Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લામાં ખેતી-ઉદ્યોગ-રિયલ એસ્ટેટ વગેરેમાં કામ કરતા
જામનગર તા. ૧૮: જામનગરમાં ભૂતકાળમાં બનેલા લૂંટ, ધાડ, ખૂન, અપહરણ જેવા બનાવોના આરોપીની વિગતો જોતા કારખાના, ઉદ્યોગ, ખેતી, વેપાર ધંધામાં મજૂર તરીકે કામ કરતા શ્રમિકો આવા ગુન્હામાં સામેલ હોવાનું જણાયું હતં.
આવા ગુન્હા આચર્યા પછી જિલ્લા કે રાજ્ય બહાર નાસી જતા હતાં, તો અમુક ગુન્હામાં જિલ્લા કે રાજ્યમાં ગંભીર ગુન્હા કરી જામનગર જિલ્લામાં છૂપાઈને રહેતા હતાં. આથી સલામતી-શાંતિ અર્થે આવા લોકોની માહિતી એકઠી કરવી જરૂરી છે. આથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આથી બાંધકામ, ઉદ્યોગ, ફેક્ટરી, કારખાના,ખેત શ્રમિક, ભાડુત વગેરેની નામ, સરનામું, ફોન નંબર, ફોટો તેનું વતન સહિતની સંપૂર્ણ માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં ૧પ દિવસમાં જમા કરાવવાના રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે નિયમ મુજબ પગલાં લેવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial