Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તોફાની મોજાએ નગરના પરિવારને બનાવી દીધો સ્તબ્ધઃ પાંચ વ્યક્તિને મહામહેનતે બચાવાઈઃ
જામનગર તા. ૬ઃ જામનગરના રાંદલનગર વિસ્તાર પાસે વસવાટ કરતા વાઢેર પરિવારના વ્યક્તિઓ ગઈકાલે દ્વારકા દર્શનાર્થે પહોંચ્યા પછી આ પરિવારની બે યુવતી અને એક તરૃણી તેમજ ચાર યુવક ગોમતીઘાટ પરથી સ્નાન માટે ઉતર્યા પછી અચાનક દરિયામાં વધી ગયેલા કરંટના કારણે ઉછળેલા મોજામાં દરિયા તરફ ખેંચાવા માંડયા હતા. તેઓને બચાવી લેવા માટે સ્થાનિક તરવૈયા, ઉંટસવાર યુવક અને ફાયરબ્રિગેડની ટીમે શરૃ કરેલી રેસ્કયુ કામગીરીમાં પાંચ વ્યક્તિનો બચાવ થયો છે અને ઉંડાણમાં ખેંચાઈ ગયેલી એક તરૃણીનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. આ બનાવે ભારે ગમગીની પ્રસરાવી છે.
દ્વારકામાં જામનગરના એક પરિવારના સાતેક સભ્ય ગઈકાલે દર્શનાર્થે પહોંચ્યા પછી તેઓ સ્નાન માટે ગોમતીઘાટ પર આવ્યા હતા. હાલમાં દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. તે દરમિયાન નદીના ઘાટ પરથી સામે પંચકુઈ તરફ ન્હાતા ન્હાતા ચાલી ગયેલા આ વ્યક્તિઓ પૈકીના ચાર યુવક, બે યુવતી અને એક તરૃણી ડૂબવા માંડ્યા હતા.
હાલમાં વરસાદી વાતાવરણ સર્જાઈ રહ્યું છે ત્યારે દરિયો વિકરાળ મોજા ઉછાળી રહ્યો છે અને તેના કારણે દ્વારકામાં આવેલી ગોમતી નદી કે જે દરિયા સાથે જોડાઈ જાય છે તેમાં પણ મોજા જોવા મળી રહ્યા છે ત્યારે આ યુવતીઓ અચાનક મોટું મોજુ આવતા દરિયા તરફ ઢસડાવા માંડી હતી. આ યુવતીઓએ ઉંડા પાણી તરફ જોરદાર ખેંચ અનુભવતા બૂમાબુમ કરી હતી જેના પગલે ગોમતીઘાટ પર હાજર સ્થાનિક તરવૈયાઓ બચાવ કામગીરી માટે કૂદી પડ્યા હતા.
તેઓની સાથે એક ઉંટ સવાર યુવકે પણ ઉંટને ગોમતીઘાટમાં ઉતારી આ યુવતીઓને બચાવી લેવાના પ્રયાસો શરૃ કર્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ તથા ફાયરબ્રિગેડની ટૂકડી પણ ધસી આવ્યા હતા.
શરૃ થયેલી રેસ્ક્યુ કામગીરી દરમિયાન વારા ફરતી છ વ્યક્તિને દરિયામાંથી ઉગારી લેવામાં આવી હતી. જ્યારે ૧૬ વર્ષની ભાગ્યેશ્વરી નામની તરૃણી ઉંડાણ તરફ ખેંચાઈ ગઈ હતી. તેણીને પણ મહામહેનતે બહાર કાઢવામાં આવી હતી અને તમામ છને સારવાર માટે દ્વારકા દવાખાને લઈ જવાઈ હતી.
પ્રાથમિક સારવાર આપવામાં આવ્યા પછી ત્રણ વ્યક્તિને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જેમાંથી ભાગ્યેશ્વરીનું મૃત્યુ નિપજતા અરેરાટી પ્રસરી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, દ્વારકાના દરિયામાં ઉછળી રહેલા વિકરાળ મોજા વચ્ચે બે સપ્તાહમાં આવી રીતે ડૂબી જવાની ત્રીજી ઘટના પ્રકાશમાં આવી છે. જેના પગલે હાલમાં ગોમતીઘાટ પરથી સ્નાન માટે નદીમાં ઉતરવાની મનાઈ ફરમાવી દેવાઈ છે અને ગોમતીઘાટ પર પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. ડૂબી રહેલી યુવતીઓને બચાવવા માટે સ્થાનિક તરવૈયા ઉપરાંત ઉંટ સવારી કરતા યુવકે ભારે જહેમત ઉઠાવી હતી ત્યારે જ પહોંચી ગયેલી ફાયરબ્રિગેડની ટૂકડીએ લાઈફ જેકેટ વગેરેનો ઉપયોગ કરી રેસ્ક્યુ કામગીરી કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial