Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિંગાપોરમાં પણ કોરોનાના કેસોમાં ૨૮% નો વધારો થતા વિશ્વમાં ફેલાયો ગભરાટઃ ભારતને ડરવાની જરૂર નથી
નવી દિલ્હી તા. ૧૬: કોરોના હજુ નાબુદ થયો નથી, અને હોંગકોંગમાં કોરોનાથી ૩૧ ના મૃત્યુ થયા હોવાના અહેવાલોએ હાહાકાર મચાવી દીધો છે. સિંગાપોરમાં પણ કોરોના ઝડપભેર ફેલાઈ રહ્યો હોવાના અહેવાલો પછી ગભરાટ ફેલાયો છે.
ફરી એકવાર કોરોના ધીમે ધીમે દુનિયામાં પોતાનો પગપેસારો કરી રહૃાો છે. કોરોના વાયરસ એશિયામાં ચૂપચાપ આવી ગયો છે. હોંગકોંગથી સિંગાપોર સુધી કોરોનાના નવા કેસોએ ગભરાટ ફેલાવ્યો છે. કોવિડ-૧૯ ના કેસ સતત વધી રહૃાા છે. તેનાથી આરોગ્ય અધિકારીઓ ચિંતિત થયા છે.
કોરોનાના કેસોમાં થયેલા વધારાએ ફરી એકવાર સમગ્ર એશિયામાં કોવિડના નવી લહેરના સંકેત આપ્યા છે, જે ચિંતાજનક છે.
સેન્ટર ફોર હેલ્થ પ્રોટેક્શનના કોમ્યુનિકેબલ ડિસીઝ બ્રાન્ચના ચીફ આલ્બર્ટ ઓ કહે છે કે કોરોના વાયરસની પ્રવૃત્તિ હવે ખૂબ જ ઊંચા સ્તરે પહોંચી ગઈ છે. કોવિડ-૧૯ માટે પોઝિટિવ નમૂનાઓનું પ્રમાણ એક વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું છે. કોરોનાના ડેટા કેસોમાં ચિંતાજનક વધારો દર્શાવે છે. ફક્ત કોરોનાના કેસ જ નથી આવી રહૃાા, પરંતુ તેના કારણે મૃત્યુ પણ થઈ રહૃાા છે, જે ચિંતામાં વધારો કરે છે.
હોંગકોંગમાં કોરોનાના કેસ અને મૃત્યુ લગભગ એક વર્ષમાં સૌથી વધુ સ્તરે પહોંચી ગયા છે. ૩ મેના સપ્તાહના અંતે હોંગકોંગમાં કોરોનાવાયરસને કારણે ૩૧ લોકોના મોત થયા હતા. જોકે, રાહતની વાત એ છે કે કોરોના ચેપ હજુ છેલ્લા બે વર્ષના શિખર પર પહોંચ્યો નથી.
કોવિડ સંબંધિત સમસ્યાઓ માટે ડોકટરો પાસે જતા લોકોની સંખ્યામાં અને હોસ્પિટલોમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં ઘણો વધારો થયો છે. આ સૂચવે છે કે ૭૦ લાખથી વધુ વસ્તીવાળા આ શહેરમાં કોરોના ચેપ ફેલાઈ રહૃાો છે. કોરોનાએ ફરી એકવાર સામાન્ય માણસની સાથે સાથે ઉચ્ચ વર્ગને પણ પોતાની ઝપેટમાં લેવાનું શરૂ કરી દીધું છે. હોંગકોંગના ગાયક ઇસન ચાનને કોવિડ-૧૯ પોઝિટિવ આવ્યો છે. કોન્સર્ટના સત્તાવાર વેઇબો એકાઉન્ટ પરની એક પોસ્ટ અનુસાર, આ અઠવાડિયે તાઇવાનના કાઓહસુંગમાં તેમના કોન્સર્ટ રદ કરવામાં આવ્યા છે.
બીજી તરફ સિંગાપોરમાં પણ કોરોનાને લઈને હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ મહિને, ત્યાંના આરોગ્ય મંત્રાલયે લગભગ એક વર્ષમાં પહેલી વાર ચેપના આંકડાઓ પર અપડેટ જાહેર કર્યું છે. ૩ મેના રોજ પૂરા થયેલા સપ્તાહના અંતે અંદાજિત કોરોના કેસોમાં ૨૮ ટકાનો વધારો થયો હોવાનું બહાર આવ્યું છે. ગયા અઠવાડિયાની સરખામણીમાં, આ અઠવાડિયામાં કોરોનાના ૧૪,૨૦૦ નવા કેસ નોંધાયા છે. દરરોજ હોસ્પિટલોમાં દાખલ થતા લોકોની સંખ્યામાં પણ લગભગ ૩૦ ટકાનો વધારો થયો છે.
જોકે, સિંગાપોરમાં કોવિડના કેસોમાં વધારો થઈ રહૃાો હોવા છતાં, આરોગ્ય મંત્રાલય કહે છે કે હજુ સુધી એવા કોઈ સંકેત નથી કે ફેલાઈ રહેલા નવા પ્રકારો વધુ ચેપી છે અથવા પહેલા કરતાં વધુ ગંભીર બીમારીનું કારણ બની રહૃાા છે.
ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડેટા દર્શાવે છે કે કોરોનાએ ચીનમાં પણ માથું ઉંચકવાનું શરૂ કરી દીધું છે. ચીન પણ ગયા વર્ષે ઉનાળાની ટોચ જેટલી જ કોવિડ-૧૯ લહેરનો અનુભવ કરવા માટે તૈયાર છે. ચીનની હોસ્પિટલોમાં હવે કોવિડ પોઝિટિવ કેસ મળી રહૃાા છે.
થાઇલેન્ડના રોગ નિયંત્રણ વિભાગે પણ કોરોનાના કેસમાં વધારો નોંધાવ્યો છે. રાહતની વાત છે કે ભારતમાં હાલમાં કોરોનાના કેસ જોવા મળી રહૃાા નથી. તો અત્યારે અહીં ડરવાની કોઈ જરૂર નથી.
સામાન્ય રીતે, શિયાળાની ઋતુમાં શ્વસનતંત્રના વાયરસ વધુ સક્રિય હોય છે. પરંતુ આ વખતે, ઉનાળો શરૂ થતાં જ, કોરોનાના કેસ વધવા લાગ્યા. આનાથી સ્પષ્ટ થાય છે કે કોરોના વાયરસ ઉનાળામાં પણ ઝડપથી ફેલાઈ શકે છે અને મોટી સંખ્યામાં લોકોને બીમાર કરી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial