Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત વિધાનસભાને ઊડાવી દેવાની ધમકી

 

ઈ-મેઈલથી ધમકી મળતા સંકુલ ખાલી કરાવાયું: વિલંબથી ગૃહની કાર્યવાહી શરૂ થઈ

                                                                                                                                                                                                      

ગાંધીનગર તા. ૧૮: આજે ઈ-મેઈલ દ્વારા ગુરાત વિધાનસભાને બોમ્બથી ઊડાવવાની ધમકી મળતા જ તંત્ર દોડ્યું હતું અને સંકુલ ખાલી કરાવાયું હતું, અને સઘન તપાસ પછી વિલંબથી ગૃહની કાર્યવાહી શરૂ થઈ હતી.

ગુજરાત વિધાનસભા સંકુલને બોમ્બથી ઊડાવી દેવાની ધમકી મળતા આજે સનસનાટી મચી ગઈ છે. અનામી ઈમેલ દ્વારા મળેલી આ ધમકીમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિધાનસભા સહિત રાજ્યના અનેક મહત્ત્વના ઠેકાણે બોમ્બ મૂકવામાં આવ્યા છે.

આવતીકાલે ચૈત્રી નવરાત્રિનો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે તે પૂર્વે જ આ પ્રકારની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ ભારે દોડધામ મચી ગઈ છે. આજે સવારે ૯ વાગ્યે મળનારી વિધાનસભાની બેઠક આ ધમકીને પગલે તાત્કાલિક અસરથી મોકૂફ રાખવામાં આવી હતી. ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ તમામ ધારાસભ્યો અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢી આખું સંકુલ ખાલી કરાવાયું હતું. હાલમાં વિધાનસભાનું સત્ર ચાલુ હોવાથી રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળની સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો હતો.

ઘટના સ્થળે પહોંચેલી પોલીસ, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ આખા સંકુલને ઘેરી લઈને સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઈમેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે અંગે સાયબર ક્રાઈમની ટીમ તપાસ કરી રહી છે. હાલ સમગ્ર ગાંધીનગરમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું,  પરંતુ સઘન તપાસ પછી કાંઈ નહીં મળતા ગૃહની કામગીરી વિલંબથી શરૂ થઈ હતી.

ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં શાળાઓ, એરપોર્ટ અને સરકારી કચેરીઓને નિશાન બનાવીને ફેક બોમ્બ ધમકીઓ મળી રહી છે. ફેબ્રુઆરી ર૦ર૬ મા જ ગુજરાતની ૬ જિલ્લા અદાલતો અને તાજેતરમાં ગાંધીનગરના કર્મચારી ભવનને પણ આવી જ રીતે ધમકીભર્યા મેઈલ મળ્યા હતાં, જેના કારણે કામગીરી ખોરવાઈ હતી. માર્ચ ર૦ર૬ ની શરૂઆતમાં અમદાવાદની પ્રાદેશિક પાસપોર્ટ કચેરીને પણ ઊડાવી દેવાની ધમકી મળતા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. મોટાભાગની ઘટનાઓમાં આ ધમકીઓ માત્ર અફવા સાબિત થઈ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ મેઈલ મોકલવા માટે વિદેશી સર્વર અને વીપીએનનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી મોકલનારની ઓળખ છૂપાવી શકાય. આવી ઘટનાઓથી લોકોમાં ભયનું વાતાવરણ ઊભું થાય છે અને સરકારી તંત્રનો સમય બગડે છે. પોલીસ હવે આવા સાયબર ટેરરિઝમના કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh