Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેષ સહિત બે રાશિના જાતકોને સ્નેહી-સ્વજન, મિત્રવર્ગ સાથે આકસ્મિક મુલાકાત ફળદાયી જણાય
Aries (મેષ: અ-લ-ઈ)
જુના સ્વજન, મિત્રવર્ગ સાથે આકસ્મિક મુલાકાત થવાથી આનંદ અનુભવો. પ્રવાય-પર્યટનનું આયોજન થાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૫
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના કાર્યની સાથે ઘર-પરિવાર, મિત્રવર્ગ, સગા-સંબંધીવર્ગના કામકાજ અંગે વ્યસ્તતા - દોડધામ જણાય.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૮-૬
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. પરદેશના કામકાજ થઈ શકે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૭
Cancer (કર્ક: ડ-હ)
આપે આવશે-ઉશ્કેરાહટમાં આવ્યા વગર કોઈ કામ કરવું. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ જણાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૧-૬
Leo (સિંહ: મ-ટ)
આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. મહત્ત્વના કામનો ઉકેલ આવવાથી આનંદ અનુભવાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૪
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના કાર્યમાં સાનુકૂળતા મળી રહે. કૌટુંબિક-પારિવારિક કામકાજ અંગે દોડધામ-શ્રમ-ખર્ચ જણાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૩-૬
Libra (તુલા: ર-ત)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ અનુભવો. મિલન-મુલાકાત થઈ શકે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૮-૪
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપ હરો-ફરો-કામ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. જમીન-મકાનના કામમાં ધ્યાન રાખવું.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૮
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપની મહેનત-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી કામ સરળ થાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૯-૪
Capricorn (મકર: ખ-જ)
સિઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. વાદ-વિવાદથી આપે સંભાળવું.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૫-૨
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કામની સાથે સંસ્થાકિય, જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્ત રહી શકો. ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત થાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૩-૮
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. પારિવારિક પ્રશ્ને ચિંતા જણાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૯