Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વલ્લભનગરમાં સફાઈ કામદાર પ્રૌઢ દ્વારા કરી લેવાઈ આત્મહત્યાઃ
જામનગર તા. ૧૯ : કાલાવડના મુળીલામાં શ્વાસ તથા એસિડીટીની બીમારીથી પીડાતા વૃદ્ધે કંટાળી જઈને પંખામાં દોરી બાંધી ગળાટૂંપો ખાઈ લીધો છે. જ્યારે મેઘપર-પડાણામાં વસવાટ કરતા મૂળ બિહારના એક યુવકે અકળ કારણથી ગળાટૂંપો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. શંકરટેકરીમાં વલ્લભનગરમાં રહેતા એક સફાઈ કામદાર પ્રૌઢે પણ અગમ્ય કારણથી ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી છે.
કાલાવડ તાલુકાના મુળીલા ગામમાં રહેતા મનજીભાઈ ગોવાભાઇ પરમાર નામના ૭૦ વર્ષના વૃદ્ધને શ્વાસની બીમારી તથા એસીડીટી વળગ્યા હતા. જેની સારવાર લેવા છતાં સારૃં થતું ન હોવાથી કંટાળી જઈને મનજીભાઈએ શનિવારે બપોરે પોતાના ઘરે કોઈ ન હતું ત્યારે એક ઓરડામાં રહેલા પંખામાં દોરી બાંધી ગાળીયો બનાવ્યા પછી તેમાં ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ બાબતની બપોરે એકાદ વાગ્યે તેમના પુત્ર વિનોદભાઈને જાણ થતા તેઓએ પિતાને નીચે ઉતારીને ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. વિનોદભાઈએ કાલાવડ પોલીસને જાણ કરતા પોલીસે વિનોદભાઈ પરમારનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા લાલપુર તાલુકાના મેઘપર-પડાણા ગામના વિસ્તારમાં વિપુલસિંહ નામના આસામીના મકાનમાં ભાડેથી રહેતા મૂળ બિહાર રાજ્યના સારન જિલ્લાના પેંડાબરપુર ગામના વતની અલીહૈદર મોહમ્મદ આરીફ નામના ૧૯ વર્ષના યુવાને શુક્રવારે બપોરના સાડા બારેક વાગ્યાથી સાંજના છ વાગ્યા દરમિયાન પોતાના રહેણાંકમાં અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાને દરવાજો અંદરથી બંધ કર્યા પછી ત્યાં રાખવામાં આવેલા રાંધણગેસના બાટલા પર ચડ્યા પછી છતમાં રહેલા પંખામાં મફલર બાંધી ગાળીયો બનાવ્યો હતો અને તેમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. આ બાબતની સાંજના સાડા છએક વાગ્યે કામ પરથી પરત આવેલા પરવેઝઆલમ આફતાબઆલમને જાણ થતા તેઓએ પોલીસને વાકેફ કરી હતી. દોડી આવેલી મેઘપર પોલીસે અલીહૈદરનો મૃતદેહ પીએમ માટે ખસેડી પરવેઝઆલમનું નિવેદન નોંધ્યું છે અને આ યુવાનની આત્મહત્યાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા વલ્લભનગરની શેરી નં.રમાં વસવાટ કરતા સફાઈ કામદાર મોહનભાઈ ગોવિંદભાઈ રાઠોડ (ઉ.વ.પપ) નામના પ્રૌઢે ગઈકાલે સવારે પોતાના રહેણાંકમાં એક ઓરડામાં રહેલા લોખંડના પાઈપમાં દોરી વડે અકળ કારણથી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. તેમના પત્ની ગૌરીબેને પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial