Advertisement
Author: નોબત સમાચાર

૧ કરોડ જેટલી રકમ પોતાના ખાતામાં જમા કરાવનાર સામે નોંધાયા ગુન્હા

જામનગરના ૧૪ આસામીએ પોતાના બેંક એકાઉન્ટ વાપરવા આપતા નોંધાઈ ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના ચૌદ આસામીએ પોતાના બેંક એકાઉન્ટ ઈન્ટરનેટના માધ્યમથી ઠગાઈ કરવાના આરોપમાં સંડોવાયેલા શખ્સોને વાપરવા આપ્યા પછી તેની થયેલી ફરિયાદમાં તપાસ દરમિયાન નામ ઉપસી આવતા તમામ ચૌદ સામે જુદા જુદા પોલીસ મથકમાં ગુન્હા રજીસ્ટર કરાવાયા છે. આ વ્યક્તિઓના બેંક એકાઉન્ટમાં રૂ.૧ કરોડથી વધુ રકમ જમા થયાનો અંદાજ કાઢવામાં આવ્યો છે.

જામનગર નજીકના જૂના નાગના ગામમાં રહેતા શૈલેષ રમેશભાઈ મઘોડીયા તથા ભરત નરશીભાઈ પરમાર, પંકજભાઈ નામના ત્રણ આસામીએ પોતાના બેંક એકાઉન્ટ ફ્રોડ કરતા વ્યક્તિઓને વાપરવા આપ્યા પછી તેમાંથી કમીશન મેળવ્યાનું સાયબર ક્રાઈમ પોલીસની તપાસમાં ખૂલ્યું હતું. આ વ્યક્તિઓએ પોતાના બેંક એકાઉન્ટમાં કુલ રૂ.૧૭ લાખ ૯૦ હજાર જમા કરાવડાવી તેમાંથી કમીશન લીધુ હતું. ત્રણેય સામે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં જમાદાર વી.કે. વરૂએ ખુદ ફરિયાદી બની બીએનએસની કલમ ૩૧૭ (ર), ૬૧ (ર) હેઠળ ગુન્હો નોંધાવ્યો છે.

જામનગર નજીકના મસીતીયા ગામના બોદુભાઈ કાસમ જસાણી તથા રીઝવાન મેમણ નામના જામનગરના શખ્સે નાગરિકો સાથે ઈન્ટરનેટના માધ્યમથી ઠગાઈ કરતા લોકોને પોતાના બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવવા માટે આપ્યા હતા. જેમાં દોઢેક વર્ષ પહેલાં રૂ.૨૦ હજાર જમા થયા હતા. પંચકોશી બીના જમાદારના ડી.બી. જોગીયાએ ફરિયાદ નોંધાવી છે.

જામનગર તાલુકાના ચેલા ગામના ઈમ્તિયાઝ રસીદ લાખા તથા જામનગરમાં ખોડિયાર કોલોની પાસે ન્યુ આરામ કોલોનીમાં રહેતા કુલદીપસિંહ નટુભા પરમાર ઉર્ફે લાલા ઢીંગલી નામના બે શખ્સે પણ પોતાના બેંક એકાઉન્ટ વાપરવા માટે આપ્યાનું ખૂલ્યું છે. તેઓએ રૂ.૭,૯૦,૦૧૦ની રકમ પોતાના ખાતામાં જમા લેવડાવી હતી. પંચકોશી બી ડિવિઝનના એમ.એમ. જાડેજાએ બંને સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

જામનગરની કામદાર કોલોનીમાં શેરી નં.૩માં રહેતા રાકેશ અશોકભાઈ લોઢીયા તથા વીનાયક પાર્કમાં રહેતા પૂર્વરાજસિંહ મનોહરસિંહ જાડેજા અને સુમરા ચાલીવાળા ઈમરાન ખફી સામે સિટી સી ડિવિઝનના જમાદાર એમ.જે. જાડેજાએ ગુન્હો નોંધાવી તેમાં જણાવ્યું છે કે, રાકેશ લોઢીયાએ પોતાનું બેંક એકાઉન્ટ પૂર્વરાજસિંહ અને ઈમરાનને વાપરવા આપ્યું હતું. જેમાં રૂ.પ લાખ જમા થયા હતા. તે રકમ ચેક દ્વારા ઉપાડી લઈ સગેવગે કરવામાં આવી છે.

જામનગરના બર્ધનચોક નજીક ભાવસાર ચકલામાં બીબોડી ફળીમાં રહેતા મહંમદસલીમ અબ્દુલકાદર લકડ નામના આસામીનું સુલતાન આરબ નામના આસામીએ બેંક એકાઉન્ટ ખોલાવી આપ્યા પછી મહંમદસલીમના ખાતામાં રૂ.૩૬ લાખ જમા થયા હતા. તે રકમમાં કમીશન મેળવી લેવાયું હતું. બંને સામે સિટી એ ડિવિઝનના જમાદાર વાય.એન. સોઢાએ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

જામનગરના ખંભાળિયા નાકા વિસ્તાર પાસે આવેલી જેરામ હરીની ધર્મશાળામાં રહેતા સચિન અતુલભાઈ આશર ઉર્ફે ભૂરા તથા લીમડા લેનમાં રહેતા મોન્ટી પાજીએ પણ પોતાના બેંક એકાઉન્ટ વાપરવા આપ્યા હતા તેમાં જમા થયેલી રૂ.૩૬ લાખની રકમમાં કમીશન મેળવ્યા પછી બાકીના પૈસાની હેરફેર કરવામાં મદદ કરી હતી. સિટી એ ડિવિઝનના હે.કો. વી.જે. સોનાગરાએ ગુન્હો નોંધાવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh