Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુલ રૂપિયા સવા પાંચ લાખની મત્તા ઉસેડાઈઃ
જામનગર તા. ૬: જામનગરના સમર્પણ સર્કલ પાસે આવેલી વાસાવીરા પાર્ક સોસાયટીમાં એક મકાનમાં ગયા મહિનામાં આઠ દિવસના સમયમાં એક શખ્સે દસથી અગિયાર તોલા સોનાના દાગીના, ૬૭૦ ગ્રામ ચાંદી તથા રૂા.ર લાખ રોકડા મળી રૂા.સવા પાંચ લાખની મત્તાની ચોરી કર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે ગુન્હો નોંધી શકદારની પૂછપરછ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
જામનગર શહેરના સત્યમ્ કોલોની રોડ પર આવેલી ઓશવાળ કોલોની-૩માં વ્હાઈટ હાઉસમાં વસવાટ કરતા તૃપ્તિબેન ધીરજલાલ પડિયા નામના મહિલાના સમર્પણ સર્કલ નજીક આવેલા વાસાવીરા પાર્કની શેરી નં.૧માં સમય નામના મકાનમાં ચોરી થઈ છે.
ગયા મહિનાની તા.૧૮થી તા.ર૬ દરમિયાન ઉપરોક્ત મકાનમાં ઘૂસી ગયેલા આકાશ બિપીનભાઈ કબીરા નામના શખ્સે ત્યાંથી રૂા.ર લાખ રોકડા તેમજ સોનાની રૂદ્રાક્ષની બત્રીસેક ગ્રામ વજનની માળા, રૂા.૪૮ હજારનો સોનાનો ચેઈન, ૧પ ગ્રામની નંગવાળી વીટી, ૨૦ ગ્રામની બે બંગડી, પાંચેક ગ્રામનું લોકેટ, ૫૦૦ ગ્રામ ચાંદીનો ચોરસો, ૧૦૦ ગ્રામથી વધુ વજનના ચાંદીના સાંકળા વગેરે દાગીના પાઉચમાંથી ચોરી કરી લીધા છે તેવી ફરિયાદ આકાશના નામજોગ સિટી સી ડિવિઝનમાં તૃપ્તિબેને નોંધાવી છે.
ઉપરોક્ત ફરિયાદ પરથી પોલીસે અંદાજે ૧૦થી ૧૧ તોલા સોનાના દાગીના અને ૬૭૦ ગ્રામ ચાંદી અને રૂા.ર લાખ રોકડા મળી કુલ રૂા.સવા પાંચ લાખની મત્તા ચોરી જવા અંગે ગુન્હો નોંધ્યો છે અને શકદાર આકાશ બિપીનભાઈ કબીરાની શોધ આરંભી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial