Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલેકટર કચેરી- ખંભાળિયામાં યોજાઈ
ખંભાળીયા તા. ૯: દેવભૂમિ દ્વારકા જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા તેમજ જનહિત પ્રશ્નો તાકીદે પૂર્ણ કરવા ધારાસભ્ય મુળુભાઇ બેરા દ્વારા તાકીદ કરાઈ હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક કલેકટર કચેરી, ખંભાળિયામાં જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
આ બેઠકમાં ધારાસભ્ય મુળુભાઇ બેરાએ વિવિધ જનહિત પ્રશ્નો ટોચ અગ્રતા આપી તાકીદે પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ લોકોપયોગી યોજનાઓ અસરકારક અમલીકરણ અને છેવાડાના માનવી સુધી કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવા માટે તત્પરતા દાખવી યોગ્ય લાભાર્થીને લાભ આપવા માટે જરૂરી સૂચનો કર્યા હતા.
ઉપરાંત, બેઠકમાં જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ વીજ પુરવઠો, માર્ગ મરામત, આરોગ્ય, સિંચાઈ, સ્વચ્છતા સહિતના વિભાગોના વિવિધ પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ જિલ્લાના સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓને પદાધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોને તાકીદે ઉકેલ લાવવા જણાવ્યું હતું. તેમજ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી ત્વરિત કામગીરી પૂર્ણ કરવા જરૂરી સૂચનો આપ્યા હતાં.
સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક હેતલ જોશી સહિત અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial