Advertisement
Author: નોબત સમાચાર

બેડી રીંગરોડ પરથી ૧ર બોટલ સાથે એક ઝબ્બેઃ અન્ય મકાનમાંથી ૬૪ બોટલ કબજે

રૂ।.૫૦ હજારથી વધુની કિંમતની ૮૦ બોટલ સાથે ત્રણ ઝડપાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરના બેડી રીંગરોડ પરથી એક શખ્સ ઈંગ્લીશ દારૂની ૧ર બોટલ સાથે ઝડપાયો છે. તેણે અન્ય એક આરોપીનું નામ આપ્યું હતું તેના ઘરે ડીફેન્સ કોલોની પાસે પોલીસે દરોડો પાડતા ત્યાંથી ઈંગ્લીશ દારૂની ૬૪ બોટલ મળી આવી છે. રામેશ્વરનગર ચોકમાંથી એક શખ્સ ચાર બોટલ સાથે પકડાઈ ગયો છે.

જામનગરના બેડી રીંગરોડ પર ગઈરાત્રે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં પ્લાસ્ટિકના બાચકા સાથે પસાર થતાં મહાદેવનગરવાળા મયુર કરશનભાઈ ભાટીયા નામના શખ્સને રોકાવી પોલીસે તલાશી લેતા આ શખ્સના કબજામાંથી ઈંગ્લીશ દારૂની ૧ર બોટલ મળી આવી હતી. પોલીસે રૂ।.૧૧,૮૬૮ની બોટલ કબજે લઈ આરોપીની પૂછપરછ કરતા તેણે પોતાના સાગરિત તિરૂપતિ સોસાયટીવાળા મહેશ વલાણીનું નામ આપ્યું છે.

જામનગરની ડીફેન્સ કોલોની પાસે બુક્સ સ્ટોરવાળી ગલીમાં વસવાટ કરતા એક શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂની બોટલ પડી હોવાની બાતમી પરથી ગઈકાલે રાત્રે સિટી સી ડિવિઝન પોલીસે મહેશભાઈ હરધ્રોળભાઈ વલાણી નામના શખ્સના મકાનમાં દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની બે જુદી જુદી બ્રાંડની ૬૪ બોટલ મળી આવી હતી. પોલીસે રૂ।.૩૭૩૭૯નો મુદ્દામાલ કબજે કર્યાે છે અને મહેશ વલાણીની ધરપકડ કરી છે.

જામનગરના રામેશ્વરનગરના ચોકમાંથી ગઈરાત્રે વિનાયક પાર્કમાં રહેતો જયદીપસિંહ વિજયસિંહ જાડેજા નામનો શખ્સ ઈંગ્લીશ દારૂની ચાર બોટલ સાથે ઝડપાઈ ગયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh