Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરસેવકો, ચૂંટણી પહેલાં એક વખત આંટો તો મારોઃ
જામનગરના નવ વિકસિત વિસ્તાર માણેકનગર-લાલવાડીમાં મહાનગરપાલીકાના બગીચાની સામેના ઉમિયાનગર રોડ પર ગયા ઓક્ટોબર મહિનામાં કેટલાય વર્ષાેના ઈંતેજાર પછી માંડ માંડ સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યો હતો. ત્યાંના રહેવાસીઓની તપસ્યાનો જાણે કે માંડ માંડ અંત આણ્યો હતો પરંતુ આ રોડ હાલમાં જર્જરીત થવા માંડ્યો છે. જામનગર શહેરમાં હજુ માંડ અઢી-ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે ત્યાં જ આ રોડની હાલત બિસ્માર થવા લાગી છે. નિયમિત ન થતી સફાઈના કારણે ખડકાતા કચરાના ગંજ મચ્છરોનું ઉત્પાદન કેન્દ્ર બની રહ્યા હતા તેમાં હજુ આઠ મહિના પહેલાં બનેલો સિમેન્ટ રોડ પણ તૂટુ તૂટુ થઈ રહ્યો છે. આ વિસ્તારમાં કોઈ નગરસેવકો ક્યારેય જોવા મળ્યા નથી. જો કે, આ વર્ષના અંત સુધીમાં કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે તે પહેલાં કમસે કમ આ વિસ્તારના નગરસેવકો હરકતમાં આવી એક વખત લોકોની સુખાકારી પૂછી લે તો કદાચ આ વખતે પણ તેઓના મત અકબંધ રહી શકશે તેમ લાગી રહ્યું છે. લોકોમાં પ્રસરી રહેલા છૂપા રોષને હવે ઓળખી લેવાનો સમય પાકી ગયો છે તેમ નથી લાગતું?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial