Advertisement
Author: નોબત સમાચાર

ગોકુલનગર-કાલાવડના ખાનકોટડામાં ગંજીપાના વડે જુગાર રમતા આઠ ઝબ્બે

વર્લીના આંકડા લખતા ત્રણ શખ્સ પકડાયાઃ

જામનગર તા.૧ : જામનગરના ગોકુલનગર પાણાખાણમાં ગંજીપાના કૂટતા ત્રણ શખ્સ ઝડપાયા છે. ખાનકોટડા ગામની સીમમાં ગઈરાત્રે તીનપત્તી રમતા પાંચની પોલીસે ધરપકડ કરી છે. દરબારગઢ તથા કાલાવડ, ખટીયામાંથી ત્રણ વર્લીબાજ મળી આવ્યા છે. જોડીયા-ભુંગામાં નોટના નંબર પર જુગાર રમતા બે ઝડપાયા છે.

જામનગરના ગોકુલનગર નજીક પાણાખાણની શેરી નં.૯ માં ગઈકાલે બપોરે જુગાર રમાતો હોવાની બાતમી પરથી સિટી સી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડયો હતો. ત્યાંથી ચેતન ગગજીભાઈ પરમાર, સાગર બિપીનભાઈ કણઝારીયા, અશોક ઘેલાભાઈ ભાંભેરા નામના ત્રણ શખ્સ ગંજીપાના કૂટતા મળી આવ્યા હતા. પટમાંથી રૂ.૧૪ હજાર રોકડા કબજે કરાયા છે.

કાલાવડ તાલુકાના ખાન કોટડા ગામની ટાઢોડીયા સીમમાં ગઈરાત્રે જુગારની મહેફિલ જામી હોવાની બાતમી મળતા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફે રાત્રે એક વાગ્યે બાબુભાઈ હંસરાજભાઈ ગલાણીના ખેતરના શેઢે પતરાથી ઢાંકેલી ઓરડીમાં દરોડો પાડ્યો હતો.

આ સ્થળે તીનપત્તી રમતા બાબુભાઈ હંસરાજભાઈ ગલાણી, ઈમ્તિયાઝ અબ્દુલ્લા શાહમદાર, જીવરાજ મોહનભાઈ ગલાણી, તુલસીભાઈ કરમશીભાઈ ગલાણી, ચંદ્રકાંત લાભશંકર જોષી ઉર્ફે મુકેશ અદા નામના પાંચ શખ્સ પકડાઈ ગયા હતા. પટમાંથી રૂ.૨૪૧૨૦ રોકડા કબજે કરવામાં આવ્યા છે.

જામનગરના જોડીયા-ભુંગા વિસ્તારમાં આવેલા ભડાલા પાડામાં ગઈકાલે બપોરે ચલણી નોટના નંબર પર જુગાર રમતા અસગર અબ્દુલ લોરૂ, દાઉદ ઈસ્માઈલ સુમારીયા નામના બે શખ્સને સિટી બી ડિવિઝનના સ્ટાફે પકડી પાડી રૂ.૨૭૮૦ રોકડા કબજે લીધા છે.

જામનગરના દરબારગઢ વિસ્તારમાંથી મેહુલ રમેશભાઈ પાટડીયા ઉર્ફે બાડો નામનો શખ્સ વર્લીના આંકડા લખતો ઝડપાયો છે. કાલાવડ શહેરમાં ચમન ટેકરી પાસેથી ઈબ્રાહીમ ઈસ્માઈલ ખુરેશી ઉર્ફે હીપી પણ વર્લીનું બેટીંગ લેતો મળી આવ્યો છે. લાલપુરના ખટીયા ગામમાંથી દિલીપ કિશોરભાઈ વાઘેલા વર્લીના આંકડા લખતો ઝડપાઈ ગયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh