Advertisement
Author: નોબત સમાચાર

ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની કામગીરીમાં હજી પણ ભારે અવ્યવસ્થાઃ લોકોમાં ભારે રોષ

ખંભાળિયા નગરપાલિકા દ્વારા

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧પઃ ખંભાળિયા પાલિકાના નવા હોદ્દેદારો દ્વારા પાલિકાની ડોર-ટુ-ડોર કચરા કલેક્શન વ્યવસ્થા કે જેની સામે ગંભીર આક્ષેપો થયા હોય તથા પાલિકાના વાહનો, સ્ટાફ હોવા છતાં કોન્ટ્રાક્ટ આપીને કરોડો રૂપિયા ચૂકવ્યા હોય, તાકીદે આવતાની સાથે જ કોન્ટ્રાક્ટ રદ કરીને પાલિકા દ્વરા જ ચાલુ કરવાનું શરૂ કરાયું હતું, પણ યોગ્ય આયોજન અને સાધનો તથા ડ્રાયવરો અને સ્ટાફના અભાવે અવ્યવસ્થા સર્જાતા ગંદકી, કચરાના ઢગલા અંગે વીડિયો તથા ઓડિયો વાયરલ થયા છે.

કેટલાયે ઓડિયો-વીડિયોમાં પાલિકાના સદસ્યોને આવા ગંદકી, કચરાના ઢગલા ના ઉપાડી શકાતા પહેલા ગંદકી સાફ કરો પછી બીજા 'મોટા' વિકાસ કાર્ય કરજોની કડક શબ્દોમાં સૂચના આપતા વડીલોના ઓડિયો પણ વાયરલ થયા છે, તો ટાંચા સાધનોથી કામ ચલાવતા કોન્ટ્રાકટરનું કાર્ય હજુ પાલિકાનો સ્ટાફ ન કરી શકતો હોય, હજુ પણ ડોર-ટુ-ડોર કચરા કલેક્શન ૩-૪ દિવસે તો ક્યાંક પાંચ-સાત દિવસે થતું હોવાની ફરિયાદો ઊઠી છે.

નર્મદાનું પાણી મળતા ગંદા પાણીમાં રાહત

ખંભાળિયા ન.પા.ને નર્મદાનું પાણી વધુ જથ્થામાં મળવાનું શરૂ થતા નગરમાં નળવાટે મળતા ગંદા-ડહોળા પાણીમાં લોકોને થોડી રાહત થઈ છે. ન.પા. દ્વારા પીવાના પાણીમાં ડબલ ક્લોરીનેશન કરવું, ટાંકાઓમાં ફટકડીનો ઉપયોગ કરવો, ટાંકાઓ નિયમિત સાફ કરવા જેવા કામો હાથ ધર્યા છે. ઘી ડેમ તથા વોટર વર્કસ વિસ્તારમાં પાણીના બોર ચાલુ કરવા પણ પ્રયાસો શરૂ કર્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh