Advertisement
Author: નોબત સમાચાર

ઓખા મંડળના દરિયાઈના વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલીંગ

કોસ્ટલ પેટ્રોલીંગ દરમિયાન માછીમારો, વાહન ચાલકો ડોક્યુમેન્ટસ તપાસાયા

                                                                                                                                                                                                       

રાજયના વિશાળ દરિયાકાંઠાને સ્પર્શતા સરહદી કાંઠાળા વિસ્તારમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા રાજય સરકાર દ્વારા મરીન ટાસ્ટ ફોર્સની રચના કરવામાં આવેલ છે. તાજેતરમાં એટીએસના અધિક પોલીસ મહાર્નિદેશક અમિતકુમાર વિશ્વકર્મા, મરીન પોલીસ મહાનિરીક્ષક પી.એલ. માલ તથા હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શનમાં પોલીસ અધિકારી કે.પી. પારેખ અને પીએસઆઈ આર.કે. જાડેજા તેમજ પીએસઆઈ બી.એચ. ચાવડા અને કમાન્ડો દ્વારા અતિસંવેદનશીલ ગણાતા ઓખામંડળના દરિયાઈ વિસ્તારોના બેટ-દ્વારકા, શિવરાજપુર બીચ, રૂપેણ બંદર, ગોમતી ઘાટ, ઓખામઢી, ઓખાપોર્ટ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન માછીમારો, વાહન ચાલકોના ડોક્યુમેન્ટસની ચકાસણી પણ હાથ ધરવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh