Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મથુરા સોસાયટીમાં મકાનમાંથી આઠ બોટલ ઝબ્બેઃ
જામનગર તા. ૨૦: જામનગરના ગોકુલનગર પાસે મથુરા સોસાયટીમાં એક મકાનમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની આઠ બોટલ પકડી પાડી છે. જ્યારે પટેલ કોલોનીના છેવાડે પી એન્ડ ટી કોલોની નજીક એક મકાનમાંથી ઈંગ્લીશ દારૂના ૧૨ ચપલા અને દેશી દારૂની ભઠ્ઠી ઝબ્બે લેવાયા છે. બંને દરોડામાં આરોપીની શોધ કરાઈ રહી છે.
જામનગરના ગોકુલનગર નજીક આવેલી મથુરા સોસાયટીમાં એક શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો હોવાની વિગત પરથી ગઈકાલે સાંજે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે શેરી નં.૧૩માં ભૂપેન્દ્રસિંહ જુવાનસિંહ ચાવડા નામના શખ્સના મકાનમાં દરોડો પાડી તલાશી લીધી હતી.
આ મકાનમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની આઠ બોટલ મળી આવી હતી. વેચાણ માટે રાખવામાં આવેલી રૂ।.પ૯૭રની કિંમતની દારૂની બોટલ કબજે કરી ભૂપેન્દ્રસિંહની શોધ શરૂ કરી છે.
જામનગરના પટેલ કોલોની વિસ્તારની શેરી નં.૬ના છેવાડે પીએન્ડટી કોલોની નજીક કલુભા ભાવસિંહજી રાઠોડ નામના શખ્સના મકાનમાં ગઈકાલે સાંજે સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડી ચેકીંગ કરતા તે મકાનમાંથી ઈંગ્લીશ દારૂના ૧ર ચપલા મળી આવ્યા હતા અને દેશી દારૂની ચાલુ ભઠ્ઠી પણ સાંપડી હતી. સ્થળ પરથી ૧૨ ચપલા, ભઠ્ઠીના સાધનો, ૮૦ લીટર આથો, પ લીટર તૈયાર દેશી દારૂ કબજે કરી લેવાયો છે. દરોડા પહેલાં નાસી ગયેલા કલુભાની શોધ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial