બસ ઊપડી નહીં ત્યાં સુધી એનું હૃદય જોશજોશથી ધડકતું રહ્યું.
ત્યારપછીના ત્રણ-ચાર કલાક પણ હંસાએ ફફડતા અને બેચેન મને પસાર કર્યા. રહી રહીને એને રાતની વાત યાદ આવતી હતી. રીમાનો ભયંકર ચહેરો યાદ આવતો હતો અને માવજીનું ભયાનક મોત યાદ આવતું હતું. હંસાનું શરીર આ બધું યાદ આવતાં જ કંપતું હતું. એનાં રૂવાટાં વારેઘડીએ ખડાં થઈ જતાં હતાં અને ચહેરો પરસેવે રેબઝેબ થઈ જતો હતો. શરીર ઉપરથી પણ પરસેવાના રેલા ઊતરતા હતા. એની બાજુમાં જ રીમા હેમંતને લઈને બેઠી હતી. એકાદ બેવાર રીમાએ એને બોલાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે હંસાએ ખૂબ હળવેકથી જવાબ આપ્યો, 'રીમા, મને ચુપચાપ પડી રહેવા દે. મારી તબિયત બરાબર નથી.' અને ત્યારબાદ રીમાએ પણ એને બોલાવાનો પ્રયત્ન કર્યો નહોતો, એને ભાભીની તબિયતની ચિંતા થવા લાગી હતી.
માંડ-માંડ ચાર-સાડા ચાર કલાક પછી માંડવે આવી ત્યારે રીમાએ પોતાના મામા-મામીની રજા લઈને તરત જ ત્યાંથી વિદાય લઈ લીધી હતી. હંસાવહુની તબિયત ઠીક નથી, એવું જાણ્યા પછી મામા-મામીએ પણ બન્નેને રોકાવા માટે દબાણ કર્યું નહોતું.
ઘરે પહોંચ્યા પછી હંસાની મૂંઝવણ બેવડાઈ ગઈ. ઘરે બધાને વાત કરવી કે ન કરવી? કેવી રીતે વાત કરવી? એ બધા જ સવાલો એના મગજમાં સાપ બનીને આળોટવા લાગ્યા. એક-બે વાર તો એણે પોતાના પતિ મનોજને આ વાત કરી દેવાનું નક્કી કર્યું. પણ કેમેય કરતાં એ આવી વાત કરવાનું સાહસ કરી શકી નહીં. દિવસે દિવસે એની મૂંઝવણ અને બેચેની વધતી ચાલી. ઘરવાળાઓએ ડૉકટરને બોલાવીને, એની દવા પણ લેવડાવી. પણ સારી થવાને બદલે હંસા વધુ માંદી પડી ગઈ. ખાવાનું પણ ભાવતું નહોતું. વારેઘડીએ એની આંખો સામે પેલું રાતવાળું ભયાનક દૃશ્ય તરવરી ઊઠતું.
પછી..? પછી શું થયું..? હંસાનું શું થયું ? શું એણે પરિવારના સભ્યોને રીમાની સચ્ચાઈ બતાવી દીધી ? અમર સાથે લગ્ન કરીને ઘર વસાવવાના સપના જોતી રીમાનું શું થયું...? રીમાએ એ અદૃશ્ય પુરુષથી કેવી રીતે છુટકારો મેળવ્યો ? એ બધું જાણવા માટે 'જંતર મંતર'નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.
(ક્રમશઃ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૭)
રીમા તો જાણે બધુંય ભૂલીને આનંદમાં ખોવાઈ ગઈ હતી. એક લગ્ન ગીત પૂરું થયું. ગામ તો હવે કયાંય દૂર રહી ગયું હતું. એક લાંબી અને પહોળી સડક પર બસ પૂરપરાટ દોડી રહી હતી.
ગીત પૂરું થયા પછી હસતાં-હસતાં રીમા પોતાની ભાભી તરફ જુએ એ પહેલાં જ એની નજર અધવચ્ચે જ રોકાઈ ગઈ. એક આધેડ વયનો પુરુષ એને ટીકી ટીકીને જોઈ રહ્યો હતો. રીમાએ એને ઓળખવા પ્રયત્ન કર્યો. પણ ઓળખી શકી નહિ. અગાઉ એ પુરુષને કયાંય જોયો નહોતો. એ પુરુષને પોતાની તરફ આ રીતે ટીકી ટીકીને જોઈ રહેલો જોઈને રીમાને એની ઉપર ચીડ ચઢી. એ ઘૃણાથી મોઢું ફેરવી લેવા જતી હતી, પરંતુ ત્યાં એકાએક પેલા પુરુષે પોતાની એક આંખ ઉલાળીને, એક ગંદો ઈરાશો કર્યો. રીમાને હવે એ પુરુષ ઉપર ગુસ્સો આવ્યો. એણે ગુસ્સાથી હોઠ ફફડાવીને એ પુરુષને મનમાં બેચાર ગંદી ગાળો ચોપડાવી દીધી અને પછી આંખોના ડોળા કાઢીને નજર ફેરવી લીધી.
પરંતુ રીમા નજર ફેરવે એ પહેલાં એ પુરુષ અવાજ ન થાય એ રીતે ગંદું-ગંદું હસી પડયો.
ત્યારપછી રીમા બીજી સ્ત્રીઓ સાથે ભળીને, આનંદ ન લૂંટી શકી. પોતાની ભાભી સાથે પણ એ વાતચીત ન કરી શકી. વારેઘડીએ એની નજર પેલા પુરુષ તરફ ખેંચાઈ જતી. એ પુરુષની આંખોમાં હવે એ વાસનાનાં સાપોલિયાં નાચતાં જોઈ શકતી હતી. એને હવે એ પુરુષનો ડર લાગવા માંડયો. એક અજાણ્યો પુરુષ કોઈ છોકરીના ચહેરા સામે સતત ટીકી-ટીકીને જુએ-અને એ પણ ગંદી નજરે જુએ તો ગમે તેવી હિંમતવાળી છોકરી પણ ગભરાઈને મનમાં ફફડી ઊઠે. રીમા પણ મનોમન ફફડી ઊઠી.
પણ રીમાનો આ ફફડાટ માત્ર બે-ત્રણ કલાક પૂરતો જ હતો. માંડવે પહોંચ્યા પછી, બસમાંથી ઊતર્યા પછી એ પુરુષ પોતાની આંખો સામેથી દૂર થઈ જશે અને પોતે પણ બીજી સ્ત્રીઓ સાથે ભળી જશે એમ વિચારીને રીમા મનોમન ચૂપ રહી.
પણ એ ત્રણ-ચાર કલાકનો ગાળો રીમા માટે બહુ જ ખરાબ નીવડયો. એક એક પળ એના માટે કંટાળાજનક બની રહી. રીમાએ થોડીકવાર માટે ઊંઘી જવાનો પ્રયત્ન કર્યો. પણ જાનડીઓની બૂમશોરમાં એ ઊંઘી શકી નહીં. થોડીકવાર માટે એ આંખો મીંચીને પડી રહી. પણ થોડીવારે એની આંખ ખૂલી જતી અને નજર સીધી પેલા ઉપર પડતી.
એ ચારેક કલાકનો કંટાળાજનક સમય પસાર થઈ ગયો. બસમાંથી ઊતરતી વખતે પણ પેલા પુરુષે હરામખોરી કરી. એ જાણી જોઈને બીજા પુરુષો સાથે ઊતર્યો નહીં અને ચંપલ ગોતવાનું બહાનું કરીને એ સીટની નીચે ઝૂકી ગયો અને જેવી રીમા એની પાસેથી પસાર થઈ કે તરત જ એ રીમાની પાછળ થઈ ગયો. અને ધક્કામુક્કી કરીને, રીમાના શરીરને પોતાના શરીર સાથે દબાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પણ એમાં એને બહુ ફાવટ આવી નહીં. રીમા ઝડપથી બસમાંથી ઊતરી ગઈ અને બીજી સ્ત્રીઓના ટોળામાં ઘૂસી ગઈ. પણ એ વખતે એ પુરુષને કોઈકે બૂમ મારીને બોલાવ્યો એટલે રીમાને ખબર પડી કે એ પુરુષનું નામ 'માવજી' હતું.
એ નાલાયક, નીચ અને હરામખોર માવજી તરફ રીમાને સખત નફરત થઈ ગઈ હતી. એને એ માવજીની હલકટ હરકત વિષે પોતાની ભાભીને વાત કરવાનું મન થયું. પણ પછી એણે એ વિચારને મનમાં જ દાબી દીધો. હવે એ નીચ માવજી પોતાની સાથે કોઈ અડપલું નહીં કરી શકે, એવું અનુમાન પણ એણે મનોમન લગાવી દીધું. જતી વખતે બસમાં પણ પોતે હવે એની તરફ પીઠ કરીને, એનાથી દૂર બેસશે, એવું પણ એણે પોતાના મનમાં નક્કી કરી નાખ્યું.
અને ત્યારપછીની થોડી જ વારમાં એ ખરેખર માવજીને ભૂલી ગઈ. સ્ત્રીઓ માટે અલગ ઊતારો હતો. પુરુષો માટે એક અલગ રૂમ હતો. ઊંઘવા માટે પણ ધાબા પર વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી સ્ત્રીઓ પવનમાં પોતાનાં બાળકો સાથે નિરાંતે ઊંઘી શકે. રીમા અને બીજી બધી જ સ્ત્રીઓને એ વ્યવસ્થા ગમી.
જાન બરોબર બપોરના સમયે પહોંચી હતી. જમી-પરવારીને બધાં નવરાં પડે એટલે સાંજે પાંચ વાગે લગ્નની વિધિ થવાની હતી. ત્યારબાદ રાતના જમવાનું હતું. આ કાર્યક્રમમાંથી સમય મળે તો ગામમાં એકાદ આંટો મારી આવવાનું પણ રીમાએ પોતાની ભાભી સાથે નક્કી કર્યું હતું.
ઉતારે પહોંચ્યા પછી બધી સ્ત્રીઓ તૈયાર થવામાં પરોવાઈ, રીમા અને હંસાભાભી પણ તૈયાર થવા લાગી. થોડી જ વારમાં તૈયાર થઈને બધી સ્ત્રીઓ સાથે રીમા પણ જમવા પહોંચી.
ભૂખ ખૂબ કકડીને લાગી હોવા છતાંય રીમાની ભૂખ પંગતમાં બેસતાં જ મરી ગઈ. સામેના એક થાંભલાને ટેકે પેલો હલકટ માવજી સિગારેટ પીતો ઊભો હતો. એની આંખો રીમાના શરીરના એકેએક અંગને પંપાળી રહી. પહેલાં તો રીમા ચૂપચાપ બેસી રહી. પણ એ માવજીએ પોતાની નજર ફેરવી જ નહીં ત્યારે એ ગુસ્સાથી ધૂંઆપૂંઆ થઈ ઊઠી.
પણ ગુસ્સે થઈનેય એ કશું કરી શકે એમ નહોતી. લડી ઝઘડીને એ આ પ્રસંગમાં પોતાનું અને પોતાના કુટુંબનું નામ ખરાબ કરવા માંગતી નહોતી. વળી એ પુરુષ-એ માવજીએ એવી કોઈ હરકત પણ કરી નહોતી કે એની સાથે લડી-ઝઘડી શકાય. કોઈને એની ફરિયાદ કરવામાં પણ વાત વધી જાય એમ હતું. રીમાને મનોમન નફરત થઈ આવી, 'સ્સાલો, મારા બાપ જેવડો છે તોય મારી સામે ખરાબ નજરે તાકે છે.'
અને સાચ્ચે જ એ માવજીની ઉંમર રીમાના બાપ જેેટલી જ હતી. રીમા જેવડી જ જુવાન છોકરીનો એ બાપ હતો અને રીમાના મામાનો લંગોટિયો દોસ્ત હતો. ગરીબીના વખતે બન્ને જણા હાથલારી ચલાવતા હતા. એક બગીચા પાસે ઊભી રહેતી હાથલારીઓ સાથે એ બન્ને જણાં પોતપોતાની હાથલારી ઊભી રાખતા ત્યારથી એમની દોસ્તી હતી. બન્ને એકબીજાને ઘણીવાર પૈસા-ટકાની મદદ પણ કરતા. પછી સમય પલટાયો અને કિસ્મત પણ પલટાયા. બન્ને જણા મોટા વેપારી બની ગયા. ખાધે-પીધે અને પૈસે-ટકે સુખી થઈ ગયા. પણ એમની દોસ્તી ચાલુ રહી અને વધુ ગાઢ બની ગઈ.
રીમાના મામાએ દોસ્તીને કારણે માવજીને પોતાની સાથે લીધો હતો. પણ માવજી બસમાં ગોઠવાયો એ પછી તરત જ એનું ધ્યાન રીમા તરફ ખેંચાયું હતું અને પછી એની નજર રીમા ઉપર ચોંટી ગઈ હતી.
રીમાના મામા તો ખૂબ મહેનત કરીને સુખી થયા હતા, પરંતુ આ માવજી તો પહેલેથી જ જુગારી હતો. જુગારમાં બે-ચાર લાંબા હાથ જીત્યા પછી એની પાસે સારો એવો માલ ભેગો થઈ ગયો હતો. એમાંથી ભાડાની કાયમી આવકો ઊભી કરી લીધી હતી. જરૂર કરતાં વધારે પૈસાએ એને દારૂડિયો બનાવી દીધો હતો. અને એ આડા રવાડે ચઢી ગયો હતો. અને એટલા માટે જ રીમાને જોઈને એની દાનત બગડી હતી.
ગુસ્સાથી ધૂંઆપૂંઆ થયેલી રીમા ભાણા ઉપરથી ભૂખ્યા પેટે જ ઊભી થઈ ગઈ. હંસાભાભીએ એને ટકોર કરીને પૂછયું પણ ખરું, 'કેમ, રીમા તેં બરાબર ખાધું નહિ?'
માવજી તરફ એક નજર નાખીને રીમાએ જવાબ વાળ્યો, 'ભાભી, મારું માથું ફરે છે. તબિયત કંઈ ઠીક નથી.'
હંસાભાભીએ એને ધરપત આપતાં કહ્યું, 'રીમા, બસમાં બેઠાં એટલે એવું તો લાગે જ. મારુંય માથું સહેજ ભારે છે.' અને પછી વાતને વાળી લેતાં એમણે કહ્યું, 'અત્યારે તો એવું ચાલશે. પણ તારા લગ્નમાં આમ માથું દુઃખશે તો નહીં ચાલે.' કહેતાં એણે હળવેકથી રીમાના બાવડા ઉપર કોણી મારી અને પછી બન્ને જણી ગલોફામાં પાન દબાવીને ઉતારા તરફ આગળ વધી ગઈ.
ઉતારે પહોંચ્યા પછી બધી સ્ત્રીઓ આરામ કરવા આડી પડી. રીમા અને હંસાભાભીએ પણ પથારીમાં લંબાવ્યું. હેમંત તો બસમાંય થોડીકવાર માટે ઊંઘી ગયો હતો અને અહીં પણ પથારીમાં પડતાં જ ઊંઘી ગયો.
લગભગ અડધા કલાક પછી માંડવેથી ચા બનીને આવી. માંડવાના બે-ત્રણ પુરુષ સાથે પેલો માવજી પણ ડહાપણ કરવા આવી પહોંચ્યો હતો. પોતાના હાથે એ સ્ત્રીઓને ચા આપતો હતો. રીમાને થયું કે, એના હાથમાંથી ચા લેવી જ નહીં. પણ પછી એ મનોમન પોતાનો ગુસ્સો ગળી ગઈ. અને સમસમીને બેસી રહી. અને માવજીએ પોતાના હાથે રીમાને ચાનો કપ આપ્યો. માવજીની આંગળી પોતાની આંગળીને ન અડે એની ખૂબ કાળજી રીમાએ રાખી હોવા છતાંય એ નીચ માવજીએ રીમાની આંગળીઓ સાથે પોતાની આંગળીઓ અડાડી અને અંગુઠાથી સહેજ દબાવી પણ ખરી. રીમાને એ હલકટ, હરામખોર માવજીના મોઢા ઉપર ચા ભરેલો કપ મારવાની ઈચ્છા થઈ આવી, પણ એણે પોતાના ગુસ્સાને મહાપરાણે દબાવી રાખ્યો. માવજી નફફટ-નફફટ, લુચ્ચું-લુચ્ચું હસતો ત્યાંથી સરકી ગયો. રીમા મનોમન ધુંધવાતી બેસી રહી.
ત્યારપછી લગ્નની વિધિ શરૂ થવાનો સમય થયો. રીમા એની ભાભી અને બીજી સ્ત્રીઓ સાથે માંડે જવા નીકળી ત્યારે રસ્તામાં જ એણે માવજીને પોતાની તરફ તાકતો જોયો. રીમાએ ચુપચાપ મોઢું ફેરવી લીધું. લગ્નવિધિ વખતે માવજી રીમાથી થોડેક દૂર રીમાના રૂપને-જોબનને આંખો પી શકાય એવી રીતે ઊભો રહ્યો. અને લગ્ન પછીની ધમાલમાં એ અહીંથી-તહીં થતો, કામમાં હોવાનો ડોળ કરીને, રીમા પાસેથી બે-ચાર વાર પસાર થઈ ગયો. એકવાર તો એ રીમાના શરીર સાથે અથડાયો પણ ખરો. પણ પછી રીમાએ એને અથડાવાની તક આપી નહીં. જેવો માવજી એની પાસેથી પસાર થવા જતો કે આગળ સરકી જતી.
પણ માવજી એમ એનો પીછો છોડે એમ નહોતો.
ત્યારપછી રીમાએ માવજીને કોઈ તક આપી નહીં. માવજીની નજર બચાવી એ હંસાભાભી સાથે ગામમાં ફરવા ચાલી ગઈ. છેક જમવાના સમયે એ પાછી ફરી. જમવા માટે પણ રીમા પહેલેથી ચેતીને એવી રીતે બેઠી કે, માવજી એની સામે આવીને ઊભો ન રહી શકે. એ વખતે એ સારી રીતે પેટ ભરીને જમી શકી. પણ રીમા જેવી જમીને ઊભી થઈ અને આગળ નીકળી ગયેલી પોતાની ભાભી તરફ જવા માટે આગળ વધી એવી ત્યાં તો માવજી એની તરફ ધસી આવ્યો અને એની આગળ એવી રીતે ઊભો રહી ગયો કે, રીમાને ફરજિયાત ઊભા રહેવું જ પડે. રીમા પાસે પહોંચતાં જ માવજી ખૂબ ધીમા છતાંય રીમા સાંભળે એવા અવાજે બોલ્યો, 'રાતના સાડા બાર વાગે હું વાડામાં તારી વાટ જોઈશ.'
રીમા કંઈ સમજે, કંઈ બોલે, કંઈક કરે એ પહેલાં તો માવજી ખૂબ જ ઝડપથી ત્યાંથી સરકીને દૂર દૂર નીકળી ગયો. રીમા પણ ભયથી ફફડતી પોતાની ભાભી તરફ આગળ વધી ગઈ.
માવજીને મનમાં પાક્કી ખાતરી હતી કે રીમા રાતના જરૂર પાછળના વાડામાં આવશે. આવી રીતે તો એણે અનેક છોકરીઓને પોતાની ધારેલી જગ્યાએ બોલાવી હતી. વળી આવી રીમા જેવી ગંભીર અને ગુસ્સાથી ધુંઆપુંઆ થતી છોકરીઓ તો ખૂબ હિંમતથી સામી છાતીએ દોડી આવતી હતી. માવજી એમ માનતો હતો કે કોઈ પણ છોકરી પોતાનું શરીર સોંપીને, પૈસા મેળવવાની ઈચ્છા રાખતી હોય છે. પૈસાની લાલચે ગમે તેવી છોકરી પણ દોડી આવતી હોય છે. અને આજ સુધીમાં માવજી કદી નિરાશ પણ થયો નહોતો. એણે જે છોકરીને મેળવવાનો ઈરાદો કર્યો હતો એ છોકરી એને મળી જ હતી. એ જ રીતે એણે રીમાને મેળવવાનો ઈરાદો કર્યો હતો અને હંમેશની જેમ એને મનમાં પાકી ખાતરી હતી કે રીમા આવશે અને એને મળશે.
રાતના નવ-સાડા નવે બધી જ જાનડીઓ ઉપર ધાબા ઉપર ચાલી ગઈ. રીમા અને હંસા પણ બધી જ સ્ત્રીઓ સાથે ઉપર ગઈ. ઉપર સરસ ગાદલાં બિછાવેલાં હતાં. ઠંડા પાણીની સગવડ પણ કરવામાં આવી હતી. અને ઉનાળાના ગરમ લૂ વરસતા દિવસનો બદલો વાળી આપતો હોય એમ ઠંડો પવન પણ વાતો હતો.
બધી સ્ત્રીઓ હાશ અને નિરાંત અનુભવતી પોતપોતાની જગ્યા પસંદ કરીને ગાદલાંઓ ઉપર ગોઠવાઈ ગઈ. એક તરફ સારી જગ્યા જોઈને, હંસા અને રીમાએ પણ બે ગાદલાં પસંદ કરી લીધાં. હવે રીમાએ છુટકારો દમ લીધો. માવજી અહીં આવી શકે એમ નહોતો. અને આવે તોય ફાવી શકે એમ નહોતો. એ મનોમન બબડી પણ ખરી, 'હરામખોર પાછળ વાડામાં બોલાવે છે...!' પણ ત્યારબાદ તો એ નણંદ-ભાભી બન્ને વાતોએ વળગી ગઈ. બીજી સ્ત્રીઓ પણ અંદરોઅંદર વાતો કરતી હતી.
ધીમે-ધીમે થાક અને ઠંડો પવન પોતપોતાની અસર બતાવવા લાગ્યા. ટપોટપ સ્ત્રીઓ ઊંઘવા લાગી. જાગવાની ઈચ્છા હોવા છતાંય ઘણી સ્ત્રીઓની આંખ આપમેળે જ મીંચાઈ ગઈ. રીમા અને હંસા પણ વાતો કરતાં કરતાં જ ઊંઘના પંજામાં લપેટાઈ ગઈ.
રાતના અચાનક હંસાની આંખ ઊઘડી ગઈ. નજીકના કોઈ ઝાડ ઉપર ઘુવડ બોલી રહ્યું હતું. રાતના એકાદ વાગ્યાનો સમય થયો હશે. ચારે તરફ સન્નાટો અને ચુપકીદી પથરાયેલી હતી. અચાનક હંસાની નજર રીમા તરફ ખેંચાઈ.
રીમા ચુપચાપ પોતાની પથારીમાંથી ઊભી થઈ ગઈ હતી. હંસાએ પથારીમાં પડયા પડયા જ એને પૂછયું, 'રીમા કયાં જાય છે...?'
રીમાએ હંસાની વાતનો કોઈ જવાબ આપ્યો નહીં. એટલે હંસાએ ગભરાઈને બેઠાં થઈ જતા ફરી બૂમ મારી, 'રીમા...રીમા...!'
પણ રીમા તો પાછું ફરીને જોયા વિના જ ચૂપચાપ પગથિયાં ઊતરીને નીચેની તરફ જવા લાગી.
ગભરાટથી ફફડીને હંસા પથારીમાંથી ઊભી થઈ ગઈ. અને ઝડપથી રીમા તરફ દોડી, પરંતુ રીમા તો જાણે હવામાં સરકતી હોય એમ ઝડપથી સરકવા લાગી, અને ચાવી દીધેલી પૂતળીની જેમ આગળ વધવા લાગી.
પછી..? પછી શું થયું..? રીમા આમ મોડી રાતના એક વાગ્યે કયાં જઈ રહી હતી....? રીમાને પરેશાન કરનાર માવજીનું શું થયું...? અમર સાથે લગ્ન કરીને ઘર વસાવવાના સપના જોતી રીમાનું શું થયું...? રીમાએ એ અદૃશ્ય પુરુષથી કેવી રીતે છુટકારો મેળવ્યો ? શું અમર અને રીમાના લગ્ન થયા...? એ બધું જાણવા માટે 'જંતર મંતર'નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.
(ક્રમશઃ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૬)
ગમે બીજા દિવસની સવારે હંસાભાભીએ રીમાને ખુશ ખબર આપતાં કહ્યું, 'નણંદબા, આજે તમારી કસોટી છે.'
'કાં, શું છે ?' રીમાએ અચરજ સાથે પૂછયું ત્યારે હંસાભાભીએ આંખોને એક તોફાની ઉલાળો આપતાં કહ્યું, 'રીમા, આજે સાંજે અમર અને એનાં મા-બાપ તને જોવા આવવાનાં છે.'
'કોણ....? પેલા આફ્રિકાવાળા....!'
'હા હા, એ જ. એ અમર અને એનાં મા-બાપ છેલ્લા ત્રણ મહિનાથી આપણે ત્યાં આંટા ખાય છે, અને તું પણ એ અમરને બરાબર જોઈ લેજે, પછી અમારો વાંક કાઢતી નહીં.'
'ના, ભાભી ના...હું એ અમર સાથે સગાઈ-લગ્ન નહીં કરું. અરે, અમર તો શું પણ હું કોઈની સાથેય લગ્ન નહીં કરી શકું...!' એવું કહી દેવાની ઈચ્છા હોવા છતાંય હોઠ સુધી આવેલા શબ્દો પાછા ચાવી જતી હોય એમ રીમા બબડી, ભાભી, એવી તે શું ઉતાવળ છે ?'
હંસાભાભી હસીને બોલ્યાં, 'અમારે કયાં ઉતાવળ છે ? ઉતાવળ તો તમારે...!' પણ હંસાભાભી પોતાના શબ્દો પૂરા કરે એ પહેલાં રીમાએ મીઠો છણકો કર્યો, 'જાવ, મારે તમારી સાથે વાત નથી કરવી.'
આવી મીઠી મજાક પછી નણંદ-ભોજાઈ રસોઈના કામમાં ડૂબી ગઈ. અરે એ દિવસે કામમાં, વાતોમાં અને ઘરની સાફ-સૂફીમાં મહેમાનોના સ્વાગતની તૈયારી કરતાં ચાર વાગી ગયા એની પણ ખબર પડી નહીં.
રીમા શરમાતી હતી-લજાતી હતી છતાંય એણે અમરને જોયો. વાંકડિયા વાળ, મોટી આંખો અને હસમુખા ચહેરાવાળો અમર કોઈપણ છોકરીને એકી નજરે જોતાં જ ગમી જાય એમ હતો. રીમાને પણ અમર ગમી ગયો. અને રીમા તો આમેય દેખાવડી અને મીઠા સ્વભાવની હતી જ. અમરની માને તો એ ખૂબ ગમતી હતી. એ તો કયારનાંય રીમાને વહુ માની બેઠાં હતાં.
અમરે મા તરફ જોઈને રીમા પસંદ છે એવો ઈશારો કરી દીધો એટલે એ જ વખતે ગોળ વહેંચીને મોં મીઠું કરી લેવામાં આવ્યું. સગાઈની તારીખ પણ પાકી થઈ ગઈ. અમર અને રીમા એકબીજાના સાથી તરીકે નક્કી થઈ ગયાં.
આમેય અમર મનોજનો મિત્ર હતો. અવારનવાર એ ઘરે પણ આવતો હતો. પરંતુ સંજોગોવશાત કદી એની મુલાકાત રીમા સાથે થઈ નહોતી. અમર માટે આ ઘર નવું નહોતું. વળી હંસાભાભીએ અમરને ટકોર પણ કરી હતી, 'અમરભાઈ ! હવે તમે આંટોફેરો કરતા રહેજો, જેથી રીમાને એકલવાયું ન લાગે !' ભાભીની વાત સાંભળીને રીમા શરમથી આંખો ઝુકાવી ગઈ અને અમર ખડખડાટ હસી પડયો.
ત્રણ-ચાર દિવસમાં જ સાદગીથી સગાઈ પતાવી લેવાઈ, વાસંતીના મૃત્યુનો ઘા તાજો જ હતો. વાસંતી રીમાની નજીકની સહેલી હતી એટલે વાસંતીની વરસી વળે ત્યારબાદ લગ્ન કરવાનું નક્કી થયું. પણ રીમા અને અમરની મુલાકાતો બીજા જ દિવસથી ચાલુ થઈ ગઈ.
બપોરના ચારેક વાગ્યાના ગાળામાં ઘરમાં કોઈ રહેતું નહીં. ઘરમાં સાસુ, હંસા અને રીમા એમ ત્રણ જણાં જ રહેતાં. એમાંય મોટેભાગે સાસુને તો વાર-તહેવારમાં કે પાસ-પડોશમાં કયાંક જવાનું થતું એટલે હંસાભાભીએ અમરને ચારેક વાગ્યાના ગાળામાં આવવા માટે ફૂંક મારી હતી.
પહેલીવાર અમર આવ્યો ત્યારે રીમા દોડીને રસોડામાં ભરાઈ ગઈ. હંસાભાભી પણ એની પાછળ દોડી આવ્યાં. ત્યારે રીમાએ ધ્રૂજતા અવાજે કહ્યું, 'ભાભી મને બીક લાગે છે !'
'બીક....?' હંસાભાભીએ હળવેકથી હસીને પૂછયું, 'અરે, એમાં શેની બીક ? એ કંઈ ભૂત-પ્રેત થોડો જ છે કે તને ખાઈ જશે ?'
ભૂત-પ્રેતનું નામ પડતાં જ રીમાને રાતવાળો પેલો અદૃશ્ય પુરુષ યાદ આવી ગયો. એ ગભરાટથી ફફડી ઊઠી. એના ચહેરા ઉપર પરસેવો ફૂટી નીકળ્યો.
હંસાભાભીએ એની નજીક આવીને, એના માથા અને પીઠ ઉપર હાથ ફેરવતાં એને સમજાવી, 'નવું નવું છે એટલે તને સંકોચ થાય છે રીમા...પણ પછી તમે અમર વિના ચેન નહીં પડે...' એટલું કહીને તેમણે ઉમેર્યું, 'તું એમ કર, તારા કમરામાં જા, હું અમરને ત્યાં મોકલું છું.'
રીમા ચૂપચાપ પોતાના કમરામાં સરકી ગઈ. એટલે હંસાભાભીએ બહાર આવીને અમરને રીમાના કમરામાં જવા ઈશારો કર્યો અને પછી પોતે પણ પોતાના દીકરા હેમંતને લઈને પોતાના કમરામાં ચાલી ગઈ.
અમર જ્યારે રીમાના કમરામાં પહોંચ્યો ત્યારે રીમા બારી પાસે ચૂપચાપ અને સંકોચાઈને ઊભી હતી. શરમના ભારથી એની પાંપણો ઝૂકેલી હતી. અમર પણ એની નજીક જઈને ચૂપચાપ ઊભો રહ્યો અને એકીટસે રીમાના ચહેરાને, રીમાના રૂપને અને રીમાની ઉછળતી જુવાનીને તાકી રહ્યો. પછી એકાએક એણે ખામોશી તોડતાં કહ્યું, 'રીમા, આમ કયાં સુધી મારાથી દૂર રહીશ? કયાં સુધી આમ શરમાતી-સંકોચાતી રહીશ?'
અમરના સવાલનો રીમાએ કોઈ જવાબ આપ્યો નહીં. એણે આંખો ઊંચી કરીને અમરને જોવા પ્રયત્ન કર્યો. પણ શરમથી ભારે થયેલી પાંપણો એ ઊંચી કરી શકી નહીં. બલકે શરમને કારણે એના ગાલ ઉપર લાલાશ ફૂટી નીકળી હતી. હોઠ ધ્રૂજતા હતા. અને એની છાતી જોશજોશથી ધડકી રહી હતી.
અમર હળવે પગલે રીમાની નજીક સરકયો અને એનો હાથ પકડીને ચૂમી લેતાં બોલ્યો, 'આજે તો હું જાઉં છું. હવે કાલે આવીશ.'
એ દિવસે તો અમર ચાલ્યો ગયો. પણ પછી તો દરરોજ ચાર વાગે અમર આવી જતો. રીમા પણ સરસ કપડાં પહેરીને તૈયાર થઈને અમરની વાટ જોતી, અમરની વાતો એને ખૂબ પ્યારી લાગતી. શરૂઆતમાંના બે-ત્રણ દિવસ તો અમર સાથે વાત કરવાની હિંમત જ કરી શકી નહીં પણ પછી ધીરે-ધીરે એ અમર સાથે વાતો કરવા લાગી.
એક દિવસ બપોરે રીમા અમરની વાટ જોતી હતી. ચાર કયારનાય વાગી ગયા હતા. અમર મોડામાં મોડો સવા ચાર વાગ્યા સુધીમાં તો આવી જતો હતો. આજે સાડાચાર વાગવા આવ્યા છતાં અમરનું કંઈ ઠેકાણું નહોતું. રીમાને હવે મનમાં એમ લાગતું હતું કે કદાચ અમર હવે નહીં આવે. અચાનક રીમાને મનમાં ફફડાટ જાગ્યો કે, રાતવાળા પેલા અદૃશ્ય પુરુષે તો અમરને હેરાન નહીં કર્યો હોય ને...?'
હજુ પણ એ મજબૂત પુરુષ રાતના સાડાબાર વાગ્યા પછી રીમા પાસે આવતો હતો. પહેલાં તો રીમાને એ ગમતો હતો. રીમા રાજીખુશીથી એની પાસે પોતાની જુવાની લુંટાવતી હતી. પરંતુ અમર સાથેની સગાઈ પછી એ મનોમન એ પુરુષને નફરત કરવા લાગી હતી. એ કોઈ ભૂત-પ્રેત છે એવી પણ એને ખાતરી થઈ ગઈ હતી. એટલે જ્યારે એ પુરુષ આવતો ત્યારે એ એની સાથે કોઈ પ્રેમની કે બીજી વાત કરતી નહીં. એ ચૂપચાપ પોતાનું શરીર એને હવાલે કરી દેતી હતી. દિવસે તો એ અમરના વિચારોમાં અને અમરના સંગાથમાં એને ભૂલી જતી હતી. પરંતુ આજે અમર સમયસર આવ્યો નહીં એટલે એના મનમાં શંકાનો કીડો સળવળી ઊઠયો.
પરંતુ રીમાની શંકા થોડી જ વારમાં ખોટી ઠરી. પાંચ વાગતા પહેલાં અમર આવી ગયો. આવતા જ અમરે પોતાના હાથમાંનું પેકેટ રીમાના હાથમાં મૂકી દીધું, 'રીમા, આજે મારી વરસગાંઠ છે. આમ તો અમારે ત્યાં કોઈ વરસગાંઠ મનાવતું નથી. પણ હું તને કોઈક ભેટ આપવા માટે આવા દિવસની જ વાટ જોતો હતો.'
રીમાએ કૂતુહલ સાથે પેકેટ ઉઘાડયું. એમાં સરસ મઝાની ગુલાબી રંગની કિંમતી સાડી હતી. અમરે રીમાને પૂછયું, 'પસંદ છે ?'
રીમાએ હકારમાં ડોકું હલાવીને સાડી છાતી સાથે ચાંપી લીધી. એના ચહેરા ઉપર આનંદ પથરાઈ ગયો હતો. અમર એના એ ખુશખુશાલ રૂપાળા ચહેરાને એકીટસે તાકતો હળવેકથી આગળ વધ્યો. એણે રીમાની કમ્મરમાં હાથ પરોવીને રીમાને પોતાની તરફ ખેંચીને, પોતાના શરીર સાથે જકડી લીધી. રીમાએ હળવેકથી ઘા કરીને સાડી પલંગ ઉપર ફગાવીને, આંખો મીંચી લીધી. અને અમર રીમા ઉપર ઝૂકી ગયો.
અમર રીમાના ચહેરા પર વધારે ઝૂકે, રીમાના ગુલાબી ધ્રૂજતા હોઠ ઉપર પોતાના હોઠ મૂકે એ પહેલાં તો અચાનક રીમામાં કોઈ જબ્બર ફેરફાર થઈ ગયો.
રીમાનો ચહેરો કઠોર બની ગયો. એણે એક જોરદાર ઝાપટ અમરના ચહેરા ઉપર ફટકારી, એ ઝાપટ વાગતાં જ અમર ફંગોળાઈને છેક બારણા પાસે જઈ પછડાયો.
બરાબર એ જ વખતે હંસાભાભી રસોડામાંથી નીકળીને, પોતાના કમરા તરફ જઈ રહ્યાં હતાં. અમરને ફંગોળાઈને પછડાતો જોઈને, અચરજ સાથે દોડી આવ્યાં.
પણ ત્યારે તો અમર કપડાં ખંખેરીને ઊભો થઈ ગયો હતો.
હંસાભાભીએ મજાક કરતાં કહ્યું, 'અમરભાઈ, આમ અત્યારથી જ ગડથોલા ખાશો તો આગળ જઈને શું કરશો ?'
અમરે સાચી વાતને દબાવતાં કહ્યું, 'ભાભી, હું બહાર નીકળવા જતો હતો ત્યાં ઠોકર વાગી ગઈ.'
'આડા-અવળા જોઈને ચાલીએ તો ઠોકર વાગે જ અમરભાઈ !' હંસાભાભીએ કટાક્ષ કર્યો અને બન્ને જણાં હસી પડયાં. અમર એક નજર રીમા ઉપર નાખીને ચાલ્યો ગયો. હંસાભાભી પલંગ ઉપર પડેલી સાડી જોવામાં પરોવાઈ ગયાં અને રીમા ચૂપચાપ બારીની બહાર તાકવા લાગી.
બીજે દિવસે અમર આવ્યો ત્યારે સહેજ લંગડાતો હતો. રીમાએ ચિંતાભર્યા અવાજે પૂછયું, 'આ તમને શું થયું છે ? આજે કેમ લંગડાતા ચાલો છો ?'
'બધી તારી મહેરબાની છે...!' કહેતાં અમર ખડખડાટ હસી પડયો અને પછી બોલ્યો, 'કાલે તેં એવી જોરદાર ઝાપટ મારી છે કે મારા તો બધાય દાંત હલી ગયા છે. અને જે વખતે પછડાયો એ વખતે તો કંઈ ખબર ન પડી. પણ ઘરે ગયા પછી પથારીમાં પડયો ત્યારે એકએક હાડકું તૂટી ગયું હોય એવી પીડા થતી હતી. હાથ તો જાણે કોઈ પહેલવાની પંજો છે.'
'આ તમે શું કહો છો, મેં કયાં તમને ઝાપટ મારી છે ?'
'સાચે જ...તમે સાચું કહો છો ? મને તો કંઈ ખબર નથી !' રીમાએ અચરજ સાથે પૂછી નાખ્યું.
રીમાને આ પૂછતી જોઈને, અજાણી બનતી જોઈને અમરને પણ નવાઈ લાગી. છતાંય તેણે કહ્યું, 'રીમા, હું સાચે જ તારા સોગંદ ખાઈને કહું છું તેં જ મને ઝાપટ મારી હતી.'
હવે રીમાને ખ્યાલ આવ્યો કે જરૂર ગરબડ થઈ છે. કદાચ પેલા અદૃશ્ય પુરુષે જ એ ઝાપટ મારી હશે. રીમા રડવા જેવી થઈ ગઈ. એની આંખોમાં આંસુ ધસી આવ્યાં. એણે અમરની છાતી ઉપર માથું મૂકતાં ગળગળા અવાજે કહ્યું, 'મને માફ કરી દો અમર, મારાથી અજાણતાં જ એવું થઈ ગયું હશે ! એમાં મારો કોઈ વાંક નથી.'
અમરે રીમાના માથે હાથ ફેરવી એને સાંત્વન આપ્યું. રીમા ચૂપ થઈ ગઈ એ પછી થોડીક વાતો કરીને અમર ચાલ્યો ગયો.
અમર ચાલ્યો ગયો પણ રીમાને બેચેન બનાવી ગયો. રીમાના મનમાં હવે અદૃશ્ય પુરુષ તરફ ઝેર ઘુંટાતું હતું. આજે તો એણે અમરને ઝાપટ મારી, રખેને કાલે કદાચ એનું ગળું ટૂંપી નાખે. આજે રાતે એની સાથે ખુલાસો કરવો જ પડશે.
આજે મોડી રાત સુધી રીમાને ઊંઘ આવી નહીં. એ ચૂપચાપ પલંગમાં પડી પડી પેલા અદૃશ્ય પુરુષની વાટ જોવા લાગી. બરાબર સાડાબારનો એક ટકોરો પડયો ત્યારે બંગલાની પાછળના ભાગમાં કૂતરાનો રડવાનો લાંબો અવાજ સંભળાયો અને એ અવાજ વાતાવરણમાં વિખરાઈ જાય એ પહેલાં તો કમરામાં પેલા વિચિત્ર પીળા ફૂલની ચંપા અને મોગરા જેવી સુગંધ ફેલાઈ ગઈ. રીમાએ મનને મજબૂત કરીને પૂછયું, 'તમે આવી ગયા...?'
'હા, આવી ગયો છું...હું તારા વિના નથી રહી શકતો. હું તારા પ્રેમમાં લગભગ પાગલ જેવો બની ગયો છું.'
'અમરને ઝાપટ મારી હતી...?' રીમાના અવાજમાં સખ્તાઈ હતી.
રીમાને ગુસ્સે ભરાયેલી જોઈને પેલાએ ખુલાસો કર્યો, 'હા, મેં જ એને ઝાપટ મારી હતી. અને મેં તને પહેલાં પણ કહ્યું હતું કે તારા શરીર ઉપર ફકત મારો જ અધિકાર છે. હું જ તારો પ્રેમી છું અને હું જ તારો પતિ છું. તારા શરીરને બીજો કોઈ પુરુષ હાથ લગાવશે તો હું એને ઝાપટ મારીશ, સજા કરીશ, અરે, જરૂર પડશે તો હું એને ખતમ પણ કરી નાખીશ.' કહેતાં એ અદૃશ્ય પુરુષે એક જોરદાર અટ્ટાહાસ્ય કર્યું અને પછી રીમાને પોતાની તરફ ખેંચી લીધી. રીમા એની વાત સાંભળીને ભયથી ધ્રૂજી ઊઠી.
૦૦૦
ઘણા દિવસો પછી ઘણા લાંબા સમય પછી, રીમા પોતાના ઘરની બહાર જવાની હતી. જ્યારે રીમા ભુવનેશ્વરથી પોતાને ગામે પાછી ફરી હતી, ત્યારથી તે કયાંય બહાર નીકળી નહોતી. જ્યારે એની બહેનપણી વાસંતી જીવતી હતી ત્યારે એ વાસંતી સાથે લગભગ દરરોજ ગામમાં એકાદ આંટો મારી આવતી. હવે એ હંસાભાભી સાથે શાક-બકાલું લેવા કે કોઈ કામ માટે બજારે જતી, પરંતુ ખરીદી કરીને તરત પાછી વળતી. ઘણા લાંબા સમયથી એ કોઈ ફિલ્મ જોવા માટે પણ ગઈ નહોતી. જોકે, હજુ વાસંતીના મોતનું દુઃખ એના મનમાંથી પૂરેપૂરું ઓછું થયું નહોતું.
પણ હવે બહાર જવાની-આનંદ માણવાની અને મજા કરવાની તક આવીને ઊભી હતી. રીમાના મામાના દીકરાના લગ્ન હતાં. જોકે, એ મામા સગા નહોતા, પણ સગા મામા કરતાંય વધુ હેત તેઓ રીમા અને મનોજ તરફ રાખતા હતા. અને એમના દીકરાની જાનમાં આખા ઘરને આવવાનું ભારપૂર્વક આમંત્રણ આપી ગયા હતા. પરંતુ આ રીતે આખું ઘર તો જાનમાં જઈ શકે એમ નહોતું. ઘરને બિલકુલ બંધ કરીને, સાવ રેઢું મૂકીને આજ સુધીમાં એ લોકો કયાંય બહાર ગયાં નહોતાં. એટલે બધાએ મળીને એવુ ંનક્કી કર્યું કે, ઘરમાંથી હંસા, એનો ત્રણ વરસનો દીકરો હેમંત અને રીમા એમ ત્રણ જણાએ જાનમાં જવું. રીમા તો આ નિર્ણયથી ખુશખુશાલ થઈ ગઈ હતી. એની ભાભી પણ આનંદમાં આવી ગઈ હતી.
જાન બસમાં ઊપડી. જાનમાં વધારે પડતી સ્ત્રીઓ જ હતી. માત્ર દસ-બાર જેટલા જ પુરુષો હતા. જાનડીઓએ લગ્ન ગીત શરૂ કરી દીધું હતું. બસની આ મુસાફરી ચારેક કલાકની હતી. ચાર કલાક સુધી ગીતો ગાતાં હસતાં અને મજાક કરતાં પસાર થઈ જવાના હતા. રીમા અને એની ભાભી હંસા પણ બીજી સ્ત્રીઓમાં ભળીને આનંદ માણી રહ્યાં હતાં. રીમા તો જાણે બધુંય ભૂલીને આનંદમાં ખોવાઈ ગઈ હતી. એ રાતવાળા પેલા અદૃશ્ય પુરુષને પણ ભૂલી ગઈ હતી. એના ચહેરા ઉપર અત્યારે નિર્દોષ મસ્તી અને આનંદ પથરાઈ ગયાં હતાં. રીમાનો ગુલાબી અને રૂપકડો ચહેરો એ મસ્તી અને આનંદથી વધારે સુંદર દેખાતો હતો. રીમા પોતાની મસ્તીમાં મસ્ત હતી. જોકે, રીમાને ખબર નહોતી કે કોઈક વ્યક્તિ એની ઉપર ચાંપતી નજર રાખી રહી હતી.
પછી..? પછી શું થયું..? અમર સાથે લગ્ન કરીને ઘર વસાવવાના સપના જોતી રીમાનું શું થયું...? રીમાએ એ અદૃશ્ય પુરુષથી કેવી રીતે છુટકારો મેળવ્યો ? શું અમર અને રીમાના લગ્ન થયા...? એ બધું જાણવા માટે 'જંતર મંતર'નો રસભર્યો, રહસ્યોભર્યો ને રોમાંચભર્યો હપતો વાંચવો જ પડશે.
(ક્રમશઃ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૫)
ગમે તેમ પણ હવે એ પુરુષ એની આંખો સામેથી ખસતો નહોતો. જબરો, પડછંદ, મજબૂત પુરુષ... બરાબર એવા જ અદૃશ્ય પુરુષ સાથે દરરોજ રાતના એનું મિલન થતું હતું. એ એને જોઈ શકતી નહોતી. માત્ર અનુભવી શકતી હતી. છતાંય એ ચોક્કસપણે કહી શકે એમ હતી કે પેલો અદૃશ્ય પુરુષ જો સામે હાજર થાય તો આ પુરુષ જેવો જ લાગે.
એ અદૃશ્ય પુરુષની યાદ આવ્યા પછી જ એનું મન મસ્તીથી છલકાઈ ઊઠયું હતું. એના મનમાંથી ડર અને ગભરાટ તો કયાંય દૂર ઊડી ગયાં હતાં. એ પુરુષની યાદ પણ એને ગમતી હતી. એ જાણતી હતી કે, એ અદૃશ્ય પુરુષ કોઈ ભૂત-પ્રેત છે. એના પંજામાંથી છટકી જવું જોઈએ-નીકળી જવું જોઈએ તેમ છતાંય એ મનોમન એમ જ ઈચ્છતી હતી કે એ અદૃશ્ય પુરુષ હંમેશ પોતાની સાથે રહે. હંમેશ પોતાની પાસે રહે અને હંમેશ પોતાના શરીર સાથે જકડાયેલો રહે. એ અદૃશ્ય પુરુષ એની ખીલતી કળી જેવા કોમળ શરીરને કચડી નાખે. રગદોળી નાખે. એનાથી જ એને એક અજબ રોમાંચ અને એક અજબ આનંદનો અનુભવ થતો હતો.
હવે તો ઘણીવાર થઈ ચૂકી હતી. પેલો પુરુષ હજુ પાછો ફર્યો નહોતો. રીમાએ એનો સામાન જોવા માટે નજર ફેરવી. ઉપર કે નીચે કયાંય એનો કોઈ સામાન નહોતો. 'જરૂર એ ચાલ્યો ગયો હશે.' રીમા બબડી, 'એ બીજો કોઈ નહીં પણ દરરોજ રાતે આવનાર પેલો અદૃશ્ય પુરુષ જ હતો.'
કટક સ્ટેશન આવે એની થોડી જ વાર અગાઉ મનોજની આંખ ખૂલી ગઈ. આમ તો છુટક-છુટક બે-ત્રણ વાર એની આંખ ઊઘડી હતી, પણ ઊંઘ ઊડી નહોતી. પણ ત્રણ-ચાર કલાકની ઊંઘ પછી એની ઊંઘ ઊડી ગઈ હતી.
મનોજે આંખો ચોળી, આળસ મરડી, સામાન ઉપર નજર ફેંકીને સામાન તપાસી લીધો. બધો સામાન બરાબર છે એવી ખાતરી થયા પછી એ ઊભો થયો અને બાથરૂમમાં જઈને હાથ-મોઢું ધોઈને તાજો-માજો થઈને પાછો ફર્યો.
થોડી જ વારમાં કટક સ્ટેશન આવ્યું અને બન્ને ભાઈ-બહેન સામાન લઈને ઊતરી ગયાં. પ્લેટફોર્મની બહાર નીકળીને રિક્ષા કરીને બન્ને ઘરે પહોંચ્યાં.
બંગલાના ઝાંપા બહાર રિક્ષા ઊભી રાખીને મનોજે સામાન ઉતાર્યો. એણે ખિસ્સામાંથી પાકીટ કાઢીને ભાડું આપવા માટે પૈસા કાઢયાં ત્યાં જ અચાનક રીમા થથરી ઊઠી. એના શરીરમાં વીજળી ફરી વળી. પેલો ટ્રેનવાળો અજાણ્યો પુરુષ હાથમાં પીળું ફૂલ ફરકાવતો ત્યાંથી પસાર થયો. એ ધારદાર નજરે એકીટસે રીમાને જોઈ રહ્યો હતો. રીમાના નાકમાં પેલા ફૂલની ચંપા અને મોગરા જેવી સુગંધ ઘૂસી ગઈ.
ગભરાટ અને ડર હોવા છતાંય રીમાએ એને ધ્યાનથી જોવાનો પ્રયત્ન કર્યો. એ પુરુષના પગના અને હાથના પંજા બરાબર ઠીક હતા. લાઈટના અજવાશમાં એનો પડછાયો જમીન ઉપર બરાબર પડતો હતો.
પગ અને પડછાયો જોયા પછી રીમાના મનનો ફફડાટ આપોઆપ ઓછો થઈ ગયો. એને મનોમન એવી ખાતરી થઈ ગઈ કે, આ પુરુષ કોઈ ભૂત કે પ્રેત નથી જ.
એ પુરુષ ત્યાંથી પસાર થઈ ગયો. ત્યારબાદ હિંમત કરીને રીમાએ એની પીઠ જોવા માટે આંખો ઊંચી કરી...પણ એની પીઠ ઉપર નજર પડતાં જ... રીમાનું માથું ફરી ગયું...એને ચક્કર આવ્યા હોય કે ગમે તે થયું હોય પણ એ સહેજ ઝૂમીને ગડથોલિયું ખાઈને જમીન ઉપર ઢળી પડી. પણ પછી તરત જ સ્વસ્થ થઈને એ ઊભી થઈ ગઈ હતી.
રીમાને નીચે પડી ગયેલી જોઈને ગભરાટથી મનોજ એને ઊભી કરવા માટે ઝૂકયો. પણ રીમાને એની મદદની જરૂર પડી નહીં. મનોજે એને પૂછયું પણ ખરું, 'શું થયું રીમા ?' મનોજના અવાજમાં પણ ગભરાટની ઝલક હતી.
રીમાએ કપડાં ખંખેરતાં જવાબ વાળ્યો, 'કંઈ નથી, સહેજ ચક્કર આવી ગયાં.' રીમાના અવાજમાં પણ ગભરાટ ચોખ્ખો વર્તાતો હતો. પણ એ ગભરાટ મનોજ સમજી શકયો નહીં. રીમાના ચહેરા ઉપરનો પરસેવો પણ મનોજ અંધારામાં જોઈ શકયો નહીં. એ રીમાને ધરપત આપતાં બોલ્યો, 'આખા દિવસનો થાક છે એટલે એવું થયું હશે.'
રિક્ષાવાળો ચાલ્યો ગયો. મનોજે ઝાંપો ઉઘાડયો અને બન્ને ભાઈ-બહેન સામાન ઊંચકીને બંગલામાં પહોંચી ગયાં. રીમા તો ખૂબ થાકેલી હતી એટલે પથારીમાં પડતાંવેંત જ ઊંઘી ગઈ.
સવારે રીમા જાગી ત્યારે કંઈક ઠીક હતી. થાક ઊતરી ગયો હોય એમ શરીરમાં તાજગી જેવું લાગતું હતું. એ ઝડપથી નાહી-ધોઈને પરવારી ગઈ. અને પછી પોતાના ભાઈની વહુ હંસાભાભી પાસે રસોડામાં પહોંચી ગઈ.
મનોજનો સ્વભાવ તો સારો જ હતો. પણ મનોજ કરતાંય હંસાભાભીનો સ્વભાવ વધારે મીઠો હતો. હંસાભાભી સાથે રીમાને ખૂબ બનતું. બન્ને નંદણ-ભોજાઈ કરતાંય બે બહેનપણીઓ હોય એમ વાતચીત કરતી.
રીમાને એમ હતું કે, ભાભી વાસંતી વિશે પૂછપરછ કરશે. એટલે એણે સામેથી જ હંસાભાભીને કહેવા માંડયું, 'ભાભી, વાસંતીને એકાએક શું થઈ ગયું એ જ મને સમજાતું નથી.'
હંસાભાભીએ રીમાને માથે હાથ ફેરવી ખૂબ ગંભીરતાથી જવાબ આપ્યો, 'રીમા, તું એ બધી જ વાત ભૂલી જા. જો એ બધું યાદ રાખીશ અને મન ઉપર લઈશ તો તું જ માંદી પડી જઈશ.' પછી હળવેકથી નિસાસો નાખતાં તેમણે ઉમેર્યું, 'વાસંતી સરસ છોકરી હતી. પરંતુ મોત અને જિંદગી માણસના હાથની વાત નથી. ભગવાનને જે ગમ્યું તે ખરું. તું આમ જીવ બાળ્યા કરીશ તો વાસંતી પાછી જીવતી થવાની નથી. ઊલટાની તું માંદી પડી જઈશ.' કહેતાં ભાભીએ વાતને બીજે પાટે ચડાવી અને સંસારની, વહેવારની, મનોજની અને પોતાના ત્રણ વરસના દીકરા હેમંતની વાતો કરવી ચાલુ કરી, રીમા પણ ભાભી સાથેની વાતોમાં વાસંતીને ભૂલી ગઈ.
બપોરે જમી-પરવારીને રીમાએ પોતાના કમરામાં સામાન ગોઠવવા માંડયો. બંગલામાં ઘણા બધા કમરાઓ હતા. એમાંનો એક અલગ કમરો વરસોથી રીમા વાપરતી હતી. એ કમરામાં રીમાએ પોતાનો બધો સામાન ગોઠવ્યો. સામાન ગોઠવવામાં મદદ કરતાં હંસાભાભીએ હસતાં-હસતાં મીઠી ટકોર પણ કરી, 'રીમા, તું ભલેને મહેનત કરીને સામાન ગોઠવે, પણ થોડા જ દિવસ પછી બધો સામાન સંકેલી લેવો પડશે.'
ભાભીની ટકોર રીમાને સમજાઈ નહીં એટલે એણે અચરજભરી નજરે ભાભી સામે જોયું, ત્યારે ભાભીએ ખુલાસો કર્યો, 'રીમા, ગમે તેમ તોય દીકરી પારકું ધન છે. બાપુજી હવે તારા હાથ જલદી પીળા થઈ જાય તેની ચિંતામાં છે.'
ભાભીની વાત સાંભળીને રીમા લજાઈને નીચું જોઈ ગઈ.
એ જ રાતે જમ્યા પછી રીમા ભાભી પાસે બેઠી હેમંતને રમાડતી રહી. વાતો કરી કરીને થાકી ત્યારે રીમા પોતાના કમરામાં જવા ઊભી થતાં બોલી, 'ભાભી, આપણી વાતો તો ખૂટવાની નથી. પણ ત્યાં મનોજભાઈ તમારી વાટ જોતા હશે.'
જવાબમાં હંસાભાભી મીઠું મલકી, રીમા પોતાના કમરામાં ગઈ. કબાટમાંથી એક પુસ્તક કાઢીને, પલંગમાં પડી અને પુસ્તકનાં પાનાં ઉથલાવવા લાગી. પુસ્તકનાં પાનાં ઉથલાવતાં ઉથલાવતાં જ રીમાની આંખ કયારે મીંચાઈ ગઈ તેની એને ખબર ન રહી.
અચાનક રીમાની આંખ ઊઘડી ત્યારે જ બરાબર ઘડિયાળમાં એક ડંકો પડયો. કેટલા વાગ્યા છે, એ જોવા માટે રીમાએ ડોક ઊંચી કરીને, ઘડિયાળ તરફ જોયું. બરાબર સાડા બાર વાગ્યા હતા. ઘડિયાળ ઉપરથી નજર પાછી ખેંચતાં જ એ ડરી ગઈ. સામેની બારી ઉપર બે મોટી આંખો તગતગાવતો એક મોટો બિલાડો બેઠો હતો. રીમા એને જોઈ ધ્રુજી ગઈ. એને ભગાડવા માટે એણે બાજુની ટીપોઈ ઉપર પડેલો પાવડરનો ડબ્બો ઉઠાવીને એ બિલાડા તરફ ફેંકયો.
એ ડબ્બો બિલાડાને વાગે એ પહેલાં જ બિલાડો એક તીખી ધારદાર નજર રીમા ઉપર ફેંકીને મિયાઉં-મિયાઉં કરતો બારીમાંથી બહારની તરફ કૂદી ગયો. પાવડરનો ડબ્બો જમીન ઉપર પછડાયો અને શેરડીનો સાંઠો વચ્ચેથી બટકી જાય એમ બટકી ગયો. બારીમાંથી આવતી હવાની લહેરખી સાથે ઊડેલો પાવડર ધુમાડાની જેમ કમરામાં ફેલાવા લાગ્યો.
રીમાએ એ તરફ કંઈ ધ્યાન આપ્યા વિના આંખો મીંચી લીધી. આંખો મીંચતાં જ રીમાને લાગ્યું કે કમરામાં પેલા અજબ પીળા ફૂલની ચંપા અને મોગરા જેવી સુગંધ ફેલાઈ ગઈ છે. વાતાવરણ મદમસ્ત બની ગયું છે. બીજી જ પળે રીમાને લાગ્યું કે પેલો અદૃશ્ય પુરુષ એની પાસે આવી પહોંચ્યો છે અને હળવે-હળવે એના શરીરને પોતાના મજબૂત શરીર સાથે જકડવા લાગ્યો છે. રીમાએ હળવેકથી એના કાન પાસે પોતાનું મોઢું લઈ જઈને પૂછયું, 'તમે અહીં પણ આવી ગયા ?'
'હા, મેં તને અગાઉ પણ કહેલું છે કે, તું ત્યાં જઈશ ત્યાં હું આવીશ. અને આજે ફરી તને કહી દઉં કે તું જ્યાં જઈશ ત્યાં હું પણ તારી સાથે જ રહીશ.'
રીમાના મનમાં આ સાંભળીને એક પ્રકારનો રોમાંચ થયો. એણે ફરી પેલાને પૂછયું, 'ગઈકાલ રાતે ટ્રેનમાં મારી સાથે પીળું ફૂલ લઈને તમે જ બેઠા હતા ?'
પેલા અદૃશ્ય પુરુષે રીમાની વાતનો કોઈ જવાબ ન આપ્યો. રીમાના કાને માત્ર એના હસવાનો અવાજ સંભળાયો. સાથોસાથ એણે પોતાના શરીર ઉપર વધુ પડતી ભીંસ અનુભવી. એણે પોતાના શરીરને છૂટું મૂકીને, એ મજબૂત પુરુષને હવાલે કરી દેતાં કહ્યું, 'તમે મારી સામે કેમ આવતાં નથી ? આ રીતે ટ્રેનમાં સામે આવી શકો છો અને અહીં....!' રીમા આગળ કંઈ બોલી શકી નહીં. પેલાએ રીમાના મોસંબીની ચીરી જેવા રસભર્યા હોઠ ઉપર પોતાના જાડા, ગરમા ગરમ હોઠ મૂકી દીધા હતા.
ત્યારબાદ રીમા કંઈ બોલી શકી નહીં. કંઈ પૂછી શકી નહીં. એ મજબૂત પુરુષમાં ખોવાઈ ગઈ. એક અજબ આનંદ અને એક અજબ રોમાંચ એના શરીર ઉપર છવાઈ ગયો.
સવારે રીમા જાગી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. હંસાભાભી એને બે-ત્રણ વાર જગાડવા આવી ચૂકી હતી. રીમા નાહી-પરવારીને રસોડામાં પહોંચી ત્યારે બટેટાં ઉપરથી છાલ ઉતારતાં હંસાભાભીએ એને પૂછયું, 'કેમ નણંદબા, કંઈ બહુ ઊંઘ આવવા માંડી છે ને શું ?'
રીમાએ બે હાથ ઊંચા કરીને, એક માદક અંગડાઈ લેતાં કહ્યું, 'ભાભી, ઊંઘની તો વાત ન કરો. આજકાલની રાતો તો ખૂબ મસ્તીથી વીતે છે.'
'કેમ, પ્રિયતમનાં સપનાંઓ આવે છે ?'
ભાભીનો સવાલ સાંભળીને રીમા સહેજ શરમાઈ પછી બોલી, 'ભાભી, પ્રિયતમનાં સપનાં નહીં પણ પ્રિયતમ જાતે જ આવે છે. સાચું ભાભી, આવો આનંદ, આવી મોજ અને આવો રોમાંચ મેં કદી અનુભવ્યો નથી.'
ભાભીને રીમાની વાતમાં કંઈ સમજ ન પડી. છતાંય એ બોલી, 'રીમા, એ તો અત્યારે તારી ઉંમર એવી છે એટલે એવું જ લાગે.' અને પછી હળવું હસીને ઉમેર્યું, 'નણંદબા, બસ થોડાક દિવસ ખમી જાવ. તમારું ચોકઠું હવે બેપાંચ દિવસમાં જ ગોઠવાઈ જવાનું છે. સગાઈ પતી જાય એટલે બે-ત્રણ મહિનામાં જ લગ્ન પણ પતાવી દેવાના છે, એમ બાપુજી તમારા ભાઈને કાલે કહેતા હતા.'
'તમેય ભાભી...!' કહેતાં રીમાએ ભાભીની ગોરી કમ્મર ઉપર ચૂંટી ભરી લીધી અને પછી બેય નણંદ-ભોજાઈ એકીસાથે ખડખડાટ હસી પડી અને ત્યારબાદ ઝડપથી રસોઈના કામમાં ડૂબી ગઈ.
બરાબર એ જ રાતે બાર ને પાંત્રીસ મિનિટે રીમાની આંખ અચાનક ઊઘડી ત્યારે એના કમરામાં જોરદાર બફારો લાગતો હતો. કંઈક ગભરામણ પણ એ અનુભવતી હતી. એકાએક એને ખ્યાલ આવ્યો કે, ગઈકાલે રાતે બિલાડો બારી ઉપર આવીને બેસી ગયો હતો. એટલે એણે આજે બારી બંધ કરી દીધી હતી. પવન આવે અને ગભરામણ અને બફારો દૂર થાય એટલા માટે એણે બારી ઉઘાડવાનો વિચાર કર્યો. હળવે પગલે ચાલતી એ બારી પાસે પહોંચી. બારીની આંકડી ચોંટી ગઈ હતી. રીમાએ જોર કરીને બારી ખેંચવા માંડી. ખૂબ જોર કર્યા પછી એક ઝાટકા સાથે બારી ઊઘડી ગઈ અને જેવી બારી ઊઘડી કે તરત જ એના કમરામાં પેલા અજબ પીળા ફૂલની ચંપા અને મોગરા જેવી સુગંધ ભરાઈ ગઈ. બારી બહારથી જાણે એ સુગંધનું એક મોજું આવીને રીમાના ચહેરા ને શરીર સાથે અથડાયું હતું અને બીજી જ પળે રીમા પેલા મજબૂત અને અદૃશ્ય પુરુષના શરીર સાથે જકડાઈ ગઈ હતી.
એ પુરુષે રીમાને હળવેકથી એક નાજુક ફૂલની જેમ ઉઠાવી લીધી. અને પછી રીમાને પલંગ ઉપર લઈ જઈને મૂકી દેતાં પૂછયું, 'શું તારી સગાઈની તૈયારીઓ ચાલે છે ?'
અચરજ સાથે રીમાએ પૂછયું, 'તમને કેવી રીતે ખબર પડી ?'
પેલો અદૃશ્ય પુરુષ મોટેથી હસી પડયો. પછી બોલ્યો, 'તારા વિશે મને બધી ખબર પડતી જ રહે છે. મારાથી કંઈ છુપું રહી શકતું નથી.' અને પછી અવાજને કડક કરીને, હુકમ આપતો હોય એમ બોલ્યો, 'તારે સગાઈ કરવાની નથી અને ઘરમાં પણ તારે ચોખ્ખી ના પાડી દેવાની છે.'
રીમાએ એની વાતથી ચોંકીને પૂછયું, 'પણ એવું શા માટે?'
'હું તને પ્રેમ કરું છું એટલે.' પછી રીમાને સમજાવતો હોય એમ બોલ્યો, 'હું તને શું નથી આપી શકતો? તને વગર લગ્ને પણ શરીરસુખ આપું છું, તું મારી છો. તારે પરણવાની કંઈ જરૂર નથી.' છેલ્લે હળવે રહીને એણે ઉમેર્યું, 'હું કોઈ પણ પુરુષને તારી કાયા ઉપર હાથ નહીં મૂકવા દઉં.'
એ અદૃશ્ય પુરુષની વાતો સાંભળીને રીમા ડરી ગઈ. ભયથી ફફડી ઊઠી. એને હવે મનોમન પાકી ખાતરી થઈ ગઈ કે, એ અદૃશ્ય અને મજબૂત પુરુષ ખરેખર કોઈ ભૂત-પ્રેત જ છે. રીમા મનોમન ફફડી ઊઠી. ડરને કારણે એના શરીરમાંથી ભયની ધ્રુજારીઓ પસાર થવા લાગી. પરંતુ એ મજબૂત પુરુષ પાસે એ કંઈ કરી શકે એમ નહોતી. ચુપચાપ એને પોતાનું શરીર સોંપી દેવા સિવાય છૂટકો નહોતો. રીમાએ પોતાનું ફૂલ જેવું કોમળ શરીર ઢીલું મૂકી દીધું. અને આંખો મીંચી દીધી. અને એ અદૃશ્ય પુરુષ એના શરીર ઉપર તૂટી પડયો.
પછી....? પછી શું થયું....? રીમાએ એ અદૃશ્ય પુરુષથી કેવી રીતે છુટકારો મેળવ્યો? રીમાના મમ્મી-પપ્પાનું શું થયું? એમણે પોતાની દીકરીને આ મુસીબતમાંથી છુટકારો અપાવવા શું કર્યું? એ બધું જાણવા માટે 'જંતર મંતર'નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો આવતો હપતો વાંચવો જ પડશે.
(ક્રમશઃ)
- એચ.એન. ગોલીબાર
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૪)
રીમા વાસંતી તરફ જ આગળ વધી રહી હતી. વાસંતી ન તો ચિલ્લાઈ શકતી હતી કે ન તો મદદ માટેની કોઈ બૂમ મારી શકતી હતી. એનામાં અત્યારે કોઈ તાકાત જ રહી નહોતી. એનું આખું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું હતું. એનું શરીર ભયથી ધ્રૂજી રહ્યું હતું. એની આંખો પણ ફાટવા લાગી હતી. એનું હૃદય તો ઉછળીને હમણાં બહાર નીકળી જશે અથવા ફાટી જશે એ રીતે જોરશોરથી ધ્રૂજી રહ્યું હતું. વાતાવરણમાં પણ સન્નાટો હતો અને પળે-પળે ભયંકર બનતા ચહેરાવાળી રીમા એની તરફ વધુ ને વધુ આગળ વધતી જતી હતી.
વાસંતી રીમાને આગળ વધતી રોકવા માટે પોતાનો હાથ લાંબો કરીને, ઈશારો કરી રહી હતી. હળવો પગલાં ભરતી રીમા હવે એની સાવ નજીક આવી ગઈ હતી. અને ઢીંચણ વાળીને બેસી ગઈ હતી. અત્યારે એનો ચહેરો વધારે ભયંકર બની ગયો હતો.
રીમાના ભયંકર ચહેરા ઉપર દાઢી-મૂછ ફૂટી નીકળી હતી. એના ઉપરના બે દાંત લાંબા થઈને બહાર નીકળ્યા હતા. એ લાંબા દાંત તિકમ જેવા ધારદાર હતા.
રીમાએ પોતાનો હાથ અદ્ધર કર્યો. રીમાના હાથની આંગળી પરના નખ લાંબા અને ધારદાર થયા અને હળવે હળવે રીમાએ પોતાનો હાથ વાસંતી તરફ લાંબો કર્યો.
ડરથી એક ચીસ પાડીને વાસંતીએ આંખો મીંચી દીધી. પણ રીમાએ પોતાના એ ધારદાર-લાંબા નખવાળા પંજા ઠંડે કલેજે વાસંતીના ગળામાં ઘોંચી દીધા. એમાંથી તાજા તાજા, લાલ લાલ અને ગરમાગરમ લોહીની ધારાઓ છૂટી. રીમાએ હળવેકથી પોતાનો ચહેરો નમાવીને પોતાના પ્યાસા હોઠ વાસંતીની ગરદન ઉપર મૂકી દીધા.
૦૦૦
રીમા ચૂપચાપ ઉદાસ-ઉદાસ બેઠી હતી. વાસંતીના અણધાર્યા અને ક્રૂર મોતથી એ અવાચક બની ગઈ હતી. એ મોત કેવી રીતે થયું ? કયારે થયું ? એ કંઈ જ એની સમજમાં આવતું નહોતું.
સવારે આખીય હોસ્ટેલમાં આ મોતની ખબર આગની જેમ ફેલાઈ ગઈ હતી. આખાય વિસ્તારમાં વાસંતીના મોતની ખબરથી અરેરાટી ફેલાઈ ગઈ હતી. હોસ્ટેલના સંચાલકો અને વ્યવસ્થાપકો પણ દોડી આવ્યાં હતાં. પોલીસ પણ આવી હતી. પોલીસે વાસંતીની લાશને હૉસ્પિટલમાં મોકલી આપી હતી.
હોસ્ટેલના સંચાલકોએ અને પોલીસે પોતપોતાની રીતે રીમાને પૂછપરછ કરી હતી. પોલીસે તો રીમાની ઊલટતપાસ પણ કરી હતી. પણ રીમા કંઈ જ જાણતી નહોતી. એ આ ઘટનાથી બિલકુલ બેખબર જ હતી.
વાસંતી જેવી, સગી બહેન કરતાં પણ વધુ વહાલી બહેનપણીના અચાનક મોતથી એને ખૂબ આઘાત લાગ્યો હતો. અને એ આઘાતને કારણે એ અવાચક બની ગઈ હતી. એનું મન અને મગજ બન્ને ગુમસુમ બની ગયાં હતાં. ખરેખર શું બની ગયું છે ? એ એને સમજાતું નહોતું. વાસંતીના અચાનક મોતની વાત પણ એ માની શકે એમ નહોતી. વળી. આ એક સામાન્ય મોત નહોતું. એ એક ખૂનનો કિસ્સો હતો. કોઈકે એનું ગળું દબાવીને, એમાંથી માંસના લોચા કાઢી નાખ્યા હતા. એના ફાટેલા ડોળામાંથી ભય ડોકાતો હતો. વાસંતીને મરેલી જોયા પછી રીમા ધ્રુસકે-ધ્રુસકે ચોધાર આંસુએ રડી હતી. રડી-રડીને એની આંખો લાલચોળ થઈ ગઈ હતી. હવે એ ગુમસુમ બનીને ઉદાસ-ઉદાસ એક તરફ બેઠી હતી.
વહેલી સવારે જ સંચાલકોએ વાસંતીના મા-બાપને તાર કરીને ખબર આપી દીધી હતી. ખબર પડતાં જ વાસંતીના મા-બાપ અને એમની સાથે રીમાનો ભાઈ મનોજ પણ આવી પહોંચ્યો હતો.
જોકે, વાસંતીનું મોત થયું છે એ વાતની એના મા-બાપને અહીં આવ્યા પછી જ ખબર પડી હતી. પોતાની દીકરીનું આવું ક્રૂર રીતે મોત થયેલું જોઈને વાસંતીના મા-બાપ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડયાં. ગમે તેટલું રડવા છતાંય વાસંતી હવે તેમને મળે એમ નહોતી.
વાસંતી હવે સદાને માટે બધાને છોડીને ચાલી ગઈ હતી.
છેક મોડી સાંજે હૉસ્પિટલમાંથી વાસંતીની લાશ મળી, પોલીસે કાગળિયાં કર્યાં અને એ જ રાતે વાસંતીની લાશ સાથે એમ્બ્યુલન્સમાં વાસંતીનાં મા-બાપ પોતાને ગામ કટક જવા રવાના થયા.
વાસંતીના મોતથી મનોજ ડઘાઈ ગયો હતો. રીમાની હાલત પણ સારી નહોતી. એ હવે પોતાની બહેનને અહીં એકલી છોડવા માંગતો નહોતો. એટલે એ જ રાતે રીમાને લઈને કટક જવા માટે ટ્રેનમાં બેસી ગયો.
ટ્રેનમાં ખાસ કંઈ ભીડભાડ હતી નહીં એટલે નિરાંતે બેસવાની જગ્યા મળી ગઈ. ટ્રેનમાં બેઠાં પછી મનોજે નિરાંતનો દમ લીધો. આજે વહેલી સવારે જ તાર મળતા એ વાસંતીના મા-બાપ સાથે નીકળ્યો હતો. અને આખા દિવસની દોડભાગથી એ થાકીને લોથ થઈ ગયો હતો. હવે ટ્રેન ઉપડે એટલે એકાદ ઊંઘ લઈ લેવાશે એવું એને લાગતું હતું. મનોજની જેમ રીમા પણ થાકેલી હતી. પરંતુ એની આંખોમાં ઊંઘ નહોતી. એને વારેઘડીએ વાસંતી યાદ આવી જતી હતી. વાસંતીનો ભલો અને ભોળો ચહેરો યાદ આવી જતો હતો. એ ચૂપચાપ બારી પાસે બેસીને બારીની બહાર જોઈ રહી હતી.
બરાબર સાડા અગિયાર વાગે ટ્રેન ઉપડી. ટ્રેને સ્ટેશન છોડયું અને માંડ થોડીકવાર થઈ હશે ત્યાં મનોજે બેઠાં-બેઠાં જ આંખો મીંચી દીધી. રીમા ચુપચાપ બારીની બહાર અંધારામાં દોડતી ગાડીના પડછાયાને એકીટસે જોઈ રહી.
થોડી થોડી વારે રીમાનું ધ્યાન ડબ્બાની અંદર પણ ખેંચાઈ આવતું. મોટા ભાગના મુસાફરો નિરાંતે ઊંઘી રહ્યા હતા. પાછળના ભાગમાં કોઈ બે મુસાફરો ધીમા, દબાયેલા અને ન સમજાય એવા અવાજે વાતે વળગ્યા હતા. રીમાની બરાબર સામેની સીટ ઉપર એક કદાવર પુરુષ બેઠો હતો. એણે માથે હેટ જેવી ટોપી પહેરી હતી. અને ચૂપચાપ છાપું વાંચવામાં તલ્લીન હતો. એ સિવાય બધું જ શાંત હતું અને ટ્રેન એક પછી એક સ્ટેશન વટાવતી પૂરપાટ દોડી રહી હતી.
એક ઝાટકા સાથે અચાનક ગાડી ઊભી રહી ગઈ. રીમાએ હળવેકથી માથું બહાર કાઢીને એન્જિન તરફ નજર નાખી. નજીકમાં કોઈ સ્ટેશન હોય એમ એને લાગ્યું નહીં. ગાડી અધવચ્ચે જ કયાંક રોકાઈ ગઈ હતી. બહાર ઘેરા અંધકાર સિવાય કંઈ જ નહોતું. પવનના સૂસવાટા પણ વધુ પડતા ધારદાર અને વધુ પડતા ઠંડા હતા. રીમાએ પોતાની સુરાહીદાર ગરદન અંદર ખેંચીને, શરીર સંકોચી લીધું. ઠંડીને કારણે બારી બંધ કરવાની ઈચ્છા હોવા છતાંય એણે બારી બંધ કરી નહીં. એક હળવું બગાસું ખાઈને એણે પોતાની કાંડા ઘડિયાળ ઉપર નજર નાખી. બરાબર બાર વાગીને પાંત્રીસ મિનિટ થઈ હતી. એને યાદ આવ્યું કે, બરાબર આ જ સમયે એની હોસ્ટેલ પાસેથી દરરોજ એક ટ્રેન પસાર થતી હતી.
કાંડા ઘડિયાળ ઉપરથી સરકીને એની નજર સામેની સીટ ઉપર બેઠેલા પુરુષના હાથમાંના છાપા ઉપર પડી.
પહેલા પાને ફોટા સાથે મોટા-મોટા ટાઈપોમાં તોફાનના સમાચારો છપાયા હતા. એ સમાચાર વાંચવાનું શરૂ કરે ત્યાં જ છાપું એક તરફ સરકી ગયું. અને એ પુરુષની આંખો એની આંખો સાથે ટકરાઈ.
રીમાએ સહેજ સંકોચાઈને પોતાની આંખો ઝૂકાવી લીધી. પણ પેલા પુરુષની આંખો એના ચહેરા ઉપર ચોંટી રહી. રીમા એ પુરુષ તરફ જોતી નહોતી છતાંય એને લાગતું હતું કે એ પુરુષ એની આંખોથી પોતાના ચહેરાને પંપાળી રહ્યો છે.
રીમાને મનોમન એ પુરુષ તરફ નફરત જાગી. ઊભી થઈને એક જોરદાર તમાચો એ પુરુષને મારવાની ઈચ્છા થઈ આવી. પણ પછી એણે પોતાનું મન મક્કમ કરી લીધું. કલાક-બે કલાકનો જ સવાલ છે, કયાં એ કાયમ માટે બેસી રહેવાનો છે ? એમ વિચારીને રીમાએ બારીની બહાર નજર કરી.
બહાર પવનના સૂસવાટા વધુ ધારદાર બન્યા હતા. પવનની ઠંડીથી એના ગાલ અને ચહેરો દાઝી ગયા હોય એમ એણે પોતાની ડોક પાછી ખેંચી. એ સાથે જ એની નજર પેલા પુરુષ ઉપર પડી. એ પુરુષ હજુ પણ એને એકીટસે તાકતો જોઈને રીમા ગુસ્સાથી ધૂંઆ-પૂંઆ થઈ ગઈ. રીમા એ પુરુષને કંઈ કહે, મનોજને જગાડે અથવા તો પોતાની નજર ફેરવી લે એ પહેલાં એ પુરુષે પોતાના ખિસ્સામાં હાથ નાખીને એક ફૂલ બહાર કાઢયું.
એ ફૂલ જોતાં જ રીમા ચોંકી ગઈ. આ એ જ પેલું પીળું ફૂલ હતું. આવું જ ફૂલ રીમાએ કાંટાની વાડમાંથી તોડયું હતું. અને ત્યારથી જ કોઈક અજાણી શક્તિએ એના ઉપર કબજો જમાવ્યો હતો. વાસંતી એને કહેતી હતી કે, કોઈ ભૂત-પ્રેતના પંજામાં રીમા ફસાઈ છે. અને એને પોતાને પણ એમ જ લાગતું હતું. એ ભૂત-પ્રેતે જ કદાચ વાસંતીને ખતમ કરી હશે. વાસંતી હંમેશાં પોતાને સલાહ અને શિખામણ આપ્યા કરતી હતી. એ ભૂત-પ્રેતથી રીમાને દૂર રાખવા માટે પ્રયત્નો કરતી હતી. અરે, રીમાને ભૂત-પ્રેત પરેશાન ન કરે એટલા માટે તો વાસંતીએ એને પોતાની રૂમમાં સાથે રાખી હતી. પણ એ વાસંતી ખતમ થઈ ગઈ.
અચાનક રીમાને એ અજાણી શક્તિના શબ્દો યાદ આવી ગયા, એ હંમેશાં રાતે કહેતો, 'આપણને હવે કોઈ અલગ કરી શકશે નહિ. આપણને અલગ કરવાનો પ્રયત્ન કરશે એને હું ખતમ કરી નાખીશ.'
અચાનક ટ્રેન એક જોરદાર આંચકા સાથે ઊપડી અને રીમાનું ધ્યાન પેલા પુરુષ તરફ ખેંચાઈ ગયું, એ પુરુષના હાથમાંના પીળા ફૂલની ચંપા અને મોગરા જેવી તેજ સુગંધ કયારનીય રીમાના નસકોરાંમાં ઘૂસી ગઈ હતી. એ ફૂલ હજુ હમણાં જ ખિલ્યું હોય એમ લાગતું હતું.
વાસંતીનું મોત, પેલી અજાણી શક્તિની યાદ અને પીળા ફૂલવાળા પુરુષને જોઈને રીમા ધ્રુજવા લાગી હતી. એના શરીરમાંથી વીજળીના લીસોટા પસાર થઈ રહ્યા હતા. રીમાને લાગ્યું કે, એ હમણાં ઉછળીને બારીમાંથી કૂદી પડશે. અથવા તો બેભાન થઈને ઢળી પડશે. પણ એવું બને એ પહેલાં જ એ બાજુમાં નિરાંતે નસકોરાં બોલાવતા પોતાના ભાઈ મનોજને જગાડવા માંગતી હતી. પણ રીમા મનોજને જગાડે એ પહેલાં જ એ ફૂલવાળો પુરુષ ઊભો થયો.
રીમાએ ઝડપથી નજર ફેરવી લીધી. બારીની બહાર જોતાં જ એને લાગ્યું કે ટ્રેન ખૂબ ઝડપે, પૂરપાટ દોડી રહી હતી. અત્યાર સુધી ટ્રેન જે રીતે દોડતી હતી એના કરતા બમણી ઝડપે ટ્રેન દોડી રહી હતી. રીમાનો ગભરાટ ઓછો થવાને બદલે વધી ગયો. આટલી બધી ઝડપે દોડતી ટ્રેનમાંથી પોતે કૂદી પડે તો...! ? એક ભયાનક વિચારથી જ તે થરથરી ઊઠી. એની નજર ફરી પાછી વળી. પેલો ઊભો હતો. એની ધારદાર નજર રીમા ઉપર જ હતી. એની આંખો સાથે રીમાની આંખો ટકરાતાં જ ફરી એકવાર રીમા કંપી ઊઠી.
હવે રીમા માટે આ વાતાવરણ ભયાનક બની ગયું હતું. એણે એ વાતાવરણમાં છૂટકારો મેળવવા આંખો મીંચી લીધી. પણ એ એટલી બધી ગભરાયેલી અને ડરી ગયેલી હતી કે વધુ વાર આંખો બંધ રાખી શકી નહીં. એણે જ્યારે આંખો ઉઘાડી ત્યારે પેલો પુરુષ ત્યાંથી ચાલ્યો ગયો હતો. રીમાએ છુટકારાનો દમ ખેંચ્યો. છતાંય થોડીકવારમાં એ પુરુષ પાછો આવીને, સામેની સીટ ઉપર બેસી જશે એવી બીક તો હજુ હતી જ.
રીમા થોડીકવાર પોતાની છાતી ઉપર હાથ દબાવીને ચૂપચાપ બેસી રહી. એનું હૃદય જોરજોરથી ધડકી રહ્યું હતું. એને હાંફ ચડી હોય એમ એની છાતી જોશથી ઉછળી રહી હતી. એના ચહેરા ઉપરથી પરસેવો રેલા બનીને એના ગળા તરફ ઊતરી રહ્યો હતો. ડર અને ગભરાટ સાથે એ અકળામણ પણ અનુભવી રહી હતી. છતાંય થોડીકવાર છાતી દબાવીને બેઠા પછી એને કંઈક રાહત જેવું લાગ્યું. રૂમાલથી એણે ચહેરા અને ગળા પરનો પરસેવો લૂછી નાખ્યો. પેલા ફૂલની મોગરા અને ચંપા જેવી સુગંધ પણ હવે ઓછી થઈ ગઈ હતી. રીમાએ મન મજબૂત કર્યું. વોટરબેગમાંથી પાણી કાઢીને પીધું અને પછી એ પગ સરખા કરીને નિરાંતે બેઠી.
ઘણીવાર થઈ ગઈ છતાંય પેલો પુરુષ પાછો ન આવ્યો. રીમાને લાગ્યું કે કદાચ એ નહીં આવે. એ ઊતરી ગયો હશે. પણ પછી તરત જ એને યાદ આવ્યું કે, રસ્તામાં કોઈ સ્ટેશન આવ્યું જ નથી. એ ઊતરે કેવી રીતે? એ કેમ પાછો નહીં આવ્યો હોય? એ દરવાજા પાસે ઊભો રહી ગયો હશે ? એ બાથરૂમમાં ગયો હશે? એ કોણ હશે ? એવા એવા વિચારો કર્યા પછી એને સહુથી મહત્ત્વનો વિચાર છેક છેલ્લે આવ્યો. પેલું ફૂલ એ કયાંથી લાવ્યો હશે? બરાબર એવું જ પીળું ખિલેલું ફૂલ એણે કાંટાની વાડમાંથી તોડયું હતું. એની સુગંધ પણ એવી જ હતી.
એકાએક રીમાના મગજે એક જબરો આંચકો ખાધો, એને યાદ આવ્યું. રાતના પેલો અદૃશ્ય પુરુષ હંમેશાં એને કહેતો હતો, 'રીમા, હવે આપણે કદી અલગ થઈશું નહીં. તું જ્યાં જઈશ ત્યાં હું આવીશ.'
રીમા ફરી ભયથી ધ્રુજી ઊઠી. એનું હૃદય ફફડી ઊઠયું. એને વિચાર આવ્યો, 'તો શું આ પુરુષ એ જ પેલો રાતવાળો અદૃશ્ય પુરુષ હશે? શું એ ખરેખર ભૂત કે પ્રેત હશે?
બીજી જ પળે એના મને જવાબ આપ્યોઃ 'ના, ના, આવો ભૂત-પ્રેત ન હોય. આ તો એક સામાન્ય રૂપકડો પુરુષ હતો. બીજા પુરુષ જેવો પુરુષ... ભૂત-પ્રેત આવા ન હોય!'
'તો કેવા હોય?' આ બીજો સવાલ એના મનમાં ઘુંટાયો હતો.
ના, ભૂત-પ્રેત-ચુડેલ કે ડાકણ એણે કદી જોયાં નહોતાં. પણ એ વિશે તેણે પોતાની બહેનપણીઓ પાસેથી અને પુસ્તકોમાં ઘણું વાંચ્યું હતું.
ભૂતના પગના પંજા ઊંધા હોય છે. પ્રેતને પડછાયો હોતો નથી. ખવીસ માથા વિનાનો હોય છે. અને ચુડેલનો વાંસો જોનાર ફાટી પડે છે....આવી આવી અનેક વાતો એણે સાંભળી હતી. માત્ર સાંભળી જ હતી. એમાંનું કશું જ એણે જોયું નહોતું. છતાંય આ પુરુષ એક સામાન્ય પુરુષ જેવો જ હતો.
જોકે, એ પુરુષના પગના પંજા એણે ધ્યાનથી જોયા નહોતા. એનો પડછાયો એણે બરાબર ધ્યાનથી જોયો નહોતો. જોકે, આ વાતનો એને વહેલો ખ્યાલ આવી જાત તો એણે એના પગ અને પડછાયો બરાબર ધ્યાનથી જોયા હોત...
પછી....? પછી શું થયું....? એ અજાણ્યો પુરુષ કયાં ગાયબ થઈ ગયો હતો ? એ પુરુષ ખરેખર પેલો રાતવાળો પુરુષ હતો...? રીમાએ એનાથી કેવી રીતે છુટકારો મેળવ્યો ? રીમાના મમ્મી-પપ્પાનું શું થયું ? એમણે પોતાની દીકરીને આ મુસીબતમાંથી છુટકારો અપાવવા શું કર્યું ? એ બધું જ જાણવા માટે 'જંતર મંતર'નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો આવતો હપતો વાંચવો જ પડશે.
(ક્રમશઃ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૩)
બીજા દિવસની સવારે વાસંતીએ જ્યારે એને જગાડી ત્યારે રીમા ખૂબ ફિક્કી અને નબળી લાગતી હતી. એના ચહેરા ઉપર પીળાશ દેખાતી હતી.
રીમાના કમરામાં જઈને પલંગ ઉપર બેઠક જમાવતાં વાસંતીએ કહ્યું, 'રીમા, હું આજે ઘરે કાગળ લખું છું. તેમાં તારા વિશે બધી જ વિગત લખવાની છું.'
'શું લખવાની તું?' સહેજ ચોંકીને, સહેજ ગભરાઈને રીમાએ પૂછયું ત્યારે વાસંતીએ ખૂબ ગંભીરતાથી જવાબ વાળ્યો, 'રીમા, હું લખવાની છું કે તારી તબિયત સારી રહેતી નથી. કોઈક ભૂત-પ્રેતની ઝપટમાં આવી ગઈ છો એવી પણ શંકા...!' વાસંતી પોતાનું વાકય પૂરું કરે એ પહેલાં તો વાસંતી એકાએક પલંગ ઉપરથી ઊંચકાઈ-કોઈક મજબૂત હાથોએ એને ઊંચકી હોય, એવો અનુભવ એને થયો. એ કંઈ સમજે કે બોલે એ પહેલાં તો એ જમીન ઉપર પટકાઈ પડી. એને રીતસર જમીન ઉપર પટકવામાં-પછાડવામાં આવી હતી.
વાસંતીની સાથોસાથ રીમા પણ ભયથી ધ્રૂજી ઊઠી.
રીમાના રૂમમાં પલંગ ઉપર બેઠેલી વાસંતી અચાનક જમીન ઉપર પટકાઈ એથી વાસંતી તો ખૂબ જ ડરી ગઈ. પરંતુ રીમાને પણ બીક લાગી.
બીક લાગતાં પહેલાં એને નવાઈ લાગી. એણે જમીન ઉપર પડેલી વાસંતીને ગભરાટથી પૂછયું, 'અરે વાસંતી, આમ અચાનક તું કેવી રીતે પડી ગઈ ?' અને પછી તેનો હાથ પકડીને ઊભી કરી.
બેઠો માર લાગ્યો હોવાથી વાસંતી રીમાનો હાથ પકડીને મહાપરાણે ઊભી થઈ શકી.
ફરી પલંગ ઉપર બેસવા જતાં એ ખચકાઈને બોલી, 'રીમા, જરા ખુરશી અહીં ખેંચી જો ને...મારે પલંગ ઉપર બેસવું નથી.'
વાસંતી પલંગનો ટેકો લઈને ઊભી રહી ત્યારે રીમાએ ખુરશી ખેંચતાં પૂછયું, 'પણ વાસંતી, ખરેખર થયું શું, એ તો કહે ?'
ખુરશી ઉપર બેસતાં, રૂમમાં ગભરાટભરી નજર ફેરવી લેતાં વાસંતી બોલી, 'રીમા, મને જાણે કોઈએ ઉપડીને નીચે પછાડી...!'
'અહીં તો કોઈ નથી...!' કહેતાં રીમાએ પણ રૂમમાં નજર ફેરવી. રૂમમાં કોઈ દેખાયું નહીં પણ પલંગ ઉપર પડેલા પીળા ફૂલ ઉપર એની નજર પડતાં જ, એને ખ્યાલ આવી ગયો કે, એ બધી જ કરામત રાતવાળા પેલા સાથીદારની જ છે.
'મને તો જાણે કોઈક પુરુષે, કોઈક મજબૂત પુરુષે ઉઠાવીને ફેંકી હોય એવું લાગે છે...!' વાસંતીએ રીમાના વિચારમાં ખલેલ પાડતાં ગભરાટભર્યા અવાજે કહ્યું, 'રીમા, કદાચ આ પેલો રાતવાળો ભૂત જ આ બધી રમત રમી રહ્યો છે...!'
રીમાને લાગ્યું કે વાસંતી ખરું કહી રહી છે. એણે વાસંતી સામે ડોકું ધુણાવ્યું. એની આંખોમાં કોઈક અજાણ્યું દર્દ છલકાઈ આવ્યું. ભલે એ ભૂત કે પ્રેત જે હોય તે એને પરેશાન નહોતો કરતો. દુઃખને બદલે આનંદ આપતો હતો. તેમ છતાંય ગમે તેમ તોય એ અદૃશ્ય આદમી હતો, ભૂત-પિશાચ, ખવીસ, જિન્નાત કે પછી...એવો જ કોઈ ભયંકર શેતાની રાક્ષસ હતો અને એવા ભયંકર શેતાની રાક્ષસના પંજામાં સપડાયેલી કુમળી કળી જેવી યુવાન છોકરી એની યાદ આવતાં જ ધ્રૂજી ઊઠે કે રડી પડે એ સ્વાભાવિક હતું. રીમાની આંખોમાં પણ દર્દ ઊભરાઈ આવ્યું હતું અને આંસુથી આંખો છલકાઈ ઊઠી હતી.
રીમાની આંખોમાં દર્દ સાથે આંસુઓ જોઈને વાસંતીની આંખો પણ છલકાઈ ગઈ. એણે પોતાની આંગળીથી રીમાની ભીની પાંપણો સાફ કરતાં રીમાને સલાહ આપી, 'રીમા, તું હવે આ રૂમ છોડી દે અને મારા રૂમમાં ચાલી આવ. તારા રૂમમાં ભરાયેલો શેતાન હવે તારો પીછો છોડશે નહીં. એટલે તું રૂમ બદલી નાખે એમાં જ તારી ભલાઈ છે.'
રીમાએ વાસંતીની વાતનો કોઈ જવાબ આપ્યો નહિ. એ વાસંતી સાથે ઘણી બધી વાતો કરીને પોતાનું દુઃખ રડીને, મન હળવું કરવા માગતી હતી. પરંતુ રીમાના ગળે જાણે ડૂમો બાઝી ગયો હતો. કંઈ બોલવાને બદલે એ માત્ર માથું હલાવીને રહી ગઈ.
એ સાંજે રીમા અને વાસંતી પાછી ફરી ત્યારે વાસંતીએ પોતાના રૂમનું તાળું ઉઘાડયું. રીમા આજે વાસંતીના કમરામાં જ સૂઈ રહેવાની હતી. એટલે એ ચૂપચાપ પોતાના રૂમના બારણાને જોતી રહી.
તાળું ખોલીને વાસંતી પોતાના રૂમમાં ઘૂસી ત્યારે રીમા પણ પોતાના રૂમના બારણા ઉપરથી નજર ખેંચીને વાસંતીના રૂમમાં સરકી.
પણ વાસંતીના રૂમમાં પગ મૂકતાં જ અચાનક રીમા ચોંકી. એકાદ પળ માટે એના પગ બારણામાં જ ચોંટી ગયા. આ વાસંતીના રૂમમાં પણ પેલા પીળા-તાજા ખિલેલા ફૂલની ચંપા અને મોગરા જેવી તેજ સુગંધ પથરાયેલી હતી.
એકાદ પળ માટે રીમાએ મનમાં મૂંઝવણ અનુભવી. શરીરમાંથી ભયની એક હળવી ધ્રુજારી પણ પસાર થઈ ગઈ. પછી મન મજબૂત કરીને રીમા આગળ વધી ગઈ.
ત્યારપછી જાણે કંઈ બન્યું જ નહિ. તેમ છતાંય કયારેક પેલા પીળા ફૂલની ચંપા અને મોગરા જેવી તેજ સુગંધ વાતાવરણમાં પથરાઈ જતી અને પેલી અજાણી શક્તિની યાદ અપાવી જતી.
રાતના લગભગ અગિયાર વાગ્યા સુધી તો બન્ને બહેનપણીઓ વાતો કરતી પથારીમાં પડી રહી. પણ પછી કયારે ઊંઘે પોતાની પકડમાં બેયને જકડી લીધી, એની તો એ બેમાંથી એકેયને ખબર ન પડી.
રાતના બાર ને પાંત્રીસ મિનિટે હંમેશ મુજબ પેલી ગાડી ધમધમાટ કરતી પસાર થઈ ત્યારે વાસંતીની આંખો આદત મુજબ એકાદ પળ માટે ખૂલી ગઈ.
ઊંઘભરી આંખો સહેજ ઊંચી થતાં વાસંતીની નજર આરામથી ઊંઘી રહેલી રીમા ઉપર પડી. એણે મનમાં સંતોષનો દમ લીધો અને પછી ફરીવાર એની આંખો આપોઆપ મીંચાઈ ગઈ.
વાસંતીની આંખો મીંચાયાને હજુ બે પળ માંડ વીતી હશે ત્યારે રીમાની આંખો ઊઘડી. હળવેકથી રીમા પથારીમાં બેઠી થઈ. એની આંખો બારણા તરફ મંડાયેલી હતી. અત્યારે એની પાંપણો પણ ફરકતી નહોતી અને કીકીઓ પણ બિલકુલ સ્થિર હતી. એની આંખો ચમકારા મારી રહી હતી.
રીમા ઊભી થઈ અને કોઈક ચાવી દીધેલા પૂતળાની જેમ ચાલવા લાગી. બારણા પાસે પહોંચીને એણે બારણું ઉઘાડયું અને પછી બારણું ખુલ્લું મૂકીને જ એ હવામાં સરકતી હોય એમ સરકવા લાગી. એ ડગલાં તો ભરતી જ હતી. એના બન્ને પગ આગળ પાછળ થતા હતા, છતાંય અત્યારે એની ચાલ એવી હતી કે જોનારને તો એ સરકતી હોય એમ જ લાગે.
બારણા બહાર નીકળીને, લાંબી પરસાળ ઓળંગીને રીમા પગથિયાં ઊતરી ગઈ.
રાત અંધારી હતી. પેલો ખાંસી ખાંસીને થાકેલો બુઢ્ઢો ચોકીદાર પણ અત્યારે જંપી ગયો હતો.
બહારની લાઈટનું અજવાળું પણ અત્યારે સાવ ફિક્કું લાગતું હતું. અંધકારની સાથે સાથે સન્નાટો પણ છવાયેલો હતો.
અને એવો સન્નાટો ચીરીને રીમા આગળ સરકી રહી હતી. સરકતી-સરકતી રીમા પેલા કાંટા અને ઝાંખરાની વાડ પાસે પહોંચી.
આ એ જ જગ્યા હતી જ્યાંથી એણે પેલું પીળું ફૂલ તોડયું હતું. એ વાડની વચ્ચે પોલાણ હતું અને એ પોલાણમાં થઈને પેલી તરફ જવાતું હતું. રીમા પણ એ પોલાણમાં થઈને પેલી તરફ સરકી ગઈ.
એ જગ્યાએ જમીનમાં નકામું ઘાસ પથરાયેલું હતું. પાછળના ભાગમાં સુકાયેલા અને કાંટાવાળા ઝાડી-ઝાંખરાં હતાં. અહીંયા બિલકુલ અંધારું હતું. બહારથી કોઈ અજવાશ આવતો નહોતો.
રીમા એ ભયંકર જગ્યાએ પહોંચી ત્યારે પેલો અજાણ્યો અને અદૃશ્ય પુરુષ એની વાટ જ જોઈ રહ્યો હતો. રીમા અંદર પહોંચી કે તરત જ એણે રીમાને બાહુપાશમાં જકડીને રીમાના નરમ, મુલાયમ અને ગુલાબી હોઠ ઉપર પોતાના ગરમાગરમ ધગધગતા હોઠ મૂકી દીધા.
રીમાના આખાય શરીરે એક મીઠા આનંદ અને મીઠા રોમાંચનો અનુભવ કર્યો. એ આવેગથી એ પુરુષના શરીર સાથે જકડાઈ ગઈ, એણે પોતાના બેય હાથ એના ગળામાં પરોવી દીધા.
પેલા અદૃશ્ય પુરુષે રીમાના કાન પાસે હળવેકથી પોતાના ગરમ હોઠ મૂકતાં કહ્યું, 'તું મારાથી શું કામ દૂર ભાગે છે?'
રીમાએ મદભર્યા અવાજે કહ્યું, 'હું કયાં તમારાથી દૂર ભાગું છું, હું તમારી પાસે જ છું.'
પેલો અદૃશ્ય પુરુષ હસી પડયો. એના હાસ્યમાં લુચ્ચાઈ વર્તાતી હતી. એ રીમાને પોતાના શરીર સાથે વધુ જકડતાં બોલ્યો, 'હવે તું મારાથી દૂર નહીં જઈ શકે. મેં તને પહેલાં પણ કહ્યું હતું કે, તું જ્યાં જઈશ ત્યાં હું તારી સાથે સાથે જ આવીશ. આપણને બન્નેને હવે કોઈ અલગ નહીં કરી શકે. જો કોઈ આપણી વચ્ચે આવશે તો હું એને જીવતો નહીં રહેવા દઉં. હું એને સાવ ખતમ કરી નાખીશ.' એ અજાણ્યો પુરુષ ત્યારપછી બીજું પણ ઘણું બધું બબડયો, પરંતુ રીમાના કાને કંઈ પડયું નહિ. રીમાએ સાંભળવાનો પણ કંઈ પ્રયત્ન કર્યો નહિ. આનંદ, મસ્તી અને રોમાંચથી એની આંખો મીંચાઈ ગઈ હતી. એ કોઈક બીજી દુનિયામાં ખેંચાઈ ચૂકી હતી, જ્યાં ફકત આનંદ જ આનંદ વર્તાતો હતો.
આનંદ અને મસ્તીમાં તણાયેલી રીમા કયારનીય ઘાસ ઉપર લેટી ગઈ હતી. અને એની ઉપર પેલો મજબૂત અદૃશ્ય પુરુષ પથરાઈ ગયો હતો. સમય ઝડપથી સરકી રહ્યો હતો.
રીમા જ્યારે પાછી ફરી ત્યારે એ ખૂબ થાકી ગઈ હતી. એની ચાલમાં હવે ઝડપ નહોતી. એના ચહેરા ઉપર તેજ નહોતું. એની આંખોમાં કોઈ ચમક નહોતી.
પાછી ફરેલી રીમાએ બારણાં બંધ કર્યાં અને ચુપચાપ લેટી ગઈ. સવારે વાસંતીએ એને જગાડતાં જગાડતાં જ પૂછયું, 'અરે રીમા, જાગ...આ તારાં કપડાં તો જો, કેવાં ચોળાઈને મેલાં થઈ ગયાં છે.'
રીમા આંખો ચોળતી બેઠી થઈ. બેઠા થતાં જ એણે પોતાના કપડાં જોયાં. વાસંતીના કહેવા મુજબ એ કપડાં ખરેખર ચોળાઈ ગયાં હતાં.
રીમાને પણ પોતાનાં કપડાં જોઈને નવાઈ લાગી. પણ પછી તરત જ એને રાતના બનેલી બધી જ વાત યાદ આવી ગઈ. એ વાસંતી સાથે કંઈ વાતચીત કરવાને બદલે ઊભી થઈને નહાવા-ધોવા અને કપડાં બદલવા પોતાના રૂમમાં ચાલી ગઈ.
વાસંતીને લાગ્યું કે હવે બહુ વિચારવા કે મોડું કરવા જેવું નથી. આજે જ કાગળ લખીને રીમાના ઘરે બધી જ ખબર કરી દેવા જેવી છે. પણ વાસંતીને થયું કે આ રીતે ઘરે કાગળ લખવાથી ઘરવાળા ગભરાઈ જશે. કાગળ લખવા કરતાં તો નજીકમાં કોઈક રજા આવે ત્યારે ઘરે જઈને જ રૂબરૂ બધી વાત કરવા જેવી છે. જેથી ચોખવટથી બધું સમજાવી શકાય અને કયાંય ગોટાળો ન થાય.
પણ એવું વિચારી રહેલી વાસંતીને ખબર નહોતી કે, જો પોતે કાગળ નહિ લખે તો જ મોટો ગોટાળો થઈ જશે.
ત્યારબાદ રીમા દરરોજ રાતે ચુપચાપ વાસંતીના રૂમમાં જ સૂઈ જતી. એણે વાસંતીને રાતના બનતી ઘટનાની કોઈ જ વાત કરી નહોતી. કોણ જાણે પણ કેમ એવી કોઈ વાત કહેતાં એની જીભ જ ઊપડતી નહોતી.
દરરોજ રાતના બાર ને પાંત્રીસ મિનિટે પેલી ગાડી ધમધમાટ કરતી પસાર થતી ત્યારે એ ગાડીના અવાજથી પળવાર માટે જાગીને, આરામથી ઊંઘતી રીમા ઉપર નજર નાખીને સંતોષનો દમ ભરતી વાસંતી ઊંઘી જતી અને તરત જ એ રૂમમાં પેલા પીળા ફૂલની ચંપા અને મોગરા જેવી સુગંધ ભરાઈ જતી. એ સુગંધ જ જાણે રીમાને જગાડીને પોતાની સાથે લઈ જતી. રીમા પણ હવામાં સરકતી હોય એમ સરકીને પેલી કાંટાની ઝાડીઓની પાછળ જઈને, પેલા અજાણ્યા અદૃશ્ય, મજબૂત પુરુષના શરીર સાથે જકડાઈ જતી પણ આ વાતની કોઈને બિલકુલ ગંધ આવી નહોતી. વાસંતીને પણ કદી ગંધ આવી નહોતી. એ તો એમ જ માનતી કે, રીમાએ પોતાની રૂમ છોડી દીધી છે અને અહીં રહેવા ચાલી આવી છે એટલે પેલા ભૂત-પ્રેતે પણ એને પરેશાન કરવાનું છોડી દીધું છે. જોકે, હજુય રીમાના ચહેરા ઉપર એને તાજગી કે ચમક લાગતી નહોતી.
રીમા દેખાવે સાવ ફિક્કી અને સ્વભાવે પણ સાવ ઉદાસ લાગતી હતી. એટલે વાસંતી હજુ એમ માનતી હતી કે રીમાના શરીરમાં હજુ એની અસર બાકી છે. તેમ છતાંય એને હવે ખાતરી થઈ ચૂકી હતી કે, એ ભૂત-પ્રેતે એને છોડી દીધી છે. થોડી ઘણી દવા કરવાથી રીમા એની મેળે સારી થઈ જશે.
હવે ઉનાળાના દિવસો પૂરા થયા હતા. વાતાવરણમાં થોડોક ઉકળાટ ઘૂંટાયા પછી એકાદ બે ઝાપટાં વરસી જતાં હતાં અને વાતાવરણમાં ઠંડક ફેલાઈ જતી હતી.
એ રાતે પણ સારો એવો વરસાદ પડી ગયો હતો. વરસાદ રોકાયો ત્યાર પછી વાતાવરણમાં ઠંડક જામી ગઈ હતી. અને આખા દિવસના થાકેલા-પાકેલા લોકો નિરાંતે ઊંઘી રહ્યા હતા. વાસંતી પણ ઘસઘસાટ ઊંઘી રહી હતી.
બરાબર બાર ને પાંત્રીસ મિનિટે ધમધમાટ કરતી ગાડી પસાર થઈ. હંમેશની આદત મુજબ વાસંતીની આંખ એક પળ માટે ખૂલી. રીમા ઉપર નજર નાખી સંતોષનો દમ લઈને એની આંખો ફરી બંધ થઈ ગઈ.
વાસંતીની આંખ માંડ મીંચાઈ હશે ત્યાં આખાય રૂમમાં પેલા પીળા ફૂલની સુગંધ પથરાઈ ગઈ. રીમા આંખ ઉઘાડીને બેઠી થઈ. ચાવી દીધેલી પૂતળીની જેમ એ પથારીમાંથી ઊભી થઈ અને બારણા તરફ આગળ વધી.
રીમા હજુ માંડ બારણા પાસે પહોંચી હશે ત્યાં વાસંતીની આંખ અચાનક ખૂલી ગઈ. રીમાને બારણું ખોલતી જોઈને વાસંતીએ ગભરાટથી પૂછયું, 'અરે, રીમા કયાં જાય છે ?'
રીમાએ વાસંતીની વાતનો કોઈ જવાબ ન આપ્યો અને બારણાની સાંકળ ખોલી નાખી.
રીમાએ કોઈ જવાબ ન આપ્યો એટલે વાસંતી ઝડપથી ઊભી થઈ. 'રીમા, રીમા કયાં જાય છે ?'
પણ રીમાએ જાણે વાસંતીની કોઈ વાત સાંભળી ન હોય એમ કમાડ ઉઘાડી નાખ્યા.
હવે વાસંતીને મનમાં વહેમ પડયો, 'નક્કી રીમા ઉપર પેલા ભૂતની છાયા સવાર થઈ ગઈ.' ઝડપથી પગલાં ભરતી વાસંતી દોડી ગઈ...'અરે, રીમા-રીમા, કયાં જાય છે...? કયાં જાય છે ?' કહેતાં એણે રીમાને પકડવા પ્રયત્ન કર્યો.
રીમાની પીઠ ઉપર વાસંતીનો હાથ પડતાં જ જાણે ચમત્કાર થયો. રીમા ચાવી દીધેલી પૂતળીની જેમ પાછી ફરી.
પણ રીમા જેવી પાછી ફરી કે એનો ચહેરો જોતાં જ વાસંતી ડરીને દૂર ખસી ગઈ.
રીમાના ચહેરાનો રંગ બદલાઈ ગયો હતો. એની આંખો બિલાડીની આંખોની જેમ ચમકતી હતી. એની આંખોના ડોળા મોટા થઈ ગયા હતા. ચહેરાના આકારમાં પણ ફરક થઈ ગયો હતો.
વાસંતી તો રીમાનો ચહેરો જોતાં જ ડરથી ધ્રુજી ઊઠી. એ પાછી ખસવા જતી હતી પણ પાછળ ખસતાં-ખસતાં જ નીચે ધસી ગઈ.
પછી....? પછી શું થયું....? નીચે ધસી ગયેલી વાસંતીનું શું થયું....? શું રીમા એ અજાણ્યા-અદીઠા પુરુષના ચુંગાલમાંથી છૂટી શકી...? રીમાના મમ્મી-પપ્પાનું શું થયું ? એમણે પોતાની દીકરીને આ મુસીબતમાંથી છુટકારો અપાવવા શું કર્યું ? એ બધું જ જાણવા માટે આપે 'જંતર મંતર'નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો આવતો હપતો વાચવો જ પડશે.
(ક્રમશઃ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૨)
સૂમસામ, શાંતિભરી અંધારી રાત હતી. રીમા અને વાસંતી પોતપોતાના રૃમમાં કયારનીય ઊંઘી ગઈ હતી. બહાર ચોગાનમાં ખાટલા ઉપર બુઢ્ઢો ચોકીદાર અડધો જાગતો અને અડધો ઊંઘતો પડયો હતો. કયારેક આવતાં એની ખાંસીના અવાજ સિવાય ચારે તરફ સન્નાટો હતો.
અચાનક બાર ને પાંત્રીસનો સમય થતાં નજીકની રેલવે લાઈન પરથી પસાર થતી ગાડીના અવાજથી વાતાવરણ ખળભળી ઊઠયું.
એક પળ માટે આસપાસના વિસ્તારના લોકોની ઊંઘ તૂટી ગઈ. વાસંતીની આંખ પણ દરરોજની જેમ ઊઘડી. આંખ ઉઘડતાં જ વાસંતી ચોંકીને બેઠી થઈ ગઈ. એની બરાબર સામે જ બે આંખો તગતગી રહી હતી. ગભરાટમાં વાસંતી ચીસ પાડવાનું ભૂલી ગઈ. એનું મોઢું પહોળું થઈ ગયું. એના ચહેરા ઉપરથી પરસેવાના રેલા ઉતરવા લાગ્યા. એનું હૃદય જોશજોશથી ધડકવા લાગ્યું. ભયથી એના હાથે-પગે પરસેવો વળી ગયો. જરૃર એ આંખો પેલા ભૂતની જ છે. એ ભૂત ગઈકાલ રીમાના રૃમમાં ભરાયો હતો. અને રીમાની જુવાની લૂંટી હતી. આજે એ જ ભૂત અહીં આવ્યો છે, વાસંતીએ મનોમન ભગવાનને યાદ કર્યા. પરંતુ કોઈ ભગવાન કે કોઈ નામ એ યાદ કરી શકી નહીં. એ આંખો હવે વધુ ને વધુ બિહામણી બનતી જતી હતી. વાસંતીને લાગ્યું કે, એ આંખો ધીમે-ધીમે એની તરફ સરકી રહી છે, વાસંતી પોતાની નજર તો ખસેડી શકે એમ હતી જ નહીં. આંખો બંધ કરી લેવાનું મન થયું પણ એ આંખો બંધ કરવાની હિંમત પણ કરી શકી નહીં. તેમ છતાંય વાસંતીએ પોતાનામાં હતી એટલી બધી જ હિંમત ભેગી કરીને, પોતાના માથા નીચેથી ઓશિકું ખેંચીને, પોતાના મોઢા ઉપર મૂકી દીધું અને ફફડતા હૃદયે એ પેલા ભૂતની નજીક આવવાની વાટ જોઈ રહી. લગભગ અડધા-પોણા કલાકના બેચેનીભર્યા ઈન્તેજાર પછી એને લાગ્યું કે કદાચ એ ભૂલથી અહીં આવી ગયો હશે. એને ખ્યાલ આવતાં એ કદાચ પાછો રીમાના કમરામાં ચાલ્યો ગયો હશે. એણે હળવેકથી પોતાના ચહેરા ઉપરનું ઓશિકું સહેજ ખસેડયું અને એક આંખે એણે ખૂબ રડતાં-રડતાં, સામે જ્યાં આંખોના ડોળા તગતગતા દેખાતા હતા, ત્યાં જોયું. પણ ત્યાં અત્યારે કંઈ જ દેખાયું નહિ. એના જીવમાં જીવ આવ્યો હોય એમ એણે નિરાંત અનુભવી. છુટકારાનો દમ લેતાં પહેલાં એણે ચહેરા ઉપરથી ઓશિકું ખસેડીને પોતાના રૃમમાં ચારે તરફ નજર ઘુમાવી. કયાંક કંઈ દેખાયું નહીં. એ હળવેકથી પથારીમાં બેઠી થઈ. ફરી એકવાર કમરામાં એણે ધ્યાનથી નજર ફેરવી. મનમાં પાકી ખાતરી કરી લીધી અને પછી ઊભી થઈને એણે લાઈટ ચાલુ કરી. રૃમમાં અજવાશ ફેલાઈ ગયો. એ અજવાશથી એના શરીરમાંથી ઓગળી ગયેલી હિંમત જાણે પાછી શરીરમાં ભરાઈ ગઈ. એણે જગમાંથી પાણી ભરીને પીધું. એકવાર ફરી એણે ચારે તરફ દીવાલો અને ઉપરની છત તરફ પણ નજર ફેરવી લીધી. અત્યારે અજવાશમાં તો કંઈ જ દેખાયું નહિ. એને થયું કે કદાચ પોતાને એવો ભ્રમ થાય એટલી કાચા મનની એ નહોતી. એણે પોતાની સગી આંખે, હજુ હમણાં જ, થોડીક વાર પહેલાં જ અંગારા જેવી તગતગતી આંખો જોઈ હતી. અને એ આંખોને કેમેય એ ભૂલી શકે એમ નહોતી. વાસંતી ફરી પાછી પોતાના પલંગ તરફ ફરી. એક પળ માટે તો એણે વિચાર્યું કે લાઈટ ચાલુ જ રહેવા દે. પણ પછી બીજી પળે એ ઊંઘ નહિ આવે, એવી બીકે લાઈટ બંધ કરીને, ચૂપચાપ પલંગ ઉપર લેટી ગઈ અને થોડીવારમાં તો ઘસઘસાટ ઊંઘવા લાગી.
અહીં વાસંતી આરામથી ઊંઘી રહી હતી ત્યારે બાજુની રૃમમાં રીમા એક અજબ મસ્તી, એક અજબ આનંદ અને એક અજબ રોમાંચ અનુભવતી પડી હતી.
એના રૃમમાં પેલા પીળા ફૂલની, ચંપા અને મોગરા જેવી તેજ સુગંધ પથરાયેલી હતી. આ સુગંધે વાતાવરણમાં એક અજબ પ્રકારની મસ્તી ભરી દીધી હતી.
રીમાના માદક, ગોરા અને લીસા શરીર ઉપરથી કપડાં તો કયારનાંય સરકી ગયાં હતાં. રીમાના એ ગોરા અને ઉઘાડા શરીરને અદૃશ્ય મજબૂત પુરુષે પોતાના શરીર સાથે જકડી લીધું હતું. એ અદૃશ્ય પુરુષના ગરમા ગરમ હોઠ, રીમાના કાન, ગરદન, ખભા અને એનાથી નીચે સુધી ફરતા હતા. રીમા એક અનોખો આવેશ અનુભવી રહી હતી. એના શરીરમાંથી વીજળીની મીઠી લહેરો પસાર થતી હોય એવો આનંદ એના ચહેરા ઉપર છવાયેલો હતો. આંખો મીંચીને રીમા એ આનંદ માણી રહી હતી.
રીમાના શરીરને એ અદૃશ્ય પુરુષ ખુંદી રહ્યો હતો. કચડી રહ્યો હતો. ખિલેલા તાજા ગુલાબ જેવી તાજી જુવાનીને એ એકી વખતે જ પોતાનામાં સમાઈ લેવા માંગતો હોય એવી રીતે એ રીમાના શરીર ઉપર પથરાઈ ગયો હતો. રીમા એ આનંદ-એ મસ્તી વહેલી સવાર સુધી માણતી રહી.
બીજા દિવસની સવારે રીમા જાગી ત્યારે સૂરજ ઉપર આવી ગયો હતો. ઝડપથી કપડાં પહેરી, એક મસ્તી-માદક અંગડાઈ લઈને એણે બારણું ઉઘાડયું. બહાર ડોકિયું કરીને એણે વાસંતીના રૃમ તરફ જોયું. વાસંતીના રૃમનું બારણું બંધ હતું. એને જરા નવાઈ લાગી. વાસંતી હજુ સુધી કેમ જાગી નહિ હોય? એવો સવાલ મનમાં જાગ્યો. ઝડપથી દોડતાં પગલે એ વાસંતીના રૃમ પાસે આવી. જોશથી બારણું ખખડાવતાં રીમાએ વાસંતીને બૂમ મારી.
એકાદ-બે બૂમો માર્યા પછી એણે અંદરથી વાસંતીનો અવાજ સાંભળ્યો અને એ અવાજ સાથે વાસંતીએ બારણું ઉઘાડયું.
બારણું ઉઘાડતાં જ રીમા વાસંતીની સાથે જ, રૃમમાં ગઈ. એણે વાસંતીની મજાક કરતાં પૂછયું, 'કેમ રે...તને મારી ઈર્ષા આવી કે શું? હું મોડી જાગું છું તો તું પણ મોડી જાગવા માંડી...!'
વાસંતી રીમાને વળગી પડતાં બોલી, 'રીમા, આજે રાતે તો મારીય ઊંઘ ઊડી ગઈ.' તેના અવાજમાં ગભરાટની ઝલક સાફ વરતાતી હતી. ગભરાટથી ધ્રુજતા અવાજે એ બોલી, 'રીમા, તેં પેલું પીળું ફૂલ તોડયું છે ત્યારથી જાણે આપણે માથે મુસીબત આવી ગઈ છે. કોઈક ભયાનક વસ્તુ આપણને પરેશાન કરી રહી છે !'
રીમા વાતને હસીને ઉડાવી દેતાં બોલી, 'અરે વાસંતી, તુંય આવી ભણેલી-ગણેલી થઈને શું આવા વહેમમાં માને છે ?'
'ના, હું એવો વહેમ રાખતી નથી. પણ ગઈકાલે મેં રાતના અંધારામાં બે તગતગતી અંગારા જેવી આંખો જોઈ છે.'
'તું બધી વાતો છોડ, મારા રૃમમાં ચાલ, હું ચા મૂકું છું.' કહેતાં રીમા બહાર નીકળી ગઈ. રીમા ગઈ એટલે વાસંતીએ પોતાના રૃમનું બારણું બંધ કર્યું. પણ એ આગળ વધે એ પહેલાં જ એક કાળો બિલાડો એની પાસેથી પસાર થઈ ગયો. એ બિલાડાની નજર વાસંતી ઉપર મંડાયેલી હતી. મોટા ગલુડિયા જેવડા બિલાડાને પોતાની સામે તાકી રહેલો જોઈને વાસંતી મનોમન ધ્રૂજી ગઈ. એના શરીરમાંથી ગભરાટભરી એક ધ્રુજારી પસાર થઈ ગઈ. એણે રાતે જોયેલી બેય આંખો યાદ આવી ગઈ. એ ગભરાટથી ઉતાવળા પગલાં ભરતી રીમાની રૃમમાં સરકી ગઈ.
રીમા સ્ટવ ઉપર ચા મૂકીને, બાથરૃમમાં ચાલી ગઈ હતી. વાસંતીએ રીમાના રૃમમાં જઈને પલંગ ઉપર બેઠક જમાવી. પણ જેવી એ પલંગ ઉપર બેઠી કે તરત જ એનું ધ્યાન તાજા ખિલેલા પીળા ફૂલ ઉપર પડયું. એના મનમાં એક આછી પાતળી શંકા ફરી વળી. 'આ ફૂલ તો કરમાઈ જવું જોઈએ. શું રીમા બીજું ફૂલ લઈ આવી હશે ?'
રીમા બાથરૃમમાંથી માથાના વાળ સરખા કરતી પાછી ફરી ત્યારે વાસંતીએ ફૂલ વિશે પૂછવાને બદલે સીધું જ પૂછી નાખ્યું, 'રીમા, શું આજે રાતે પણ એ આવેલો...?'
'હા વાસંતી, આજે પણ એ આવેલો...!'
'તેં એને જોયો ?'
'ના.'
'રીમા, એ સારું નથી. એ કોણ છે તે આપણે જાણવું જ જોઈએ. તું એને તારી સામે બોલાવ.'
રીમાએ એક મસ્તીભરી અંગડાઈ લઈને માદક અવાજે કહ્યું, 'વાસંતી, એ વખતે મને ભાન જ નથી હોતું. એ વખતે હું એવા અજબ આનંદમાં અને એવી અજબ મસ્તીમાં ડૂબી જાઉં છું કે, મને એ યાદ રહેતું નથી...બસ આનંદ અને મસ્તી જ મારી ઉપર છવાઈ જાય છે.'
રીમાની વાત સાંભળીને વાસંતીએ એનો ખભો પકડી લીધો. એનો ખભો હલાવતાં ગંભીર અવાજે એ બોલી, 'રીમા, જરા સમજથી કામ લે. મને તો લાગે છે કે એ કોઈ ભૂત-પ્રેત છે.'
'ના, વાસંતી. એ ભૂત કે પ્રેત નથી. જો એ ભૂત કે પ્રેત હોય તો મને એની બીક લાગવી જોઈએ. એને બદલે એ તો મને આનંદ આપે છે.'
રીમાની દલીલ વાસંતીને મનમાં ખૂંચી. એ સહેજ ખીજવાઈ જઈને બોલી, 'રીમા, એ તારા ઉપર મોહી પડયો છે એટલે એ તને આનંદ આપે છે. જો એ કોઈ ભૂત કે પ્રેત નથી તો પછી તારી સામે કેમ આવતો નથી ? તું એની સામે જિદ્દ કર. એની સાથે વાતચીત કર અને એને પૂછી જો કે એ કોણ છે ? શા માટે આવે છે ? અને કયારે એ તને છોડશે ?'
વાસંતીની વાતોએ જાણે રીમા ઉપર અસર કરી હોય એમ રીમા કંઈક ગંભીર બની ગઈ. એને લાગ્યું કે વાસંતી કદાચ સાચું કહી રહી છે. મનમાં એ અજાણ્યા અદૃશ્ય પુરુષ વિશે વિચારતા રીમાએ ઉકળતી ચામાં દૂધ રેડીને, ચા કપમાં ઠાલવી અને એ કપ-રકાબી વાસંતી તરફ લંબાવ્યાં.
વાસંતીએ રીમાના ગંભીર ચહેરા તરફ જોતાં કપ-રકાબી હાથમાં લીધાં. એને રીમાની હાલત ઉપર દયા આવી ગઈ. એણે રીમાને દિલાસો આપ્યો, 'રીમા, તું ગભરાઈશ નહીં. જરા હિંમતથી કામ લેજે. એની મેળે બધું જ સારું થઈ જશે.' કહીને એણે ચાનો કપ મોઢે માંડયો. કપને મોઢા સુધી લઈ જતાં એનું ધ્યાન એકાએક કપ ઉપર પડયું. કીડીએ પગે ચટકો ભરી લીધો હોય એમ એ ચોંકી ગઈ. કપમાં બિલકુલ ચા નહોતી. કપમાંથી કોઈ પી ગયું હોય એમ કપ ખાલી હતો. કપને તળિયે થોડીક ચા ચોંટી હતી. વાસંતીએ સહેજ ડરી જઈને રીમાને પૂછયું, 'રીમા, તેં મારા કપમાં ચા ભરી હતી ?'
'હા, તારી સામે જ કીટલીમાંથી ઠાલવી હતી ને ?' કહીને એણે અચરજ સાથે પૂછયું, 'કેમ શું થયું ?'
પડી ગયેલા મોઢે વાસંતીએ જવાબ આપ્યો, 'રીમા, કપમાં ચા નથી.'
'હેં...! ? શું વાત કરે છે ! ?' ગભરાટથી અને અચરજથી ચોંકેલી રીમા વાસંતીની નજીક સરકી. વાસંતીનો કપ ખરેખર ખાલી હતો. ચોક્કસ એ અદૃશ્ય પુરુષ જ ચા પી ગયો હશે. એ સિવાય એવું ન બને.
વાસંતીના ચહેરા સામે જોઈને હસવાનો પ્રયત્ન કરતી રીમાએ કીટલીમાંથી બીજી ચા વાસંતીના કપમાં ઠાલવી. રીમા જ્યારે કપમાં ચા રેડી રહી હતી ત્યારે એનો કીટલીવાળો હાથ ભયથી સહેજ સહેજ ધ્રુજી રહ્યો હતો. વાસંતીની આંખોમાં ડર હતો. પણ ત્યાર બાદ કંઈ બન્યું નહીં. બન્ને બહેનપણીઓ ચા પીને, રૃમ બંધ કરીને નીકળી ગઈ.
એ દિવસે વાસંતી ખૂબ ગંભીર રહી. આજે સવારથી જ રીમાને અશક્તિ જેવું વર્તાવા લાગ્યું હતું. એના આખા શરીરે પીડા થતી હતી અને તાવ હોય એવું પણ એને લાગતું હતું. વાસંતીની વાત એને હવે કંઈક ખરી લાગવા માંડી હતી. એને મનમાં થઈ ગયું હતું કે, ચોક્કસ કોઈ ભૂત-પ્રેત જ એના શરીર સાથે રમત રમી રહ્યો છે.
સાંજ સુધીમાં તો રીમાએ મનોમન નક્કી કરી નાખ્યું હતું કે હવે પોતે એની સાથે વાતચીત કરીને એને પોતાની સામે જ બોલાવશે. એ જ્યાં સુધી વાતચીત નહીં કરે ત્યાં સુધી એ પોતે પલંગ ઉપર નહીં જાય.
એ રાતે રીમા મોડે સુધી વાસંતી સાથે વાતો કરતી બેસી રહી. બાર ને પાંત્રીસે નીકળતી ગાડી પસાર થઈ ગયા પછી એ હળવે પગલે પોતાની રૃમમાં ગઈ. જોકે, રૃમમાં જતી વખતે એના મનમાં બિલકુલ ફફડાટ કે ગભરાટ નહોતો. પેલા અદૃશ્ય પુરુષની કલ્પના કે વિચાર આવતાં જ એ મનમાં મીઠો રોમાંચ અનુભવતી હતી.
પોતાની રૃમ ઉઘાડી હળવેકથી રીમા અંદર પહોંચી. લાઈટ ચાલુ કરીને એણે બારણું બંધ કરી દીધું અને પછી પલંગ પાસે પડેલી ખુરશી ખેંચીને દૂર લીધી અને હાથમાં કોઈક પુસ્તક લઈને ધીમે-ધીમે એનાં પાનાં ઉથલાવવા લાગી.
થોડીકવાર એમ ને એમ પસાર થઈ ગઈ. પછી એકાએક એની રૃમમાં પેલા ફૂલની મોગરા ચંપા જેવી તેજ સુગંધ ફેલાવા લાગી. થોડીવારમાં તો એ જ તેજ સુગંધ એની આખી રૃમમાં ફેલાઈ ગઈ.
રીમાના શરીરમાં એક પ્રકારની મસ્તી ભરાવા લાગી. એણે પુસ્તક ઘા કરીને, ફેંકી દીધું. ત્યાં જ અચાનક એના રૃમની લાઈટ બંધ થઈ ગઈ.
ગભરાઈને રીમા ખુરશીમાંથી ઊભી થઈ ગઈ. એણે પૂછયું, 'કોણ છે ?'
સામેથી કોઈ જવાબ ન મળ્યો. પણ કોઈએ રીમાની નજીક આવીને, રીમાને પોતાની છાતી સાથે જકડી લીધી. પોતાના શરીર ઉપર એ અજાણ્યો અને અદૃશ્ય હાથ પડતાં જ રીમાએ એક મીઠા રોમાંચ સાથે મીઠી ઝણઝણાટી અનુભવી. રીમાને ખ્યાલ આવી ગયો કે રોજ રાતના આવતો એ અજાણ્યો અને અદૃશ્ય પુરુષ આવી પહોંચ્યો છે. એણે હિંમત કરીને પૂછયું, 'તમે કોણ છો?'
સામેથી કોઈ જવાબ ન મળ્યો પણ કોઈએ રીમાની નજીક આવીને, રીમાને પોતાની છાતી સાથે જકડી લીધી. પોતાના શરીર ઉપર એ અજાણ્યો અને અદૃશ્ય હાથ પડતાં જ રીમાએ એક મીઠા રોમાંચ સાથે મીઠી ઝણઝણાટી અનુભવી. રીમાને ખ્યાલ આવી ગયો કે, રોજ રાતના આવતો એ અજાણ્યો અને અદૃશ્ય પુરુષ આવી પહોંચ્યો છે. એણે હિંમત કરીને પૂછયું, 'તમે કોણ છો ?'
'હું તારો પ્રેમી છું.' એક પહાડી અવાજ જાણે એના કાને અથડાયો.
'તમે મારી સામે કેમ આવતા નથી ?'
'હું તારી સામે આવી શકતો નથી.'
'પણ તમે મારી સામે નહીં આવો તો હું અહીંથી ચાલી જઈશ.'
રીમાની વાત સાંભળીને એ પહાડી પુરુષનું હાસ્ય રૃમમાં ફરી વળ્યું. 'હવે તને મારાથી અલગ કોઈ નહીં કરી શકે. તું જ્યાં જઈશ ત્યાં હું તારી સાથે હોઈશ.'
'પણ તમે મારી સામે એકવાર તો આવો.'
'જિદ્દ કરવામાં મઝા નથી. ચાલ પલંગ પર આવ!' એ અજાણ્યા-અદીઠા પુરુષના અવાજમાં એવું ખેંચાણ હતું કે ત્યારબાદ રીમા વધુ કોઈ વાત કરી શકી નહીં. કોઈ જિદ્દ કરવાને બદલે એ કોઈ ચાવી દીધેલી ઢીંગલી હોય એમ ચૂપચાપ આગળ વધી ગઈ. પેલા અજાણ્યા અને અદૃશ્ય મજબૂત પુરુષે એને પોતાના બાહુપાશમાં જકડી લીધી. રીમા ફરી મીઠા રોમાંચ અને મીઠા આનંદમાં ડૂબી ગઈ.
પછી.? પછી શું થયું.? શું રીમા એ અજાણ્યા-અદીઠા પુરુષના ચુંગાલમાંથી છૂટી શકી.? વાસંતીનું શું થયું.? વાસંતીએ રીમાને બચાવવા માટે શું કર્યું..? રીમાના મમ્મી-પપ્પાનું શું થયું? એમણે પોતાની દીકરીને આ મુસીબતમાંથી છુટકારો અપાવવા શું કર્યું ? એ બધું જ જાણવા માટે આપે 'જંતર મંતર'નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો આવતો હપતો વાંચવો જ પડશે.
(ક્રમશઃ)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
(પ્રકરણ : ૧)
ભારતના પૂર્વ પડખામાં આવેલા ગરીબ ઓરિસામાં ઘણાં ગુજરાતી કુટુંબો વસે છે. મોટાભાગના ગુજરાતીઓ પૈસેટકે સુખી છે. ખાસ કરીને ગુજરાતીઓ વેપાર-ધંધામાં જ પડેલા છે. ભાગ્યે જ કોઈક ગુજરાતી સરકારી નોકરીમાં દેખાય છે. આ ગુજરાતીઓ વરસોથી ઓરિસામાં છે. છતાંય એમના રીત, રિવાજ, પહેરવેશ, ખોરાક અને પ્રથાઓમાં સહેજ પણ ફેરફાર થયો નથી. એ બધા જ ગુજરાતીઓ પૂરેપૂરા ગુજરાતી છે. ઓરિસાની વસતીમાં ગુજરાતી સ્ત્રી-પુરુષો અલગ તરી આવે છે. વાસંતી પણ એ જ રીતે અલગ તરી આવતી હતી.
વાસંતીનો ગોળ ચહેરો, તેજભરી આંખો, નમણું નાક અને એકવડિયો બાંધો એ બધું જોનારનું તરત જ ધ્યાન ખેંચી લે તેવી હતી. વળી એ બધાય કરતાં તો એનો મીઠો અને હસમુખો સ્વભાવ બધાંને ખૂબ ગમતો.
વાસંતીનાં મા-બાપ બહુ પૈસાદાર તો નહોતાં, પરંતુ વાસંતીને તેમણે ખૂબ લાડકોડથી ઉછેરી હતી. વાસંતીએ હજી તો સોળ વરસ માંડ પૂરાં કર્યાં હતાં ત્યારથી જ એન હાથ માટે અનેક માંગાંઓ આવતાં હતાં. છેક ગુજરાત અને મહારાષ્ટ્રથી પણ એના લગ્ન માટેની વાત આવી ચૂકી હતી. પણ વાસંતીનાં મા-બાપ દીકરીને પોતાની આંખોથી દૂર જવા દેવા માંગતા નહોતાં એટલે એમણે એ બધાં જ માંગાઓ પાછાં ઠેલ્યાં હતાં.
વાસંતીની જ ઉંમરની એની ખાસ બહેનપણી રીમા સાથે એને ખૂબ જ બનતું. બન્નેનાં મકાન એક જ ફળિયામાં હતાં. વાસંતી નાનપણમાં રીમા સાથે જ રમી હતી. બન્ને ભણવા પણ સાથે જ જતી. ઘણીવાર રીમા વાસંતીને ઘેર વાંચવા જતી. બન્ને બહેનપણીઓને એકબીજી ઉપર સગી બહેન કરતાંય વધારે હેત હતું.
વાસંતી સુંદર હતી તો રીમાય કંઈ કમ નહોતી. ગોરો રંગ, સુંદર લંબગોળ ચહેરો, માછલી જેવી ચમકતી આંખો, લાંબું અણીયાળું નાક, સુંદર દાડમની કળી જેવા એક સરખા દાંત, લાંબી સુરાહીદાર ગરદન, ભર્યાં ભર્યાં સુડોળ અંગો અને ઘાટીલું શરીર અને વાસંતી કરતાંય મધુર અવાજ અને એનાથી ચઢી જાય એવો મીઠો સ્વભાવ...
વાસંતીનાં મા-બાપ બહુ પૈસાદાર નહોતાં, પણ રીમાના બાપ પાસે ઠીક ઠીક પૈસો હતો. કટકમાં એમનો પોતાનો ત્રણ માળનો વિશાળ બંગલો હતો. કાપડની બે મોટી દુકાનો હતી. અને એક-બે કારખાનામાં એમણે સારું એવું રોકાણ કર્યું હતું. સસ્તા જમાનામાં એમણે સોનું પણ સારું એવું ભેગું કર્યું હતું. વળી સંતાનમાં પણ એમને એક દીકરો અને એક દીકરી એમ બે જ સંતાન હતાં. મોટા દીકરા મનોજને એમણે પાંચેક વરસ પહેલાં જ પરણાવી દીધો હતો. બસ, હવે આ એક દીકરી રીમા હતી અને રીમા પણ હવે જુવાન થઈ ચૂકી હતી. કોઈ સારું ઘર જોઈને ત્રણચાર વરસમાં જ રીમાના હાથ પીળા કરી દેવાનું તેઓ વિચારતા હતા.
વાસંતી અને રીમા બન્ને જણીઓએ ગયા વરસે જ મેટ્રિકનું વરસ પૂરું કર્યું હતું. ભાઈ મનોજે નજીકમાં જ આવેલા ભુવનેશ્વર શહેરમાં આવેલી એક કૉલેજમાં એ બન્નેને પ્રવેશ અપાવી દીધો હતો. ત્યાંની હોસ્ટેલમાં રહેવા માટે પણ એમને મંજૂરી મળી ગઈ હતી. વળી વાસંતીના મામા પણ ભુવનેશ્વરમાં જ હતા એટલે ચિંતાની કોઈ વાત નહોતી. રવિવાર કે રજાને દિવસે બન્ને બહેનપણીઓ એમને ત્યાં જઈને મામા-મામીને મળી શકે એમ હતી.
શરૃઆતમાં તો વાસંતી અને રીમાને લાગ્યું હતું કે, એ નવા વાતાવરણમાં બહુ ફાવટ નહીં આવે. વળી અહીં હોસ્ટેલની પ્રથા પણ કંઈક અલગ અને વિચિત્ર હતી. દરેક છોકરીને અલગ રૃમ આપવામાં આવતી હતી. રૃમ વચ્ચે પાર્ટીશન કરીને, નાની-નાની ખોલીઓ બનાવી દેવામાં આવી હતી. જોકે, વાસંતી અને રીમાની રૃમો બાજુ બાજુમાં હતી એટલે સારું હતું.
રીમા અને વાસંતીના રૃમની લાઈન સામે એક મોટું મેદાન પડતું હતું. મેદાનના છેડે ઝાંખરાં અને કાંટાઓની વાડ હતી, અને વાડની પછવાડેય ઉજ્જડ મેદાન હતું. એ ઉજ્જડ મેદાનમાં જૂના ઊંચા ઝાડવાઓ સિવાય બીજું કંઈ નહોતું. વળી એ ભાગ શહેરના પાછલા ભાગમાં હતો. એટલે એ દિવસે પણ ત્યાં કોઈ અવરજવર નહોતી અને રાતે પણ એ ભાગ બિલકુલ લાગતો હતો. બહાર હોસ્ટેલની લાઈટ આખી રાત ચાલુ રહેતી છતાંય છોકરીઓ બહાર નીકળતાં ડરતી હતી. હોસ્ટેલનો બુઢ્ઢો ચોકીદાર પોતાના ખાટલામાં બેઠો-બેઠો ચલમ ફૂંકતો રહેતો અને વારેઘડીએ ખાંસી ખા-ખા કરતો. એની ખાંસીનો અવાજ સાંભળીને પણ ઘણીવાર બીક લાગતી. પરંતુ મોટાભાગની છોકરીઓ એનાથી ટેવાઈ ગઈ હતી. ત્રણેક મહિનામાં તો રીમા અને વાસંતી પણ ત્યાંના એ સુનકાર અને બિહામણા વાતાવરણથી ટેવાઈ ગઈ. સાંજે બન્ને જણી ફરવા જતી અને રાતના અંધારું થાય તે પહેલાં જ પોતપોતાની રૃમમાં જઈને ચોપડી વાંચવાનું શરૃ કરી દેતી.
એક રવિવારે બન્ને બપોરના ત્રણ વાગ્યાના શોમાં પિકચર જોવા ગઈ. પાછા ફરતાં લગભગ સાત વાગી ગયા. હજુ રાત થઈ નહોતી. અંધારું પણ થયું નહોતું. પરંતુ દિવસ કયારનોય આથમી ગયો હતો. દીવાબત્તીનું ટાણું થવા આવ્યું હતું. હોસ્ટેલના ચોગાનની બત્તી હજુ સળગી નહોતી. વાસંતી અને રીમા હળવે પગલે, ધીમે-ધીમે વાતો કરતી, પોતાના રૃમ તરફ આગળ વધી રહી હતી.
અચાનક ચાલતાં ચાલતાં રીમા અટકી ગઈ. એનું ધ્યાન મેદાનને છેડે આવેલી કાંટાની ઝાડીઓ ઉપર ઊગેલા એક સુંદર પીળા ફૂલ ઉપર પડી.
રીમા કે વાસંતીએ એ જગ્યાએ કદી કોઈ પણ જાતનું ફૂલ જોયું નહોતું. એ કાંટાઓની ઝાડી એવી હતી કે ત્યાં સુકાયેલી અને કાળી પડેલી ડાંખળીઓ સિવાય કંઈ નહોતું. એકાદ સુકાયેલું પાંદડું પણ ત્યાં નજરે પડતું નહોતું. ત્યાં વળી અચાનક આવું સુંદર ખિલેલું અને તાજું ફૂલ જોઈને બન્નેને ખૂબ નવાઈ લાગી. એમાંય રીમા તો જાણે આપોઆપ જ એ ફૂલ તરફ ખેંચાઈ.
રીમાને ફૂલની તરફ આગળ વધતી જોઈને વાસંતીએ એને ટકોર કરી, 'રહેવા દે, રીમા...!'
પણ રીમાએ વાસંતીની કોઈ ટકોર સાંંભળી જ નહિ. એ પેલા ફૂલ તરફ ખેંચાતી જ રહી. રીમાને આગળ ને આગળ વધતી જોઈને વાસંતીએ રીમાની પાછળ દોટ મૂકી. પણ રીમા એ વખતે છોડ પાસે પહોંચી ગઈ હતી. એ પીળા ચમકતા ફૂલની સુગંધ અદ્ભુત હતી. એ અદ્ભુત સુગંધે જાણે રીમા ઉપર જાદુ કર્યું હોય એમ રીમા અવાચક બનીને એ ફૂલને જોઈ રહી હતી.
વાસંતીએ પાછળથી રીમાના ખભા ઉપર હાથ મૂકતાં કહ્યું, 'રીમા...રીમા...આ જગ્યા સારી નથી...!' પણ રીમાના કાને જાણે વાસંતીનો અવાજ સંભળાતો જ ન હોય એમ રીમાએ ફૂલ તોડવા માટે હાથ ઊંચો કર્યો....
વાસંતીએ રીમાનો ખભો હચમચાવતાં કહ્યું, 'રીમા, રહેવા દે...રીમા અત્યારે દીવાબત્તીનો સમય છે...આ ફૂલ...!' પણ વાસંતી પોતાનું વાકય પૂરું કરે એ પહેલાં તો રીમાએ હળવેકથી ફૂલ તોડી લીધું. પીળા રંગનું પૂરેપૂરું ખિલેલું અને અજબ સુગંધ ધરાવતું એ ફૂલ હાથમાં આવતાં જ રીમાએ જાણે રોમાંચ અનુભવ્યો. એના શરીરમાં રોમાંચ ફરી વળ્યો હોય એમ એના રેશમી શરીર ઉપરની ચામડીનાં રુંવાડાં ખડાં થઈ ગયાં. જ્યારે બરાબર એ જ સમયે વાસંતીના શરીરે ભયની આછી ધ્રુજારી અનુભવી.
ફૂલ તોડયા પછી રીમા પાછી એની સાથોસાથ વાસંતી પણ ખેંચાઈ....વાસંતીને મનમાં ઊંડે ને ઊંડે એમ જ થતું હતું કે, હજુ પણ રીમા ફૂલ ફેંકી દે તો સારું. આવી વિરાન ઝાડીમાં આવું તાજું ખિલેલું ફૂલ જોઈને જ એના દિલની ધડકનો આપોઆપ વધી ગઈ હતી.
રીમા પોતાની રૃમ પાસે આવી ત્યાં સુધી એની નજર એ પીળા ફૂલ ઉપર ચોંટેલી હતી. એ ફૂલમાંથી ચંપા અને મોગરાની બન્ને સુગંધ એકીસાથે આવતી હતી અને એ સુગંધ એટલી તેજ હતી કે વિના ફૂલ સૂંઘે પણ એની માદક સુગંધ નસકોરામાં ઘૂસી જઈને મનને મસ્ત બનાવી દેતી હતી.
રૃમ પાસે આવતાં સુધી વાસંતી કંઈ બોલી નહીં અને રીમાએ પણ વાસંતી તરફ જોયું નહીં. રીમાને એ પીળા ફૂલમાં ખોવાયેલી જોઈને વાસંતીને મનમાં નવાઈ તો લાગી, પણ અત્યારે રીમાએ કંઈ કહેવું એને ઠીક લાગ્યું નહીં. એ ચૂપચાપ પોતાના રૃમમાં ચાલી ગઈ. રીમા પણ પોતાના રૃમમાં ચાલી ગઈ.
રૃમમાં જઈને રીમાએ ફૂલને પલંગ ઉપર મૂકી દીધું અને પછી દરરોજની આદત મુજબ એણે કમાડ બંધ કર્યા. બરાબર એ જ વખતે એણે વાસંતીના રૃમનાં કમાડ પણ બંધ થવાનો અવાજ સાંભળ્યો.
કમાડ બંધ કરીને, રીમાએ ટેબલ ઉપરથી ચોપડી લઈને પલંગમાં પડતું મૂકયું. ચોપડીના પાનાં થોડીકવાર સુધી ઉલટાવતી રહી. પણ ચોપડીમાં એનું મન ચોંટયું નહીં એટલે એ ચોપડી પટકીને ઊભી થઈ. પોતાનું ઢીંચણ સુધીનું ફ્રોક ઉતારીને એણે ખીંટીએ લટકાવ્યું અને પછી પેટીકોટ સરખો કરતી, બત્તી બુઝાવીને એ પલંગમાં પડી. પેલા ફૂલની માદક સુગંધને કારણે એની આંખો આપોઆપ બંધ થઈ જતી હતી. કયાંય સુધી એ મસ્તીથી પલંગમાં ચૂપચાપ આળોટતી રહી. રીમા પોતે ઊંઘતી હતી કે જાગતી હતી એનો ખ્યાલ રહ્યો નહોતો. સમય હળવે હળવે સરકતો રહ્યો.
રાતના બરાબર બાર ને પાંત્રીસે નજીકની રેલવે લાઈન ઉપરથી એક ગાડી પસાર થતી હતી. આ ગાડીનો અવાજ ઘડીકવાર માટે એની ઊંઘ ઉડાડી દેતો હતો. પણ જેવી ગાડી પસાર થઈ જતી, અવાજ હળવો થવા માંડતો કે તરત જ એની આંખ ફરી મીંચાઈ જતી હતી. અને એ ફરી ઘસઘસાટ ઊંઘવા લાગતી. પણ આજે તો એ ગાડી પસાર થઈ તોય એની ઊંઘ ઊડી નહીં, જ્યારે એની ઊંઘ ઊડી ત્યારે એના રૃમમાં રહેલા પેલા ફૂલની સુગંધ વધારે તેજ બની ચૂકી હતી. એણે હળવેકથી આંખો ઉઘાડી ત્યારે એને લાગ્યું કે કોઈકનું શરીર એના સુંવાળા શરીર સાથે ચંપાયેલું છે. અને કોઈકનો હાથ એના શરીર ઉપર, એના ભર્યા ભર્યા કુંવારા બદન ઉપર ફરી રહ્યો છે. એણે અનુભવ્યું કે એ કોઈક મજબૂત હાથ હતો. એણે આંખો ખેંચીને પોતાની પથારીમાં અને પોતાની રૃમમાં જોવાનો પ્રયત્ન કર્યો. પણ એને કોઈ દેખાયું નહીં. એણે ફરી આંખો બંધ કરી દીધી. અચાનક કોઈએ એને પોતાના શરીર સાથે જકડી લીધી હતી. એના ચહેરા ઉપર અને એના ધ્રૂજતા હોઠ પર ચુંબનો વરસાવવા માંડયાં હતાં. એ ધગધગતા ચુંબનો માણતી મસ્તીથી પડી હતી. એ કોઈ અજબ પ્રકારનો રોમાંચ અને કોઈક અજબ પ્રકારનો આનંદ માણી રહી હતી. એને લાગ્યું કે કોઈ જાણે એને આનંદના મહાસાગરમાં ડૂબકીઓ ખવડાવી રહ્યું છે. એના શરીર ઉપરનાં કપડાં પણ એક પછી એક કરીને કયારે સરકી ગયાં એની પણ એને ખબર ન રહી. અને કોઈક અદૃશ્ય શક્તિશાળી પુરુષ કયાંય સુધી એના શરીરને પોતાના શરીર સાથે જકડતો રહ્યો-કચડતો રહ્યો અને રીમાના શરીરમાં સમાઈ જવા માટે પ્રયત્નો કરતો રહ્યો.
જીવનમાં આવો રોમાંચ, આવો આનંદ રીમાએ કદી માણ્યો નહોતો. એક પુરુષ આટલો આનંદ આપી શકે એ વાત એણે આજે જ અનુભવી હતી. છેક વહેલી સવાર સુધી એ રોમાંચ અને આનંદ માણતી રહી. કયારે એ અદૃશ્ય પુરુષ ચાલ્યો ગયો અને કયારે રીમા પોતે ઊંઘી ગઈ એનો પણ એને ખ્યાલ રહ્યો નહીં.
અચાનક રીમાની આંખ ખૂલી ત્યારે કોઈક તેનાં બારણાં ખટખટાવી રહ્યું હતું. બારી-બારણાની તિરાડમાંથી આવતા અજવાળા ઉપરથી ખ્યાલ આવી જતો હતો કે સવાર કયારનીય થઈ ચૂકી છે અને અત્યારે ઘણું મોડું થઈ ગયું છે.
ગભરાઈને રીમા પથારીમાં બેઠી થઈ ગઈ. પણ બેઠાં થતાં જ એને ખ્યાલ આવ્યો કે, પોતાના શરીર ઉપર એક કપડું નથી એટલે એ મનોમન શરમાઈ ગઈ. રાતના એણે માણેલો અદ્ભુત રોમાંચ અને આનંદ એને યાદ આવી ગયો. એણે મસ્તીથી એક માદક અંગડાઈ લીધી અને પછી બહાર બારણું ખખડાવી રહેલી વાસંતીને એણે જવાબ આપ્યો, 'અરે, ઉઘાડું છું વાસંતી...એક મિનિટ ઊભી રહે.'
જવાબ આપ્યા પછી રીમાએ ઝડપથી કપડાં પહેરી લીધાં અને ફટાક કરતું બારણું ઉઘાડયું.
બારણું ઉઘડતાં જ ઠપકો આપતી વાસંતી અંદર ધસી આવી, 'કેમ રે...હજુ નવ વાગવા આવ્યા છતાંય આરામથી પડી છો...?' પણ રીમા અત્યારે ઠપકો સાંભળવાના કે કોઈ બચાવ કરવાના મૂડમાં ન હોય એમ વાસંતીને પોતાની તરફ ખેંચીને, પોતાના શરીર સાથે જકડી લેતાં બોલી, 'વાસંતી, વાસંતી...વાસંતી....આજે હું ખૂબ ખુશ છું.' એણે વાસંતીને વધુ જોશથી દબાવીને, જમીનથી સહેજ ઊંચી કરીને, ગોળ ગોળ બેત્રણ ચકરડીઓ ફેરવી નાખી.
વાસંતી 'અરે, અરે...છોડ..છોડ...!' કરતી રહી ત્યાં રીમાએ એને પોતાના પલંગ ઉપર પટકી દીધી.
વાસંતી બેઠી થતાં બોલી, 'અરે, તું પાગલ થઈ ગઈ છું કે શું ?' ત્યારે રીમા બેય હાથ ઊંચા કરીને, એક મસ્તીભરી અંગડાઈ લઈને બોલી, 'હા, હા, વાસંતી હું સાચે જ પાગલ થઈ ગઈ છું....સાચે જ પાગલ !'
વાસંતીએ રીમાનો હાથ પકડીને, ખેંચીને, પોતાની પાસે બેસાડતાં કહ્યું, 'અલી, કંઈ માંડીને વાત કર...તો કંઈ સમજ પડે.'
રીમાએ મસ્તીભરી અને તોફાની આંખે એની તરફ જોતાં કહ્યું, 'અરે વાસંતી...આજે રાતે મેં જે આનંદ મેળવ્યો છે, જે મઝા મેળવી છે...એની વાત હું કરી શકું એમ નથી. આવો રોમાંચ આજ પહેલાં મેં કદી મેળવ્યો નથી.'
વાસંતીને રીમાની વાત પૂરેપૂરી તો ન સમજાઈ, પણ એને કંઈક શંકા જતાં એણે પૂછયું, 'શું તારી સાથે કોઈ છોકરો હતો.?'
'છોકરો નહીં..પુરુષ હતો...મજબૂત પુરુષ...પૂરો પુરુષ.... આજે રાતે અમે બન્ને એકમેકમાં સમાઈ ગયાં હતાં.' રીમાના અવાજમાં હજી પણ મસ્તી હતી. માદકતા હતી. અત્યારે પણ એ જે બેફિકરાઈથી જવાબો આપી રહી હતી. એ જોઈને વાસંતી મનોમન ફફડી ઊઠી. એણે ગભરાઈને પૂછયું, 'રીમા...કોણ હતો એ ?'
રીમા મીઠું મીઠું હસી પડી. 'વાસંતી, હું એને નથી ઓળખતી. મેં એને જોયો પણ નથી. પરંતુ એ ગમે તે હોય, એણે મને આજની રાતે ખૂબ આનંદ આપ્યો છે. હું એને કદી નહીં ભૂલી શકું.' રીમા આનંદના આવેશમાં આંખો મીંચીને બબડી રહી હતી ત્યારે વાસંતી ફાટી આંખે એને જોઈ રહી હતી. એના મનનો ફફડાટ હવે બેવડાઈ ચૂકયો હતો. એના ચહેરા ઉપર પરસેવો વળવા લાગ્યો હતો. ગઈરાતે એણે પેલું અજબ ફૂલ જોયું ત્યારે પણ એના દિલને એક આંચકો લાગ્યો હતો અને એમાંય એ ફૂલ રીમાએ તોડયું એ વખતે એના મનમાં અમંગળ શંકા જાગી હતી. અને અત્યારે રીમાની આવી હાલત જોઈને વાસંતીના મનની શંકા સાચી પડતી હોય એમ લાગતું હતું. હવે એના મનમાં પાકી ખાતરી થઈ ચૂકી હતી કે, રીમા જરૃર કોઈ ભૂત-પ્રેતની જાળમાં ફસાઈ ચૂકી છે.
પછી....? પછી શું થયું....? શું રીમા ખરેખર કોઈ ભૂત-પ્રેતની જાળમાં ફસાઈ ચૂકી હતી....? ભૂત-પ્રેતની જાળમાં ફસાયેલી રીમાનું શું થયું...? વાસંતીએ રીમાને બચાવવા માટે શું કર્યું....? રીમાના મમ્મી-પપ્પાનું શું થયું? એમણે પોતાની દીકરીને આ મુસીબતમાંથી છુટકારો અપાવવા શું કર્યું? એ બધું જ જાણવા માટે આપે 'જંતર મંતર'નો રસભર્યો, રહસ્યોભર્યો અને રોમાંચભર્યો આવતો હપતો વાંચવો જ પડશે.
(ક્રમશઃ)
એચ.એન. ગોલીબાર
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો