Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રદેશ ભાજપ મંત્રી તરીકે નિયુક્તિ સંદર્ભે
જામનગર તા. ૬: તાજેતરમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી દ્વારા નવા સંગઠન માળખાની રચના કરવામાં આવી હતી. જેમાં હાલારની દીકરી આશાબેન નકુમને પ્રદેશ ભાજપમાં સંગઠન મંત્રી તરીકે નિમણૂક કરાઈ હતી. આશાબેનની નિમણૂક પછી તેઓ પ્રથમ વખત જામનગર આવ્યા હતા અને જિલ્લા ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી હતી. તે વેળાએ જામનગર જિલ્લા ભાજપના સર્વે આગેવાનોએ તેમને હરખભેર આવકારી સન્માન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. વિનોદ ભંડેરી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રમેશભાઈ મુંગરા, મહામંત્રીઓ દિલીપભાઈ ભોજાણી, અભિષેકભાઈ પટવા, પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયા, જિ.પં. ઉપપ્રમુખ હસમુખભાઈ કણઝારીયા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, પ્રદેશ કિશાન મોરચાના મંત્રી સુરેશભાઈ વસરા, માર્કેટ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, જિલ્લા ઉપપ્રમુખ નાથાભાઈ વારસાકીયા, આગેવાનો ભવાનભાઈ ચૌહાણ, રામજીભાઈ પરમારના હસ્તે જિલ્લા સંગઠન તરફથી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંડળના હોદ્દેદારો-આગેવાનો, મોરચાના હોદ્દેદારો દ્વારા પણ આશાબેનનું બહુમાન કરાયું હતું.
જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. વિનોદ ભંડેરીએ આશાબેનને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે, નવા સંગઠન માળખા સાથે ગુજરાતનું સંગઠન પ્વધુ મજબૂત બની રહ્યું છે ત્યારે તેમાં આશાબેનની ભૂમિકા મહત્ત્વની બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યાે હતો. નવનિયુક્ત પ્રદેશ મંત્રી આશાબેને જિલ્લા ભાજપ સંગઠન અને સર્વે કારોકરોનો સન્માન બદલ આભાર વ્યક્ત કર્યાે હોવાનું જિલ્લા મીડિયા સેલના કન્વીનર નરેન્દ્રસિંહ પરમારે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial