Advertisement
Author: નોબત સમાચાર

પત્ની રીસામણે ચાલ્યા જતાં માઠું લાગી આવતા ધુન ધોરાજીના યુવાને ઝેર પી કરી આત્મહત્યા

ભાગમાં રાખેલા ખેતરમાં જઈ જંતુનાશક દવા પી લીધીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૮: કાલાવડના ધુન ધોરાજી ગામમાં રહેતા એક યુવાને પત્ની સાથે વિખવાદ થયા પછી પત્ની રીસામણે ચાલી જતા માઠું લગાડી ગઈકાલે ઝેરના પારખા કર્યા હતા. આ યુવાનનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ નિપજ્યું છે.

કાલાવડ તાલુકાના ધુન ધોરાજી ગામમાં વસવાટ કરતા પંકજભાઈ કરશનભાઈ મકવાણા (ઉ.વ.૩૦)નામના યુવાને ગઈકાલે સાંજે દલસુખભાઈ પટેલ નામના આસામીના ખેતરમાં જઈ ત્યાં રાખવામાં આવેલી પાકમાં છાંટવાની કોઈ ઝેરી દવાની શીશી મોઢે માંડી હતી.

આ વેળાએ ત્યાં હાજર વ્યક્તિઓએ તરત જ પંકજભાઈને સારવારમાં ખસેડવાની તજવીજ કરી હતી. મોડી રાત્રે આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના મોટાભાઈ મનસુખભાઈ કરશનભાઈ મકવાણાએ પોલીસને જાણ કરી છે.

ઉપરોક્ત બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસે અપમૃત્યુની નોંધ કરી મનસુખભાઈનું નિવેદન નોંધ્યું છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ પંકજભાઈ અને તેમના પત્ની વચ્ચે કોઈ બાબતે વિખવાદ થયા પછી આઠેક દિવસ પહેલા પંકજભાઈના પત્ની રીસામણે ચાલ્યા ગયા હતા તે બાબતનું માઠું લાગી આવતા પંકજભાઈએ ગઈકાલે ભાગમાં વાવવા માટે રાખેલી વાડીમાં જઈ ઝેરી દવા પી જિંદગીનો અંત આણ્યો છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh