Advertisement
Author: નોબત સમાચાર

દીકરા-દીકરીના સગપણ બાબતે ઝઘડા પછી કલ્યાણપુરમાં યુવાન પર ચારનો હલ્લો

કલ્યાણપુરના લાંબાના યુવાન પર ૧૪નો હુમલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: કલ્યાણપુરના લાંબા ગામના એક યુવાન તથા અન્ય વ્યક્તિઓને ગાળો ભાંડી ૧૪ શખ્સે પથ્થર, પાઈપ, ધોકાથી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જ્યારે દીકરા-દીકરીના સગપણના પ્રશ્ને બોલાચાલી પછી કલ્યાણપુરમાં એક યુવાન પર ચાર શખ્સ તૂટી પડ્યા હતા.

જામનગરના સરૂ સેક્શન રોડ પર મહાવીર સોસાયટીમાં વસવાટ કરતા મૂળ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના દેવશીભાઈ લગધીરભાઈ ચેતરીયાએ કલ્યાણપુરના નાવદ્રા ગામના હેમત કરમુર, દેવા ડાડુ કરમુર સહિતના ૧૪ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવાયા મુજબ ઉપરોક્ત ૧૪ આરોપી બે મોટર તથા નવ મોટરસાયકલમાં પાઈપ, ધોકા સાથે ધસી આવ્યા હતા. તેઓએ દેવશીભાઈ તથા અન્ય વ્યક્તિઓને ગાળો ભાંડી હુમલો કરી માર મારવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

કલ્યાણપુરમાં કબીરનગરમાં રહેતા અર્જુનભાઈ હીરાભાઈ રાઠોડે ચંદ્રાવાડા ગામના મંગરાભાઈ હાજાભાઈ ચાવડા સહિતના ચાર સામે ગાળો ભાંડી ધારીયા, લાકડી, પથ્થરથી હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં કરી છે. અર્જુનભાઈના કુટુંબીને સાત-આઠ મહિનાથી મંગરાભાઈ ચાવડા સાથે દીકરા-દીકરીના સગપણ બાબતે ચાલતા મનદુખ પછી હુમલો કરાયાનું ફરિયાદમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh