Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાલુ ટ્રેને દુર્ઘટના સર્જાતા મુસાફરોના શ્વાસ અદ્ધર !
વલસાડ તા. ૨૮: વલસાડના ભિલાડ સ્ટેશન પર વિરાર-ભરૂચ મેમુ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી પડતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સદ્ભાગ્યે જાનહાનિ ટળી હતી.
વલસાડ જિલ્લાના ભિલાડ રેલવે સ્ટેશન પર આજે વહેલી સવારે વિરાર-ભરૂચ મેમુ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. પ્લેટફોર્મ નંબર-૧ પર ટ્રેન ઊભી રહે તે પહેલાં જ આ ઘટના બની હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાને કારણે મુંબઈ રૂટનો ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો, અનેક ટ્રેનો મોડી પડી, જેનાથી મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા ભિલાડ રેલવે સ્ટેશન પર આજે (૨૮મી જુલાઈ) વહેલી સવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. વિરારથી ભરૂચ તરફ જતી મેમુ ટ્રેન ભિલાડ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૧ પર ઊભી રહે તે પહેલાં જ તેનું એન્જિન પાટા પરથી નીચે ઊતરી ગયું હતું. આ ઘટનાને પગલે સ્ટેશન પર અને ટ્રેનમાં સવાર મુસાફરોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટના બનતાં જ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. બનાવની જાણ થતાં જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને એન્જિનને ફરી પાટા પર લાવવાની કવાયત હાથ ધરી હતી. આ ઘટના કયા કારણોસર બની તે અંગે રેલવે તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
આ દુર્ઘટનાના કારણે મુંબઈ તરફથી આવતો અને જતો રેલ વ્યવહાર ખોરવાયો હતો. જેને પગલે અનેક ટ્રેનો મોડી પડી હતી. જેમ કે, વંદે ભારત એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ, ગુજરાત એક્સપ્રેસ અને વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ મોડી પડી હતી. જેના કારણે દૈનિક નોકરિયાતો, વેપારીઓ અને અન્ય મુસાફરો સ્ટેશનો પર અટવાઈ પડ્યા હતા અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ જ વલસાડના પારડી અને ઉદવાડા વચ્ચે ખડકી નજીક ભારે વરસાદને કારણે ટ્રેક નજીક માટી ધસી પડી હતી, જેના કારણે પણ વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. ત્યાં જ આજે ફરી ભિલાડ પાસે આ ઘટના બનતાં રેલવે મુસાફરોની ચિંતામાં વધારો થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial