રાષ્ટ્રીય અને ફિલ્મફેર એવોર્ડ્સઃ સ્મિતા પાટિલ

ભારતીય રંગમંચ અને ફિલ્મોએ જોયેલી સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંના એક સ્મિતા પાટીલ અગર જીવતા હોત તો ૬૧ વર્ષના થાત. ૧૭ ઓક્ટોબર, ૧૯૫૫ના રોજ પુણેમાં જન્મેલા સ્મિતા ફિલ્મ, ટીવી અને રંગમંચના બહુ સારા અભિનેત્રી હતાં. માત્ર અગિયારેક વર્ષની ટૂંકી કારકિર્દીમાં સ્મિતાએ ૮૦થી વધુ હિન્દી-મરાઠી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેમને રાષ્ટ્રીય કક્ષાના અને ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં હતાં. ૧૯૮૫માં તેમને પદ્મશ્રીથી પણ નવાજાયા હતાં. પુણેની ફિલ્મ એન્ડ ટીવી ઇન્સ્ટિટયૂટમાંથી સ્નાતક થયેલાં સ્મિતાએ શ્યામ બેનેગલની 'ચરણદાસ ચોર' (૧૯૭૫) ફિલ્મમાં પહેલીવાર અભિનય કર્યો હતો. સમાંતર સિનેમાના મુખ્ય નાયિકાઓમાંના તેઓ એક હતાં. જોકે તેઓ મુખ્યધારાની ફિલ્મોમાં પણ દેખાયા હતાં. તેમની કેટલીક યાદગાર ભૂમિકાઓમાં 'મંથન', 'ભૂમિકા', 'આક્રોશ', 'ચક્ર', 'ચિદમ્બરમ' કે 'મિર્ચ મસાલા'ને યાદ કરી શકાય.

અભિનેત્રી હોવા ઉપરાંત સ્મિતા સક્રિય નારીવાદી આંદોલન સાથે જોડાયાં હતાં. તેઓ એવી ફિલ્મો પસંદ કરતાં કે જેમાં પારંપરિક ભારતીય સમાજમાં નારીવાદનો મુદ્દો હોય. ભારતીય સમાજની સેક્સુઆલિટી, શહેરીકરણના નાદમાં મધ્યમવર્ગીય મહિલાએ સહન કરવાં પડતાં પડકારોને લગતી ફિલ્મો કરીને તેમણે મોટું કામ કર્યું હતું. અભિનેતા રાજ બબ્બરે રંગકર્મી નાદિરા બબ્બરને છોડી સ્મિતા પાટીલ સાથે લગ્ન કર્યા હતા. ૧૩ ડિસેમ્બર, ૧૯૮૬માં માત્ર ૩૧ વર્ષની વયે તેમનું નિધન થયું હતું. દીકરા પ્રતીકને જન્મ આપીને દસેક દિવસમાં તેઓ વિદાય થયા. તેમના નિધન બાદ તેમની દસથી વધુ ફિલ્મો રજૂ થઈ હતી.

પ્રતીકે ૨૦૦૮માં ફિલ્મમાં અભિનય કર્યો હતો. પુણેના કુનબી મરાઠા પરિવારમાં રાજકીય નેતા શિવાજીરાવ પાટીલ અને ખાનદેશના સામાજિક કાર્યકર માતા વિદ્યાતાઈને ત્યાં સ્મિતાનો જન્મ થયો હતો. પુણેના રેણુકા સ્વરૃપ મેમોરિયલ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. મુંબઈ દૂરદર્શન પર સિત્તેરના દાયકામાં તેઓ સમાચારવાચક પણ બન્યા હતાં, તે ઉપરાંત તેઓ સારા ફોટોગ્રાફર પણ હતાં.સમાંતર સિનેમાના નિર્દેશકો શ્યામ બેનેગલ, ગોવિંદ નિહાલાની, સત્યજીત રાય (સદ્દગતિ), જી. અરવિંદન (ચિદમ્બરમ) અને મૃણાલ સેન જેવાં નિર્દેશકો સાથે સ્મિતાએ કામ કર્યું હતું. તેમની 'ભૂમિકા', 'ઉંબરઠા' કે 'બાઝાર' જેવી ફિલ્મોથી સમર્થ નારીને તેમણે ઉજાગર કરી હતી. તેમની કેરિયરના પહેલાં પાંચ વર્ષ તેમણે નામ-દામ જોયા વિના કલાત્મક ફિલ્મોને આપ્યા પણ અમુક સંજોગોને કારણે તેઓ વ્યવસાયિક ફિલ્મો તરફ નામ કમાવા ખાતર જોડાયાં. રાજ ખોસલા, રમેશ સિપ્પીથી બી આર ચોપ્રાએ તેમને 'ખૂબ સારા' અભિનેત્રી માન્યા. 'શક્તિ' અને 'નમક હલાલ'થી તેઓ સ્ટાર બન્યાં.

મોન્ટ્રીયલ વર્લ્ડ ફિલ્મ ફેસ્ટીવલમાં ૧૯૮૪માં તેઓ જ્યુરી સભ્ય બન્યાં. તેમની સૌથી સારી અને કમનસીબે છેલ્લી ભૂમિકા કેતન મહેતાની 'મિર્ચ મસાલા' (૧૯૮૭)માં આવી.સ્મિતા પાટીલને 'ભૂમિકા' અને 'ચક્ર' માટે નેશનલ એવોર્ડ અને 'જૈત રે જૈત' અને 'ઉંબરઠા' (બંને મરાઠી) અને 'ચક્ર' માટે ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં હતાં.મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી ભણતર પૂરું કર્યા પછી સ્મિતાએ દૂરદર્શન પર મરાઠીમાં સમાચાર વાંચવાનું શરુ કર્યું ત્યારે તેઓ સૌના ગમતાં ન્યુઝરીડર બની ગયાં હતાં. એ જમાનાના બ્લેક-એન્ડ-વ્હાઈટ ટેલીવિઝન પર પણ સ્મિતાની સ્ક્રીન પ્રેઝન્સ ગજબની લાગતી. એટલે જ ફિલ્મમેકર શ્યામ બેનેગલનું ધ્યાન પણ આ પાણીદૃાર આંખોવાળી યુવતી તરફ ખેંચાયેલું.  શ્યામ બેનેગલની પહેલી નેશનલ અવોર્ડ વિનર ફિલ્મ 'અંકુર (૧૯૭૩) રિલીઝ થઈ ચૂકી હતી. શબાના આઝમીની પણ આ પહેલી ફિલ્મ. હવે શ્યામ બેનેગલ ફરી શબાનાને લઈને 'નિશાંતની (૧૯૭૫) તૈયારી કરી રહ્યા હતા. આ ફિલ્મની સેકન્ડ લીડ તરીકે તેઓ સ્મિતાને લેવા માગતા હતા. સ્મિતાનાં મમ્મીપપ્પા તો તરત માની ગયાં, પણ સ્મિતા અવઢવમાં હતાં. વિદ્યાતાઈને 'અંકુર ખાસ્સી ગમી હતી. તેમણે દૃીકરીને કહ્યુંઃ સ્મિતા, તું ધડ્ દૃઈને ના ન પાડી દૃે. એક વાર ડિરેકટરને મળી તો જો! અપોઈન્મેન્ટ ફિકસ થઈ. શબાના પહેલી વાર શ્યામને મળવા ગયેલાં ત્યારે ખાસ બ્યુટી પાર્લરમાં જઈને મેકઅપ કરાવી આવેલાં, પણ વીસ-એકવીસ વર્ષનાં સ્મિતા તો  સાવ મામૂલી જીન્સ અને ઢીલુંઢાલું ટીશર્ટ ચડાવીને શ્યામને મળવા પહોંચી ગયેલાં. શ્યામબાબુના મનમાં એકચ્યુઅલી તે વખતે 'નિશાંત' ઉપરાંત 'ચરણદાસ ચોર' (૧૯૭૫) નામની બાળફિલ્મ પણ રમી રહી હતી. એમણે વિચાર્યું કે પહેલાં 'ચરણદાસ ચોર' બનાવીશ તો સ્મિતા માટે તે 'નિશાંત'ની વર્કશોપ જેવું પણ થઈ જશે. છત્તીસગઢના ભિલાઈ પાસેના કોઈ ગામડામાં 'ચરણદાસ ચોર'નું શૂટિંગ કરવામાં આવ્યું હતું. શૂટિંગ પૂરું થતાં જ હોમ-સિક થઈ ગયેલાં સ્મિતા પોતાના કમરામાં ભરાઈ જતાં ને જમવાનું પણ ત્યાં જ મગાવી લેતાં.'નિશાંત'માં સ્મિતા પાટીલે અત્યાચારી જમીનદૃારની માયાળુ પત્નીનો રોલ કર્યો હતો. રોલ નાનો હતો, પણ સ્મિતા સૌનું ધ્યાન ખેંચી શકવામાં કામિયાબ રહ્યાં. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં 'નિશાંત'નું સ્ક્રીનિંગ થયું હતું અને શ્યામ બેનેગલ પોતાની બન્ને હિરોઈનોને કાન (ફ્રાન્સ) લઈ ગયા હતા. વર્લ્ડ સિનેમાનું સ્મિતાનું આ પહેલું એકસપોઝર. 'અંકુર' અને 'નિશાંત' એ ફિલ્મો છે જેની સાથે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપણે જેને પેરેલલ સિનેમા યા તો આર્ટ સિનેમા કહીએ છીએ તેની નક્કર શરુઆત થઈ હતી. ત્યાર પછી આવી 'મંથન' (૧૯૭૬) જે ગુજરાતના ડેરી ઉદ્યોગ પર આધારિત હતી. શ્યામ બેનેગલ મૂળ શબાનાને લઈને આ ફિલ્મ બનાવવાના હતા, પણ શબાના ત્યાં સુધીમાં બિઝી સ્ટાર બની ચુક્યાં હતાં એટલે સ્મિતાને મુખ્ય નાયિકા તરીકે કાસ્ટ કર્યા. ગુજરાતી લહેકો શીખવવા માટે ખાસ કોચ રાખવામાં આવ્યો હતો. એક વાર રાજકોટ નજીક એક ગામડામાં શૂટિંગ હતું. રવિવારનો દિૃવસ હતો. ચાર-પાંચ સ્થાનિક મહિલાઓ દૃીવાલને ટેકે ધૂળમાં બેઠી હતી. સ્મિતા એમની પાસે જઈને માંડ્યાં ટોળટપ્પાં મારવાં. એવામાં  કેટલાક સાઈકલસવાર કોલેજીયોનો શૂટિંગ જોવા આવ્યા. પૃચ્છા કરીઃ હિરોઈન ક્યાં છે? કોઈએ સ્મિતા તરફ આંગળી ચીંધીને કહ્યુંઃ જો.... ત્યાં ટોળામાં લાલ સાડી પહેરીને બેઠી છેને એ! કોલેજિયનો માની ન શક્યાઃ ગપ્પાં ન મારો. હિરોઈન કોઈ દી' આ રીતે ગામડાંનાં બૈરાં સાથે સાવ આમ ધૂળમાં થોડી બેસે? સ્મિતાએ અભિનયની કયારેય વિધિવત તાલીમ લીધી નહોતી એટલે તેઓ સ્પોન્ટેનિયસ અને ડિરેકટર્સ એકટ્રેસ હતાં. જોકે એમણે શબાનાના સંદૃર્ભમાં ક્યારેય લઘુતાગ્રંથિ અનુભવી નહોતી. તેમનો કોન્ફિડન્સ ગજબનો હતો. સામાન્ય સંજોગોમાં સાવ સાધારણ દૃેખાતાં સ્મિતા કેમરા ઓન થતાં સાવ જુદૃી જ સ્ત્રી બની જતાં.કોણ જાણે કેમ સ્મિતાને હંમેશાં લાગતું કે પોતે લાંબું નહીં જીવે. એમનો અંદૃેશો સાચો પડ્યો. દૃીકરા પ્રતીકને જન્મ આપ્યા બાદૃ કોમ્પ્લીકેશન્સ થયાં ને બે જ વીક પછી, ૧૩ ડિસેમ્બર ૧૯૮૬ના રોજ એમનું અવસાન થયું. સ્મિતાની આયુષ્યરેખા જો લાંબી હોત તો કોણ જાણે કેવા કેવા ચમત્કારો સર્જ્યા હોત. 'નિશાંત', 'ભુમિકા', 'મંડી' વગેરે જેવી સ્મિતાની આખેઆખી ઉત્તમ ફિલ્મો યુટ્યુબ પર ફ્રીમાં અવેલેબલ છે.



બોલીવુડનાં ટોપ એક્શન હીરો

બોેલિવુડમાં ફિલ્મોમાં કેટલીક પેટર્ન હંમેશાંથી ચાલતી આવી છે અને ફિલ્મોનાં પ્રારંભથી જ કેટલીક ખાસ વાતોને સ્વીકારી લેવામાં આવી છે જેમાં કોઇ ફેરફાર અત્યાર સુધી તો જોવા મળ્યો નથી.પ્રારંભમાં ફિલ્મો મોટાભાગે ધાર્મિક કથાનકો પર આધારિત રહેતી હતી ત્યારબાદ સામાજિક ફિલ્મોનો પ્રવાહ ચાલ્યો હતો.આ દરમિયાન દર્શકોનાં એક વર્ગને નાદિયા કાવસની એકશન ફિલ્મો વધારે પસંદ પડતી હતી અને એ ટ્રેન્ડ ત્યારબાદ મુખ્યપ્રવાહની ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો અને મુખ્ય પ્રવાહનાં હીરો હિરોઇનોને લઇને પણ એકશન ફિલ્મો બનવા લાગી હતી અને તેને ખાસ્સી સફળતા પણ પ્રાપ્ત થઇ હતી.ત્યારથી જ  હિન્દી ફિલ્મોમાં એકશન મુખ્ય અંગ બની રહેવા પામી છે.રોમાન્ટિક ફિલ્મો હોય કે સામાજિક ફિલ્મો હોય તેમાં એકશન જરૃર જોવા મળે છે.એક સમય હતો જ્યારે એકશન ફિલ્મોને સી ગ્રેડની ફિલ્મો માનવામાં આવતી હતી, પણ રાજેશ ખન્નાનાં રોમાંટિક દૌર બાદ જ્યારે જંઝીરમાં અમિતાભે  એન્ટ્રી મારી ત્યારથી એકશન ફિલ્મોનો જમાનો આવી ગયો હતો તેમ કહી શકાય.

સિત્તેરનાં દાયકાથી શરૃ થયેલો આ ટ્રેન્ડ લગભગ ત્રણ દાયકા ચાલ્યો હતો.૯૦ ટકા ફિલ્મો એકશન ફિલ્મો રહેતી હતી.નિર્માતા નિર્દેશકોને તો આ ટ્રેન્ડ  એટલો પસંદ આવ્યો હતો કે તે ફિલ્મોમાં કોઇપણ રીતે મારધાડનાં દૃશ્યો ઠુંસતા હતા  તેમ કહીએ તો ખોટું નથી ત્યારે રાજેશ ખન્ના અને નવિન નિશ્ચલ જેવા રોમાંટિક મનાતા હીરોને પણ વિલનો સાથે મારધાડ કરવી પડતી હતી.જો કે આ ટ્રેન્ડે પણ લોકોને કંટાળી નાંખ્યા હતા અને ત્યારબાદ આમિરની કયામત સે કયામત બાદ ફરીથી રોમાંસનો સમય ચાલુ થયો હતો. જોકે વર્ષ ૨૦૦૦ બાદ બોલિવુડમાં નવા દિગ્દર્શકોનો ફાલ આવ્યો જેમણે અલગ જ પ્રકારની ફિલ્મો બનાવવા માંડી છે ત્યારથી ફિલ્મોમાં એકશન થોડી ઓછી જોવા મળે છે.જો કે એવું નથી કે સાવ કોરાણે મુકાઇ ગઇ છે.આજેય સાઉથની ફિલ્મોનો એક વર્ગ છે અને હાલમાં મોટાભાગની ચેનલો પર આ ફિલ્મો રોજ જોવા મળે છે અને લોકોને તે પસંદ પણ પડતી હોય છે.જો કે હિન્દી ફિલ્મોમાં પણ એ જ ટાઇપની એકશન જોવા મળે છે પણ તેને વાર્તાનો ભાગ બનાવીને રજુ કરવામાં આવે છે.ત્યારે દર્શકોનાં મનમાં એ કયા અભિનેતા છે જેમને તેઓ એકશન હીરો કહેતા હોય છે તે જાણવું રસપ્રદ બની રહે તેમ છે.

હાલમાં દર્શકોનાં મનમાં અજય દેવગણ એકશન હીરો માટે પરફેકટ  છે.૧૯૯૧માં ફુલ ઔર કાંટે દ્વારા પોતાની કારકિર્દીની શરૃઆત કરનાર અજયને ત્યારે જોરદાર સફળતા સાંપડી હતી કારણકે ત્યારે એકશનનો દૌર ચાલતો હતો.દેવગણનાં પિતા પોતે ફિલ્મોમાં ફાઇટ માસ્ટર હતા એટલે તેમણે પોતાના પુત્રને લોન્ચ કરવા માટે એકશન ફિલ્મ જ પસંદ કરી હતી અને એ નિર્ણય યોગ્ય સાબિત થયો હતો.અજયે પણ લાંબો સમય સુધી એકશન હીરોની ઇમેજને જાળવી રાખી હતી અને લાંબો સમય સુધી તેણે એ ફિલ્મો  કરી હતી.પણ જ્યારે તેને લાગ્યું કે એકશનથી લાંબો સમય ટકી શકાશે નહી ત્યારે તેણે મહેશ ભટ્ટ સાથે જખ્મ કરીને અભિનયમાં પણ પોતે માહેર છે તે સાબિત કર્યુ હતું.હમ દિલ દે ચુકે સનમમાં તેની ભૂમિકાનાં ખાસ્સા વખાણ પણ થયા હતા.જો કે અજય એકશન ભૂલ્યો નથી.સિંઘમ જેવી ફિલ્મો તેનો પુરાવો છે.અજયની મુખ્ય એકશન પ્રચુર ફિલ્મોમાં ફુલ ઔર કાંટે, જિગર, વિજયપથ,સુહાગ,તક્ષક, કંપની, વંસ અપોન અ ટાઇમ ઈન મુંબઇ, સિંઘમ, સિંઘમ રિટર્ન્સ અને શિવાય મુખ્ય છે. અજય બાદ આ યાદીમાં અક્ષય કુમારનું નામ મૂકી શકાય. આમ તો પ્રારંભમાં અક્ષયનો અભિનય એટલો પ્રભાવશાળી ન હતો અને તે પોતે કરાટે ચેમ્પિયન હતો આથી તેણે પણ એકશનમાં જ હાથ પગ અજમાવવાનું બહેતર માન્યું હતું.લાંબો સમય સુધી તેણે પણ એકશનનાં સહારે જ પોતાની ગાડી ગબડાવે રાખી હતી પણ લાંબો સમય સુધી કેમેરાનો સામનો કરતા કરતા તેણે અભિનય પણ શીખી જ લીધો હતો અને તેણે કોમેડી ફિલ્મોમાં ધાક જમાાવી હતી.જો કે તેમ છતાં તેનો પ્લસ પોઇન્ટ એકશન જ છે.તેને નવા સ્ટંટ કરવા પસંદ છે. તે સ્ફુર્તિવાન હોવાને કારણે પોતાનાં સ્ટંટ જાતે જ કરતો હોય છે.ખિલાડી સિરીઝની તેણે ઘણી ફિલ્મો કરી હતી.હેલિકોપ્ટરથી લટકવાનો સીન હોય કે દોઢસો કિલોનાં પહેલવાનને પછાડવાનો સીન હોય દર્શકોને તેની એકશન હંમેશા પસંદ આવી છે.એકશન હિરો તરીકે તેણે ખિલાડી, વકત હમારા હૈ, મોહરા, મૈં ખિલાડી તુ અનાડી, ખિલાડીયો કા ખિલાડી, સંઘર્ષ, ઇન્ટરનેશનલ ખિલાડી, ખિલાડી ૪૨૦, હોલિડે જેવી ફિલ્મો કરી છે.

એકશન ફિલ્મોની ચર્ચા હોય અને અમિતાભનું નામ ન આવે તે શક્ય નથી કારણકે બોલિવુડમાં  એકશન ફિલ્મોનો દૌર જ અમિતાભે શરૃ કર્યો હતો. જંઝીરનો એ સીન યાદ કરો જ્યારે ઇન્સપેકટર વિજય પોતાનાથી કયાંય તગડા પઠાણની સામે રૃઆબદાર કહે છે યે પુલીસ સ્ટેશન હૈ તુમ્હારે બાપ કા ઘર નહી ત્યારે એની આંખોમાં જે જવાળામુખી જોવા મળે છે તે દર્શકોને પસંદ આવ્યો હતો અને દુબળી પાતળી કાયા હોવા છતાં પરદા પર અમિતાભ અસંખ્ય ગુંડાઓને માર મારીને અધમુઆ કરી નાંખે તેવા દૃશ્યો દર્શકોને ખટક્યા ન હતા તેનું કારણ  અમિતાભનો પાવરપેક અભિનય જ હતો. એકશન દૃશ્યોમાં તેના ચહેરા પર જોવા મળતો ક્રોધ સિનેમાઘરમાં બેઠેલા દર્શકો પણ અનુભવી શકતા હતા. જો કે અમિતાભ અભિનેતા તરીકે પણ એટલો જ ઉત્તમ હતો છતાં બોલિવુડમાં એકશનનો દૌર તેમનાથી શરૃ થયો હતો અને એકશન હીરો તરીકે અમિતાભનાં નામે જંઝીર, શોલે, દીવાર, ડોન, ખુન પસીના, ગંગા કી સૌગંધ, શાન, મહાન, અગ્નિપથ અને આખરી રાસ્તા જેવી ફિલ્મો કરી હતી.

હાલ અમિતાભ અલગ જ પ્રકારની ફિલ્મોમાં નજરે ચઢે છે પણ તે ઉંમરને સમજીને કરેલી ફિલ્મો છે બાકી અમિતાભ તેમની એકશન ફિલ્મોને કારણે હંમેશા સુપરસ્ટાર જ રહેશે. જ્યારે ફિલ્મોમાં અમિતાભની એન્ટ્રી થઇ ન હતી અને રાજેન્દ્ર કુમાર, દિલિપ કુમાર જેવા અભિનેતાઓની ફિલ્મો ચાલતી હતી ત્યારે દર્શકોનાં એક ખાસ વર્ગને દારાસિંઘની એકશન ફિલ્મો વધારે પસંદ પડતી હતી. તેમાંય દારાસિંઘ તો રિયલ લાઇફમાં પણ પહેલવાન હતા અને અખાડાઓમાં તેમની ધાક હતી. કુશ્તીનો કોઇ પેંતરો નહી હોય જે દારાસિંઘ જાણતા ન હતા. પરિણામે ફિલ્મોમાં પણ તેમને એ પ્રકારની ભૂમિકાઓમાં લેવામાં આવ્યા હતા.ફિલ્મોમાં જ્યારે તે ગુંડાઓની ધુલાઇ કરતા ત્યારે દર્શકોને તે વાસ્તવિક લાગતું હતું.

સલમાન ખાન એવું નામ છે જેને દર્શકો રોમાંસ અને એકશન બંનેમાં પસંદ કરે છે.મૈને પ્યાર કિયા જેવી બ્લોક બસ્ટર રોમેન્ટીક ફિલ્મથી શરૃઆત કરનાર સલમાન રોમેન્ટિક ફિલ્મોની વચ્ચે વચ્ચે બાગી, કરણ અર્જુન, જીત અને ઔજાર જેવી એકશન ફિલ્મોમાં પણ નજરે ચડ્યો હતો.એક સમય એવો આવ્યો જ્યારે લાગ્યું હતું કે સલમાન તો ગયો પણ ત્યારે એકશન ફિલ્મોનાં દમ પર જ આ ખાને પોતાનાં સ્થાનને જાળવી રાખ્યું હતું અને આ એકશન ફિલ્મોને કારણે જ તે હાલમાં ટોચે છે.વોન્ટેડ , દબંગ અને એક થા ટાઇગર જેવી ફિલ્મોથી તે સુપર સ્ટાર બન્યો હતો.સલમાનની મુખ્ય એકશન ફિલ્મોમાં બાગી, કરણ અર્જુન , ગર્વ, વોન્ટેડ, દબંગ, બોડીગાર્ડ, દબંંંંંંગ ટુ અને એક થા ટાઇગરનો સમાવેશ કરી શકાય. સલમાનની જેમ સંજયે પણ રોકી જેવી રોમેન્ટીક ફિલ્મથી શરૃઆત કરી હતી પણ ત્યારબાદ ડ્રગ્ઝનાં રવાડે ચડી ગયો અને જ્યારે બોલિવુડમાં પાછો ફર્યો ત્યારે તેણે પોતાની ઇમેજ  એકશન હીરો તરીકે જમાવી હતી. ગેંગસ્ટર તરીકે તેની પર્સનાલિટી જોરદાર લાગે છે અને આ પ્રકારની ફિલ્મોમાં તે એકદમ રિયલ લાગે છે. સંજયે મોટાભાગે એકશન ફિલ્મો જ કરી છે. શરૃઆત રોકીથી કરી હતી પણ ત્યારબાદ અગ્નિપથ જેવી ફિલ્મોમાં તે એકશન હીરો  તરીકે જામી ગયો હતો.



close
Ank Bandh