Advertisement
Author: નોબત સમાચાર

જામનગર, ધ્રોલ અને લાલપુરમાં મેઘાવી માહોલ વચ્ચે વરસાદી ઝાપટાં

વરસાદ ખેંચાયા ૫છી આજે આગાહી હોવાથી આશા જાગી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરમાં આ વર્ષે વરસાદ ખેંચાતા લોકો ચિંતિત બન્યા છે. ગઈકાલે ધ્રોળ પંથકમાં હળવા વરસાદી ઝાપટાં વરસ્યા હતાં, તો જામનગરમાં પણ આજે સવારે હળવું વરસાદી ઝાપટું વરસ્યું હતું. આ ઉપરાંત જિલ્લામાં ક્યાંય વરસાદ થયો નહતો. આમ અષાઢી બીજ કોરીધાકોબ્ થતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે.

જામનગરમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘાવી માહોલ જળવાયો છે, પરંતુ વરસાદ વરસતો નથી. માત્ર છાંટા વરસી રહ્યા છે. ગઈકાલે અષાઢી બીજનો પાવન દિવસ પણ કોરો ધાકાબ્ પસાર થતા ખેડૂતો-લોકો હવે ચિંતિત બન્યા છે.

ગઈકાલે મેઘાડંબર વચ્ચે માત્ર ધ્રોળમાં ૭ મી.મી. અને લાલપુરમાં બે મી.મી. વરસાદ વરસ્યો હતો. ધ્રોળ તાલુકાના ગરેડિયા, જાયવા સહિતના ગામડામાં સારૂ ઝાપટું વરસી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજે પણ સવારે સવાઅગિયારેક વાગ્યે જામનગર શહેરમાં હળવું વરસાદી ઝાપટું વરસ્યું હતું, પરિણામે માત્ર રોડ ભીના થયા હતાં, એટલે કે કોઈ નોંધનિય વરસાદ થયો નથી.

મળતી માહિતી મુજબ જામનગરના પવનચક્કીથી લાલપુર માર્ગે પણ બપોરે ૧ર વાગ્યા પછી ઝરમર વરસાદ વરસ્યો હતો.

જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જોઈએ તો ગઈકાલે લાલપુરમાં ૧૯ મી.મી., લૈયારામાં ૧૪ મી.મી. ઉપરાંત નિકાવા, ખરેડી, મોટા વડાળા અને હરિપરમાં બે મી.મી.નું વરસાદી ઝાપટું વરસ્યું હતું.

જામનગરમાં આજે બપોરે એક વાગ્યે પણ વરસાદી ઝાપટું વરસ્યું હતું. આમ આજે જામનગરમાં સવારથી બપોર સુધીમાં ત્રણ વખત તૂટક-તૂટક ઝાપટાં વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જો કે લોકો ધોધમાર વરસાદની આશા રાખી રહ્યા છે, પરંતુ મેઘરાજા મહેર કરતા નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh