Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોટડા બાવીસી પાસે માતા-પુત્રને નડયો અકસ્માતઃ
જામનગર તા. ૧૮: કાલાવડની આઈટીઆઈ ચોકડી પાસે મંગળવારે રાત્રે હોમગાર્ડના એક જવાનને મોટરે ઠોકર મારતા ગંભીર ઈજા પામેલા આ જવાનનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે જામજોધણુરના કોટડા બાવીસી ગામ પાસે મંગળવારે સવારે બાઈક પર જતા માતા-પુત્રને મોટરે ઠોકર મારતા બંનેને ગંભીર ઈજા થઈ છે.
કાલાવડ શહેરમાં શીતલા કોલોનીમાં રહેતા અને હોમગાર્ડમાં ફરજ બજાવતા ગીરીશભાઈ ગોરધનભાઈ પરમાર (ઉ.વ.૩૪)નામના યુવાન મંગળવારની રાત્રે દસેક વાગ્યે પોતાની નોકરી પૂર્ણ કર્યા પછી એકટિવા સ્કૂટર પર ઘરે જવા માટે નીકળ્યા હતા.
તેઓ જ્યારે કાલાવડમાં આઈટીઆઈ ચોકડી પાસે પહોંચ્યા ત્યારે તેઓએ જીજે ૧૦ ડીએફ ૧૮૫૬ નંબરનું પોતાનુ સ્કૂટર ઊભું રાખ્યું હતું ત્યારે જ જીજે ૧૦ ડીઆર ૪૮૪૬ નંબરની એક મોટર ફૂલસ્પીડમાં ધસી આવી હતી તેના ચાલકે ગીરીશભાઈને હડફેટે લેતા તેઓ રોડ પર પછડાયા હતા. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના મોટાભાઈ ખોડુભાઈ પરમારે મોટરચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામજોધપુર તાલુકાના ભૂપત આંબલી ગામના જીવાભાઈ એભાભાઈ કોટા તથા તેમના માતા જાહીબેન મંગળવારે સવારે જામજોધપુરથી કોટડા બાવીસી ગામ તરફ જીજે ૧૦ એએન ૬૧૯૭ નંબરના મોટરસાયકલ પર જતા હતા ત્યારે માર્ગમાં જીજે ૧૦ ડીઆર ૦૬૭૮ નંબરની કીયા કંપનીની મોટરે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં જીવાભાઈને ઈજા થઈ છે અને તેમના માતા જાહીબેનને ત્રણ ફ્રેકચર તથા માથામાં હેમરેજ થઈ ગયું છે. મોટરચાલક સામે જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial