Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ખીજડીયા પક્ષી અભ્યારણ્યના સેવાભાવી કર્મચારી પી.આર. સિંધીયાને નિવૃત્તિ વિદાયમાન અપાયું

લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક સેવા બજાવનાર

જામનગર તા. ૧: જામનગરના ખીજડીયા પક્ષી અભ્યારણ્યમાં લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી  વયમર્યાદાને કારણે નિવૃત્ત થયેલા પી.આર. સિંધીયાનો વિદાયમાન સમારંભ યોજાયો હતો.

વિદાય સમારહોમાં ખીજડિયા પક્ષી અભ્યારણ્ય રેન્જ ફોરેસ્ટ ઓફિસર દક્ષાબેન વધાસિયા, ગુજરાત પાણી પુરવઠા બોર્ડના વિભાગીય હિસાબનીશ દિલીપસિંહ જેઠવા, જાણીતા પક્ષીવિદ્ શાંતિલાલ વરૂ, જયપાલસિંહ જાડેજા, વન્યજીવન ફોટોગ્રાફર યશોધન ભાટિયા, વિશ્વાસ ઠક્કર, ડો. મૌલિક વરૂ, પક્ષી નિરીક્ષકો કુણાલ જોશી, આશિષ પાણખાણીયા, આનંદ પ્રજાપતિ, અંકુર ગોહિલ, યુવરાજસિંહ સોઢા, સુભાષ ગંઢા, નીતિનભાઈ, જુમા સફીયા, કમલેશ રાવત, ખગોળશાસ્ત્રી છગનભાઈ મોઢવાડીયા તથા તેમના સહકર્મી જગુભા જાડેજા, દાફળાભાઈ તથા તેમના પરિવારજનો તેમજ નવાનગર નેચર ક્લબના પ્રમુખ વિજયસિંહ જાડેજા, વનરાજસિંહ ચૌહાણ, મિતેષ બુદ્ધભટ્ટી, ધર્મેશ પટેલ, ધર્મેશ અજા, ઉમેશ થાનકી અને ક્રીપાલસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યાં હતાં.

આ સમારોહમાં જાણીતા લેખક ઉત્પલ દવેએ પી.આર. સિંધયાની જીવનયાત્રા અને ફરજ દરમિયાનના અનુભવોનું મનોહર વર્ણન કર્યુ. તેમની પ્રેરણાદાયી વાતો સાંભળીને ઉપસ્થિત પક્ષીપ્રેમીઓની આંખો ભીની થઈ ગઈ. પ્રકૃતિના આ પરમ સેવકને સન્માનવા નવાનગર નેચર ક્લબના ટ્રસ્ટીઓએ રૂ. પ૧,૦૦૦ નો ચેક આપ્યો હતો.

પરંતુ પી.આર. સિંધીયાએ સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા કહ્યું કે, "સરકારે મને પૂરતું વેતન અને નિવૃત્તિ પછી પેન્શનની સુવિધા આપી છે. જેથી મારે કોઈની સામે હાથ લાંબો કરવો ન પડે. "તેમણે આ રકમને આદરપૂર્વક સ્વીકારી તેમાં રૂ. ૧૧,૦૦૦ ઉમેરીને સંસ્થાને દાનમાં આપી દીધી. તેમની આ પ્રામાણિકતા અને ઉદારતાને સૌને ગદગદ કરી દીધા હતાં.

જેને પક્ષીઓ માટે સ્વર્ગ ગણવામાં આવે છે. ત્યાં પી.આર. સિંધીયાએ પોતાના જીવનનો લાંબો સમય સમર્પિત કર્યો. તેમણે સરકાર દ્વારા ચાલતી પ્રકૃતિ શિક્ષણ શિબિરો દ્વારા અસંખ્ય બાળકોને પક્ષીઓનો પરિચય કરાવ્યો અને પ્રકૃતિના સાચા મૂલ્યની સુંદર સમજ આપી ઉત્તમ પક્ષીવિદ્ તરીકે જાણીતા પી.આર. સિંધીયાને સરકારે પક્ષી ગણતરી જેવા મહત્ત્વના કાર્યોમાં સામેલ કર્યા હતાં. તેમના પક્ષીઓ વિશેના અનેક લેખો છાપાઓ અને પુસ્તકોમાં પ્રકાશિત થયા છે. ખીજડિયામાં યોજાયેલી વર્લ્ડ બર્ડ કોન્ફરન્સમાં પણ તેમનો અમૂલ્ય ફાળો રહ્યો હતો.

પી.આર. સિંધીયાએ ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, પૂર્વમંત્રી જયનારાયણ વ્યાસ સહિત અનેક નેતાઓ, અભિનેતાઓ, ખ્યાતનામ પક્ષીવિદે અને વન્યજીવ ફોટોગ્રાફરોને પક્ષીઓની દુનિયાનો પરિચય કરાવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh