Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ન.પા.ના સફાઈ તંત્રની દાંડાઈ !
ખંભાળિયા તા. ૯: ખંભાળિયા પાલિકાનું સફાઈ તંત્ર જાણે ખાડે ગયું હોય તેમ અહીં જ્યાં રોજના હજારો નાગરિકો સવારથી શાકભાજી લેવા જાય છે. તે બજારમાં આવેલી શાક મારકેટના દરવાજાની પાસે જ ગંદકી, કથળીના ઢગલા, સડેલા શાકભાજીના ઢગલા પડ્યા હોય, ઢોર રડખતા ત્યાં અડીંગો જમાવીને બેઠા હોય, મહિલાઓ શાકભાજીની થેલી લઈને નીકળતા જોખમી રીતે નીકળવું પડે તેવી સ્થિતિ થતાં લોકોમાં ભારેરોષની લાગણી ફેલાઈ છે. અગાઉ જ્યારે સેનેટરી ઈન્સપેક્ટર નિયમિત નહતા ત્યારે પણ અહીં વ્યવસ્થિત સફાઈ થતી તેના બદલે આવી સ્થિતિ થતા ભારે રોષની લાગણી ફેલાઈ છે.
શાક માર્કેટના દરવાજા તથા આસપાસના માર્ગો પર આવી ખરાબ સ્થિતિ હોવા છતાં ન.પા.ના ભાજપના શાસકો પણ આ ગંભીર સમસ્યા અંગે ઘોર નિદ્રામાં અને નિષ્ક્રિય હોવાની ટીકા લોકોમાં થઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial