Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુલ રૂ।.૧૧,૫૫૦નો મુદ્દામાલ કબજે કરાયોઃ
જામનગર તા. ૧૭: જામનગરના મારવાડાવાસ પાસેથી એક શખ્સ ઈંગ્લીશ દારૂના પાંચ ચપલા સાથે પકડાયો છે. વુલન મીલ રોડ પર બે મહિલાના ઝૂંપડામાંથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી છે.
જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા મારવાડાવાસ નજીકથી ગઈકાલે બપોરે પસાર થતા મયુર હીરાભાઈ ભાટી નામના શખ્સને પોલીસે શકના આધારે રોકાવી તલાશી લેતા આ શખ્સ પાસેથી રૂ।.પ૦૦ની કિંમતના ઈંગ્લીશ દારૂના પાંચ ચપલા મળી આવ્યા હતા.
જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર બાવરીવાસમાં આવેલા ખુલ્લા ફાટક પાસે અનારાબેન બચરાજ ડાભી નામના મહિલાના ઝૂંપડામાંથી પોલીસે દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. સ્થળ પરથી ૧પ લીટર દારૂ, ૯૦ લીટર આથો, ભઠ્ઠીના સાધનો મળી રૂ।.૫૪૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
સિદ્ધાર્થનગર બાવરીવાસમાં ચાંદનીબેન કિશન કોળીના ઝૂંપડામાંથી પણ ભઠ્ઠી મળી આવી છે. ત્યાંથી ૧૦ લીટર દારૂ, ૧૦૦ લીટર આથો તથા ભઠ્ઠીના સાધનો મળી રૂ।.૪૬૫૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial