Advertisement
Author: નોબત સમાચાર

વૈશ્વિક યુદ્ધના ભણકારા વચ્ચે અનિર્ણાયક તબક્કામાં ભારતીય શેરબજાર...!!!

તા. ૨૩- ૬-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે.... ઈરાન-ઈઝરાયેલ યુદ્વ મહાયુદ્વમાં પરિણમી રહ્યું હોઈ વિશ્વ માટે મોટી ચિંતાને લઈ મહાસત્તાઓ પણ એકબીજા સામે આવી જઈ ઈઝરાયેલ, અમેરિકા વિરૂધ્ધ ઈરાન, રશીયા, ચાઈના જેવી સ્થિતિ સર્જાતાં હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ યુદ્વમાં ઝંપલાવતા અને ઈરાન પર હમલો કરતાં આજે વૈશ્વિક બજારોની સાથે આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં અંદાજીત ૮૦૦ પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. ગઈકાલે ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકા ઇઝરાયલ સાથે જોડતા ઇઝરાયલ માર્કેટ અંદાજીત ૨%ના ઉછાળા સાથે ટ્રેડ થઇ રહ્યું હતું.

ઓક્ટોબર ૨૦૨૩માં હમાસ દ્વારા ઇઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે જ્યારે ઇઝરાયલ ઇન્ડેક્સ ૧૬૦૦ પોઈન્ટની નીચી સપાટીએ ટ્રેડ થઇ રહ્યો હતો, જો કે અંદાજીત છેલ્લા ૨ વર્ષમાં ઇઝરાયલ ઇન્ડેક્સમાં અંદાજીત ૮૦% ઉછાળો નોંધાયો છે અને ૨૯૦૦ પોઈન્ટ ઉપર ટ્રેડ થઇ રહ્યો છે.

આ તેજી રશિયા-યુક્રેઇનના સંઘર્ષની જેમ સાબિત કરે છે કે યુદ્ધની બજારો પર કોઈ મોટી કે લાંબા ગાળાની અસર થતી નથી. યુદ્ધને કારણે, ભારતીય શેરબજારમાં ૨૦૦ થી ૪૦૦ પોઈન્ટની અફડાતફડી જોવા મળી શકે છે પરંતુ તેમ છતાં નિફ્ટી ફ્યુચર ૨૪૬૭૬ થી ૨૫૨૦૨ની મોટી રેન્જ બાઉન્ડમાં રહેશે.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો શુક્રવારે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૩૩%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૨૨% અને નેસ્ડેક ૦.૫૧% ઘટીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૦% ઘટીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૧૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૩૬ અને વધનારની સંખ્યા ૧૦૧૦ રહી હતી, ૧૭૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૯૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઓગસ્ટ ગોલ્ડ રૂ.૯૯૧૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૯૨૪૩ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૯૦૯૬ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૭૦ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૯૯૧૭૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જુલાઈ સિલ્વર રૂ.૧,૦૬,૪૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૦૬,૮૨૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૦૬,૩૯૪ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૩૯૮ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૦૬,૬૨૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સેક્ટર મુવમેન્ટ...

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર માત્ર ટેલિકોમ્યુનિકેશન સેક્ટરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં માત્ર બીઈએલ લિ. અને ભારતી એરટેલ જેવા શેરો ૧% થી ૦.૫% સુધીના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા, જયારે ઇન્ફોસિસ લિ., હિન્દુસ્તાન યુનીલીવર, એચસીએલ ટેકનોલોજી, બજાજ ફાઈનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, પાવર ગ્રીડ કોર્પોરેશન, ટીસીએસ લિ. અને એશિયન પેઈન્ટ જેવા શેરો ૨.૫૦% થી ૧.૦૦% સુધીના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા.

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

એક્સિસ બેન્ક (૧૨૧૨) : પ્રાઇવેટ બેન્ક સેક્ટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૧૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૧૭૩ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૨૩૭ થી રૂ.૧૨૫૦ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૨૬૫ ઉપર તેજી તરફી ધ્યાન...!!

ઝાયડસ લાઈફસાયન્સીસ (૯૫૧) : રૂ.૯૨૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૯૦૯ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક રૂ.૯૭૩ થી રૂ.૯૮૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

જિંદાલ સ્ટીલ (૮૯૪) : રૂ.૮૭૪ નો પ્રથમ તેમજ રૂ.૮૬૦ બીજા સ્ટ્રોંગ સપોર્ટથી આયર્ન અને સ્ટીલ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૦૯ થી રૂ.૯૨૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે...!!

કલ્યાણ જ્વેલર્સ (૫૧૧) : જેમ્સ જ્વેલરી એન્ડ વોચેસ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૫૩૭ થી રૂ.૫૫૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૪૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, યુએસ સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વની ફેડરલ ઓપન માર્કેટ કમિટીએ ફરી એકવાર તેના બેન્ચમાર્ક વ્યાજ દરમાં ફેરફાર કર્યો નથી. હવે આ દર ૪.૨૫%થી ૪.૫%ની વચ્ચે રહેશે. મીટિંગ પછી જારી કરાયેલા એક નિવેદનમાં, ફેડરલે કહ્યું હતું કે ફુગાવો હજુ પણ થોડો ઊંચો છે, બેરોજગારીનો દર હજુ પણ ઓછો છે અને શ્રમ બજારની સ્થિતિ મજબૂત છે. વૈશ્વિક સંઘર્ષો અને સ્થાનિક નીતિ પરિવર્તન વચ્ચે ફેડ સમયસર યોગ્ય પગલાં લઈ શકે તે માટે વ્યાજ દર સ્થિર રાખવો મહત્વપૂર્ણ છે. તેમણે ચેતવણી આપી હતી કે આગામી મહિનાઓમાં ચીજ વસ્તુઓના ભાવ વધી શકે છે કારણ કે ટેરિફની અસર ધીમે ધીમે સપ્લાય ચેઇન દ્વારા બજારમાં પહોંચશે.

આ ટેરિફની કિંમતનો અમુક ભાગ સામાન્ય ગ્રાહકો પર પણ પડશે. ઘણા રિટેલર્સ હાલમાં જૂનો સ્ટોક વેચી રહ્યા છે, પરંતુ ટૂંક સમયમાં નવો, ટેરિફ-અસરગ્રસ્ત સ્ટોક બજારમાં આવશે. ટેરિફની અસર સમગ્ર સપ્લાય ચેઇન પર ધીમે ધીમે પડી રહી છે, કારણ કે મહિનાઓ પહેલા ઘણી વસ્તુઓની આયાત કરવામાં આવી હતી. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બદલાતી ટેરિફ નીતિઓને કારણે વર્તમાન પરિસ્થિતિ ખૂબ જ અનિશ્ચિત ત્યારે આગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh