Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના નાગેશ્વર મદિરમાં પુનઃ ધમધમતી દુકાનનો વીડિયો વાયરલ થતા ભકતો નારાજ

ટ્રસ્ટના એફિડેવિટનો ઉલાળિયો કે તંત્રની મિલીભગત ?

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૩: દ્વારકાના નાગેશ્વર મંદિર પરિસરમાં ચાર દિવસમાં જ ગેરકાયદે દુકાનો પુનઃ ધમધમતી થઈ ગઈ છે. ટ્રસ્ટે તંત્રના એકશન અને એફીડીવીટનો ઉલાળિયો કર્યો છે કે પછી મિલીભગત છે, તેવા સવાલો ઉઠી રહ્યા છે.

દ્વારકા નજીકના દ્વાદશ જયોતિર્લિંગ મંદિર પરિસરમાં ગેરકાયદે દુકાનો ચલાવી યાત્રાળુઓના અવરજવરને અવરોધતા હોવાની ફરીયાદ બાદ તંત્ર દ્વારા બંધ કરાવયેલ દુકાનો માત્ર ચાર દિવસ બાદ જ પુનઃ ધમધમતી થયેલ હોવાના ફોટો વિડીયો વાયરલ થતાં ચકચાર ઉઠી છે.

દર વર્ષે લાખોની સંખ્યામાં દ્વારકા યાત્રાધામે આવતા ભાવિકો દ્વારકા દર્શન સર્કિટમાંના દ્વારકાથી ૧૬ કિમી દૂર આવેલા નાગેશ્વર જયોતિર્લિંગ મંદિરની પણ અચૂક મુલાકાત લેતા હોય વર્ષે લાખો ભાવિકો દ્વાદશ જયોતિર્લિંગ મંદિરે આવતા હોય છે. થોડા સમય પૂર્વે નાગેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ગેરકાયદે દૂકાનો સહિત અનેક ક્ષતિઓ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર સહિત ઉચ્ચકક્ષાએ કરાયેલ બાદ એકાદ સપ્તાહ પૂર્વે નાગેશ્વર મંદિર પરિસરમાંથી ગેરકાયદે ખડકાયેલી દુકાનો તંત્રના આદેશે હટાવવામાં આવેલ.

આ અંગે મંદિર ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં મંદિર પરિસરમાં દુકાનોને મંજૂરી નહિં આપવામાં આવ્યાનું એફીડેવીટ આપી જણાવેલ. જો કે આશરે ચાર દિવસમાં જ તંત્ર દ્વારા કરાયેલ એકશન અને તે અનુસંધાને ટ્રસ્ટના એફીડેવીટનો ઉલાળિયો થઈ ગયો હોય તેમ મંદિર પરિસરમાં પુનઃ ગેરકાયદે દુકાનો ધમધમતી થઈ હોવાના ફોટો વિડીયો વાયરલ બની રહયા હોય તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહયા છે. અને ભકતોમાં નારાજગી પ્રવર્તે છે, તથા મિલીભગતની આશંકા વ્યકત થઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh