અધિક માસનું કથામૃતઃ પિતામહ ભીષ્મની શ્રી કૃષ્ણ ભક્તિ

                                                                                                                                                                                                      

પિતામહ ભીષ્મ શ્રી કૃષ્ણનું સાચું સ્વરૂપ જાણી ગયા હતા અને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન અને પાંડવોને પક્ષે હતા. તેથી જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે કૌરવોની સેનાના સેનાપતિ બનેલા પિતમાહ ભીખ યુદ્ધમાં પાંડવો પ્રત્યે સહાનુભૂતિ રાખતો હતો. આ બાબતે દુર્યોધન પિતામહ ભીખ પ્રત્યે રોષે ભરાયેલો તેથી તેમણે પિતામહ ભીખને કડવા વેણ કહ્યું ત્યારે તે કડવાવેણથી ઉશ્કેરાયેલા પિતામહ ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી કે, કાલે યુદ્ધમાં "કાં તો હું નહીં અથવા આ પાંડવો નહીં." આ પ્રતિજ્ઞા વિશે સાંભળી અને પાંડવો ગભરાયા. સૌ પિતામહ ભીષ્મની શક્તિ અને તેમની પ્રતિજ્ઞાની શક્તિને સારી રીતે જાણતા હતા. તેથી કૌવરવોની છાવણીમાં આનંદ-ઉલ્લાસ ફેલાઇ ગયો. જ્યારે પાંડવોની છાવણીમાં વાતાવરણ શાંત અને ગંભીર બની ગયું. આવી પરિસ્થિતિ વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણને પાંડવોએ ખરા અંતઃકરણ પૂર્વક યાદ કર્યા અને તેમને આ સ્થિતિમાંથી બચાવવા માટે વિનંતી કરી. પાંડવોની વિનંતીને ધ્યાને લઇ અને ભગવાન શ્રી કૃષ્ણએ તેમને હૈયા ધારણા આપી અને દ્રૌપદીજીની યુક્તી વડે પિતામહ ભીષ્મ પાસે" અખંડ સૌભાગ્યવતી ભવઃ"ના આશીર્વાદ મેળવી લીધા. પછી જ્યારે સત્યનું જ્ઞાન થયું ત્યારે ભીષ્મએ ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, "તમે પૂર્ણ પુરૂષોત્તમ અને યોગેશ્વર છો તમારી લીલા હું જાણી ગયો છું. યુદ્ધમાં થાકેલા અને દુર્યોધનના વાક બાણથી વિંધાયેલા એવા મારા સંતાપ સભર સમય દરમ્યાન જાણ્યું કે, "આ અર્જુનની પત્ની મારા આશીર્વાદ લેવા આવી છે. વિચિત્ર પરિસ્થિતિ વચ્ચે દ્રૌપદીને તેણે અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપ્યા. તેમાં તમારી લીલા જ કામ કરી ગઈ છે.

હે પ્રભુ ! તમારી લીલાને કારણે જ મેં મારી પ્રતિજ્ઞાનો ભંગ કર્યો છે." ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, "મે તમારી પ્રતિજ્ઞાનો ક્યારેય ભંગ નહતો કર્યો....આજે તમે મારા દ્વારા આધિન થઇ અને પ્રતિજ્ઞાનો ભંગ કર્યો તે બદલ સદાય હું તમારો ઋણી રહીશ." આમ, વાર્તાલાપ થયા પછી બીજે દિવસે યુદ્ધ શરૂ થયું અને પિતામહ ભીષ્મ જનુન પૂર્વક લડવા લાગ્યા. અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણએ વારંવાર ભીષ્મ પર પ્રહાર કરવા જણાવ્યું પરંતુ અર્જુન પિતામહ પ્રત્યે લાગણીવશ હતો તેથી તે પ્રહાર કરી શકતો ન હતો આખરે બાણ ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનને લાગવા લાગ્યા. તેથી તેમનું રક્ત વહેવા લાગ્યું. આથી, ભગવાન શ્રી કૃષ્ણ ગુસ્સે ભરાયા ગુસ્સામાંને ગુસ્સામાં ભગવાને રથ ઉપરથી ઉતરી હાથમાં ચાબુક લઇ લીધી અને સિંહ ગર્જના સાથે પિતામહ ભીખને મારવા દોડ્યા. આ દૃશ્ય જોઇ ત્યાં હાજર રહેલા કૌરવ અને પાંડવ પક્ષના તમામ યોદ્ધાઓ ગભરાયા ભગવાનનું વિકારળ સ્વરૂપ જોઈ અને સૌ થરથર કાંપવા લાગ્યા. પરંતુ આ વીર સ્વરૂપને જોઇ પિતામહ ભીષ્મ જરા પણ ડર વગર કહ્યું, "હે પ્રભુ, હું આપનો સેવક છું તમે કાયમ ભક્તોની લાજ રાખનારા છો.

હે નાથ, તમે હાથમાં ચાબુક લાઇ મારા પર પ્રહાર કરવા આવ્યા તે મારા પ્રત્યે તમારો અહર્નિશ પ્રેમ હોઇ તમે યુદ્ધમાં હથીયાર ન લેવાની પ્રતિજ્ઞા લઇ તેનો ભંગ કર્યો છે. હે પ્રભુ ! તમારી જય હો. તમે આ રીતે મારા ઉપર પ્રહાર કરવા દોડી અને મારી પ્રતિષ્ઠાને વધારવા માટે જ આમ કર્યું છે. આ દ્રશ્ય જોઇ અને અર્જુન પણ ગભરાયો તેણે તરત જ રથમાંથી કુદકો માર્યો અને તે ભગવાનના પગ પકડી અને શાંત થવા વિનંતી કરતા કહેવા લાગ્યો, "પ્રભુ, ક્ષમા કરો તમે આ શું કરો છો ? યુદ્ધમાં તમે શસ્ત્રો ન લેવા પ્રતિજ્ઞા કરેલી તમે જો હવે આગળ વધશો તો તમારી પ્રતિજ્ઞાને હાનિ પહોંચશે. ત્યારે ભગવાન માન શાંત થયા. પછી અર્જુને કહ્યું હવે હું નિષ્ઠાપૂર્વક યુદ્ધ કરીશ. બીજે દિવસે પણ યુદ્ધમાં ભીખ સામે અર્જુનનો ગજ ન વાગ્યો ત્યારે ત્રીજે દિવસે યુક્તીથી શિખંડીને આડે રાખી અને અર્જુનને ભીષ્મ પર હુમલો કરવા ભગવાન શ્રી કૃષ્ણએ આજ્ઞા કરી. તેની આજ્ઞાને માન આપી અને અર્જુને તેમ કર્યું. અર્જુનાસહસ્ત્ર બાણો વડે વિંધાયેલા પિતામહ ભીષ્મ બાણશૈય્યા પર પોઢ્યા. જ્યારે પિતામહ ભીષ્મનો દેહ ત્યાગ કરવાનો સમય આવ્યો ત્યારે સૂર્યનારાયણ ભગવાન ઉતરાયણમાં પ્રવિષ્ટ થયા હતા. બરાબર આ સમયે ધૃતરાષ્ટ્ર, મહર્ષિ નારદજી, વેદવ્યાસજી,  યુધિષ્ઠીર, અર્જુન, ભીમ, સહદેવ, નકુલ, ભગવાન શ્રી કૃષ્ણ વગેરે બાણશૈયા પર પોઢેલા પિતામહ ભીખુ પાસે આવ્યા. અંતિમ સમય આવ્યો છે. તે જાણી અને પિતમાહ ભીષ્મએ ભગવાન શ્રી કૃષ્ણની ખરા હૃદયથી સ્તુતિ કરવા માંડી. "હે સર્વ દેવતાઓના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ! તમે પૂર્ણ પુરુષોત્તમ છો. તમે જ હંમેશને માટે મારી રક્ષા કરી છે. મેં તમારા નીજ સ્વરૂપને ઓળખ્યો છે. દેવતાઓ કે ઋષિઓ પણ તમારા તત્ત્વને જાણી શકવાને શક્તિમાન નથી. સર્વ વેદશાસ્ત્રો વગેરે પણ તમારો મહિમા ગાય છે. તમે ભક્ત વત્સલ અને કરૂણાના સાગર છો. આપ જ ઉપાસવા અને આસરો લેવાને યોગ્ય છો.          

આપ જ આદિ, મધ્ય અને અંતરહિત છો, આપ અનંત છો, સત્ય, ધર્મ, કામ, ક્ષેત્ર, મોક્ષ, સાંખ્ય સ્વરૂપ પણ આપ જ છો. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પણ આપ જ છો. જે તમારે શરણે જાય છે તે સર્વ પ્રકારના બંધન અને દુઃખમાંથી છૂટી જાય છે. તમે આનંદ સ્વરૂપ પણ છો. યુદ્ધમાં હાથમાં શસ્ત્ર ન લેવાની પ્રતિજ્ઞા લેનારા આપે મારા માટે મારી પ્રતિષ્ઠા માટે પ્રતિજ્ઞાનો ભંગ કર્યો અને મેં ભક્તિભાવે તમારા હાથમાં શસ્ત્ર લેવડાવવા માટે પ્રતિજ્ઞા લીધેલી તે મારી પ્રતિજ્ઞાને તમે પૂરી કરી. મેં આપના સાથે સાથે વિતાવેલી એક એક પળને યાદ કરું છું અને મારા એક એક રૃંવાટા આનંદ વિભોર બને છે. યુધિષ્ઠીરના રાજસૂર્ય યજ્ઞને યાદ કરું કે અર્જુનના સારથી બનેલા તમને યાદ કરું. તમે દરેક વખતે અલૌકીક રૂપમાં મને દર્શન આપેલા છે. આપ અજન્મા છો તે હું જાણું છું. મેં મારી જાતને તમને સોંપી છે આમ કહેતા શરીરમાંથી એક એક બાણ છૂટું પડતું ગયું અને તેમના દેહ પર પડેલા ઘા રુઝાવા લાગ્યા. તે જોઇ ત્યાં હાજર રહેલા સૌ ચકચકિત થઈ ગયા. આખરે તેમના દેહમાંથી નિકળેલી એક જ્યોતિ ભગવાન શ્રી કૃષ્ણમાં સમાઇ ગઇ. ત્યારે ત્યાં પિતામહ ભીષ્મના માતા એવા ગંગાજી સાક્ષાત પ્રગટ થયેલા અને પુત્ર શોકથી વિલાપ કરવા લાગ્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ગંગાજીને સાંત્વના આપી અને શોક ન કરવા કહ્યું. તેમજ વધુમાં કહ્યું કે, અષ્ટ વસુમાનાં એક વસુ પિતામહ ભીષ્મ હતા પરંતુ વરિષ્ઠ ઋષિના શ્રાપને કારણે તેમને મનુષ્ય યોનિમાં જન્મ લેવો પડેલ અને તે હવે પોતાના લોકમાં ગયા છે માટે તમે શોક ન કરો. ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની અલૌકીક ભક્તિને કારણે પિતામહ ભીષ્મ આજે પણ ભારતના ઇતિહાસમાં અમર છે.

:: આજનું ભજન ::

કઠણ હૈયાનો કાન મને ના બોલાવે,

બાલોળે મારે મંદિરીયે ન આવે. કઠણ....

જળ બરવા જાઉં ત્યાં પાછળ પાછળ આવે,

વગર કહે મારા બેડલા ચડાવે. કઠણ...

વૃંદાવન જાઉં ત્યાં પાછળ પાછળ આવે,

વગર કહે મને રાસ રમાડે, કઠણ...

રસોઇ કરવા બેસું ત્યારે પાછળ પાછળ આવે,

વગર કહે મારી રસોઇ ચાખે, કઠણ...

ગાય દોવા બેસું ત્યારે પાછળ પાછળ આવે,

વગર કહે મારા વાછરડા ધવરાવે, કઠણ...

સંકલનઃ શ્રીમતી રમણતારા કે. વ્યાસ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

અધિક માસનું કથામૃત : સાચી શ્રદ્ધા

                                                                                                                                                                                                      

મહાભારતનું કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ નક્કી થઈ ગયું હતું. તે માટેની તૈયારીઓ પણ પુરજોશપૂર્વક ચાલી રહી હતી. એકબાજુ કૌરવો પોતાના હિતેચ્છુઓને એકઠા કરવામાં લાગી ગયા હતા તો બીજીબાજુ પાંડવો પણ પોતાના હિતેચ્છુઓને એકઠા કરવામાં લાગી ગયા હતા. હવે બન્યું એવું કે ભગવાન શ્રી કૃષ્ણની પણ મદદ લેવા માટે સૌ પ્રથમ દુર્યોધન ભગવાન શ્રી કૃષ્ણને ત્યાં પહોંચી ગયો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગાઢ નિંદ્રામાં પોઢી રહ્યાં હતા. એટલે દુર્યોધન ત્યાં તેમની પથારીમાં ઓશીકા પાસે બેઠો. કૌરવો વતી દુર્યોધન ભગવાનની મદદ માંગવા આવ્યો હતો. તેટલામાં અચાનક પાંડવો વતી ભગવાનની મદદ માંગવા માટે અર્જુન પણ ત્યાં આવી પહોંચ્યો. અર્જુન પૂરી મર્યાદા સાથે ભગવાન શ્રી કૃષ્ણના ચરણો પાસે આવીને બેઠો. થોડી વારે ભગવાન શ્રી કૃષ્ણ જાગ્યા અને આંખો ખોલી તો તેમની નજર સીધી અર્જુન ઉપર પડી એટલે ભગવાને અર્જુનને આવકારીને કહ્યું, "કેમ અર્જુન, ક્યારે આવ્યો? અને આમ અચાનક આવવાનું કારણ શું છે? ત્યારે અર્જુન કંઇ જવાબ આપે તે પહેલાં દુર્યોધન બોલી ઉઠ્યો, "શ્રી કૃષ્ણ તમને મળવા માટે હું અર્જુનથી પણ પહેલા આવ્યો છું માટે અર્જુનને સાંભળતા પહેલા તમારે મને સાંભળવો જોઇએ. એમ નીતિ કહે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ હસ્યા અને દુર્યોધનને સંબોધીને કહ્યું કે, "જો ભાઇ, દુર્યોધન કદાચ તું અર્જુનથી પહેલા આવ્યો હતો તે વાત બરોબર પરંતુ મારી આંખ ખુલી અને સૌ પ્રથમ મારી નજર અર્જુન ઉપર પડી આમ મેં સૌ પ્રથમ અર્જુનને જોયું તેથી કંઇ પણ મને કહેવું હોય તો પહેલો હક્ક બને છે. એની વાત સાંભળી લઉં પછી મને તારે જે કહેવું હોય તે કહે જે. " આમ, કહી પ્રભુએ અર્જુનને પૂછ્યું, "બોલ, અર્જુન શા કારણે આવવાનું થયું ?" ત્યારે અર્જુને જવાબ આપ્યો, "હે નાથ, આપ તો જાણો છો કે અનેક પ્રયત્ન છતાં પણ અમારા અને કૌરવો વચ્ચે સંધિ ન થઈ. હવે યુધ્ધ કરવાનું નક્કી થઈ ગયું છે ત્યારે મને તમારી મદદની જરૂરત પડી છે માટે હું તમારી શરણે આવું છું. હે પ્રભુ, આપ મદદરૂપ થાય તેવી મારી ઇચ્છા છે."

ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનની પરીક્ષા કરતાં કહ્યું, " જો અર્જુન યુદ્ધ નક્કી જ છે અને મારે તમને પાંડવોને અને દુર્યોધન તથા કૌરવોને એમ બન્નેને મદદરૂપ થવું પડે એટલે જ મેં નક્કી કર્યું છે એક બાજુ મારી ચતુરંગી સેના છે અને બીજી બાજુ હું છું અને તે પણ શસ્ત્રો વગરનો તેમાથી તારે પસંદગી કરવાની છે. હું યુદ્ધમાં લડીશ નહીં માત્ર સાથે રહીશ. જયારે મારી સેના યુધ્ધ કરશે માટે બંને માંથી જે પસંદ પડે તે તું માંગી લે." આ સાંભળી અને દુર્યોધન ગભરાઇ ગયો. દુર્યોધનને થયું કે ક્યાંક અર્જુન ચતુરંગી સેના માંગી લેશે તો મારે ભાગે તો કૃષ્ણ જ આવશે! પછી હું તેને લઇને કરીશ શું? મેં ભુલ કરી વહેલો આવ્યો હતો અને કૃષ્ણના ચરણ પાસે બેસી ગયો હોત તો ? તેને મનોમન પસ્તાવો પણ થયો અને ભગવાન શ્રી કૃષ્ણ પર ખીજ ચડી કે પોતાની સાથે કૃષ્ણએ અન્યાય કર્યો છે. આ વિચારો દુર્યોધનના મગજમાં ચાલી રહ્યાં હતા. ત્યાં જ અર્જુને કહ્યું, "હે પ્રભુ મને આપની ચતુરંગી સેના નથી જોઇતી મને તો આપ જ અમારી સેના સાથે રહો તેવી મારી ઇચ્છા છે."

શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, "અર્જુન તું હજુ એકવાર વિચારી લે તને અફસોસ ન રહી જાય કે મેં શ્રી કૃષ્ણને પસંદ કરી ચતુરંગી સેના ગુમાવી.

અર્જુન કહે છે, હું મારા નિર્ણય પર મક્કમ છું મને ચતુરંગી સેનાની જરૂર નથી. મને તમે જ અમારી સેનામાં રહો એ જ બરાબર લાગે છે." અર્જુનના આ નિર્ણયથી દુર્યોધનની ગ્લાનિ દુર થઇ. તે આનંદવિભોર બની ગયો. તેને થયું કે, અર્જુન તો મહામુર્ખ છે કે ચતુરંગી સેનાને બદલે શસ્ત્ર વગરના શ્રી કૃષ્ણને પસંદ કર્યા. તેના ભાગે વગર માંગે ચતુરંગી સેના આવી તેથી તે રાજીનો રેડ થઈ અને ત્યાંથી વિદાય થયો. અને મહાભારતનું યુદ્ધ થયું. એ ભયંકર યુધ્ધમાં કપટી એવા દુર્યોધન અને કૌવરવોનો નાશ થયો અને જેમના ભેગા નિઃશસ્ત્ર એવા શ્રી કૃષ્ણ ભગવાન હતા અને સારથી તરીકે ફરજ બજાવી એવા અર્જુન અને પાંડવોને દિગ્વિજય થયો. એનો એક માત્ર કારણ પાંડવોની ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની સાચી શ્રદ્ધા ગણાવી શકાય.

:: આજનું ભજન ::

આવો આવોને શ્રી નંદલાલ માખણ ખાવાને,

પુરૂષોત્તમ પ્રાણ આધાર નહીં દઉં જાવાને,

કનક કટોરા માખણ ભુરીયા મિશ્રી ભેળી અપાર રે,

ઉભલી ઉભલી વાટ જ જોઉં છું ક્યારે આવે નંદલાલ.

તારે મંદિરીયે હું નહીં આવું તું છો ધુતારી નાર રે,

તું તો મુજને એમ કહીને કુડા ચડાવે છે આળ,

દીનનાથ તમે દામોદર એ શું બોલ્યા મોરાર રે,

પુરૂષોત્તમ પ્રભુ એમ કહી રીઝવ્યા ભવોભવના ભરથાર.

સંકલન : શ્રીમતી રમણતારા કે. વ્યાસ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

અધિક માસનું કથામૃત : ભગવાનની માયા

                                                                                                                                                                                                      

ભગવાન શ્રીકૃષ્ણની લીલા કાયમ અલૌકીક રહી છે. તેમણે પોતાના પરમ ભક્તોને સમય સમય ઉપર સત્યનું જ્ઞાન કરાવ્યું હોવાના અનેક દાખલા છે. એક વખતની વાત છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાના રાજા બન્યા ત્યારે સુદામાજી ભગવાનના મહેમાન થઇને ગયા હતા ત્યારે બન્નેય વાતોએ વળગેલા. વાતમાંને વાતમાં સુદામાજીએ ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું , " હે નાથ આપને મારી વિનંતી છે. મેં સાંભળ્યું છે કે તમારી માયા અલૌકીક છે મને તમારી એ અલૌકીક માયાના દર્શન કરાવોને." ભગવાન શ્રીકૃષ્ણએ સુદામાને કહ્યું, " જુઓ સુદામાજી તમને મારી માયાના દર્શન અવશ્ય કરાવીશ પરંતુ તેને યોગ્ય વખત આવશે ત્યારે કરાવીશ." એ વાતને થોડા દિવસો વિતી ગયા. એક દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામાજી ગોમતીજીમાં સાથે નાહવા ગયા. બન્યું એવું કે સુદમાજીએ ગોમતીજીમાં ડૂબકી લગાવી. ડૂબકી લગાવીને જેવા સુદામાજી બહાર નિકળ્યા તો તેઓ કોઇ નવા જ નગરમાં આવી ગયા હોય અને નવા જ પ્રકારનો નદીનો કિનારો જોયો. જોઇને ગભરાયેલા સુદામાજી ઝડપભેર નદીની બહાર નિકળ્યાને કિનારે આવી અને કોઇને પૂછ્યું , " આ દ્વારીકાનગરી જ છેને ? " તો જવાબ મળ્યો, " તમે કોઇ પાગલ લાગો છો આ દ્વારીકાનગરી નથી આ તો માયાનગરી છે " આ સાંભળી સુદામાજીને ખૂબ જ આશ્ચર્ય થયું તેથી તે તો આ માયાનગરી જોવા નિકળી પડ્યા. તેની ઇમારતો, નગરીના લોકો, તેમનું જીવન વગેરે જોઇ અને સુદામાજીને ખૂબ જ આનંદ આવી રહ્યો હતો.

સુદામાજી માયાનગરીમાં ફરી રહ્યાં હતા ત્યાં અચાનક એક હાથણી કળશ લઇને સામેથી આવી રહી હતી. તે હાથણી પાછળ માણસોનું મોટું ટોળું આવી રહ્યું હતું. એ હાથણીએ આવી અને સુદામાજી ઉપર કળશ ઢોળ્યો. એટલે ત્યાં પાછળ આવેલ માણસોએ સુદામાજીનું નામ પૂછ્યું. એટલે સુદામાજીએ પોતાનું નામ કહ્યું. તેના નામનો જય જયકાર થયો. સુદામાજીને કંઇ સમજાયું નહીં તેથી તેમણે એક વ્યક્તિને પૂછ્યું , " આ બધુ શું છે ? અને શા માટે મારો જય જયકાર બોલાવો છો ? " જુઓ , આ માયાનગરી છે અને અમારા રાજાનું મરણ થયું છે માટે અમારે ત્યાં રાજા મરણ પામે તો નવો રાજા શોધવા માટે અમે આ રીતે હાથણીની મદદ લઇએ છીએ. આજે હાથણીએ તમારા ઉપર કળશ ઢોળ્યો છે તેથી આજથી તમે અમારા રાજા થયા છો." તે વ્યક્તિએ જવાબ આપ્યો. ઓ સાંભળીને સુદામાજી તો ખુશખુશાલ થઈ ગયા. પછી રાજા હતા કુંવારા એટલે રાજા હોય તો રાણી તો જોઇએ જ. તેથી એક સુંદર કન્યા પંસદ કરી તેને સુદામાજી સાથે પરણાવવામાં આવ્યા. પછી તો સુદામાજીને આનંદ આનંદ થઇ ગયો. ઘેર ચાર પુત્રો અને ચાર પુત્રીઓ થયા.

આમ, સંસારમાં પડેલા એવા સુદામાજી તો રાજ ચલાવતા હતા અને તેમની મસ્તીમાં જીવતા હતા. દિવસો સુખેથી વિતતા હતા. એક દિવસ અચાનક રાણી બિમાર પડ્યા. રાજવૈદ્યએ કહી દીધું રાણી બહુ ઝાઝા દિવસો કાઢે તેમ નથી. અને સુદામાજી તો પડ્યા ચિંતામાં અને એક દિવસ અચાનક રાણી અવસાન પામ્યા. તેનો વિરહ થવાથી સુદામાજી તો રડવા લાગ્યા ત્યારે પાસે ઉભેલા પ્રધાને કહેવા લાગ્યા, " મહારાજ, આપ શા માટે રડો છો ? " સુદામાજી કહે છે, " મારી પત્ની અવસાન પામી તેના વિરહમાં હું રહું. " પ્રધાને કહ્યું, " તો તમે રડવાનું રહેવાદો તમારું વિરહ લાંબો સમય નહીં ચાલે કારણ કે અમારા રાજ્યનો નિયમ છે જો રાણી મરે તો તેમની ચિતામાં રાજા ભલે ન જીવતો હોય તો પણ તેને સાથે બેસાડી અને અગ્નિદાહ આપવામાં આવે છે.

એટલે કે, તમારે પણ ટૂંક સમયમાં રાણી સાથે જ જવાનું છે માટે રડવાનું છોડી દો " હવે તો સુદામાજી ધ્રુસકે ધ્રુસકે હૈયાફાટ રુદન કરવા લાગ્યા. પછી તેમને કંઇક યાદ આવ્યું એટલે અચાનક તેમણે પ્રધાન અને ત્યાં ઉપસ્થિત સૌને કહ્યું, " બરોબર, પરંતુ પહેલાં મને જરા સ્નાન કરવા દેશો. મને આપણી માયાનગરીની પાદરે વહેતી નદીમાં સ્નાન કરવાની ઇચ્છા છે." પ્રધાનજીએ કહ્યું, "જરૂર....જરૂર..." પછી તેમને લઇ પ્રધાનજી ગયા નદી કિનારે. સુદામાજીએ તો અંતઃકરણ પૂર્વક ભગવાન શ્રીકૃષ્ણને યાદ કરી અને ડૂબકી લગાવીને જેવા બહાર નિકળ્યા. જોયું તો ફરી એ ગોમતીજીનો કિનારો અને દ્વારકાનગરી પછી તેમને થયું હાશ માયાનગરીમાંથી માંડ છૂટ્યા અને દ્વારકાનગરી દેખાઇ ખરી. પાસે જ ભગવાન શ્રીકૃષ્ણ ઊભા હતા. તેમણે સુદામાજીને ગભરાયેલા જોયા. એટલે હસતાં હસતાં ભગવાન શ્રીકૃષ્ણ સુદામાજીને પૂછે છે, "આપણે પાંચ મીનીટ પહેલાં નાહવા ગોમતીજીમાં ઉતર્યા ત્યારે તમે આનંદમાં હતા અને અત્યારે તમે પાણીમાં એક નાની ડૂબકી લગાવીને બહાર નિકળ્યા તેમાં આટલો બધો ડર શેનો? ''સુદામાજી તો વિચારમાં પડી ગયા. પોતે માયાનગરીમાં રાજા બન્યો. ત્યાં તેમના લગ્ન થયા. આઠ સંતાનોનો પોતે પિતા બન્યા પછી રાણીનું મૃત્યુ થયું અને પોતાને પણ ચિતા સાથે.." બધું યાદ આવતા સુદામાજી તો રડવા લાગ્યા. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ સુદામાજીને સ્પર્શ કર્યો પછી સુદામાજીની ભ્રમણા દૂર થઇ પછી ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું, "તમારે મારી માયા જોવી હતીને? જોઇ લીધીને મારી માયા?" ત્યારે સુદામાજીએ ભગવાનને કહ્યું, " હે નાથ, તમારી માયા તો ખરેખર અલૌકીક છે."

:: આજનું ભજન ::

સોપ્યું સઘળું વ્હાલા, તું સંભાળજે,

પાણી પહેલા બાંધી લેજે પાળ જો...

શાને કાજે માનું " હું " ને " માહરૃં ",

તું જાણે ને તારું છે સૌ કાજ જો..

મનની મૂંઝવણ ખંખેરી ખૂણે મૂકી,

મારી નાહીં પણ તારી જશે લાજ જો...

" પુનિત" આવ્યો ખાલી લઇ બે હાથને,

મૂડિ નહીં ત્યાં ક્યાંથી ગણવું વ્યાજ જો...

સંકલનઃ શ્રીમતી રમણતારા કે. વ્યાસ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

અધિક માસનું કથામૃતઃ મહાન સન્નારી મૈત્રેયી

                                                                                                                                                                                                      

મહાન ઋષિ યાજ્ઞવલ્ક્યને બે પત્ની હતી. તેમનું નામ મૈત્રેયી અને કાત્યાયની. યાજ્ઞવલ્ક્ય પોતાની પાછલી અવસ્થામાં સન્યાસી થવા તૈયાર થયા. તે વખતે તેમણે પોતાની બન્ને પત્નીઓને પાસે બોલાવી અને સર્વ હકીકત કહી સંભળાવી અને પોતાની બધી જ મિલ્કતના બે ભાગ પાડીને બન્ને પત્નીઓને સોંપી દીધી. ત્યારે કાત્યાયનીએ પોતાનો ભાગ લઇ લીધો પરંતુ મૈત્રેયીએ વિચાર કર્યો કે જીવનભરની મહેનત બાદ એકઠી કરેલી આ સંપત્તિને પળવારમાં તેનો મોહ છોડી દઇ અને મારા પતિદેવ જંગલમાં જઇ રહ્યાં છે ત્યારે તેનાથી પણ વધારે કિંમતી ચીજ તે જંગલ સંબધી હોવી જોઇએ. માટે ભાગમાં આવેલી આ સંપત્તિનો પોતાનો ભાગ ન લીધો. પછી મૈત્રેયીએ પતિ યાજ્ઞવલ્ક્યને પૂછ્યું, "હે નાથ, તમે સઘળી સંપત્તિનો ત્યાગ કરી અને અમને પણ છોડી જઇ રહ્યાં છો તેનું રહસ્ય શું છે? " ઋષિ યાજ્ઞવલ્ક્યે જવાબ આપ્યો, "મારે અમર જીવન મેળવવું છે જે આ નશ્વર સંપત્તિથી કદાપી પ્રાપ્ત થતું નથી એ તો સન્યસ્ત ગ્રહણ કરવાથી જ પ્રાપ્ત થાય છે." એમ પતિનો પ્રત્યુત્તર સાંભળી અને મૈત્રેયીએ કહ્યું , "જો આ સંપત્તિ વડે અમરત્વ પ્રાપ્ત ન થતું હોય તો, મને પણ આ સંપતિમાં જરા પણ રસ નથી. મને તો તમે અમર થવાનો માર્ગ બતાવો. હું આ સંપતિનો તે માટે જ ત્યાગ કરું છું! " મૈત્રેયીનો ત્યાગ જોઇ અને યાજ્ઞવલ્ક્ય ગદ્ગદ્દત થઇ ગયા. તેમણે મૈત્રેયીને સંબોધીને કહ્યું, "તારો ત્યાગ મહાન છે. તું ત્યાગી છો એટલે તને હું અમરત્વનો ગુપ્ત રહસ્ય સમાજાઉં છું. જે તું એક ધ્યાનથી સાંભળ જે પછી તે પર ઉંડો વિચાર કરજે." મૈત્રેયી દેવીએ કહ્યું, "આપશ્રીના વચનો હું અવશ્ય સાંભળીશ અને તેના ઉપર પુરતું મનન કરીશ. " યાજ્ઞવલ્ક્ય ઋષિ કહેવા લાગ્યા, " દરેક સ્ત્રીને માટે પતિ વાહલો હોય છે. તે ખરેખર પતિને ખાતર નથી હોતો પરંતુ તે ખરેખર પોતાને માટે જ હોય છે. તેવું જ સંપતિનું છે સંપતિ આપણા પોતાના સ્વાર્થ માટે જ વહાલી લાગે છે.

આમ, બધી જ વ્યક્તિ કે વસ્તુઓ પોતાના સ્વાર્થ માટે જ વહાલી લાગે છે. " મૈત્રેયી દેવીએ પૂછ્યું, " એ ઉપરથી એવું સાબિત થાય છે ને કે , જયાં સુધી આત્મા છે ત્યાં સુધી બધું જ વહાલું લાગે છે. પરંતુ આત્મા વિના કશું જ નથી એટલે આ બધી જીવતાની જ માયા છે ? " યાજ્ઞવલ્ક્ય ઋષિ બોલ્યા, "ના, સાવ એવું ય નથી ! વહાલું હોય તેમ ત્યાર પછી અળખામણું થઇ જાય તેવું નથી. * મૈત્રેયી દેવીએ કહ્યું, "તમારી વાત મને પૂરેપૂરી સમજાતી નથી માટે તમે તે વાતને વધુ સ્પષ્ટ રીતે સમજાવો તો વધુ સારું રહેશે." "હું એમ કહેવા માંગુ છું કે, દરેક વસ્તુ તેના બહારના નામ, સગપણ રૂપ માત્રથી પ્રિય નથી લાગતી. આપણો આત્મા જે જુએ છે તે વસ્તુરૂપે દેખાતી કોઇપણ વસ્તુ વાસ્તવીક વસ્તુરૂપ નથી પરંતુ આત્મા સ્વરૂપ છે. આપણા આત્માને એ વસ્તુ એટલે કે એ વસ્તુ સ્વરૂપે ભાસતો આત્મા એ એક જ છે. તેમાં ભેદ જેવું કાંઇ નથી. જેમ જેમ આપણને આપણા શરીરનો એક એક ભાગ પ્રિય લાગે છે પરંતુ આપણે ક્યારેય પણ એમ નથી વિચારતા કે હાથ નહીં હોય તો ચાલશે ? કે માથું નહીં હોય તો ચાલશે ? તેમ આ જગતમાં જે જે વસ્તુઓ ઉપર પ્રેમ હોય તેનો અને આપણો આત્મા એક જ છે તેમ સમજવું જોઈએ." ઋષિ યાજ્ઞવલ્ક્યએ કહ્યું. આ સાંભળી અને મૈત્રેયી દેવી પૂછે છે કે, "તો પછી આ બધીય નોખી નોખી ચીજો છે જ શા માટે ? તો આ જગતમાં માતા-પિતા, પુત્ર-પુત્રી, પતિ-પત્ની એવા ભેદ પણ શા માટે છે?" યાજ્ઞવલ્ક્યજીએ જવાબ આપ્યો , " એ ભેદ જ ખૂબ ઉપયોગી છે અને અભેદ છે તે માટે જ તે અભેદ પણ છે. સર્વત્ર એક જ આત્માનો અનુભવ આવે છે અને તેના સિવાય તે અનુભવ કદાપિ ન આવે." " તો તમે મને હવે એ વાત સમજાવો કે મારું કર્તવ્ય શું છે ? તે જાણવા મારું મન અધિરૃં થઇ રહ્યું છે."

મૈત્રેયી બોલ્યા. "જુઓ તમે, આ જે આત્મા છે તેને એક જ ભેદ તરફ દુર્લક્ષ્ય કરી અને પછી જૂઓ. તમારે તેનું જ ધ્યાન કરવું, તેના વિશે જ સાંભળવું અને તેનો જ વિચાર કરતા રહેવું." યાજ્ઞવલ્ક્ય બોલ્યા. તેનો જવાબ મૈત્રેયી આપે છે કે, "મને તો આ સંપૂર્ણ જગત મારાથી સાવ અળગું હોય તેવું દેખાય છે.

યાજ્ઞવલ્ક્ય બોલ્યા, "ના, એવું નથી એ જ તો તારું અજ્ઞાન છે. જે વ્યક્તિ પોતાનાથી આ જગતને અળગું માને તેનાથી જગત પણ અળગું રહે છે. જે વ્યક્તિ દેવતાઓને, પ્રાણીમાત્રને પોતાનાથી અળગાં જૂએ તેનાથી તે ખરેખર અળગાં જ રહી જાય છે. પરંતુ જ્યારે સર્વત્ર એક જ આત્માને જોનારા મનુષ્યો સર્વ પોતે જ છે અને પોતાના વિશે તો બીજું કશું જ નથી એવો અનુભવ કરે છે. તેને તો કોઇપણ પ્રકારનો ભય કે શોક રહેતો નથી. એટલું જ નહીં તેને તો જન્મ કે મરણનો ભય પણ રહેવા પામતો નથી. તારા કે મારાથી માંડી આ જગતના દરેક જીવો કે જેમાં જીવ-જંતુ-કીટકો આદીનો સમાવેશ થાય છે તેનો આત્મા એક જ છે. તું એમ સમજી અને તે ગર્વનો અનુભવ લે."

મૈત્રેયી પૂછે છે કે, "જે મનુષ્યને આ ઉત્તમ અનુભવ થાય છે તે મનુષ્યની સ્થિતિ કેવી હોય છે ? એ જો આપ સમજાવી શકો તો મને વિશેષ આનંદ થશે. જેમ, શંખ વગાળનારનું મન શંખના અવાજમાં ગુંથાયેલું હોય છે તેને આજુબાજુના બીજા કોઇ જ અવાજ સંભળાતા જ નથી તેવી જ રીતે બધે જ આત્માનો જે અનુભવ કરે છે તેને આત્મા સિવાય બીજું કંઇ જ દેખાતું નથી તે બ્રહ્માનંદનો અનુભવ કરે છે. જે પ્રમાણે સળગતા ચૂલામાં જો લીલું લાકડું મૂકવામાં આવે તો પ્રથમ તો અગ્નિદેવ અને ધુમાડો સાવ અલગ જ દેખાય છે અને ધુમાડો દેખાતો નથી તેમ જયારે ભેદ દ્રષ્ટિ ટળી જાય ત્યારે એક જ આત્મા સિવાય બીજું કંઈ જ દેખાતું નથી. જેમ મીઠું લઇએ તો તેનો ગાંગળો ઉપરથી ખારો હોય છે. ખારાશને અંદર કે બહારનો જરા પણ ભેદ નથી. તેનો બધે જ એક પ્રકારનો સ્વાદ હોય છે. તેમ સર્વત્ર તું આત્મા જ છે તને તારાથી જે કંઇ પણ જુદું દેખાય છે તે તારી કલ્પનાને લીધે જ છે એ કલ્પના કરવાનું તું છોડી દે એટલે સદ - ચિત અને આનંદ સ્વરૂપ ઇશ્વર તું જ છે એવી તને અનુભવ થશે . " એ પ્રમાણે યજ્ઞવાક્યએ સમજાવ્યું ત્યારે મૈત્રેયી દેવી બોલ્યા , " તમે કહો છો તેવો અનુભવ મેળવવા માટે હું ક્યારે ભાગ્યશાળી થઈશ ? " ત્યારે યાજ્ઞવલ્ક્ય ઋષિ મંદમંદ સ્મીત સાથે બોલ્યા, "મૈત્રેયી તું મારા વચનોમાં સાચી શ્રદ્ધા રાખી અને જીવવાનું શરૂ કર તને જીવનમુક્ત દશાનો અનુભવ થશે અને પછી પ્રારબ્ધ અનુસાર તારું આયુષ્ય પુરું થતાં તારું શરીર વિલીન થતાં તું પરબ્રહ્મ સ્વરૂપમાં સદાયને માટે મળી અને અમર બની જઇશ."

આ પ્રમાણે જ્ઞાનની પ્રાપ્તિ થતાં મૈત્રેયી દેવીને ખૂબ જ આનંદ થયો અને તેમણે પોતાના પ્રિય એવા પતિદેવ યાજ્ઞવાક્યને સન્યાસ ગ્રહણ કરવાની રજા આપી. આવા વિરલ વ્યક્તિત્વને શતશત પ્રણામ....

:: આજનું ભજન ::

થોડામાંથી થોડું આપો ખૂટ્યું નહીં ખૂટનાર

ધરમ કરો ધરણીધર ભરી દેશે ભંડાર

પાપ જશે ભાઇ પૂણ્ય કરેથી

આધી - વ્યાધી ટળે દાન દીધેથી

આપ્યું કોઇનું વૃથા ન જાય

બદલો દે ભગવાન ધરમ...

ભૂખ્યાને ભોજન તરસ્યાને પાણી

અતિથિને માન આપો બોલી મીઠી વાણી

આંતરડી ઠારે તો કોઇની

ઠારે રણછોડરાય ધરમ....

ચાડી ચુગલીને નિંદા ન કરશો

મનદુઃખ થાય તેવી હાંસી ન કરશો

દીનદુઃખીયાને વારે ચડો

તો થાશે બેડો પાર ધરમ...

ચંદુ કહે સ્મરમ કરી લ્યોને

ભાઇ હરિહર સાથે થાશે પ્રેમ સગાઇ

હરિ પકડશે હાથ જો તારો

જગતનો તારણ હાર ધરમ....

સંકલનઃ શ્રીમતી રમણતારા કે. વ્યાસ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

અધિક માસનું કથામૃતઃ ગાયની સેવાનું ફળ

                                                                                                                                                                                                      

પૂર્વે જબાલા નામની એક સારા આચરણ વાળી બ્રાહ્મણી હતી. તે નિર્દોષ સ્વભાવ સ્ત્રીને ત્યાં તેના જેવો જ નિર્દોષ સત્યકામનામનો પુત્ર હતો. એ સત્યકામને જ્ઞાન મેળવાવની ખૂબ જ ઇચ્છા હતી તેથી તેણે પોતાની માતા જબાલાને નમ્રતા પૂર્વક કહ્યું, "હે માતા, મને જ્ઞાન મેળવવાની ખૂબ જ ઇચ્છા છે. જો તમે મને રજા આપો તો હું કોઇ ગુરૂકૂળમાં જઇ અને કોઇ સદ્દગુરૂ પાસે જ્ઞાન મેળવી આવું." પુત્રના આવા વચન સાંભળી પહેલા તો માતા જબાલા પણ ખુશખુશાલ થઇ ગઇ પરંતુ અચાનક જ કંઇક યાદ આવતા તે મૂંઝવણમાં પડી ગઈ અને કહેવા લાગી, "બેટા, તારી વાત સાચી કે જ્ઞાનની પ્રાપ્તિ તો કરવી જ જોઇએ. પરંતુ આપણને આપણા ગામની જ ખબર નથી. તારો જન્મ થયો ત્યારે તારા પિતાજી ખૂબ જ પ્રવૃત્તિમય રહેતા અને લોકો પણ ખૂબ જ આવજાવ કરતા એટલે તેમની સેવામાં હું સતત પ્રવૃત્તિમય રહેતી. જેના કારણે હું આપણું ગોત્ર ક્યું છે? પૂછી જ ન શકી અને તું કોઇપણ ગુરૂ પાસે વિદ્યા મેળવવા જઇશ ત્યાં સૌ પ્રથમ તને તારૃં ગોત્ર પૂછવામાં આવશે તો તું જ્યાં જાય ત્યાં સાચું જ કહી દે છે કે, હું મારી માં જબાલાનો પુત્ર છું અને મને મારા ગોત્રની ખબર નથી." ત્યારબાદ માતા જબાલાએ પુત્રને પહેરવાના કપડા, ભાથું , કોપીન અને દંડ આપ્યા અને પુત્ર માતાને પગે લાગ્યો એટલે માતાએ તેને આશીર્વાદ પણ આપ્યા ત્યારે તેની આંખો હર્ષના આંસુથી ભીની થઇ ગઇ. સત્યકામ પોતાના ઘેરથી રવાના થયો. નાની ઉંમર, માથે શિખા, કપાળે ભસ્મનું ત્રિપુંડ, હાથમાં દંડ વડે વામનજી ભગવાન જેવો શોભતો સત્યકામ ગૌતમ ઋષિના આશ્રમે પહોંચ્યો.

આશ્રમની અંદર જઇ તેણે ગૌતમ ઋષિને જોયા અને તેમની પાસે જઇ અને તેમને દંડવત પ્રણામ કર્યા. એટલે તેજસ્વી એવા સત્યકામને જોઇ અને ગૌતમ ઋષિએ પૂછ્યું , "બેટા, તું કોણ છો? અને મારી પાસે કઇ અપેક્ષાએ આવ્યો છો?" "હું, આપશ્રી પાસે જ્ઞાન મેળવવા આવ્યો છું આપ મને શિષ્ય તરીકે સ્વીકારો તો હું તમારૃં ઋણ ક્યારે નહીં ભૂલું " સત્યકામે ગૌતમ ઋષિને કહ્યું. "હું તને જ્ઞાન તો આપુ અને તને મારો શિષ્ય પણ બનાવું પરંતુ બેટા તારૃં ગોત્ર ક્યું છે? એ તું મને જણાવીશ" ગૌતમ ઋષિએ પ્રશ્ન કર્યો. ઋષિનો પ્રશ્ન સાંભળી અને બાળક સત્યકામે જવાબ આપ્યો, "ક્ષમા કરજો, પરંતુ સાચું કહું તો મને મારા ગોત્રની ખબર નથી. વળી એ વિષે મેં મારી માતા જબાલાને પૂછા કરેલી તો તેણે જવાબ આપેલો કે, હું જેમ પરણીને આવી તેમ તારા પિતા પાસે આવતા મહેમાનોની સેવામાં જ વ્યસ્ત રહેતી અને એવા સંજોગો વિષે હું તારા પિતાને આપણા ગોત્ર વિષે કશું પૂછી ન શકી અને એ દરમ્યાન તારા પિતાજી અચાનક જ અવસાન પામી ગયા. અને તારે જ્યાં વિદ્યા પ્રાપ્ત કરવી હોય ત્યાં ગોત્ર અંગે પૂછવામાં આવે ત્યારે તું કહે છે કે, હું જબાલાનો પુત્ર છું અને મારૃં નામ સત્યકામ છે. તું સાચે સાચું બોલી દે જે, વિદ્યા પ્રાપ્તિ માટે ખોટું ન બોલજે."

ગૌતમ ઋષિ તેજસ્વી એવા એ નાનકડા બાળકને જોઇ ખૂબ જ આનંદ પામ્યા અને પછી કહ્યું, "તું સાચુ જ બોલે છે, તું નક્કી બ્રાહ્મણનો પુત્ર છો. માટે સૌ પ્રથમ તો તને જનોઇ આપીશ." એમ કહી અને સૌ પ્રથમ તેને જનોઇ આપી, પછી બરોબર વેદનો અભ્યાસ કરાવ્યો. પરંતુ માત્ર વેદાભ્યાસથી જ્ઞાનની તો પ્રાપ્તિ થતી નથી. પરંતુ તે માટે જ્ઞાનનો અનુભવ કે સાક્ષાત્કાર થવો જોઇએ. એમ વિચારી અને ગુરૂ એવા ગૌતમ ઋષિએ પોતાની ગૌશાળામાંથી સાવ નબળી એવી પાંચસો ગાયો કાઢી આપી અને એ ગાયો સત્યકામને સોંપી અને તેને ગુરૂ તરીકે આજ્ઞા આપી કે, " બેટા, તું મારી આ ગાયોને લઇને વનમાં જા, ત્યાં તેને તું ચરાવ જે અને અને એ ગાયોની સંખ્યા અત્યારે છે તેનાથી બમણી થઇ જાય ત્યારે તું તે ગાયોને લઇ અને પાછો આવે ત્યાં સુધી તું એ ગાયોની સતત સેવા કરતો રહેજે." ગુરૂજીની આજ્ઞા સાંભળી અને સત્યકામ બોલી ઉઠ્યો કે, "હે ગુરૂજી, હું તમારી આજ્ઞા મુજબ જ કરીશ. જયાં સુધી આ ગાયોની સંખ્યા બમણી નહીં થાય ત્યાં સુધી હું કોઇ પણ હિસાબે પાછો નહીં જ આવું."

આ પ્રમાણે વચનો કહી અને સત્યકામ એ નબળી ગાયોને લઇ વનમાં ગયો. વનમાં તેણે ગાયો માટે એક સરસ વૃક્ષના છાંયડા વાળી જગ્યા શોધી અને ત્યાંજ એક નાનકડું ઝુંપડું બનાવ્યું. તેણે માતા જબાલા પાસેથી શ્રી કૃષ્ણએ કરેલી ગાયોની સેવાની કથા અનેક વાર સાંભળી હતી તેથી સારા દયથી તે ગાયોની સેવા કરતો હતો. તે દરેક રીતે ગાયોની રક્ષા કરતો. તેને ચરાવવા જતો. તેને પાણી પીવડાવવા જતો. જાણે તેના જીવનનું એકમાત્ર કાર્ય ગાયોની સેવા જ કરવાનું હોય તેમ તેણે ગાયોની સેવા કરવા માંડેલી. સમય જતાં એક દિવસ એવો આવ્યો કે, તે નબળી ગાયો સશક્ત બની ગઈ અને તેમની સંખ્યા પણ બમણી થઇ ગઇ. એટલે તે ગાયોના ધણમાં એક નંદી હતો. તે સત્યકામની પાસે જઈને બોલ્યો, બેટા સત્યકામ! તે નંદીને દૈવી શક્તિ વડે બોલતો જોઇ અને સત્યકામ બોલી ઉઠ્યો,  આજ્ઞા આપો ભગવાન! " વત્સ, સત્યકામ અમારી સંખ્યા બમણી થઇ ગઇ છે. હું તમારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયો છું. માટે જ હવે હું તને બ્રહ્માના એક પાદનો ઉપદેશ આપું છું."

નંદીએ કહ્યું. જરૂર કહો, પ્રભુ! સત્યકામએ નમ્રતાપૂર્વક કહ્યું. નંદીએ સત્યકામને ઉપદેશ આપતા કહ્યું, "બ્રહ્મ તો પ્રકાશવાન છે. તારે એને સમજવા એ પ્રકાશવાનને જોવો પડશે તેથી હું તને એ પ્રકાશ બતાવું છું. એમ કહી ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ એ દિશાઓમાં બ્રહ્મના દર્શન કરાવ્યા અને કહ્યું, "હવે તને રસ્તામાં દરરોજ એક એક વિભૂતિ એક એક પાદના દર્શન કરાવશે. તને જે દર્શન થાય તે દર્શનનું તો સતત ચિંતન કરતો રહેજે તેથી તું બ્રહ્મને પામીશ. ચાલ હવે અમને બધને તારા ગુરૂજીના આશ્રમે લઇ જા."

આ પ્રમાણે આજ્ઞા કરતા અનુભવાનંદ મેળવતા બ્રહ્મના ત્રીજે દિવસે હંસ સ્વરૂપે, સૂર્યદેવે બ્રહ્મના જ્યોતિ સ્વરૂપે અને ચોથે દિવસે જડકુકડી સ્વરૂપે શરીરમાં બ્રહ્મના દર્શન કરાવ્યા. આ બધા દર્શન થતાં સત્યકામને સર્વવ્યાપક બ્રહ્મ એવા ઇશ્વરનો અનુભવ થયો. આમ, ગાયોની સેવા કરતાં કરતાં સત્યકામને ઇશ્વરની અનુભૂતિ થઇ તેથી તે બ્રહ્મમય બની ગયો. પાંચમે દિવસે તે ગુરૂ ઋષિ ગૌતમ સમક્ષ ઉપસ્થિત થયો અને તેમને સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. ગુરૂએ આશીર્વાદ આપ્યા અને સત્યકામને જોઇ તે સમજી ગયા કે, આને તો બ્રહ્મ જ્ઞાન થઇ ગયું છે તેથી તેમણે સત્યકામને કહ્યું, "બેટા, તું તો બ્રહ્મવેત્તા બની ગયો હોય તેવું લાગે છે. તને આ ઉપદેશ કોણે આપ્યો?" ત્યારે સત્યકામે નમ્રતાપૂર્વક જવાબ આપ્યો, " આપશ્રીએ જ મારી ગૌ સેવાથી પ્રસન્ન થઇ અને જુદા જુદા દેવો દ્વારા મને બ્રહ્મનું અનુભવથી જ્ઞાન કરાવ્યું. પરંતુ જ્ઞાનીજનો કહે છે, ગુરૂવિનાનું જ્ઞાન અધુરૃં છે માટે હવે તમે મને ફરીથી તમે ગુરૂ તરીકે જ્ઞાન આપો." આમ, સત્યકામની નમ્રતા જોઇ અને ફરીથી ગુરૂએવા ગૌતમ ઋષિએ તેને બ્રહ્મજ્ઞાન આપ્યું. આમ, ગૌસેવાના ઉત્તમ ફળ રૂપે સત્યકામને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું.

:: આજનું ભજન ::

વ્હાલા શ્યામ મુરારિ રે, આંગણે આવો,

દર્શનનો છું ભિખારી રે, આંગણે આવો.

દેહ નગરીની મધ્યે મનડાની મારી શેરી,

એ શેરી છે અનેરી રે, આંગણે આવો.

શનડાની શેરી મધ્યે મંદિર મારું આવ્યું,

મેં બહુ બહુ તો શણગાર્યું રે, આંગણે આવો.

આ ગરીબની ઝુંપડી વ્હાલા પાવન કરજો,

પાવલિયાં ત્યાં ધરજો રે, આંગણે આવો.

પુનિત તારે ચરણે પુનિત મંદિર થાશે,

વાલ પુનિત થઇ જશે રે, આંગણે આવો.

સંકલન : શ્રીમતી રમણતારા કે. વ્યાસ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

અધિક માસનું કથામૃતઃ પતિવ્રતાની શક્તિ

                                                                                                                                                                                                      

પતિવ્રતા સ્ત્રીમાં એક અલૌકીક શક્તિનો સંચાર થાય છે. આપણા ધર્મમાં પતિવ્રતાનો ખૂબ જ મહિમા ગવાયો છે. પૂર્વે આવી જ એક પતિવ્રતા સ્ત્રીએ પોતાના પતિવ્રત કર્મના પાલનની શક્તિ વડે એક તપસ્વી સાધુનું અભિમાન ઉતાર્યું હતું. કૌશીક નામનો એક સન્યાસી હતો. તે એક વડના ઝાડ તળે ઉગ્ર તપ કરતો હતો. તેનું આ તપ ચાલી રહ્યું હતું. તે દરમ્યાન તે વડના ઝાડ ઉપર એક પક્ષી બેઠું હતું તે ચરક્યું એટલે તેનું ચરક સીધું આ કૌશીક નામના તપસ્વી સન્યાસી ઉપર પડ્યું.

આમ, અચાનક જ પોતા ઉપર પક્ષીનું ચરક પડવાથી તે ગુસ્સે ભરાયો તેથી તેને ભયંકર ક્રોધ આવ્યો અને ક્રોધયુક્ત દ્રષ્ટી વડે તે પક્ષીને તેણે જોયું. તેથી તે પક્ષી બળીને ભષ્મ થઇ ગયું. આ ઘટના જોઇને તેને પોતાના તપનું અભિમાન ઉત્પન્ન થયું. ત્યાર પછી તે કૌશીક નામનો સન્યાસી પોતના એક ગામમાં ભીક્ષા માંગવા માટે ગયો. ફરતો ફરતો તે એક ઘર પાસે આવ્યો અને કહ્યું, "હે સંન્નારી, મને ભીક્ષા આપોને..." એટલે એ ઘરમાંથી ગૃહિણીએ જવાબ આપ્યો, "એ જરા ઊભા રહે જો...મહારાજ હું જરા વાસણ સાફ કરી રહી છું તે હાથ ધોઇ હમણા આવી..." આ પ્રમાણે જવાબ મળ્યો એટલે સંન્યાસી તેના દ્વાર પર ઊભો રહ્યો. તે દરમ્યાન એ ગૃહિણીનો પતિ ઘેર જમવા આવ્યો. એટલે ગૃહિણીએ તેને પગ ધોવા માટે પાણી આપ્યું  પછી બેસવા માટે આસન આપ્યું અને પછી તેને જમવા માટે થાળી પીરસી તેમાં થોડો સમય વ્યતિત થઇ ગયો. ભૂખ્યો તરસ્યો એવો કૌશીક નામનો સંન્યાસી ગૃહિણી ન આવતા ખૂબ જ ક્રોધે ભરાયો અને ફરી એકવાર ભીક્ષા માંગવા માટે બૂમ પાડી, "ભીક્ષામ્ દેહિ.." ત્યારે તે પતિવ્રતા સ્ત્રીને યાદ આવ્યું કે બારણે સંન્યાસી પધાર્યા છે અને હું મારા પતિદેવની સેવામાં તેને સાવ વિસરી જ ગઇ એટલે તરત જ તે ભીક્ષામાં આપવાની વસ્તુઓ લઇને કૌશીક નામના એ સંન્યાસીને ભીક્ષા આપવા બારણે આવી. એટલે ગુસ્સે ભરાયા એવા એ કૌશીક મહાત્માએ ક્રોધયુક્ત નજર તે ગૃહિણી પર નાખી. ત્યારે તે ગૃહિણી બોલી ઉઠી કે, " હું કોઇ વનમાં વડ ઉપર બેઠેલું પક્ષી નથી કે તમે ક્રોધયુક્ત દ્રષ્ટિ મારા ઉપર ફેંકો એથી હું બળી જાઉં !! ' કહી અને મહાત્માજીને ભીક્ષા આપી. આ સાંભળીને મહાત્માજી ખળભળી ઉઠ્યા અને સાથે સાથે આશ્ચર્યમાં પડી ગયા કે, જંગલમાં બનેલી આ ઘટનાની ઘરમાં બેઠેલી આ ગૃહિણીને કેમ ખબર પડી ગઈ ? તેથી તેણે એ વિષે જાણવા માટે એને પૂછ્યું કે, "હે દેવી, જંગલમાં બનેલી એ ઘટનાની તમને અહીં બેઠા બેઠા કઇ રીતે ખબર પડી ગઇ ? તમે શું કોઇ એવી વિદ્યા જાણો છો ?" તમારે એ જાણવું હોય તો મિથિલા નગરીમાં જાવ ત્યાં ધર્મોવ્યાધ રહે છે તેની પાસે તમે જશો એટલે તમારા એ પ્રશ્નનો તમને જવાબ મળી જશે."

ગૃહિણીએ શાંતિથી જવાબ આપ્યો. તેનો જવાબ સાંભળીને મહાત્મા કૌશીક તો ત્યાંથી રવાના થયા. તેમણે મનોમન નક્કી જ કરી લીધું કે, આ ઘટનાનું રહસ્ય તો જાણવું જ છે ભલેને ગમે તે થાય. તે દિવસે પોતાનો ભોજન વગેરે પતાવી અને આરામ કર્યો. બીજે દિવસે મહાત્મા કૌશીક તો ધવ્યાઘને મળવા મિથિલા નગરી તરફ રવાના થયા. જ્યારે મિથિલા નગરી પહોંચ્યા ત્યારે ત્યાં તપાસ કરી કે, " ધર્માવ્યાઘ્ર ક્યાં મળશે ? " ત્યારે કોઇએ તેને બતાવ્યું કે, " એ તો તમને કસાઈ વાડામાં મળશે " એમ કહી કસાઇ વાડાનો માર્ગ બતાવ્યો . એટલે તે મહાત્મા કૌશીક બતાવ્યા પ્રમાણે કસાઇ વાડામાં પહોંચ્યા. ત્યાં તેમણે પૂછ્યું , " ધર્માવ્યાઘ્ર ક્યાં મળશે ? " તેથી કોઇએ તેને બતાવ્યું કે, " સામે જે માંસ વહેંચે છે અને જેની પાસે ભારે ઘરાકી જામી છે તે જ ધર્મવ્યાધ્ર છે " તેની પાસે ખૂબ જ ગીરદી હતી તે જોઇ અને મહાત્મા કૌશીક દૂર જઇને બેઠા. તેને થયું કે, ધર્ર્મવ્યાધ્ર ધંધામાંથી નિવૃત્ત થાય પછી તેને મળવું તે કંઇક વિચારમાં હતા ત્યાં જ અચાનક ધર્મોવ્યાધ્ર તેની પાસે આવ્યો અને તેને પગે લાગીને કહ્યું, " હે મહાત્માજી, તમે મને મળવા આવ્યા છો અને મને કામમાં થોડું મોડું થયું તે બદલ હું તમારી ક્ષમા માંગુ છું અને હું એ પણ જાણું છું કે, તમને પતિવ્રતા નારી શોભનાએ મોકલ્યા છે." ધર્મવ્યાધ્રની વાત સાંભળીને મહાત્મા કૌશીક ફરી એકવાર આશ્ચર્યમાં ઘરકાવ થઇ ગયા. પછી વધુમાં તે ધર્મવ્યાધ્રએ કહ્યું, "આ સ્થાન તમારા જેવા પવિત્ર જીવ માટે લાયક નથી. અહિં ચોતરફ વિવિધ પશુઓના માંસના ઢગલા પડ્યા છે માટે મારે તમને વહેલી તકે આ વાતાવરણથી દૂર લઇ જવા જોઇએ. હવે તમે ચાલો આપણે મારે ઘેર જઇએ પછી બાકી બધી વાતો કરશું."

એ પ્રમાણે વાત થતાં મહાત્મા કૌશીક ઊભા થયા અને બન્ને ચાલી રવાના થયા. જ્યારે ધર્માવ્યાઘને ઘેર પહોંચ્યા ત્યારે ધર્માવ્યાધ્રએ કહ્યું, " મહાર્ત્માનું , આપ થોડી વાર બેસો પહેલા હું મારા માતાપિતાની સેવા કરી લઉ ત્યાર બાદ તમારા પ્રશ્નનો ઉત્તર આપીશ. એમ કહી ધર્માવ્યાધ્ર પોતાના માતાપિતાની સેવામાં લાગી ગયો. વૃદ્ધ એવા એના માતાપિતા સતત ધર્માને આર્શિવચન કહી રહ્યાં હતા. ધર્માએ તેને આસન આપી બેસાડ્યા. પીવા પાણી આપ્યું અને ભોજન પીરસ્યું. જયારે તેના માતાપિતા બન્નેએ જમી લીધું એટલે તેમને પથારીમાં સુવડાવ્યા.

પછી તે મહાત્મા કૌશીક પાસે આવ્યો અને પોતાની વાત શરૂ કરતાં કહ્યું, "હે મહારાજ, આ જ આપ મારા મહેમાન થયા છો હવે તમને સૌ પ્રથમ પહેલી ગૃહિણી વિશે કહું તો એ સંન્નારીનું નામ શોભના છે. તે નિયમ મુજબ પોતાના પતિને દેવ માને છે અને બધા દેવોની પહેલા તે પોતાના પતિદેવની સેવા કરીને ગૃહસ્થીધર્મ બજાવી રહી છે. તેણે ક્રોધ અને મોહ જેવા શત્રુઓને જીત્યા છે. તે ધર્મપરાયણ,  સંયમી, સાદું, સ્વાધ્યાયનિષ્ઠ અને પવિત્ર જીવન જીવે છે. અને પોતાના ધર્મને સારી રીતે સમજે છે.

આમ, ગૃહસ્થીજીવનની મર્યાદામાં રહી સત્યનિષ્ઠ એવી તે સતી સ્ત્રીના સતત્ત્વને કારણે અને તપોબળને લીધે તમે તેના ઉપર ક્રોધયુક્ત દ્રષ્ટિ કરી હોય તેને કશું જ ન થયું અને તેને તેના તપોબળના ફળ રૂપે ત્રિકાળનું જ્ઞાન પ્રાપ્ત થયું છે." કહેતા ધર્મવ્યાધ્રએ આગળ વધાર્યું, હવે હું તમને મારી વાત કરું. આમ તો, પોતાના વખાણ સ્વમુખે ન ગવાય પરંતુ આજે મારે તે કહેવાની ફરજ પડી છે તેથી કહી રહ્યો છું. "હે મહાત્મા, મને મારા માટે નિર્માણ થયું છે તે કસાઇ તરીકેનું કર્મ કરું છું અને બીજાઓએ મારેલા એવા પશુઓનું માંસ વહેંચું છું કે મારું કર્મ હોઇ મારે કરવું પડે છે. પરંતુ હું પોતે માંસ ખાતો નથી સૌ પ્રથમ મારા માતાપિતા કે અતિથિ હોય તો તેને જમાડી અને તેમાંથી વધેલું ભોજન જ જમું છું. કોઇની નિંદા હું કરતો નથી. ઋતુકાળે જ હું મારી સ્ત્રીનું ગમન કરું છું. દિવસે હું સદાને માટે ઉપવાસ રાખું છું અને એક સમયે એટલે કે, રાત્રે જ ભોજન કરું છું. અનીતિથી કોઇનું ધન લેતો નથી.

આમ, હું પણ એક નિષ્ઠ અને નિયમ મુજબનું જીવન જીવું છું  તેના પરિણામ રૂપ મને ત્રણેકાળનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. મારાથી તમને કંઇ વધુ કહેવાયું હોય તો ક્ષમા કરજો. પરંતુ તમે ભલે તપ ઘણું આકરું કર્યું છે પરંતુ એક માત્ર ક્રોધના કારણે તમારૃં તપોબળ નબળું પડી જાય છે. પરમકૃપાળુ પરમાત્માની આપણા ઉપર કૃપા થાય તો આપણે કોઇનું કલ્યાણ કરવું જોઇએ કોઇને નુક્સાન પહોંચાડવા કે બાળીને ભષ્મ કરવામાં આપણી શક્તિનો દૂરૂપયોગ કરવું એ પાપના પોટલા બાંધવા જેવું કર્મ છે. વળી, તમે તો પવિત્ર બ્રાહ્મણ છો તમારા જેવા બ્રહ્મદેવ તો સમાજનું કલ્યાણ ઇચ્છે અને કલ્યાણ કરે. બ્રાહ્મણ ક્યારેય સ્વમમાં પણ કોઇનું ખરાબ ન જ ઇચ્છે માટે વધુ તો કંઇ ન કહેતા હું અહિ અટકું છું. મને લાગે છે કે, તમને તમારા પ્રશ્નનો ઉત્તરમળી ગયો છે અને તમારી શંકાનું સમાધાન પણ થઇ ગયું છે. ત્યારે કૌશીક નામના મહાત્મા તે ધર્માવ્યાઘને નમી પડ્યા અને કહ્યુ, "ધન્ય છે, સતી નારી શોભનાને અને ધન્ય છે ધર્માવ્યાધ્ર એવા તમને કે જેમણે સંસારમાં રહી અને ગૃહસ્થાશ્રમની ફરજો બજાવી અને ત્રિકાળ જ્ઞાન પ્રાપ્ત કર્યું." ધર્માવ્યાઘ્રએ મહાત્મા કૌશીકને ઉદેશીને વધુમાં કહ્યું કે, "હે મહાત્મા હજુ મારે તમને એક વાત કહેવાની રહી જાય છે. જો તે હું તમને ન કહું તો હું મારું ધર્મ ચૂક્યો છું એમ ગણાશે. તમારા માતાપિતા જયારથી તમે વનમાં તપ કરવા ગયા છો ત્યારથી તે તમારા વિના ઝુરે છે. તે હાલમાં અત્યંત દુઃખી હાલતમાં છે તેમને જાત જાતના કષ્ટો છે. માટે તમારી સૌ પ્રથમ ફરજ એ બને છે કે, તમે ઘેર જાઓ અને દિનદુઃખીયા એવા તમારા માતાપિતાના તમે આધાર છો તેથી તમારી એક પુત્ર તરીકેની જે ફરજો બને છે તે ફરજો બજાવીને સંસારમાં ભગવદ્ સ્મરણ કરશો તો તમે કરેલું તપ દીપી ઉઠશે. " ધર્મવ્યાધ્રના આ વચનો સાંભળીને બ્રાહ્મણ પુત્ર એવા કૌશીકને સત્યનું જ્ઞાન થતાં હર્ષ પામ્યા અને પોતાને ઘેર જઇ અને માતાપિતાની સેવા કરી અને તેમનું ઋણ અદા કરવા તત્પર થયો.

:: આજનું ભજન ::

ભક્તોનો જીવનસાર; 'આશરો શ્યામ તણો'

એના જીવનનો આધાર, 'આશરો શ્યામ તણો'

સારું-ખોટું, સુખ-દુઃખમાં; 'આશરો શ્યામ તણો'

સૌ ખંખેરી ખસી જાતો... (૨)

કરતો ઉંચા હાથ, "આશરો શ્યામ તણો' 

કેડ કસીને ભજન કરવું, એને દહાડો રાત રાત રે,

બાકીના જે કામ બધાયે.....(૨)

કરશે દિનાનાથ, 'આશરો શ્યામ તણો'

રહે સંસાર, સૌ સંગાથે તો યે પરનો પર રે,

આભ તૂટે, દાવાનળ સળગે...(૨)

દિલમાં નહિં છે ડર 'આશરો શ્યામ તણો'

'ભય' શબ્દ તો ભુંસાઇ જતો, એના 'શબ્દકોશ રે'

'પુનીત લ્લ ભક્તોના જીવનમાં...(૨)

સદાય છે સંતોષ, 'આશરો શ્યામ તણો'

સંકલન : શ્રીમતી રમણતારા કે. વ્યાસ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

અધિક માસનું કથામૃતઃ મહાન દાનેશ્વરી રાજા શિબિ

                                                                                                                                                                                                      

પૂર્વે શિબિ નામના રાજા થઇ ગયા. તે પ્રભુના પરમ ભક્ત હતા. તે સદાય ભગવાન નારાયણનું ચિંતન કરતા હતા. તે દાન પૂણ્યમાં ખૂબ જ માનતા હોઈ તે દાન પૂર્ણ બહુ કરતા. એક ઉમદા રાજામાં જે ગુણ હોવા જોઇએ તે બધા જ ગુણ શિબિ રાજામાં હતા. ચો તરફ શિબિ રાજાની ખ્યાતિ ફેલાયેલી હતી. આ શિબિ રાજાની સુવાસ ફેલાતી ફેલાતી છેક દેવલોક સુધી પહોંચી ગઇ. દેવ લોકમાં તેની ખૂબ પ્રસંશા કરતા. મહર્ષિ નારદજી વગેરે પણ થાકતા નહોતા. અવારનવાર શિબિ રાજાની પ્રસંશા થતી જોઇ અને દેવલોકમાં કેટલાક દેવોને ઇર્ષા થઇ તો કેટલાકનો એવો મત કે, શિબિરાજાની પરીક્ષા કરવી જોઇએ. જેથી તે પરીક્ષામાં પાર ઉતરે તો સાચો રાજા ગણાય. પછી નક્કી થયું કે તેની પરીક્ષા કરવી. પરંતુ એ પરીક્ષા કરે કોણ ? અને પરીક્ષા કરવી કઇ રીતે ? એ અંગે ચર્ચા થઈ ત્યારે ચર્ચાના અંતે એવું નક્કી થયું કે, સાક્ષાત અગ્નિદેવ અને સ્વર્ગાધિપતિ ઇન્દ્રદેવ શિબિરાજાની પરીક્ષા કરવા જાય. નક્કી થયેલા સમય અને દિવસ પ્રમાણે અગ્નિદેવ તો શિબિરાજાની પરીક્ષા કરવા ઉપડ્યા. અગ્નિદેવે પોતે હોલાનું રૂપ લીધું અને દેવરાજ ઇન્દ્ર પોતે બાજ પક્ષી બન્યા.

શિબિ રાજા પોતાની સભા ભરી અને બેઠા હતા ત્યાં હોલા બનેલા અગ્નિદેવ સીધા જ શિબિ રાજાના ખોળામાં જઈને બેઠા રાજા હજુ કંઇ વિચારે તે પહેલા તો ઇન્દ્રદેવ બાજ પક્ષીના રૂપમાં તેની પાછળ આવ્યા અને રાજાના સિંહાસન સામે આવીને બેસી ગયા. તેણે મનુષ્યની વાણીમાં શિબિ રાજાને કહ્યું, " હે રાજન, તારા ખોળામાં મારો શિકાર આવીને બેઠો છે તેને તું મારે હવાલે કરી દે જેથી હું તેને મારી અને તેનું ભક્ષણ કરી લઉં." શિબિ રાજાએ વિચાર કર્યો કે, "આ હોલો મારા ખોળામાં આવીને બેઠો છે તેથી મારે શરણે આવ્યો છે. હવે શરણે આવેલા તેને મરવા ન દેવાય. મારે એક રાજા તરીકે પણ તેનું રક્ષણ કરવું પડે નહિંતર મારા રાજધર્મની લાજ જાય માટે આ હોલાને બચાવવા માટે તમામ પ્રયત્નો કરી છૂટવા જોઇએ." તેથી તેણે બાજ પક્ષીને ઉદ્દેશીને કહ્યું, "હે બાજ પક્ષી, શરણે આવેલુ કોઇપણ હોય તેની રક્ષા કરવી એ મારી પવિત્ર ફરજ છે. આ હોલો મારા ખોળામાં આવીને બેઠો છે તેણે પોતાનો જીવ બચાવવા આમ કર્યું છે. હવે કોઇપણ હિસાબે મારે તેનો જીવ તો બચાવવો જ પડશે. માટે તેના બદલામાં તે બાજ પક્ષી તું માંગે તે આપવા તૈયાર છું. પરંતુ આ હોલો હું તને સોંપી નહીં શકું."

બાજ પક્ષી અને શિબિ રાજા વચ્ચે ભારે રકઝકના અંતે એવું નક્કી થયું કે, હોલાનું જેટલું વજન હોય તેટલા વજનનું શિબિ રાજા પોતાના શરીરમાંથી માંસનો ટૂકડો કાપી અને આપે. એમ નક્કી થયું એટલે વજન કરાવ કાંટો મંગાવવામાં આવ્યો અને બીજા પલ્લામાં શિબિ તએ પોતાના સાથળમાંથી માંસના ટૂકડા નાખ્યા પરંતુ તે પલ્લું નમ્યું નહીં. વધુ થોડા ટૂકડા નાખ્યા તો પણ હોલા વાળું પલ્લું ઉચકાયું નહીં. શિબિ રાજા વાળું પલ્લું જયારે નમી ગયું ત્યારે શિબિ રાજા પલ્લામાંથી નીચે ઉતર્યા અને બાજ પક્ષીને ઉદ્દેશીને કહ્યું, "જો, આ હોલાનું વજન મારા વજન જેટલું થયું છે. માટે તું મને ગ્રહણ કર હું તારો ખોરાક બનવા તૈયાર છું. તું મારું ભક્ષણ ભલે સુખેથી કરજે પરંતુ આ હોલાને તુ જવા દે."

આમ, જયારે શિબિ રાજા બોલી રહ્યાં હતા ત્યારે હોલાએ પોતાનું અગ્નિદેવ તરીકેનું અને બાજ પક્ષીએ ઇન્દ્રરાજાનું મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું. આ બન્નેએ મૂળ સ્વરૂપે પ્રગટ થઈ અને શિબિ રાજાને કહ્યું, "ધન્ય છે રાજા તને અને તારા રાજ્યને તારી રાજધર્મની નિષ્ઠાની પ્રશંસા અને સ્વર્ગમાં સાંભળી, તેથી હે રાજન અમે તારી પરીક્ષા કરવા આવ્યા હતા." પછી બન્ને દેવોએ પોતપોતાનો પરિચય આપ્યો અને શિબિ રાજાએ જે પોતાના સાથળનો ભાગ કાપી અને પલ્લામાં મૂકેલો તે રાજાનો સાથળ પાછો જેવો હતો તેવો થઇ ગયો. રાજા પણ બન્નેને  દંડવત્ત પ્રણામ કરીને બોલ્યો કે, "હું ખરેખર ભાગ્યશાળી છું કે, આપ જેવા દેવોના પગલાથી મારો આ રાજમહેલ પવિત્ર થઈ ગયો. તમે મારે ત્યાં આવ્યા તે બદલ હું ધન્યતા અનુભવું છું " આ પ્રમાણે કહી રાજાએ દેવોના ચરણો ધોઇ તેમને આચમન કરાવ્યું અને ઉચ્ચ આસને બેસાડી તેમનો યોગ્ય સત્કાર કર્યો. ત્યાર બાદ બન્ને દેવોએ શિબિરાજા પાસે રજા લીધી અને પોતાની મૂળ જગ્યાએ જવા રવાના થયા.

:: આજનું ભજન ::

શેરી વળાવી સજ્જ કરું ઘરે આવો ને,

મારી શરેએ પથરાવું રૂડા ફૂલ...મારે ઘરે...

ઓતારા દેશું ઓરડાને ઘરે આવો ને,

અમે દેશું મેડીના મોલ, હરિ ઘરે આવો ને,

નાવણ દેશું કુંડીયું, ઘરે આવો ને,

અમે દેશું જમનાજીના નીર હરિ ઘરે આવો ને,

દાતણ દેશું દાળમી ઘરે આવો ને,

અમે દેશું કણી એરી કામ હરિ ઘરે આવો ને,

ભોજન દેશું લાપસી ઘરે આવો ને,

અમે દેશું હિંડોળા ખાટ હરિ ઘરે આવો ને,

પોઢણ દેશું ઢોલીયા ઘરે આવો ને,

અમે દેશું હિંડોળા ખાટ હરિ ઘરે આવો ને,

"વલ્લભ" ના સ્વામી શામળ ઘરે આવો ને,

હરિ અમને દેજો વૈકુઠમાં વાસ હરિ ઘરે આવો ને,

સંકલન : શ્રીમતી રમણતારા કે. વ્યાસ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

અધિક માસનું કથામૃતઃ પરમાત્મા તો પ્રેમના ભૂખ્યા છે

                                                                                                                                                                                                      

ભગવાન શ્રી કૃષ્ણની પટરાણીઓમાં સત્યભામાનું પણ એક વિશિષ્ટ સ્થાન છે એ પોતે પણ એવો અનુભવ કરતા કે પોતે ભગવાનના માનીલ રાણી છે અને એ બાબતનું તેમને ખૂબ જ અભિમાન હતું. એક વખત અચાનક નારદજી ભગવાન શ્રી કૃષ્ણને ઘેર પહોંચ્યા ત્યાં સત્યભામાજી એકલા બેઠા હતા એટલે નારદજી તેમની પાસે બેઠા. વાતમાંથી વાત નિકળી અને સંસારની વાત શરૂ થઇ તેથી સત્યભાજીમાં બોલ્યા, "નારદ, આ મારા પતિદેવ શ્રી કૃષ્ણ છે ને ? એમને મારા પર વિશેષ પ્રીતિ છે. તેમને મારા વિના જરાય પણ ચાલતું નથી. હું તો ખૂબ જ ભાગ્યશાળી કહેવાઉંને ? પરંતુ મારા એ પતિ દેવ મને જન્મોજન્મ પતિ સ્વરૂપે કાયમ માટે મળ્યા કરે એવી મારી મનની ઇચ્છા છે તમે તો ખૂબ જ જ્ઞાની છો તમે એ માટે મને કંઇ દાન ધર્મ બતાવો તો હું તમારો એ ઉપકાર ક્યારે નહીં ભૂલું."

ત્યારે મહર્ષિ નારદજી કંઇક વિચારવા લાગ્યા પછી બોલ્યા, "તમારે જન્મોજન્મ તમારા પ્રાણથી પ્રાણ પ્યારા એવા શ્રી કૃષ્ણને પતિ તરીકે મેળવવા છે ને....તો એ માટે એક સાવ સીધો રસ્તો છે. એમ કરો, કોઇ સુપાત્ર બ્રાહ્મણને તમારા પ્રિયતમ એવા ભગવાન શ્રી કૃષ્ણને દાન કરી દો." મહર્ષિ નારદજીએ બતાવેલો ઉપાય સત્યભામાને એકદમ પસંદ જ પડી ગયો. તેથી ઉત્સાહમાં આવી જઇ તેમને કહ્યું કે, "નારદજી એમ કરો તમે જ કોઈ સુપાત્ર બ્રાહ્મણ શોધી આપોને ?" "અરે ! હું અહીં બેઠો છું. પછી બીજા કોઇ સુપાત્ર બ્રાહ્મણને શોધવાની જરૂર જ શું છે ?" નારદજી તરત જ બોલી ઉઠ્યા. સત્યભામાજીએ નારદજીની વાત માની લઇ તેમના બતાવ્યા પ્રમાણે હાથમાં જળ લઇ અને સંકલ્પ કરી નારદજીને ભગવાન શ્રી કૃષ્ણ દાનમાં આપી દીધા અને નારદજીએ પણ તે દાનનો સ્વીકાર કરી લઇ સત્યભામાજીને આર્શિવચન આપ્યા.

ભગવાન શ્રી કૃષ્ણ દાનમાં મળ્યા એટલે મહર્ષિ નારદજી તો રાજીના રેડ થઇ ગયા અને પછી તરત તેમણે ત્યાંથી ચાલતી પકડી એટલે સત્યભામાજીએ નારદજીને બૂમ પાડી ઊભા રાખ્યા અને કહ્યું, "નારદજી...નારદજી...ક્યાં ચાલ્યા ? અને મારા પતિદેવ એવા શ્રી કૃષ્ણને તમે ક્યાં લઈ જાવ છો ?" નારદજીએ સત્યભામાજીને ગભરાયેલા જોયા એટલે તેમને સમજાવતા કહ્યું, "જુઓ, સત્યભામાજી તમે મને શ્રી કૃષ્ણને દાનમાં આપવાનો સંકલ્પ કર્યો, બરાબરને...? " " હાં, એ વાત બરાબર..." સત્યભામાજી બોલી ઉઠ્યા, "હવે, તમે જ મને ભગવાન શ્રી કૃષ્ણ દાનમાં આપ્યા. હવે એમના પર મારો અધિકાર છે તેથી દાનમાં મળેલા શ્રી કૃષ્ણને હું મારી જોડે જ લઇ જાઉં ને....? અને હવે તેમને હું ગમે ત્યાં લઇ જાઉં તમે મને તેમ કરતાં રોકી શકો નહીં." હળવેકથી નારદજીએ જવાબ આપ્યો અને એ તો ફરીથી ચાલવા લાગ્યા.

હવે સત્યભામાજી ખૂબ જ મુંઝાયા, તેમને પોતાની ભૂલ સમજાઇ અને અભિમાનમાં લીધેલા ઉતાવળા પગલા બદલ પારાવાર પસ્તાવો થવા લાગ્યો. તેમણે મહર્ષિ નારદજીને વિનંતી કરી કે ભગવાન શ્રી કૃષ્ણની બદલે તેમને જે જોઇએ તે લઇ જાવ પરંતુ અમારા પ્રિયતમ એવા શ્રી કૃષ્ણને જલ્દી મૂક્ત કરો. ત્યારે નારદજી હસવા લાગ્યા અને અંતે એવું નક્કી થયું કે, ભગવાન શ્રી કૃષ્ણનું જેટલું વજન થાય તેટલા ભારોભાર વજનનું સૂવર્ણનું દાન નારદજીને કરવામાં આવે. ત્યારે તેના બદલામાં નારદજી ભગવાન શ્રી કૃષ્ણને પાછા આપે. આથી, સત્યભામાજી સહિત સૌ પટરાણીને સંતોષ થયો કે, "સોનું તો ઘણું છે તેના બદલામાં શ્રી કૃષ્ણ પાછા મળતા હોય તો સોદો કંઇ ખોટો નથી. ખાસ કરીને સત્યભામાજીને ફરી અભિમાન આવ્યું કે, મારી પાસે તો ઘણુંએ સોનું છે." એ જલ્દી જલ્દી પોતાના દાગીના લઇ આવ્યા પછી ત્રાજવાના એક પલ્લામાં ભગવાન શ્રી કૃષ્ણને બેસાડવામાં આવ્યા અને બીજા પલ્લામાં સોનાના દાગીના મૂકવામાં આવ્યા. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણનું જેમ હતું તેમનું તેમ જ રહ્યું . એટલે બીજી પટરાણીઓ પણ પોતપોતાના દાગીનાઓ લાવી તે બીજા પલ્લામાં મુકતી ગઇ પરંતુ ત્રાજવા રતીભાર પણ ઊંચા કે નીંચા ન થયા. પરિસ્થિતિની વિચિત્રતા જોઇ અને સત્યભામાજી રડવા લાગ્યા. તેમનું બધું જ અભિમાન ઉતરી ગયું. તેમને ખૂબ જ અફસોસ થયો. આ બધું ચાલી રહ્યું હતું, ત્યારે અચાનક ભગવાનના મુખ્ય પટરાણી રૂક્ષ્મણીજી ત્યાં પધાર્યા. તેમણે બધી વાત જાણી એટલે એ તો તુરંત જ સમજી ગયા કે, સત્યભામાજીનું અભિમાન ઉતારવા માટે જ ભગવાન શ્રી કૃષ્ણએ આ બધી લીલા કરી છે. આથી તેમણે સત્યભામાજીને સમજાવતા કહ્યું તમે જાણો છો કે, સ્વામીની સરખામણી સોના સાથે ન થાય. તેમની તોલે તો આખી દુનિયાની સંપતિ પણ સામાન્ય ગણાય. હાં, તેમને તોલવા હોય તો સાચો નિશ્વાર્થ, નિર્દોષ પ્રેમ જોઇએ."  ત્યારબાદ રૂક્ષ્મણીજીએ ખૂબ જ શ્રધ્ધા પૂર્વક એક તુલસીનું પાન બીજા પલ્લામાં મૂક્યું અને તેનાથી ભગવાનનું પલ્લું અધ્ધર થઈ ગયું. આમ, પ્રેમના પ્રતિકૃત એકમાત્ર તુલસીના પાનથી ભગવાન તોલાયા અને જગતને બતાવ્યું કે, એ ખરેખર પ્રેમના જ ભૂખ્યા છે.

:: આજનું ભજન ::

ઓ કરૂણાના કરનારા તારી કરૂણાનો કંઈ પાર નથી

ઓ સંકટના હરનારા તારી કરૂણાનો કંઈ પાર નથી.

મેં પાપ કર્યા છે એવા હું ભૂલ્યો તારી સેવા

મારી ભૂલોના ભૂલનારા તારી કરૂણાનો કંઈ પાર નથી.

હે પરમકૃપાળુ વહાલા મેં પીધા વિષના પ્યાલા

વિષને અમૃત કરનારા તારી કરૂણાનો કંઈ પાર નથી.

મારા જીવનના ઘડનારા તારી કરૂણાનો કંઈ પાર નથી.

હું અંતરમાં થઈ રાજી ખેલ્યો હું અવળી બાજી

અવળી સવળી કરનારા તારી કરૂણાનો કંઈ પાર નથી.

મને મળતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો

મારા સાચા સેવન હારા તારી કરૂણાનો કંઈ પાર નથી.

છે જયનો જીવન ઉદાસી ચરણે લેજો અવનાશી

ભક્તોના દિલ હરનારા તારી કરૂણાનો કંઇ પાર નથી.

ભલે છોરૂ કછોરૂ થાય તે માવતર કહેવાય

બાળકોના દોષ ભુલનારા તારી કરૂણાનો કંઈ પાર નથી.

સંકલન : શ્રીમતી રમણતારા કે. વ્યાસ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

અધિક માસનું કથામૃત : સાચી ભક્તિની શક્તિ

                                                                                                                                                                                                      

ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત નારદજી એકવાર પૃથ્વી લોકમાં ફરી રહ્યાં હતા તે દરમ્યાન એક પતિ-પત્ની તેમને મળ્યા. નારદજીને જોઇ અને તે પતિ-પત્ની નારદજીના ચરણોમાં પડી ગયા અને તેમને વિનંતી કરી કે, "અમારે ત્યાં કંઈ સંતાન નથી, જો તમે કંઇ ઉપાય જાણતા હોવ તો અમે તેમ કરવા તૈયાર થશું." મહર્ષિ નારદજી તેમની વિનંતી સાંભળી અને પહેલા ઊંડા વિચારમાં ગરકાવ થઇ ગયા પરંતુ પછી તેમણે તે પતિ પત્નીને આશ્વાસન આપતા કહ્યું કે, "મારી નજરમાં તો આવો કોઈ ઉપાય નથી, જે તમને કામ આવી શકે. પરંતુ હું ભગવાન શ્રી કૃષ્ણને તમારા દુઃખનું કારણ જણાવીશ માટે તમે ધીરજ રાખો. બધું જ સારૃં થશે."

આમ, કહી અને મહર્ષિ નારદજી તો ગૌલોકમાં ભગવાન શ્રીકૃષ્ણ પાસે પહોંચી ગયા અને ભગવાન શ્રીકૃષ્ણને પગે લાગી અને કહ્યું , " પ્રભુ આપ તો અંતર્યામી છો, આપ બધું જ જાણો છો. હું પૃથ્વી લોકમાં એક દંપતીને મળ્યો હતો. તેને ત્યાં કોઇ સંતાન નથી તો એવું કયું વ્રત કે તપ છે કે જે દંપતિ કરે તો તેને ત્યાં બાળક થાય." ભગવાન શ્રી કૃષ્ણ હસ્યા અને હસતા હસતા મહર્ષિ નારદજીને પ્રત્યુત્તર આપ્યો, "હે નારદ, તું જેના માટે ચિંતિત થાય છે તેનો ઉપાય પૂછે છે? તને ખરૃં કહું તો તે દંપતિને ત્યાં અત્યાર સુધી બાળક થાય તેમ નથી અને તેના કર્મો એવા છે કે જો હું પોતે ઇચ્છે તો પણ તેને સંતાન આપી શકું તેમ નથી."

ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી પ્રત્યુત્તર સાંભળી અને મહર્ષિ નારદજી તો તરત જ ઉપડ્યા. તે દંપતી પાસે ગયા એટલે એ દંપતી ફરી નારદજીના પગે પડ્યા. ત્યારે નારદજીએ તે પતિ-પત્નીને સમજાવી અને કહ્યું કે, "આપને સંતાન પ્રાપ્તિ માટે ભગવાનની લીલાને વખાણો અને તમારા કર્મના ફળ સ્વરૂપે તમને જે દુઃખ પ્રાપ્ત થયું છે તે ભોગવી લો અને પ્રભુનું સ્મરણ કરતા રહો." મહર્ષિ નારદજીની વાણી સાંભળી અને પતિ-પત્નીને ખૂબ જ દુઃખ થયું પરંતુ થાય શું? કર્મના દોષ તો ભોગવવે જ છૂટકો. એમ,મનમનાવી અને એ પતિ-પત્ની તો ફરી સાંસારીક લીલામાં મગ્ન થઇ ગયા. એક વાર એક મહાત્માજી ફરતાં ફરતાં આ ગામમાં આવ્યા ત્યારે અધિક માસ ચાલી રહ્યું હતું. તેમને ખૂબ જ ભૂખ લાગી હતી. એટલે બે-ચાર ઘરે ભીક્ષા માંગી પરંતુ કોઇએ ભીક્ષા આપી નહીં. આખરે એ મહાત્માજી ફરતા ફરતા આ પતિ-પત્નીના ઘર પાસે આવ્યા. પતિ-પત્ની જમવા બેસવાની તૈયારી જ કરી રહ્યાં હતા. ત્યાં આ મહાત્માજીએ ભીક્ષા માટે માંગણી કરી. તેમનો અવાજ સાંભળી પતિ-પત્નીએ તેમને આવકાર આપ્યો અને ભીક્ષામાં ખાવાનું આપ્યું. ત્રણ બાજરાના રોટલા પણ હતા.

મહાત્માજી ખૂબ જ રાજી થયા અને કહ્યું, "આ પવિત્ર અધિકમાસમાં તે મને મારું પેટ ભરાઇ જાય તેટલું ખાવાનું આપ્યું છે અને તેમાં પણ ત્રણ બાજરાના રોટલા આપ્યા. જા તારે ત્યાં ત્રણ સુંદર મજાના બાળકોનો જન્મ થશે." આ સાંભળી અને તે પતિ-પત્ની તો ખૂબ જ ખુશ થઇ ગયા અને તેમણે મહાત્માજીને દંડવત્ત પ્રણામ કર્યા. સમય વિતતા તેને ત્યાં ત્રણ ઉત્તમ બાળકોનો જન્મ થયો. બાળકો ધીરે ધીરે મોટા થવા લાગ્યા. એક વખત નારદજી ફરી એક વાર એજ ગામમાં પધાર્યા અને તેમને થયું કે, "લાવને પેલા દંપતિને મળતો જાઉ." પછી દંપતિને ઘેર મહર્ષિ નારદજી પહોંચ્યા ત્યાં તો તેમના આંગળામાં સુંદર એવા ત્રણ બાળકોને રમતા જોયા. નારદજીએ તેમના ઘરનું બારણું ખખડાવ્યું. અવાજ સાંભળી અને પતિ-પત્ની ઘરની બહાર આવ્યા. મહર્ષિ નારદજીને આંગણે આવેલા જોઇ તેમના પગ ધોઇ આચમન માટે પાણી આપી અને યોગ્ય સત્કાર કર્યો. પછી ત્રણે બાળકો પણ નારદજીને પગે લગાવા પાસે આવ્યા અને નારદજીને દંડવત્ત પ્રણામ કરતાં તે બાળકો ઊભા રહ્યાં. નારદજી પૂછે છે કે, " આ સુંદર મજાના બાળકો કોના છે? ત્યારે પતિ-પત્ની કહે છે એ ત્રણે બાળકો અમારા છે અને પછી એ બાળકોની પ્રાપ્તિ કઇ રીતે થઇ તેનો સમગ્ર વૃતાંત મહર્ષિ નારદજીને કહી સંભળાવ્યો."

મહર્ષિ નારદજી ત્યાંથી નિકળી અને સીધ્ધા ઉપડ્યા ગૌલોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે જઇ તેમને પ્રણામ કરી અને તે દંપતીને થયેલા બાળકો બાબતે પ્રશ્ન કરવા લાગ્યા કે, "આપે જે કહેલું કે સાત ભવ સુધી તો હું પણ તેને બાળકો આપી શકું તેમ નથી. તો પછી આ બધું કેમ થયું?" ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે, એ બધી વાતો અત્યારે તું રહેવા દે અને હું કહું છું એ તું સાંભળ, " હે નારદ, મારા શરીરમાં એક વિચિત્ર પ્રકારનો રોગ થયો છે. હવે એ રોગને કારણે મને અસહ્ય પીડા થાય છે. હવે મારી એ પીડા દૂર થાય એ માટે જે કોઇ મારો પરમ ભક્ત હોય તે જો પોતાનું માથું કાપી અને તેમનું લોહી મને આપે તે લોહી હું મારા આખા શરીરે ચોપડું તો મારો આ રોગ જાય તેમ છે. માટે એવો કોઇ પરમ ભક્ત હોય તો તે તું શોધી લાવ. તેમાં વિલંબ ન કરજે કારણ કે મારાથી આ અંગ પીડા જરાય સહન જ થતી નથી."

નારદજીએ તો આ વાત સાંભળી અને તેઓ ખૂબ જ ચિંતામાં પડી ગયા અને માથું કાપી અને પોતાનો અંગ અર્પણ કરી દે તેવા પરમ ભક્તની શોધમાં લાગી ગયા. તેમણે એક પછી એક એમ તેમની નજરમાં જે જે ભક્તો હતા તે તે બધાય ભક્તોને પૂછ્યું. પરંતુ કોઇ માથું કાપવા તૈયાર જ ન થયું. આ પ્રમાણે શોધ કરતાં કરતાં નારદજી તો પહેલા મસ્તરામ મહાત્માજી પાસે પહોંચી ગયા. જેમણે સંતાન વિહોણા દંપતિને ત્રણ બાળક થાય એવા આશિર્વાદ આપ્યા હતા. તે મહાત્માજી પાસે જઇ અને ભગવાન શ્રીકૃષ્ણના રોગ અંગેની સઘડી હકિકત કહી સંભળાવી. મહાત્માજીએ નારદજીને કહ્યું , " એમ, ભગવાનને તકલીફ છે? ચાલો, હું તમારી સાથે ચાલું છું. હું મારું માથું આપવા તૈયાર છું. જો ભગવાન શ્રી કૃષ્ણનો રોગ દૂર થતો હોય તો સત્વરે ચાલો. આપણે તેમની પાસે જઇએ." નારદજી તેમને ગૌલોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે લઇ ગયા. ભગવાન શ્રી કૃષ્ણને તે મહાત્માજી કહેવા લાગ્યા, "ચાલો હું તમને મારું માથું કાપી અને મારું લોહી આપવા તૈયાર છું." ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ હસતાં હસતાં મહર્ષિ નારદજીને કહ્યું," જોયું, મારા કેટલાય ભક્તો છે તેમાં તમારો પણ સમાવેશ થાય છે. પરંતુ માથું કાપીને આપવા તૈયાર થનારો ભક્ત એક જ નિકળ્યો. હવે, આવો મારો પરમ ભક્ત હોય તો તે કોઇના કર્મના ફળ પણ બદલાવી દેવાની તેનામાં શક્તિ હોય. તેમાં કંઇ નવું નથી. આ તો સાચી ભક્તિની શક્તિ છે." આ સાંભળી અને મહર્ષિ નારદજીનું શરમથી માથું ઝુકી ગયું.

:: આજનું ભજન ::

આંગણે રમે મારે આંગણે રમે,

નાનકડો નંદલાલ આંગણે રમે.

વાંકડીયા વાળ એના મુખડું મનોહર,

બંસીના સુર ગાઈ ગાયો ચારે...નાનકડો નંદલાલ...

નાના ગોવાળીયાને ગોઠીયા કરીને,

વાછરૂના પૂંછ જાલી ભમતો ફરે, નાનકડો નંદલાલ...

ખંભે લઇ લાકડીને ખેલે છે નટવર,

કુદડી ફરેને મારો નાથજી નમે નાનકડો નંદલાલ...

એને મેળવવાને મોટા મુનિવર,

વર્ષોના વર્ષો સુધી દેહને દમે નાનકડો નંદલાલ...

ગોવિંદના નાથ હાથ આવે નહીં કોઇને,

એ તો આવીને મારી આંખમાં રમે, નાનકડો નંદલાલ.

આંગણે રમે મારે આંગણે રમે,

મારો નાનકડો નંદલાલ આંગણે રમે નાનકડો નંદલાલ.

સંકલન : શ્રીમતી રમણતારા કે. વ્યાસ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

અધિક માસનું કથામૃતઃ મહાન વિરકત સન્નારી બાંકા

                                                                                                                                                                                                      

મહાન ભગવત ભક્ત નામદેવજી પર ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીની ખૂબ જ કૃપા હતી તેથી નામદેવજી ભગવાન સાથે સાક્ષાત વાતો કરતા હતા. નામદેવજી અવારનવાર કોઇ ભક્તજનને કંઇ સમસ્યા કે મુશ્કેલી હોય તો તેની પ્રભુ પાસે રજૂઆત કરી તેનું દુઃખ દૂર કરવા માટે વિનંતી કરતા. એકવાર આવા જ એક ભગવાનના પરમ ભક્ત એવા રાંકા માટે રજૂઆત કરતા નામદેવજીએ કહ્યું, હે નાથ, આપ તો ધારો તે કરી શકવાને સમર્થ છો, વળી તમે લક્ષ્મીના નાથ છો અને તમારા પરમ ભક્ત એવા રાંકાને તો બરાબર ઓળખો છો. તમારામાં તેને અપાર શ્રદ્ધા છે. તે સતત તમારૃં સ્મરણ કરતો રહે છે. આવા પરમ ભક્ત રાંકાને નિર્ધન શા માટે રાખ્યો છે? તમે તેના પર કૃપા કરી અને તેનું નિર્ધનપણું દૂર કરી દો એવી જ મારી તમારી પાસે પ્રાર્થના છે." ત્યારે પઢરપુરમાં બિરાજી રહેલા વિઠ્ઠલનાથ ભગવાન બોલ્યા, "નામદેવ, તું જાણતો નથી રાંકા તો પરમ વૈરાગી છે તે જે હાલતમાં છે તે જ હાલતમાં જીવવા માંગે છે. તેનું હું કંઇપણ આપીશ તો તે સ્વીકારશે જ નહીં. હવે, જે કાંઇ લેવા જ ન માંગતો હોય તેને હું શું આપી શકું?" પરતું નામદેવજીએ તો ભગવાન પાસે હઠ પકડી કે, "ગમે તે થાય પરંતુ તમે રાંકાને ધનવાન બનાવી દો." એટલે ભગવાને આખરે નામદેવજીની વાત રાખી અને કહ્યું, "ભલે તું કહે છે તો હું તને અવશ્ય ઘા આપીશ માટે તું એમ કરજે કાલે એ જયારે જંગલમાં લાકડા કાપવા જાય ત્યારે તું તેની પાછળ પાછળ જજે ને શું થાય છે તે છૂપાઈ અને જોજે."

નામદેવજી ખૂબ જ ખુશ થયા. બીજે દિવસે વહેલી સવારે નામદેવજી તો રાંકાના ઝુંપડા પાસે ઊભા રહી ગયા. થોડી વારે રાંકા અને તેની પત્ની ઝુંપડામાંથી બહાર નિકળ્યા. પાછળ પાછળ નામદેવજી પણ જંગલમાં પહોંચવા ચાલવા લાગ્યા ત્યારે નામદેવજી ઝાડમાં ઝડપથી છૂપાઇ તેની નજીક પહોંચી ગયા. રાંકા કુહાડી લઇ એક સુકું ઝાડ કાપવા જાય છે, ત્યાં તો તે ઝાડના મૂળ પાસે તેને એક થેલો દેખાય છે. એટલે નાનો એવો એ થેલો જોઇ તેને કૌતુક લાગ્યું. તેથી તેણે તે ખોલીને જોયું તો તેમાં સોનામહોર ચમકતી હતી. પછી તુરંત જ કંઇક વિચારી અને રાંકા તે સોનામહોર ઉપર ધૂળ નાખવા લાગ્યા. તેમના પત્ની થોડા પાછળ રહી ગયા હતા. તે થોડાક નજીક આવ્યા અને રાંકાને ધૂળ નાખતા જોઇ એને પણ નવાઈ લાગી તેથી તેમણે રાંકાને પૂછ્યું, "અરે તમે આ શું કરો છો ? લાકડા કાપવાને બદલે આ ધૂળ નાખવાનું શું કારણ છે?" ત્યારે પહેલા તો રાંકાએ તેમની વાતને ટાળવાની કોશીસ કરી પરંતુ વારંવાર પત્નીના આગ્રહને વશ થઈ અને રાંકાએ સાચું કારણ જણાવતા પોતાના ધર્મપત્નીને કહ્યું, "જુઓ, અહીં એક થેલી પડી છે જે છેલ્લો છલ સોનામહોરથી ભરેલી છે. આપણે રહ્યાં પ્રભુના ભક્ત જો આપણને ધન મળે તો તેના મદદમાં આપણે પ્રભુની ભક્તિ કરવાનું ભૂલી જ જઇએ. આ ધન જ કેટલાય અનર્થોનું મૂળ છે. જેને પ્રભુને પ્રાપ્ત કરવા હોય તેને સાદું જીવન જીવવું જોઇએ. જો ધન આવે તો અટકતક નથી. તેથી તે સોનામહોર આપણા કોઇ કામ પડી જાય અને તારું મન લલચાય તો અનર્થ થઇ જાય. માટે હું તેના પર ધૂળ નાખી રહ્યો છું.

આ વાત સાંભળી અને વાંકાના પત્ની ખડખડાટ હસી પડ્યા અને પછી પોતાના પતિ રાંકાને ઉદેશીને કહ્યું, "વાહ...વાહ...નાથ, તમે પણ ગજબ છો અને તમે આ સાવ ખોટી જ મહેનત કરી રહ્યાં છો હું તો સોના અને ધૂળમાં કોઇ ભેદ માનતી નથી અને તમે આ ધૂળ ઉપર ધૂળ નાખવાનો સાવ વ્યર્થ પરિશ્રમ કરી રહ્યાં છો અને છોડી અને લાકડા કાપવાનું શરૂ કરો જેથી આપણું મુખ્ય કાર્ય પાર પડે. ધર્મપત્નીના વચનો સાંભળી અને પરમ ભક્ત રાંકાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. તે બોલી ઉડ્યા, ધન્ય છે તમને, ખરેખર હું ભાગ્યશાળી છું કે મારા કરતા પણ ચડિયાતા વૈરાગ્યી એવા તમે મને પ્રાપ્ત થયા છો. તમારો વૈરાગ્ય તો ખરેખર વિશિષ્ટ છે."

બસ તે દિવસથી તેમનું નામ બાંકા પડી ગયું અને એ "રાંકા-બાંકા" ની જોડીનું નામ આજે પણ પરમ ભક્તોમાં અમર થઈ ગયું છે. ઝાડીમાં છુપાયેલા રામદેવજી તુરંત ત્યાંથી નિકળી અને શ્રી વિઠ્ઠલનાથજી પાસે પહોંચ્યા અને પગે લાગી પ્રભુ પાસે ક્ષમા માંગી અને કહ્યું, "તમે ખરા છો, પ્રભુ આ "રાંકા-બાંકા" તો તમારી ભક્તિને જ સાચું ધન માની જીવી રહ્યાં છે તેને સોના-ચાંદીથી કોઇ મતલબ નથી." ત્યારે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી પણ મંદ મંદ સ્મિત કરી રહ્યાં હતા.

ઃઃ આજનું ભજન ઃઃ

ંઉંચી મેડી તે મારા સંતની રે,

મેં તો હાલીનો જાણી હો રાજ... ઉંચી મેડી.

અમને તે તેડા સિહ મોમલ્યા (૨)

હે સી છે કોલ્યો રાજ (૨)

મોંઘા તે મુલની મારી ચુંદડી રે,

જો તો મહાલીનો જાણી હો રાજ... ઉંચી મેડી.

અડધા પહેર્યા ને અડધા પાથર્યા રે,

ઉપર ઓઢાળ્યા ચીર ચારે કોરરાજ...ઉંચી મેડી.

નથી તારાયા, નથી તંબુડી (૨)

હે નથી ઉતર્યાનો આરો (ર)

"નરસિંહ" મેતાની સ્વામી શામળા રે,

પ્રભુજી ઉતારે પાર હો રાજ...ઉંચી મેડી.

સંકલન ઃ શ્રીમતી રમણતારા કે. વ્યાસ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

અધિક માસનું કથામૃતઃ શ્રદ્ધાનું ફળ

                                                                                                                                                                                                      

ઘણા વર્ષો પહેલાની આ વાત છે, એક રાજા હતો એ રાજાનો એક પ્રધાન હતો. આ પ્રધાનને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. તે સતત તેની ભક્તિ કરતો અને કંઇપણ સારું થાય કે ખરાબ થાય તો પણ એ એમ કહેતો કે, "ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી સારૃં થયું." ક્યારેક આ અંગે રાજા તેને ટકોર કરે તો પણ તે કહેતો " ભગવાન શ્રી કૃષ્ણ તો ખૂબ જ દયાળુ છે અને તેઓ જીવમાત્રનું કલ્યાણ જ કરે છે અને મને તેમના ઉપર ખૂબ જ શ્રદ્ધા છે." એક વાર કંઇક કારણ બનતા રાજાના પગની ટચલી આંગળી કપાઇ ગઇ અને લોહી વહેવા લાગ્યું. એટલે તત્કાલ રાજ વૈદ્યને બોલાવવામાં આવ્યા. તેમણે આવી અને રાજાને સારી રીતે પાટો બાંધી આપ્યો. ત્યારે રાજાએ પ્રધાનને કહ્યું , "પ્રધાનજી, આજે અચાનક જ મારા આ પગની આંગળી કપાઇ ગઇ" પ્રધાન તરત જ બોલી ઉઠ્યા, "વાહ...રે..વાહ ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી બધું સારૃં થયું." આ સાંભળી રાજાનો પિતા થયો તે બોલી ઉઠ્યો, "મારા પગની આંગળી કપાઈ ગઈ એમાં તને એમ લાગે છે કે, સારું થયું...? તરત જ રાજાએ પોતાના સિપાહીઓને આજ્ઞા આપી કે, આ પ્રધાનને અંધારી કાળી કોઠરીમાં પૂરી નાખો."

રાજાનો હુકમ થયો એટલે તુરત જ પ્રધાનને કાળી કોઠરીમાં પૂરવામાં આવ્યા. ત્યારે પ્રધાનજી ફરી એમ જ બોલ્યા કે, ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી સારું થયું." આ ઘટનાના થોડાક દિવસો પછી એક દિવસ એ રાજા પોતાના સૈનિકોને સાથે લઈ અને શિકાર કરવા નિકળ્યા, એક હરણનો શિકાર કરવાની ઇચ્છાથી યુક્ત એ રાજા પોતાના સૈનિકોથી વિખુટો પડી અને જંગલમાં ભૂલો પડી ગયો. એ વાતનું એને જ્ઞાન થયું ત્યારે તે ખૂબ જ થાકી ગયો હતો અને પાણીની તરસથી તે પીડાતો હતો, તેને ભૂખ પણ લાગી હતી. તે એક ઝાડના થડ પાસે બેઠો ત્યાં કેટલાક જંગલી લોકો આવ્યા, તેમણે આ રાજાને જોયો એટલે કંઇક અવાજ કરી નાચવા લાગ્યા. ત્યારબાદ એ રાજાને પકડી અને પોતાના સરદાર પાસે લઇ ગયા અને પછી તેને પીવા માટે પાણી અને ખાવાનું આપવામાં આવ્યું પછી તેને શુધ્ધ જળથી સ્નાન કરાવી અને એ જંગલી લોકોની દેવીના મંદિરમાં લઇ જવામાં આવ્યો. એટલે રાજા પરિસ્થિતિને પામી જઇ અને સમજી ગયો કે હવે તેની આ જંગલી લોકો બલી ચડાવી દેશે. તેથી તે ખૂબ જ ગભરાયો પરંતુ થાય શું..? એક બાજુ જંગલી નગારા વાગી રહ્યા હતા, બીજી બાજુ ચિત્ર - વિચિત્ર અવાજો સાથે જંગલી લોકો નાચી રહ્યાં હતા.

રાજા તો સમજી જ ગયો આજે આપણા પ્રાણ હરિ લેવાશે તેને દેવીમાંની મૂર્તિ સમક્ષ ઊભો રાખવામાં આવ્યા એટલે પૂજારી હાથમાં તલવાર લઇ પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયો અને જયાં તે રાજાનો માથું કાપવા જાય છે ત્યાં જ અચાનક તેની નજર રાજાના પગ પર પડી. પગની ટચલી આંગળી કપાયેલી જોઇ એ રાડ પાડી ઊઠ્યો, "આ પુરૂષ નરબલિ માટે કામ નહીં આવે, કારણ કે તેનું શરીર ખંડિત છે, કપાયેલું છે તેથી કપાયેલી આંગળી વાળા આ પુરૂષ નરબલિ માટે અયોગ્ય ગણાય.  માટે આ પુરૂષને છોડી મૂકો. એટલે જંગલીઓના સરદારે એ રાજાને છોડી મૂકવા આજ્ઞા કરી." રાજાને પ્રધાનના શબ્દો યાદ આવ્યા. ત્યાંથી મુક્ત થયેલો રાજા માંડ માંડ પોતાના રાજ્યની હદમાં પહોંચ્યો અને પછી પોતાના રાજ્યમાં પહોંચતા જ તે કોટડીમાં ગયો અને ત્યાંથી પ્રધાનને મુક્ત કરાવી અને તેને પગે લાગવા માંડ્યો પ્રધાન કહે, રહેવા દો મહારાજ, તમે મને પગે લાગો એ શોભતું નથી. પરંતુ થયું શું એ તો કહો..? પ્રધાનજી મારા પગની આંગળી કપાઇ ગઇ ત્યારે તમે કહેલું કે, ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી જે કંઇ થયું તે સારું થયું. તમે કહેલા શબ્દો સાચા પડ્યા.

"રાજા બોલ્યો" હું તો બચી ગયો અને સારું થયું, પરંતુ મેં તમને અંધારી કાળી કોઠરીમાં પૂર્યા ત્યારે પણ તમે કહેલું કે, ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી સારું થયું તો તમારે તો કાળી કોઠરીમાં પૂરાવું પડ્યું તેમાં શું સારું થયું....? ત્યારે પ્રધાન મંદ મંદ સ્મિત સાથે બોલ્યા, "મહારાજ, હું રહ્યો તમારો પ્રધાન, તમે શિકરામાં નિકળ્યા ત્યારે હું જો મૂક્ત હોત તો તમારી સાથે શિકાર માટે નિકળ્યો હોત કારણ કે, મારો ઘોડો પણ તમારા ઘોડાની સાથે સાથે જ ચાલનારો છે હવે આપણે બન્ને આપણા રસાલાથી છૂટા પડી ગયા હોત અને પછી એ જંગલી લોકોએ આપણને પકડ્યા હોત તો તમે તો બચી જાત પણ મારું શરીર અખંડિત હતું તેથી મારી તો તરત જ બલિ ચડાવાઇ ગઇ હોત ...!

       ખરું ને....!? ત્યારે રાજા બોલ્યા, "તમારી વાત ખરી છે અને તમારી શ્રધ્ધા પણ ખરેખર સાચી છે. ભગવાન શ્રી કૃષ્ણ જે કંઇ કરે છે તે જીવમાત્રના કલ્યાણ માટે જ કરે છે .

:: આજનું ભજન ::

દિલને વિશાળ તું બનાવ આકાશ એ સમજાવે.

મનની મોટાઈ તને મોટો બનાવશે,

દોષો સકલના તું દિલમાં છુપાવશે,

થઇ જશે તું તો ભગવાન આકાશ...

સુખમાં ફૂલીને વૃથા ફાળકો બને છે તું,

થઇને ગમાની સદા શાનો ફરે છે તું,

સુખમાં સદાય રહેનાર આકાશ...

દુઃખમાંહી દીન બની આસું વહાવે તું ,

થઇને હતાશ સદા હૈયે રડે છે તું,

દુઃખના દિવસ છે બે ચાર આકાશ...

વાયુને મેઘ બધા વ્યોમે વિચારતા,

તોય જરીક એ આભને અડકતા,

થઇ જા અનંતને અપાર આકાશ...

સંકલન : શ્રીમતી રમણતારા કે. વ્યાસ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

અધિક માસનું કથામૃતઃ વિપત્તિ જ સંપત્તિ છે !

                                                                                                                                                                                                      

ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તરાના ગર્ભ ઉપર અશ્વસ્થામાએ બ્રહ્માસ્ત છોડેલ ત્યારે તારાના ગર્ભમાં રહેલા પરિક્ષિતનું રક્ષણ કરેલું એ કાર્ય પૂરું થયું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ફરી દ્વારકા જવાની તૈયારી કરવા માંડી અને પછી પોતાના રથ ઉપર ચડ્યા અને સારથીએ રથ ચલાવ્યો. એ સમયે ખુદ કુન્તાજી ત્યાં આવ્યા અને રથની સાથે સાથે દોડવા લાગ્યા. આ દૃશ્ય જોઈ ભગવાન શ્રીકૃષ્ણએ સારથીને રથ ઊભો રાખવા આજ્ઞા આપી તેથી સારથીએ રથ ઊભો રાખ્યો.

       આમ, જ્યારે રથ ઊભો રહ્યો ત્યારે કુન્તાજી પણ રથ પાસે આવી ઊભા રહ્યા. દોડવાને લીધે તેમનો શ્વાસ ફૂલાયેલો હતો તેથી શ્વાસ લેતા લેતા થોડી વારે બે હાથ જોડી અને તેમને ભગવાન શ્રીકૃષ્ણને પ્રણામ કર્યા. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ રથ ઉપરથી નીચે ઉતરી અને પોતાના ફઇ કુન્તાજીનો હાથ પકડી લીધો અને પગે ન લાગવા વિનંતી કરી. ફઇબા આ તમે શું કરી રહ્યાં છો? હું તો તમારાથી નાનો છું અને વળી સંબંધમાં પણ હું તમારો ભત્રીજો થાઉ ને? જો તમે આમ પગે લાગો તો જગતની દૃષ્ટિએ પણ શોભાસ્પદ ન લાગે. માટે તમે મહેરબાની કરી અને મને પગે ન લાગો. ત્યારે રડતા રડતા કુન્તાજી બોલી ઊઠ્યા, આજ સુધી મેં તમને મારા ભત્રીજા જ સમજેલા અને તમારી સાથે એ મુજબનો જ વ્યવહાર કરેલો પરંતુ હે પ્રભુ, જયારે આ મહાભારતનું યુદ્ધ થયું ત્યારે જ મને તમારા સાચા સ્વરૂપનું જ્ઞાન થયું.

હે નાથ, તમે તો કોઇના મિત્ર નથી કે પુત્ર નથી, તમે કોઇના પિતા, ભાઈ કે પતિ નથી તમે તો સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છો માટે જ તો મેં તમને પ્રણામ કર્યા અને એમાં મેં કાંઇ પણ ખોટું નથી જ કર્યું. ઉલ્ટુ મારાથી ક્યાંય તમારા પ્રત્યે અજાણતા કંઈ ભૂલચૂક થઇ હોય તો ઉદાર મન રાખી મને ક્ષમા આપજો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ ખૂબ જ ગંભીર બની ગયા અને પછી કુન્તાજીને પૂછ્યું, એ બધું તો ઠીક પરંતુ ફઇબા તમે આમ સાવ અચાનક મારા રથની પાછળ પાછળ શા માટે દોડવા લાગેલા? તમને મારાથી કોઇ અપેક્ષા છે? શું તમને કોઈ સમસ્યા છે? કુન્તાજી ભગવાન શ્રી કૃષ્ણને સંબોધીને કહે છે,  હે જગતનાથ, મારે તમારી પાસે કંઇક માંગવું છે, તમે જો આપતા હોવ તો તમને કહું? શ્રી કૃષ્ણ કહે છે, ફઇબા, તમે આ શું કહો છો. માંગવાનું નહીં તમારે તો આજ્ઞા કરવાની હોય. હું અવશ્ય તમારી આજ્ઞાનું પાલન કરીશ બસ. કુન્તાજી કહે છે કે, પ્રભુ, મારે બીજું કશું જ નથી જોઇતું તમે મને એક વચન આપો. પછી ભલે તમે તમારી દ્વારકા નગરીમાં જાવ. જરૂર કહો, તમે કહો તે આપવા તૈયાર છું.

ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું. હે નાથ, મને કાયમને માટે વિપત્તિ આપો. મને સતત વિપત્તિ મળતી રહે એજ મારી ઇચ્છા છે કુન્તીજી એકી શ્વાસે બોલતા ગયા. ભગવાન શ્રીકૃષ્ણ કુન્તાજીના શબ્દો સાંભળી અને મુંઝવણમાં પડી ગયા. કહેવા લાગ્યા, તમે આ તો વળી શું માંગ્યું, હેં ફઇબા...? માંગવું જ હતું તો સંપત્તિ માંગવી હતી, શાંતિ માંગવી હતી. તમને તો કેટકેટલી વિપત્તિ વળગેલી તેમાંથી તો માંડ મૂક્ત થયા છો હવે તમારે વિપત્તિને શું કરવું છે? પ્રભુ ખરૃં કહ્યું...? અમારા ઉપર જ્યારે જ્યારે વિપત્તિ આવી ત્યારે ત્યારે અમે અંતઃકરણપૂર્વક તમને યાદ કર્યા હતા અને ત્યારે ત્યારે તમારા સતત દર્શન થતાં રહ્યાં અને તમારી કૃપા થતી રહી તમારું સતત સાનિધ્ય અમને પ્રાપ્ત થયું. માટે અમારા માટે તો વિપત્તિ જ સાચી સંપત્તિ સાબિત થઇ છે. માટે જ હું વિપત્તિ  માંગુ છું કે, જેથી કરીને કાયમ માટે તમારું સાનિધ્ય રહ્યા જ કરે કુન્તાજીએ કહ્યું. આ સાંભળી અને ભગવાન શ્રીકૃષ્ણજીએ કુન્તાજીને સાંત્વન આપ્યું અને કહ્યું કે, મારી તમારા ઉપર કાયમ કૃપા રહેશે બસ. આમ, કુન્તાજીએ જગતને બતાવ્યું છે કે, ગમે તેવી આપત્તિ આવે પરંતુ તેનાથી જરાય વિચલીત ન થતા પ્રભુ ભક્તિ પ્રત્યે જીવન વાળવું અને તેમની કૃપા પ્રાપ્તિ માટે જ વિપત્તિ આવે છે.

:: આજનું ભજન ::

તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું.

કંઇક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું.

અને દીધેલો કોલ તમે ભૂલી ગયા...૨

જૂઠી માયાને મોહમાં ઘેલા થયા...૨

ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન જીવન થોડું રહ્યું.

તમે....બાળપણને યુવાનીમાં અડધું ગયું ....૨

નહીં ભક્તિના મારગમાં ડગલું ભર્યું...

હવે બાકી છે તેમાં દયો ધ્યાન જીવન થોડું રહ્યું.

તમે...પછી ઘડપણમાં ગોવિંદ ભજાશે નહીં ....૨

લોભ વૈભવને ધનના ધજાશે નહીં ....૨

બનો આજથી પ્રભુના મસ્તાન જીવન થોડું રહ્યું.

તમે ...જરા ચેતીને ભક્તિનું ભાથું ભરો ....૨

કંઇક ડર તો પ્રભુજીનો દિલમાં ધર...ર

છીએ થોડા દિવસના મહેમાન જીવન થોડું રહ્યું ...

તમે ...બધા આળસમાં દિન આમ વીતી જશે ...૨

નહીં ચાલે તમારું તોફાન જીવન થોડું રહ્યું.

તમે ...એજ કહેવું આ બાળકનું ઉરમાં ધરો ....૨

ચીત રાખી રણછોડને ભાવે ભજો .....૨

ઝાલો ઝાલો ભક્તિનું સુકાન જીવન થોડું રહ્યું .

                               તમે ....

સંકલન : શ્રીમતી રમણતારા કે. વ્યાસ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

અધિક માસનું કથામૃતઃ પ્રેમ ભક્તિનું પરિણામ

                                                                                                                                                                                                      

 ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓની કથા કરતા નારદજી ક્યારે થાકતા નહીં. તે જયાં જયાં જતાં ત્યાં ત્યાં ભગવાનની લીલાના ગુણગાન ગાતા રહેતા. એકવાર મહર્ષિ નારદજી ફરતાં ફરતાં મદ્રદેશના રાજા બ્રહ્મસેનને ત્યાં પહોંચી ગયા. ત્યાં પણ તેમણે ભગવાન શ્રી કૃષ્ણની કથા-લીલા વર્ણવી. ત્યાં તે રહ્યાં તે દરમ્યાન તેમણે શ્રી કૃષ્ણના ખૂબ જ કથાગાન કર્યા. કૃષ્ણ ભગવાનની કથાઓ અને લીલાઓ સાંભળી અને બ્રહ્મસૅન રાજાની કુંવરી કે જેનું નામ લક્ષ્મણા હતું તેને ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે પ્રીતિ જાગી. તેણે મનોમન નક્કી જ કરી લીધું કે જો મને મારા પતિ તરીકે ભગવાન શ્રી કૃષ્ણ પ્રાપ્ત થશે તો જ હું પરણીશ. તેણે દરરોજ મનોમન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરવા માંડી. તેણે પૂજા પાઠ અને વ્રત, જપ, તપ પણ કરવા માંડ્યા, કે જેથી કરીને શ્રી કૃષ્ણ જ પતિ તરીકે પ્રાપ્ત થાય.

આમને આમ તેની ભક્તિ ચાલતી રહી. રાજકુંવરી તો દિવસે દિવસે મોટી થવા લાગી અને તે પરણવા લાયક થઇ ગઇ તેને જોઈ અને તેના પિતા બ્રહ્મસેને લક્ષ્મણાને પરણવા માટે સ્વયંવર રચવાનો વિચાર કર્યો એટલે દૂરદેશાવરના રાજાઓને તે માટે નિમંત્રણ પણ પાઠવવામાં આવ્યા. તેમાં કૃત્રિમ માછલીને નીચે પાણીમાં તેનું પ્રતિબિંબ જોઇ અને બાણ વડે તેને વિધવાની એવી શરત મૂકવામાં આવેલી છે, જે આ કૃત્રિમ માછલીને બાણ વડે વિધી નાખે તેને રાજકુમારી લક્ષ્મણા રત્નજડિત હાર પહેરાવી અને તેની સાથે લગ્ન કરે. લક્ષ્મણા તો ખૂબ જ સ્વરૂપવાન હતી તેથી આ સ્વયંવરમાં તેને વરવા માટે કેટલાય રાજાઓ આવ્યા હતા. એ સૌ રાજાઓ જાતજાતના શસ્ત્રો અસ્ત્રો ચલાવામાં અને યુધ્ધ વિદ્યાઓમાં નિપૂણ હતા. તે બધા જ રાજાઓનો યોગ્ય આદર સત્કાર પણ કરવામાં આવ્યો હતો. જ્યારે સ્વયંવર શરૂ થયો ત્યારે પણ લક્ષ્મણાના હૃદયમાં તો ભગવાન શ્રી કૃષ્ણ જ રહેલા. એક એક કરતા રાજાઓ આવતા ગયા અને કાંઇકને કાંઇક અવદશા થઇ અને લક્ષ્ય વેદ તો ન કરી શક્યા પરંતુ, સૌની હાંસીના પાત્ર બને તેવી ઘટના ઘટાતી.

આ રાજા મહારાજાઓમાં કર્ણ, શિશુપાલ, દુર્યોધન, ભીમ, જરાસંગ વગેરેનો પણ સમાવેશ થતો હતો. પરંતુ એ બધાને પીછેહઠ કરવી પડી છેલ્લે મહાન ધનુર્ધારી અર્જુન પણ આવ્યા. પરંતુ એ અર્જુન પણ સાવ નિષ્ફળ ગયો. અર્જુન જેવાને નિષ્ફળ પામતો જોઇ અને રાજકુમારીના પિતા રાજા બ્રહ્મસેન સાવ નિરાશા પામ્યા તેમને લાગ્યું કે, હવે મારી પુત્રી લક્ષ્મણાને લાયક કોઇ પતિ નહીં મળે અને એ તો સાવ કુંવારી જ રહી જશે. તેમ વિચાર કરતાં રાજા બ્રહભેન ચિંતામાં પડ્યા. બરાબર એ સમયે જ ભગાવન શ્રી કૃષ્ણ ત્યાં ઉપસ્થિત હતા. પોતાની જગ્યાએથી ઊભા થઈ અને લક્ષ્યવેદની જગ્યાએ પહોંચ્યા અને એક નજર લક્ષ્મણા તરફ નાખી અને મંદ મંદ સ્મિત કર્યું તેથી લક્ષ્મણાને મનો મન થયું કે, જરૂર ભગવાને મારી પ્રાર્થના સાંભળી લાગે છે તેથી આ બધી તેમની જ લીલા છે . તેણે રત્નજડિત હાર પોતાના હાથમાં લઇ લીધું અને નક્કી કરી નાખ્યું કે, હવે મને ભગવાન શ્રી કૃષ્ણને વરવાનો સમય આવી ગયો છે. ભગવાને રમતમાં ધનુષ્ય હાથમાં લઇ તેની પ્રત્યંચા ઉપર બાણ ચડાવી અને ક્ષણવારમાં માછલું વિંધી નાખ્યું. ચારે બાજુ ભગવાન શ્રી કૃષ્ણનો જય જયકાર થયો . રાજકુમારી લક્ષ્મણા રત્નજડિત હારી ભગવાન શ્રી કૃષ્ણને નજીક જઈ તેના ગળામાં પહેરાવી દીધું. દુદુંભી-નગારા વાગવા લાગ્યા, પુષ્પવૃષ્ટિ થઇ. એ દરમ્યાન જે રાજાઓ લક્ષ્યવેદમાં નિષ્ફળ ગયા હતા તેમાંથી કેટલાક ક્રોધે ભરાયા અને ભગવાન શ્રી કૃષ્ણની પાછળ પડ્યા. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ પોતે કવચ ધારણ કરેલું અને લક્ષ્મણને રથમાં બેસાડી હરિફો સાથે યુદ્ધ કર્યું અને બાણાવડી કરી અને તે રથમાં બેઠા એટલે સારથી દારૂકે રથને દ્વારકા તરફ હાંક્યો. દ્વારકામાં સ્વયંવરના સમાચાર ફેલાયા હતા. સર્વે આનંદ હતો. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને લક્ષ્મણાજીનો ભવ્ય સ્વાગત થયું. અને તેમને પણ પ્રેમભક્તિના લીધે પટરાણીનું સન્માન પ્રાપ્ત થયું હતું.

:: આજનું ભજન ::

દિલમાં વિચારી જો જો રે, કોણ છે કોનું...?

અંતેર ઉતારી લેજો રે, કોણ છે કોનું ...?

કોના પિતા, કોના માતા,

કોના ઝુત ને કોના ભ્રાતા,

સહુને આવીને જતા રે, કોણ છે કોનું ...?

મા - બાપ કહે : બેટો મારો,

આકાશનો જેવો તારો.

ખરેખર એ ખરનારો રે, કોણ છે કોનું ...?

પત્ની કહે મને વરિયો

એ તો પ્રેમનો પ્રેમનો દરિયો

દરિયો તો ખારો ભરિયો રે, કોણ છે કોનું ...?

પુનિત લ્યો હાથ સાળા

મૂકી ઘો આ ચેન ચાળા

સાયા સગા બંસીવાળા રે, કોણ છે કોનું ..?

સંકલન : શ્રીમતી રમણતારા કે. વ્યાસ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

અધિક માસનું કથામૃત : ભગવાન તો ભક્તને આધિન છે

                                                                                                                                                                                                      

મહારાષ્ટ્રના સંતોમાં એકનાથજી મહારાજનું નામ આજે પણ ગુંજે છે. એકનાથજી મહારાજ પ્રભુના પરમ ભક્ત હતા. તેમણે ગૃહસ્થાશ્રમમાં રહી અને પ્રભુ ભક્તિ કરેલી. વળી, પ્રભુની કથા-વાર્તા પણ તે કહેતા. તેમને ત્યાં હરિભક્તો અને દીનદુઃખીયાઓની સતત અવર-જવર રહેતી. તેમને પીવા પાણી આપવું, જમાડવા, રસોઇ કરવી, તેમની વ્યવસ્થા સંભાળવી. આ બધું કરવાથી પતિ-પત્ની ખૂબ જ થાકી જતાં. પરંતુ થાય શું? પતિ-પત્નીએ સાથે મળી અને એક મહાન કાર્ય આદરેલું તેથી ગમે તેવી પરિસ્થિતિ વચ્ચે પણ તેમણે પોતાના જીવનનું એક લક્ષ્ય નક્કી કરેલું એ તો કોઇપણ હિસાબે પાર પાડવું રહ્યું.

એક દિવસની વાત છે. એક બાર-પંદર વર્ષનો છોકરો એકનાથજી મહારાજ પાસે આવ્યો અને કહે છે કે, "મહારાજ...મહારાજ... મને નોકરીએ રાખશો?" એકનાથજી મહારાજ આ છોકરાને જોઈ અને વિચાર કરે છે કે, "આ બાળક શું કામ કરી શકશે? વળી, તેને પગાર પણ જોઇએ. તેના રૂપિયા ક્યાંથી લાવવા?" એટલે પોતાને મૂંઝવતા પ્રશ્નો એકનાથજી મહારાજએ તે છોકરાને કર્યા. છોકરો કહે છે, " તમે જે કહેશો તે કામ કરી દઇશ મને રસોઇ બનાવતા આવડે છે. તે ઉપરાંત હું સાફ સફાઈ કરી આપીશ. વાસણ સાફ કરી દઇશ. તમે જે કામ બતાવશો તે કામ હું ફટાફટ કરી આપીશ."

એકનાથજી મહારાજ કહે છે, "તારૃં નામ શું છે?" "મારૃં નામ શિખંડીયો છે." તે બાળક જવાબ આપે છે. ફરી એકનાથી મહારાજે પૂછ્યું, " બેટા, તું પગાર શું લઇશ?" ત્યારે તે શિખંડીયો જવાબ આપે છે કે, "મારે પગાર નથી જોઇતો પરંતુ તે કામના બદલામાં મને બે વખતનું જમવાનું આપજો એટલે બસ!" એકનાથજી મહારાજ તો રાજીનારેડ થઇ ગયા. તેમને થયું સારું થયું. કામની જંઝટમાંથી મુક્તિ મળી જેથી કરીને વધુ સારી રીતે પ્રભુભજન પણ થશે અને દીનદુઃખીયાઓની સેવા પણ થશે.

બસ, શિખંડીયાએ તો કામ પોતાના હાથમાં લીધું. તે દરેક કામ ખૂબજ ઝડપથી કરી નાખે છે. સાફ સફાઇ પણ એવી કરે કે, જગ્યાને ચોખ્ખીચટક જોઇ ભલભલા આશ્ચર્યમાં પડી જાય અને દરરોજ શિખંડીયો રસોઇ પણ એવી સુંદર બનાવે છે, ખાનારા આંગળી ચાટી જાય. ખુદ એકનાથજી મહારાજ અને તેમના ધર્મપત્નીને પણ ભોજનમાં અલૌકિક આનંદ આવતો. આમને આમ દિવસો વિતતા જાય છે. લોકોને એકનાથજી મહારાજની જગ્યામાં અલૌકિક આનંદ આવતો અનુભવાય છે. તેની ખૂબ ખૂબ પ્રશંસા પણ ચોતરફ થતી રહે છે. એકવાર મહારાષ્ટ્રથી કેટલાક લોકો ચાલીને દ્વારકાની યાત્રાએ નિકળ્યા. પગે ચાલીને નિકળેલ આ યાત્રાળુઓ દ્વારકા પહોંચ્યા. દ્વારકા પહોંચી અને ભગાવન શ્રી દ્વારકાધીશના દર્શન કરવા મંદિરમાં ગયા. ત્યારે જ્યાં જુએ છે ત્યાં મંદિરમાં ભગવાન જ નથી. પૂછતા ખબર પડી કે, ભગવાન તો હાલ એકનાથજીને ત્યાં બિરાજે છે. એટલે, ભક્ત યાત્રાળુઓ તો વિચારમાં પડી ગયા કે, "આ શું ?" મહારાષ્ટ્રથી તો અમે પગે ચાલીને દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા અને દ્વારકાધીશ તો અમારે ત્યાંજ બિરાજી રહ્યાં છે. એટલે સૌ સાથે મળી અને ફરી પગે ચાલીને દ્વારકાથી મહારાષ્ટ્રમાં આવ્યા અને જ્યાં એકનાથજી મહારાજની જગ્યામાં આવીને કહે છે, "મહારાજ અમને તમારે ત્યાં બિરાજી રહેલા દ્વારકાધીશના દર્શન કરવા છે. ક્યાં છે પ્રભુ? અમને દર્શન કરાવો." એકનાથજી મહારાજ કહે છે, "મારે ત્યાં દ્વારકાધીશ બિરાજે છે તેવું તમને કહ્યું કોણે ?" યાત્રાળુઓ કહે છે કે, "અમે દ્વારકા ગયા હતા ત્યાંથી જાણવા મળ્યું પ્રભુ છેલ્લા કેટલા સમયથી તમારે ત્યાં બિરાજે છે." એકનાથજી મહારાજને તરત જ વિચાર ઝબક્યો, "જરૂર પહેલો શિખંડીયો સાક્ષાત દ્વારકાધીશ હશે!" તપાસ કરતા જાણવા મળ્યું કે તે કાવડ લઇ અને પાણી ભરવા ગયા છે. એકનાથજી મહારાજે જળાશય પાસે દોટ મૂકી તેની પાછળ પાછળ યાત્રાળુઓ અને ભક્તજનો પણ દોડ્યા. ભગવાન આ બધી વાત જાણી ગયા તેથી કાવડ મૂકી અને અંતર્ધાન થઇ ગયા. તેને જોવા નિકળેલા એકનાથજી મહારાજ અને ભક્તોને ખાલી પાણી ભરેલી કાવડ મળી. એકનાથજી મહારાજની આંખોમાંથી અશ્રુધારા વહી તેમને થયું કે, "ભગવાન પાસે મેં નોકર જેવું કામ કરાવ્યું" અને તે વિલાપ કરવા લાગ્યા. આમ, એકનાથજી મહારાજ અને તેમના ધર્મપત્નીની નિષ્કમ ભક્તિથી આધિન થઇ અને ભગવાને જાતે તેના બધા કામ સંભાળ્યા.

:: આજનું ભજન ::

જનમો જનમ ચરણોની ભક્તિ માંગીએ,

વ્હાલા ! તું તો દિલડાનો દાતાર જો...

કલ્પવૃક્ષ સમ મીઠી તારી છાંયડી,

જેવુ માંગે તેવું તું દેનાર જો...

દર્પણ સમ દિસે છે મૂરતિ તાહારી,

ભાવ પ્રમાણે દર્શનનો દેનાર જો...

કર્મના યોગે જો કોઇ યોનિ સાંપડે,

"પુનિત" રાખે ત્યાં પણ ચરણે પ્યાર જો...

સંકલન : શ્રીમતી રમણતારા કે. વ્યાસ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

અધિક માસનું કથામૃતઃ શ્રદ્ધાનું ફળ

                                                                                                                                                                                                      

એકવાર દુર્વાસામૂનિ પોતાના દસ હજાર શિષ્યોને લઇને દુર્યોધનને ત્યાં ગયા. દુર્યોધને દુર્વાસામુનિનો ભારે ભપકા સાથે યોગ્ય સત્કાર કર્યો અને તેને યોગ્ય આસન પણ આપ્યો. તેમની ખૂબ જ સેવા કરી અને આખો દિવસ ખડે પગે તેમની સેવામાં રહ્યો. આવી સતત સેવા જોઇ અને મહાન એવા દુર્વાસામૂનિ ખૂબ જ પ્રસન્ન થયા. દુર્યોધન પર પ્રસન્ન થયેલા દુર્વાસામૂનિ દુર્યોધનને કહે છે કે, "હે દુર્યોધન તારી આ સેવાથી હું પ્રસન્ન થયો છું એ માટે હું તને એક વરદાન આપવા માંગુ છું. માટે તું વરદાન માંગ."

આ તો હતો દુર્યોધન, તેને કોઇ સારૃં કામ તો મનમાં આવે જ નહીં. તેને થયું કે, કંઇક એવું વરદાન માંગુ કે જેથી પાંડવોને માટે સંકટ ઊભું થાય તેથી દુર્વાસામૂનિને પગે લાગી અને કહે છે, "મહારાજા, આપની જો મારા પર કૃપા જ હોય તો મને એવું વરદાન આપો કે, અહિંથી તમે સીધા પાંડવોને ત્યાં જજો અને તમારી સેવાનો લાભ દ્રૌપદીજીને પણ આપજો." અને ત્યા પણ તમારા આ દસહજાર શિષ્યોને પણ સાથે લઇ જજો. આટલી મારા ઉપર કૃપા કરજો. એટલે સમજી લ્યો કે મને મારું વરદાન મળી ગયું."

આ પ્રમાણે વરદાન માંગી દુર્વાસામૂનિના ક્રોધનો ભોગ પાંડવો બને તે હેતુ સાથે દુર્યોધને કહ્યું ત્યારે દુર્વાસામૂનિ કહે છે, "ભલે ત્યારે, વરદાન આપ્યું." પછી દૂર્યોધનને ત્યાંથી દુર્વાસામૂનિ નિકળી અને પાંડવોને ત્યાં જવા રવાના થયા અને પાંડવોને ત્યાં બરોબર તેવા સમયે પહોંચ્યા કે, પાંચે પાંડવો અને દ્રૌપદીજીએ તો ભોજન કરી લીધું હતું. તેમની પાસે એક અક્ષયપાત્ર હતું. તે અક્ષયપાત્રમાંથી જ્યાં સુધી દ્રૌપદીજી ન જમે ત્યાં સુધી જેટલા લોકો આવે તેટલા લોકો જમી જાય એવું વચન હતું. બાકી તેમની પાસે બીજું કાંઇ ધનધાન્ય તે સમયે ન હતું. દુર્વાસામૂનિ દ્રૌપદીજીને સંબોધીને કહે છે, "બેટા, હું મારા દસ હજાર શિષ્યો સાથે તારે ત્યાં અતિથિ થઇને આવ્યું છું અને અમે સૌ સ્નાન કરીને આવીએ છીએ. પછી ભોજન તમારે ત્યાં લેશું." કહી અને દુર્વાસામૂનિ તો નાહવા રવાના થઇ ગયા. બીજી બાજુ સૌથી વધુ દ્રૌપદીજી ગભરાયાં તેમની આંખોમાં ઝરઝરીયા આવી ગયા. તેમને ખરા હૃદયથી શ્રી કૃષ્ણ ભગવાનને યાદ કર્યા. એટલે ભગવાન શ્રી કૃષ્ણ તો સાક્ષાત પરમાત્મા હતા. તે જાણી ગયા કે, દ્રૌપદીજી અને પાંડવો મોટી આફતમાં છે અને દુર્યોધને દુર્વાસામૂનિનો સાપ પાંડવોને લાગે એ માટે આ આયોજન કર્યું છે. એટલે દ્રૌપદીજીએ કરેલા સ્મરણથી ભગવાન શ્રીકૃષ્ણ ત્યાં પહોંચી ગયા અને પૂછ્યું, "કેમ દ્રૌપદીજી, તમે આજે ચિંતામાં છો ?"

દ્રૌપદીજીએ સઘળી હકિકત કહી સંભળાવી. એ સાંભળી અને ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીજીને કહ્યું. "તમે જેમાંથી ભોજન લ્યો છો તે અક્ષયપાત્ર લઇ આવોને..." દ્રૌપદીજી અક્ષયપાત્ર લઈ આવ્યા તેમાં બરોબર જોયું તો એક ચોખાનો દાણો જોયો તે લઇ અને ભગવાન શ્રીકૃષ્ણએ તરત જ મોઢામાં મૂકી દીધો અને પછી તરત જ ઓડકાર ખાધો. આ બાજુ નાહી રહેલા દુર્વાસામૂનિ અને તેમના દસ હજાર શિષ્યોના પેટ ભરાઇ ગયા.

આથી દુર્વાસામૂનિ જાણી ગયા કે, જરૂર આ ભગવાન શ્રીકૃષ્ણની લીલા છે અને તે પાંડવો પાસે પહોંચી ગયા છે. માટે હવે ત્યાં જવામાં માલ નથી. એમ પરિસ્થિતિને પામી જઈ અને તે પાંડવોને ત્યાં ન જતાં પોતાના શિષ્યો સાથે બારોબાર પોતાના આશ્રમે જતાં રહ્યાં. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, "પાંડવો અને દ્રૌપદીજી, હવે તમે ચિંતા છોડી આરામ કરો. દુર્વાસામૂનિ અને તેમના શિષ્યો તો ક્યારનાય પોતાના આશ્રમે પહોંચી ગયા છે. આમ, કહી પાંડવોની ફરી એકવાર રક્ષા કરી અને ભગવાન શ્રીકૃષ્ણએ ત્યાંથી વિદાય લીધી.

:: આજનું ભજન ::

હરિ મારું મનડું મન મોહનમાં,

મને ગમતું નથી ભુવનમાં.

હરિ મારી પ્રિત પ્રભુ દર્શનમાં,

મને ગમતું નથી ભુવનમાં.

હરવું ફરવું રમવું જમવું

જુગવવારે સંચરવું,

હરિ મને રૂચે નહીં જીવનમાં,

મને ગમતું નથી ભુવનમાં.

સગા સંબંધી સુત વીત નારી

કડવા લાગે સહુ સંસારી,

હાંરે મારું અકળામણ બંધનમાં,

મને ગમતું નથી ભુવનમાં.

નીંદરડીમાં ઝબકી જાગી

ચારે દિશાએ નિરખવા લાગી,

હાંરે નવ દેખું શ્યામ સદનમાં,

મને ગમતું નથી ભુવનમાં.

ભાગ્ય અમારા ક્યારે ઉગડશે ?

ક્યારે મળશે કૃષ્ણ કનૈયા ?

હાંરે એની તાલાવેલી તનમનમાં,

મને ગમતું નથી ભુવનમાં.

"વલ્લભ" ના સ્વામીને મળવા

મને ફરવું વન ઉપવનમાં,

હરે મારું મનડું મન મોહનમાં,

મને ગમતું નથી ભુવનમાં.

સંકલન : શ્રીમતી રમણતારા કે. વ્યાસ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

અધિક માસનું કથામૃત : ભાવનાનું ફળ

                                                                                                                                                                                                      

પુષ્ટીમાર્ગના ગુંસાઇજી પાસે એક વેપારી આવતા. તેની શ્રદ્ધા ખૂબ જ સાચી પરંતુ તેનો સ્વભાવ ભારે કંજુસ. તેમની પાસે અનહદ ધન હતું. પરંતુ તે સદમાર્ગે એક પૈસો પણ ખર્ચ કરવા તૈયાર ન હતા. એક દિવસ ગુંસાઇજી કહે છે કે, "જો ભાઇ તારે કાયાનું કલ્યાણ કરવું જ હોય તો તું ઠાકોરજીની સેવા કર." "ઠાકોરજીની સેવા તો કરવા તૈયાર છું. પરંતુ પછી ઠાકોરજી માટે શણગાર લેવા પડે અને તેમને ધરવા માટે દૂધ સામગ્રીના ખર્ચા કરવા પડે અને કોઇપણ પ્રકારનો ખર્ચ કરવો પડે તેવી સેવા કરવાનું મને ન ફાવે." વેપારી શિષ્ય ગુંસાઇજીને કહ્યું. ગુંસાઇજી કહે છે, "જો ભાઇ તારે ઠાકોરજીની સેવા જ કરવી હોય તો તને એક પૈસાનો પણ ખર્ચ ન થાય તેવી સેવા બતાવું. ઠાકોરજીની માનસિક સેવાનો એક એવો પ્રકાર છે કે જેમાં એક પૈસાનો પણ ખર્ચ ન થાય." "એવી સેવા હોય તો તે મને જરૂર બતાવ જો એક પણ પૈસાનો ખર્ચ ન હોય તો એવી સેવા હું જરૂર કરીશ. મને માનસી સેવાનો એ પ્રકાર સમજાવો." કહી અને વેપારી ઉત્સુક્તા સાથે ઠાકોરજીની માનસિક સેવા કરવા તૈયાર થઇ ગયો.

ગુંસાઇજી તે વેપારીને સમજાવતા કહે છે, "તારે દરરોજ વહેલી સવારે ઠાકોરજીને મનોમન જગાડવા પછી મનોમન દૂધમાં ખાંડ, કેસર નાખી અને તે દૂધ ઠાકોરજીને ધરવું. પછી તેમને સ્નાન કરાવવું, પછી તેમને શૃંગાર ધરવાનું,  પછી તેને ભોગ ધરવો, આરતી કરવી. બપોરે ફરી રાજભોગ ધરવો, સાંજે ફરી ઠાકોરજીને મેવો ધરવો, તેમની આરતી કરી પછી એમને પોઢાડી દેવાના. બસ આજ નિત્ય કર્મ પ્રમાણે દરરોજ ઠાકોરજીની હૃદયપૂર્વક સેવા કરવી. સેવા કરવાથી મન પવિત્ર થાય છે અને તેથી ઠાકોરજીની કૃપા પ્રાપ્ત થાય છે."

આ પ્રમાણે ગુંસાઈજી પાસેથી નિત્યક્રમને સમજી લઇ અને વેપારી તો પોતાને ઘરે ગયો. પછી તેને તો દરરોજ ઠાકોરજીની માનસી સેવા શરૂ કરી દીધી. પાંચ પૈસાનો પણ ખર્ચ ન હતો તેથી તેને માનસિક સેવામાં અલૌકિક આનંદ આવવા લાગ્યો. પછી જ્યારે જયારે ગુંસાઇજી વેપારીને મળતા ત્યારે ત્યારે પૂછતા, "કેમ ભાઇ, ઠાકોરજીની સેવા કેમ ચાલે છે ?" વેપારી કહે છે, "ખરેખર, મહારાજ ઠાકોરજીની સેવામાં મને તો હવે અલૌકિક આનંદ આવતો જાય છે." આમને આમ સેવા કરતા એ વેપારીએ એક દિવસ માનસી સેવા કરતા ઠાકોરજીને જગાડ્યા. પછી તેમને ધરવા માટે દૂધનો વાટકો લીધો અને મનોમન લીધેલા એ દૂધના વાટકામાં ખાંડ પણ નાખી. પરંતુ ઉતાડવમાં થોડી ખાંડવધુ પડી ગઈ હોય તેવું વેપારીને લાગ્યું એટલે તુરંત જ વેપારીનો મુળ કંજુસીયો સ્વભાવ જાગૃત થયો તે પૂજામાં તન્મય થયો હતો. દૂધની વાટકીમાંથી ખાંડ કાઢવા જયાં દૂધમાં હાથ નાખવા જાય છે ત્યાં સાક્ષાત શ્રી કૃષ્ણ પ્રગટ થયા અને વેપારીનો હાથ પકડી લીધો.

પ્રભુ કહે છે કે, "અલ્યા તું તો ભારે કંજુસીયો એક તો માનસી સેવામાં ખોટે ખોટું તું દૂધ ધરે છે. એમાં ખોટે ખોટી ખાંડ નાખે છે ને વળી તેમાંથીય ખાંડ પાછી કાઢવાની કરે સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણનો સ્પર્શ થતાં તે વેપારીને એક અલૌકિક આનંદનું અનુભવ થયો. પછી તે સાચો વૈષ્ણવ બની પોતાની સંપત્તિનો ઠાકોરજીની સેવામાં ઉપયોગ કરતો રહ્યો. અને જીવનના અંતે તેણે ગૌલોકમાં સ્થાન મેળવ્યું.

:: આજનું ભજન ::

મારો શામળો સાંભળે સહ વાત ને રે,

હું તો ભૂલી ગયો છું મારી જાત ને રે...

કોણ કોનું ? આ ખોટા સંસારમાં રે,

હું તો જીવું છું એના આધારમાં રે...

જેમ થતું હતું હોય એમ ભલે થઇ જતું રે,

જગ આખુ યે છાનું ડુબી જતું રે...

મારું ભજન મને તો બહુ ભાવતું રે,

"પુનીત" શામળીયો કરી લેશે ફાવતું રે...

સંકલન : શ્રીમતી રમણતારા કે. વ્યાસ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

અધિક માસનું કથામૃતઃ નિષ્કામ ભક્તિની મહતા

                                                                                                                                                                                                      

એકવાર પાંડવોને વનવાસ ભોગવવાનો વખત આવ્યો. આ સમયે અનેક પ્રકારના કષ્ટોમાંથી પાંડવોને પસાર થવું પડેલું કારણ કે, કાયમ સુખમાં ઉછરેલા અને રાજમહેલમાં રહેનારા આ પાંડવોને કાંટા, હિંસક પશુઓ પથરાયેલી પથારી વગેરેથી યુક્ત રહેવું પડતું. આવી ખરાબ પરિસ્થિતિ વચ્ચે જીવવું દુષ્કર બની જાય તેમ છતાં પણ પાંડવો પોતાની ધર્મપત્ની દ્રૌપદી અને કુન્તા માતા વનમાં દિવસો વ્યતિત કરી રહ્યા હતા. આ સમયે સૌથી વધુ ધીરજ યુધિષ્ઠિરે રાખી હતી. તે સવાર અને સાંજ નિયમિત પરમકૃપાળુ પરમાત્માના ધ્યાનમાં મગ્ન થઇ જતા હતા. તેમને પ્રભુ પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. પોતાના પર આવી પડેલા આ મહાકષ્ટને તે કર્મનું ફળ જ માનતા હતા. એકવાર દરરોજની જેમ પૂજા-ધ્યાન પૂર્ણ કરી યુધિષ્ઠિર ઉઠ્યા ત્યારે દ્રૌપદીજી ઊભા હતા. તેમનાથી ન રહેવાયું તે બોલી ઉઠ્યા, "તમે આટલા બધા પૂજા-પાઠ અને ધર્મધ્યાન કરો છો પરંતુ આપણા સંકટો તો દિવસો દિવસ વધતા જ જાય છે. તમે ભગવાનને કહેતા શા માટે નથી? કે આપણા બધા જ સંકટો દૂર થઈ જાય. તમે તો સહનશીલ છો પરંતુ તમારા આ ભાઇઓ વનમાં ઠોકરો ખાઇ ખાઈ કેટલું બધું દુઃખ વેઠી રહ્યાં છે. ક્યારેક પથ્થરની ચટ્ટાન ઉપર સુવું પડે છે તો ક્યારેક કાંટાળા માર્ગ પર ચાલવું પડે છે. ક્યારેક તરસ લાગી હોય તો પાણીના ફાંફા થાય છે તો ક્યારેક ખાવાના સાંસા પડે છે. હું જાણું છું કે જો તમે માત્ર એકવાર ભગવાન પાસે પ્રાર્થના કરશો તો આપણા તમામ દુઃખોને તે દૂર કરી નાખશે."

દ્રૌપદીજીની આ વાત સાંભળીને પ્રથમ તો યુધિષ્ઠિર હસ્યા પછી હળવેકથી કહ્યું, "દ્રૌપદી, પહેલી વાત તો એ કહું જે પ્રભુભક્તિ કરું છું તેનું મુખ્ય કારણ એ છે કે, પ્રભુની ભક્તિ કરવી મને ખૂબ જ ગમે છે. મને તેમાં અત્યંત આનંદ આવે છે. એ નિત્યાનંદની પ્રાપ્તિ માટે પ્રભુભક્તિ કરવી એ અલગ વાત છે. હવે જો આનંદ માટે ભક્તિ કરતો હોઉ અને હું જો ભગવાન પાસે કંઇને કંઇ માંગવા લાગું તો તે મારી પ્રાર્થના સાંભળી અને આપણા કષ્ટ કલેશોને દૂર તો કરી જ દેશે તેવી મને પૂરી શ્રદ્ધા છે પરંતુ દુઃખની વાત એ છે કે આપણે જે કર્મો કર્યા હોય તેના ફળ ભોગવવાથી દૂર ભાગીએ તો એ પણ એક પ્રકાની કાયરતા જ ગણાય ને? વળી આપણે પ્રાર્થના પૂજાના બદલામાં પ્રભુ પાસે કંઇ માંગીએ તો એક પ્રકારનો વ્યાપાર થયો ગણાય. ભગવાન પાસે ક્યારે સોદાબાજી કરવી ન જોઇએ કારણ કે ભક્તિ કરતાં કરતાં આપણે તેની પાસે કંઇક માંગ્યું તો એક વેપાર થયો ગણાય. જેની કોડીની પણ કિંમત નથી રહેતી વળી, હું તો પ્રભુની નિષ્કામ ભક્તિ કરું છું નિષ્કામ ભક્તિમાં જ સાચા આનંદની પ્રાપ્તિ થાય છે. માટે મને હવે ફરી ક્યારે પણ એ વાત ન કરશો કે પ્રભુ પાસેથી ભક્તિના બદલામાં કંઇક માંગો."

આ સાંભળી દ્રૌપદીને સંતોષ થયો અને પોતે જે માંગણી કરેલી તે ભૂલ બદલ તેમણે યુધિષ્ઠિર પાસે ક્ષમા માંગી. ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિર, પાંડવો, કુન્તી માતા અને દ્રૌપદીજીની નિષ્કામ ભક્તિને કારણે મહાભારતના યુદ્ધ સમયે પાંડવોનો સંપૂર્ણ સાથ આપ્યો કારણ કે, તે નિષ્કામ, નિષ્કપટ અને સત્યને વળગી રહેનારા હતા. માટે જ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના રથના સારથી બન્યા અને તેમણે ભગવાન શ્રી કૃષ્ણની કૃપાને લીધે જ જીતવી અતિ મુશ્કેલ એવી કૌરવોની સેના પર વિજય મેળવ્યો. આમ, નિષ્કામ ભક્તિનું ભગવાન ફળ અવશ્ય આપે છે અને એ જ્યારે આપે છે ત્યારે કોઇ હિસાબ રાખતા નથી.

:: આજનું ભજન ::

જગની સૌ વાતોનો સાર(ર)

મારે એક હરિનું નામ.

મારા જીવનનો આધાર(૨)

મારે એક હરિનું નામ.

બહુ જોયુંને બહુ બહુ જાણ્યું,

અનુભવ્યું, સુષ્ય ઘણું,

અંતે દ્રઢ થયો વિચાર(૨)

મારે એક હરિનું નામ.

સતસંગની બલિહારી છે,

જેમાંથી એ સાંપડ્યું.

મંથન કરતા માખણ સાર(૨)

મારે એક હરિનું નામ.

હૃદય તણા તાળાને માટે,

 ચાવી હરિના નામનીસ

ખોલી નાખે દિલના દ્વાર (૨)

મારે એક હરિનું નામ.

હાથીના પગલાંની મધ્યે

સૌ પગલાં સમાય છે,

"પુનિત" કરશે બેડો પાર(૨)

મારે એક હરિનું નામ

સંકલન : શ્રીમતી રમણતારા કે. વ્યાસ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

અધિક માસનું કથામૃતઃ સેવાનું ફળ

                                                                                                                                                                                                      

એકવાર ભગવાન શ્રીકૃષ્ણ બેઠા બેઠા શેરડી ખાતા હતા. ત્યારે તેમની પાસે તેમની અષ્ટ પટરાણીઓ પણ બિરાજી રહી હતી તે ઉપરાંત દ્રૌપદીજી પણ ત્યાં હાજર હતા. સૌ વાતોમાં મગ્ન હતા અને આનંદનું વાતાવરણ સર્જાયું હતું. તેમાં અચાનક જ ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં શેરડી છોલતા ચીરો પડી ગયો અને આંગળીમાંથી લોહી નિકળવા લાગ્યું. એકાએક બનાવ બનતા અષ્ટ પટરાણીઓ ગભરાયા અને ભગવાન શ્રીકૃષ્ણના હાથમાં પાટો બાંધવા માટે લીરો શોધવા દોડા દોડી કરવા લાગ્યો. ત્યાં બેઠેલા દ્રૌપદીજીએ પણ ભગવાનના હાથમાંથી લોહી વહેતા જોયું તેથી તેમને પણ પારાવાર દુઃખ થયું પછી એક પળની પણ ચિંતા કર્યા વગર તેમણે પોતાની નવી નકોરી સાડીના છેડેથી એક લીરો ફાડી અને તેનો પાટો બનાવી અને ભગવાન શ્રીકૃષ્ણને તુરંત જ બાંધી દીધો.

જયારે પટરાણીઓ પાટા લઇને આવી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણના હાથમાં પાટો બંધાયેલો જોઇ અને તેઓ આશ્ચર્યમાં પડી ગઇ. પછી સર્વે વિગત જાણી અને સૌને થયું કે, અમે અમારા પત્ની વ્રત ધર્મ બજાવવામાં નિષ્ફળ રહ્યા. હવે ભગવાન શ્રી કૃષ્ણની દ્રૌપદીજીએ કરેલી આ સેવાનો બદલો ભગવાને સતત તેનું રક્ષણ કરી અને વાળ્યો. ભગવાન શ્રીકૃષ્ણ દ્રૌપદીના ચીર હરણ થયા ત્યારે તેની લાજ રાખી એટલું જ નહી. જ્યારે દુર્વાસામુનીને કૌરવોએ કપટથી પાંડવોને ત્યાં ભોજન માટે મોકલ્યા ત્યારે પણ ભગવાને દ્રૌપદીજીની લાજ રાખી. જ્યારે જ્યારે વિપત્તિ પડી ત્યારે ત્યારે આખરે દ્રૌપદીજી ભગવાન શ્રી કૃષ્ણને ખરા અંતઃકરણપૂર્વક યાદ કરતા અને ભગવાન શ્રીકૃષ્ણ પણ તુરંત જ હાજર થઇ જતા અને પોતાની લીલા વડે પળવારમાં તેઓ પાંડવોના દુઃખને દૂર કરી દેતા.

ભગવાન શ્રીકૃષ્ણની સેવાનું ઉત્તમ ફળ દ્રૌપદીજીએ પ્રાપ્ત કર્યું. ભગવાન ખરેખર ભાવનાના ભૂખ્યા છે તે આ પ્રસંગ પરથી જગતને બતાવ્યું છે એટલું જ નહીં નાની એવી પાટો બાંધવાની સેવાથી પ્રસન્ન થયેલા પ્રભુ દ્રૌપદીજીની સેવાને ક્યારે ભૂલ્યા નથી. ભગવાન શ્રી કૃષ્ણએ જે ફરજો બજાવી છે તેને આજે પણ ભૂલી શકાય તેમ નથી. તેઓ વિદ્યાર્થીકાળમાં પોતાને ગુરૂને ત્યાં ભણતા હતા. સાંદિપની ઋષિ ભગવાન શ્રીકૃષ્ણને ભણાવતા. ખૂબ જ સંતોષી એવા આ ઋષિને ત્યાં ભણતર પૂરું કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ ગુરૂદેવને કહે છે, "ગુરૂદક્ષિણા આપ્યા વિના વિદ્યા ફળે નહીં માટે હે ગુરૂદેવ, તમે કહો તે ગુરૂદક્ષિણામાં આપવા તૈયાર છું." પરંતુ ગુરૂદેવ કંઈ લેવા તૈયાર નથી. ખૂબ રકઝક થઇ પણ અંતે સાંદિપની ઋષિએ કશું જ ન લેવા કહ્યું. ત્યારે શ્રીકૃષ્ણ ગુરૂપત્ની પાસે જઇ કહે છે, "હે ગુરૂમાતા, ગુરૂજી તો ગુરૂદક્ષિણામાં કશું જ લેવા તૈયાર નથી. પરંતુ તમે કંઇક માંગો તમે જે દક્ષિણામાં માંગશો તે આપવા હું તૈયાર છું." ત્યારે ગુરૂમાતા કહે છે, "બેટા, અમે તો સંતોષથી જીવનારા બ્રાહ્મણ છીએ. આમ છતાં પણ તમે કંઇક આપવા જ માંગતા હોવ અને આપી શકવાને શક્તિમાન હો તો હું કુટુંબ સહિત તિર્થક્ષેત્ર સેવા પ્રભાસમાં ગઈ હતી. ત્યાં સાગરમાં મારો પુત્ર ડૂબી ગયો છે તે જો પાછો લાવી આપો તો મારા અંતઃકરણને સંતોષ થશે."

ત્યારે ગુરૂદક્ષિણા ચૂકવવા મક્કમ બનેલા ભગવાન શ્રી કૃષ્ણ ગુરૂમાતાએ કહેલી સેવાનું ફળ આપવા યમરાજ પાસે જઇ અને તેમના પુત્રને લઈ અને પાછા આવી પોતાના ગુરૂ અને ગુરૂમાતાને તેમનો પુત્ર સોંપી અને ગુરૂદક્ષિણા ચૂકવે છે. આમ, ભગવાન શ્રીકૃષ્ણ પોતાની સેવાનું ફળ આપવા હંમેશા તત્પર રહ્યાં છે. જગતને આનંદ આપનારા ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવા મળે તે પણ માટે સૌભાગ્યની વાત ગણાય.

- દેવેન કે. વ્યાસ

 

:: આજનું ભજન ::

વારી વારી શ્રી ગીરધરલાલ તમારા લટકાને

હું વારી સુંદર શ્યામ તમારા લટકાને.

લટકે ગીરી ગોવર્ધન તોલ્યો લટકે પર્વત વારી રે,

લટકું જઇ જમુનામાં કીધું, હાલે લટકે નાથ્યોકાલી.

લટકે વનમાં ધેનુ ચરાવી, લટકે વાર્યો વાસ રે,

લકટે દાવાનળને પીધો વહાલે લટકે માર્યો કંસ.

લટકે નરસિંહ રૂપ ધરીને, થંભમાં લીધો વાસરે,

હાથે હરિએ હિરયાકંશ્યને માર્યો, ઉગાર્યો પ્રહલાદ.

લટકે વામન રૂપ ધરીને , ગયા છે બલીને દ્વાર રે,

ત્રણ ડગલામાં પ્રથ્વી લીધી, બલીને ચાંપ્યો પાતાલ.

લટકે રઘુવીર રૂપ ધરીને, તાતની આજ્ઞા પાળી રે,

લટકે રાવણ રણમાં રાખ્યો, વહાલે લટકે સીતા વારી.

સંકલન : શ્રીમતી રમણતારા કે. વ્યાસ

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

અધિક માસનું કથાkl,મૃતઃ દયાળુ રાજા

                                                                                                                                                                                                      

જયારે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાના રાજા હતા ત્યારની આ વાત છે. તેની દ્વારકા નગરીમાં એક પ્રજ્ઞાચક્ષુ (બંધ) પુરૂપ રહેતો હતો. તેને એક પત્ની અને એક પુત્ર હતા. પિતા-પુત્ર ઘેર ઘેર ભીક્ષા માંગી અને જીવન નિર્વાહ ચલાવતા હતા. જે નગરીના રાજા ભગવાન શ્રી કૃષ્ણ હોય તે નગરીની પ્રજા દયાળુ હોય એ તો સ્વાભાવિક જ છે. આ પ્રજ્ઞાચક્ષુ (બંધ) એવો પુરૂષ ખૂબ જ સંતોષી અને ભલો હતો અને પોતાના કુટુંબ જેટલું મળી રહે એટલે તે વધુ ભીક્ષા માટે પણ ન ફરતો. ગામને છેવાડે એક નાનું ઝુપડું બનાવી અને તેમાં એ કુટુંબ રહેતું હતું. પોતાના જીવનમાં સંતોષ અને આનંદ હતો. કુટુંબના ત્રણેય સભ્યોને કોઇપણ પ્રકારનું દુઃખ જ ન હતું. આવા એ કુટુંબમાં એક દિવસ વિચિત્ર બનાવ બની ગયો. તે પ્રજ્ઞાચક્ષુનો પુત્ર સમુદ્ર કિનારે રમવા ગયો. ત્યાં તે રેતીના ઝુપડાં બનાવતો હતો. ત્યારે ત્યાં એક બીજો છોકરો આવ્યો. તેણે આવીને આ પ્રજ્ઞાચક્ષુના પુત્રએ બનાવેલા ઝુંપડાને ભાંગી ત્યારે વિવેક સાથે પ્રજ્ઞાચક્ષુના છોકરાએ કહ્યું, "ભાઇ, હું માટીના ઝુંપડા બનાવું તેને તું ભાંગી નાખે છે તને આમ કરવું શોભતું નથી."  આ સાંભળી અને છંછેડાયેલો તે છોકરો કહેવા લાગ્યો, "તું જ્યાં જ્યાં ઝુંપડા બનાવીશ ત્યાં ત્યાં હું તોડી નાખીશ. કારણ કે ઝુંપડામાં રહેનારા ગરીબોને હું ધિક્કારું છું."

આમ, તેણે ગરીબ છોકરાનો તિરસ્કાર કર્યો. ગરીબાઇને લીધે તિરસ્કૃત થયેલા એવા તે પ્રજ્ઞાચક્ષુના પુત્રને આ વાત સાંભળી અને ક્રોધ તો ચડ્યો તેમ છતાં તેણે મન ઉપર કાબૂ રાખી તે છોકરાને કહ્યું, "જો ભાઇ, કોઇ ગરીબની આ રીતે હાંસી ઉડાવવી એ યોગ્ય નથી. ''ત્યારે પેલો છોકરો તેના વિશે જેમ તેમ બોલવા લાગ્યો, એટલે પ્રજ્ઞાચક્ષુના છોકરાને ખૂબ જ ક્રોધ ચડ્યો અને ક્રોધમાંને ક્રોધમાં તેણે પેલા છોકરાને માર માર્યો. માર મારતા તો મારી ગયા પછી જાણ્યું કે, પોતે કોના છોકરાને માર માર્યો છે ? તે સાંભળી ગભરાઇ અને ત્યાંથી ભાગ્યો અને પોતાના પિતા પાસે ઘેર ઝુંપડીમાં પહોંચી ગયો. પછી પિતાને સઘળી હકિકત કહી સંભળાવી અને કહ્યું કે, "તે છોકરો બીજો કોઇ નહીં પણ આપણા રાજા શ્રી કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમન હતો." આ સાંભળી અને પ્રજ્ઞાચક્ષુ અને તેની પત્ની તો ખૂબ જ વિલાપ કરવા લાગ્યા, "બેટા, તે આ શું કર્યું? રાજાના પુત્રને ક્યારે માર મરાય? તે આ મોટી ભૂલ કરી છે.

બેટા ગમે તેમ તોય રાજા એટલે રાજા. તારી આ ભૂલની સજા આપણને સૌને ભોગવવી પડશે. એટલું જ નહીં પોતાના પુત્રને માર ખાધેલો જોઇ અને બળવાન એવા શ્રી કૃષ્ણનો આપણને ઘાસની પેઠે ઉખાડી અને ફેંકી દેશે. બેટા, તને આવી કુબુધ્ધિ કેમ સુઝી ? "

આમ, જયારે પ્રજ્ઞાચક્ષુ અને તેની પત્ની વિલાપ કરી રહ્યાં હતાં ત્યાં તો સાક્ષાત શ્રી કૃષ્ણ તેના પુત્ર અને સૈનિકોને સાથે લઇ પ્રજ્ઞાચક્ષુની ઝુંપડી પાસે આવ્યા. તેમનો કોલાહલ સાંભળી અને પ્રજ્ઞાચક્ષુ, તેનો પુત્ર અને પત્ની ઝુંપડામાંથી બહાર નિકળ્યા અને પ્રજ્ઞાચક્ષુ એવા એ ગરીબ તો થરથર કાંપતા બે હાથ જોડતા મહારાજા શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી, "મહારાજ હું અંધ ગરીબ છું અને મારા પુત્ર એ તમારા પુત્રને માર માર્યો તે જાણી મને ખૂબ જ દુઃખ થયું. તેણે અજાણતા જ આ દોષ કર્યો છે. તો આપ તો વિશાળ હૃદયના છો અને મારા બાળકને અલ્પ બુદ્ધિ જાણી અને આપ ક્ષમા કરો એવી મારી નમ્ર વિનંતી છે.

એ આગળ કંઇ બોલે તે પહેલાં શ્રી કૃષ્ણ બોલ્યા, "હું તમારા ત્રણેયની કર્મ-કથની જાણું છું. માટે જ હું તમારે આંગણે આવું છું. પ્રદ્યુમન આજે નાનો બાળક છે અને તે જો રમતમાં ગરીબ બાળકોના માટીના ઝુંપડા તોડે તો ભવિષ્યમાં તે રાજા થશે ત્યારે જો ગરીબ લોકોની ઉપર પણ આવો જ અત્યાચાર કરે તો? તેથી મેં તેને સત્ય સમજાવ્યું અને તમને તે જ કહેવા આવ્યો છું કે, તમે આ બાબતે કોઇપણ પ્રકારની જરાયે ચિંતા ન કરતા.

આમ કહેતા શ્રીકૃષ્ણએ પોતાની યોગ શક્તિ વડે તે પ્રજ્ઞાચક્ષુની બન્ને આંખો ઉપર હળવેકથી હાથ ફેરવ્યો ત્યારે તરત જ તે પ્રજ્ઞાચક્ષુની આંખોમાં દ્રષ્ટિનો સંચાર થયો અને તે બધું જ જોવા લાગ્યો. સામે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણને જોઇ તેને ચરણોમાં પડી જઈ અને તેમને સાક્ષાત દંડવત પ્રણામ કર્યા. ત્યારે ભગવાને તે ગરીબને કહ્યું, આજ દિવસ સુધી તે ખૂબ જ દુઃખ ઉઠાવ્યા છે. હવે આજથી તને કોઇ જાતનું દુઃખ નહીં રહે તેવી વ્યવસ્થા કરું છું કહી ભગવાને તેને ઐશ્વર્ય પણ આપ્યું.

:: આજનું ભજન ::

ધન્ય એકાદશી એકાદશી,

કરીએ તો વ્રજ સુખ પામીએ.

મારે એકાદશીનું વ્રત સારું છે,

એ તો પ્રાણજીવનને પ્યારું છે.

એ તો પ્રભુ પાસે લઇ જનારું છે, ધન્ય...

કોઇ બારેમાસ કરે એકાદશી,

તેના અંતરમાં વશે અવિનાશી.

નહીં કરશે તે જશે હાથ ઘસી, ધન્ય...

મારે ગંગા ઘાટે જાવું છે,

મારે જમુના જળમાં ન્હાવું છે.

મારે ભવસાગર તરી જાવું છે, ધન્ય...

જેણે એકાદશીના વ્રત કીધાં છે,

તેના પાંચ પદારથ સીધ છે.

તેને પ્રભુએ પોતાના કરી લીધા છે, ધન્ય...

અંબરીષે એ વ્રત કીધું છે, દંડ દુર્વાસાએ દીધું છે.

રસ "કલ્યાણ " રાયે પીધું છે, ધન્ય...

સંકલન : શ્રીમતી રમણતારા કે. વ્યાસ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

અધિક માસનું કથામૃતઃ નિષ્કામ ભક્તિનું ફળ

                                                                                                                                                                                                      

એક વખત અર્જુનને લઇ ભગવાન શ્રી કૃષ્ણ પૃથ્વીલોક પર ફરવા નિકળ્યા હતા. ફરતા ફરતા તેઓ એક જંગલમાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યાં રસ્તામાં એક ગાયને જોઇ. એ ગાય પીડાતી હતી અને વિચિત્ર અવાજ કરી રહી હતી. ત્યાં અર્જુનનું મન આ દ્રશ્ય જોઈ અને ખીન્ન થઇ ગયું તેણે ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરી, "હે પ્રભુ, આ કોઇ રોગથી પીડાઇ રહેલ ગાયને મુક્તિ આપો. તમે આ ગાય ઉપર દયા કરો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, "પૂર્વ જન્મમાં તેણે જે કર્મો કરેલા છે, તેના ફળ તે ભોગવી રહી છે. તેમ છતાં જો તને દયા આવતી હોય તો તું એક કામ કર. તે કોઈ મારું તપ કર્યું હોય તો તેનું ફળ તું આ ગાયને સંકલ્પ કરીને આપ તો તે ગાય જરૂર મુક્તિને પામશે."

આમ, કહેવા પાછળનો ભગવાન શ્રી કૃષ્ણનો આશ્રય અર્જુન સમજી ન શક્યો. અર્જુનને મનમાં અભિમાન હતું કે, મારા જેવા જપ-તપ તો કોઇએ નથી કર્યા. તેથી ભગવાન શ્રી કૃષ્ણ તેનું અભીમાન ઉતારવા માંગતા હતા. તેથી અર્જુને સંકલ્પ કર્યો કે, "જે જપ - તપ મેં કર્યા છે તેનું ફળ આ ગાયને અર્પણ કરું છું." પણ તેના અભિમાનને કારણે ગાયની અવસ્થામાં કંઈ જ ફેર ન પડ્યો એટલે અર્જુન મુંઝાઈ ગયો. પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તું મારી સાથે ચાલ તારી ઇચ્છા આજે આપણે પૂર્ણ કરશું.

આમ કહી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સાથે લઇ અને પાસેના એક ગામમાં ગયા. ત્યાં એક ઘર પાસે ઊભા રહ્યા. તે ઘરમાં એક મોટી ઉંમરના ડોશીમાં રહેતા હતા. તેની નજર ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન પર પડી તેથી તેને લાગ્યું કે, કોઇ યાચક આવ્યા લાગે છે. તેથી તેને આપવા માટે ઘરમાંથી કશુક લઇને ડોશીમાં બહાર આવ્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, "અમને ભીક્ષામાં કોઇ વસ્તુ નથી જોઇતી પરંતુ જુદા જ પ્રકારની ભીક્ષા અમને જોઇએ છે. તમે આપશો ?" ડોશીમાં કહે છે, "તમને જે જોઇતું હોય તે આપવા માટે હું તૈયાર જ છું. જે વસ્તુ મારી પાસે હશે તે આપવા હું તૈયાર છું."

જુઓ, પાસેના જંગલ વિસ્તારમાં એક બિમાર ગાય પડી છે. તેને મુક્તિ મળે તે માટે તમે તમારા પુણ્યમાંથી ફળ આપો તો તે ગાયની મુક્તિ થઇ જાય અને તેને લીધે પીડામાંથી તેને મુક્તિ મળે.  ડોશીમાં કહે છે, "બીજું તો મેં શું તપ કર્યું હોય ? પરંતુ હું સતત ભગવાનનું નામસ્મરણ કરતી રહું છું અને આજ દિવસ સુધી મેં સતત પુરુષોત્તમ માસ નીતિ નિયમ પૂર્વક કર્યા છે. આમ છતાં પણ મારાથી એ વ્રતમાં ભૂલ ચૂક રહી ગઈ હોય છતાં મારું કંઈ પુણ્ય હોય તો તે ગાયને મુક્તિ અપાવવા મદદરૂપ થાય તો તેને તે ફળ આપવા હું તૈયાર છું." પછી ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન અને તે ડોશીમાં એ ત્રણેય ગયા સીધા ત્યાં જ્યાં ગાય પીડાતી હતી. પછી જમણા હાથમાં પાણી લીધું અને સંકલ્પ કર્યું, મેં આજ દિવસ સુધી અધિકમાસનું વ્રત નિષ્ઠા અને શ્રધ્ધા પૂર્વક કર્યું હોય અને તેનું જો મને કંઇ ફળ પ્રાપ્ત થયું હોય તો તે પુણ્ય ફળમાંથી ફળ અર્પણ કરવાથી આ ગાયને મુક્તિ મળે તો તે માટે હું મારા પુણ્યનું ફળ આપવા અંતઃકરણ પૂર્વક સંકલ્પ કરું છું.

આ સંકલ્પ ચાલી રહ્યો હતો ત્યારે પણ અર્જુન વિચાર કરી રહ્યો હતો કે, મારી ભક્તિ પાસે આ ડોશીમાની ભક્તિ શું વિસાત માં...? પરંતુ ડોશીમાં આ સંકલ્પ પૂર્ણ કર્યો અને ગાય તો સદેહે સ્વર્ગના માર્ગે ઉપડી ગઈ. આ દ્રશ્ય જોઇને આખરે અર્જુનને રહસ્ય સમજાયું. તેનું અભિમાન ઉતરી ગયું અને તરત જ પોતાની ભૂલ સમજાતા તે પ્રભુના ચરણોમાં દંડવત પ્રણામ કરી અને કહ્યું, "હું સમજી ગયો છું કે, તમે મારું અભિમાન ઉતરવા માટે જ આ લીલા કરી હતી." ત્યારે પોતાના પરમ ભક્તોમાના એક એવા અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણએ ઊભો કરી અને પોતાની છાતી સરસો ચાપી તેના વાસામાં વાત્સલ્ય ભર્યો હાથ ફેરવ્યો અને કહ્યું, " હે પાર્થ, મને મારો ભક્ત અભિમાન કરે તે જરાય ન ગમે. માટે હું મારા ભક્તોનું સૌ પ્રથમતો અભિમાન ઉતારું છું પછી જ મારું શરણ આપું છું.

વળી, જે ભક્ત મારી ભક્તિ કરી તે ભક્તિનું અભિમાન કરે તેની ભક્તિ પણ નિષ્ફળ જાય છે. પછી ભગવાને અને અર્જુને પોતાના અસલી સ્વરૂપે પ્રગટ કરી અને ડોશીમાને દર્શન આપ્યા અને તે ડોશીમાને ગૌલોકમાં પ્રવેશ આપ્યો.

:: આજનું ભજન ::

શ્રીકૃષ્ણ શરણં મમ એ મંત્ર સદાયે તું જપતો જા.

આવ્યો છે તો આ સંસારે સફળ જન્મ તું કરતો જા.

મન વાણી કાયા વશ રાખી (૨)

મમતાનો બોજો દૂરનાખી

ધન દીધું જો ધણીએ તુજને,

પેટ ભૂખ્યાના ભરભરતો જા. આવ્યો છે તો...

આ જગતમાં તું મહાન કહાવે (૨)

આશા કરી કોઇ આંગણે આવે,

દીન દુઃખીયાની વાતો તારા

કર્ણપટે તું ધરતો જા. આવ્યો છે તો...

હું પદની ગ્રંથીને છેદી (૨)

માયાના ઘેરા ગઢ ભેદી ,

પ્રકાશમય શ્રી પ્રભુના પંથે,

હળવે હળવે તું સરતો જા. આવ્યો છે તો...

" ગોવિંદ " ગુરૂના શરણ ગ્રહીલે (૨)

દુ : ખ પડે તો દુઃખ સહી લે,

માન સાગરના મોંઘા મોતી.

હિંસ બનીને ચરતો જા. આવ્યો છે તો...

સંકલન : શ્રીમતી રમણતારા કે. વ્યાસ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

અધિક માસનું કથામૃત: દ્રૌપદીની ક્ષમાશીલતા

                                                                                                                                                                                                      

મહાભારતના યુદ્ધ સમયની વાત છે. મહાભારતનું યુદ્ધ પુરું થયું ત્યારે પછી ભગવાન શ્રીકૃષ્ણ પાંડવોની સાથે જ્યાં પાંડવોના તંબુ હતા ત્યાં થોડે દૂર કોઇ કારણોસર ગયા હતા. આ તંબુઓમાં મહાભારતના યુદ્ધ દરમ્યાન પાંડવ પક્ષની રાણીઓ, નારીઓ અને નાના બાળકો રહેતા હતા. કૌરવ પક્ષે રહેલા દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાને જાણ થઇ ગઇ કે આજે પાંડવોના તંબુઓમાં સ્ત્રી અને બાળકો સિવાય બીજો કોઇ ત્યાં નથી. તે તેનો લાભ લઇ દ્રૌપદીના પાંચ પુત્રોનું ગળું કાપી તેમની હત્યા કરી નાખી અને પાંડવોના શિબિરમાં આગ લગાડી દીધી.

આ ઘટના બની તે દરમ્યાન વહેલી સવારે ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડવો જયારે તે તંબુઓ પાસે પહોંચ્યા અને જુએ છે તો સ્ત્રીઓ હૈયાફાટ રૂદન કરી રહી છે અને દ્રૌપદીજી ભારે આક્રંદ કરી રહ્યાં હતા. અને તેના પાંચ પુત્રોના મસ્તક કપાયેલા ધડ પડ્યા હતા. આ ઘટના જોઇ અને પાંચેય પાડવ ભાઇઓ તો ક્રોધિત થઇ ગયા. ગુસ્સામાંને ગુસ્સામાં અર્જુન દ્રૌપદીજીને કહે છે કે, "તું ધીરજ રાખ, આ દુષ્કૃત્ય કરનારા એ અશ્વત્થામાને તેણે જે નીંદનીય કર્મ કર્યું છે તેનું ફળ અવશ્ય મળશે. તેને ઉચિત છે તે હું આપીશ. હું એનું માથું કાપી અને તારા ચરણોમાં મુકીશ. જેથી તારો શોક દૂર થાય." ત્યારે પછી ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન રથ ઉપર બેસીને સીધા અશ્વસ્થામા પાસે ગયા, ત્યારે ત્યાં અર્જુન અને અશ્વસ્થામાં વચ્ચે ભીષણ યુદ્ધ થયું. ત્યાં આખરે અર્જુને પોતાની કુનેહ વડે અશ્વત્થામાને કેદ કર્યો પરંતુ તેને મારવાનું અર્જુનને યોગ્ય ન લાગ્યું. કારણ કે ગમે તેમ તોય અશ્વસ્થામાં ગુરૂપુત્રખરો ને. તેથી કેદ કરેલ અશ્વત્થામાને મજબૂત દોરડા વડે બાંધી પોતાના રથમાં નાખી અને તંબુઓ પાસે લાવ્યા અને જયાં દ્રૌપદી બેઠા હતા તે જગ્યાએ ઊભો રાખી દીધો. ત્યાં હાજર રહેલા બધા જ તેના પર બાળ હત્યા કરવા બદલ ફિટકાર વરસાવતા હતા. તેને જોઇને ભીમ પણ ખૂબ જ ગુસ્સે ભરાયો અને દાંત કચકચાવતાં ભીમે ક્રોધમાંને ક્રોધમાં કહ્યું,  "આ બાળ હત્યારાને હમણાને હમણાં મારી નાખવો જોઇએ. એક ક્ષણવાર પણ તેને જીવતો રહેવા દેવો જોઇએ નહીં, કારણ કે તેણે હવે તેને જીવતા રહેવાનો અધિકાર ખોઇ નાખ્યો છે."

આ સમયે દ્રૌપદીજીએ ધીરજ ધારણ કરી અને મોક્ષના પાંચ પુત્રોના મૃત શરીર પાસે બેઠી હતી. ત્યારે પોતાના પુત્રોનો હત્યારો સામે કેદ થયેલો ઊભો હતો. તેની નજર નીચી હતી તેને જોઇ અને તેના ઉપર દયા ખાતા ખાતા દ્રૌપદીજી કહે છે, "અરે ! તમે સૌએ સાથે મળી અને આ શું કર્યું ? તમને જે ગુરૂએ અન્ન, શસ્ત્રો અને શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું તે ગુરૂના પુત્રને આજે તમે કેદ કર્યો. મહેરબાની કરીને તમે અને જલદી છોડી મૂકો. તેનો તો ઠીક પણ તેની માતાનો તમે વિચાર કરો. પુત્રના મૃત્યુથી જે શોક ઉત્પન્ન થાય છે તે શોક કેવો હોય તે મેં અનુભવ્યો છે અને અત્યારે તે અનુભવમાંથી જે હું પસાર થઇ રહી છું. માટે તેમની માતા કૃપીદેવી એ તમારા અને મારા માટે અત્યંત પૂજનીય છે. તેમને પણ મારી જેમ શોક ઉત્પન્ન ન થાય અને રડવું ના પડે તે માટે તત્કાલ છોડી મૂકો."

આમ, દ્રૌપદીજીની સહનશીલતા અને ક્ષમાશીલતા જોઇ અને ત્યાં હાજર રહેલ સૌ કોઇ દંગ રહી ગયા. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાને માથે ચડાવી અને અશ્વસ્થાના મસ્તકનો મણી ઝૂંટવી લઈ અને ત્યાંથી જવા દીધો. આવી મહાન આર્યનારીને આજે પણ જગત તેની આ મહાનતા માટે યાદ કરે છે.

:: આજનું ભજન ::

આજનો લ્હાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે,

ફૂલની ગાદીને ફૂલના તકિયા,

ફૂલના બીદડા બિછાવીએ રે...કાલ...

સોનાના સોંગઠાને રેશમની ચોપાટ,

હિરલાના પાસા ડેલાવીએ રે...કાલ...

સોનાનું પારણું ને રેશમની દોરી,

હરખે શ્રીનાથજીને હલાવીએ રે...કાલ...

વાણીના મેહુલાને આનંદની હેલી,

સુખને સરવડે ભીંજાવીએ રે...કાલ...

"વલ્લભ"ના સ્વામી પ્રભુ રસિક શિરોમણી,

વલી વલી મુખડા નિહાળીએ રે...કાલ...

સંકલન : શ્રીમતી રમણતારા કે. વ્યાસ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

close
Ank Bandh