Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદના બદલે સાબરમતીથી ઉપડશેઃ
જામનગર તા. ર૮: ઓખા-અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનના સમયમાં ફેરફાર કરી નાંખવામં આવ્યો છે. આખરે ઉત્તમ સમયની સુવિધાવાળી ટ્રેનનો સમય ફેરફાર થઈ રહ્યો છે. આથી હવે આ ટ્રેન મહત્તમ લોકો માટે બિનઉપયોગી સાબિત થશે. નવું ટાઈમ ટેબલ રેલવે દ્વારા જાહેર કરી નાખવામાં આવ્યું છે.
હાલ ઓખા-અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેન દોડી રહી છે, જેનો સમય રાત્રિનો છે. ઓખાથી આ ટ્રેન અડધી રાત્રે રવાના થઈ જામનગર સવારે પ-૩૦ કલાકે આવીનેે સવારે ૧૦-૩૬ કલાકે અમદાવાદ પહોંચે છે જે ટ્રેન અમદાવાદથી સાંજે રવાના થઈ જામનગર આવી ઓખા તરફ રવાના થાય છે.
હવે આ ટ્રેનના સમયમાં ફેરફાર થઈ રહ્યો છે. હવે આ ટ્રેન અમદાવાદથી ઉપડવાના બદલે તા. ૧૭ ઓગસ્ટથી સાબરમતીથી સવારે ૬-૧પ કલાકે રવાના થશે અને જામનગરમાં સવારે ૧૦-૪૩ કલાકે આવી આવી દ્વારકા-ઓખા તરફ રવાના થશે. એટલે કે હવે અમદાવાદના બદલે સાબરમતીથી સાંજના બદલે સવારે આ ટ્રેન રવાના થશે, જ્યારે જામનગરથી અમદાવાદ જતી આ સવારની ટ્રેન સાંજે રવાના થશે.
આમ આ ટ્રેનનો સમય બદલવાથી આ ટ્રેન સામાન્ય મુસાફરો માટે બિનઉપયોગી સાબિત થશે. જો હવે લોકો જાગૃત બની આ બાબતે પોતાની રજૂઆતો ઉચ્ચ કક્ષાએ પહોંચાડે અને રેલવે તેનો અમલ કરે તો નસીબ અન્યથા નવા ટાઈમ ટેબલ મુજબ આ ટ્રેન આવન-જાવન કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial