Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો દૂર થવા સાથે આર્થિક ગતિવિધિઓ મજબૂત બનતા અને પરિણામે ભારતનું અર્થતંત્ર પણ વેગવાન બન્યું હોવાના અહેવાલો વચ્ચે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ પૂરું થવા આડે હવે અઠવાડિયું રહી ગયું હોઈ ઓવરસોલ્ડ ભારતીય શેરબજારમાં માર્ચ એન્ડિંગ પૂર્વે વિદેશી સંસ્થાકીય રોકાણકારો શેરોમાં વેલ્યુબાઈંગની તક ઝડપી આકર્ષક વેલ્યુએશને ખરીદદાર બની જતાં આજે સપ્તાહના સતત બીજા દિવસે ભારતીય શેરબજાર નોંધપાત્ર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યું હતું.
સેન્સેક્સ ૨૭૭ પોઈન્ટના ઉછાળા સાથે ૭૮૨૪૦ના સ્તરે હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૮ પોઈન્ટની ઉછાળા સાથે ૨૩૭૨૦ના સ્તરે કામકાજ કરી રહ્યો હતો,જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૫ પોઈન્ટની ઉછાળા સાથે ૫૧૭૭૫ ના સ્તરે કામકાજ કરી રહ્યો હતા.
અમેરિકાની ટ્રમ્પ સરકાર દ્વારા ૨, એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાદવા જઈ રહી હોઈ અને યુક્રેન મામલે રશીયાની શરતી યુદ્વ વિરામની તૈયારી અને ઈઝરાયેલ દ્વારા હમાસ પર હુમલાને લઈ જીઓપોલિટીકલ ચિંતાને લઈ યુરોપ, એશીયાના મોટાભાગના બજારોમાં નરમાઈ સામે ભારતીય શેરબજારમાં છેલ્લા એકાદ મહિનાથી નોંધાયેલા કરેક્શન બાદ હવે તેજી જોવા મળી રહી છે. એકંદરે સાર્વત્રિક લેવાલીના માહોલ વચ્ચે રોકાણકારોની મૂડીમાં આજે ૪.૨૧ લાખ કરોડના વધારા સાથે છેલ્લા છ ટ્રેડિંગ સેશનથી નોંધાયેલી તેજીના પગલે રોકાણકારોની મૂડીમાં ૨૭.૧૧ લાખ કરોડનો વધારો થયો હતો.કરન્સી માર્કેટની વાત કરીએ તો, ફેડ રિઝર્વ દ્વારા ચાલું વર્ષે બે વખત રેટ કટ કરવાની જાહેરાત ક રતાં ડોલર ઈન્ડેક્સ નબળો પડતા રૂાપિયાના મૂલ્યમાં સુધારો જોવા મળ્યો હતો, જયારે ક્રૂડઓઈલના ભાવ પણ ઘટતા અટકી સુધારા તરફી રહ્યા હતા.
શરૂાઆતના વેપારમાંના ટોપ ગેઇનર્સમાં ટીસીએસ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ગ્રાસીમ, કોટક મહિન્દ્રા બેન્ક, એચડીએફસી બેન્ક, એચસીએલ ટેકનોલોજી, ભારતી ઐરટેલ, ઈન્ફોસીસ, ટાટા કોમ્યુનિકેશન, હવેલ્લ્સ જેવા શેરમાં વધારો જોવા મળ્યો હતો. ટોપ લુઝર્સમાં એચડીએફસી એએમસી, ટીવીએસ મોટર્સ, મુથૂટ ફાઈનાન્સ, સન ફાર્મા, સિપ્લા જેવા શેરમાં ઘટાળો જોવા મળ્યો હતો.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૭%ના ઘટાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૧.૭૬% ઘટીને અને નેસ્ડેક ૨.૨૭% ઘટીને સેટલ થયા હતા.બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૯% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં મંગળવારે કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૮૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૮૫ અને વધનારની સંખ્યા ૧૭૬૯ રહી હતી,૧૨૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૧૧૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા.... મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ પૂર્ણ થવા આવ્યું હોઈ અને વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતીય શેરબજારમાં મોટી તેજી સંભવિત હોવાના શક્યતાએ ગત સપ્તાહમાં એફપીઆઈઝ-એફઆઈઆઈઝ દ્વારા શેરોમાં છેલ્લા દિવસોમાં થયેલી મોટી ખરીદીએ બજારની રૂખ બદલી મૂકી છે. ભારતીય શેરબજારમાં ચાર વર્ષનો સૌથી મોટો સાપ્તાહિક ૪.૬%નો ઉછાળો નોંધાયો છે. સેન્સેક્સ ૩૦૦૦થી વધુ પોઈન્ટ વધી આવ્યો છે. સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના શેરોમાં વર્ષાંતે છેલ્લા દિવસોમાં ફંડો વેલ્યુબાઈંગની તક ઝડપી રહ્યા છે.
વૈશ્વિક મોરચે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વને ટેરિફ યુદ્વમાં ધકેલતા અને અમેરિકાની રશીયાને યુક્રેન મામલે મનાવવાના પ્રયાસમાં હજુ પૂરી સફળતા મળી નહીં હોવાથી અને ઈઝરાયેલ-હમાસ યુદ્વ ફરી વકરતાં જીઓપોલિટીકલ ટેન્શનને લઈ યુરોપ, એશીયાના અન્ય દેશોના બજારોમાં સપ્તાહના અંતિમ દિવસોમાં નરમાઈ જોવાઈ હતી. વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા હજુ કાયમ રહેતા અને ૨, એપ્રિલના ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફ પર વિશ્વની સાથે ભારત પર અસર શું થશે એના પર નજર હોઈ વૈશ્વિક બજારોમાં હજુ અફડાતફડી જોવાઈ શકે છે ત્યારે વૈશ્વિક પરિબળો વચ્ચે આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં એફપીઆઈઝ ખરીદી પર ભારતીય શેરબજારની નજાર રહેશે.
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂાઆતે અપ્રિલ ગોલ્ડ રૂ.૮૭૩૮૪ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૮૭૫૨૫ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૮૭૩૫૯ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૨૨૨ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૮૭૫૦૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂાઆતે મેં સિલ્વર રૂ.૯૭૭૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૭૯૯૨ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૭૭૩૯ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૪૬૫ પોઈન્ટના ઘટાળા સાથે રૂ.૯૭૯૫૮ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રૂખ
એસીસી લીમીટેડ (૧૯૪૧) : અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૩૦ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૯૨૦ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૯૫૫ થી રૂ.૧૯૭૦ સુધી તેજી તરફી ધ્યાન...!!!
એચડીએફસી બેન્ક (૧૮૦૮) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૭૯૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૭૮૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૧૮ થી રૂ.૧૮૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!
સિપ્લા લીમીટેડ (૧૫૧૪) : ૧૫૦૫ નો પ્રથમ તેમજ રૂ.૧૪૯૦ ના ફાર્માસ્યુટિકલ સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૨૨ થી રૂ.૧૫૩૧ સુધીની તેજી તરફી રુખ નોધાવશે...!!!
ઓરબિંદો ફાર્મા (૧૧૭૫) : ફાર્માસ્યુટિકલ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૮૮ થી રૂ.૧૧૯૪ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૧૧૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!
જેએસડબ્લ્યુ સ્ટીલ (૧૦૫૮) : રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૦૪૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સ્ટીલના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૬૩ થી રૂ.૧૦૭૨ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ...!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.