Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... શુક્રવારે શેરબજારમાં કારોબારની શરૂઆત તેજી થઈ હતી.જેથી માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. સેન્સેક્સ ૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૮૦૦ ના સ્તરે હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૧ પોઈન્ટની ઉછાળા સાથે ૨૪૭૭૮ ના સ્તરે કામકાજ કરી રહ્યો હતો,જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૪ પોઈન્ટની ઘટાળા સાથે ૫૩૬૬૩ ના સ્તરે કામકાજ કરી રહ્યો હતા.બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ ફરી મોટી ખરીદી કરી હતી. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી.
સપ્ટેમ્બર ત્રિમાસિક માટે કંપનીઓના નબળા પરિણામો તથા અપેક્ષા કરતા નોંધપાત્ર નીચા આર્થિક વિકાસ દર છતાં સતત પાંચમાં સત્રમાં દેશના શેરબજારમાં રેલી જળવાઈ રહી હતી. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી) ત્રણ દિવસની બેઠકના અંતે આવતીકાલે રેપો રેટ અંગે કેવો નિર્ણય લે છે તેના પર પણ બજારની નજર રહેલી છે. છેલ્લા પાંચમાંથી ત્રણ સત્રમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની ભારતીય ઈક્વિટીસમાં નેટ ખરીદી જોવા મળી છે. ગુરુવારે વિદેશી ફન્ડોએ વધુ રૂપિયા ૮૫૩૯ કરોડની ઈક્વિટીની નેટ ખરીદી કરી હતી. ભારતીય શેરબજારના ઐતિહાસિક ડેટા જોઈએ તો ડિસેમ્બર મહિનો બજાર માટે મોટાભાગે તેજીનો મહિનો જ રહ્યો છે. આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ઈન્ડીગો,લાર્સેન, ગ્રાસીમ,ટોરેન્ટ ફાર્મા,મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લ્યુપીન, એસીસી, વોલ્ટાસ, ભારતી ઐરટેલ, સિપ્લા, એચસીએલ ટેકનોલોજી, બાટા ઇન્ડિયા, વોલ્ટાસ, એક્સીસ બેન્ક, ભારત ફોર્જ, અદાણી પોર્ટસ, ઓબેરોઈ રીયાલીટી, રિલાયન્સ, ગ્લેનમાર્ક ફાર્મા, રામકો સિમેન્ટ્સ, જીન્દાલ સ્ટીલ શેરો વધારો થયો છે. આજના ટોપ લુઝર્સની યાદીમાં ઈન્ફોસીસ, મુથૂટ ફાઈનાન્સ, એસબીઆઈ લાઈફ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, એસબીઆઈ કાર્ડ્સ જેવા શેરો ઘટાડો થયો છે.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૪%ના ઘટાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૧૧% ઘટીને અને નેસ્ડેક ૦.૨૦% ઘટીને સેટલ થયા હતા.
બીએસઈમાં શુક્રવારે કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૬૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૧૦૮ અને વધનારની સંખ્યા ૨૧૪૦ રહી હતી,૧૧૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૭૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા.... મિત્રો, શેરબજારમાં કરેક્શનનો માહોલ પૂર્ણ થયો છે. માર્કેટ બાઉન્સ બેક થયું છે. હાલ તમામ નકારાત્મક પરિબળોની અસર સમાપ્ત થઈ હોવાથી માર્કેટમાં હવે સુધારાનો માહોલ જળવાઈ રહેશે.
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનું ફરી બેક ટુ ઈન્ડિયા થવા લાગી શેરોમાં વિદેશી ફંડોની આજે મોટી ખરીદી થતાં સાર્વત્રિક તેજી રહી હતી. જીડીપી વૃદ્વિના નબળા આંકડા સામે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો સતત તૂટતો રહી નવા તળીયે આવી જતાં ફુગાવો ઝડપી વધવાનું જોખમ હોવાથી બુધવારથી શરૂ થતી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની ધિરાણ નીતિમાં અમુક વર્ગની ધારણા જૈસે થે પોલીસી રહેવાની અને વ્યાજ દરમાં હાલ તુરત ઘટાડો નહીં થવાના અંદાજો છતાં આજે ફોરેન ફંડોના સપોર્ટે શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ વધતું જોવાયું હતું.ડિસેમ્બરની સમીક્ષા બેઠકમાં દરો યથાવત રહી શકે છે પરંતુ લિક્વિડિટી મેનેજમેન્ટ એ મહત્વનું પાસું હોઈ શકે છે.નાણાંકીય નીતિ સમિતિની બેઠકના પરિણામો શુક્રવારે જાહેર કરવામાં આવશે. ફોરેન એક્સચેન્જ માર્કેટમાં વધુ પડતા હસ્તક્ષેપને કારણે બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આને ધ્યાનમાં રાખીને બેંકો માટે કેશ રિઝર્વ રેશિયોની જરૂરિયાત ઘટાડી શકાય છે. વૃદ્ધિ દરમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને,રિઝર્વ બેન્ક લિક્વિડિટી વધારવા માટે કેશ રિઝર્વ રેશિયોમાં ૨૫ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરી શકે છે. આ સાથે, રેટ કટ પહેલા બેંકિંગ સિસ્ટમમાં તરલતા વધારીને, બેંકો રેટ કટના ફાયદાઓને વધુ સારી રીતે પસાર કરી શકશે. આમ ડિસેમ્બરમાં રેટ કટની કોઈ શક્યતા નથી પરંતુ લિક્વિડિટી વધારવા માટે કેટલાક પગલાં જાહેર કરવામાં આવી શકે છે.
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૭૬૬૭૬ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૭૬૮૨૫ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૭૬૬૧૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૩૦૮ પોઈન્ટના ઘટાળા સાથે રૂ.૭૬૭૭૭ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી સિલ્વર રૂ.૯૨૬૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૩૨૭૫ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૨૬૯૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૭૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૯૩૨૦૪ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ
એચડીએફસી બેન્ક (૧૮૫૩) : એચડીએફસી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૮૪૦ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૮૩૦ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૬૮ થી રૂ.૧૮૮૦ સુધી તેજી તરફી ધ્યાન...!!!
સન ફાર્મા (૧૮૧૫) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૭૯૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૩૦ થી રૂ.૧૮૪૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!
ગ્લેનમાર્ક ફાર્મા (૧૫૪૦) : ૧૫૩૦ નો પ્રથમ તેમજ રૂ.૧૫૨૨ ના ફાર્માસ્યુટિકલ સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૫૧ થી રૂ.૧૫૬૬ સુધીની તેજી તરફી રુખ નોધાવશે...!!!
આઈસીઆઈસીઆઈ બેન્ક (૧૩૩૩) : પ્રાઈવેટ બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૪૪ થી રૂ.૧૩૫૮ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૧૩૧૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!
જેએસડબ્લ્યુ સ્ટીલ (૧૦૦૦) : રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૮૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સ્ટીલ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૧૧ થી રૂ.૧૦૨૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ...!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.