Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટના લોધિકાથી દ્વારકા સુધી
દ્વારકા તા. ૧૮: ગાયમાતાને રાષ્ટ્રમાતાના દરજ્જાની અપીલ સાથે લોધિકાથી દ્વારકા સુધી ર૩ દિવસની અખંડ જ્યોત દંડવત યાત્રા સંઘ દ્વારકા પહોંચ્યો છે. ગ્વાલ બની કાળિયા ઠાકોરને હૃદયસ્પર્શી અપીલ કરાઈ છે.
ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તે હેતુ ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં લોધિકાથી દ્વારકા સુધીની ર૩ દિવસની અખંડ જ્યોત દંડવત યાત્રા કરી ભાવિકોનો સંઘ દ્વારકા પહોંચ્યો હતો.
રાજકોટ તાલુકાના લોધિકા ગામથી ગત્ ર૩ મી ફેબ્રુઆરીએ અખંડ જ્યોત દંડવત યાત્રા કરતો ભાવિકોનો સંઘ તા. ૭ માર્ચે ર૩ દિવસની કપરી યાત્રા પરિપૂર્ણ કરી યાત્રાધામ દ્વારકા આવી પહોંચ્યો હતો. દ્વારકા નગરીમાં કાળિયા ઠાકોરજીના સાનિધ્યમાં ભાવિકોના સંઘ દ્વારા ઠાકોરજી સમક્ષ ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તેવી પ્રાર્થના કરી હતી.
ગ્વાલ બની આવેલા આ યાત્રા સંઘમાં મહિલા, બાળકો સહિતના ભાવિકો જોડાયા હતાં. દ્વારકા પહોંચ્યા પછી સંઘના અગ્રણી દ્વારા સરકાર ગાયમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરે અને રખડતી ગાયો કતલખાને જતી બંધ થાય તેવી માગ ઉચ્ચારી હતી.
આ સાથે જ્યાં સુધી ગાય માતાને ન્યાય નહિં મળે ત્યાં સુધી ભવિષ્યમાં પણ આવા પ્રયત્નો ચાલુ રાખશે તેમ જણાવ્યું હતું. સંઘની ભગીરથ દંડવત યાત્રામાં રસ્તામાં આવતા જિલ્લા અને તાલુકાઓમાં ભાવિકો જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial