Advertisement
Author: નોબત સમાચાર

જાગૃત નાગરિક અર્ધનગ્ન થઈને પહોંચ્યા ખાણ-ખનિજ કચેરીએઃ અધિકારીઓ મૌન

ધ્રોલના મજોઠમાં ગેરકાયદે ખનિજ ખનન અટકાવવા

                                                                                                                                                                                                      

ધ્રોલ તા. ૧૮: ધ્રોલના મજોઠમાં ખનીજ ચોરી રોકવા યોગ્ય કાર્યવાહી નહીં થતાં અરજદાર અર્ધનગ્ન હાલતમાં ખાણ-ખનીજ કચેરીમાં પહોંચ્યા હતા, પરંતુ તે પછી તંત્ર તરફથી તે અંગે આ લખાય છે, ત્યાં સુધી કાંઈ કહેતા આવ્યુ નથી.

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મજોઠ ગામમાં કથિત ગેરકાયદે ખનીજ ખનન મુદ્દે અરજદાર સોડાભાઈ નાગજીભાઈ વરૂ ખાણ-ખનીજ અધિકારીની કચેરીએ અર્ધનગ્ન હાલતમાં પહોંચ્યા હતા. અરજદારનો આક્ષેપ છે કે અનેક લેખિત અને મૌખિક રજૂઆતો છતાં ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિ સામે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.

અરજદારના જણાવ્યા મુજબ ગેરકાયદે ખનીજ ખનનનો વિરોધ કરવા બદલ તેમને ખનિજ માફિયાઓ દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. તેમજ હથિયારો બતાવી ડરાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હોવાનું તેમણે દાવો કર્યો છે.

અરજદારે જણાવ્યું કે વિવિધ સરકારી અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવા છતાં કાર્યવાહી ન થતાં વિરોધના પ્રતીકરૂપે તેઓ અર્ધનગ્ન હાલતમાં ખાણ-ખનીજ કચેરીએ પહોંચીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

ઉપરોક્ત આક્ષેપો અને દાવાઓ અરજદાર દ્વારા કરવામાં આવ્યા છે. આ મામલે ખાણ-ખનીજ વિભાગ તરફથી સત્તાવાર પ્રતિભાવ અથવા કાર્યવાહી અંગેની માહિતી આ લખાય છે ત્યાં સુધી પ્રાપ્ત થઈ નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh