Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પ્રાથમિક સુવિધા અંગેનું નિરીક્ષણ કરતા મ્યુનિ. કમિશનર

સ્થળ ઉપર જ જરૂરી સૂચનાઓ અપાઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૮: જામનગરમાં લોકોને આપવામાં આવતી પ્રાથમિક સુવિધા અંગે ગઈકાલે મ્યુનિ. કમિશનર દ્વારા વોર્ડ નંબર ૧૪ મા આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી અને કેટલાક પ્રશ્નો અંગે સ્થળ ઉપર જ સૂચનાઓ આપવામાં આવી હતી.

ગઈકાલે કમિશનર દિપેશ કેડિયા, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા અને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે રાખીને વોર્ડ નંબર ૧૪ માં આકસ્મિક વોકીંગ કર્યું હતું તથા સંબંધિત વિભાગના અધિકારીઓને જનસુખાકારી અન્વયે જરૂરી સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને પાણી લીકેજ, સફાઈ, ડ્ર્નેજ ઓવરફ્લો અંગે જરૂરી આદેશ કર્યા હતાં. ઉપરાંત રસ્તા ઉપરના દબાણો ઉપર સતત નજર રાખવા સૂચના અપાઈ હતી.

દિગ્વિજય પ્લોટ શેરી નંબર પ૮, કેળાની વખાર વિસ્તારમાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શનના વાહન અંગે કમિશનરે વિગતો જાણી હતી. સાથે કાનાનગર વિસ્તારમાં નંદઘરની પણ મુલાકાત કરી હતી તથા કાનાનગરના જર્જરિત મકાન અંગે જરૂરી નિર્ણય લેવા ટીપીઓ, એસ્ટેટ વિભાગને સૂચના આપી હતી, તો લોકોને પણ સ્વચ્છતામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh