Advertisement
Author: નોબત સમાચાર

સરકારી પોલીટેકનિક તથા દૂધની ડેરી શરૂ કરવા રાજ્સભાના સાંસદની માંગણી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ર૮: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના વતની તથા રાજ્યના રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી દ્વારકા જિલ્લામાં સરકારી પોલીટેકનિક તથા દૂધની ડેરી શરૂ કરવા માંગણી કરી છે.

રાજ્યના છેવાડાના ગણાતા દ્વારકા જિલ્લામાં અતિ પછાત એવ બે તાલુકા અહીં ગવર્મેન્ટ પોલીટેકનિક ન હોય ઈજનેરી ડિપ્લોમા માટે છાત્રોને અન્ય શહેરમાં જવું પડે છે. ગરીબ અને પછાત વર્ગના લોકોના બાળકોને ખૂબ મુશ્કેલરૂપ બનતું હોય તાકીદે સરકારી પોલીટેકનિક શરૂ કરવી જોઈએ. જો પોલીટેકનિક કોલેજ શરૂ થાય તો એમાં અભ્યાસ કરી છાત્રો આ વિસ્તારની કંપનીઓમાં નોકરી મેળવી શકે તેમ હોય, તાકીદે યોગ્ય કરવા માંગણી છે.

આ ઉપરાંત દ્વારકા જિલ્લામાં માલધારીઓ તથા પશુપાલન ઉદ્યોગ માટે વિશેષ પેકેજ ફાળવી દૂધની ડેરી ઊભી કરાય તો ગુજરાતમાંથી દૂધ લેવા આવતા સહકારી કંપનીઓને બદલે અહીં જ ઉદ્યોગ સ્થપાય તથા લોકોને રોજીરોટી મળે તથા માલધારીઓને પણ દૂધનો સારો ભાવ આવે તેમ હોય આ બાબતે તુરંત યોગ્ય કરવા રજૂઆત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh