Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિફટી પણ ૮૦૦થી વધુ પોઈન્ટ અપઃ રોકાણકારોને લાગી રૂ. ૧૧ લાખ કરોડની લોટરીઃ ભારત-પાક. સંઘર્ષ વિરામ થતા
મુંબઈ તા. ૧૨: ભારત-પાક. સંઘર્ષ વિરામને કારણે શેરબજારમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે અને રોકાણકારોને ૧૧ લાખ કરોડનો જંગી ફાયદો થયો છે. છેલ્લા અહેવાલો મળ્યા ત્યારે સેન્સેકસ ૨૭૦૦ પોઈન્ટથી વધુના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની અસર અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે સોમવારે ભારતીય શેરબજાર પર જોવા મળી હતી આ સાથે આજે શેરબજારમાં મોટો ઉછાળો જોવા મળી રહૃાો છે. બીએસઈ સેન્સેક્સ ૧,૩૦૦ પોઈન્ટથી વધુના વધારા સાથે ખુલ્યો અને થોડીવારમાં જ તેમાં ૨૩૦૦ પોઈન્ટથી વધુનો વધારો થયો. બપોરે ૧ વાગ્યાના સુમારે સેન્સેક્સ ૨૭૦૦ પોઈન્ટથી વધુ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટીમાં પણ ૮૦૦ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે.
આ વધારા સાથે, બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ૧૧.૧ લાખ કરોડ રૂપિયા વધીને ૪૨૭.૪૯ લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું. અદાણી પોર્ટ્સ, બજાજ ફિનસર્વ અને બજાજ ફાઇનાન્સ અને એક્સિસ બેંકમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો છે. ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, ફાર્મા અને આરોગ્ય સંભાળ સિવાયના તમામ ક્ષેત્રોમાં વધારો જોવા મળ્યો છે.
નિફ્ટી ઓટો, બેંક, એનર્જી, આઇટી, મેટલ, રિયલ્ટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૪.૭૨ ટકા સુધી વધ્યા. શુક્રવારે અગાઉ સેન્સેક્સ ૮૮૦ પોઈન્ટ ઘટયો હતો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની અસર અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે સોમવારે ભારતીય શેરબજાર પર જોવા મળી હતી અને સેન્સેક્સ ખુલતાની સાથે જ ૮૧,૦૦૦ ની ઉપર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. ગયા અઠવાડિયે શુક્રવારે ભારે ઘટાડો જોવા મળેલો સેન્સેક્સ-નિફ્ટી તોફાની ઉછાળા સાથે ખુલ્યો. હતો. જેમાં જબરો ઉછાંળો આવતા શેરબજારમાં આજે દિવાળી જેવો માહોલ છે.
શેરબજારમાં તેજી વચ્ચે, ટોચના ૧૦ શેરોમાં સૌથી ઝડપી ગતિએ ચાલતી લાર્જ-કેપ કંપનીઓના શેરમાં એક્સિસ બેંક (૪%), અદાણી પોર્ટ્સ (૩.૮૮%), બજાજ ફિનસર્વ (૩.૭૫%), એટરનલ શેર (૩.૬૧%), બજાજ ફાઇનાન્સ શેર (૩.૬૧%), એનટીપીસી શેર (૩.૫૦%), ટાટા સ્ટીલ શેર (૩.૪૦%), રિલાયન્સ શેર (૩.૨૩%), આઈસીઆઈસીઆઈ બેંક શેર (૨.૯૦%) અને એચડીએફસી બેંક શેર (૨.૮૫%)નો સમાવેશ થાય છે.
મિડકેપ અને સ્મોલકેપ શેરોની વાત કરીએ તો, મિડકેપ ઇન્ડેક્સમાં સમાવિષ્ટ એસ્કોર્ટ્સ શેર (૭.૬૩%), સુઝલોન શેર (૭.૩૨%), ફર્સ્ટ ક્રાય શેર (૭.૨૨%), ડિક્સન ટેક શેર (૬.૪૦%), આરવીએનએલ શેર (૬.૩૦%), આઈઆરઈડીએ શેર (૫.૪૩%) ઊંચા ટ્રેડિંગમાં હતા. જ્યારે સ્મોલકેપ કેટેગરીમાં, પંજાબ કેમિકલ (૧૩%) અને કેપીઈએલ ૧૦%ના વધારા સાથે ટ્રેડ થઈ રહૃાા હતા.
ઉલ્લેખનિય છે કે, ભારતીય શેરબજારમાં ગયા અઠવાડિયાના છેલ્લા બે ટ્રેડિંગ દિવસોમાં ઘટાડો જોવા મળ્યો હતો અને શુક્રવારે, સેન્સેક્સે ૭૮,૯૬૮ ના સ્તરે ટ્રેડિંગ શરૂ કર્યું હતું, જે તેના અગાઉના બંધ ૮૦,૩૩૪.૮૧ થી નીચે ગયો હતો અને દિવસભર રેડ ઝોનમાં ટ્રેડિંગ ચાલુ રાખ્યું હતું. બજાર બંધ થતાં સુધીમાં તેનો ઘટાડો ઓછો થયો હોવા છતાં, ઇન્ડેક્સ આખરે ૮૮૦.૩૪ પોઈન્ટ અથવા ૧.૧૦ ટકા ઘટીને ૭૯,૪૫૪.૪૭ પર બંધ થયો. સેન્સેક્સની જેમ, એનએસઈ નિફ્ટી પણ શેરબજારમાં ટ્રેડિંગ બંધ થતાં ૨૬૫.૮૦ પોઈન્ટ અથવા ૧.૧૦% ઘટીને ૨૪,૦૦૮ પર બંધ થયો હતો.
ભારત-પાકિસ્તાન સંઘર્ષ વિરામ પછી, બજારને વિદેશોમાંથી સારા સંકેતો મળી રહૃાા હતા, જેની અસર પણ જોવા મળી હતી. જ્યાં છેલ્લા ટ્રેડિંગ દિવસે યુએસ શેરબજાર મિશ્ર સ્તરે બંધ થયું. તો સોમવારે, અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે, મોટાભાગના એશિયન બજારો વધારા સાથે ટ્રેડ થઈ રહૃાા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial