Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નેશનલ હાઈ-વે પરના ગેપ પૂરવા તથા દબાણો દૂર કરવાની કાર્યવાહી

જિલ્લા માર્ગ સલામતિ સમિતિમાં મુદ્દો ઉઠ્યો હતો

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૮: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નેશનલ હાઈ-વે પર ગેપ તથા દબાણ થયેલ હોય, તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠકમાં આ મુદ્દો ઉઠતાં જિલ્લા કલેકટર રાજેશ તન્ના દ્વારા આ બાબતે નેશનલ હાઈ-વે ઓથોરિટીને સૂચના આપતા તેના મુખ્ય અધિકારી ડાયરેકટર અબુદુલ્લા ખાન દ્વારા બસો જેટલા વ્યક્તિઓને વગર મંજુરીએ રસ્તો બનાવવા તથા ગેપ પાડવા, દબાણો કરવા વિગેરે મુદ્દે નોટીસો આપવામાં આવેલી. જેનો સમય પૂર્ણ થતાં ગઈકાલે નેશનલ હાઈ-વે ઓથોરિટીના ઈજનેર વત્સલ પટેલ તથા પોલીસ અધિકારી દ્વારકા તથા પ્રાંત અધિકારી દ્વારકાના માર્ગદર્શનમાં બરડીયાથી ઓનેસ્ટ હોટલ પાસેથી દબાણો હટાવવાનું કાર્ય શરૂ થયેલ જે બરડીયાથી હાથી ગેઈટ દ્વારકા તથા દ્વારકા થી કુરંગા તથા કુરંગાથી હર્ષદ સુધી સવારથી મોડી સાંજ સુધી ચાલુ રહ્યું હતું જેમાં કુલ વીસ દબાણો હટાવાયા છે તથા તમામ ગેપ પૂરી દેવા કાર્યવાહી કરવામાં આવી હતી.

નેશનલ હાઈ-વે ઓથોરિટીના ઈજનેર વત્સલ પટેલ દ્વારા પોલીસ તથા રેવન્યુને સાથે રાખીને કુરંગાથી ખંભાળીયા તથા ત્યાંથી ઝાખર પાટીયા કે જ્યાંથી નેશનલ હાઈ-વે શરૂ થાય છે ત્યાં સુધી ડિમોલીશન વગર મંજુરીએ નેશનલ હાઈ-વેને જોડતા રસ્તા ગેપ તથા હાઈ-વેની નિયંત્રણ રેખા મુજબના વિસ્તારોમાં થયેલા બાંધકામો અંગે ડિમોલીશન આજે સવારે દસ વાગ્યાથી શરૂ થયું છે.

નેશનલ હાઈ-વે ઓથોરિટી ઈજનેરે જણાવેલ કે કુરંગાથી ભાટીયા, ભાટીયાથી ખંભાળીયા તથા ખંભાળીયાથી ઝાખર પાટીયા સુધી ડિમોલીશન બંને તરફના હાઈ-વે પર થશે જેમાં પચાસેક આસામીઓને નોટીસો આપેલ છે. જેમની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh