Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકામાં ભવ્ય સ્વાગતઃ રાષ્ટ્રપતિ ટ્રમ્પે મોદીના માનમાં ડીનર યોજ્યું છેઃ આખી દુનિયાની નજર
વોશિંગ્ટન તા. ૧૩: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પેરિસથી અમેરિકા પહોંચ્યા છે. જયાં તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું છે. સવારે તુલસી ગબાર્ડ સાથે મંત્રણા પછી હવે ટ્રમ્પ સાથે વન-ટુ-વન મંત્રણા કરશે. જેના પર સમગ્ર વિશ્વની નજર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ પેરિસથી બે દિવસના પ્રવાસે અમેરિકા પહોંચી ગયા છે. મોદીએ ગુરૂવારે સવારે એકસ પર એક પોસ્ટ શેર કરી, જેમાં વોશિંગ્ટન ડીસીમાં તેમના આગમનની માહિતી આપવામાં આવી હતી.
વડા પ્રધાન મોદી તેમની મુલાકાત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. ગુરૂવારે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. ટ્રમ્પના બીજા કાર્યકાળ પછી મોદી વ્હાઇટ હાઉસમાં મહેમાન બનનારા ત્રીજા વિદેશી નેતા છે. મોદીની આ મુલાકાત ભારત અને અમેરિકાના સંબંધો માટે ખાસ મહત્ત્વ ધરાવે છે.
અમેરિકા પહોંચ્યા પછી, પીએમ મોદીએ યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબાર્ડ સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ કહૃાું કે તેમણે વોશિંગ્ટન ડીસીમાં તુલસી ગબાર્ડ સાથેની મુલાકાત દરમિયાન તેમને અભિનંદન આપ્યા અને તેમની સાથે ભારત-અમેરિકા મિત્રતાના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી. તે હંમેશા બંને દેશો વચ્ચે સારા સંબંધોના સમર્થક રહૃાા છે. વડા પ્રધાન મોદીના અમેરિકા આગમન પર ભારતીય સમુદાયે તેમનું ઉષ્માભર્યું સ્વાગત પણ કર્યું હતું. પીએમ મોદીએ પોસ્ટ પર લખ્યું, "શિયાળાની ઋતુનું હાર્દિક સ્વાગત! ઠંડી હોવા છતાં, વોશિંગ્ટન ડીસીમાં ભારતીય પ્રવાસીઓ દ્વારા મારું ખૂબ જ ખાસ સ્વાગત કરવામાં આવ્યું છે. હું તેમનો આભાર માનું છું. હું રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળવા અને ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે આતુર છું. અમે લોકોના સારા ભવિષ્ય માટે સાથે મળીને કામ કરતા રહીશું."
મોદી અમેરિકી રાષ્ટ્રપતિના ગેસ્ટ હાઉસ બ્લેર હાઉસમાં રોકાયા છે. વ્હાઇટ હાઉસમાં બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. આ બેઠકમાં બંને નેતાઓ વેપાર, રોકાણ, ઉર્જા, સંરક્ષણ અને ઇમિગ્રેશન પર ચર્ચા કરશે. પીએમ મોદીના પ્રતિનિધિમંડળની કુલ ૬ બેઠકો થશે. પીએમ મોદીની અમેરિકા મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકામાં ભારે ઠંડી પડી રહી છે. પરંતુ હિમવર્ષા છતાં, ભારતીય સમુદાય પીએમ મોદીની મુલાકાતને લઈને ઉત્સાહિત છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા આયોજિત વ્હાઇટ હાઉસમાં એક ખાનગી રાત્રિભોજનનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં પીએમ મોદી ભાગ લેશે. બેઠક પહેલા અને પછી, બંને નેતાઓ ઓવલ ઓફિસમાં મીડિયાને સંબોધિત કરશે.
બધાની નજર પીએમ મોદીની એલોન મસ્ક સહિત અમેરિકન ઉદ્યોગપતિઓ સાથેની મુલાકાતો પર પણ રહેશે. પીએમ મોદીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકાએ તાજેતરમાં ૧૦૪ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કર્યા હતા.
ભારતીય વિદેશ મંત્રાલયે વડા પ્રધાન મોદીની એક દિવસની અમેરિકા મુલાકાત અંગે કહૃાું છે કે આ બંને દેશોની વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં એક નવો અધ્યાય છે. મંત્રાલયે જણાવ્યું છે કે મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી મોદી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમજ યુએસ કેબિનેટના સભ્યો અને ઉદ્યોગ નેતાઓને મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial