Advertisement
Author: નોબત સમાચાર

ઈરાન-અમેરિકા વચ્ચે થનારી ઐતિહાસિક શાંતિ સમજૂતિને મહત્તમ દેશોનો આવકાર

અમેરિકાના ડેમોક્રેટ નેતાએ આ ડીલને વખોડી ટ્રમ્પ પર કર્યા પ્રહાર

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૧૫: ઈરાન-અમેરિકા વચ્ચે શુક્રવારે થનારી ઐતિહાસિક શાંતિ સમજૂતિને દુનિયાના મહત્તમ દેશોએ આવકારી છે. જો કે, ઘરઆંગણે ટ્રમ્પને આલોચનાનો સામનો પણ કરવો પડયો છે.

આ ઐતિહાસિક શાંતિ કરારની સત્તાવાર જાહેરાત કરતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, યુએસ અને ઈરાન વચ્ચે પીસ ડીલ સંપૂર્ણપણે પાકી થઈ ગઈ છે. આ સમજૂતી હેઠળ તેઓ હોર્મુજ રૂટને વ્યાપારી જહાજો માટે ટોલ-ફ્રી ખોલવાની અને નૌસેનાની નાકેબંધી તાત્કાલિક હટાવી લેવાની મંજૂરી આપે છે. આ ડીલ પર સહી કરવા માટે શુક્રવારે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ જિનેવા જશે અને એવી પણ શક્યતા છે કે આ ખાસ પ્રસંગે ડોનાલ્ડ ટ્રમ્પ પોતે પણ ત્યાં હાજર રહે.

બીજી તરફ, અમેરિકાના દિગ્ગજ ડેમોક્રેટ નેતા હકીમ જેફ્રીઝે આ શાંતિ કરાર મામલે ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ ડીલને અત્યંત અસુરક્ષિત ગણાવી છે. જેફ્રીઝે આક્ષેપ કર્યો છે કે ટ્રમ્પના આવા અવિચારી નિર્ણયોને કારણે ઈરાન પહેલા કરતાં વધુ મજબૂત બન્યું છે અને ખુદ અમેરિકાની સુરક્ષા ઓછી થઈ ગઈ છે.

ઈરાનની સુપ્રિમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના જણાવ્યા અનુસાર, સર્વોચ્ચ નેતા ખામેનેઈના માર્ગદર્શન હેઠળ ઇસ્લામાબાદમાં ચાલેલી લાંબી અને જટિલ વાટાઘાટો બાદ ૧૪ જૂનની સાંજે આ સ્ર્ેંના ડ્રાફ્ટને આખરી ઓપ અપાયો છે. આ કરાર મુજબ, લેબેનોન સહિત તમામ મોરચે યુદ્ધ અને સૈન્ય ઓપરેશન્સ કાયમ માટે બંધ થઈ જશે.

ઈરાની સેનાના ખાતમ અલ-અંબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરે દાવો કર્યો છે કે, દેશની જનતા અને સશસ્ત્ર દળોએ સાબિત કરી દીધું છે કે અમેરિકા જેવા દુશ્મન પાસે હવે હથિયાર હેઠા મૂકવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. જોકે, આ શાંતિ પ્રક્રિયા વચ્ચે પણ લશ્કરી તણાવ દેખાયો છે, જેમાં ઈઝરાયલ રક્ષા દળો (આઈડીએફ)એ દક્ષિણ લેબેનોનમાં હવાઈ હુમલો કરીને હિઝબુલ્લાહના ટોપ કમાન્ડર અલી મૂસા દકદુકને ઠાર કર્યો હોવાનો દાવો કર્યો છે.

યુએનના મહાસચિવે આ ઐતિહાસિક શાંતિ સમજૂતી પર રાજીપો વ્યક્ત કરીને અમેરિકા અને ઈરાન બંને દેશોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહૃાું કે, તાત્કાલિક યુદ્ધવિરામ અને હોર્મુજ રૂટને ફરીથી ખોલવાનો આ નિર્ણય વૈશ્વિક શાંતિ અને કૂટનીતિની દિશામાં એક ખૂબ જ મહત્ત્વનું પગલું છે. આ સાથે જ તેમણે પાકિસ્તાન, કતાર, ઇજિપ્ત, સાઉદી અરેબિયા અને તૂર્કીયે જેવા દેશોનો હ્ય્દયપૂર્વક આભાર માન્યો છે, જેમણે બંને દેશો વચ્ચે મધ્યસ્થતા કરાવીને આ શાંતિ કરાર સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

યુકે, ફ્રાન્સ, જર્મની અને ઇટાલી સહિતના ઈ૪ દેશોએ એક સંયુક્ત નિવેદન જાહેર કરીને આ કરારને વધાવ્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, અમેરિકા અને ઈરાન વચ્ચેનો લાંબો ટકરાવ હવે સત્તાવાર રીતે સમાપ્ત થઈ રહૃાો હોવાથી, તેઓ ઈરાનના પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલા તમામ આર્થિક પ્રતિબંધોને હટાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને આ પીસ ડીલનું સ્વાગત કર્યું છે. તેમણે તમામ પક્ષોને અપીલ કરી છે કે વૈશ્વિક અર્થતંત્ર અને ક્ષેત્રીય શાંતિને જાળવી રાખવા માટે હોર્મુજ જળમાર્ગને કોઈપણ શરત વિના વ્યાપારી જહાજોની અવરજવર માટે તાત્કાલિક ખોલી દેવો જોઈએ, જેથી આંતરરાષ્ટ્રીય વ્યાપાર વિના અવરોધે ચાલી શકે.

તૂર્કીયેના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ એર્દોગને આ સમજૂતીને એક ઐતિહાસિક ક્ષણ ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને જણાવ્યું કે, સમગ્ર વિશ્વ લાંબા સમયથી આ સારા સમાચારની પ્રતીક્ષા કરી રહૃાું હતું. આ સાથે જ તેમણે આટલી મોટી ડીલ શક્ય બનાવવા બદલ પાકિસ્તાનની ભૂમિકાના ભારોભાર વખાણ કર્યા હતા અને કતાર તથા સાઉદી અરેબિયાના કૂટનીતિક સહયોગની પણ પ્રશંસા કરી હતી.

જાપાનના વડાંપ્રધાન સનાએ તાકાઇચી પણ આ નિર્ણયને આવકારતા સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું છે કે, 'જાપાન હંમેશાં આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા ઈચ્છતું આવ્યું છે. બંને દેશોએ યુદ્ધનો રસ્તો છોડીને પરસ્પર વાતચીતનો જે માર્ગ પસંદ કર્યો છે, તે મધ્ય-પૂર્વની સ્થિતિ સુધારવા અને હોર્મુજ રૂટને સુરક્ષિત બનાવવા તરફનું એક ખૂબ જ મોટું અને સકારાત્મક પગલું છે.'

શાંતિ અને સ્થિરતાની આશા વ્યક્ત કરી

વડાપ્રધાનને શાંતિ સમજૂતિને આવકારી

 વિદેશ       પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાન-અમેરિકા વચ્ચેની શાંતિ સમજુતિને આવકારતા જણાવ્યું છે કે, આ કારણે વૈશ્વિક શાંતિ અને સ્થિરતા વધશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh